અક્ષરપુરુષોત્તમને કાજે જીવન અર્પણ કરનારા

 

અક્ષરપુરુષોત્તમને કાજે જીવન અર્પણ કરનારા

સાધુ યોગેન્દ્રદાસ

 

અક્ષરપુરુષોત્તમને કાજે જીવન અર્પણ કરનારા,

પ્રમુખસ્વામીને ચરણે આજ અમે પ્રાણ અમે પાથનારા,

અમે સૌ યુવક, સ્વામીના શૂરા, અમે સૌ યુવક, સ્વામીના શૂરા,..

 

માયા સાથે યુદ્ધે ચડવા શસ્ત્ર અમે સૌ બાંધ્યા છે,

જ્ઞાનતણું બખ્તર પહેરીને નિશાન ઊંચા સાધ્યા છે,

દેહભાવના ચૂરેચૂરા કરવા સૌ હરખાયા છે,

સેવા ભક્તિ સમર્પણથી પગ પાછા નવ ભરનારા,

અક્ષરપુરુષોત્તમ... ૨

 

પ્રમુખસ્વામીનો સંદેશો લઈ દેશ વિદેશે ફરનારા,

સદ્‌ગુણોની સેના લઈને સૌના હૃદયને જીતનારા,

ઉપાસનાના મંત્રગાનથી સકલ વિશ્વને ભરનારા,

પ્રગટ પ્રભુનો રાજીપો લઈ કેફમાં અમે રહેનારા,

અક્ષરપુરુષોત્તમ... ૩

 

અમે સૌ યુવક સ્વામીના શૂરા,

અમે સૌ યુવક સ્વામીના શૂરા,

અમે સૌ યુવક સ્વામીના શૂરા...

Akhar-Puruhottamne kāje jīvan arpa karnārā

Sadhu Yogendradas

 

 

Akṣhar-Puruṣhottamane kāje jīvan arpaṇ karanārā,

Pramukh Swāmīne charaṇe āj ame prāṇ ame pāthanārā,

Ame sau yuvak, Swāmīnā shūrā, ame sau yuvak, Swāmīnā shūrā,.. 1

 

Māyā sāthe yuddhe chaḍavā shastra ame sau bāndhyā chhe,

Gnāntaṇu bakhtar paherīne nishān ūnchā sādhyā chhe,

Deh-bhāvnā chūre-chūrā karavā sau harakhāyā chhe,

Sevā bhakti samarpaṇthī pag pāchhā nav bharanārā,

Akṣhar-Puruṣhottam... 2

 

Pramukh Swāmīno sandesho laī desh videshe faranārā,

Sadguonī senā laīne saunā hudayne jītnārā,

Upāsanānā mantra-gānthī sakal vishvane bharanārā,

Pragaṭ Prabhuno rājīpo laī kefmā ame rahenārā,

Akṣhar-Puruṣhottama... 3

 

Ame sau yuvak Swāmīnā shūrā,

Ame sau yuvak Swāmīnā shūrā,

Ame sau yuvak Swāmīnā shūrā...

 

0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...