પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -3 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 વિરાટ, અપૂવ અને અનિવચનીય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સૂત્રધાર અને પ્રેરણામૂર્તિ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે તા. ૧૪-૧-૨૦૨૩ના રોજ લખેલા ઉપરોક્ત શબ્દોમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના એ ૮૦,૦૦૦ સ્વયંસેવકોના મસ્તકે એમણે ચઢાવેલી આભારવર્ષા છે. 

હા, સ્વયં ગુરુહરિ વારી જાય એટલું જ નહીં, એ મહોત્સવમાં આવનારા એક કરોડ એકવીસ લાખથી વધુ દર્શનાર્થીઓ વારી જાય, વિરાટ શબ્દ પણ વામણો પડે - એવું એ ૮૦,૦૦૦ સ્વયંસેવકોનું સેવા-સમર્પણ હતું આ

મહોત્સવમાં.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અનેક ગાથાઓમાં સ્વયંસેવકોની ગાથા સદા અમર બની રહેશે. આ મહોત્સવને સાકાર અને સફળ બનાવવામાં આબાલવૃદ્ધ, સ્ત્રીપુરુષ સ્વયંસેવકોએ જે સેવા-સમર્પણ કયું છે તે ક્યારેય પૂર્ણ રીતે આલેખી શકાશે નહીં. આમ છતાં, આ સ્વયંસેવકોની ગાથાનું એક આચમન અહીં પ્રસ્તુત છે.

શતાબ્દી મહોત્સવ ભવ્યતાથી ઊજવવાનું નિર્ધારિત થયું તે સાથે જ મહોત્સવના વિશાળ વ્યાપને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં અને લાંબા સમય સુધી સ્વયંસેવકોની આવશ્યકતા હતી. પરંતુ આટલી મોટી સંખ્યામાં સ્વયંસેવકો મેળવવાનું એ કોઈ સામાન્ય કે સહેલું કામ નહોતું. સતત બે વર્ષ સુધી કોરોનાની આપત્તિને કારણે સૌના ધંધા-વ્વવસાય-નોકરી પર ઘણી મોટી અસર થઈ હતી. આથી મહોત્સવની સંચાલન સમિતિને શંકા હતી કે પૂરતી  સંખ્યામાં સ્વયંસેવકો ઉપલબ્ધ થશે કે કેમ? પરંતુ મહંત સ્વામી મહારાજે હાકલ પાડી અને સંતો અને અગ્રેસરો સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવી તો સૌની અપેક્ષા બહાર, સ્ત્રી-પુરુષ હરિભક્તો, યુવકો-યુવતી અને બાળકો-બાલિકાઓએ હોંશે હોંશે ૩૫ દિવસથી લઈ એક વર્ષ સુધીની સેવા નોંધાવી. ૮૦,૦૦૦ સ્વયંસેવકોની નોંધણી માત્ર એક મહિનામાં થઈ ગઈ. એવું લાગ્યું કે જાણે તમામ હરિભક્તો આ મહોત્સવની રાહ જોઈને જ બેઠાં ન હોય!
માર્ચ મહિનામાં પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીના સાંનિધ્યમાં પ્રમુખસ્વામી મહારાજ નગરનું ખાતમુહૂર્ત થયું ત્યારથી સેવાને વિશેષ વેગ પ્રાપ્ત થયો. જોકે એ પૂર્વેથી પૂજ્ય નિખિલેશદાસ સ્વામી અને બાંધકામ વિભાગના સંતો-સ્વયંસેવકો દ્વારા નગરની સેવા તો શરૂ થઈ જ ગયેલી. શરૂઆતના તબક્કામાં તો જમીન સમથળ કરવામાં ઝાડ-ઝાંખરાં કાપવાં વગેરે અતિ શ્રમયુક્ત સેવા હતી. વળી, મર્યાદિત સગવડને લીધે ઉતારા, ભોજન, આરામ દરેક બાબતમાં અનેક અગવડતાઓ હોય તે સ્વાભાવિક હતું. અને ઉપરથી ઉનાળાનો આકરો તાપ, ક્યારેક તો ડિહાઈડ્રેશનની તકલીફ થઈ જાય, ધૂળ પણ એટલી ઊડે છતાં સ્વયંસેવકોએ સેવામાં પાછીપાની કરી નથી.
