બાલયોગી નીલકંઠવર્ણી - સ્વામિનારાયણ પ્રકાશ નવેમ્બર-૨૦૨૧

 હિન્દુઓ માટે યુગોથી ભૂતલ-સ્વર્ગ મનાતું કૈલાસ અને ભીષ્મપર્વ-વનપર્વ-દ્રોણપર્વ-અનુશાસનપર્વ વગેરેમાં જેવું માનસરોવરનું પ્રસિદ્ધ તીર્થ હિમાલયમાં મધ્ય-પશ્ચિમ ભરપેટ વર્ણન કરવામાં આવ્યું છે તે કૈલાસ અને માનસરોવર તિબેટમાં(પ્રાચીન નામ ગંગદેશ) રત્નમણિની જેમ શોભી હજારો વર્ષોથી હિન્દુઓની આસ્થાનું પવિત્ર ધામ રહ્યાં છે. રહ્યું છે. વિશ્વનાં તમામ સરોવરોમાં સૌથી વધુ મનમોહક, ઉત્તરપુરાણ અનુસાર જૈનોના આદિ તીર્થંકર ઋષભદેવે સૌથી વધુ સૌંદર્યવંતું અને લાગણીઓને સૌથી વધુ ઝકઝોળતું તપસ્યા કરતાં કરતાં દેહત્યાગ કૈલાસ પર્વત પર જ કર્યો સરોવર એટલે માનસરોવર. બ્રહ્મસર તરીકે પ્રાચીન ભારતમાં હતો. મેઘદૂત અને અન્ય અમર મહાકાવ્યોનું સર્જન કરનાર જાણીતું અને ૧૫,૦૦૦ ફૂટ ઊંચાઈએ આવેલું આ મીઠા કાલિદાસ જેવા મહાકવિઓ માટે પણ કૈલાસ-માનસરોવરની પાણીનું સરોવર, પૃથ્વી પરનું એક વિશિષ્ટ તીર્થ છે – જેનાં અદ્ભુત શોભા કવિત્વનો અતિ આહ્લાદક વિષય બની રહ્યો જળ અંતઃસલિલા રૂપે ચાર-ચાર નદીઓનું ઉદ્ભવસ્થાન છે. મનાય છે. હજારો વર્ષ પુરાણા વૈદિક સમયથી ભારતની ધરતી પર વહ્યા કરતી શતદ્રુ(સતલજ), સિંધુ, બ્રહ્મપુત્ર અને સરયૂ(કરનાળી) – આ ચાર મહા-નદીઓની જન્મભૂમિ આ માનસખંડ છે. પુરાણોમાં વર્ણિત ભસ્માસુર જ્યાં ભસ્મ થયો હતો તે તીર્થપુરી, લંકાધીશ રાવણે જ્યાં શિવની તપશ્ચર્યા કરી હતી તે રાવણહૃદ કે રાક્ષસતાલ, અને જ્યાં ચક્રવર્તી સમ્રાટ માંધાતાએ વિરક્તિનો માર્ગ લઈ, કઠોર તપ કર્યું હતું તે માંધાતા પર્વત, આ માનસખંડના ભાગરૂપે આજેય વિશિષ્ટ પ્રેરણાની ભૂમિ બની રહ્યાં છે. જ્યાં પ્રકૃતિનું નિરંતર તાંડવ ચાલી રહ્યું છે તે કૈલાસ અને માનસરોવરનું મહિમાગાન કરતાં સનાતન ધર્મનાં અનેક શાસ્ત્રો-પુરાણો-ઇતિહાસગ્રંથો સેંકડો પૃષ્ઠો રચે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા કૈલાસ પર્વતને ભગવાનના વિભૂતિ स्व३५ तरीડે વર્શવતાં ઉડે 'मेरुः શિખરિણામહમ્' અર્થાત્, પર્વત-શિખરોમાં હું કૈલાસ(મેરુ) છું. એક વાર દત્તાત્રેય ઋષિ વિંધ્યાચળથી લઈને હિમાલય સુધીનું અવલોકન કરી માનસરોવર પધાર્યા. અહીં સ્નાન કરીને રાજહંસોનાં દર્શન કર્યાં બાદ તેમણે કૈલાસની ગુફામાં શિવ-પાર્વતીને પૂછ્યું: “સમગ્ર જગતમાં પવિત્રમાં પવિત્ર સ્થાન કયું છે?” શિવજીએ પ્રત્યુત્તરમાં કહ્યું હતું. “સૌથી પવિત્ર એ હિમાલય છે, જેમાં કૈલાસ અને માનસરોવર આવેલાં છે.” આવી અનેક પૌરાણિક કથાઓ સાથે વાલ્મીકિ રામાયણના કિષ્કિંધાકાંડ અને બાલકાંડમાં, મહાભારતના ૧. केलीનામ્ સમૂહઃ કૈલમ્ તેન આસ્યતે સ્થીયતે ઇતિ કૈલાસઃ, (આસ્ ઃ। અર્થાત્ જ્યાં