પ્રાજ્ઞ -2 નિબંધ -1 - દીપાવલી પર્વ - ગોડલમાં શાનદાર ઊજવણી... (સ્વામિનારાયણ પ્રકાશ : જાન્યુઆરી -2024, પા.નં.6-9)

આગમન
તા. ૨૪-૧૦-૨૦૨૩ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમદાવાદથી હવાઈ માર્ગે રાજકોટ પધાર્યા હતા. અહીંથી હાઈ-વે મારફતે તીર્થધામ ગોંડલ પધાર્યા હતા.
ગોંડલ પધારેલા સ્વામીશ્રીનું સંતો-હરિભક્તોએ ભક્તિભાવથી સ્વાગત ક્યું હતું. સ્વામીશ્રીએ સૌનું સન્માન ઝીલતાં અક્ષરદેરી અને પ્રદક્ષિણાપથમાં ગુરુપરંપરાનાં દર્શન ક્યાં. આજે મંદિરના પ્રત્યેક ખંડમાં ભાવપૂર્વક ઠાકોરજી સમક્ષ ભાતભાતની વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો. ઠાકોરજીનાં દર્શન કરીને સ્વામીશ્રી પોડિયમ પર પધાર્યા.
ગોંડલના વડીલ સંતોએ વિધ વિધ સુંદર પુષ્પહાર અને કલાત્મક હાર પહેરાવી સ્વામીશ્રીને આવકારી આશિષ લીધા. સ્વામીશ્રીના આગમન નિમિત્તે ભવ્ય આતશબાજીએ
ધરા-ગગનને રોશનીથી ભરી દીધાં. સ્વામીશ્રીના આગમન વિમિત્તે ઘણા ભક્તોએ વિવિધ તપત્ત્રત- ઉપવાસ અને ભજન-ભક્તિ કર્યા હતાં. સ્વામીશ્રીએ તે તમામ ઉપવાસીઓનાં પારણાં માટેનું શરબત પ્રાસાદિક કર્યું. સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું: “અહીંયાં બધા ઘણા ઉત્સવો આવવાના છે. એ દરમ્યાન બધો ખૂબ આનંદ આનંદ રહેશે. અને આપણે ભક્તિસભર જીવન, આમ તો છે, પણ એનો આ દરમ્યાન વિશેષ આપણે લાભ લઈશું.” સૌ પર કૃુપાદષ્ટિ કરીને સ્વામીશ્રી નિજનિવાસે પધાર્યા.
ચંદ્રગ્રહણ સભા
તા. ૨૮-૧૦-૨૦૨૩ના રોજ રાત્રે ચંદ્રગ્રહણ નિમિત્તેની વિશિષ્ટ સભામાં ધૂન, કીર્તન, ક્વિઝ, પ્રસંગકથન, પ્રવચનો થયાં હતાં. આજનું ગ્રહણ રાત્રિના ૧૧:૩૦ વાગ્યાથી બીજા દિવસના સવારના ૩:૫૭ વાગ્યા સુધીનું હતું, તેથી સ્વામીશ્રીએ સંતો સાથે આધ્યાત્મિક ગોષ્ઠિ અને સંસ્થાકીય કાર્યા અંગે વિમર્શો કર્યા હતા.
રાત્રિના ૩:૦૫ વાગ્યે સ્વામીશ્રીના સભામાં પધાર્યા બાદ મુખ્ય કાર્યક્રમ રૃપે પ્રશ્નોત્તરી યોજાઈ, બી.એ.પી.એસ.
 સંસ્થા દ્વારા આયોજિત બધા જ ઉત્સવો-મહોત્સવોમાં સ્વામીશ્રીએ ખૂબ જ સેવા કરી છે, અગ્રણી ભૂમિકાઓ નિભાવી છે. તે મહોત્સવનાં દર્શાવાતાં ચિત્રો/અલચિત્રોના આધારે આદર્શજીવનદાસ સ્વામી તથા વેદચિંતનદાસ સ્વામીએ પ્રશ્નોત્તરી કરીને સ્વામીશ્રીના હૃદયમાં રહેલી સેવાભક્તિનું રસપાન સૌને કરાવ્યું હતું.
અંતમાં ગ્રહણ સંબંધી નિયમો પાળવાનો સંદેશ સ્વામીશ્રીએ પાઠવ્યો હતો. ગ્રહણની મુક્તિની અંતિમ ક્ષણોમાં સ્વામીશ્રીએ ધૂનમાં જોડાઈને સૌને દર્શનસુખ આપ્યું હતું.
