પ્રવેશ પરીક્ષા - નિબંધ -2- પ્રમુખસ્વામી મહારાજ નગર - સ્મરણયાત્રા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.31-43)

બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં, તેઓના આધ્યાત્મિક અનુસંધાન સાથે અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ એટલે લોકસેવા, સંસ્કૃતિ-સેવા અને અધ્યાત્મ-સેવાના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર એ મહાન સંતવિભૂતિનાં ચરણે એક વિનમ્ર ભાવાંજલિ. “બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ' - એ જીવનસત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. ૧૫ ડિસેમ્બર, ર૦૨રર થી તા. ૧૫ જાન્યુઆરી, ર૦૨૩ દરમ્યાન, એક મહિના સુધી ભક્તિભાવપૂર્વક અમદાવાદ ખાતે ઊજવાઈ ગયો. આ મહોત્સવની ભવ્ય આંતરરાષ્ટ્રોય ઉજવણી માટે ૬૦૦ એકરની વિશાળ ભૂમિ પર અપૂર્વ અને અદ્ભુત “પ્રમુખસ્વામી મહારાજ નગર” રચવામાં આવ્યું હતું. સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના એક કરોડ એકવીસ લાખથી વધુ લોકો પૃજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ઊમટ્યા. પ્રમુખસ્વામી મહારાજનાં વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો, વિવિધ માધ્યમો અને અદ્ભુત ક્લાકૃતિઓ દ્વારા આ નગરમાં પ્રસ્‍તુત થયાં, જે લાખો લોકોને જીવન-ઘડતરની પ્રરણાઓથી છલકાવતાં રહ્યાં . બી.એ પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૨૦૦થી વધુ સુશિક્ષિત સંતો અને કુલ ૮૦,૦૦૦થી વધુ સ્વયંસેવકોએ દિવસ-રાત સેવા કરીને એક અભૂતપૂર્વ સર્જન અને સંયાલન અહો કરી બતાવ્યું, જેણે સૌ કોઈને અભિભૂત કરી દીધા.
બી.એ.પી.એસ. દ્વારા નિર્મિત અને પ્રેરણાનું અમૃત વહાવતું આ પ્રમુખસ્વામી મહારાજ નગર એટલે એક અપૂર્વ “કલ્યરલ wonderland'. આવો, સમયની સોડમાં અને લાખો લોકોના હૈયે સદાને માટે લપાઈ ગયેલા આ નગરની એક સ્મરણયાત્રા છબિ દર્શન દ્વારા માણીએ...

  • શતાબ્દી મહોત્સવનું રચનાત્મક મુખ્ય પ્રતીક -  પ્રમુખસ્વામી મહારાજ એક અહોરાત્ર ભક્તિમય મહાપુરુષ હતા. સતત અનેક સેવાપ્રવૃત્તિઓમાં પરોવાયેલા હોવા છતાં તેઓ સદા ભક્તિમય રહેતા હતા. તેઓની ભક્તિની સ્મૃતિરૂપે તેઓના માળા ફેરવતા હસ્તકમળને શતાબ્દી મહોત્સવના મુખ્ય પ્રતીક તરીકે રાખવામાં આવ્યું હતું. આથી નગરના મુખ્ય પ્રવેશદ્વાર પર પણ તેઓના માળાયુક્ત હાથની વાંસમાંથી નિર્મિત અદ્ભુત કલાકૃતિ પ્રસ્‍તુત હતી, જે સૌને ભક્તિની પ્રેરણા આપતી હતી.