આનંદ(શિવ) અને પ્રકૃતિ(હિમાલયપુત્રી પાર્વતી)ની નિરંતર તાંડવક્રીડા ચાલી રહી છે તે કૈલાસ છે. ૨. ભગવદ્ગીતા : ૧૦/૨૩. ૩. સુગ્રીવ વાનરોને કહે છે: 'ભયાનક વનને પાર કરીને તમે આગળ જશો ત્યારે હિમમંડિત શ્વેત કૈલાસ પર્વતને જોઈને તમે અતિ પ્રસન્ન ૧૬ ૪શો.' तत्તુ શીઘ્રમતિક્રમ્ય કાન્તારં રોમહર્ષણં- કૈલાસં પાંડુરં પ્રાપ્ય હૃષ્ટા યૂયં ભવિષ્યથ । (કિષ્કિંધાકાંડ : ૪૩-૨૦)

આ પ્રદેશની યાત્રાએ આવનાર અનેક યુરોપિયન પ્રવાસવીરો તેની શોભા પર ઓવારી ગયા છે. માનસરોવર અને કૈલાસની પ્રાકૃતિક ભવ્યતા કેવી છે? એ વિશે આજથી એક સદી પહેલાં સન ૧૯૦૬માં હિમાલયનો ખોળો ખૂંદનાર સ્વીડનના વિશ્વવિખ્યાત સંશોધક ડૉ. સ્વેન હેડિન લખે છેઃ ‘There is no finer ring on earth than which bears the names of Manasarovar, Kailas and Gurla Mandhata; it is a turquoise set between two diamonds. The grand impressive silence which reigns around the inaccessible mountains, and the inexhaustible wealth of crystal-clear water which makes the lake the mother of the holy rivers... Whoever is of a pure and enlightened mind and bathes in the waves of Manasarovar attains thereby to a knowledge of the truth concealed from other mortals.' અર્થાત્ સમગ્ર પૃથ્વીમાં એવી કોઈ વીંટી નથી, જેમાં માનસરોવર, કૈલાસ અને માંધાતા પર્વતનું જડતર થયું હોય; કૈલાસ અને માંધાતા પર્વતના બે હીરાઓ વચ્ચે માનસરોવરનું પીરોજ(એક પ્રકારનું વાદળી રત્ન) પરોવાયેલું છે! અહીં અગમ્ય પર્વતોના પ્રદેશમાં ભવ્ય અને પ્રભાવક શાંતિનું સામ્રાજ્ય છવાયેલું છે, સ્ફટિક જેવા સ્વચ્છ જળની અખૂટ સંપત્તિથી માનસરોવર પવિત્ર નદીઓનું ઉદ્ગમ સ્થાન બને છે. કોઈપણ પવિત્ર અને પ્રબુદ્ધ માનવી માનસરોવરના જળમાં સ્નાન કરે છે ત્યારે નશ્વર જગતમાં ધરબાયેલું सत्यज्ञान તેને સાધે છે. માનસરોવરનાં પ્રથમ દર્શને જ આ સ્વીડીશ તબીબ ડૉ. ૪૩-૨૧માં માનસરોવરનું વિસ્તૃત વર્ણન પણ આપવામાં આવ્યું છે. कैલાસપર્વતે રામ મનસા નિર્મિતં પરમ્ । બ્રહ્મણા નરશાર્દૂલ તેનૈદં માનસં સરઃ ॥ (બાલકાંડ, ૨૪-૮). ૪. પૂર્વાર્ધ, ૬૦. ૫. Sven Hedin, 1910, Vol. 3. . 189. હેડિન એટલા બધા અભીભૂત થઈ ગયા હતા કે તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી.