પ્રવીણ પરીક્ષા - નિબંધ -3 - મહિલા ઉત્કર્ષના પુરસ્કર્તા ભગવાન સ્વામિનારાયણ - સ્વામિનારાયણ પ્રકાશ - માર્ચ 2022 - Page 13-21
તેમાં પણ તેમણે પ્રગટાવેલી નારી-ઉત્કર્ષની ચેતનાને સમાજ-ચિંતકો, ઇતિહાસકારો, પ્રબુદ્ધ સાક્ષરો નવાજે છે .
ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓ અને પુરુષોના શીલની સુરક્ષા માટે સ્ત્રી-પુરુષ મર્યાદા સ્થાપી. પરંતુ સાથે સાથે
એક એવો વિશાળ મહિલા ભક્તસમાજ તૈયાર કર્યો, જેમનાં જીવન દ્વારા આજની મહિલાઓનાં હૈયે પણઅનોખી ચેતના પ્રગટી શકે છે. પ્રસ્તુત લેખ તેની એક ઝલક આપે છે.
(ભૂમિ ઉપર વૈદિક સમયથી મહાન નારી-રત્નો અવતરતાં રહ્યાં છે. ઉપનિષદ યુગનાં ગાર્ગી અને મૈત્રેયી જેવાં અનેક ઉદાહરણોથી લઈને પૌરાણિક યુગ અને ત્યારબાદ ભક્તિમતી આંડાલ અને મીરાંબાઈ સુધી અનેક નારી-ભક્તોની એક તેજસ્વિની અને યશસ્વિની ધારા અવિરત પ્રવાહિત રહી છે.
યુગોથી ભારતમાં ભક્ત-સ્ત્રીનું ગૌરવ ગવાયું છે. આપણાં સનાતન શાસ્ત્રો પણ કહે છે, 'ચત્ર નાર્યસ્તુ તત્ર હેબતા:' અર્થાત્ જ્યાં નારીનું પૂજન, સન્માન થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. એવાં નર અથવા નારી આદરણીય, પૂજનીય બને છે, જેનામાં વ્યાસકથિત માનવીય અને અતિમાનવીય ગુણોનો સમન્વય હોય.
વેદકાળમાં ભારતીય નારી ન્યાય, રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, શાસ્ત્રાધિકાર જેવાં ક્ષેત્રોમાં અગ્રેસર રહેતી હતી. ગાર્ગી, શતરૂપા, શાંડિલી, મેના, સ્વાહા, સંજ્ઞા, વિશ્વવારા, લોપામુદ્રા, અપાલા, મૈત્રેયી આદિ વિદુષી સ્ત્રીઓની સાથે સાથે અનસૂયા, સાવિત્રી, તારામતી, દ્રોપદી જેવી સતી સ્ત્રીઓની દષ્ટાંતકથાઓ આજે પણ વિશ્વના નારી-જગતને પ્રેરણા આપી રહી છે. તેની પ્રેરક કથાઓ આપણા સનાતન ધર્મના ઇતિહાસને નવું ગૌરવ પ્રદાન કરે છે. સનાતન ધર્મની એ ગૌરવવંતી પરંપરામાં સ્વામિનારાયણીય નારી-ભક્તો પણ મૂઠી ઊંચેરાં સાબિત થયાં છે. સંતાનોને સંસ્કાર આપવામાં, પતિના કુવર્તનને સદ્ વર્તનમાં ફેરવવામાં, સાસુ-સસરાને માતા-પિતા તુલ્ય માનવામાં, ઘરના અર્થતંત્રને ઉન્નત કરવામાં, મલિન મંત્રતંત્ર કે વહેમ અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહીં કરીને ભગવાનમાં જ એક કર્તાપણું સમજવામાં સ્વામિનારાયણીય સ્ત્રીરત્નોએ અદ્ભુત પ્રેરક ઉદાહરણો પૂરાં પાડ્યાં છે.
ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ જેવા અવતારો,
ભગવાન સ્વામિનારાયણ કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પણ આ લોકમાં પ્રકટ કરવાનું પરમ શ્રેય એ સદગુણી સન્નારીને જાય છે.
આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્ત્રીઓના ઉદ્ધારની જે મહાન ક્રાંતિ કરી હતી, એ વિષે ખૂબ ઓછું લખાયું છે, ઓછું પ્રકાશિત થયું છે. એમણે સમાજને આપેલી અનેક મહાન નારી-રત્નોની ભેટ આજે પણ એટલી જ પ્રેરક અને દીવાદાંડી સમાન છે.
શ્રીહરિએ આ સતત વહેતી ધારા સાથે અનેક મહાન નારી-ભક્તોની એક વધુ પ્રકાશમય પરંપરા આપી. એ પ્રત્યેક નારી-ભક્તના જીવનમાં ઔપત્તિષદિક કાળની સ્ત્રીઓના સદગુણોનું દર્શન થાય છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને સમર્પિતતાને
કારણે, એ ગ્રામીણ અને સામાન્ય જણાતાં નારી-ભક્તો અધ્યાત્મનું સર્વોચ્ચ પદ સિદ્ધ કરી શક્યાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તત્કાલીન ઉચ્ચ જીવન જીવી ગયેલાં એ મહાન નારી-ભક્તો કોઈપણ યુગનાં સ્ત્રી-સમુદાય માટે પ્રેરણારૂપ છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે પકવેલાં એ મહાન સ્ત્રીભક્તોની પરંપરાનું અધ્યયન કરતાં તેઓશ્રીએ પ્રગટાવેલી મહિલા ઉત્કર્ષની અનોખી જ્યોતિનાં અજવાળાંનો અનુભવ થાય છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે મહિલાઓના ઉત્કર્ષ માટે કેટલીક પાયાની બાબતો વિચારી અને પ્રસ્થાપિત કરી હતી.
- સ્ત્રી-પુરુષ મયાદા
કર્યું હતું.
કોઈ જ્ઞાની ગૃહસ્થ પુરુષ ઉપદેશક બને તોપણ ઉપદેશના નિમિત્તે સ્ત્રીઓને એકાંતમાં મળીને તેનું શોષણ ન કરી શકે એવી સ્ત્રી-પુરુષ મયાદા ભગવાન સ્વામિનારાયણે સ્થાપી
હતી.
એ જ રીતે ભગવાન સ્વામિનારાયણે મંદિરોમાં દર્શનાર્થે આવતી સ્ત્રીઓ પણ ભીડભાડમાં પુરુષોના શોષણથી મુક્ત રહે તે માટે જુદી જુદી દર્શન વ્યવસ્થા કરી.
પ્રખર ગાંધીવાદી ચિંતક શ્રી કિશોરલાલ મશરૂવાળા નોંધે છે કે “આવી રીતે સ્ત્રીઓ માટે મંદિરમાં દર્શનાદિકની જુદી સોઈ (વ્યવસ્થા) કરનાર તેમજ જ્ઞાન મેળવવા માટે સ્વતંત્ર વ્યવસ્થા કરનાર પણ સ્વામિનારાયણ પહેલા જ છે.'