શરદપૃણિમા સભા
તા. ર૯-૧૦-૨૦૨ર૩, શરદપૂર્ણિમાના શુભ દિને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૮મા પ્રાગટ્યોત્સવને વધાવતી ઉત્સવસભા યોજાઈ હતી. જેમાં “અક્ષરબહ્મ ગુણાતીતાનંદ સ્વામી' અને “પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ'ના મહિમા અને ગુણલા સંતોના પ્રવચન અને વીડિયોની જુગલબંધી દ્વારા ગવાયાં. આ રજૂઆત બાદ ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી હતી. બાળ-યુવાવૃંદે નૃત્ય કરી વંદના કરી હતી.
નૃત્યાંજલ બાદ સ્વામીશ્રીએ અમૃતવાણીમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો દિવ્ય મહિમા કહ્યો હતો. આશીર્વાદની પૂર્ણાહુતિ બાદ સ્વામીશ્રી સંગે ૧૦,૦૦૦થી વધુ હરિભક્તોએ પંચમ આરતી ઉતારી ગુણાતીત જન્મોત્સવને રંગેચંગે વધાવ્યો હતો.
ગુરુકુળ દિન
તા. ૩૧-૧૦-૨૦૨૩ના રોજ ગોંડલ ગુરુકુળના છાત્રોએ “ગુરુકુળ દિન'ની ઉજવણી કરતા પ્રેરણાત્મક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. બાળવૃંદે નૃત્ય પ્રસ્‍તુત કયું હતું. ગુરુકુળમાં અભ્યાસ કરી જવલંત સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને નવાજ્યા હતા અને સ્વામીશ્રીએ તેઓ પર અમીદષ્ટિ કરીને આશીર્વાદ આપ્યા. એ જ રીતે ગુરુકુળનું નામ રોશન કરનાર વિદ્યાર્થિનીઓના પ્રતિનિધિઓએ ઈનામ સ્વીકારી સ્વામીશ્રીના દષ્ટિ-આશિષ ઝીલ્યા હતા. છાત્રોને અભ્યાસ કરવાની પ્રેરણા આપતાં સ્વામીશ્રીએ વચનો કહ્યાં હતાં.
રાજકોટ મંદિર રજતજયંતી ઉદ્ઘોષ સભા
તા. ૧-૧૧-૨૦૨૩ના “રાજકોટ બી.એ.પી.એસ. રજતજયંતી મહોત્સવ'નો  કરતા વિશિષ્ટ સમારોહમાં વિવેક્સાગરદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. મુખ્ય સાંસ્કુતિક કાર્યક્રમ રૂપે રજૂ થયેલા સંવાદમાં રાજકોટ મંદિરના ઈતિહાસથી માંડીને આજ સુધીનો મહિમા સરસ રીતે વર્ણવાયો હતો. સંવાદના અંતમાં યુવાવૃંદે નૃત્ય રજૂ કર્યું હતું.
રાજકોટ બી.એ.પી.એસ. મંદિર રજતજયંતી મહોત્સવનો સ્વામીશ્રીએ દીપ-પ્રાગટ્ય કરીને તથા રજતજયંતી મહોત્સવની ધજા ફરકાવીને કર્યો હતો.
જૂનાગઢ છાત્રાલય ઉદ્ઘાટન સમારોહ
તા. ૨-૧૧-૨૦૨૩ના રોજ જૂનાગઢ ખાતે શિક્ષણ સાથે સંસ્કાર આપતાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં છાત્રાલયમાં બાળકોને કેવા હેત-પ્રીત સાથે સંસ્કાર અપાય છે? તેનાથી કેવા આદર્શ છાત્રોનું નિર્માણ થાય છે? તે છાત્રાલયના જ સત્ય પ્રસંગોના આધારે લિખિત એક સંવાદ દ્વારા પ્રસ્‍તુત થયું. છાત્રોની અનુભૂતિ  નૃત્ય દ્વારા પ્રસ્‍તુત થઈ. છાત્રાલયની પ્રતિકૃતિનું સ્વામીશ્રીએ વિમોચન કર્યું અને પુષ્પ પધરાવી તેને પ્રાસાદિક કર્યું હતું.
