પ્રવીણ પરીક્ષા - નિબંધ -2 - દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પ્રમુખસ્વામી મહારાજની કરુણાવર્ષા - સ્વામિનારાયણ પ્રકાશ - એપ્રિલ 2022 - Page 25-32
આદિવાસીઓની વિપુલ વસ્તી ધરાવતા રાજ્યોમાંનું એક રાજ્ય ગુજરાત છે. ભારતના દર દસ આદિવાસીએ એક આદિવાસી ગુજરાતનો છે. ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક વ્યક્તિ આદિવાસી છે. ગુજરાતમાં, ઉત્તરે છેક અંબાજીથી દક્ષિણમાં ડાંગ સુધીના ૧૨ જિલ્લાઓમાં ફેલાયેલી ર૬ જાતિઓના આદિવાસીઓમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ સેવાઓનો યજ્ઞ અહોરાત્ર ચાલી રહ્યો છે. ૨૦૦૦થી વધુ ગામોમાં ૧૦૦થી વધુ સંતોનું સંતવિચરણ અને સત્સંગપ્રવૃત્તિ, ૧૧૦૦થી વધુ બાળ-બાલિકા મંડળો, ૪૫૦થી વધુ મહિલામંડળો તેમજ શિક્ષણ, સ્વાસ્થ્ય, વસ્ત્રવિતરણ , અન્નવિતરણ વગેરે વિવિધ પ્રવૃત્તિઓ દાયકાઓથી ગતિમાન છે. ગુજરાતના જદા જદા આદિવાસી વિસ્તારોમાં પ્રમુખસ્વામી મહારાજે આરંભેલી અને વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ચાલી રહેલી બી.એ .પી .એસ. સેવા-પ્રવૃત્તિઓની એક સ્મૃતિ ઝલક હવે પછીનાં પૃષ્ઠોમાં માણીએ...
દાદરા-નગરહવેલી
દાદરા-નગરહવેલીનો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગપ્રવૃત્તિ આ પ્રદેશમાં પાંચ પાંચ દાયકાથી આદિવાસી પરિવારોના સવાંગી ઉત્કર્ષનું કાર્ય કરી રહી છે. પ્રમુખસ્વામી મહારાજે અનેક વખત અહીં પધારીને આ વિસ્તારને પાવન કર્યો છે. ચિન્મયદાસ સ્વામી, આનંદમૂર્તિદાસ સ્વામી, દિવ્યતનયદાસ સ્વામી, કૃપાનિધિદાસ સ્વામી વગેરે સંતોના વિચરણથી આ પ્રદેશમાં સત્સંગની જાગૃતિ ખૂબ આવી છે. આ વિસ્તારમાં સેલવાસ, વાપી, કરમખલ, નાના પોંઢા, સુરંગી - એમ કુલ પાંચ સત્સંગ પ્રવૃત્તિ ક્ષેત્રો હેઠળ કુલ ૯૪ સત્સંગમંડળ ગતિમાન છે. ઉપરાંત આ ક્ષેત્રોમાં કુલ ૧૬ યુવકમંડળ, ૪૩ યુવતીમંડળ, ૧૦૫ મહિલામંડળ, ૫૧ બાલિકામંડળ અને ૧૪૬ બાળમંડળ પણ પ્રવૃત્ત છે. દાદરા-નગર હવેલી વિસ્તારમાં કુલ ૧૩ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હરિમંદિરો અને ૯ કુટિરમંદિરો દિવસ-રાત આધ્યાત્મિક આંદોલનો પ્રવર્તાવે છે.
સેલવાસના બી.એ.પી.એસ. મંદિર દ્વારા વ્યસનમુક્તિ
- અભિયાન, વૃક્ષારોપણ, રોજગારલક્ષી આયોજનો, એમ્બ્યુલન્સ સેવા, ઉચ્ચ શિક્ષણ સેવા વગેરે સેવાઓ ગતિમાન છે. અહી ગુલાબી પથ્થરનું ભવ્ય શિખરબદ્ધ બી.એ.પી.એસ. મંદિર આદિવાસી પ્રવૃત્તિઓને પોષણ પણ આપી રહ્યું છે.
- સેલવાસમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા સ્થાપિત આધુનિકતમ શાળાએ પણ અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જ્વળ બનાવી છે. જુનિયર કે.જી.થી લઈને ધોરણ ૧૨ સુધી ૧,૨૧૭ વિદ્યાર્થીઓને સી.બી.એસ.ઈ.માં અભ્યાસ કરાવતી આ શાળાએ રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ હાંસલ કરી છે. પૂર્વે આ શાળાના વિદ્યાર્થી એમ.બી. મૃત્યુંજયે “નેશનલ સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ'માં સમગ્ર ભારતના ૩,૭૫,૦૦૦ વિદ્યાર્થીઓમાંથી સર્વપ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્કૂલની ધો. ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિયતિ ટોટલાએ “નેશનલ સાયન્સ સેમિનાર'માં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
- આ ઉપરાંત બી.એ.પી.એસ. બાળમંડળમાંથી જ પ્રેરણાબળ પ્રાપ્ત કરીને સાયન્ટિસ્ટ તરીકે રાષ્ટ્રીય સ્તરે કારકિર્દી ઘડનાર ડૉ. પ્રકાશ આર. પટેલે અનેક સંશોધનાત્મક નિબંધો લખીને કૃષિક્ષેત્ર મહત્ત્વનું પ્રદાન કર્યું છે. વિજ્ઞાની પદ સુધી પહોંચનાર તેઓ સર્વપ્રથમ આદિવાસી સુશિક્ષિત છે. દાદરા-નગરહવેલીના આદિવાસી સમાજમાં તેઓ પીએચ.ડી. થયેલા સર્વપ્રથમ તેજસ્વી વિદ્યાર્થી છે.
- વહેમ અને વ્યસન આદિવાસી પ્રજાના લોહીમાં વણાયેલી ખાસિયત છે. જીવનમાં કંઈપણ ઘટના બને, કે જીવનનો કોઈપણ પ્રસંગ હોય, ભગત-ભૂવાને નિમંત્રણ હોય જ. લગ્ન હોય કે મરણ, ભગત-ભૂવાને બોલાવીને મરઘી વધેરે અને તેના ઊડતા લોહીના ફુવારાથી જાતને ધન્ય કરે ત્યારે જ તેને સંતોષ થાય. પ્રત્યેક પરિવારમાં, પ્રત્યેક અવસરે દારૂ-તાડીની અને માંસ-મચ્છીની રેલમછેલ અહીં તદન સામાન્ય બાબત છે, પરંતુ અબુધ જણાતા આ આદિવાસીઓ વચ્ચે સતત વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સંતોએ એક નૂતન ક્રાંતિ આણી છે. હજારોને વ્યક્તિગત મળીને નિર્વ્યસની કર્યા છે. મેલી વિદ્યા, વહેમ, અજ્ઞાન અને વ્યસનોની ગુલામીમાંથી છોડાવી એમનામાં સનાતન હિન્દુ સંસ્કૃતિનું ખમીર જગાડ્યું છે. એમનાં ઝૂંપડે ઝુંપડે ઘૂમીને, પરિશ્રમ કરીને સંતોએ એમના જીવનધોરણને ઊંચી સપાટી પર મૂકી દીધું છે. સંતોના સ્નેહસંગે, વ્યસનોની ખર્ચાળ ગુલામીમાંથી છૂટવાને લીધે સ્વાભાવિક રીતે જ એમનું આર્થિક ધોરણ ઊંચું આવ્યું છે. દારૂના દાવાનળમાં સપડાયેલા સામરવરણીના ખુશાલભાઈનો પગાર કદીયે ઘર સુધી પહોંચ્યો ન હતો. સત્સંગના રંગે રંગાયા પછી તેઓ વર્તમાનકાળે કુશળતાથી વ્યવહાર ચલાવે છે. સ્વામિનારાયણીય સંસ્કારોથી સજ્જ થયેલા હજારો આદિવાસી પરિવારો આજે વ્યસન અને વહેમની આ જડ ગુલામીમાંથી તદન મુક્ત થયા છે.