ફક્ત ૧૯ વર્ષના નીલકંઠ વર્ણી જ્યારે લોજ પધાર્યા ત્યારે તેમણે રસોઈઘરમાં દીવાલમાં એક ગોખલો જોયો.પૂછતાં માલૂમ પડ્યું કે દેવતાની આપ-લે કરવા આ ગોખલો રાખ્યો છે. એ કિશોર વયના નીલકંઠ વર્ણીએ તરત કહ્યું, આ છિદ્ર ભીંતમાં નહીં પણ ધર્મમાં છે. તેમણે કહ્યું કે આ નાના ગોખલા દ્વારા ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થશે. એમ કહીને તેમણે એ ગોખલો પુરાવી દીધો.
સમાજમાં વકરતી વિકૃતિઓ હવે અજાણી નથી. યુવાન પુત્રી કે બહેનનું શોષણ કરનારા લોકોના સમાચારો વારવાર સમાચાર માધ્યમોમાં ચમકે છે. એવા સમયે આજથી ૨૦૦ વર્ષે પહેલાં ભગવાન સ્વામિનારાયણે બાંધેલા નિયમોની મહત્તા સમજાય છે. તેમણે કહ્યું કે અનિવાર્ય સંજોગો સિવાય ગુહસ્થોએ પોતાની મા-બહેન, દીકરી સંગાથે એકાંતમાં ન બેસવું જોઈએ.
પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક શ્રી કિશોરલાલ મશરૂવાળા લખે છે કે “સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું ઊછર્યો અને તે સંપ્રદાયમાં મારા મુખ્ય ગુરુ તો મારા પિતાશ્રી જ હતા. એક વાર મારી નાની બહેન (૧૨-૧૩ વર્ષની) એક ઓરડામાં માથું ઓળતી હતી. કોઈક પરિચિત ગૃહસ્થ એ ઓરડામાં દાખલ થયા. ઓરડો ખુલ્લો હતો. કોઈનીયે જતાં-આવતાં નજર પડે એવી એની રચના હતી. મારી બહેન એ ઓરડામાંથી ચાલી ન ગઈ પણ માથું ઓળતી રહી. મારા પિતાશ્રીએ તે બીજા ઓરડામાંથી જોયું. એમણે એને પાસે બોલાવી શિક્ષાપત્રીની આજ્ઞા સમજાવી. પછી કહ્યું કે એ આજ્ઞાનો ભંગ થયો તે માટે પ્રાયશ્રિત્તરૂપે તેણે એક દિવસનો
ઉપવાસ કરવો જોઈએ.'
આવા સ્વામિનારાયણીય સંસ્કારો અને પોતાના પારિવારિક વાતાવરણને કારણે કિશોરલાલ નોંધે છે કે તેમની વારેવાર રક્ષા થઈ છે.
ભગવાન સ્વામિનારાયણ માનતા હતા કે સ્ત્રીને સ્વતંત્રતા હોવી જોઈએ, પરંતુ તેમાં પણ એક મર્યાદા આંકવી જોઈએ. નહીંતર કેટલાક લોકો તેનો ગેરલાભ લઈને સ્ત્રીઓનું જીવવું હરામ કરી શકે છે. ઉત્સવો તેનું એક ઉદાહરણ કહી શકાય.
સમાજજીવન સાથે વણાયેલા હોળી-ગરબા જેવા ઉત્સવોમાં સ્ત્રી-પુરુષ ભેગાં રમતાં, જેમાં કેટલાક એવાં દૂષણો પ્રવેશી ગયાં હતાં કે અમુક લોકો ધર્મના નામે સ્ત્રીઓનું સહજતાથી શોષણ કરી શકતા. આથી, શ્રીહરિએ સમાજને દિશા-દર્શન આપતા એક નવી જ પ્રથા દાખલ કરી કે સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે રંગથી રમે અને પુરુષો પુરુષો સાથે રંગે રમે.
શ્રીહરેએ મહિલાઓને ઉત્સવોની સેવામાં સામેલ કરી. વિધિ-વિધાનોમાં મહિલાઓને અગ્રણી મોરચે રાખી. શિક્ષણના ક્ષેત્રમાં પણ મહિલાઓને નિપુણ કરી અને આધ્યાત્મિક ક્ષેત્રમાં બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરાવી. શ્રીહરિની કેટલીક મહિલા હરિભક્તોનાં નામનું સ્મરણ હૃદયને ભક્તિની ચેતનાથી ભરી દે છે. ગઢપુરનાં જીવુબા, લાડુબા, પાંચુબા, અમૂલાબા, અમરીબા, ધર્મપુરનાં રાજમાતા કુશળકુંવરબા, કુંડળનાં રાઈમા, દાદાખાચરનાં પત્ની જશુબા, સુરાખાચરનાં
પત્ની શાંતાબા, જેતપુરના જીવા જોશીનાં દીકરી રામબા, કચ્છ-ભુજમાં સ્થાયી થઈને સત્સંગનો પ્રચાર કરવાવાળી બે તપસ્વિનીઓ લાધીબાઈ તથા માતાજી, બ્રહ્મચર્યની મૂર્તિમાન પ્રતિમા રાજબાઈ, બોચાસણના કાનદાસ પટેલનાં પત્ની નાનબાઈ, કારિયાણી ગામના દરબાર વસ્તાખાચરનાં પત્ની સીતબાઈ, સાંખ્યયોગિની મહિલાઓ, સોમબાઈ, રામબાઈ, અમરાબાઈની સાથે સાથે અનેક મહિલા-ભક્તોનાં સેવા- સમર્પણ, ધર્મનિષ્ઠા ને સ્વરૂપનિષ્ઠાનો ઇતિહાસ અનોખો છે.
ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા તે જમાનામાં બધી રીતે ધર્મનું પતન થયું હતું. તેથી સ્ત્રીનું વ્યક્તિત્વ દબાઈ-કચડાઈ ગયું હતું. શ્રીહરિએ ધર્મધુરા સંભાળ્યા પછી તરત જ સ્ત્રી-ઉદ્ધારનું કાર્ય શરૂ કરી દીધું.
એ સમય અંધશ્રદ્ધા અને વહેમનો હતો. પરિણામે કેટલાક કુરિવાજો સમાજમાં રૂઢ બની ગયા હતા. જેમ કે સતીપ્રથા, દૂધપીતી વગેરે...
પતિ મૃત્યુ પામે તેની પાછળ સ્ત્રીએ અવશ્ય સતી થવું પડતું. એટલે કે પતિના મૃતદેહ સાથે પત્નીએ પણ જીવતે જીવત ચિતા પર ચઢીને પતિ સાથે સળગી જવું પડતું. આ 'સતી' થવાનો રિવાજ શ્રીહરિએ બંધ કરાવ્યો.