* આથી હેડિન લખે છે: 'Kailas is the Olympus of the old Hindu world, the scene of action of the heroic figures of mystic poetry.' બ્રિટિશ ભારતના “સર્વે ઓફ ઈન્ડિયા”ના સંશોધક સાહસવીરો એસ. જી. બરાર્ડ અને એચ. એચ. હેડન પોતાના પુસ્તકમાં લખે છે: “Manasarovar was the first lake known to geography. Lake Manasarovar is famous in Hindu mythology; it had in fact become famous many centuries before the lake of Geneva had aroused any feeling of admiration in civilized man. Before the dawn of history Manasarovar had become the sacred lake and such it has remained for four millennium.આજથી બે સદી પહેલાં આ વિરલ યાત્રામાં નીલકંઠે જે અસહ્ય કષ્ટોનો સામનો કર્યો હતો, એ સામાન્ય માનવી માટે માત્ર કલ્પનાનો જ વિષય છે. એ માટે નીલકંઠના પથ પર ચાલેલા વિરલ યાત્રિકોના અનુભવોનો સંશોધનાત્મક અભ્યાસ કરવો જ ઘટે. તો જ બાળયોગી નીલકંઠની અનન્ય પ્રતિભાના પ્રદેશની કંઈક ઝાંખી કરી શકાય. अर्थात् લૂગોણમાં નોંધાયેલું સૌથી પ્રથમ સરોવર માનસરોવર છે. પ્રસિદ્ધ જીનિવા સરોવર કરતાં સદીઓ પહેલાં માનસરોવર આદરણીય બની ચૂક્યું હતું. ઇતિહાસનો ઉદય થયો તે પહેલાં, માનસરોવર પવિત્ર સરોવર તરીકે ખ્યાતિ પામી ચૂક્યું હતું, છેલ્લાં ૪૦૦૦ વર્ષથી એનું મહત્ત્વ એવું જ રહ્યું છે. સમગ્ર આર્યાવર્ત યુગોથી જે પ્રદેશ માટે અનહદ આસ્થા ધરાવતો રહ્યો છે, જીવના જોખમે પણ ભગવાનને ખોળવા નીકળેલા જોગીઓ, જતિઓ, સંન્યાસીઓ, મુમુક્ષુઓનાં જુગ-જુગ જૂનાં તપ આજેય જ્યાં ભક્તિનાં આંદોલનો પ્રસરાવે છે, એ ઉત્તરાખંડ, વિશ્વની એક અજોડ સાધનાભૂમિ છે. કોઈપણ વ્યક્તિને આ સાધનાભૂમિનાં આંદોલનો અનુભવાય છે. ૩૨ વખત માનસરોવરની યાત્રાએ જઈને ત્યાં મહિનાઓ વિતાવનાર સંશોધક સ્વામી પ્રણવાનંદજી લખે છે: 'From the spiritual point of view, she has a most ६. ५४न, p. 190-191; Sven Hedin, 1910, Vol. 2. p. 111. ૭. S.G. Burrard and H.H. Hayden, A Sketch of the Geography and Geology of the Himalaya Mountain and Tibet, Delhi, Survey of India (1934), Part 3, p. 228. enrapturing vibration of the supreme order that can soothe and lull even the most wandering mind into sublime serenity and can transport it into involuntary ecstasies.' આધ્યાત્મિક દૃષ્ટિએ, માનસરોવરનાં આંદોલનો અત્યંત દિવ્ય અને ચિત્તને પ્રફુલ્લિતતાથી ભરી દેનારાં છે, જે ગમે તેવા ભમેલા મનને પણ અપાર શાંતિ, ઉન્નત નિર્મળતા અને સહજ પરમાનંદમાં રમમાણ કરી દે છે. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીથી લઈને છેક માનસરોવર સુધીના એ પવિત્રતમ પ્રદેશ પર સન ૧૮૮૨માં ગેઝેટિયર તૈયાર કરનાર પ્રસિદ્ધ સંશોધક એડવિન ટી. એટકિન્સન છે: "Nature in her wildest and most rugged forms bears witness to the correctness of the belief that here is the home of 'the great god'...