પ્રમુખ જ્યોતિ ઉદ્યાન (ગ્લો ગાર્ડન)ની સેવામાં સળિયા વાળવા, વેલિંગ કરવું વગેરેની સેવા અત્યંત ધીરજ અને સમય માંગે તેવી હતી. કલાકોના કલાકો આ સેવામાં ધીરજથી બેસી સેવા કરવાની થાય, દિવસના અંતે કોઈક વખત આખી આકૃતિ ફરી બનાવવાની થાય તો પણ સ્વયંસેવકોએ ધીરજ અને ખંતથી સેવા કરી છે. ક્યારેક સતત વેલ્ડિંગના કામના કારણે આંખો પણ દુખે, પોતે બીમાર પડે તો ડોક્ટરને વિનંતી કરે કે, મને એવી દવા આપો કે જલદી સારું થઈ જાય અને હું વધુ સેવા કરી શકું. પણ ઘરે જવાનો કે આરામ કરવાનો સંકલ્પ કોઈએ નથી કર્યો. પેવર બ્લોક પાથરવાની સેવામાં સંતો સહિત નાના-મોટા સૌ સ્વયંસેવકો જોડાયા. આખો દિવસ પોતાના વિભાગની સેવા કરી હોય છતાં રાત્રે બ્લોક પાથરવાની સેવામાં અનેક સ્વયંસેવકો મહિમાપૂર્વક જોડાતા.
સ્વયંસેવકોએ ભર ઉનાળાની ભયંકર ગરમી સહન કરી છે, તો અનરાધાર વરસતા વરસાદની હેલીમાં પાણી ઉલેચીને પણ સેવા કરી છે. એકવાર તો વરસતા વરસાદમાં આખા દિવસની સેવા કરી ઉતારે આરામ માટે જતા હતા, ત્યાં સૂચના મળી કે લેન્ડસ્કેપ વિભાગમાં માંચડો પડી ગયો છે, એટલે તરત જ આરામને બદલે સ્વયંસેવકો લેન્ડસ્કેપ વિભાગમાં સેવામાં પહોંચી ગયા અને વરસતા વરસાદમાં આ માંચડો ઊભો કરી દીધો અને અનેક છોડને તણાતા બચાવી લીધા. સ્વયંસેવકોના ઉતારામાં પણ ગોઠણ સુધી પાણી ભરાઈ ગયાં અને સામાન પલળી ગયો હતો. છતાં સૌએ પોતાની સેવા એક પણ દિવસ થંભાવી નથી. ક્યારેક તો આ સ્વયંસેવકોને આરામ માટે, જમવા માટે આગ્રહ કરવો પડે કે હવે તમે સૌ જમવા-આરામમાં જાઓ, એવો અદમ્ય ઉત્સાહ સૌને હતો.
મોટી ઉમરના વૃદ્ધ, વડીલ, અશક્ત અને બહુ નાની ઉંમરના સ્વયંસેવકોને સેવામાં જોડાવાની અનુમતિ નહોતી. છતાં “શરીરનું જે થવું હોય તે થાય પણ શતાબ્દીની સેવા તો કરવી જ છે' એવા વિચારથી ઉમર અને બીમારી છુપાવી છુપાવીને પણ કેટલાક સ્વયંસેવકો સેવામાં આવી ગયા. મહોત્સવની પૂર્વતૈયારી દરમ્યાન, મહોત્સવ દરમ્યાન અને મહોત્સવ પૂર્ણ થયા પછી મહોત્સવ સમેટવામાં પણ આ સ્વયંસેવકોએ સ્વામીશ્રીને રાજી કરવાની ભાવનાથી અપાર સેવા કરી. પારિવારિક સંકટો કે નાનાં મોટાં અનેક કષ્ટો ગણકાર્યા નથી.