વળી, દહેજ-પ્રથાને કારણે અમુક જ્ઞાતિઓમાં બાળકી જન્મે કે તરત તેને દૂધના પાત્રમાં ડુબાડીને મારી નંખાતી.તે “દૂધપીતી' પ્રથા પણ શ્રીહરિએ બંધ કરાવી અને સત્સંગીઓમાં એક ખરડો પસાર કરાવ્યો કે કન્યાનાં સગાં પાસેથી વર કે વરનાં સગાંએ દહેજ ન લેવું. કન્યાનાં સગાં ગાય-ભેંસ કે રોકડ, દાગીના કન્યાને આપે તે ભલે આપે, તે કન્યાની માલિકીનું રહે, પણ વરપક્ષે આ માટે કોઈ દબાણ ન કરવું.
આ આદેશનું સત્સંગીઓ પાલન કરવા લાગ્યા. આથી, સમાજનું એક મોટું કલંક ધોવાયું.
શ્રીહરિએ હળિયાદનાં રુકમાઈ માટે તેના ભાઈ જસમત પટેલને કહેલું કે 'રુકમાઈબાઈને કરિયાવરમાં એક ભેંસ આપજો અને રેંટિયો પણ આપજો. તેનાથી તે નબળાં વર્ષોમાં
ગુજરાન ચલાવી શકે.'
- વિધવા-વિવાહના પુરસ્ક્તા શ્રીહરિ
અઢારમી-ઓગણીસમી સદીનો એ સમય સ્ત્રીઓ માટે પરાધીનતાનો હતો. પિતા-પતિ-પુત્રના આધારે રહેતી અબળા યુવાન અવસ્થામાં જ વિધવા બનતી ત્યારે તેનું જીવન વિષમય બની રહેતું. પતિ મૃત્યુ પામતાં સ્ત્રી સાવ સિરાધાર થઈ જતી, અપમાનિત દશામાં જીવન ગુજારતી
વિધવાઓને અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.
આમાંય જ્યારે નાનું બાળક હોય ત્યારે તો તેની મુસીબતનો પાર ન રહેતો. ટૂંકમાં આર્થિક, કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓમાં ઘેરાયેલી એ વિધવા ઘરમાં અપશુકનિયાળ બની રહેતી અને પુનઃ લગ્ન કરે તે કલંક મનાતું. આવી વિધવાઓ ખૂણામાં બેસી રહે કાં તો માત્ર ગુલામી કરે કાં તો ઘરમાં ત્રાસ વર્તાવે કાં તો દુરાચાર તરફ વળે.
પરંતુ ભગવાન સ્વામિનારાયણ એ યુગના એવા પહેલા મહાપુરુષ હતા કે તેમણે વિધવાઓના પુનર્લગ્ન અંગે સમાજમાં નવી વાત પ્રસ્થાપિત કરી. તેમણે ઠેર ઠેર સમાજને
એકત્રિત કરી સમજાવ્યું: જે વિધવા સ્ત્રીને પુનઃ લગ્ન કરવાની ઇચ્છા હોય તો તેમ કરવું, પણ અવિવાહિત રહીને અયોગ્ય આચરણના કલંકથી ડરવું.
જે વિધવાઓ પુનર્લગ્ન કરવા ન ઇચ્છતી હોય તે ઈશ્વરભક્તિ તરફ વળે, તેનો ઉદ્ધાર થાય અને તેની આસપાસના સૌ લોકો સુખી થાય તે માટે શ્રીહરિએ આવી વિધવાઓને એકાંતિક ધર્મ તરફ વાળી. વિધવા શબ્દ અન્ય અર્થમાં ચરિતાર્થ કર્યો. વિધવા એટલે વિશિષ્ઠ પ્રકારનો ધવ
અર્થાત્ પરમાત્મા જેના સ્વામી છે એવી સ્ત્રી તે વિધવા. આવી સ્ત્રીઓ ઘરસંસારમાં રહીને સવારથી રાત સુધી તે પ્રભુપરાયણ રહી નવધા ભક્તિ કર્યા કરતી. વિધવા બાઈ
પોતાનું પોષણ પોતે જાતે રૅટિયો કાંતીને કરી શકે તેવો વિચાર તે સમયે શ્રીહરિએ આપ્યો અને તેનું પ્રવર્તન કરાવ્યું!
વળી, લોકો વિધવાને “રાંડ' કહેતા, તેનું મોં જોવું તેને અપશુકન ગણતા, વિધવાને અંધારે રહેવું પડતું, કાળાં કપડાં પહેરવાં પડતાં. શ્રીહરેએ આવી મહિલાઓને સાંખ્યયોગી બિરુદ આપ્યું અને તે એક આદરણીય, પૂજનીય ને પ્રાતઃસ્મરણીય મહિલા બની ગઈ!
સ્ત્રી પરણીને સાસરે જાય ત્યારે ઘણી વાર ત્યાં તે વિચિત્ર સ્વભાવની સાસુ, નણંદ, જેઠાણી તથા પતિ અને સસરાના ત્રાસનો ભોગ બનતી. એમાંય આવી સ્ત્રી જો સ્વામિનારાયણ સંપ્રદાયની સત્સંગી હોય અને સાસરિયાં અન્ય સંપ્રદાયને અનુસરતાં હોય તો ક્યારેક તો એના પર
અમાનુષી ત્રાસ પણ ગુજારવામાં આવતો. એ સમયમાં જો સ્ત્રી આવા સાસરિયાંમાંથી ભાગી આવે તો પિયરમાં કોઈ એને સંઘરતું નહીં. આથી, તે કૂવે પડતી, ગળે ફાંસો ખાતી
અથવા ઝેર પીને મરી જતી.
આવી સ્ત્રીઓ પણ સાંખ્યયોગી તરીકે પોતાનું શેષ જીવન ભક્તિમાં વિતાવી શકે તેવી શ્રીહરિએ વ્યવસ્થા કરી આપી હતી. શ્રીહરિની આજ્ઞા અનુસાર જીવુબા આવી સ્ત્રીઓની સંભાળ રાખતાં. આવી સ્ત્રીઓ ભક્તિમાં જ પોતાનો સમય વિતાવીને સંપુર્ણ જીવન શાંતિ અને પ્રસન્નતાથી માણી શકતી. પાછળથી આવી સ્ત્રીઓને જો સાસરિયાં-પક્ષનાં સગાંવહાલાં તેડવા આવતાં ત્યારે જો તે સ્ત્રીની ઇચ્છા પાછા જવાની હોય તો શ્રીહરિ સ્વેચ્છાથી તેને પાછી ઘેર મોકલતા.
શ્રીહરિ પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવતી આવી મહિલાઓ ઘણી વાર પોતાની સર્વ મિલકત ધર્માદામાં અર્પણ કરવાની તેયારી બતાવતી, ત્યારે શ્રીહરિ સમજાવતા કે એ મહિલાઓએ પોતાના ખપ જોગું ધન જરૂર રાખવું અને જે વધારાની સંપત્તિ હોય તે જ દાનમાં આપવી; જેથી પાછળથી લાચારી અનુભવવી ન પડે.
