Day-1 : પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે
મહામૂલ્યવાન, મહિમાવાન પ્રાપ્તિ છે, કારણ કે આપણામાં કોઈ ને કોઈ ખૂણે માગણપણું રહ્યું જ હોય છે. આપણામાં રહેલો કંગાલ સદાય કાંઈ ને કાંઈ માંગ્યા કરે છે. દુઃખ માત્ર દૂર થઈ જાય, સદા સુખ જ સુખ વરતે એવી અવસ્થા તો ભગવાનનો મેળાપ થાય ત્યારે જ અનુભવી શકાય ને?
એક પદમાં નિષ્કુળાનંદ કહે છે :
'કંગાલપણું કે'વા ન રહ્યું, સદા મનાણું સુખ,
મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ-
ભાગ્ય જાગ્યાં રે આ જ જાણવાં.'
નથી કંગાલિયતની વાત કહેવાની રહેતી, નથી સુખની સીમાની રેખા આંકી શકાતી. ભગવાન સાથે વાત કરવા જે ભાષા જોઈએ તેનો કક્કો પણ આવડી જાય તો આપણા ચિત્તની પાટી પરના બધા આંકડા ભૂંસાઈ જાય. જે મળે છે તે, વાણીમાં તો શું, વિચારમાંય નથી પકડી શકાતું. આવા ભગવદ્ જીવનનો ઢાળો જ જુદો ઢળી જાય છે. જ્યાં પ્રગટની, પ્રત્યક્ષની મુલાકાત છે, ત્યાં એવો દીવો થાય છે કે એને અજવાળે કાંઈ ન સૂઝવા છતાં બધું જ સૂઝે છે.
નિષ્કુળાનંદની વાણીઃ
'કોણ જાણે આ કેમ થયું,
આવ્યું અણચિંતવ્યું સુખ,
ઢાળો અલૌકિક ઢળી ગયો,
મળ્યા હરિ મુખોમુખ.'
આજે મહારાજ આપણને પ્રગટઆંખોની સામે દેખાય તેવી રીતે મહંતસ્વામી મહારાજ રૂપે મળ્યા છે તો આજથી રોજ વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્તિના વિચારમાં જોડાઈએ અને પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે.
પ્રાપ્તિના વિચારોને રોજ જીવનમાં આત્મસાત કરીએ તે માટે અહી આપેલ લીન્કથી ગ્રુપમાં જોડાઈ શકો છો.
0 comments