બાંધણીના હસમુખભાઈ મોચી તો દૂબળી ભટ્ટ જેવી સ્થિતિ છતાં પોતાનું સીવવાનું મશીન લઈને ૪ મહિના સેવામાં આવી ગયા. ચીખલીના ચેતનકુમાર વેલ્ડિંગ કરીને ઘરનો વ્યવહાર ચલાવતા હતા. છતાં ઘર વ્યવહાર માટે અન્ય વ્યવસ્થા કરીને નગરમાં વેલ્ડિંગની સેવામાં આવી ગયા. અમરેલી પાસેના બાબરાના એક યુવાન આર્થિક સ્થિતિને પહોંચી વળવા બે-બે નોકરી કરે છે. છતાં નોકરી મૂકીને છ મહિનાની સેવામાં જોડાયા. દાહોદના કિરણભાઈ રાવળે તો સેવામાં આવવા માટે પસ્તી-ભંગાર કલેક્શન માટેનો પોતાનો ટેમ્પો ખોટ ખાઈને વેચી દીધો. બોરીવલીના અજિતભાઈ સોલંકી તો સાઈકલ લઈને ફૂડ ડિલિવરી કરવાનું કામ કરે છે. પરંતુ તે કામ પડતું મૂકીને સેવામાં ઝંપલાવી દીધું. મહેસાણાના ભાવિકભાઈ સુથારે તો દુકાન બંધ કરી, ઘરનો વ્યવહાર ચલાવવા વ્યાજે લોન લીધી અને સેવામાં આવી ગયા. અનેક સ્વયંસેવકોએ આર્થિક સંકટ વચ્ચે સેવા કરી છે.
દેહની પરવા કરી નથી
સેવા દરમ્યાન ઘણા સ્વયંસેવકોને નાની મોટી શારીરિક તકલીફો રહેતી. છતાં સૌએ આ તકલીફોને ગણકાર્યા વગર સેવા કરી છે. અંજારના અમરદીપસિંહ જાડેજાનો તો કમરથી નીચેનો આખો ભાગ થોડા મહિના પૂર્વે દાઝી ગયો હતો. સિલિકોન સીટ પહેર્યા વગર ઊભા રહેવાની કે બેસવાની પણ તકલીફ પડે છતાં તેઓ સેવામાં જોડાયા.
થાનગઢના રમણભાઈને તો એક હાથ જ નથી. છતાં તેઓ પાર્કિંગની સેવામાં જોડાયા હતા. કરખડીના અશ્ચિનભાઈને કમરનો દુખાવો રહે છે, છતાં પોતાનો ટેમ્પો સાથે લઈને સેવા કરી. રાયસણના ગોવિંદભાઈ પટેલને સેવા દરમ્યાન અકસ્માતે હાથ ભાંગ્યો. તો બીજા દિવસે પ્લાસ્ટરવાળા હાથે પણ સેવામાં જોડાઈ ગયા. મીરારોડ, મુંબઈના નેનેશભાઈ તો શનિ-રવિ રજામાં થર્ડ કલાસમાં મુસાફરી કરીને અમદાવાદ સેવામાં આવતા. રણછોડ નગર, રાજકોટના નારણભાઈને પગમાં ઈજા થઇ હતી. પગમાં ઓપરેશન પણ કરાવેલું અને છ સ્કૂ મારેલા. સેવામાં આવવાની હાકલ થતાં તેમણે ડૉક્ટરને કહ્યું કે, મારા પગમાં છ સ્ક્રૂ છે, એમાં દુખતા પગમાંથી એક સ્ક્ૂ કાઢી નાખો. ડોકટરે કારણ પૂછતાં તેમણે કહ્યું કે, 'મને છ સ્કૂમાંથી એક સ્ક્રૂ ચાલતી વખતે નડે છે, અને મારે શતાબ્દીની સેવામાં જવાનું છે.' ડૉક્ટરે કહ્યું કે જો તે સ્ક્ર કાઢી લઈશું તો આજીવન પગમાં ખોડ રહી જશે. તમે ત્યાં કોઈ પ્રકારની શારીરિક શ્રમયુક્ત સેવા નહીં કરી શકો.' ડૉક્ટરની આ સલાહને અવગણીને નારણભાઈએ તે સ્ક્રૂ કઢાવી નાખ્યો અને છેક સુધીની સેવામાં આવી ગયા.
