10 રૂપિયામાં આવવા-જવા માટે બસોની વ્યવસ્થા
આજથી શરુ થઇ રહેલા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશે ત્યારે અમદાવાદમાં ચાલતી AMTS દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં આવેલા રેલવે સ્ટેશનો કાલુપુર , મણિનગર, સાબરમતી ઉપરાંત ગીતા મંદિર , ઝાંસીની રાણી જેવા બસસ્ટેશનોથી જરૂરીયાત મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત બોપલ વકીલ સાહેબબ્રિજથી પ્રમુખસ્વામીનગર સુધી પ્રતિ વ્યક્તિ 10 રૂપિયાની કિંમતથી આવવા-જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
બોપલમાં જે વકીલ સાહેબ બ્રિજ છે ત્યાં સુધી જવાનું લોકેશન અહીં લિન્કમાં આપેલ છે જે દ્વારા આપ ત્યાં પહોંચી શકશો.
આ ઉપરાંત આપ બીજા કયા માધ્યમ દ્વારા પ્રમુખસ્વામી નગરમાં જઈ શકશો તે અંગેની સંપૂર્ણ માહિતી આપને અહીં આપણે વીડિઓ દ્વારા મળી રહેશે.
આપ પ્રમુખસ્વામી નગરમાં આવશો તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આવશે જેથી આટલા મોટા નગરમાં આપ ક્યાંય ખોવાઈ ના જાવ.


0 comments