શંકરમઠ અથવા જ્યોતિર્મઠ, જોશીમઠ. બદરીનાથના પૂજારી રાવલનું નિવાસસ્થાન, અહીંથી નીલકંઠે માનસરોવરની યાત્રાનો આરંભ કર્યો હતો... સામાન્ય માનવી માટે માત્ર કલ્પનાનો જ વિષય છે, પરંતુ આ કલ્પનાને ચોક્કસાઈભર્યો આધાર આપવો હોય તો નીલકંઠના પથ પર ચાલેલા વિરલ યાત્રિકોના અનુભવોનો સંશોધનાત્મક અભ્યાસ કરવો જ ઘટે. તો જ બાળયોગી નીલકંઠની અનન્ય પ્રતિભાના પ્રદેશની કંઈક ઝાંખી કરી શકાય. સન ૧૭૧૫માં માનસરોવર વિશે કંઈક અંશે નોંધપાત્ર અહેવાલ પ્રગટ કરનાર સર્વપ્રથમ યુરોપિયન પ્રવાસી હતા ફાધર ડેસીડેરી (Desideri).૧૦ નીલકંઠે માનસરોવરની યાત્રા આરંભી એ જ વર્ષે એટલે કે સન ૧૭૯૨ના મે મહિનામાં કાશીના પુરાણપુરી નામના એક સાધુએ પોતાની સાહસભરી માનસરોવર-યાત્રાના અનુભવો અંગ્રેજ અધિકારી શ્રી જોનેથન ડંકન(Duncan) પાસે વર્ણવ્યા હતા. Asiatic Researches નામના સામયિકમાં૧૨ An Account of Two Fakirs લેખમાં જોનાથન ડંકને પ્રકાશિત કરેલા પુરાણપુરીના અનુભવો ભલભલાને અચંબો પમાડે તેવા હતા. જો કે પુરાણપુરી અને ડેસીડેરીએ લીધેલો કાઠમંડુથી માનસરોવર જવાનો માર્ગ, નીલકંઠ વર્ણીએ લીધેલા માર્ગની સરખામણીએ ઘણો જ સરળ હતો અને ઋતુ પણ ખૂબ જ અનુકૂળ હતી. એ જ અરસામાં સન ૧૭૯૨માં ઑગસ્ટ માસમાં ‘પૂર્ણ સ્વતંત્ર બ્રહ્મચારી પ્રકાશાનંદ' નામના એક સંન્યાસીએ પણ જોનાથન ડંકન સમક્ષ માનસરોવર-યાત્રાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. સન ૧૭૯૬માં સ્વામી હરવલ્લભ નામના સાધુએ પણ માનસરોવર-યાત્રા કરી હતી. ઇંગ્લેન્ડના પ્રવાસવીર ડૉ. વિલિયમ મૂરક્રોફ્ટ અને કેપ્ટન હનિ આ સ્વામી હરવલ્લભે ભોમિયા તરીકે નીતિ ઘાટીથી માનસરોવરની યાત્રા કરાવી હતી.૧૪ કલકત્તાના અંગ્રેજ ગવર્નર લોર્ડ વોરન હેસ્ટીંગ્સે દુભાષિયા તરીકે રાખેલા પુરાણગિર નામના વિખ્યાત પંડિતે પણ સન ૧૭૭૩માં કૈલાસ-માનસરોવરની યાત્રા કરી હતી. સન ૧૮૦૮માં અંગ્રેજ અધિકારી કેપ્ટન એફ. વિલ્ફર્ડે પુરાણગિર પાસેથી સાંભળેલી માનસરોવરની દુર્ગમ યાત્રાનો અહેવાલ ‘Essay on the Sacred Isles in the West' નામના લેખમાં પ્રકાશિત કર્યો હતો.'