- શિક્ષણ અને નિયમપાલન
ભગવાન સ્વામિનારાયણના વખતમાં સામાન્ય જનસમુદાયમાં પણ અક્ષરજ્ઞાન નહીંવત્ હતું, તેમાંસ્ત્રી-કળવણીનું તો પૂછવું જ શું? એવા સમયે ભગવાન સ્વામિનારાયણ સ્ત્રી-કેળવણીની પ્રથમ શિલા રોપનાર મહાપુરુષ બની રહ્યા. તેમણે સ્ત્રીઓની સત્સંગ-સભા નોખી કરાવી અને તેમાં સ્ત્રીઓને ઉપદેશ-કર્તા બનાવી
અને એ માટે સ્ત્રીઓ શાસ્ત્રો-ગ્રંથોનું અધ્યયન કરે એવી તેમણે આજ્ઞા કરી. પરંતુ, તે માટે અક્ષરજ્ઞાન જરૂરી હતું. શ્રીહરિએ પોતાનાં મંદિરોમાં સ્ત્રી-શિક્ષણનું અભિયાન ચલાવ્યું. અક્ષરજ્ઞાન પામેલી સ્ત્રી બીજી સ્ત્રીઓને પણ ભણાવવા લાગી. અક્ષરજ્ઞાન પ્રાપ્ત થવાથી સ્ત્રીઓ સ્વતંત્ર વિચાર શક્તિ ધરાવતી થઈ. સારા ખોટાનો વિવેક સમજતી થઈ. દીર્ઘદષ્ટિથી વિચારવાની શક્તિ તેનામાં ખીલી ઊઠી. તે શાસ્ત્રો વાંચીને વિચારતી થઈ. તેમજ પોતે મેળવેલું
અધ્યાત્મજ્ઞાન સ્ત્રી સમુદાયમાં વહેંચવા લાગી. એટલે જ ઇતિહાસમાં એક પ્રસંગ નોંધાઈ ગયો કે જ્યારે વડોદરાના મહારાજા સયાજીરાવે કન્યા પાઠશાળાઓ ઊભી કરી ત્યારે શિક્ષિકાઓની જરૂરિયાત ઊભી થઈ, તે વખતે તેમને પ્રારંભમાં શિક્ષિકાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી વર્ગમાંથી પ્રાપ્ત થઈ હતી.
- આધ્યાત્મિક સ્થિતિભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમની ભેગા મુક્તો પણ પ્રગટે છે. તેઓ ભગવાનની ઇચ્છા અનુસારે સ્ત્રી અથવા પુરુષરૂપે અવતરીને શ્રીહરિના એકાંતિક ધર્મ-પ્રવર્તનના કાર્યમાં જોડાઈ જાય છે. પ્રથમ પોતે એ એકાંતિક ધર્મને આત્મસાત્ કરે છે, પછી પોતાના યોગમાં આવનાર સૌ કોઈને પ્રેરણા આપે છે. શ્રીહરિના રંગમાં રંગી નાખે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તત્કાલીન ગ્રંથોનો અભ્યાસ કરતાં જણાઈ આવે છે કે શ્રીહરિએ સ્ત્રીઓમાં અધ્યાત્મ કેટલે ઊંડે સુધી ધરલ્યું હતું!
નહીં.' (શ્રીહરિચરિત્રામૃતસાગરઃ ૫/૩)
'લાડુબા ને જીવુબા રાજપુત્રી હોવાં છતાં રસમાત્રનો ત્યાગ રાખતાં. સૂર્યની પેઠે શુદ્ધ રહીને શ્રીહરિનાં દર્શન કરતાં. ત્યાગ અને તપ સિવાય તેમને બીજી રુચિ નહોતી. તે જે વચન બોલે તે પ્રમાણે જ થતું.' (શ્રીહરિચરિત્રામૃતસાગરઃ૬/૧૫) એક વાર જેવું-તેવું ભોજન કરી, જીર્ણવસ્ત્ર
પહેરી, વારેવારે ઉપવાસ કરી, શરીરનો અનાદર રાખતાં. કથા-કીર્તનમાં અપાર સુખ માનતાં. સંસાર સુખને મળની પેઠે ત્યજી દીધું. ભાત-ભાતનાં પકવાન ઝેર જેવા માનતાં.
(શ્રીહરિચરિત્રામૃતસાગરઃ ૨૩/૨૩)
વાંકિયાનાં રાજબાઈ મહાતપસ્વિની હતાં. હાથમાં કંકણ પહેરતાં નહીં. આંખમાં આંજણ આંજતાં નહીં. એકાદશી, ધારણાં-પારણાં, ચાંદ્રાયણ વ્રત રાખતાં. કેવળ મીઠા વગરનું અન્ન જમતાં તે પણ દિવસમાં એક વાર. ઘી, ગોળ, સાકર, દહીં, દૂધ ક્યારેય લેતાં નહીં. જાડાં ખાદોનાં વસ્ત્ર પહેરતાં. જીવનપર્યંત કોઈ ધાતુને હાથે કરીને અડ્યાં નહીં. પોતાનો કરી એક પૈસો રાખ્યો ન હતો. પાણી પીવાની તુંબડી, કઠારી રાખતાં. કાછલીમાં પાણી પીતાં. કાષ્ઠના વાસણમાં જમતાં.
પૃથ્વી ઉપર કંઈ પાથર્યા વગર સૂતાં. કોઈ પુરુષનું મુખ કે શરીર જોવાઈ જાય તો ઉપવાસ કરતાં. શ્રીહરિ સિવાય કોઈ પુરુષ સાથે બોલ્યાં જ નથી. ત્યાગનાં કીર્તનો ગાતાં ને વાંચતાં. શ્રીહરિ થાળ આપે તો તેમાંથી ફક્ત ભાતની પ્રસાદી જમતાં.
ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને ત્રણે અવસ્થામાં દેખનારી આ ભક્ત બાઈઓનું કેવું અધ્યાત્મ કલેવર ઘડાયું હતું તેનું અનુમાન થઈ શકે છે. શ્રીહરિ દૂર વિચરતા હોય, સમૈયા ઉત્સવ કરતા હોય તેનાં દર્શન કુંડળનાં ક્ષત્રિયાણી ભક્ત રાઈમાને થતાં. તો આધોઈના કરણીબાને પણ શ્રીહરિની કૃપાથી નિરાવરણ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. કરિયાણાનાં મીણબાઈમાને પણ શ્રીહરિની મૂર્તિ અખંડ દેખાતી.
ગામ ઊંઝામાં ઉદેકુંવર કરીને એક બ્રાહ્મણબાઈ નિત્ય એક શિંગોડું ખાઈને રહેતાં. શ્રીહરિ તેને નિત્ય દર્શન આપતા. આ બાઈને ષડ્ ઊર્મિઓ વ્યાપતી નહીં, એવાં તે મુક્ત હતાં. જીવનપર્યંત એમને એમ રહ્યું!!
