નાની ઉંમરે પણ મોદીએ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કર્યા હતા.
મોદી સાહેબે પ્રવચન શરુ કરતા તેમને આ મહોત્સવમાં આમંત્રણ આપવા માટે આભાર માન્યો વધુમાં તેમણે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ મારા પિતાતુલ્ય હતા, મારૂ સૌભાગ્ય છે કે,તેમને વધુમાં જણાવ્યું કે મને આ ઐતિહાસિક કાર્યક્રમનો સાથી, સહભાગી અને સત્સંગી બનવાનો મોકો મળ્યો છે. મેં જેટલો સમય અહીં વિતાવ્યો એટલો સમય મને દિવ્યતાની અનુભૂતી થઈ છે. વધુમાં તેમને પોતાના પ્રસંગો કહેતા કહ્યું કે બાળપણમાં જ્યારે દૂરથી પ્રમુખસ્વામીના દર્શન કરતા તો સારું લાગતું હતું. મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી કે તેમને રૂબરૂમાં મળવાનું થશે. 1991માં પ્રથમ વખત તેમને મળવાનો અને સત્સંગ કરવાનો મને મોકો મળ્યો હતો. જેમાં માત્ર સેવાની જ વાત કરી હતી. તેમને કોઈ સત્સંગની વાત કરી નહોતી.ડો. અબ્દુલ કલામ વૈજ્ઞાનિક હતા તેમને પણ તેમની પાસેથી શીખવા મળતું હતું અને મારા જેવા સામાજિક કાર્યકરને પણ તેમની પાસેથી ઘણું શીખવા મળતું હતું.
ભાજપના રંગ જેવી પેન આપી હતી મોદીજીની પ્રમુખસ્વામી મહારાજે
તેમને જણાવ્યું કે 2002માં જ્યારે હું પ્રથમ વખત ચૂંટણી લડ્યો હતો ત્યારે ત્યારે મારે રાજકોટથી ફોર્મ ભરવાનું હતું અને ત્યાં જયારે ફોર્મ ભરવા જતો હતો ત્યારે સંતો એક બોક્ક્સ લઈને આવ્યા જેમાં ફોર્મમાં સહી કરવાની પેન પ્રમુખસ્વામી મહારાજે મોકલાવી હતી. ત્યારબાદ જ્યારે મેં કાશીમાં ફોર્મ ભર્યું ત્યારે પણ તેમણે મને પેન મોકલાવી હતી.તેઓએ તેમ પણ જણવ્યું કે જયારે કાશીમાં મને પેન આપી ત્યારે એ પેન ભાજપના રંગ જેવી હતી ઉપરનું લીલું અને બાકીની ઓરેન્જ કલરની પેન હતી પ્રમુખસ્વામી મહારાજે પહેલેથી આ પેન લઇ રાખી હતી તેમ મને લાગ્યું.
હજુ પણ મહંત સ્વામી મહારાજ તેમને કાપડ મોકલાવે છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી દર વર્ષે મને કુર્તા પાયજામાનું કાપડ પ્રમુખસ્વામી મહારાજ મોકલતા હતા. જ્યારે આજે હું વડાપ્રધાન છું, તેમ છતાં કાપડ મોકલવાની પરંપરા મહંતસ્વામીએ ચાલું રાખી છે.
અક્ષરધામના હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજે કરી મોદી સાહેબની ચિંતા
અક્ષરધામ મંદિર પર હુમલો થયો ત્યારે પ્રમુખસ્વામીએ મને ફોન કરી કહ્યું હતું કે, તારું ઘર તો સામે જ છે, કોઈ તકલીફ નથીને. આટલા સંકટના સમયમાં પણ પ્રમુખસ્વામી મહારાજ સ્વસ્થ હતા.
મોદીજીએ કહ્યું હું પણ એક સ્વયં સેવક છું
મને કહેવામાં આવ્યું કે, અહીં 80 હજાર વોલેન્ટિયર છે. ત્યારે મેં કહ્યું હું પણ એક સ્વયંસવેક છું.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કેવી રીતે જવું તે સમજાવતો વિડિઓ આપ અહીંથી જોઈ શકો છો.





0 comments