રાંંધા ગામના એક યુવાન રમણભાઈ ગામિતને એક વખત સખત તાવ આવ્યો. લોકોએ અંધશ્રદ્ધાના એક કહેવાતા તાંત્રિક પાસે લઈ જવા ખૂબ આગ્રહ સેવ્યો, પરંતુ રમણભાઈને સમજાવવા તેઓ સફળ ન થયા. છેલ્લે કેટલાક અંધશ્રદ્ધાળુઓ રમણભાઈ પ્રત્યેની મમતાથી દાણા ઉતારી તાંત્રિક પાસે લઈ ગયા. તાંત્રિકે મંત્રેલો દોરો આપી કહ્યું: “આ દોરો જો તે નહિ બાંધે તો તે મરી જશે.' રમણભાઈએ મૃત્યુની પરવા ન કરી. દોરો ન બાંધ્યો. તાંત્રિકની માન્યતા ખોટી પાડી.
કોંકણી આદિવાસી સમાજમાં એવો રિવાજ છે કે સગર્ભા સ્ત્રીને તાંત્રિક દ્રારા દોરો બાંધવામાં આવે. છઠ્ઠીના દિવસે તે દોરો બાળકને બાંધવામાં આવે. આ પ્રકારની ક્રિયા કરવામાં ન આવે તો તે પ્રાણઘાતક નીવડે તેવી જડ માન્યતા વર્ષોથી ઘર કરી ગયેલી. અભણ પણ નિષ્ઠાવાન આદિવાસી મગનભાઈએ સમાજના દબાણને ગણકાર્યા વિના આ માન્યતાને ઠેબે ચડાવી. વર્ષો જૂની રૂઢિ તૂટી. મગનભાઈએ સમાજમાં નવી ભાત પાડી. - દાદરા-નગરહવેલીનો વિસ્તાર સરકારે પ/લા /1૯ (જ્યાં દારૂબંધીનો નિષેધ નથી તેવા વિસ્તાર) તરીકે જાહેર કરેલો છે. એટલે ઝૂંપડે ઝૂંપડે દારૂ ગળાય. પરિણામે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગયેલી છે, તેથી લૂંટફાટ પણ ખૂબ થાય.
- આજથી થોડા દાયકાઓ પહેલાં ડુંગરાળ પ્રદેશમાં આવેલા સીલી ગામમાં લૂંટનું પ્રમાણ ખૂબ જ હતું. ધોળા દિવસે સેંકડો માણસો લૂંટાયાના દાખલા બન્યા છે. આ લૂંટ ચલાવવામાં એક્કા હતા સોન્યા ભગત. મૂળ રાંધાના સોન્યાના નામથી લોકો ધ્રૂજે. જમીનધારીઓ પણ રાત્રે સીલી જતાં ડરતા. કેટલાક સરકારી અધિકારીઓની વિનંતીથી બી.એ.પી.એસ. સંસ્થાના સંતોએ આ લૂંટારુઓને નાથવા બીડું ઝડપ્યું. સંતોના સક્રિય પ્રયત્નોના અંતે દાદરા-નગરહવેલીમાં સૌ પ્રથમ સંસ્કારધામ સમા સીલી ગામના કુટીર મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા થઈ અને સંસ્કારનો સ્રોત વહેતો મુકાયો. દૈવયોગે સોન્યો સંતોના સંપર્કમાં આવ્યો અને સત્સંગી બન્યો. રાતની રાતો ભજન લલકારતા આ સોન્યાને જોઈ સૌ દિંગ થઈ જતા. તત્કાલીન મામલતદાર એમ.એમ. કોટવાલ તો ઘણીવાર કહેતા કે આ સ્વામિનારાયણ મંદિર બન્યા પછી સીલીના “ચેપ્ટર કેશ'નું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. સરકારમાં પણ સારી છાપ પાડનાર આ કુટીરમંદિરનો પ્રભાવ ધીરે ધીરે વધતો ગયો. ઝુંપડે ઝુંપડે ઘરમંદિરો થયાં.
- સત્સંગી ગિરિજનોની પ્રામાણિકતા દાદ માંગી લે તેવી છે. પટાવાળાની નોકરી કરતા કુડાચાના ડાહ્યાભાઈ વેસ્તાવાળાને દસ હજાર રૂપિયાનું પાકીટ મળ્યું. પારકા ધનમાં લલચાયા સિવાય તેમણે મૂળ માલિકને પાકીટ સોંપવાની તજવીજ કરી. ભગવાનની આજ્ઞા પાળ્યાનો સંતોષ તેમના મુખ પર અછતો ન રહ્યો. વ્યસનનું કે માંસાહારનું આ પરિવારોમાં નામોનિશાન નથી. આ પરિવારોના સંસ્કાર જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. વ્યસન અને અન્ય દૂષણોમાંથી મુક્ત થવાને લીધે આ પરિવારોની સુખ-સમૃદ્ધિ દિન-પ્રતિદિન વૃદ્ધે પામી રહી છે. ઝૂંપડાંને બદલે પાકાં મકાનો થયાં છે. એક વખત જેમને વસ્ત્ર પહેરવાનું પણ ભાન નહોતું, તેમનું જીવનધોરણ આજે, બી.એ.પી.એસ. સત્સંગના યોગે, ખૂબ ઊંચું આવ્યું છે. એટલું જ નહીં, પોતાના જ પૈસે ભક્તિભાવપૂર્વક સંસ્કાર મંદિરો પણ તેમણે રચ્યાં છે. સીલી, નાની તંબાળી, સામરવરણી, રાંધા જેવાં ગામો એનાં ઉત્તમ ઉદાહરણો છે. રાંધા ગામના આદિવાસી યુવાનો તો જાતે જ જંગલમાંથી વાંસ કાપી લાવ્યા, જાતે જ દીવાલો બનાવી અને અંદર સંતોના હાથે ભગવાન પધરાવ્યા છે. ડુંગરોની ખીણમાં સવાર-સાંજ આરતીના ઘંટારવ અને ઉચ્ચ સ્વરે ગવાતા સ્તુતિગાનથી વાતાવરણમાં પ્રસરેલી આહ્લાદકતાનો સ્વાદ અનેરો હોય છે. તેમનો નિરધાર છે કે ભવિષ્યમાં આ ગામમાં મોટું મંદિર કરવું છે. તેમનામાં શિક્ષણ અને સંસ્કારની કક્ષા સવર્ણોને શરમાવે તેવી થઈ છે.