બાળ દિન
તા. ૪-૧૧-૨૦૨૩ના રોજ “વાલી જાગૃતિ દિન' શીર્ષક હેઠળ “બાળ દિન' ઊજવાયો હતો. સભાના મુખ્ય કાર્યક્રમ રૂપે “સંસ્કાર્યા સંતતિઃ સદા' સંવાદ પ્રસ્‍તુત થયો, જેમાં વાલીઓને સદ્મૂલ્યો જીવનમાં અપનાવવાની પ્રેરણા અપાઈ હતી. સંવાદના અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.
યુવા દિન
તા. ૫-૧૧-૨૦૨ર૩ના રોજ “સંસ્કારોની ગંગોત્રી - યુવાસભા'. મધ્યવર્તી વિચાર સાથે “યુવા દિન' ઊજવાયો હતો. સંવાદમાં સેવા, સંયમ, સંપ અને સત્સંગ જેવા વિષયોને વિવિધ પ્રેરણાત્મક પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરાયા હતા. યુવાવૃંદે કીર્તન પર જોશીલું નૃત્ય કયું હતું. અંતમાં, “પુરુષોત્તમ બોલ્યા પ્રીતે'નાં વચનોના આધારે સ્વામીશ્રીએ ચારેય મૂલ્યો દંઢાવતાં આશીર્વાદ અર્પ્યા હતા.
વિરિષ્ટ સભા
તા. ૭-૧૧-૨૦૨૩ના રોજ પ્રમુખ એકેડેમી'ના વિદ્યાર્થીઓએ ‘Cultivating PRAMUKHNESS’ મધ્યવતી વિચાર સાથે યોજાયેલી સભામાં વિવિધ પ્રેરક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ દ્વારા સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
તા. ૮-૧૧-૨૦૨૩ના રોજ સ્વામીશ્રીએ “પ્રમુખ એકેડેમી' માટે તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ ‘www.pramukh.academy’ તથા 'પ્રમુખવિઝન એપ'નું ઉદ્ઘાટન કર્યું હતું.
દીપાવલી પવોની ઉજવણી
દીપાવલી એટલે હિન્દુ સંસ્કૃતિનો મહાઉત્સવ. ગોંડલ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં દીપાવલીના ઉત્સવોનો મંગલ પ્રારંભ થયોઃ રમાએકાદશી- વાઘબારશથી. આજના દિનથી સમગ્ર મંદિર પરિસર રંગબેરંગી ટમટમતા વિદ્યુત દીપકો અને કલાત્મક રંગોળીઓથી સજી ઊઠ્યું હતું.
૧૦-૧૧-૨૦૨૩, ધનત્રયોદશીના શુભ દિને સ્વામીશ્રીએ ભગવાનના અલંકારોનું પૂજન કરીને સૌ હરિભક્તો “તને, મને, ધને સુખી થાય અને સૌના દેશકાળ સારા થાય.' તેવા શુભાશિષ અર્પ્યા હતા.
તા. ૧૧-૧૧-૨૦૨૩, કાળી- ચૌદશના દિને સ્વામીશ્રીએ અબુધાબી ખાતે નિર્માણાધીન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ધજાઓ પર ચંદનના ચાંદલા કરીને તથા ધજાદંડ અને સુવર્ણરસિત કળશોનું પૂજન કયું હતું. તથા પ્રેમપૂર્વક સ્પર્શીને તેને પ્રસાદીના કર્યા હતા. સાથે સાથે, થ્રીડી પ્રિન્ટિંગ દ્રારા તૈયાર થયેલા મોડલનું પૂજન કર્યું હતું. તેનો પૂર્વવિધિ વિવેકસાગરદાસ સ્વામી, બ્રહ્મવિહારીદાસ સ્વામી અને વડીલ સંતોએ કર્યો હતો.
નૌતમ આજ દિવાળી...
તા. ૧૨-૧૧-૨૦૨૩ના રોજ દિવાળીના પવિત્ર દિને સ્વામીશ્રીએ અક્ષરદેરીમાં મહાપૂજા અંતર્ગત ચોપડા પૂજન, શારદા પૂજન અને લક્ષ્મી પૂજન નિમિત્તેનો પ્રધાન સંકલ્પ કરીને મહાપૂજા કરી હતી.
