પ્રાજ્ઞ -2 નિબંધ -1 - ધન્યધરા ચાણસદની (સ્વામિનારાયણ પ્રકાશ : જાન્યુઆરી -2022, પા.નં.8-11)
પૃથ્વીના ગોળાર્ધમાં ૨૨.૨૩૭૪ ઉત્તર અક્ષાંશ અને ઉભડક પગે બેઠેલા ગ્રામજનોની અલકમલક વાતોથી 9૩.૦૯૦૬ પૂર્વ રેખાંશ પર વસેલું ગામ એટલે ચાણસદ... ઊભરાતો પંચાયતનો ચોરો. હરોળબંધ ઓરડા કાઢીને વડોદરાથી નેઋત્ય દિશામાં આશરે બાર કિલોમીટરનું બાંધેલી નિશાળ. ગ્રામજનોની તરસ સંતોષતું વારિગૃહ. અંતર કાપતાં જ ચાણસદ ગામનું પાદર આવે. મધ્ય ચાણસદ ગુજરાતના નકશામાં અન્ય કોઈ નોંધપાત્ર ગુજરાતના કાનમ વિસ્તારમાં આવેલું આ ગામ અત્યારે પણ સિદ્ધિ ધરાવતું નથી. ગામ છે તો રળિયામણું, પણ ગામમાં સાદાઈની આભા ઉપસાવે છે. આંખને ખેંચે કે હૃદયને જકડી રાખે એવી કોઈ રચના નથી ગામમાં પ્રવેશતાં જ ગામડાંની ભાતીગળ વિશેષતાઓ કે નથી કોઈ સમૃદ્ધિના શિખર પર આળોટતી પ્રજા. ગામમાં નજર સમક્ષ ખડી થઈ જાય. શાંત-સુરમ્ય વાતાવરણ. વસતી પ્રજા બહુધા ખેડૂત વર્ગની શ્રમજીવી છે. સામાન્ય, આંબલીઓનાં વૃક્ષનાં ઝુંડથી વીંટળાયેલું ચાણસદ પ્રકૃતિનો પણ ગરીબ નહીં એવા મધ્યમવર્ગીય જનજીવન પાસે હોય લીલો પાલવ મુખ પર ઢાંકો શરમાતા બાળક જેવું લાગે છે. એવાં સંયુક્ત મકાન અને ખેતરમાં સારા વરસાદની ત્રઠતુમાં શુદ્ધ હવાની લહેરખીઓ. નીલવણાં જળ સંઘરીને હિલોળતું બાજરી, જુવાર, કપાસ ને ડાંગર પાકે છે. તળાવ. દરેક ગામડાને લગભગ હોય છે એવું એક પાદરમાં મહી અને નર્મદા જેવી ભરપટે વહેતી લોકમાતાઓની આવેલું આ તળાવ ગામના છોકરાઓ માટે નવરાશની મધ્યમાં ચાણસદ વસેલું હોવાથી જળનાં તળ અહીં ઊંચાં છે. પળોમાં પાણીમાં રમત રમવાનું સારું સ્થાન પૂરું પાડે છે. તેથી પાણીની અછતનો અનુભવ અહીંના રહીશોને ઓછો- ભોળા ગ્રામીણ જનોની રઘવાટમુક્ત ચહલ-પહલ. તેની આછો. ચાણસદના પાદરે આંબલીઓનાં ઘટાદાર વૃક્ષો જોતાં વચ્ચે વટ વેરતાં ધાબાબંધ પાકાં મકાનો. ઘણી વાર ઘરના જ ખબર પડે કે અહીં જળ-છાયાની જુક્તિ જામેલી છે. ઉબરે જ ધોવાતાં વસ્ત્ર-વાસણોને કારણે ગલીએ ગલીએ આવી ગ્રામસંપદા ધરાવતા રઢિયાળા અને રળિયામણા પાતાળ-ઝરણાંની જેમ ફૂટી નીકળેલાં પાણીના રેલાઓ. ચાણસદ ગામમાં મોટે ભાગે ધરતીપુત્ર ખેડૂતો વસે છે. પાતળીયે નહીં ને પહોળીયે નહીં એવી શેરીઓ; ક્યાંક પાકી આ ભૂમિની ભીતરના સત્ત્વ-તત્ત્વતે જાણે પિછાણતા તો ક્યાંક કાચી. મધુર ઘંટારવથી ગામના ગગનને ભરતાં હોય તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ પરમહંસો રહેતાં બે-ચાર દેવાલયો. બે હાથના ટેકે ગોઠણ બાંધીને કે અહીં અનેકવાર પધારેલા છે. ગુણાતીત ગુરુવર્યો પણ અહીં અનેક વાર પધારતા. બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ અહીં બત્રીસ વાર પધાર્યા હતા. વિ. સં. ૧૯૪૪ એટલે કે સન ૧૮૮૮માં તેઓના જ વરદ હસ્તે આ ચાણસદ ગામમાં શ્રી હનુમાનજીની પ્રતિષ્ઠા થયેલી. સત્પુરુષના હેતની આ અખંડિત ધારા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ અવિરત વહેતી રહી. વિ. સં. ૧૯૬૧માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને મોઢામાં ગરમીને લીધે ચાંદાં પડી ગયાં હતાં. તે વખતે ચાણસદના મનસુખભાઈએ તેઓને કહેલું: “આપને ત્રણેક માસ દૂધનો પ્રયોગ કરવો પડશે, તો જ આ ગરમી મટશે.' તેથી શાસ્ત્રીજી મહારાજ ચાણસદ પધારેલા. અહીં દોઢ મહિનો રોકાઈને શાસ્ત્રીજી મહારાજે ચાણસદમાં કથાવાર્તાનો અખાડો જમાવેલો.
વિ. સં. ૧૯૮૨માં પણ ભક્તરાજ મૂળજીભાઈના આમંત્રણથી શાસ્ત્રીજી મહારાજ લગભગ એક મહિના (અષાઢ વદ ૧ થી શ્રાવણ સુદ ૧૩) સુધી પારાયણનો લાભ આપવા ચાણસદ પધારેલા.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પણ જૂનાગઢથી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા બાદ ચાણસદને બ્રહ્માનંદમાં તરબોળ કરેલું. ત્યારબાદ પણ તેઓ અહીં અવાર-નવાર પધારતા. ગુણાતીત ગુરુઓની પાવન પદરજથી ધન્ય થતા રહેલા આ ગામને જાણે ગુણાતીત સત્પુરુષનો નેડો લાગી ગયો હોય તેમ તેઓનું જ સાંનિધ્ય સેવવાની અદમ્ય ઝંખના હશે. ભગવાનને પણ ગામનો આ મનોરથ પૂરો કરવાનો સંકલ્પ હોય તેવા જ પ્રકારના પ્રસંગો ગામમાં આકાર લેવા લાગ્યા. તેના પ્રથમ સોપાનરૂપે લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં માંડલજીની પંદરમી પેઢીએ શ્રી પ્રભુદાસભાઈને ત્યાં મોતીભાઈનો જન્મ થયો. પ્રભુદાસ પટેલના ત્રણ સુપુત્રોમાંથી એક તેઓ. ધન્ય માતા-પિતા પૂજ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા -. પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગ્યો. —_ ભગવદ્ભક્તિપરાયણ આ ભક્તરાજનાં લગ્ન વડોદરા જિલ્લાના મેનપુરા ગામમાં જન્મેલાં દિવાળીબા સાથે થયાં. ત દિવાળીબાનો જન્મ સન ૧૮૯૩ની 5 શું આસપાસ મિયાંગામ પાસે મેનપુર ગામે ~ થયો હતો. એમના પિતાનું નામ શામળભાઈ અને માતાનું નામ જીતાબા હતું.
શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગેલો. ચાણસદમાં આ એક સત્સંગી કુટુંબ મુખ્ય, એટલે જ્યારે જ્યારે સંતો પધારે ત્યારે ત્યારે આગતા સ્વાગતામાં કહો કે રસોઈની સેવામાં કહો. આ ઘર મોખરે રહેતું. મંદિરના ઘઉં ઘરે દળવામાં કે અટલાદરા મંદિરેથી ગાડાં આવે તો ઢોરોને ઘાસ નીરવાની સેવામાં મોતીકાકાનું કુટુંબ જ હોય. ચાણસદમાં મંદિર બંધાયું ત્યારે દિવાળીબા અને એમનાં મોટાં દીકરી કમળાબાએ પાયા પૂરવામાં ખૂબ સેવા કરી હતી. અટલાદરા મંદિરના બાંધકામ વખતે બધાં બહેનો સેવા કરવા જતાં. ત્યારે દિવાળીબા ત્યાં બધાં સેવા કરનારાં માટે ઢેબરાં બનાવીને લઈ જતાં.
મોતીભાઈની શ્રદ્ધા અસીમ હતી. એકવાર ઘરમાં દિવાળીબાને ઓચિંતો સાપ કરડ્યો અને દિવાળીબા બેભાન થઈ ગયાં. શાસ્ત્રીજી મહારાજ ત્યારે ચાણસદ મંદિરે બિરાજતા હતા. એમને વાત કરતાં એમણે મંદિરે લઈ આવવાનું કહ્યું. પ્રસાદીનું પાણી અપાવી ધૂન કરાવી. થોડા સમયમાં તો ચાલતાં ઘરે અવાય એવું સારું થઈ ગયું.
એક વાર ઘરની દીવાલ પડી ગઈ છે એવા સમાચાર શાસ્ત્રીજી મહારાજના સમાગમ માટે ગયેલા મોતીકાકાને મળ્યા, ત્યારે શાસ્ત્રીજી મહારાજે પૂછયું કે તમારે ઘરે નથી જવું? તેઓ કહે, “બધું ધ્યાન રાખનાર અને સાચવનાર આપ બેઠા છો, પછી મારે શી ચિંતા?
એકવાર મોટી પુત્રી કમળાનો દીકરો અંતિમ ઘડી ગણતો હતો ત્યારે સૌએ જ્યારે દીકરો ધામમાં ગયો એમ સમજીને પોક મૂકી ત્યારે દોહિત્રને ખોળામાં લઈ મોતીકાકાએ શ્રદ્ધાથી 'સ્વામિનારાયણ' મંત્રની ધૂન આદરી. થોડીવારમાં દોહિત્રે આંખ ખોલી.
એવી શ્રદ્ધા અને ભક્તિથી ઊર્જાવાન આ પરિવારમાં વિ. સં. ૧૯૭૮ની માગશર સુદ આઠમ, તા. ૭-૧૨-૧૯૨ર૧ના દિને એક મહાન પુત્રનો પ્રાદુભાવ થયો. જેમનું નામ, એમના સ્વાભાવિક ગુણને કારણે સહજતાથી નિર્ધારિત થયું શાંતિલાલ. એ જ શાંતિલાલને આજે દુનિયા મહાન
સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના નામથી ઓળખે છે. “ઝાજુ તિ: ગુળાન્ જથયત્તિ | અર્થાત્ આકૃતિ જ ગુણોનું વર્ણન કરે છે. તેમ શાંતિલાલની પ્રતિભા જ સૌને તેમના વિશિષ્ટ ગુણોનું દર્શન કરાવતી.
બાળવયના શાંતિલાલની પ્રતિભા કંઈક અનોખી હતી. ગામના વડિલો, મહિલાઓ, બાળકોથી લઈને સંતો સુધી સૌ કોઈ એ શાંત અને સહજ જણાતી પ્રતિભામાં કંઈક નિરાળા વ્યક્તિત્વનું દર્શન કરતા.