નગરમાં નિમાણ પામેલા લગભગ તમામ ટોઇલેટ બ્લોકમાં પ્લાસ્ટર કરવાની સેવા તેઓએ કરી છે. શાલિગ્રામ-બારડોલીના દોપકસિંહ દેસાઈને હાથમાં કંપારીની જન્મજાત બીમારી છે. તેમણે સેવામાં આવવાનો સંકલ્પ કર્યા એના ૨૦ દિવસ પહેલાં દવાની કંઈક આડઅસર થવાથી બંને હાથમાં કંપારી વધી ગઈ. તેઓને એમ કે, સારું થઈ જશે. પરતુ કંપારી વધતી ગઈ. સેવામાં આવ્યા બાદ જમવાની ડિશ પણ ન પકડી શકાય એટલી કંપારી વધી ગઈ. ક્યારેક બીજા કોઈ જમાડે ત્યારે જમી શકે છે. એવી સ્થિતિમાં પણ તેઓ ઉત્સાહથી સેવા કરવા આવ્યા.
વિધાનગરના કુમારપાલસિંહ ચૂડાસમા સેવામાં આવ્યા તે પૂર્વે ૧૫ ઓક્ટોબરે તેઓને અકસ્માત થયો હતો. ખભામાં ફ્રેક્ચર થયું હતું, પગમાં પણ ૧૬ ટાંકા આવ્યા હતા. તેઓને થયું કે, જો હું પાટો રાખીશ તો મારી શારીરિક તકલીફોને જોઈને સંચાલકો મને સેવા નહિ કરવા દે. આમ વિચારીને બધા પાટા કાઢીને તેઓ પહેલી નવેમ્બરથી સેવામાં જોડાઈ ગયા. ખભા અને પગના
અસહ્ય દુખાવા વચ્ચે પણ તેમણે સેવા છોડી નહીં. મીરા રોડ, મુંબઈના ડોક્ટર સંજયભાઈ કરકરની સેવા પૂર્વતૈયારીના દિવસોમાં ભક્તિદૃદય સ્વયંસેવક ઉતારામાં દવાખાનામાં હતી. સેવા દરમિયાન સળંગ ઊંઘ અડધો કલાકથી વધુ ન મળે, એવો ભીડો રહે. ઘણી વખત સવારનો નાસ્તો કરવાનો સમય જ ન મળે. સીધું બપોરે ભોજન. આવો ભીડો વેઠીને અનેક સ્વયંસેવકોએ સેવા કરી છે.

વ્યવહારને ગોણ કર્ય છે
ખેડબ્રહ્માના ગોવિંદભાઈ પટેલને ત્યાં પૌત્રનો જન્મ થયો. પરિવારજનોએ ઉત્સવ કર્યો. આ પ્રસંગે ગોવિંદભાઈ અને તેમના ભાઈઓમાંથી કોઈપણ સેવા મૂકીને ઘરે ગયા નહીં. આ પ્રસંગના થોડા જ સમયમાં તેઓનાં સગાં માસી ધામમાં ગયાં. છતાં તેઓ સેવામાં જ રોકાયા અને વિશેષ વાત તો એ બની કે તેઓની માતાએ તેમને ફોન ઉપર જણાવ્યું કે “જો હું પણ ધામમાં જાઉં, તોપણ તમારે સેવા મૂકીને ઘરે આવવાની જરૂર નથી.'
