પ્રવેશ પરીક્ષા - નિબંધ -૧ ઇતિહાસની ચિંતનની પળો : આંબલીવાળી પોળ (સ્વામિનારાયણ પ્રકાશ : મે -2022, પા.નં. 13-13)
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સાંકડી એવી આંબલીવાળી પોળ.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ માટે એક અનોખું ગુરુ-ગૌરવ તીર્થ. જ્યારે જ્યારે તેઓ અહો પધારે ત્યારે આ પોળના કણે કણમાંથી તેઓને પોતાના પ્રાણપ્રિય ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજના મહિમાની સરવાણીઓ ફૂટતી અનુભવાય. આંબલીવાળી પોળમાં તેઓ ચરણ માંડે અને અસંખ્ય સ્મૃતિઓનાં ઝરણાં સહેજે વહેવા લાગે. અહોનું એકે એક ઘર, અહોનો એકે એક પરિવાર, અહોની એકે એક વ્યક્તિ એટલે પ્રમુખસ્વામી મહારાજ માટે પ્રાસાદિક અનુભૂતિઓનો ખજાનો. અહો પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ , યોગીજી મહારાજ તેમજ નિર્ગુણદાસ સ્વામી જેવા મહાન સંતો સાથે અસંખ્ય વખત પધારીને પ્રમુખસ્વામી મહારાજે જે દિવ્ય ઇતિહાસને નજરે નીરખ્યો-અનુભવ્યો-રચ્યો હતો, તેની સ્મૃતિઓ કરતાં તેઓ ધરાતા નહો. જ્યાંથી સન ૧૯૫૦ના મે મહિનામાં વિશ્વને “પ્રમુખસ્વામી મહારાજ” નામ પ્રાપ્ત થયું એ આંબલીવાળી પોળના કાળજે કોતરાઈ ગઈ છે - ઇતિહાસની અનેક ચિરંતન પળો. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે તેનું એક સ્મરણ આપણનેય ગુરુ-ગૌરવથી છલકાવી દે છે...
આંબલીવાળી પોળ એટલે...
એવી પવિત્ર ભૂમિ, જ્યાં ચાર-ચાર ગુણાતીત સત્પુરુષોએ નિવાસ કર્યો છેઃ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ.
એ પાવન ભૂમિ, જ્યાં શાસ્ત્રીજી મહારાજે અનેક ઉત્સવો કર્યા છે, પારાયણો કયાં છે, ઝોળી માંગી છે,આ પોળનાં બધાં ઘરને પાવન કર્યાં છે.
એ ઉપાસના ભૂમિ, જ્યાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તથા સદગુરુ નિર્ગુણદાસ સ્વામી વગેરેએ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાજીથી લઈને અનેક ધુરંધરોને મધરાત સુધી કથાવાર્તા દ્વારા અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની દઢતા કરાવી છે.
એ પ્રાસાદિક દીક્ષા-શિક્ષા ભૂમિ, જ્યાં પ્રમુખસ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજના હસ્તે ૧૮ વર્ષની ઉંમરે પાર્ષદી દીક્ષા મેળવીને વિદ્યાભ્યાસ કર્યો હતો.
એતિહાસિક ભૂમિ, જ્યાં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજની ૨૮ વર્ષની ઉમરે બી.એ.પી.એસ. સંસ્થાના આજીવન પ્રમુખપદ તરીકેની વરણી કરી હતી. (તા. ૨૧-૫-૧૯૫૦, જેઠ સુદ ૪, વિ.સં. ૨૦૦૬, રવિવાર, સાંજે ૫-૦૦ વાગે)
એ સમર્પણ ભૂમિ, જ્યાં બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખપદે નિયુક્તિ થઈ ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ સમક્ષ કૃષ્ણાર્પણ થઈ જવાની અજોડ પ્રતિજ્ઞા કરી હતી, જેનું જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓએ પાલન કર્યું હતું.
એ સેવામય ભૂમિ, જ્યાં પ્રમુખ-વરણી બાદ પ્રમુખસ્વામી મહારાજે અહીં ચોકડીમાં હરિભક્તોનાં એઠાં વાસણ ઊટક્યાં હતાં.
એ “નિર્ણય ભૂમિ, જ્યાંથી ગઢડા મંદિર-નિર્માણ તેમજ શાહીબાગ મંદિર-નિર્માણના નિર્ણયોથી લઈને સંસ્થાના અનેક નિર્ણયો લેવાયા છે.
એ ત્તાન ભૂમિ, જ્યાંથી શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના અહ્વતિતીય સામાયિક 'સ્વામિનારાયણ પ્રકાશ'નો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કયું હતું.