શ્રીહરિમાં અનન્ય નિષ્ઠા ધરાવતી પરમ પ્રીતિવાળી એ સંસારી મહિલાઓ પણ શ્રીહરિની કૃપાથી નિરાવરણ સ્થિતિને પામી ગઈ હતી. અરે! શ્રીહરિનાં પ્રત્યક્ષ દર્શન જેવો આનંદ પીજના પાટીદાર અવલબાઈ જેવાં ભક્તોમાં સૌ અનુભવતાં. શાસ્ત્રમાં આને આવેશાવતાર કહે છે. આવો
આવેશ દસ, બાર કે વીસ દિવસ રહેતો.
એક વખત શ્રીહરિ જાળિયા સાંગા બાબરિયાને ત્યાં આગ્રહથી બે દિવસ રોકાયા, પછી ભાદરા જવા નીકળ્યા, ત્યારે શ્રીહરિએ તેને પૂછ્યું: “સાંગા! તારે કંઈ જોઈએ છે?
સાંગો કહેઃ “દીકરાની ખોટ છે.'
શ્રીહરિ કહેઃ “દીકરો થશે.”
પરંતુ તે વખતે તેમનાં પત્ની રતનબાઈએ શ્રીહરિના ઘોડાની સરક પકડીને કહ્યું: “એમ નહીં જવા દઉં. તમારી મૂર્તિ આપતા જાઓ.'
શ્રીહરિ તેમને કહેઃ “તમારા અંતરમાંથી જતા નહીં રહીએ.'
મોટા મુનિઓને પણ ન મળે એવું વરદાન શ્રીહરિએ આપી દીધું. એ સંસારી મહિલાને દીકરા કરતાં શ્રીહરિની મૂર્તિની વધુ લગની હતી!
ગઢડામાં નેનપુરથી દેવજી ભગતનાં પત્ની શ્રીહરિ સમક્ષ ઘીનો ઘાડવો લઈ આવ્યાં હતાં. શ્રીહરિ કહેઃ “દેવજી ભગત મજામાં તો છે ને?”
એ ખેડૂત મહિલા કહેઃ “સુખિયા હતા ને વધુ સુખિયા થયા છીએ.' આ સાંભળી શ્રીહરિએ ચોખવટ કરવા કહ્યું
ત્યારે એમણે કહ્યું: “અમારા જુવાન જોધ દીકરાને નિરાવરણ દંષ્ટિ હતી. આપે બહુ કૃપા કરી. ભગતે સંકલ્પ કરેલો કે દીકરાને સંસારની બેડીમાં નાંખવો નથી. તેને તમે ધામમાં તેડી ગયા. એટલે અમને આનંદ થયો કે એ તમારો હતો અને તમે એને ધામમાં બેસાડી દીધો, પરંતુ લોકો કાણ-મોકાણ કરીને શોક ન કરે એટલે ભગત ખેતરે ગયા ને મને ઘીનો ઘાડવો લઈ રસોઈ દેવા અહીં મોકલી દીધી છે. આમ, આપની કૃપાથી અમે સુખિયા હતાં, અને એકનો એક દીકરો
ધામમાં જવાથી વધુ સુખિયા થયાં છીએ.'
આવી ઉચ્ચ આધ્યાત્મિક સમજ હતી એ મહિલાઓની.
વડોદરાનાં સોની પાર્વતીબાઈને શ્રીહરિ સિવાય આ લોકમાં ક્યાંય હેત હતું નહીં. પતિ સત્સંગનો વિરોધી હતો છતાં તેઓ ભક્તિ કરતાં. જરાયે અકળાય કે મૂંઝાય નહીં, તેની ઉપર શ્રીહરિ બહુ રાજી થતા ને તેને હંમેશાં દિવ્યરૂપે દર્શન આપતા ને થાળ પણ જમતા.
જોડિયાનાં હરબાઈએ તો કચ્છ જવા વહાણમાં બેસી ગયેલા શ્રીહરિને રોકવા પોતાની ભક્તિથી દરિયામાં બવંડર સર્જી દીધું. છેવટે શ્રીહરિને તેમની ભક્તિને વશ થઈ રોકાઈ
જવું પડ્યું હતુ!
શ્રીહરિ સિવાય કોઈની પણ મર્યાદામાં ન રહેનાર માણકી ઘોડી ગઢડાનાં લાડુબા, જીવુબાની ભક્તિથી એક તસુ પણ ખસી શકતી નહીં. અરે, શ્રીહરિને જવાનું મોડું થતું હોય તોપણ દેવળિયાનાં કેશાબાના પ્રેમને વશ થઈ નમતું જોખવું પડતું.
કેટલીય બાઈભક્તોને કરાવી હતી. શ્રીહરિએ નિરાવરણ સ્થિતિ
કચ્છનાં કરણીબાને શ્રીહરિએ ડભાણ-યજ્ઞનાં દર્શન ત્યાં બેઠાં કરાવેલાં! નિરાવરણ દષ્ટિ!
આવાં જ દર્શન સુરતના ભિખારીદાસની પુત્રીને સુરતમાં બેઠાં જ થયાં. કચ્છ દેશના કોરાકોટ ગામનાં સદાબાને આવી સિરાવરણ દષ્ટિ હતી.
વસોના દાદા દવેની પુત્રી જમુના ડભાણ ગઈ પણ ભીડમાં યજ્ઞમંડપ સુધી પહોંચી જ ન શકી, તેથી તેણે પોતાની વૃત્તિ શ્રીહરિમાં જોડી દીધી. શ્રીહરિએ તેને સંપૂર્ણ વિધિનાં દર્શન કરાવ્યાં, જેમાં ભાદરાના મૂળજી શર્માને દીક્ષા દઈ શ્રીહરિ ગુણાતીતાનંદ સ્વામી નામ ધારણ કરાવે છે ને
પોતાને રહેવાનું અક્ષરબ્રહ્મ ધામ છે તેવો અપરંપાર મહિમા કહે છે - એ બધું જમુનાએ તથા તેના ભાઈ ઈશ્ચરે ઉતારે બેઠાં દૂરદર્શન સિદ્ધિથી માણ્યું!
વડોદરાનાં તંબોળીબાઈ સમાધિમાં શ્રીહરિને જમાડતાં. પ્રેમબાઈ નામની પાંચ વર્ષની બાળકીને ધ્યાન ને ભજનની રુચિ હતી. શ્રીહરિ દર્શન આપી તેને પ્રસાદ અને હાર દેતા. બધાને આશ્ચર્ય થતું: ભગવાન ગરીબને કેવા વશ છે!!