સાયંકાળે ચોપડા પૂજનનો મંગલ અવસર યોજાયો હતો. પૂજ્ય વિવેક્સાગરદાસ સ્વામી અને વડીલ સંતોએ પ્રારેભિક પૂજનવિધિ કરાવ્યો હતો. ત્યારબાદ શેષવિધિ અંતર્ગત સ્વામીશ્રીએ કાળીચૌદશ નિમિત્તે હનુમાનજીનું અર્ચા સહિત પૂજન કર્યું. શારદા પૂજન-લક્ષ્મીપૂજન નિમિત્તેનો સંકલ્પ કર્યા. સુવર્ણ સિક્કા ઉપર પુષ્પ પધરાવી લક્ષ્મીજીનું પૂજન કર્યું. ચોપડાઓ ઉપર પુષ્પ અને અક્ષત વરસાવી ચોપડા પૂજન કયું. અંતે સૌ પર કૃપાશિષ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું: “દિવાળીના દિવસો ચાલે છે. બધાને આશીર્વાદ છે કે તમારી દિવાળી, નવું વર્ષ, તમારા ચોપડા શુભ લક્ષ્મીથી ભરેલા હોય અને બધા તને, મને, ધને ખૂબ સુખી થાઓ. ઠાકોરજી તમારા બધા પર અન્નકૂટોત્સવ
તા. ૧૩-૧૧-૨૦૨૩, અન્નકૂટોત્સવ ઊજવાયો અન્નકૂટના દર્શનાર્થે પધારેલા હરિભક્તો-ભાવિકો સ્વામીશ્રીની પ્રાતઃ:પૂજાનાં દર્શન માટે સભામંડપમાં પધાર્યા ત્યારે મંચ ભાતભાતની વાનગીઓથી હર્યાભર્યો હતો. તેની મધ્યે બિરાજીને સ્વામીશ્રીએ સૌને પ્રાતઃ પૂજાદર્શનનો લાભ આપ્યો. પૂજા બાદ સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ પાઠવતાં જણાવ્યુંઃ “સૌથી પહેલાં બધા હરિભક્તો-સંતો માટે ભક્તિ માગીએ. કેમ કે, ભક્તિ શ્રીજીમહારાજને વહાલી છે. એટલે બધાના દૃદયમાં ભક્તિ દંઢપણે સ્થાપિત થઈ જાય. અને મહારાજ-સ્વામી સિવાય બીજું કાંઈ ખપે નહીં, એવી રીતે દઢતા આવે. બધા હરિભક્તો તને-મને-ધને સુખી થાય. પોતપોતાના વ્યવસાયમાં ખૂબ આગળ વધે. કેમ કે તમારું છે એ ભગવાનનું છે. તમારે હશે તો ભગવાનની સેવા કરશો. એટલે એ પ્રમાણે બધા હરિભક્તો સુખી થાય એ જ ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના.” આજે અક્ષરમંદિર, અક્ષરદેરી અને યોગીજી મહારાજ સ્મૃતિમંદિરમાં વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ ત્રણેય સ્થાનોમાં થાળગાન બાદ અન્નકૂટ સાથે ઠાકોરજીની આરતી ઉતારી ભક્તિભાવ
નૂતન વષારંભ
તા. ૧૪-૧૧-૨૦૨૩ના શુભ દિનથી વિક્રમ સંવત ૨૦૮૦ના વર્ષનો પ્રારંભ થયો હતો. નૂતન વર્ષની મંગલ પ્રભાતે સ્વામીશ્રીએ અક્ષરદેરી, અક્ષરમંદિર અને સ્મૃતિમંદિરમાં દર્શન કરીને, સૌની મંગલ કામના માટે પ્રાથના કરી. મંદિરના મધ્યખંડમાં પ્રથમ આરતી ઉતારી. ત્યારબાદ પૂજાદર્શન આપ્યાં. પૂજામાં સારંગપુરના સંગીતજ્ઞ સંતોએ નૂતન વર્ષની પ્રાર્થનાઓ સાથે પ્રાપ્તિના કેફનાં કીર્તનોનું ગાન કયું. તે સાથે બાળકોએ અક્ષરમંદિરનાં પ્રાસાદિક સ્થાનોનો મહિમા મુખપાઠમાં વર્ણવ્યો.
પૂજા બાદ આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, “નવા વર્ષેના જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજીમહારાજ અનંત બ્રહ્માંડ ભેદીને આ પૃથ્વી ઉપર પોતાની નિષ્ઠા કરાવવા માટે આવ્યા છે. દરેક જીવને અતિ અતિ સુખિયા કરવા છે, એટલા માટે નિષ્ઠાની જરૂર છે. માટે તમારે નિષ્ઠા પાકી, દઢ કરવી. એ જ આખા વર્ષનું ભાથું!''


0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...