 શાહપુર, અમદાવાદના જયંતીભાઈનાં પત્ની ધામમાં ગયા. તેઓ સવારે અંતિમ ક્રિયા કરી, બીજા જ દિવસે
સાંજે નગરમાં સેવામાં જોડાઈ ગયા. 
સિંહોલ, કરમસદના જયેશભાઈ પટેલ પત્ની સાથે સેવામાં જોડાયા હતા. સેવા દરમ્યાન તેઓનાં સાસુ ધામમાં
ગયાં. છતાં પતિ-પત્નીએ સેવાને જ પ્રાધાન્ય આપ્યું. સેવા છોડીને ઘરે ન ગયાં.
 રાજકોટના જયંતીભાઈ હાપડિયાનો સમગ્ર પરિવાર સેવામાં જોડાયો હતો. તેમણે નજીકના ત્રણ સંબંધીઓનાં
લગ્ન પ્રસંગે જવાને બદલે સેવાને જ પ્રાધાન્ય આપ્યું. 
ગોંડલ ગુરુકુળના ધ્રુવ પટેલને સગાં બહેનનાં લગ્ન હતાં. છતાં તેઓ સેવા છોડીને ન ગયા. મહેસાણાનાં
દિવાળીબેનને ત્યાં ઘરે જેઠની દીકરીનો લગ્ન પ્રસંગ હોવા છતાં જેઠ-જેઠાણીની રજા લઈ તેઓ સેવામાં આવી ગયાં. સામાજિક પ્રસંગોને સેવા માટે ગૌણ કરનાર આ સ્વયંસેવકોની સમજણ આપણને નત મસ્તક કરી દે છે. 
ત્રકતુઓની પ્રતિકૂળતાઓમાં પણ સૌએ ભક્તિભાવપૂર્વક સેવા કરી છે. સેવા દરમ્યાન નિર્માનીપણે અને દાસભાવે સેવા કરી છે. મોડાસાના જાણીતા ડોક્ટર જિતેન્દ્રભાઈ ૪૦ વર્ષથી પ્રેક્ટિસ કરે છે. તેમની ઉંમર ૬૭ વર્ષ છે. પદ, પ્રતિષ્ઠા અને વૈભવ મૂકીને તેઓએ નગરમાં બ્લોક પાથરવાની સેવા કરી. કોબા, કલોલના કનકસિંહ ઝાલા પૂર્વ મામલતદાર હતા. છતાં રસોડામાં નાનામા નાની સેવા કરી. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી) છતાં પોતાની જવાબદારીમાંથી સમય કાઢીને તેઓ શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાયા.

આ સ્વયંસેવકોએ મનધાર્યું મૂકીને, અનુકૂળ થઈને, સંપીને, સહન કરીને સેવા કરી છે. નિકોલ, અમદાવાદના
-25। જિજ્ઞેશભાઈ રજા મૂકી લાઇટ એન્ડ સાઉન્ડ શો વિભાગની સેવામાં જોડાયા. સેવા દરમિયાન એક પ્રેક્ષક
જૂથને તેમણે દોરી ઓળંગીને જતાં રોક્યું ત્યારે તે પૈકી કેટલાક જેમતેમ બોલવા લાગ્યા, પરંતુ જિજ્ઞેશભશાઈએ
સહન કરીને તેમને પ્રેમથી સમજાવ્યા. 
એકવાર કૂતરું મરી ગયું અને ખૂબ જ ગંધાવા લાગ્યું. કીડા પડી ગયેલા. કોણ આ ઉપાડવા તૈયાર થાય? પરંતુ
ઘોડાસરના બાળકાર્યકર મનોજભાઈ વાઘેલાને ખબર પડી. તેઓ અને ભરૂચના હર્ષદભાઈ આ સેવા માટે તૈયાર થઈ  ગયા. કૂતરાનો મૃતદેહ ઉપાડ્યો, ટ્રેક્ટરમાં નાંખ્યો, યોગ્ય જગ્યાએ લઈ ગયા, ખાડો કર્યો, દાટ્યો. બધી વિધિ
પતાવીને નાહી-ધોઈને પછી અન્ય સેવાઓમાં પુનઃ પરોવાઈ ગયા. મોટા પુરુષના પગલે પગલે શાનદાર સેવા
કરનાર આવા અનેક સ્વયંસેવકોની સેવાને સલામ છે !