- જે આદિવાસી બાળકોને સમજણા થાય ત્યારથી પક્ષીઓના શિકાર કરવાની સહજ તાલીમ હોય અને સનનન... કરતી ગોફણો અને ગીલોલો તેમના હાથમાં રમતી હોય એ બાળકો આજે કેવા સંસ્કારી બન્યા છે! રાંધા ગામનો એક નાનો બાળક સતીશ તેની મા સાથે ગુજરાતના અંદેરપાડા ગામે ગયો. ત્યાં મહેમાનગતિમાં માછલી રાંધી હતી. સતીશે તે માછલી ન જ ખાધી. ભૃખ્યા રહેવાની દઢતા જોઈ સગાંઓએ જુદા સ્વચ્છ વાસણમાં ફરીથી રસોઈ બનાવી. આ પ્રસંગ પછી તેના પિતા આદલુભાઈ ભોયા પણ ચુસ્ત સત્સંગી બન્યા. આ જ ગામના વારલી જાતિના બાળક રાજેશ ઇન્દ્ર વાજવડિયાને કે પછી સેલવાસના અપંગ બાળક હરેશને ધન્યવાદ દેવા ઘટે કે જેણે પોતાનાં માંસાહારી મા-બાપથી અલગ જાતે રસોઈ બનાવી. આમ છતાં, હજુ તેમનામાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું મોટું છે. તેમના ઓછા ભણતરનો લાભ લઈને તેમનું શોષણ કરનારો વર્ગ પણ ઘણો મોટો છે. તેમના શોષણને અટકાવવા માટે, ખાસ કરીને દાદરા-નગરહવેલી વિસ્તારમાં, તેમને માર્ગદર્શન આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન વગેરે તેઓના સામાજિક પ્રસંગોમાં તેમને વધુ ખર્ચ ન થાય તે માટે દહેજરહિત સમૂહલગ્નોત્સવ યોજવા ઉપરાંત, તેમને માર્ગદર્શન અને જીવન જરૂરિયાતો પણ પૂરાં પાડવામાં આવે છે. તેમને સધ્ધર બનાવવા ગૃહઉદ્યોગોના પ્રયોગો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
- સેલવાસનું અક્ષરપુરુષોત્તમ મંદિર તો આદિવાસીઓના સર્વાગી વિકાસનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. જનજાગૃતિ કાર્યક્રમો, રોગનિદાન સારવાર યજ્ઞો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્નેહમિલન સમારંભો, શિક્ષણ શિબિરો, બાળ-યુવા-વડીલ-મહિલા મંડળો, સંસ્કાર કેન્દ્રો, નેતૃત્વ તાલીમ શિબિરો, સત્સંગ પરીક્ષાઓ, રાહત પ્રવૃત્તિઓ, જેવી અનેક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા અહીં હાથ ધરાઈ છે. અને આવી પ્રવૃત્તિઓ દ્વારા એમના ઉત્કર્ષનાં નવાં નવાં દ્વારા ખોલાતાં રહે છે.
ડાંગ
બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા છેલ્લા ચાર ચાર દાયકાઓથી આ પ્રદેશમાં સત્સંગનાં બીજ વવાયાં છે. વર્ષો સુધી નરેન્દ્રપ્રસાદદાસ સ્વામી, નંદકિશોરદાસ સ્વામી તથા અન્ય સંતોએ અહીં ગામડાંઓમાં વિચરણ કરીને અહીં સત્સંગની અભિવૃદ્ધિ કરી છે. ડાંગમાં સત્સંગ પ્રવૃત્તિના વિકાસ અને પ્રસાર માટે, સંસ્થાના નવસારી સ્વામિનારાયણ મંદિરના સંતો અથાક પરિશ્રમ કરે છે. સન ૧૯૯૯ના મે માસમાં જામલાપાડા, ચારણવડા જેવાં આદિવાસી ગામોમાં તેઓનાં ઝૂંપડાંઓમાં પધરામણીઓ કરીને પ્રમુખસ્વામી મહારાજે તેઓને જે અમૂલ્ય લાભ આપ્યો હતો, તેની સ્મૃતિ કરતાં આજેય એ આદિવાસીઓ ગદગદ થઈ જાય છે. ડાંગ જિલ્લામાં સ્વામીશ્રીએ આદિવાસી સંમેલનમાં ઉપસ્થિત રહીને સૌને જે અણમોલ પ્રેરણાઓ આપી હતી તે બદલ આદિવાસી ભક્તો હંમેશાં સ્વામીશ્રી પ્રત્યે કૃતકૃત્ય રહ્યા છે. સ્વામીશ્રીએ જ્યાં પધરામણી કરી હતી એ જામલાપાડા ગામની પવિત્ર થયેલ ભૂમિ ઉપર સુંદર મંદિર રચાયું છે. આ આદિવાસી પ્રાંતમાં ૧૭ વર્ષથી મંગલનયનદાસ સ્વામી તથા મુનિચરણદાસ સ્વામી વિચરણ કરી રહ્યા છે. આ પ્રદેશની સત્સંગપ્રવૃત્તિઓ તથા અન્ય સેવા પ્રવૃત્તિઓની થોડીક ઝલક... - ડાંગ પ્રદેશનાં ૬૭ ગામોમાં સંતોનું વિચરણ થાય છે, જેમાં ૪પ ગામોમાં સત્સંગમંડળો ગતિમાન છે.
- ડાંગ-વાંસદા ખાતે સંસ્થા ઠ્ારા સંચાલિત “સ્વામિનારાયણ ફરતા દવાખાના'ની સેવા પણ ઉપલબ્ધ છે. ડાંગ અને વાંસદા વિભાગનાં કુલ ૬૫ ગામના અંદાજે ૨૦,૦૦૦ માણસોને આ સેવાનો લાભ મળે છે.
- આદિવાસી પરિવારોને આર્થિક રીતે સ્વનિર્ભર થવા કૃષિ ક્ષેત્રે વિવિધ સહાય આપવામાં આવે છે. આંબાની કલમ તથા ફળાઉ જાતોના છોડનું વિતરણ પણ સમયાંતરે કરવામાં આવે છે.
- વિધાથીઓને શૈક્ષણિક સહાય, નોટબુક તથા વસ્ત્ર વિતરણ કરવામાં આવે છે.
- સાંસ્કતિક પ્રવાસ દ્રારા આદિવાસીબંધુઓને દિલ્હી અક્ષરધામ તથા અન્ય મંદિરોનાં દર્શનનો લાભ અપાવવામાં આવે છે.
- અહીં આગના બનાવો વારેવાર બને છે. આથી, ઘર સળગી જાય કે અન્ય આપત્તિઓમાં પણ આદિવાસી પરિવારોને સંસ્થા દ્વારા મદદ કરવામાં આવેલ છે.
- ૯ ડુટિર મંદિરો અને વઘઈ-વાંસદા-ઉનાઈમાં ૩ સંસ્કારધામ સહિત કુલ ૧૨ બી.એ.પી.એસ. કેન્દ્રો વિવિધ લોકસેવા તેમજ સત્સંગ પ્રવૃત્તિમાં કાર્યરત છે.
- 29 ગામોમાં વસ્ત્રવિતરણ, ઘઉં, લોટ, ચોખા, અન્નવિતરણ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.
