ભારતનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન બીજી T20Iમાં નહીં રમે. સેમસન પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. મેચ બાદ તેના પગમાં સોજો આવી ગયો હતો.
સંજુ સોજોનું સ્કેન કરાવવા મુંબઈમાં જ રહ્યો અને ટીમ સાથે પુણે આવ્યો ન હતો.
સ્કેન રિપોર્ટ આવ્યા બાદ બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને ટી20 સિરીઝ ન રમવાની સલાહ આપી હતી. સેમસનની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ અથવા રાહુલ ત્રિપાઠીને તક મળી શકે છે.
આજની મેચ રસપ્રદ
જો ભારત આજની મેચ જીતશે તો એ શ્રીલંકા સામે સતત ચોથી સીરિઝ જીતશે જયારે શ્રીલંકા આજની મેચ જીતીને ડ્રો કરવાનો પ્રયત્ન કરશે.



0 comments