ભારતના ગુજરાત અને જુદા જુદા પ્રાંતોમાંથી તો મોટા પ્રમાણમાં સ્વયંસેવકોએ સેવા કરી, પરંતુ પરદેશના
હરિભક્તો પણ સેવામાં કેમ બાકાત રહે? તેમણે પણ તન-મન-ધન સમપીંને સેવાનો લાભ લીધો. મૂકેશભાઈ
ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચર  છે. ત્યાં રજા મૂકીને સેવામાં આવ્યા હતા. એડિસનના
કમલેશભાઈ ટિમ્બડિયા પણ અમેરિકાથી સેવામાં આવ્યા હતા. મનીષભાઈ લખાણી આફ્રિકાથી શતાબ્દી સમૈયામાં સેવા માટે આવ્યા હતા. નયનભાઈ છનિયારા દુબઈ સ્થિત Nested VFX કંપનીમાં સુપરવાઇઝર તરીકે માસિક અઢી લાખ જેટલી માતબર રકમના પગારથી કાર્યરત હતા. તેઓ નોકરી છોડીને બાળનગરીના ડિઝાઈનિંગની સેવામાં સમર્પિત થઈ ગયા. આવા અનેક સ્વયંસેવકો વિદેશથી અનુકૂળતા કરીને શતાબ્દી સેવામાં સમર્પિત થયા હતા. 
ઓસ્ટ્રેલિયાના સંજયભાઈ પટેલ સિડનીમાં પેસેન્જર ટ્રેનના ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેઓએ સેવા માટે
રજાઓ બચાવી રાખી હતી. સેવામાં આવવા માટે લોન લઈને ટિકિટ બુક કરી અને સેવામાં જોડાયા.
આમ, વિશ્વના ખૂણે ખૂણેથી અમદાવાદ ભણી દોટ મૂકનાર હજારો સત્સંગીઓનો અનેરો પ્રેમ પ્રમુખસ્વામી
મહારાજ શતાબ્દી મહોત્સવે છલકાયો. 
પૃણેના બિમલભાઈ મહેતા જેવા દેશ-વિદેશના કેટલાય સ્વયંસેવકો એવા હતા કે જેમણે છ મહિના અગાઉ પોતાના ધીકતા વ્યવસાયને બાજુએ મૂકોને ભાડૂતી મકાન લઈને સેવામાં ઝંપલાવી દીધું હતું. ઉદયનભાઈ પટેલ જેવા કેટલાક યુવાનો એવા હતા કે જેઓ પોતાનાં વ્યાવસાયિક કાર્યોની પરવાહ કર્યા સિવાય બાંધકામથી લઈને અનેક નાની-મોટી સેવામાં દિવસ-રાત પરોવાઈ ગયા હતા. બાળકો-બાલિકાઓ, યુવકો-યુવતીઓ અને બાઈ-ભાઈ, અરે વૃદ્ધોને પણ સેવા કરવાનો અતિ ઉમંગ હતો! અમદાવાદના સંયોજક કિરીટભાઈનાં પત્નીને બાયપાસ
ઔપરેશન કરાવેલું, ઘરકામમાં તેઓએ મદદ કરવી પડે, મોટી ઉંમર છતાં એવી સ્થિતિમાં છ મહિનાથી વધુ
સેવામાં, યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિથી જોડાયાં. આવા અનેક ઉંમરલાયક સેવકોની સેવાએ શતાબ્દોને દીપાવી છે. મહોત્સવની પૂર્વ તૈયારીમાં ખૂબ મોટી સંખ્યામાં વૃદ્ધોએ સેવા કરી હતી.