શાંતિલાલના પવિત્ર અને અસાધારણ વ્યક્તિત્વમાં સૌને એક આદર્શ બાળકનું દર્શન થતું. એવો આદર્શ બાળક, જેમાં ધ્રુવ-પ્રહૂ્લાદ જેવી અવિચળ ભક્તિ પ્રકાશતી. ભજન- ભક્તિની રમઝટમાં કરતાલ સાથે લૈલીન થઈને નાચતો એ બાળક સૌને હૈયે વસી જતો. એવો એ અનુપમ બાળક, જેમાં રેતિદેવ જેવી પરોપકારી વૃત્તિ સૌને અનુભવાતી. કોઈનુંય દુઃખ એનાથી દેખ્યું ન જાય. શાંત, સરળ અને સુહૃદયી વ્યક્તિત્વ હોવા છતાં, નચિકેતા સમી નિયમપાલન અને સંયમની પર્વતપ્રાય અડગતા તેમનામાં નીરખવા મળતી. એ બાળકમાં એવા ગુરુમય ભક્તનું દર્શન થતું, જાણે ઉપનિષદ કાળના સત્યકામ જાબાલિની નવી આકૃતિ ન હોય! વિધાભ્યાસમાં ખંત, લગની, તેજસ્વિતા અને પ્રામાણિકતા એવાં કે શિક્ષકો પણ ઓવારી જતા. આ બધાંની સાથે સાથે વિવિધ કૌશલ્યોમાં પણ એક્કા, ચાહે તરણવિદ્યાની વાત હોય કે ક્રિકેટની રમતગમત હોય.
બાળવયથી બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા શાંતિલાલના મુખેથી ક્યારેય ન પોતાની બડાઈ હોય, કે ન બીજાથી પોતે અધિક છે એવું દેખાડવાનું વલણ હોય. સૌથી નાના રહીને, સૌની સેવા કરીને, સૌને મહાન માનીને સૌથી છેલ્લે રહેવાની એમની સહજ વૃત્તિ.
એમના આ બધા જ સદગુણો જન્મજાત હતા. ચાણસદ ગામના લોકો, એમના બાળવયના મિત્રો કે પરિચિત સ્વજનો સૌ કોઈ તેની સાક્ષી પૂરતા. માત્ર જીવંત વ્યક્તિઓ જ નહીં, એ ચાણસદ ગામની એ શાળાનું ભવન, ગામનું તળાવ, ગામનાં વિવિધ મંદિરોથી લઈને ગામની ગલીઓ પણ તેની આજેય સાક્ષી પૂરે છે.
પોતાની ભક્તિમય દુનિયામાં રાચતા શાંતિલાલ ગુરુઆજ્ઞાની જ જાણે રાહ જોતા હોય તેમ દિવસો પસાર કરતા હતા. અને એ દિવસ આવી ગયો, મહાભિનિષ્ક્રમણનો દિન. શાંતિલાલ અઢારેક વર્ષના થયા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજ ચાણસદ પધારેલા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમને સાધુ થવા જણાવેલું. તેથી શાંતિલાલે પણ પરીક્ષા પૂર્ણ થયા બાદ શાસ્ત્રીજી મહારાજ સાથે નીકળી જવું તેવું માતા- પિતાની સંમતિથી નક્કી કરેલું, પરંતુ શાસ્ત્રીજી મહારાજને અચાનક ગાના જવાનું થયું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે ઘનશ્યામ સ્વામીને કહી દીધેલું કે શાંતિલાલની પરીક્ષા પૂર્ણ થાય પછી બોચાસણ લઈ આવજો. એમાંય થોડા દિવસ બાદ ઘનશ્યામ સ્વામી પણ ભાયલી પધાર્યા. અને શાસ્ત્રીજી મહારાજનો પત્ર મોકલાવી તેમણે શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજનો આદેશ જણાવ્યો, અને સાપ કાંચળી ઉતારે તેમ ક્ષણભરમાં જ શાંતિલાલે ગૃહત્યાગ કરીને ચાણસદને સદાને માટે અલવિદા કહી દીધી.
ચાણસદના એ પનોતા પુત્ર, હવે ચાણસદના મટીને સમગ્ર વિશ્વના બની ગયા અને ચાણસદ શાંતિના ધામ તરીકે એક તીર્થ બની ગયું.
તેમના પ્રાગટ્યથી ધન્ય બનેલી આ ચાણસદની ધરા પર સમયાંતરે ધાર્મિક-સામાજિક વિકાસની નવી નવી બાબતો સાકાર થતી રહી.
બ્રહ્મસ્તરૂપ યોગીજી મહારાજે બી.એ.પી.એસ. મંદિરમાં મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ મે, ૧૯૬૯ના રોજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે બહેનો માટે નિર્માણ પામેલા બી.એ.પી.એસ. મંદિરમાં શ્રી અક્ષરુપુરુષોત્તમ મહારાજનો પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવ્યો હતો.