- રંભાસ વિધાસંકુલ દ્વારા સમાજ-ઉત્થાન કાર્ય : બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વનવાસી વિસ્તારમાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા સંચાલિત “જ્ઞાનસેવા વિદ્યાસંકુલ રેભાસ'માં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ સંસ્કારયુક્ત શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. સન ૧૯૮૯માં સરકારશ્રી દ્વારા સ્થપાયેલી આ શાળાને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સન ૨૦૧૧માં દત્તક લીધા બાદ તેની કાયાપલટ કરીને અનેક સુવિધાઓથી સજ્જ કરી છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પ્રાપ્ત કરીને ઉજ્જ્વળ કારકિદીં તરફ ડગ માંડ્યાં છે. આ સંકુલ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે કાર્ય કરતું અનેરું વિદ્યાધામ છે. દર વર્ષે લેવાતી ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ હાંસલ કરે છે. વનબંધુઓમાં શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન ૨૦૧૮મા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમ્યાન, તેમજ સન ૨૦૨૦માં પણ વિશિષ્ટ પરિણામ મેળવવા બદલ ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ આ શાળાને વિશેષ સન્માનપત્ર આપી બિરદાવી હતી.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ અનેનવસારી મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે ડાંગ જિલ્લાનાં ૧૩ ગામ અને નવસારી તથા જલાલપુર તાલુકાનાં એક-એક ગામ મળીને કુલ ૧૫ ગામોમાં આ શાળાના વિદ્યાર્થીઓએ સન ૨૦૧૯માં વેકેશનની મોજ-મજાનો ત્યાગ કરીને, વ્યસનમુક્તિ અને સામાજિક કુરિવાજો તરફ અંગુલિ નિર્દેશ કરતો જાગૃતિસભર ચોટદાર સંવાદ - “કફન' પ્રસ્તુત કરીને સમાજઉત્થાનનું ભગીરથ કાર્ય કયું હતું. આ સંવાદ નિહાળીને ઘણા વનવાસી બંધુઓએ વ્યસનમુક્તિની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.વિદ્યાર્થીઓ ઠ્વારા કરવામાં આવેલા સમાજઉત્થાનના આ અભિયાનની સ્થાનિક વર્તમાનપત્રોએ વિશેષ નોંધ લીધી હતી.
વલસાડ
ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી વેશે જ્યાંથી રરર વર્ષ પૂર્વે પસાર થયા હતા એ પ્રાસાદિક ભૂમિ પર સન ૧૯૭૨માં પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા અને અહીંના આદિવાસી ક્ષેત્રમાં સત્સંગ પ્રવૃત્તિ અને સંતવિચરણનો આરંભ થયો. ત્યારબાદ સ્વામીશ્રી અને સંતો અવારનવાર અહીં પધારીને આદિવાસીઓના ઉત્કર્ષને વેગ આપતા રહ્યા છે.
સન ૧૯૮૪ના ફેબ્રુઆરીમાં પ્રમુખસ્વામી મહારાજ અહીં આંબાતલાટ, સિદુમ્બર, ભોમાપારડી, કુકેલ, રાનેવરી કલ્લા વગેરે ગામોમાં ઊબડખાબડ માર્ગે ગાડામાં કે પગપાળા જઈને આદિવાસી બંધુઓને સત્સંગનું દિવ્વ સુખ આપ્યું હતું. આદિવાસીઓના જીવનને ઉન્નત બનાવવા સ્વામીશ્રી તેમનાં ઝુંપડે ઝૂંપડે ઘૂમ્યા હતા એને આજેય એ આદિવાસી બંધુઓ વીસરી શક્યા નથી. અહીંના ખલપુ લાછિયા વારલી તથા શંકર કાનજી દોવા જેવા આદિવાસી બંધુઓને ખળીમાં (અનાજ કાઢવાનો ચોક) બેસી સ્વામીશ્રીએ વર્તમાન ધારણ કરાવેલાં ત્યાં આજે શંકર કાનજીના ફળિયામાં કુટિર મંદિર થયું છે અને ગામના ગોભાલ ફળિયા, ઘસારપાડા અને નાયક-પાડામાં ૨૫૦થી વધુ આદિવાસી પરિવારો ભક્તિમય જીવન જીવે છે. સમયાંતરે ધરમપુર અને કપરાડા એમ બે તાલુકા અસ્તિત્વમાં આવ્યા અને આ બંને તાલુકાઓ તેમજ ચીખલી તાલુકામાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આદિજાતિમાં સત્સંગ-પ્રવૃત્તિ આજે વિશાળ વટવૃક્ષ બની ગઈ છે.
બી.એ.પી.એસ. સંસ્થાના પ્રયત્નથી તીથલ મંદિરના કાર્યક્ષેત્રમાં વનવાસી વિસ્તાર તથા સાગરકિનારાના ગામોમાં હાલ સત્સંગપ્રવૃત્તિના ૯૭થી વધુ કુટિર-હરિમંદિર સ્થપાઈ ચૂક્યાં છે. ૧૪ કુટિર-હરિમંદિર નિર્માણાધીન છે. જેના દ્વારા ભવિષ્યમાં પ્રશાંત, ધર્મવાન સમાજનું નિર્માણ શક્ય બનશે.
કપરાડા તાલુકો :
કપરાડા તાલુકો સંપૂર્ણ આદિવાસી પછાત તાલુકો છે. અહીં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આદિમ જૂથ કોળચા જાતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગ ખૂબ પ્રસર્યો છે. ભારતના આદિવાસી વિસ્તારોમાં આ જાતિ અત્યંત ગરીબ અને સૌથી પછાત ગણાય છે. આ પ્રદેશમાં તીથલ મંદિરથી સંતોનાં મંડળો વિચરણ કરે છે. આ ક્ષેત્રમાં ચાલતી સત્સંગપ્રવૃત્તિઓ તેમજ લોક્સેવાની વિવિધ પ્રવૃત્તિઓની એક ઝલક : - આ તાલકાનાં ૧૦૮ સેન્ટરોમાં અનિયમિત વિચરણ ચાલે છે. ૫૭૦૦થી વધુ આદિવાસી હરિભક્તો સત્સંગ લાભ લે છે.
- કપરાડા તાલુકામાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ફરતું દવાખાનું કાર્યરત છે, જેમાં ૧૨૭ ગામોને મફત રોગનિદાન અને દવાવિતરણનો લાભ આપવામાં આવે છે.
- આ ઉપરાંત રક્તદાન યશ, વ્યસન-મુક્તિ યજ, સિક્લસેલ એનિમિયા બ્લડ ટેસ્ટ કેમ્પ વગેરે વિવિધ રોગનિદાન યશ્ઞો દ્વારા આરોગ્યની જાગૃતિ આણવામાં આવે છે.
- વસ્ત્રવિતરણ વગેરે આદિવાસી પરિવારોને જીવન- જરૂરિયાતની ચીજોનું વિતરણ કરવામાં આવે છે.
- બી.એ.પી.એસ. સંસ્થા દારા આદિવાસી પરિવારોમાં દહેજ વિનાના સમૂહ લગ્નોત્સવ દ્વારા સામાજિક જાગૃતિ લાવવામાં આવી છે. સન ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં યોજાયેલો સમૂહ લગ્નોત્સવ સૌ માટે ખૂબ પ્રેરક બની રહ્યો. ત્યારબાદ સમયાંતરે સમૂહ લગ્નોત્સવો યોજાતા રહ્યા છે.
