આજે જયારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ઉદ્ઘાટન સભામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના અત્યંત વસ્ત કાર્યક્રમ માં પણ પધારી તેમને પ્રમુખસ્વામી મહારાજ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારે બીએપીએસ સંસ્થા ના વિદ્વાન સંત પુજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કેટલાક એવા પ્રસંગો કહ્યા જે ખુબ જ અંગત હતા,પણ ખૂબજ પ્રેરણાદાયી હતા.
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું, " પ્રમુખસ્વામી મહારાજ જયારે દિલ્હી અક્ષરધામનું ઓપનિંગ થયું ત્યારે તેમને સૌથી પેહલા અક્ષરધામ માં આવેલા ટોયલેટસ ની ચકાસણી કરી હતી,અને કહ્યું હતું કે, આ સ્વચ્છ રાખશો તો અક્ષરધામ સ્વચ્છ રેશે.
મહંતસ્વામી મહારાજ પણ જયારે પ્રમુખસ્વામી મહારાજ નગર માં આવ્યા ત્યારે તેમને પણ સૌથી પહેલાં ટોયલેટસ ની ચકાસણી કરી હતી,અને કહ્યું હતું કે,આ સારું રાખશો તો બધું સારું થશે.
તેવી જ રીતે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રમુખસ્વામી મહારાજ નગર માં આવીને ટોયલેટની મુલાકાત લીધી હતી,અને કહ્યું એ
ભારતને અપને સ્વચ્છ બનાવું છે અને સ્વસ્થ બનાવું છે”
નગરમાં આવનાર દર્શનાર્થીઓ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવશે તે જાણવા માટે આ વિડીઓ આપ જોઈ શકો છો.


0 comments