દોરાના ભક્ત કાશીરામની દીકરી ચાણોદમાં પરણાવી હતી. એક વાર નર્મદામાં પૂર આવ્યું ત્યારે સૌની વિનંતીથી તે બાઈએ ચૂંદડી ને નારિયેળ નદીમાં પધરાવ્યાં. તુરત વાંસભર પાણી ઊતરી ગયું. સૌ કહેઃ “સ્વામિનારાયણનો પ્રતાપ અલૌકિક છે, તે વિના કળિયુગમાં આવી સતીબાઈઓ ક્યાંથી મળે?
શ્રીહરિમાં અનન્ય નિષ્ઠાવાન આ બાઈઓમાં છતી દેહે પરમપદ અક્ષરધામ પામ્યાનો કેફ સૌ કોઈ અનુભવતું. મરીને ધામમાં જવું એમ નહીં. શ્રીહરિની પ્રાપ્તિ એ જ અક્ષરધામ.
ઘાણલાની મૂળીમા પોતાના પતિને કહે છે: “મારા કલ્યાણમાં તું શંકા શીદ કરે છે! આ હાથે શ્રીજીમહારાજનાં છે, ને એ જ હાથની રસોઈ તેં રોજ ખાધી છે, તે તારું પણ કલ્યાણ થઈ ગયું!'
મહિલા ભક્તોની અંતરની સાચી ભક્તિ શ્રીહરિને જકડી રાખતી ને એટલે જ શ્રીહરિ રાતોરાત ઘોડીએ સવાર થઈ એ મહિલા ભક્તોની ભક્તિને સ્વીકારવા પહોચી જતા. ક્યારેક બે સ્વરૂપ ધારણ કરીને પણ શ્રીહરિ તેમની ભક્તિને વધાવી લેતા.
ઉમરેઠમાં રૂપરામભાઈને ઘરે શ્રીહરિ પધરામણી કરવા જઈ રહ્યા હતા ને રસ્તામાં જમનાબાઈ મળ્યાં. તે કહે:
“આજ તમારે મારા ઘરે જમવા આવવાનું છે, હું રસોઈ કરું છું...' શ્રીહરિનો સંમતિક ઉત્તર સાંભળ્યા વિના જ તે ઘરે જઈ ઝટપટ રસોઈ કરવાં લાગ્યાં. ખરેખર તો શ્રીહરિનું બપોરનું ભોજન પણસોરા ગામે ગોઠવાઈ ચૂક્યું હતું. તેથી શ્રીહરિ ત્યાં જવા નીકળી ગયા. આ બાજુ જમનાબાઈએ હઠ લીધી કે મહારાજ! મારા ઘરે આવીને જમશે પછી જ હું જમીશ. ઉમરેઠથી આ સમાચાર મળતાં શ્રીહરિએ બે સ્વરૂપ ધારણ કર્યા અને જમનાબાઈની ભક્તિને સ્વીકારી.
મહેસાણાનો સત્સંગ આજે ખૂબ વિકસ્યો છે, પણ તે વખતે શ્રીહરિને મહેસાણામાં આમંત્રણ આપવા એક ગરીબ બ્રાહ્મણી ક્સળીબાઈ હતાં! શ્રીહરિ તેમની ભક્તિને વશ થઈ પધાર્યા. કેવળ એક જ બાઈભક્તનું ઘર પાવન કયું! બાઈએ જમીને જવા આગ્રહ કર્યો. શ્રીહરિ કહેઃ “જમીને આવ્યા છીએ, તે નહીં જમીએ.' બાઈએ બહુ આગ્રહ કર્યો. શ્રીહરિ કહેઃ “બીજું કંઈ કરાવશો નહીં, ફક્ત ખીચડી, શાક કરાવો.' બાઈએ બ્રાહ્મણ પાસે ખીચડી-શાક કરાવ્યાં. સંતો ને શ્રીહરિ જમ્યા, પરંતુ ખીચડી વધી પડી. બાઈએ ઢાંકીને મૂકી રાખી.
શ્રીહરિએ રાતવાસો કરી સવારે જવા તૈયારી કરી ત્યારે ક્સળીબાઈ કહેઃ “મેં રેંટિયો કાંતીને પૈસા ભેગા કર્યા તેની ખીચડી કરી છે, તે બગાડશો?'
પછી શ્રીહરિએ પોતાની સાથે સંતો-ભક્તો હતા તેમને બધાને જમવાની આજ્ઞા કરી. સૌને સ્નાન-પૂજા બાકી હતાં, રસ્તામાં નદી આવે ત્યાં નાહવાનું ધારેલું. સૌ કહેઃ “હજુ અમે નાહ્યા નથી, પૂજા કરી નથી તે કેમ જમાય?'
શ્રીહરિ કહેઃ “અમારા વચને જમી લો તેમાં બાધ નથી... નાહવાનું - પૂજાનું પછી કરજો... આ બાઈનો ભાવ તો જુઓ!'
એ મહિલા ભક્તોની ભક્તિની રક્ષા કરવા સ્વયં શ્રીહરિ તેમને એક પિતા તરીકે સાસરીએ વળાવવા જતા.
કચ્છના માનકૂવા ગામના નાથાભાઈની દીકરી દેવબાઈને વિથોણ પરણાવી હતી છતાં તે સાસરે જતી નહોતી, કારણ કે સાસરિયાં મલિન દેવ-દેવીને માનતાં. ડાક્લાં વાગતાં, મેલી વિદ્યાથી ભૂવા ધૃણતાં, બકરાં કપાતાં. આચાર-વિચારનું નિશાન નહીં. શ્રીહરે માનકૂવા પધાર્યા. તે જ વખતે તેના સાસરી પક્ષવાળા તે બાઈને તેડવા આવેલા. બાઈએ શ્રીહરિને સાસરીની વાત કરી, શ્રીહરિ કહેઃ “તમે સાસરે જાઓ, સૌ સારાં વાનાં થશે.'
દેવબાઈ કહેઃ “તમે મને સાસરે વળાવવા આવો તો જાઉં.' આથી, શ્રીહરિ રાજી થયા ને સંમતિ આપી. શ્રીહરિએ જાણે પોતે તે દીકરીના બાપ હોય તેમ બોલ્યાઃ “વેવાઈ! આ દેવબાઈ અમારી દીકરી છે. તેને વળાવવા અમે આવીશું. તમે આગળ જાવ, તૈયારી કરો...”સાક્ષાત્ સ્વામિનારાયણ પોતાને ત્યાં આવતાં જાણી આખું ગામ સત્કારવા ભેગું થયું. શ્રીહરિએ સાંજે સભા કરી, સૌને સદાચારના નિયમ આપ્યા. માંસાહાર બંધ કરાવ્યો.વ્યસન મુકાવ્યાં. સત્સંગી કરી દીધા!
સ્વામિનારાયણ સંપ્રદાયની અનેક સન્નારી સાસરે પણ પોતાના પતિને વ્યસન, કુસંગથી બચાવતી, પુરુષને ખરા અર્થમાં સાચો સત્સંગી બનાવતી. ક્યાંક કાળમીંઢ પથ્થરનું કાળજું ધરાવતા પતિનું પરિવર્તન સત્સંગી સ્ત્રી ન કરી શકે ત્યાં શ્રીહરિ જાતે પધારતા ને પરિવારમાં શાંતિ કરી દેતા.