એ દાન ભૂમિ, જ્યાંથી અમદાવાદના હરિભક્તોનો વિશાળ પાયે દાન-સહયોગ લઈને, શાસ્ત્રીજી મહારાજે
ગોંડલમાં અક્ષરદેરી પર ભવ્ય શિખરબદ્ધ મંદિર રચ્યું છે.
એ શાસ્ત્રીય ભૂમિ, જ્યાંથી શાસ્ત્રીજી મહારાજે પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ જેવા પ્રકાંડ વિદ્દાન પાસે અક્ષરપુરુષોત્તમ ચરિતમ્ જેવા શાસ્ત્રીય ગ્રંથોનો આરંભ કરાવીને પ્રસ્થાનત્રયીના ભાવિ સ્વામિ- નારાયણીય ભાષ્યોની અદશ્ય પીઠિકા રચી હતી. અહીં રચાયેલું “અનન્તકોટીન્દુ સ્તોત્ર સંપ્રદાયના ઈતિહાસમાં અમર બની રહ્યું છે.
એ સત્સંગ ભૂમિ, જ્યાંથી શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આદિ “અક્ષરપુરુષોત્તમ યુવક મંડળનાં બીજ રોપ્યાં હતાં.
એ કીર્તન ભૂમિ, જ્યાં શાસ્ત્રીજી મહારાજે મહિનાઓ સુધી શોભાયાત્રાઓ અને યુવકો દ્વારા કીર્તનયાત્રાઓ કરીને સ્વામિનારાયણીય નાદ ગુંજાવ્યો છે. આ પોળના હરિમંદિરમાં શાસ્ત્રીજી મહારાજ સમક્ષ કીર્તનો ગવાય ત્યારે તાલીઓ વગાડીને તેમાં ગુલતાન થઈ જતા શાસ્ત્રીજી મહારાજ સ્વયં પણ સાથે ભજનો લલકારીને સૌને આનંદ પમાડી દેતા, જેની પવિત્ર ગુંજ આજેય અનુભવાય છે.
એ ઉત્સવ ભૂમિ, જ્યાં શાસ્ત્રીજી મહારાજે કાર્તિકી એકાદશી, મકરસંક્રાંતિ, હરિજયંતી, ગુરુપૂર્ણિમા, શ્રાવણ પારાયણોથી લઈને સમયે સમયે તમામ ઉત્સવોનો દિવ્ય રંગ ઉડાડ્યો છે.
એ પવિત્ર વ્યાસ ભૂમિ, જ્યાં વ્યાસપીઠ પર બિરાજીને શાસ્ત્રીજી મહારાજની સાથે પ્રમુખસ્વામી મહારાજે શ્રીમદ ભાગવતની કથાઓનો લાભ આપીને મોટા મોટા મિલ માલિકોને પણ પ્રભાવિત કર્યા છે.
એ સમાધિ ભૂમિ, જયાં રહ્યા રહ્યા શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં યોગ વિના એતિહાસિક સમાધિ પ્રકરણ ચલાવીને અસંખ્ય લોકોને ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રગટ સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો હતો.
એ લીલા ભૂમિ, જયાં શાસ્ત્રીજી મહારાજે હૃદયરોગની લીલા ગ્રહણ કરીને પોતાના ભાવિ ગુણાતીત સૂત્રધાર યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની સૌને ઓળખ કરાવી હતી.
તા. 6-5-1950 થી લઈને તા. 4-9-1950 સુધી સતત ચાર મહિના સુધી અહીં બિરાજીને શાસ્ત્રીજી મહારાજે અમદાવાદના શાહીબાગ મંદિરની યોજના પણ ઘડી અને પોતાના જીવનનાં અંતિમ કાર્યો સાકાર ક્યાં.
એ દિવ્ય ભૂમિ, જ્યાં પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ ઉચ્ચાર્યા હતા કે “અહીં જે કોઈ ચાદર ઓઢાડશે તેના શુભ મનોરથ પૂર્ણ થશે. અહીં અડસઠ તીરથ બિરાજે છે. અહીં ગંગા, યમુના વગેરેનાં દર્શન આવી ગયાં. અહીં આવીને ડૂબકી મારી જવી.'
એ શિષ્યપ્રેમની ભૂમિ, જ્યાં પ્રમુખસ્વામી મહારાજે પોતાના ભાગની રોટલીઓ નવયુવાન સેવક વિનુભગત (મહંત સ્વામી મહારાજ)ને જમાડી દઈને પોતાનો અનોખો શિષ્યપ્રેમ છલકાવ્યો હતો.
આવી અનંત સ્મૃતિઓના ખજાના સમી આંબલીવાળી પોળના કાળજે કંઈક અવિસ્મરણીય ક્ષણો સદાને માટે કોતરાઈ ગઈ છે.
0 comments