  • પ્રમુખસ્વામી મહારાજ વંદના સ્થળ -નગરના કેન્દ્ર પથ પર પ્રમુખસ્વામી મહારાજ વંદના સ્થળ સૌની આસ્થાનું એક અનોખું કેન્દ્ર હતું. ૪૦ ફૂટ પહોળી પીઠિકા પર બિરાજમાન પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સૌ પર આશીર્વાદનું અમૃત વરસાવી કૃતાર્થ કરતી હતી. આ મૂર્તિની ચારેકોર ર૪ કલાક પરોપકાર માટે વિતાવનારા પ્રમુખસ્વામી મહારાજના પ્રેરક જીવન પ્રસંગો સૌને સેવાની પ્રેરણા આપતા હતા. યારે તરફ વતુંળમાં રચાયેલું સુંદર લેન્ડસ્કેપિંગ જાણે ધ્યાનાવસ્થા માટે પ્રરણા આપતું હતું. પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિની સમક્ષ તેમના પ્રિય શ્રી હરિકૃષ્ણ મહારાજની પણ પાંચ ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન હતી. નિત્ય હજારો લોકો અહીં ભક્તિ-પ્રા્થના અદા કરીને સુખ-શાંતિની નિરાળી અનુભૂતિ કરતા હતા. 
  • અક્ષરધામ મહામંદિરની મહાકાય પ્રતિકૃતિ - ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને મંદિરોના “માસ્ટર બિલ્ડર' તરીકે બિરદાવવામાં આવ્યા છે. તેઓએ સંસ્કૃતિની શાન સમાં ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરી એક અતૂટ વિશ્વવિક્રમ રચ્યો છે. તેમાંનું એક વિશ્વપ્રસિદ્ધ મહામંદિર એટલે તેઓએ દિલ્હી ખાતે સર્જેલું સ્વામિનારાયણ અક્ષરધામ, જે વિશ્વના સોથી મોટા સર્વગ્રાહી મંદિરનું ગૌરવ પામ્યું છે. સ્વામીશ્રીનાં યુગકાર્યોની એક યશકલગી સમા એ મહામંદિરની ૬૭૪ ફૂટ ઊંચી હૂબહૂ પ્રતિકૃતિ નગરમાં ખડો કરીને સ્વામીશ્રીને શતાબ્દી-વંદના કરવામાં આવી હતી.
    દિવ્ય ભગવતસ્વરૂપો - અક્ષરધામની પ્રતિકૃતિની ચારે તરફ વિશાળ ગભંગુહમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમની ગુણાતીત ગુરુપરંપરા, ભગવાન શ્રી શિવ-પાર્વતીજી , ગણેશજી, ભગવાન શ્રી રાધા-કૃષ્ણ, ભગવાન શ્રી સીતા-રામ,હનુમાનજીની મૂર્તિઓ સ્થાપવામાં આવી હતી. અહીથી સોને ભગવાનનાં વિવિધ સ્વરૂપો અને ગુરુમાં શ્રદ્ધાની પવિત્ર પ્રેરણા મળતી હતી.
  • નારાયણ સભાગૃહ - નગરમાં બે વિશાળ સભાગુહો, બે વિશાળ કોન્ફરન્સ ખંડો અને નારી ઉત્કર્ષ મંડપમ્‌ વિવિધ કાર્યક્રમોથી સતત ૩૦ દિવસ સુધી ગુંજતાં રહ્યાં હતાં. દેશ અને દુનિયાભરના મહાનુભાવો-સંતોએ સોને પ્રેરણાઓથી છલકાવી દીધા હતા. 
  • વાંસમાંથી નિર્મિત ભક્તિમય હસ્તમુદ્રાઓ - મહોત્સવ સ્થળે વિશાળ કદની ભક્તિમય હસ્તમુદ્રાઓ પ્રમુખસ્વામી મહારાજના સતત ભક્તિમય જીવનનું સ્મરણ કરાવતી હતી. વાંસમાંથી નિર્મિત તેઓની કલાત્મક ભક્તિમય મુદ્રાઓ ભક્તિ અને શ્રદ્ધાની અનોખી પ્રેરણા આપતા હતા. શ્રીહરિની ચલમૂર્તિનું પૂજન કરતી મુદ્રા, પ્રાર્થનામુદ્રા, અભયદાનમુદ્રા, બોધમુદ્રા, પત્રલેખન મુદ્રા, હસ્તમિલન મુદ્રા અને કળશયુક્ત વિધિ-વિધાન મુદ્રા - દરેક મુદ્રામાં સ્વામીશ્રીની ભક્તિનો નિમળ ઝળહળાટ અનુભવાતો હતો. 