લોયાના સાંગા પટેલની સ્ત્રી હેતબાને કુસંગી પતિનો ઢોર માર સહન કરવો પડતો. તોપણ તે પૂજા-પાઠ, નિયમ-ધર્મ ચૂકતાં નહીં. આથી શ્રીહરિ સ્વયં લોયા ગયા. એક સ્ત્રીનું ભથવારીનું કર્મ પોતે ઉપાડ્યું. ભાત લઈને ખેતર ગયા. પટેલને પ્રેમથી જમાડ્યા અને ખેતીમાં મદદ કરી. તેને
વ્યસન-કુસંગ છોડાવી સત્સંગી કરી દીધો!
અબળા ગણાતી સ્ત્રીઓમાં શ્રીહરિની કૃપાથી અનોખું શૌર્ય પણ પ્રગટ્યું હતું. અમદાવાદના લોલંગર બાવાના આક્રમક ઝુંડ સામે સાંબેલા અને ગોફણો લઈને ઊભી રહેલી વહેલાલ ભક્તબાઈઓની નિષ્ઠા-ખુમારી ઇતિહાસમાં જાણીતી છે.
વીસનગરના સૂબાએ સ્વામિનારાયણીય હરિભક્તોને તડકે ઊભા રાખ્યા ત્યારે સૂબાનાં બહેન ઉદયકુંવરબા તેના વિરોધમાં હરિભક્તો સાથે તડકે બેઠાં. તેમણે પોતાનાં સાચાં સગાં શ્રીહરિ અને સત્સંગીઓને માન્યાં હતાં. આથી, શ્રીહરિએ સ્વયં પધારી સૂબાને સમાધિમાં કર્મફળની યાતનાનો અનુભવ કરાવ્યો ને પોતાનો આશ્રિત કરી કાયમનું સુખ કરી દીધું!
શ્રીહરિનાં આ મહિલા ભક્તોમાં કેટલાંય ભક્તોને સમાધિ થતી. શ્રીહરિની મૂર્તિનું સુખ તેઓ સમાધિ દ્વારા લેતાં. ઘણી વાર શ્રીહરિને કોઈ તત્કાળ સંદેશો મોકલવો હોય તો ત્યાં સમાધિનિષ્ઠ બહેનોને તે જણાવી દેતા. વળી, વિચરણમાં નિર્ધારિત સ્થળે ન પહોંચી શકાય તેમ હોય ત્યારે પણ શ્રીહરિ સમાધિ દ્વારા આગળના ગામે જાણ કરી દેતા કે “અમે આવીએ છીએ. તેયારી રાખજો.' વડોદરાનાં ઉમિયાબાઈની રસોઈ શ્રીહરિ એવી રીતે જમેલા. તેમને તો શી રસોઈ બનાવવી તે પણ કહેલું કે “કેળાં ને રોટલી તેયાર કરી રાખજો!'
ગોંડલના સુથાર દેવરામનાં પત્નીએ થાળ કર્યો ને વિચાર કર્યા કે 'મહારાજ જમે એવી રસોઈ છે, પણ હમણાં તો તે ક્યાં હશે? પછી શ્રીહરિને માનસીમાં બેસીને વૃત્તિથી ખેંચ્યા! શ્રીહરિ જૂનાગઢ જતા હતા ને ગોંડલ તરફ ખેંચાયા. છ સંતોને લઈ ગોડલ આવ્યા.
એવી જ કારિયાણીમાં સીતબાની સ્થિતિ હતી. ચોમાસામાં ગાજ-વીજ ને વરસાદની વેળાએ એમણે “મહારાજ ક્યાં હશે? હાલ આવે તો ગરમ ગરમ રસોઈ જમાડું,' એવો સંકલ્પ કર્યો. ને શ્રીહરે માણકી લઈને પલળતાં પધાયા! પતિ વસ્તાખાચરે નવાંનકોર કપડાં દીધાં. તે પહેરીને શ્રીહરિ જમવા બિરાજ્યા. શ્રીહરિ જમતાં જમતાં વસ્તાબાપુને કહેઃ “ભક્તિનો પ્રવાહ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે જ અમે આવીએ છીએ.' આમ, આ મહિલા ભક્તો શ્રીહરિની મૂર્તિને વૃત્તિમાં જકડીને જાણે ખેંચતાં!
આવો જ પ્રસંગ ધોલેરાના પૂજાભાઈનાં પત્ની અજુબા અને બહેન ફલીબાનો પણ છે. તે બંનેએ શ્રીહરિને માખણનાં ભજિયાં જમાડેલાં!
ડાંગરવાનાં જતનબા ફોઈ આત્મારૂપે વર્તતાં. તે ગઢડા શ્રીહરિનાં દર્શને આવ્યાં. ત્યારે શ્રીહરિએ રમૂજમાં કહ્યું: “તમે કોણ છો?
જતનબા કહેઃ “આત્મા.”
શ્રીહરિ કહેઃ “તમને બાળે, કાપે તો?”
જતનબા કહેઃ “ભલે બાળે, ભલે કાપે. એ તો શરીરને થાય છે. હું તેનાથી ભિન્ન છું.'
પછી તો જતનબાએ હાથ પર અગ્નિ મુકાવ્યો. હાથ બળવા લાગ્યો. પણ જતનબા કહેઃ “ભલે બળે. મારે ને દેહને ક્યાં સધિયારું છે !' આવી દેહાતીત સ્થિતિ આ બાઈભક્તોને
સહેજે વરી હતી.
- સમજણપૂર્વકનું સમર્પણ
આ બહેનો પોતાના વહાલસોયા પુત્રોને સંસાર છોડાવી સાધુ થવા પ્રેરણા આપતી અને ગોપીચંદની માતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડતી.
સૂત્રેજમાં વિધવા પ્રજાપતિ કાનુબાઈને ઘરે શ્રીહરિ પધાર્યા હતા. કાનુબાઈ કહેઃ “આપની શી સેવા કરું?”
શ્રીહરિ કહેઃ “તમારી વહાલી વસ્તુ આપો.'
કાનુબાઈને પોતાના ચારેય દીકરા વહાલા હતા તે અપણ કર્યા. તેમાંથી શ્રીહરિએ બે દીકરાને સ્વીકાર્યા અને સાધુ કર્યા. દાહાનું નામ “દહરાનંદ' રાખ્યું ને પ્રેમજીનું નામ 'પ્રસાદાનંદ' પાડ્યું.
વડતાલની સભામાં શિનોરના પાટીદાર કેશવલાલનાં પત્ની રાજબાઈને શ્રીહરિએ પ્રશ્ન પૂછયો: “તમારે સંતાન છે?'
રાજબાઈ કહેઃ “ચાર પુત્રો છે - ગિરધર, વરાણશી, જોરાભાઈ ને બાપુભાઈ. તેમાંથી આપ ઇચ્છો તેને સાધુ કરો.'