આ ઉપરાંત ૧૮મી, ૧૯મી અને ૨૦મી સદીના આરંભે પણ કેટલાક યુરોપિયન તથા ભારતીય પ્રવાસવીરોએ સંશોધનવૃત્તિથી માનસરોવરની યાત્રા કરીને તેનાં ઐતિહાસિક વર્ણનો પ્રકાશિત કર્યાં હતાં. અહીં એવાં કેટલાંક ઐતિહાસિક વર્ણનો અને માહિતીઓનાં પ્રમાણભૂત સંશોધનો સાથે નીલકંઠની માનસરોવરની યાત્રાને સમજવાનો એક નમ્ર પ્રયાસ છે. જો કે પૂર્વોક્ત સાહસવીર યાત્રીઓ અને નીલકંઠની તુલના બિલકુલ અસ્થાને છે. ગળામાં દૂરબીન લબડાવીને અનેક સાધન-સુવિધાઓથી સજ્જ થઈને નીકળી પડતા હિમાલયના આધુનિક પ્રવાસીઓ અને નીલકંઠ વચ્ચે આસમાન-જમીનનું અંતર છે. છેલ્લાં ૨૦૦ વર્ષના પ્રકાશિત થયેલા રેકોર્ડ્સ રાષ્ટ્રીય ગ્રંથાગારો અને આર્કાઈવ્ઝમાં ઉપલબ્ધ છે. યાત્રિકો કેવી રીતે આ પ્રદેશની યાત્રાએ નીકળ્યા છે? કાતિલ ઠંડીથી રક્ષણ આપે તેવાં પગથી શિખા સુધીનાં વસ્ત્રો, બર્ફીલી પહાડીઓ પર પગને સ્થિર કરી શકે એવાં પગરખાં, ખાવા-પીવાની પૂરતી સામગ્રી, ભોમિયાઓ, નકશાઓ, જરૂરી દવાઓ, તંબુઓ અને રાવટીઓ, ઓઢવા-પાથરવાની પૂરતી વ્યવસ્થા અને આ બધા સામાનને ઊંચકવા માટે અશ્વો, ખચ્ચરો, યાક કે ભોટિયા મજૂરો – આ બધું એમને માટે અનિવાર્ય હતું. અને નીલકંઠ? શું હતું એમની પાસે? હાથમાં માળા અને કમંડલ, શરીર પર કૌપીન અને આચ્છાદનનું એક ટૂંકું વસ્ત્ર, જટા સાથે ખુલ્લું મસ્તક, ખુલ્લા પગ, સાથે ભોજનની-આવાસની-ઓઢવા-પાથરવાની કોઈ જ સામગ્રી નહીં, સાથે કોઈ સંગાથી નહીં કે કોઈ ભોમિયો નહીં. કુદરતના આ સૌથી વિલક્ષણ પ્રદેશની યાત્રા ખેડનાર અસંખ્ય યાત્રિકોના ઈતિહાસમાં, ૧૧ વર્ષની ઉંમરના બાળયોગી નીલકંઠ એકમાત્ર યાત્રી એવા છે કે જેમણે હિમાલયના કાતિલ શિયાળામાં, જીવન-જરૂરિયાતની કશી સાધન-સામગ્રી વિના, ખુલ્લા શરીરે અને ઉઘાડા પગે આ અતિ ઠંડા પ્રદેશની યાત્રા ખેડી છે. વળી, માનસરોવરના અધિકાંશ યાત્રીઓ નીલકંઠની સરખામણીએ ખૂબ સરળ માર્ગે અને સાનુકૂળ ઋતુમાં ત્યાં ગયા હતા. ડૉ. સ્વેન હેડિન સહિત લગભગ બધા જ યુરોપિયન સાહસિક પર્વત- પ્રવાસીઓએ મહદંશે એવો જ માર્ગ પસંદ કર્યો હતો કે જે માર્ગે અશ્વો(pony) દ્વારા છેક સુધી જઈ શકાય તેવી સરળતા હોય, યાક કે તિબેટી ઘેટાંઓ પર જરૂરી સામાનનો ભાર સાથે લઈ જઈ શકાય.

એટલે જ, બાળયોગી નીલકંઠની એ યાત્રા વિશ્વની એક અજોડ ઐતિહાસિક ઘટના બની રહી છે. સાનુકૂળ ઋતુમાં પૂરી સજ્જતા સાથે અને માર્ગમાં ઠેર ઠેર આશ્રયસ્થાનોની સાધન-સંપન્ન વ્યવસ્થા હોવા છતાં, આજના જમાનામાં પણ માનસરોવરની યાત્રાનાં પ્રાકૃતિક કષ્ટો સહેવાનું સામાન્ય માણસ માટે અઘરું બની રહે છે. તેનાથી બિલકુલ વિપરીત, બાળક નીલકંઠ સૌથી પ્રતિકૂળ ઋતુમાં, આશ્રયસ્થાનો કે સાધન-સગવડ વિના એકલા કઈ રીતે આ પ્રદેશમાં વિચર્યા હશે?