  • પ્રમુખસ્વામી મહારાજની મુખમુદ્રા - બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની મનોહર મુખાકૃતિ લાખો લોકોનાં હદયમાં સ્પર્શી જતી હતી. આથી જ, નગરમાં રચાયેલા અક્ષરધામ મહામંદિર સમક્ષ વાંસમાંથી નિર્મિત તેઓની ૧૦ ફૂટ ઊંચી મુખમુદ્રા પણ એટલી જ મનમોહક હતી. તેમની એ દિવ્ય મુખાકૃતિ સૌને અહોભાવ પ્રગટાવતી હતી.
  • પ્રેરણાના પ્રકાશથી ઝળહળતું પ્રમુખ જ્યોતિ ઉધાન - નગરનું એક અનોખું આકર્ષણ એટલે પ્રમુખ જ્યોતિ ઉધાન (ગ્લો ગાર્ડન). શ્રદ્ધાની જ્યોતિથી અનેકનાં અંધકારમય જીવનને પ્રકાશિત સદ પ્રમુખસ્વામી મહારાજને અમર અંજલિ આપવા નગરમાં ૨,૮૪,૦૦૦ ચો.ફ્ટમાં સંતો-સ્વયંસેવકો દ્વારા “પ્રમુખ જ્યોતિ ઉધાન 'નું અદ્ભુત સર્જન કરવામાં આવ્યું હતું. આ કરનાર પ્રમુખસ્વામી મહારાજના સંદેશની પ્રસ્તુતિ કરતું હતું - પ્રમુખ જ્યોતિ ઉધાન. જ્યાં દિવસે વિવિધ રંગ-રચનાઓ અને રાત્રે રંગમય ઉધાન  ભગવાન, ગુરુ, શાસ્ત્ર, રાષ્ટ્ર , વિશ્વ અને પ્રકૃતિમાં શ્રદ્ધા , દઢ કરવાનો સંદેશ આપતું હતું. તે માટે આ ઉધાનમાં પશુ-પંખીઓ અને માનવની સોહામણી સૃપ્ટિ ખીલી પ્રકાશથી શોભતાં પૂર્ણ કદની વિવિધ રચનાઓ અને આકર્ષક પ્રતીકો દ્વારા લાખોએ જીવનમાં શ્રદ્ધા કરી.  અહો મેત્રીભાવનો સંદેશ ફેલાવતા ૪૦ ફૂટના વ્યાસ અને સાડા દસ ફૂટની ઊંચાઈ ધરાવતા માળા જૅવી અનેક રજઆત જોવાલાયક હતી.
  • પવિત્ર પ્રેરણાઓથી છલકાવતા પ્રદર્શન ખંડો - રોજ જ્યાં હજારો લોકો ઊમટીને આદર્શ વ્યક્તિ થવાની પ્રેરણા પ્રાપ્ત કરતા હતા, તે પાંચ પ્રદર્શન ખંડો મહોત્સવના એક આગવા આકર્ષણ પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશની અનુભૂતિ કરાવતા કુલ પાંચ પ્રદર્શન ખંડો વહેલી સવારથી મોડો સાંજ સુધી માનવમેદનીથી છલકાતા હતા.
