પરિચય પરીક્ષા - નિબંધ -2- શતાબ્દી મહોત્સવ : પ્રેરણાનું પંચામૃત બાલનગરી (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.44-53)

 આનંદ-કિલ્લોલ સાથે પ્રેરણાનું પંચામૃત પીરસતી બાળ મહોત્સવમાં ઊમટનારાં લાખો બાળકોને આનંદ-કિલ્લોલ સાથે સંસ્કાર, શિક્ષણ, સેવા, સાંસ્કૃતિક અસ્મિતા અને સ્વાસ્થ્યની પ્રેરણાઓથી ભર્યભિર્યા મૂલ્યોનું પંચામૃત પીરસતી બાળનગરી એટલે બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત એક વિશિષ્ટ નગરી. ૧૪ એકરમાં પથરાયેલી બાળનગરીનાં વિવિધ આકર્ષણો બાળકોને પ્રેરણાઓથી છલકાવી દેતાં હતાં. માતાપિતાને વંદનથી લઈને તેજસ્વિતાના અનેક પવિત્ર સંસ્કારો અહીં બાળકોમાં સહજતાથી સિંચાઈ જતા હતા.
નાનાં શિશુ, ઉચ્ચ રોલી બાળનગરીના ચાર ખૂણે ચાર પ્રાણીઓની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી.
તે પૈકી હાથી બાળકોને શાકાહારી અને બળવાન બનવાની પ્રેરણા આપતો હતો,
જિરાફ બાળકોની સાદગીસભર જીવનશૈલીમાં વણાયેલા ઉચ્ય આદર્શો દર્શાવતું હતું.
ગેંડો બી.એ.પી.એસ.નાં બાળકોની સાહસી છતાં શાંત જીવનશૈલી દર્શાવતો હતો,
સિંહ બી.એ પી .એસ.ના બાળકોની નીડરતા વ્યક્ત કરતો હતો.