નીલકંઠની માનસરોવર-યાત્રાનો પ્રારંભ છેલ્લાં ૨૦૦ વર્ષોથી માનસરોવર વિશે પ્રકાશિત થયેલાં ગેઝેટિયરો અને અહેવાલો જણાવે છે કે માનસરોવરની યાત્રાએ જવાનો સમય જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન છે. જ્યારે નીલકંઠે માનસરોવર-યાત્રાનો આરંભ જ કર્યો હતો – નવેમ્બરમાં! સન ૧૭૯૨માં નીલકંઠે જોશીમઠથી માનસરોવર તરફની યાત્રાનો પ્રારંભ ૧૭ નવેમ્બરના રોજ કર્યો હતો.* એ પૂર્વે તા. ૨૪-૯-૧૭૯૨ના રોજ તેઓ બદરીનાથ(સમુદ્રતલથી ઊંચાઈ ૧૦,૨૦૦) આવ્યા હતા. અહીં ૨૦ દિવસ સુધી રોકાઈને કાર્તિક સુદ ૧ના દિવસે તેમને બદરીનાથથી સીધા જ માનસરોવર જવું હતું. પરંતુ આ દિવસથી સતત છ માસ માટે ભારે બરફવર્ષા અને ઠંડીને કારણે બદરીનાથનાં દ્વાર બંધ થતાં હતાં. બદરીનાથ અને તેથી ઉપરનો સમગ્ર હિમાલયનો પ્રદેશ બરફની વર્ષામાં ઢબુરાઈ જાય છે. પરિણામે તમામ બદરીનાથવાસીઓ આ જીવલેણ ઠંડીથી બચવા માટે ૬ મહિના સુધી ૫,૦૦૦ ફૂટ નીચે જોશીમઠ કે પાંડુકેશ્વર પહોંચી જાય છે. એટલે જ અહીંથી વિદાય લેતાં પહેલાં બદરીનાથના મુખ્ય પૂજારી રાવળ ભક્તિભાવપૂર્વક બાળ નીલકંઠને સમજાવીને પોતાની સાથે નીચે જોશીમઠ લઈ આવ્યા હતા.૭ પરંતુ નીલકંઠ તો માનસરોવર સુધી જવા માટે કૃતનિશ્ચયી હતા. એટલે રાવલના ભક્તિભાવને લીધે થોડો સમય રોકાઈને તેમણે જોશીમઠથી માનસરોવર તરફ પ્રયાણ કર્યું. ભારતથી માનસરોવર જવાના જુદા જુદા ૧૨ માર્ગો છે.

એ પૈકી કયા માર્ગે નીલકંઠ વર્ણીએ માનસરોવરની યાત્રા ખેડી હશે તે વિશે સંપ્રદાયના ઐતિહાસિક ગ્રંથો મૌન સેવે છે. નીલકંઠની આ યાત્રા વિશેનું પ્રમાણભૂત વર્ણન આપતાં હરિચરિત્રામૃતસાગર ગ્રંથ માત્ર એટલું જ નિર્દેશે છે કે જોશીમઠથી નીકળીને માનસરોવર જતાં પહેલાં નીલકંઠ વર્ણી બદરીવનમાં નર-નારાયણ ઋષિના આશ્રમમાં એટલે કે બદરિકાશ્રમમાં આવ્યા હતા અને ત્યાંથી નીલકંઠ માનસરોવર પહોંચ્યા હતા.૧૯ આ બદરીવન ક્યાં આવ્યું?