કેટલાય યુવાનો સેવા માટે નવી નવી બાબતો શીખી ગયા. કોઈકે ગ્લો ગાર્ડન માટેની આકૃતિઓ કેવી રીતે
વાળવી, કોઈકે વેલ્ડિંગ કેવી રીતે કરવું, કોઈકે કન્સ્ટ્રક્શન કામ તો કોઈકે ઓટોમોબાઇલ્સનું કામ શીખી લીધું.
અટલાદરા અને ઝાખોરાના બે યુવકો ગૌરાંગભાઈ અને દિવ્યભાઈ, જે.સી.બી.ના ટેક્નિશિયન ભરતભાઈ સાયલા
અને ભાવેશભાઈ સાયલા પાસે ઉત્સાહપૂર્વક અને ખંતથી રિપેરિંગ કામ શીખ્યા. તેઓએ નગરમાં ખોટકાતાં વાહનો શક્ય એટલા ઓછા ખર્ચે રિપેર કરવાની અમૂલ્ય સેવા કરી. નગરમાં વપરાતા સેંકડો બાઈક, ગાડી, જે.સી.બી., ટ્રેક્ટર, બસ, ડમ્પર વગેરે તમામ પ્રકારનાં વાહનોનું સમારકામ આ ચાર નાની વયના યુવાનોની ટીમ
મમત્વભાવ સાથે કરતી હતી. 
આર્થિક રીતે સંપન્ન હરિભક્તો અને ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની મોટપ મૂકીને નાનામાં નાની સેવામાં જોડાયા. પુરુષોત્તમભાઈ ભાલિયા ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફ બી.ઓ.બી. બ્રાન્ચીસ લંડન ખાતે જોબ કરતા હોવા છતાં તેઓ સેવામાં જોડાયા. તેઓના હાથ નીચે ૧૭૫ કર્મચારીઓ કામ કરે છે! તો સુરતના ધીરેનભાઈ ચલોડિયાને ખૂબ મોટો વ્યવસાય એલ્યુમિનિયમ પ્રોફાઇલ બનાવવાનો છે છતાં બાંધકામ વિભાગની સેવામાં જોડાયા. ત્રિકમભાઈ, કલ્પેશભાઈ, રવિભાઈ પટેલ જેવા જાણીતા બિલ્ડરો પણ નાનામાં નાની સેવામાં જોડાયા. 
અમદાવાદના રાજભાઈ મીરાણી બે સ્કૂલો ચલાવે છે. તેમાં ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ૨૦૦થી
પણ વધારે શિક્ષકોનો સ્ટાફ છે. છતાં તેઓ બાંધકામ વિભાગમાં નાનામાં નાની સેવાઓ કપચી ભરવી, રેતી ભરવી, ઈટો ઊંચકવી, સિમેન્ટની થેલીઓ ખાલી કરવી વગેરે સેવા કરવામાં લાગી ગયા. અમદાવાદના સજન
ડોક્ટર બ્રિજેશભાઈ પંચાલ પોતાની હોસ્પિટલ બંધ કરીને ત્રણ મહિનાની સેવામાં જોડાયા. તેમણે મેડિકલ વિભાગમાં સેવા માટે નામ નોંધાવેલું, પરંતુ નગર શરૂ થતાં ત્યાં કોઈ ભારે સેવા નહોતી, તેથી તેમણે સામેથી રસોડા વિભાગની ભીડાભરી સેવા સ્વીકારી, જેમાં તેમને જમવાનો પણ સમય મળતો નહીં. પગે ફોલ્લા પડ્યા તોપણ પગે કપડાં બાંધીને સેવા કરી. નવસારીના મનીષ પારેખ નાયબ મામલતદાર હોવા છતાં અનુકૂળતા કરીને ૬૦ દિવસ બાળનગરીની સેવામાં જોડાયા. રસોડા વિભાગના સ્વયંસેવકો કે પાર્કિંગ વિભાગના સ્વયંસેવકોની સેવા તો અદ્વિતીય હતી. કલાકોના કલાકો સુધી રસ્તા પર ઊભા રહીને લાખો વાહનોનું સંચાલન કરતા યુવાનોની સેવા જોઈને સૌ કોઈ નતમસ્તક બની જતા હતા. બાળનગરીના નાનાં નાનાં
 બાળકો-બાલિકાઓની સેવા પણ સૌને અચંબિત કરતી હતી. ખરેખર, આ સ્વયંસેવકોનું સમર્પણ તમામને વિસ્મય પમાડતું! મહોત્સવમાં આવેલા વિશાળ જનસમુદાયના લાખો દર્શનાર્થીઓ હોય કે ધુરંધર મહાનુભાવો હોય, સૌ કોઈ બે મોઢે સ્વયંસેવકોની પ્રશંસા કરતા અને આ સ્વયંસેવકોની પ્રેરણામૂર્તિ સમા પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને મનોમન નમી પડતા. આ સ્વયંસેવકોનું સમર્પણ સમાજ ક્યારેય ભૂલશે નહીં.