સમયાંતરે અહીં સત્સંગનો વિશેષ વ્યાપ વધતાં અહીં નૂતન બી.એ.પી.એસ. મંદિરનું નિર્માણ થયું. એ નવનિર્મિત બી.એ.પી.એસ. મંદિરમાં, પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને, તા. ૭-૧૨-૨૦૦૪૭ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન થયો હતો. આ પ્રસંગે અહીં ૨૫,૦૦૦ કરતાં વધુ ભક્તો-ભાવિકોએ આ વિધિનો લાભ પ્રાપ્ત કયો હતો.
જ્યાં બાળવયે પ્રમુખસ્વામી મહારાજનું પ્રાથમિક શિક્ષણ થયું હતું એ શાળા સન ૧૮૮૮માં સયાજીરાવ સરકાર દ્વારા રચવામાં આવી હતી. આ પ્રાસાદિક શાળાનું નવસર્જન સન ૨૦૧૩માં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા કરવામાં આવ્યું, જેનો લોકાર્પણ વિધિ તા. ૯-૬-૨૦૧૩ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો હતો.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અંતર્ધાનતિથિ નિમિત્તે તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ ગુજરાત સરકારે ચાણસદને તીર્થધામ તરીકે વિકસાવવાની ઘોષણા કરી હતી. તે પ્રસંગે તા. ૩૦-૮-૨૦૧૮ના રોજ પરમ પૃજ્ય મહંત સ્વામી મહારાજે ચાણસદ ખાતે પધારીને સરકારના આ કાર્યને વધાવ્યું હતું. ગુજરાત આયોજન પંચના તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રી નરહરિભાઈ અમીને એ વિકાસ યોજનાનો ઘોષણાપત્ર મહંત સ્વામી મહારાજને અર્પણ કર્યો હતો.
ચાણસદ ગામની આ વિકાસ-યોજનાનો મંગલ આરંભ તા. ૫-૧૦-૨૦૧૯ના રોજ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, શ્રી વિજયભાઈ રૂપાણી (તત્કાલીન મુખ્યમંત્રી, ગુજરાત), શ્રી જવાહરભાઈ ચાવડા (મંત્રીશ્રી, ગુજરાત), શ્રી નરહરિભાઈ અમીન (ઉપાધ્યક્ષ, આયોજન પંચ ગુજરાત), શ્રી યોગેશભાઈ પટેલ (મંત્રીશ્રી, ગુજરાત) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી તથા પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ વેદોક્ત વિધિપૂર્વક ખાતવિધિ કરીને વિકાસકાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો.
વિકાસની આ યોજના ખૂબ વેગપૂર્વક ચાલી રહી છે. તેમાં મુખ્યત્વે ગામની બહાર આવેલું પ્રાસાદિક તળાવ અને આસપાસ લોકકલ્યાણની વિવિધ યોજનાઓ સાથેની સુંદર ઇમારતો આકાર લઈ રહી છે. આ યોજનાને કારણે ચાણસદ ગામ નવા રૂપરંગ સાથે વિશ્વભરમાંથી દર્શનાર્થે ઉમટતા ભક્તોને કંઈક અનોખો અનુભવ કરાવશે.
આજે દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટે છે. કોઈ વાહનો દ્વારા તો કોઈ પધ્યાત્રાઓ કરીને અને સાઇકલયાત્રા કરીને આવે છે. શાંતિલાલની પદરજથી પાવન થયેલાં સ્થળોનાં દર્શન કરીને શાંતિનો દિવ્ય અનુભવ કરે છે.
શાંતિલાલ એક તેજસ્વી સૂર્ય સમાન હતા. સૂર્ય પ્રાતઃકાળનો હોય કે મધ્યાહનનો હોય, તે હંમેશાં પ્રકાશ પાથરે. પ્રમુખસ્વામી મહારાજના બાળવયના સદગુણો એમના જીવનના મધ્યાહને કે જીવનની સંધ્યાએ પણ એવા જ પ્રકાશતા હતા
0 comments