- આદિવાસી બાળ-બાલિકાઓને શેક્ષણિક સહાય આપવામાં આવે છે.
ધરમપુર તાલુકો :
ધરમપુર તાલુકામાં ૧૯૭૫થી કાંગવી ગામે સત્સંગપ્રવૃત્તિ શરૂ થઈ છે. સન ૧૯૮૪માં સ્વામીશ્રી આંબાતલાટ પધાર્યા, ત્યારપછી અનેક ગામોમાં સત્સંગ-પ્રવૃત્તિ અને કુટિર-મંદિરો થયાં છે. હાલ તીથલ મંદિરથી સંતોનાં મંડળો અહીં વિચરણ કરે છે. કુલ ૭૮ સેન્ટરોમાં સત્સંગપ્રવૃત્તિ ગતિમાન છે. કુલ ૪,૫૦૦થી વધુ હરિભક્તો તેનો લાભ માણે છે. - આ તાલુકામાં પણ મોબાઈલ દવાખાનું ચાલે છે. ધરમપુર તાલુકાનાં ૧૨૭થી વધુ ગામોમાં આદિજાતિના લોકોને મફત સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત બ્લડ-કેમ્પ, સિકલ-કેમ્પ, વસ્ત્ર-વિતરણ વગેરે પ્રવૃત્તિ કાર્યરત છે.
ચીખલી તાલુકો :
ચીખલી તાલુકામાં સન ૧૯૭૪માં શરૂ થયેલી સત્સંગપ્રવૃત્તિ અને સ્વામીશ્રીના અથાગ વિચરણના ફળસ્વરૂપે છેલ્લા પાંચ દાયકાઓથી સતત આદિવાસી ઉત્કર્ષનાં વિવિધ સોપાનો સર થતાં રહ્યાં છે. અહીંનું દોણજા ક્ષેત્ર સત્સંગપ્રવૃત્તિનું સૌથી જૂનામાં જૂનું ક્ષેત્ર સન ૧૯૭૪થી અસ્તિત્વમાં છે. સંપૂર્ણ આદિવાસી ચીખલી તાલુકામાં કુલ ૧૦૩ સેન્ટરોમાં સંતોનાં મંડળો વિચરણ કરે છે. આ વિસ્તારમાં સત્સંગપ્રવૃત્તિ, મહિલામંડળ, બાળ-બાલિકા મંડળો કાર્યરત છે. આ વિસ્તારમાં ૯૫૦૦ હરિભક્તો નિયમિત સત્સંગનો લાભ લે છે. અહીં ખાતેની કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિઓ આ મુજબ છેઃ - પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સન ૧૯૭૪, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૪ વગેરે વર્ષોમાં પ્રતાપનગર, ટાંકલ, આછવણી વગેરે ખાતે યોજાયેલી શિક્ષક જ્ઞાનશેબિરો દ્વારા ૫૦૦૦થી વધુ શિક્ષકોને આદિવાસીઓનાં જીવનધોરણ ઉન્નત બનાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ શિબિરો આજપર્યત સમયાંતરે યોજાતી રહી છે. આછવણી ખાતે ૨૦૦૯માં શિક્ષક જ્ઞાનશિબિર યોજાઈ હતી.
- સંસ્થા દારા દર વર્ષે અત્રેના બાળ-બાલિકા- કિશોર-કિશોરીને શૈક્ષણિક સહાય આપવામાં આવે છે.
- ધરમપર-કપરાડા માટે બી.એ.પી.એસ. મહિલા વિભાગ દ્વારા મહિલાઓના પ્રૌઢશિક્ષણને લગતાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.
- દર વષે મહિલા પ્રતિભા-વિકાસ કાર્યક્રમ હેઠળ ૧૫૦૦થી ૨૦૦૦ મહિલાઓને વ્યવસાયલક્ષી અને અન્ય ગૃહલક્ષી તાલીમ આપવામાં આવે છે.
- વલસાડ જિલ્લાની ઔદ્યોગિક ક્રાંતિને કેન્દ્રમાં રાખીને આદિવાસી યુવાનો-યુવતીઓ માટે અદ્યતન ટેકનિકલ તાલીમ માટેનું એક નૂતન સંકુલનું નિર્માણ “પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર' પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. જેમાં દર વર્ષે ૫૦૦ વનવાસી યુવા-યુવતી ના અભ્યાસક્રમ હેઠળ તાલીમ મેળવશે. આ યુવા-યુવતીને નોકરીએ લગાડી પગભર કરવાનું આયોજન સંસ્થાનું છે. આ તમામ સુવિધા વિનામૂલ્યે, રહેવા-જમવા તથા સંપૂર્ણ તાલીમ આપવાનું આયોજન કાર્યાન્વિત છે.
પારડી તાલુકો :
પારડી તાલુકામાં સન ૧૯૭૬થી સત્સંગપ્રવૃત્તિ શરૂ થયેલ, જેમાં મોટાભાગે આદિવાસી વસ્તીનાં ગામો આવેલા છે. છેલ્લાં ૪૬ વર્ષોથી પૂજ્ય સંતો તથા કાર્યકરોના અથાગ પ્રયત્નોથી આ વિસ્તારમાં સત્સંગપ્રવૃત્તિનો સુંદર વિકાસ થયો છે. અહીં સેન્ટરોમાં નિયમિતપણે સંતોનું વિચરણ તીથલ મંદિરથી થઈ રહ્યું છે. આ વિસ્તારના ૪૨૦૦ આદિવાસી હરિભક્તો સત્સંગનો લાભ લઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાઓના તળ પ્રદેશમાં ભગવાને કુદરતી સૌંદર્ય તો છૂટે હાથે વેર્યું છે, પરંતુ આ પ્રદેશના લોકોમાં આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે વર્ષોથી અંધકાર છવાયેલો હતો. પ્રમુખસ્વામી મહારાજે ૧૯૭૧માં આ વિસ્તારના સાંકરી ક્ષેત્રમાં એક નાના મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરીને સમાજોત્કર્ષનો પાયો નાખ્યો. અનેક વખત પધારીને સ્વામીશ્રીએ આ વિસ્તારમાં સત્સંગને પોષણ આપ્યું. સ્વામીશ્રીએ વાંસકૂઈ ગામમાં વરસતા વરસાદે ફાનસના અજવાળે કાદવ ખૂંદતાં ખૂંદતાં સોથી વધુ ઘરોમાં પધરામણી કરી છે. ઉનાળાના ધોમધખતા તાપમાં સ્વામીશ્રીએ અહીં ૨૦ દિવસમાં ૯૦ ગામોમાં વિચરણ ક્યું છે. કરચેલિયા ગામમાં પરસેવો પાડ્યો છે, એ પરસેવાનાં ટીપાંમાંથી આજે આ વિસ્તારમાં હજારો નિષ્ઠાવાન સત્સંગીઓનો એક સમાજ તેયાર થયો છે. તા. ૧૮-૫-૨૦૦૧ના રોજ સાંકરીમાં ભવ્ય પંચ શિખરીય મંદિર રચી અક્ષરપુરુષોત્તમ મહારાજનો જયનાદ કર્યો. આ મંદિરમાંથી જ અસંખ્ય વાલિયા પ્રેરણા મેળવીને વાલ્મીકિ બન્યા છે.