શ્રીહરિ કહેઃ “આ ગિરધર અને વરાણશી અમને આપશો?
રાજબાઈએ તરત જ હા પાડી. શ્રીહરિએ તેમને ત્યાં જ રાખ્યા ને પાછળથી દીક્ષા આપી. ગિરધરનું નામ ઈશ્વરાનંદ અને વરાણશીનું નામ શ્રીનિવાસાનંદ રાખ્યું.
એવા જ કાનમના રૂંવાદ ગામના ભટ્ટ રામચંદ્ર, તેના ભાઈ રતનેશ્વર અને તેનાં માતુશ્રી સાથે શ્રીહરિનો સમાગમ કરવા ગઢપુર આવ્યા હતા. તે વિધવા મહિલાએ પોતાના બે પુત્રો શ્રીહરિને અર્પણ કર્યા અને શ્રીહરિએ રાજી થઈ તે બંને પુત્રોને દીક્ષા આપી રામચંદ્રનું નામ પુરુષોત્તમાનંદ અને રતનેશ્વરનું નામ ગોવિંદાનંદ પાડ્યું !!
હરજી ઠક્કરનાં મા જાનબાઈ ગામ તળાજાનો ત્યાગ કરી ગઢપુરમાં આવીને વસ્યાં હતાં. તેમનાં બે પુત્રો હતા. તેમાં મોટા હરજી ઠક્કરને શ્રીહરિની સેવામાં અર્પણ કરી દીધા હતા! એક વાર જાનબાઈએ શ્રીહરિ માટે ઊનું પાણી કરવા મોટો ચરુ મોકલ્યો. ત્યારે તેના નાના દીકરા ધનજીએ કહ્યું: “નાનો દેવો હતો ને! મોટો શા સારું દીધો?
ત્યારે જાનબાઈ કહેઃ “ભગવાનની સેવામાં તું આડ્ય કરે છે? માટે મારે તારું કામ નથી.' એમ કહી પોતે જીવ્યાં ત્યાં સુધી ધનજીનું મોઢું પણ ન જોયું.
આ બાઈભક્તો ગરીબીનો અણસાર આવવા દેતાં નહીં.
એક વાર શ્રીહરિ કચ્છમાં કંથકોટ પધાર્યા. કચરા લુવાણા ભક્તને ઘરે મહારાજનો ઉતારો હતો. કચરાની પત્ની પોતાનો સાડલો લઈ વેપારી પાસે ગઈ અને કહેઃ “આ મારો સાડલો રાખો ને ઘી-સાકર આપો.'
વેપારી કહેઃ “તારો સાડલો વેચાવે એવો કોણ છે?
બાઈ કહેઃ “અમારે રાંકને હાથ રતન જડ્યું છે.' એમ બાઈ સીધાનો સામાન લાવી. બ્રહ્મચારીએ રસોઈ કરી શ્રીહરિને જમાડ્યા. પછી શ્રીહરિએ બાઈને બહાર બોલાવી. દસેય આંગળીથી વેઢ-વીંટીઓ કાઢી તે બાઈને આપી. શ્રીહરિ સૌના સાંભળતાં બોલ્યાઃ “આ લે અને તારો સાડલો
વાણિયાને ત્યાંથી છોડાવી લાવ.' શ્રીહરિએ પ્રસન્ન થઈ કચરાને દાગીના આપ્યા, તેથી તે બહુ મોટો આસામી થયો.
આ એક-એક સ્ત્રીભક્ત પતિવ્રતા ને ત્યાગ-વૈરાગ્યની મૂર્તિઓ છે.
આખાનાં લાડુમા પાસે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કોઈ વાર હરિભક્તને સંદેશો આપવા મોકલતા, ત્યારે લાડુમાને દંડવત્ કરવાનું અવશ્ય કહેતા.
જેતલપુરનાં ગંગામાને શ્રીહરિએ ત્યાગી સદદગુરુનો દરજ્જો આપીને મહિલા-ભક્તોને વર્તમાન ધારણ કરાવવાનો આદેશ આપ્યો હતો! લાડુબા, જીવુબા, રાજબા, પાંચુબા, લાધીમા, માતાજી વગેરે મહિલા ભક્તો પણ શરણાગતિ મંત્ર દેતાં, કથાવાર્તા કરતાં, સત્સંગ વિસ્તારતાં, શ્રીહરિની રુચિ-મરજીને પિછાણતાં, દિવ્યભાવ ટઢાવતાં. દાદાના દરબારમાં શ્રીહરિ વચનામૃત રેલાવતા ત્યારે
મહિલા-ભક્તો પણ શ્રીહરિને પ્રશ્ન પુછાવી અધ્યાત્મનું રહસ્ય પામતાં. શ્રીહરિએ કેટલી ઊંચી કક્ષાએ આ ભક્તોને મૂકી દીધાં હતાં!
એકવાર શ્રીહરિ વડતાલમાં બિરાજતા હતા ત્યારે ભાદરણથી પાટીદાર ભગુભાઈ પોતાનાં માતુશ્રી સાથે દર્શને આવ્યા હતા. સભામાં જ્ઞાનગોષ્ઠિ - પ્રશ્નોત્તર થતા હતા. તેમાં ભગુભાઈએ સમાધિ અંગે પ્રશ્ન કર્યો. ભગુભાઈ તો હજુ બાળક અવસ્થામાં હતા. તે આવો જટિલ પ્રશ્ન ન કરી શકે, પરંતુ આ પ્રશ્ન તેમની માતાએ પુછાવ્યો હતો - એવું કર્ણાપકર્ણ સાંભળવા મળે છે.
આ ભક્તોમાં શ્રીહરિએ અધ્યાત્મને રોમરોમમાં ભરી દીધું હતું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સારેગપુરના પૃષ્પદોલોત્સવનું વર્ણન ભક્તચિંતામણિમાં કરે છે. તેમાં શ્રીહરિ મહિલા ભક્તોને “ફગવા' માંગવા કહે છે. આ ફગવા એટલે સ્થૂળ ધાણી-ખજૂર-દાળિયાનો પ્રસાદ નહીં પણ કોઈ આધ્યાત્મિક માંગણી છે. આ તક ઝડપી લેતાં વહેલાલનાં વખતબા, ડાંગરવાનાં જતનફોઈ, આદરજનાં સુજાનબા વગેરે બાઈભક્તો મળીને શ્રીહરિ પાસે અદ્ભુત વરદાન માગે છે. એ પ્રાર્થના
આમ, પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે રોપેલા મહિલા ઉત્કર્ષના દિવ્ય વૃક્ષની શાખાઓ અનેક ક્ષેત્રે અને અનેક સ્તરે વિસ્તરી ચૂકી છે, જેનાં મધુર ફળ ચાખીને અસંખ્ય મહિલાઓ સુખ-શાંતિનો અનુભવ કરે છે.
0 comments