  •  “સંત પરમ હિતકારી” પ્રદર્શન - પ્રમુખસ્વામી મહારાજના કરુણામય વ્યક્તિત્વની રૂપ હતા. વીડિયો, દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ, જીવંત પાત્રો દ્વારા નાટ્યાત્મક અને રયનાત્મક રજુઆતો વગેરે દ્વારા પ્રદર્શન ખંડો સૌને મોહિત ભાવસભર પ્રસ્તુતિ કરતું હતું
  • “તૂટે ઘર તૂટે હૃદય' પ્રદર્શન - પારિવારિક એકતાનો સંદેશ આપતું હતું. 
  • “ચલો તોડ દે યહ બંધન” - પ્રદર્શન વ્યસનમુક્તિ અને કુટેવોમાંથી મુક્ત થવાની પ્રેરણા આપતું હતું.
  • “અવર ઇન્ડિયા, માય ઇન્ડિયા” કરી દેતા હતા. અહોથી પ્રેરણા પામીને ૧,૨૩,૦૦૦ લોકોએ વ્યસનમુક્તિ અને પારિવારિક એકતા માટે ઘરસભાની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રદર્શન એક આદર્શ નાગરિક તરીકેની આપણી ફરજોનું ભાન કરાવતું હતું. અને “સહજાનંદ જ્યોતિ ઉઘાન' પ્રદર્શન ભગવાન સ્વામિનારાયણના જીવન-કાર્ય- સંદેશની જ્યોતિર્મય અનુભૂતિ સાથે સ્વામીશ્રીનો સંદેશ આપતું હતું.
  • સંત પરમ હિતકારી પ્રદર્શન એક અદભુત ફિલ્મ પ્રસ્તુતિ હતી. આ પ્રદર્શન ખંડની બહારી દીવાલમાં ઇંગ્લેન્ડના ૧૫૦ સ્વયંસેવકો દ્વારા ૮,૫૦,૦૦૦ બબલ્સમાં ઇજેક્શન દ્વારા રંગો પૂરીને તૈયાર કરવામાં આવેલી સ્વામીશ્રીની વિશાળ છબિએ એક વિશ્વવિક્રમ રચ્યો હતો.
  • “ટૂટે હૃદય, ટૂટે ઘર' પ્રદર્શન દેશ્ય-શ્રાવ્ય અને નાટ્યાત્મક પ્રસ્‍તુતિ સાથે પારિવારિક એકતાની પ્રેરણા આપતું હતું. આ પ્રદર્શન દ્વારા ૪ર્‌ લાખો લોકોએ પારિવારિક એકતાની પ્રેરણા મેળવી.
  • “ચલો તોડ દેં યહ બંધન' પ્રદર્શન એક ભાવસભર ફિલ્મ પ્રસ્તુતિ હતી. અહીંથી પ્રમુખસ્વામી મહારાજે જગાવેલી વ્યસનમુક્તિનાં અજવાળાં પામીને લાખો દર્શનાર્થીઓ વ્યસનો-કુટેવોનાં બંધનોને તોડવાની નેતિક હિંમત કેળવીને નવું જીવન જીવવા કટિબદ્ધ થતા હતા.
  • “સહજાનંદ જ્યોતિ મંડપમ્‌'માં પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જીવન-કાર્ય-સંદેશની રજૂઆત કરતા જ્યોતિર્મય ડાયોરામાઓની અદ્‌ભુત સંરચના માણીને સૌ શ્રીહરિના પવિત્ર પ્રકાશથી પ્રભાવિત થઈને સદાચારમય જીવનની પ્રેરણા પામતા હતા.
  • “હમારા ભારત, મેરા ભારત' પ્રદર્શનમાં ફિલ્મ અને યુવાનોની રચનાત્મક-નાટયાત્મક પ્રસ્તુતિ દ્વારા ભારતમાતાની સેવા કરવાનો અને એક ગૌરવવંતા નાગરિક બનવાનો સ્વામીશ્રીનો મંત્ર ગુંજતો હતો, જ્યાંથી લાખો લોકોએ પોતાની ફરજોની સભાનતા કેળવી હતી.


0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...