અહીં ૭૦ ટકા વસતી આદિવાસીઓની છે, જેમાં ચૌધરી,ગામિત, હળપતિ જેવી અનેક જાતિઓ છે. આ જાતિઓમાં પરિવર્તન લાવવું એ લોઢાના ચણા ચાવવા જેવી વાત ગણાય. આ લોકો જે કમાય તેનો અડધો ભાગ વ્યસનોમાં વાપરે અને બીજો ઘરકામમાં. બચતનું તો નામ જ નહીં. દીકરાઓને નાનપણથી જ દારૂ પિવડાવે, પરંતુ અનાજ તો ઘરમાં હોય તો ખવડાવે ને! આ વિસ્તારનો મોટા ભાગનો વર્ગ અભ્યાસમાં માનતો નહોતો. માતાપિતા પોતાના પુત્રને પરાણે ઘરેથી નિશાળે મોકલે તો દફ્તર લઈ તળાવ કિનારે જાય ને માછલાં પડડે, મરઘાંનાં બચ્ચાંને પકડીને કાકડીની જેમ ખાય. ઘણા વિદ્યાર્થી એસ.એસ.સી.માં નાપાસ થાય એટલે હાથમાં પાણી લઈને કહે કે, આજથી નિશાળ બાજુ જાય એ બીજા! આમ, શિક્ષણનું સ્તર પેઢી-દરપેઢીથી અત્યંત નાજુક.
પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અને હાલ મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર, આ ક્ષેત્રમાં ગણદેવી, માંડવી અને વાલોડ તાલુકાનાં ૪૮૦ ગામોમાં સંતો સતત વિચરણ કરે છે. આ ક્ષેત્રોમાં નિયમિત સત્સંગ સભાઓ થાય છે. સંતોના પ્રસંગથી અનેક લોકો નિર્વ્યસની બની ઊર્ધ્વગામી જીવન જીવતા થયા છે. પ્રમુખસ્વામી મહારાજે સાંકરીમાં શિખરબદ્ધ મંદિરની ભેટ ધરી ત્યારબાદ આ વિસ્તારનાં આદિવાસી ગામોમાં સત્સંગ ખૂબ જ વધ્યો છે. આજે ૩૨૦ સંયુક્તમંડળ, ૧૦૦ મહિલામડળ, ૧૫૦ બાળમંડળ, ૧૫૦ બાલિકામંડળ, કિશોરમંડળ કથા-કીર્તન-ભજન-ભક્તિથી ગુંજતાં રહે છે. દરેક મંડળમાંથી દર પૂનમે સાંકરી મંદિરે હજારો ભક્તો દર્શને ઊમટે છે અને વ્યસનમુક્ત બને છે. ઘણા આદિવાસી હરિભક્તો પગપાળા આવી દર્શન કરી ધન્ય બને છે. આ વિસ્તારમાં પૂર્વે નારાયણપ્રસાદદાસ સ્વામી, પ્રભુસ્વરૂપદાસ સ્વામી તથા અન્ય સંતો બાદ હાલ શ્રુતિવલ્લભદાસ સ્વામી, ધ્યાનજીવનદાસ સ્વામી, આનંદકિશોરદાસ સ્વામી વગેરે સંતો વિચરણ કરીને સત્સંગપ્રવર્તન કરી રહ્યા છે. આ વિસ્તારમાં કોસાડી, કમલાપોર,ષઠવાવ, ઉન, ખંજરોલી, મધરકૂઈ, ગોદાવાડી, જામણકુવા, કોલાકૂઈ, અરેઠ, માંડવી જેવાં અંતરિયાળ ગામોમાં અને બીલીમોરા, અમલસાડ, વાંસદા અને ઉનાઈ - ચાર ક્ષેત્રોમાં ૨૧હરિમંદિરો તેમજ કુટિર મંદિરોમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ વિરાજમાન છે, જ્યારે ૧૦ મંદિરો નિર્માણાધીન છે. - આરોગ્ય સહાય : ગણદેવી, વાંસદા, માંડવી અને વાલોડ તાલુકામાં ફરતા દવાખાના દ્વારા કુલ ૧૫૩ અંતરિયાળ ગામોના પછાત-ગરીબ લોકોની આરોગ્ય સેવા કરવામાં આવે છે.
- દર અંતરિયાળ વનવાસી વિસ્તાર સુધી પણ આ મંદિર દ્વારા સંતોએ વ્યસનમુક્તિ આંદોલન સતત ચાલુ જ રાખ્યું છે. ઘરના બધા જ સભ્યો સાથે બેસીને દારૂ પીતા. વિદ્યાર્થીના ખિસ્સામાં પેનને બદલે ગુટખા-તમાકુની પડીકી જરૂર જોવા મળે. આવાં અનેક વ્યસનોની નાગચૂડથી રિબાતા આદિવાસીઓ આજે સત્સંગને પ્રતાપે નિર્વ્વસની થયા છે. લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વ્યસનમુક્તિના કાર્યક્રમો અને પ્રદર્શનો યોજવામાં આવે છે.
- આદિવાસી અને અન્ય વર્ગને શિક્ષણ અને સંસ્કાર મળે અને વધુ સુખી બને તે માટે આ સંતોના વિચરણ દ્વારા માર્ગદર્શન મળે છે. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને પુસ્તકો, શિષ્યવૃત્તિ, છાત્રાલય સગવડ (ઉકાઈ), અભ્યાસ વર્ગો, જીવન ઉપયોગી શિબિરો વગેરે શૈક્ષણિક સેવાઓ નિયમિતપણે ચાલુ જ છે.
- આદિવાસીઓને વસ્ત્રો, ગરમ કપડાં, દવા, એમ્બ્યુલન્સ સેવા, મૅડિકલ કૅમ્પ દ્વારા સહાય, અનાજ તથા અન્ય જરૂરિયાતો પણ આ મંદિર દ્વારા પહોંચાડવામાં આવે છે. વર્ષોથી મંદિરમાં નેત્રયજ્ઞો થતા રહ્યા છે.
- રોક્ષણિક સહાય અને લોકજીવન :
- બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દર વર્ષે આ વિસ્તારના ૧૫૦થી ૨૦૦ વિદ્યાથીઓને શૈક્ષણિક સહાય પ્રાપ્ત થાય છે. અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓના વિકાસ માટે આર્થિક સહાયના રૂપમાં શિષ્યવૃત્તિ, જરૂરિયાત મુજબ વ્યક્તિને ચોપડા-નોટબુક વગેરે આપવામાં આવે છે. શ્રેષ્ઠ માર્ક્સ મેળવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- જેમને માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા તે આદિવાસીઓનાં બાળકો પ્રમુખસ્વામી મહારાજના યોગમાં આવ્યા પછી વકોલ, જજ, ડોક્ટર, આચાર્ય, પ્રાધ્યાપક, પોલીસ ઇન્સ્પેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ ઔંફ પોલીસ કે અન્ય ઉચ્ચ પદ સુધી પહોંચ્યા છે. આ બધા જ સ્વીકારે છે કે, “અમે આ પદ સુધી પહોંચ્યા તેના મૂળમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સત્સંગપ્રવૃત્તિ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ જ મુખ્ય છે.'