બદરીવનનો ભૌગોલિક નિર્દેશ બદરીવન કે બદરિકાશ્રમ એટલે પૌરાણિક કથાઓ મુજબ નર-નારાયણ દેવની દિવ્ય તપોભૂમિ. બદરીવનના અધિપતિ નર-નારાયણ ઋષિ અને તેના તપસ્વીઓ દિવ્ય-આત્મિક ભૂમિકાએ હોવાથી તેઓ અને તેમની તપોભૂમિ બદરિકાશ્રમ સામાન્ય માનવી માટે અગોચર છે. આમ છતાં, પૌરાણિક વર્ણનોના આધારે સંશોધકોએ ભૌગોલિક દ્રષ્ટિએ બદરીવનનો પ્રદેશ નિશ્ચિત કર્યો છે. આ ભૌગોલિક પ્રદેશ હિમાલયમાં જ આવેલો છે. તેના કેટલાક સંદર્ભો અભ્યસનીય છે. ‘ધ હિમાલયન હેરીટેજ’માં વર્ણવ્યા મુજબ, નંદપ્રયાગથી ઉપર આવેલા કણ્વ આશ્રમથી લઈને છેક સતોપંથ પર્વત (બદરીનાથથી ઉત્તર-પશ્ચિમમાં ૨૩ કિ.મી. દૂર) સુધીનો પ્રદેશ એ જ બદરીવન, એ જ બદરિકાશ્રમ.૨૦ નર-નારાયણ ઋષિના આશ્રમની ભૌગોલિક સ્થિતિ વિશે પ્રસિદ્ધ સામયિક 'કલ્યાણ'નો તીર્થંક પણ કેટલીક સ્પષ્ટતા કરે છે. તીર્થાંક મુજબ, બદરીનાથના મંદિરની બરાબર પાછળ ઊંચા પર્વત પર ઊર્વશીકુંડ છે. ત્યાં પહોંચવાનું અતિ કઠિન છે. તેનાથી પણ ઉપર જઈને કૂર્મતીર્થ પહોંચાય છે. તેથી પણ ઉપર નર-નારાયણ આશ્રમની ભૂમિ આવેલી છે.

સ્કંદપુરાણમાં શિવજી કહે છે કે ‘તેને હું જ જાણું છું, બીજું કોઈ જાણતું નથી. એટલે જ જીવ પ્રાર્થે છે કે ઃ महादुरितान्तरायो... त्वाऽमागतोऽस्मि शरणं बदरीवनेऽस्मिन् । બદરીવનની અન્ય એક કથા પુરાણ સાહિત્યમાં આ રીતે પણ વર્ણવવામાં આવી છે. હિમાલયમાં હાલના બદરીનાથથી ઉત્તરમાં ઉપર આવેલ સતલજ નદીના કિનારે આદિ બદરી સ્થાન હતું. આજે તે સ્થાન થુલીંગમઠ તરીકે જાણીતું છે. યુગો પૂર્વે અહીં તપ કરતા નારાયણના પ્રદેશમાં કેટલાક જંગલી ભ્રષ્ટ લોકોએ માંસાહાર કર્યો, એટલે નારાયણ ત્યાંથી નીકળીને અલકનંદાના તટે માના પાસે આવી તપ કરવા લાગ્યા. હિમાલયની હિમવર્ષા વચ્ચે ખુલ્લામાં તપ કરતા પોતાના ઈષ્ટદેવ નારાયણની સેવા માટે લક્ષ્મીજીએ બદરી(બોરડી)ના વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને નારાયણને માથે છત્ર થઈને વ્યાપી ગયા. આથી આ સ્થાનને નારાયણે 'બદરિકાશ્રમ' નામ આપ્યું. ધીમે ધીમે અહીં બદરીનાં વૃક્ષો ફેલાઈ ગયાં. સન ૧૮૮૨માં એડવીન ટી. એટકિન્સન નામના પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસ લેખક 'હિમાલયન ગૅઝેટિયર’(૨૩)માં લખે છે કે અહીં પહેલાં બદરીનાં એટલે કે બોરડીનાં ખૂબ વૃક્ષો થતાં હશે, પરંતુ હાલમાં તે જોવા મળતાં નથી.

જન્મોના અંતરાયો ઓળંગી ભૌતિક શરીર છોડી હે બદરીપતે! તમારા શરણમાં આવ્યો છું.' શું આ નર-નારાયણ આશ્રમની ભૂમિ એ જ પુરાણ સાહિત્યમાં વર્ણવેલી બદરીપતિ નર અને નારાયણ ઋષિની દિવ્ય તપોભૂમિ હશે? તીર્થંક વર્ણવે છે કે આ માર્ગ સામાન્ય માનવી માટે અતિ દુર્ગમ છે.૨૧ હરિચરિત્રામૃતસાગર પણ એમ જ વર્ણવે છે કે નર-નારાયણના આશ્રમ સુધી સામાન્ય મનુષ્ય પહોંચી જ શકતો નથી.

