જોશી મઠ જયારે સંકટમાં છે ત્યારે અહીં આવેલ નૃસિંહ ભગવાનનું મંદિર જે ૧૦૦૦ વર્ષ જુનું છે તેના માથે પણ સંકટ રહ્યું છે.આ મંદિરને નૃસિંહ બદ્રી પણ કહેવામાં આવે છે.
અહીં દર્શન કરવાથી બધા દુઃખ દુર થઇ જાય છે કહેવાય છે કે ભગવાન બધી જ ઇચ્છા પુરી કરે છે. ઠંડી દરમ્યાન બદ્રીનાથની મૂર્તિ અહીંયા જ રહે છે તેથી મંદિરમાં ભક્તોની ભીડ આખા વર્ષ દરમયાન ચાલુ રહે છે.અહીંયા દર્શન કર્યા વગર બદ્રીનાથની યાત્રા પુરી માનવામાં આવતી નથી.
કેવી રીતે બની છે આ મૂર્તિ?
મંદિરમાં સ્થાપિત ભગવાન નૃસિંહની મૂર્તિ શાલિગ્રામ પથ્થર દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિનું નિર્માણ આઠમી સદીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્ય યુક્કા પીડાના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું છે અને થોડા લોકોના જણાવ્યા પ્રમાણે, આ મૂર્તિ સ્વયં પ્રકટ થઇ ગઈ હતી. મૂર્તિ લગભગ 10 ઈંચની છે અને ભગવાન નૃસિંહ કમળ ઉપર બિરાજમાન છે. ભગવાન નૃસિંહ સાથે આ મંદિરમાં બદ્રીનાથ, ઉદ્ધવ અને કુબેરની મૂર્તિઓ પણ સ્થિત છે. મંદિરમાં ભગવાન નૃસિંહની જમણી બાજુ ભગવાન રામ, માતા સીતા, હનુમાનજી અને ગરુડની મૂર્તિઓ સ્થાપિત છે અને ડાબી બાજુ કાલિકા માતાની પ્રતિમા છે.
એક અન્ય માન્યતા પ્રમાણે, મંદિરમાં નૃસિંહ ભગવાનની જે મૂર્તિ છે, એ ખોદકામ દરમિયાન મળેલી છે. આ મૂર્તિનો ડાબો હાથ પાતળો છે અને એ દિવસે ને દિવસે પાતળો થઈ રહ્યો છે, જે વિનાશનો સંકેત આપે છે.
કેદારખંડના સનત કુમાર સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન નૃસિંહની મૂર્તિથી તેમનો હાથ તૂટીને પડી જશે ત્યારે વિષ્ણુપ્રયાગની નજીક પટમિલા નામના સ્થાનમાં આવેલ જય અને વિજય નામના પહાડ એકબીજા સાથે મળી જશે અને બદરીનાથનાં દર્શન થઈ શકશે નહીં. ત્યારે જોશીમઠના તપોવન ક્ષેત્રમાં આવેલા ભવિષ્ય બદરી મંદિરમાં ભગવાન બદરીનાથનાં દર્શન થશે. કેદારખંડના સનતકુમારમાં પણ આ બાબતનો ઉલ્લેખ મળી આવે છે.



0 comments