- આ વિસ્તારોમાં અંધશ્રદ્ધા હોય તે સાહજિક છે. પણ બી.એ.પી.એસ.ના સત્સંગ અને સંત-વિચરણથી તે લોકોમાં અંધશ્રદ્ધા દૂર થઈ. શુદ્ધ શ્રદ્ધાથી ભગવાનની પૂજા-મહાપૂજામાં જોડાઈ પોતાના સંકલ્પો પૂર્ણ થતા અનુભવે છે.
આદિવાસીઓમાં સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિ આવે તે માટે ૨-૩ મહિને જુદા જુદા ઉત્સવ-સમૈયાનું આયોજન થાય છે. જેમાં તેઓ ભેગા થઈ એકબીજાને મળે અને સત્સંગ કરે અને ભારતીય રીત-રિવાજ મુજબના ઉત્સવો ઊજવે છે.
સોનગઢ તાલુકો :
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ લઈને સન ૧૯૬૮માં સંતમંડળ સુરત જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવ્યું ત્યારથી અહીં સત્સંગપ્રવૃત્તિઓનો પ્રારંભ થયો છે. સન ૧૯૮૪માં પ્રમુખસ્વામી મહારાજે અહીં નૂતન મંદિર પ્રતિષ્ઠિત કર્યું હતું. અહીં આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિઓના એક ભાગરૂપે સન ૧૯૮૫માં બી.એ.પી.એસ. છાત્રાલયના નિર્માણનાં શ્રીગણેશ થયાં. યોગેશદાસ સ્વામી, દેવરત્નદાસ સ્વામી, પ્રભૃ્વંદનદાસ સ્વામી, શુભદર્શનદાસ સ્વામી વગેરે સંતો ૪પથી વધુ ગામોમાં વિચરણ દ્વારા સત્સંગ સાથે આદિવાસી ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ ગામડાંઓમાં કુલ ૧૯ સંયુક્ત સત્સંગમંડળ, ૧૪ બાળમંડળ, ૩ યુવકમંડળ ઉપરાંત ૨૪ મહિલામંડળ, ૨ યુવતીમંડળ અને ૭ બાલિકામંડળ પણ ગતિમાન છે. ૪,૦૦૦ ઘરોમાં અન્નકૂટના પ્રસાદનું વિતરણ થાય છે. ૪૫,૦૦૦ ઘરોમાં વિનામૂલ્યે કૅલેન્ડરનું વિતરણ કરીને સંસ્કૃતિનો સંદેશ આપવામાં આવે છે. - સુરત તથા તાપી જિલ્લાના બારડોલી, મહવા, માંડવી, વાલોડ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર વગેરે આદિવાસી તાલુકાનાં ગામડાંઓના આદિવાસી બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પ્રાપ્ત થાય તે માટે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ૧૯૮૫માં ઉકાઈ ખાતે બી.એ.પી.એસ. છાત્રાલયની શરૂઆત થઈ. વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે ૧૯૯૭માં સંપૂર્ણ સુવિધાયુક્ત સુંદર છાત્રાલયનું નિર્માણ થયું છે. હાલ, આ છાત્રાલયમાં ૧૨૦ બાળકો શિક્ષણ સાથે સંસ્કાર મેળવે છે. પ્રતિવર્ષે ૧૦૦ ગરીબ આદિવાસી બાળકોને ભોજન, આવાસ, ટ્યૂશન, કોમ્પ્યૂટર, કરાટેનું શિક્ષણ વિનામૂલ્યે અપાય છે. સાથે સાથે બાળકોના સવાંગી વિકાસ માટે વિવિધ કોચિંગ તથા સ્પર્ધાઓ રાખી ઇનામ વિતરણ કરવામાં આવે છે. બાળકોમાં વિવિધ કલા-કૌશલ્યનો વિકાસ થાય તે માટે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. છાત્રાલયના બાળકો દ્વારા દર વર્ષે વ્યસનમુક્તિ અભિયાન પણ થાય છે. એપ્રિલ ૨૦૧૧માં બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન કરવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષાઓ બાદ ધોરણ-૧૦ના ૩૨ વિદ્યાર્થીઓએ પંદર દિવસમાં ૧૫ ગામોનાં ૨૭૨૨ ઘરોમાં કુલ ૪૬૪૭૧ વ્યક્તિઓની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. તેમાં ૧૫૧૬ વ્યક્તિઓને વ્યસન છોડાવ્યાં હતાં.
- પ્રતિવર્ષે આદિવાસી વિદ્યાર્થીઓને ગુજરાતનાં મંદિરો, દિલ્હી અક્ષરધામ, હરિદ્વાર-દૃષીકેશ, આગ્રા, મથુરા, ગોકુળ, વૃંદાવન અને જયપુરની યાત્રા કરાવાય છે.
- છાત્રાલલયના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓની જેમ છાત્રાલયમાં જ ધોરણ ૧૦ સુધી ભણ્યા બાદ તેજસ્વી ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા કરી આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયર, ડેન્ટલ સજરી તથા એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી કારકિર્દી બનાવી રહ્યા છે.
- અધતન સુવિધાઓથી સજ્જ આ છાત્રાલયમાં, વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે પોતાની કારકિદી ઘડે છે. એક આદિવાસી વિદ્યાર્થી આ છાત્રાલયમાં આવ્યો ત્યારે તેને બટાકા અને ચીકુ વચ્ચેના ભેદની પણ ખબર નહોતી, તે આ છાત્રાલયમાં આવીને આજે “માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન” ના નિષ્ણાત તરીકે ઉજ્જ્વળ કારકિદીં પામ્યો છે. એટલું જ નહીં, અહીં રાષ્ટ્રીય કક્ષાએ “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ ટીચર્સ એસોસિએશન”, કોઈમ્બતુર દ્વારા લેવાતી ફિઝિક્સની પરીક્ષામાં પ્રથમ ૧૦માં તેણે સ્થાન મેળવ્યું છે.
- એક આદિવાસી વિદ્યાર્થી ૧૩ વર્ષની ઉમરે છાત્રાલયમાં દાખલ થયો ત્યારે શરૂઆતમાં જ તેને જમણા હાથે જમવા માટે કહેવામાં આવ્યું. તેનાથી તે એટલો બધો ગભરાઈ ગયો કે રાત્રે એક ઝાડ પર ચડી ગયો. ઘણી શોધ કરવા છતાં મળ્યો નહીં. પરંતુ રાત્રે લઘુશંકા કરવાથી સૂકાં પાંદડાં ખખડ્યાં અને એમ તેની ભાળ મળી. એ કક્ષાની અબુધ દશામાંથી આગળ વધીને છાત્રાલયના વાતાવરણમાં ઉજ્જ્વળ તક મેળવીને આ વિદ્યાર્થી આજે એમ.પી.એડ. થઈને પોતાની તેજસ્વી પ્રતિભાનું દર્શન કરાવી રહ્યો છે.
