આંતરરાષ્ટ્રીય માનવ-ઉત્કર્ષ સંમેલન - ઉદ્ઘાટન - ૧૫-૧૨-૨૦૨૨ અમિત શાહે કહ્યું સાંસ્કૃતિક પુન:જાગરણ તરીકે આ સમૈયો ઓળખાશે.
અમિત શાહનું ઉદબોધન
શિક્ષાપત્રી પ્રમાણે તેમનું જીવન હતું
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી તેને સંપૂર્ણ રીતે કોઈ જીવીની પ્રેરણા આપી હોય તો તે પ્રમુખસ્વામી મહારાજ છે. આ ઉપરાંત ઘરસભા દ્વારા પરિવારોમાં સંપ રાખવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે..
સંન્યાસીની પરંપરામાં પ્રમુખસ્વામી મહારાજે સુધારા કર્યા
૨૧ મી સદીમાં સન્યાસી પરમ્પરાને પુન:વ્યાખ્યાયિત અને પુન:જીવિત કરવાનું કાર્ય કોઈએ એ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે.સંતો ભણેલા- ગણેલાં તૈયાર થયા,નિયમ ધર્મ યુક્ત સંતો બાપ્સમાં જ જોવા મળે છે.
વ્યસનમુક્તિમાં મોટું યોગદાન
હું ૧૯૯૫માં ધારાસભ્ય બન્યો ત્યારે સુધારા માટે મેં શેડયુ તો એમાં વ્યસન મુક્તિ અનિવાર્ય હતું,મેં ઘણી બધી સંસ્થાઓમાં સંપર્ક કર્યો પરંતુ જયારે બધી સંસ્થા કામ નહોતી કરતી ત્યારે બી.એ.પી.એસ સંસ્થા કામ કરતી રહી.
સાંસ્કૃતિક પુન:જાગરણ
આઝાદીનો અમૃત મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ સમૈયો સાંસ્કૃતિક પુન:જાગરણ તરીકે ઓળખાશે.
.png)
.png)
.png)


0 comments