બી.એ.પી.એસ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યા પ્રમુખસ્વામી મહારાજ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રસંગો.


 વડાપ્રધાનશ્રી જાતે વહેંચશે પ્રસાદ

બ્રહ્મવિહારી સ્વામીએ પ્રસંગોની શરૂઆત કરતા કહ્યું કે મોદી સાહેબે કહ્યું છે કે તેઓ પોતાના બધા સ્ટાફને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રસાદ જાતે આપશે.


અને મોદી બોલ્યા કે નાનામાં નાના વ્યકિતની સંભાળ આવી રીતે લઈશ

આ ઉપરાંત  એક પ્રસંગ કહેતા કહ્યું કે મોદી સાહેબ જયારે પ્રમુખસ્વામી મહારાજને મળવા આવ્યા અને પોતાની કારમાં બેઠા ત્યારે જોયું એમના ડ્રાઈવરને પ્રસાદનો બોક્સ મળ્યું હતુ પછી તો તેઓ ઉતારીને જેટલી ગાડીઆવી હતી તે બધી ગાડી જોયી અને તેમને કીધું કે હવેથી હું પણ નાનામાં નાના વ્યકિતની સંભાળ લઈશ અને આજે પણ તેઓ પ્રમુખસ્વામી મહારાજના પગલે ચાલી રહ્યા છે.

આંખ બંધ કરુંને બાપા દેખાય છે

તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એકવાર પ્રમુખસ્વામી મહારાજને મળવા આવ્યા ત્યારે એક ચિત્ર લઈને આવ્યા હતા અને તેમને કહ્યું કે તેઓ અબ્દુલ કલામની મળવા ગયા હતા અને અબ્દુલ કલામે કહ્યું કે ગુજરાતમાં મારા એક મિત્ર રહે છે અને તેમને પ્રમુખસ્વામી મહારાજનું ચિત્ર મોદીજીને બતાવ્યું ત્યારે મોદી સાહેબે બ્રહ્મવિહારી સ્વામીને કહ્યું કે કોઈ બાપાનું ચિત્ર જોવે પછી એમને બાપા યાદ આવે જયારે મારે તો આંખ બંધ કરુને બાપા સામે આવી જાય છે.


તમારા હાથમાં દેશનું ભવિષ્ય છે

મોદી સાહેબને સંન્યાસ લેવાનો વિચાર હતો પરંતુ તેમને જયારે બાપાને પૂછ્યું ત્યારે બાપા એ કહ્યું કે સંન્યાસ  ના લેતા કારણ કે દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે.


પ્રમુખસ્વામી મહારાજ કહેતા મોદી બનો.

વળી તેમ પણ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે મોદી સાહેબ સંયમનું પ્રતિક છે જયારે કોઈ ગુસ્સો કરે કે અપશબ્દો બોલે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે મોદી જેવા થાવ.


PSM100 Nagar એપ્લિકેશન વિશેની તમામ માહિતી આપતા વીડિયો

0 comments

Jivuba Quiz — Test

Jivuba Quiz Jivuba Quiz — Test ગુજરાતી हिन्दी English Chapter 1