સ્વયંસેવક અભિવાદન સભા
શતાબ્દી મહોત્સવને સફળ બનાવનારા એ ૮૦,૦૦૦ સ્વયંસેવકોને બિરદાવવા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં બે શાનદાર સમારોહ યોજાયા હતા. તા. ૧૨-૧૨-૨૦૨રના
રોજ યોજાયેલા સ્વયંસેવક સ્વાગત સમારોહમાં વરિષ્ઠ સદ્‌ગુરુ સંતોએ સૌને ખૂબ હૃદયથી વધાવ્યા હતા. આ
મહોત્સવના પ્રારંભથી જ સ્વયંસેવકોને પ્રેરણા અને આશીર્વાદથી તૃપ્ત કરનાર પરમ પૂજ્ય મહંત સ્વામી
મહારાજે આજના સ્વાગત સમારોહમાં ખૂબ સુંદર આશીર્વાદ પત્ર પાઠવીને તેમણે પોતાની અંગત રુચિ અને અભિપ્રાય જણાવ્યા હતા. આજના કાર્યક્રમમાં સ્વામીશ્રી પણ એક સ્વયંસેવકનું ઓળખપત્ર ધારણ કરી, સ્વયંસેવકોની પંક્તિમાં ભળી ગયા. સેવકભાવ, દાસભાવ અને નમ્રભાવની મૂર્તિસમા સ્વામીશ્રીએ પોતાનાં આશીર્વચનો દ્વારા પણ સર્વ સ્વયંસેવકોમાં વિશેષ જોમ સીંચી આપ્યું. આજની સ્વાગત સભાના અંતિમ ચરણમાં ૮૦,૦૦૦ સ્વયંસેવકોને સમીપ દર્શન આપવા માટે સ્વામીશ્રી સ્વયંસેવકોની વચ્ચે પધાર્યા,
સૌ સ્વયંસેવકો કૃતાર્થતાથી છલકાઈ ઊઠ્યા. સતત એક મહિના સુધી ઊજવાયેલા શાનદાર શતાબ્દી
મહોત્સવના અંતે આ સમર્પિત સ્વયંસેવકોને બિરદાવવા માટે તેમનો અભિવાદન સમારોહ તા. ૧૮-૧-૨૦૨૩ના
રોજ યોજાયો હતો. શતાબ્દી મહોત્સવની સેવાની ફળશ્રુતિ એટલે આ અભિવાદન સમારોહ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં શતાબ્દો મહોત્સવને શોભાડનાર હજારો સ્વયંસેવકો આજે સભામાં ઉપસ્થિત હતા. પૂજ્ય સંતો અને કાર્યકરોએ સ્વયંસેવકોના સમર્પણના વિશિષ્ટ પ્રસંગોની ગાથા વિશે પ્રવચન કર્યા.


0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...