  • શેરુનું જંગલઃ ગુરુનું મહત્ત્વ સમજાવતી આ રજૂઆતમાં જંગલમાં વિહરતા એક બાળસિંહની રોમાંચક કથા છે. એકસાથે ૩૦૦ બાળકો દ્વારા થતી આ પ્રસ્‍્તુતિમાં જંગલની ભયાનકતા, વન્ય પ્રાણીઓની સૃષ્ટિ, સિંહની શૂરવીરતા અને સંદેશની મધુરતાનો સુંદર સંગમ હતો.
  • બુઝોનું ગામઃ માતા-પિતાના ઉપકારોનું ત્કણસ્મરણ કરાવતી એક આદિવાસી બાળક બુઝોની આ કથા-રજૂઆત જીવંત અભિનય તથા વીડિયોના સંયોજન દ્વારા માત્ર બાળકો જ નહીં, પરંતુ મોટાઓનાં હૈયે પણ માતાપિતા પ્રત્યે આદર છલકાવી દેતી હતી.
  • સુવર્ણ નો સમુદ્રઃ સુવર્ણા માછલીના કથાનક દ્વારા પ્રાર્થના અને પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવતી આ પ્રસ્‍તુતિમાં સાગર-તરંગો પર ઊછળતી બી.એ.પી.એસ.ની ૩૦૦ બાલિકાઓએ જીવંત રસપ્રદ અભિનય કરીને સાહસ અને પ્રાર્થનાની પ્રેરણા આપી હતી.
  • બાળનગરીના માર્ગો પર નાનાં-મોટાં સૌના ચહેરા પર આનંદ ફરકાવી દેતાં મપેટ-મેસ્કોટ સૌ માટે અનેરું આકર્ષણ બની રહ્યાં હતાં. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા નિર્મિત આવાં અનેક મૌલિક મપેટ બનાવવામાં સંતો-સ્વયંસેવકોએ છેલ્લા એક વષથી મહેનત કરી હતી.
  • પ્રિ-શો બાદ ગણતરીની સેકંડોમાં એક સાથે ૧૨૦૦-૧૩૦૦ દર્શકો ખુરશી પર ગોઠવાઈ જતા અને “બુઝો...'ની બૂમો સાથે શો આરંભાઈ જતો. દિલધડક દશ્યો વચ્ચે બી.એ.પી.એસ. વિદ્યામંદિર અટલાદરાના ૯૦ બાળકોની રજૂઆત સૌ કોઈને અભિભૂત કરી દેતી હતી.
  • બી.એ.પી.એસ. વિદ્યામંદિર-રાંદેસણની ૩૦૦ બાલિકાઓ માટે સ્વયંસેવકોએ એટલાં સુંદર રચનાત્મક કોસ્ચ્યૂમ, વીડિયો બેકગ્રાઉન્ડ અને સેટ તેયાર કર્યા હતા કે દર્શકો અહીં પ્રવેશતાં જ સમુદ્રના પેટાળમાં પહોંચી ગયાનો આભાસ અનુભવતા.
  • શાંતિનું ધામ, ચાણસદઃ બાળનગરીમાં ખડા થયેલા ચાણસદ ગામમાં દર્શનાર્થી બાળકો બાળવયના પ્રમુખસ્વામી મહારાજ એટલે કે શાંતિલાલના પગલે-પગલે વિહાર કરતાં-કરતાં આદર્શ બાળક બનવાની પ્રેરણા પ્રાપ્ત કરતા હતા.
  • “શાંતિનું ધામ, ચાણસદ'માં શાંતિલાલના છ પ્રેરણાદાયી પ્રસંગો હૂબહૂં ખડા કરાયા હતા. દર્શકો સમક્ષ બાળસેવકો આ પ્રસંગની પૂ્વ- ભૂમિકા આપે ત્યારબાદ વીડિયો સ્ક્રીન દ્વારા પ્રાણી-પક્ષીઓ આ પ્રસંગોનું વર્ણન કરીને સૌને શાંતિલાલ જેવા આદર્શ થવાની પ્રેરણા આપતા.
  • બાળમંડળ એક્સપ્રેસઃ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો નિઃસ્વાર્થ સ્નેહ પામીને તૈ તેયાર થયેલાં બાળકોનું કાર્ય અને બી.એ.પી.એસ. બાળ-પ્રવૃત્તિનું દર્શન કરાવતી બાળમંડળ એક્સપ્રેસ ૧૮૦ ફૂટ લાંબી કલાત્મક અને પ્રેરણાત્મક રચના હતી.
  • નગરના પ્રમુખ જ્યોતિ ઉધાનની બંને તરફ ભગવાન શ્રી સ્વામિનારાયણની તેમના મહાન પરમહંસ સંતો અને ભક્તો સાથે સ્મૃતિ કરાવતી જીવંત કદની સુંદર ડાયોરામા-પ્રસ્‍તુતિઓ હતી. પરમહંસ સંતો સાથે વયનામૃત ઉચ્યારતા શ્રીહરિ.
  • ગામડે-ગામડે વિચરણ કરતા, ન પ્રિય ભક્તો વચ્ચે બિરાજીને બોધ આપતા ભગવાન શ્રી સ્વામિનારાયણ.
  •  સતત ૩૦ દિવસ સુધી ચાલેલો વિશ્વશાંતિ મહાયજ્ઞ
    જીવનભર સર્વ પ્રકારે યજ્ઞમય જીવન જીવનારા પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ સાથે નગરની યજ્ઞ કુટિરમાં મહાન વૈદિક યજ્ઞપરંપરા અનુસાર ર૧૯૩ યજમાન ભક્તોએ કુલ ૧૨૧ સત્રોમાં ૮ લાખથી વધુ આહુતિઓનું અર્ઘ્ય અર્પ્યું હતું.
  •  સતત ૩૦ દિવસ સુધી બ્રહ્મનાદથી ગુંજતી ભજન કુટિર
    પ્રમુખસ્વામી મહારાજના ભજનાનંદી વ્યક્તિત્વની સ્મૃતિ સાથે રચાયેલી 'ભજન કુટિર 'માં સતત ૩૦ દિવસ સુધી ભગવાનનાં નામ-સ્મરણ, કથા, કોર્તનની રમઝટ ગુંજતી રહો હતી. ભક્તિની અનોખી સરવાણી અહોં વહેતી રહો હતી.
  • મહોત્સવ પૂર્ણ પુરુષ કા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)
    અસંખ્ય લોકોને પોતાના સ્નેહ અને સાંનિધ્યથી ધન્ય કરનારા પ્રમુખસ્વામી મહારાજે અનેકને પૂર્ણતાનો અનુભવ કરાવ્યો છે. અસંખ્ય લોકોને એમના સાંનિધ્યમાં જીવન પૂર્ણ તથા પ્રકુલ્લિત અનુભવાતું, કારણ કે પ્રમુખસ્વામી મહારાજ સ્વયં એક પૂર્ણ પુરુષ હતા. તેઓની આ વિશેષતા એક રસપ્રદ લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન મેપિંગ શો દ્વારા પ્રસ્‍તુત થઈ હતી. આધુનિક તકનીક અને ઉપકરણો તેમજ ૩૦૦થી વધુ બાળકો-યુવકોની પ્રસ્‍તુતિથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતા હતા. ૨૫,૦૦૦થી વધુ દર્શકો વિવિધતાસભર આ પ્રસ્તુતિ નિહાળીને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અને સંદેશની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા હતા.
    • ભારતીય લોકનૃત્ય મંચ અને બી.એ.પી. એસ. ટેલેન્ટ મંચ ભારતનાં ૧૬ પ્રાદેશિક નૃત્યો - નૃત્યનાટિકાને પ્રસ્‍તુત કરતા બી.એ .પી.એસ.ના યુવાનોનો ભારતીય લોકનુત્ય મંચ હજારો લોકોને પ્રભાવિત કરતો હતો. તો બાળનગરીમાં આવેલો બી.એ .પી .એસ. ટેલેન્ટ મંચ બાળકો-બાલિકાઓ, યુવક-યુવતીઓની વિવિધ ક્લા પ્રસ્‍તુતિને માણીને દંગ રહો જતો હતો.

0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...