- આ છાત્રાલયના વિદ્યાર્થીઓમાંથી કેટલાયે એમ.એ., એલએલ.બી., એન્જિનિયરિંગ, કોમ્પ્યૂટર કે ફાર્મસીના ઉચ્ચ અભ્યાસક્રમો દ્વારા પોતાની કારકિર્દી ઘડી છે. આવાં તો કેટલાંયે ઉદાહરણો છે. ખૂબ કઠિનાઈઓ અને સંઘર્ષ વેઠીને સંતો અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ આ છાત્રાલય દ્વારા આદિવાસીઓને ઉત્તમ પ્રેરણાઓ પીરસી રહ્યા છે. અત્યાર સુધી આ છાત્રાલયમાંથી ૧૭૦૦ બાળકોએ ભણીને પોતાની કારકિર્દી ઉજ્જ્વળ બનાવી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ છાત્રાલયમાંથી ગ્રેજ્યુએટ ર૫૬, એન્જિનિયરો ૧૨૦, પી.ટી.સી. ૧૪, આઈ.ટી.આઈ.૧૪૨, લેક્ચરર-પ્રૉફેસર ૨, ડેન્ટલ સજન ર૨, એમ.ડી. - એમ.બી.બી.એસ. ૨, બી.એ.એમ.એસ. ૧, ફિઝિયોથેરાપિસ્ટ ૧ થયા છે. વર્તમાન સમયમાં વિવિધ વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ કારર્કિંદી ઘડી રહ્યા છે. તેમાં, બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ. ૧ અને ૭ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.માં અભ્યાસ રત છે.
- દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલતા ધરાવતા ઉકાઈ ક્ષેત્રમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે વારંવાર વિચરણ કરીને સત્સંગનાં અજવાળાં પ્રસરાવ્યાં છે. આજે પરમ પૃજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સત્સંગપ્રવૃત્તિ વિશેષ વેગવંતી બની છે. ઉકાઈ ક્ષેત્રમાં આદિવાસીઓના જીવન-ઉત્કર્ષ માટે ૩૧ બી.એ.પી.એસ. મંદિર કાર્યરત છે, અને ૧૧ મંદિર નિર્માણાધીન છે. આ મંદિરો દ્વારા અનેક આદિવાસીઓના ઉત્કર્ષની પ્રવૃત્તિ થઈ રહી છે. તાજેતરમાં કોરોના મહામારીમાં ૧૧૭ ગામમાં જરૂરિયાતમંદોને ૧૮,૦૦૦ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રત્યેક કિટમાં અનાજ, શાક-તેલ મળી કુલ ૧૮૦ ટન રાશનનું વિતરણ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. 9,૫૦૦ વ્યક્તિઓને સ્વાદિષ્ટ ભોજન અને ૧,૦૦૦ વ્યક્તિને વસ્ત્રવિતરણ કરવામાં આવ્યું હતું. બી.એ.પી.એસ.નાં આ મંદિરો દ્વારા અનેક લોકો વ્યસનમુક્ત બની સદાચારના પંથે આગળ વધીને પવિત્ર જીવન જીવી રહ્યા છે. હીરાવાડીના બુધિયાભાઈ ૨૪ કલાક દારૂના નશામાં રહેતા, પણ સત્સંગ થયો ત્યારથી દારૂ છોડ્યો. ટ્રક ડ16ઈવર તરીકે નોકરી કરતા જાતે રસોઈ બનાવી જમે છે, પણ બહારની ખાણીપીણીથી દૂર રહે છે. ઘોડચીતના પ્રકાશભાઈ પણ દારૂના અઠંગ વ્યસની હતા. સત્સંગ થયો અને તેઓ નિર્વ્યસની બન્યા. પોતાની જમીન સંસ્કારધામ માટે અર્પણ કરી અને અત્યારે આ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.ણ અનવ્ય પ્રવૃત્તિઓ :
- ઉકાઈ મંદિરે છેલ્લાં ૧૪ વષથી પૂનમની સભા થાય છે. જેમાં ગામડાનાં ૧૫૦૦ બાઈ-ભાઈ હરિભક્તો લાભ લે છે.
- સત્સંગ પ્રવૃત્તિ સાથે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ થાય છે. છાત્રાલયના બાળકો દ્વારા નિયમિતરૂપે વૃક્ષારોપણ, હોસ્પિટલોમાં દર્દીઓ માટે પ્રાર્થના, વ્યસનમુક્તિ અભિયાન થાય છે.
- પ્રતિવર્ષે ગરીબોને વસ્ત્રવેતરણ કરવામાં આવે છે.
- તાપી નદીમાં આવેલ પૂર હોનારત સમયે આજુબાજુનાં ગામડાંઓમાં ફૂડપેકેટ તથા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- આરોગ્ય ક્ષેત્રે સેવા કરવા માટે સંસ્થા દ્વારા છેલ્લાં ૧૧ વર્ષથી ફરતું દવાખાનું' કાર્યરત છે, જેના દ્વારા ૧,૭૨,૮૦૦ દર્દીઓને નિઃશુલ્ક દવા-સારવાર અપાઈ છે. ત્રણ નેત્રરોગ નિદાન યજ્ઞ દ્દારા ૫૭૩ દર્દોઓની સારવાર કરી ૨૯૮ દર્દીઓને મફત ચશ્માંનું વિતરણ કર્યું છે. તથા ૧૮ દર્દીઓને મફત મોતિયાનું ઔંપરેશન કરી નેત્રોને નવું જીવન અપાયું છે.
- પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિ છેલ્લા ચાર દાયકાથી સતત અભિવૃદ્ધિ પામતી રહી છે. પરંતુ તેને વિશેષ વેગ મળ્યો, સન ૧૯૮૫ પછી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનાં પુરુષાર્થ અને પ્રેરણા તેમજ સંતોના સતત વિચરણથી પંચમહાલ પ્રદેશનાં સેંકડો ગામડાઓમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગ છે. બી.એ.પી.એસ. સત્સંગ પ્રવૃત્તિનાં પાંચ ક્ષેત્રો (લુણાવાડા, ખાનપુર, હાલોલ, કાલોલ, ગોધરા) ગોધરા પ્રાંત હેઠળ અને સાત ક્ષેત્રો (તોયણી, ઘોઘંબા, દેવગઢ બારિયા, રાબોડ, લીમખેડા, ખરોડ, દાહોદ) દાહોદ પ્રાંત હેઠળ કાર્યરત છે.
- આ જિલ્લાઓમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગનાં કુલ ૧૨ ક્ષેત્રોમાં સત્સંગ પ્રવૃત્તિ ગતિમાન છે. એ પૈકી ૫૦૦થી વધુ ગામોમાં સંતવિચરણ થાય છે. કુલ ૨૨૦ ગામોમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગમંડળોમાં હજારો આદિવાસી પરિવારો સત્સંગ દ્વારા સુખાકારી માણે છે. ૨૨૦ સંયુક્ત સત્સંગ મંડળોને સમાંતર ૨૨૦ મહિલામંડળો પણ ગતિમાન છે. આ જિલ્લાઓમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને સંતોએ વારંવાર વિચરણ કરીને સૌમાં આધ્યાત્મિક જાગૃતિ આણી છે. સ્વામીશ્રીના પ્રચંડ પુરુષાર્થથી આ પ્રદેશમાં બોડેલી ખાતે અને ગોધરા ખાતે - એમ બે શિખરબદ્ધ મંદિરો રચાયાં છે, જેની પ્રાણપ્રતિષ્ઠા પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા થઈ છે.
0 comments