પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. .
કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથનને અંતે
એક પૂર્ણ મંદિરનો અમૃતકળશ ઊંચકાય છે !
બ્રહ્મસ્વરૂપ સંતવિભૂતિ પોતાનો પ્રાણ રેડે છે ત્યારે એક પૂર્ણ અર્થનું મંદિર મહોરે છે,
ત્યારે એમાં દિવ્ય તત્ત્વનો આવિષ્કાર થાય છે,
ત્યારે એ પરમ શાંતિનું કેન્દ્ર બને છે, એક સતત વહેતી દિવ્ય પ્રેરણાની ગંગોત્રીનું નિર્માણ થાય છે,
માનવ-ઉત્કર્ષનું એક સુંદર ધામ ખીલે છે અને અનેક ચૈતન્ય મંદિરોનું સર્જન થાય છે.
આવું મંદિર તેના ખરા અર્થમાં મહોરાવવું એ સામાન્ય માનવીનું કામ નથી.
જે બ્રહ્મસ્વરૂપ સંતવિભૂતિ પોતાનું સર્વસ્વ હોમી દઈને મંદિરનો અમૃતકળશ સમાજને ધરે છે.
શ યુગો સુધી સમાજ એ અમૃતનું પાન કરે છે. આ કળિયુગના ઘોર અંધકારમાં પ્રમુખસ્વામી મહારાજે કેવી રીતે
. રચ્યાં છે ૧૨૦૦ કરતાં વધુ મંદિરો? શ્રદ્ધાના દીપ પ્રગટાવીને. સૌના હૈયે આસ્થાના દીપ પ્રગટાવીને તેઓ એક
પૂર્ણ મંદિરનો આવિષ્કાર કરે છે. પ્રમુખસ્વામી મહારાજ મંદિર રચે ત્યારે માત્ર મંદિરની ઇમારત જ ખડો ન થાય,
અસંખ્ય લોકોનાં હૃદયમાં પણ મંદિર રચાઈ જાય, આજ્ઞાનનાં અંધારાં હડસેલાઈ જાય, ભક્તિનો ઉજાસ ફેલાય.
મિ પ્રમુખસ્વામી મહારાજ મંદિર રચે તેમાં ક્લા-કોૌશલ્ય અને સમર્પણ-ભક્તિની જુગલબંધી હોય.
એટલે જ પૂર્ણ વિરાગી વ્યક્તિત્વ હોવા છતાં તેઓ મંદિર રયવા અવિરત પુરુષાર્થ કરતા -
જમીનની પસંદગીથી લઈને મંદિરમાં સાક્ષાત્ પરમાત્માનો નિવાસ થાય ત્યાં સુધી,
મંદિરના નિમાણથી લઈને અનેક પેઢીઓ સુધી મંદિરનો પ્રભાવ ખીલી રહે ત્યાં સુધી.
અનેક લોક્સેવાઓની પ્રવૃત્તિ વચ્યે તેઓ મંદિર-નિમણમાં તન્મય બની રહેતા: ભક્તિભાવપૂર્વક.
ભગવાન સ્વામિનારાયણે આરંભેલી ઉપાસના-મંદિરોની પરંપરાને પ્રજ્વલિત રાખવા
તેઓ ભક્તિભાવપૂર્વક પોતાના પ્રાણ રેડો દે, અને ત્યારે લાખો લોકોના ઉદ્ધારનાં દ્વાર ઊઘડી જાય.
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે મંદિર-નિમાણની તેઓની એ ભક્તિગાથાને માણીએ
એક છબિકથાના સ્વરૂપે, હવે પછીનાં પૃષ્ઠોમાં...
0 comments