બદરીવન વિશેની બીજી વિભાવના પણ લક્ષમાં લેવા યોગ્ય છે. બદરીનાથ અને કેદારનાથ વચ્ચેની પર્વતમાળાનો અભ્યાસ કરતાં(જુઓ નકશો : પૃ. ૩૦) જણાય છે કે હાલના બદરીનાથ મંદિરની ઉત્તર-પશ્ચિમ દિશામાં સતોપંથ પર્વત પાસે નર અને નારાયણ નામના પર્વતો આવેલા છે. આ બંને પર્વતોની પાછળ પશ્ચિમમાં કેદારનાથ પર્વત (ઊંચાઈઃ ૨૨,૭૭૦ ફૂટ) આવેલો છે. નર-નારાયણ પર્વતના આ પ્રદેશમાં જવા માટેનો બહુ જ ઓછો જાણીતો અને અતિ દુર્ગમ માર્ગ કેદારનાથ પર્વત પાસેથી પસાર થાય છે, જ્યાંથી આરવા નદી થઈને છેક બદરીનાથ ધામ સુધી પહોંચાય છે. આ ભૌગોલિક સ્થિતિને લક્ષમાં રાખીને હવે નીલકંઠની આ યાત્રાનું વર્ણન કરતાં હરિચરિત્રામૃતસાગર ગ્રંથમાં આપેલું વર્ણન ચકાસીએ.

હરિચરિત્રામૃતસાગરની૨૪ નોંધ પ્રમાણે, નીલકંઠ વર્ણી બદરીવન પધાર્યા ત્યારે દિવ્ય ભૂમિકાએ રહેલા નર-નારાયણ ઋષિ નીલકંઠને કહે છેઃ “અહીં સુધી કોઈ જ મનુષ્ય આવી શકતો નથી. કેદારનાથ ८६ आवे तो ४ मनुष्य सुधी शडे छे. '૨૫ આનો એક ગર્ભિતાર્થ એમ પણ લઈ શકાય કે નર-નારાયણ પર્વતના પ્રદેશમાં આવેલ નરનારાયણ ઋષિના આશ્રમ ને કેદારનાથ પર્વત વચ્ચે કોઈક ભૌગોલિક નિકટતા છે. એક વધુ સંદર્ભ મુજબ, હિમાલયમાં સતોપંથ પર્વતની પશ્ચિમે ૧૦ માઈલના અંતરે પશ્ચિમ દિશામાં ‘ભરતખંડ’ નામનો ભૌગોલિક પ્રદેશ પણ વર્ણવવામાં આવ્યો છે. બદરીપતિ નર-નારાયણ ઋષિને સંપ્રદાયનાં શાસ્ત્રો અને પૌરાણિક સાહિત્યમાં “ભરતખંડના રાજા' તરીકે પણ સંબોધવામાં આવ્યા છે.૭ બદરીવનમાં નીલકંઠ વર્ણી પધાર્યા ત્યારે નર-નારાયણ ઋષિના આશ્રમનું વર્ણન કરતાં સિદ્ધાનંદ મુનિ લખે છે”: ભરતખંડમાં” આ આશ્રમ જેવું કોઈ સ્થાન નથી.

આવા સંદર્ભોનો સરવાળો કરતાં એટલું ચોક્કસ લાગે છે કે નીલકંઠ વર્ણી બદરીવનમાં નર-નારાયણના આશ્રમમાં પધાર્યા, તે બદરીવન એટલે બદરીનાથની ઉત્તર-પશ્ચિમમાં ૨૩ કિ.મી. દૂર સતોપંથ પર્વત પાસે આવેલો નર અને નારાયણ પર્વતોનો જ પ્રદેશ. આ જ પ્રદેશમાં કોઈક દિવ્ય અને અગોચર ભૂમિકાએ બિરાજીને નર-નારાયણ ઋષિ તપશ્ચર્યા કરે છે. આધુનિક બદરીનાથ ધામ આ જ અગમ્ય પ્રદેશનો એક ભૂભાગ છે.

સન ૧૯૪૬માં ઉત્તરકાશીના વિદ્વાન સંન્યાસી સ્વામી પ્રબોધાનંદજી અને અન્ય પાંચ સંન્યાસીઓએ ભોમિયા સાથે ગૌમુખથી બદરીનાથ વચ્ચે આવી ઊંચાઈએ હિમનદો ઓળંગ્યા હતા. આ પૂર્વે પણ નીલકંઠે એ જ માર્ગે ગ્લેશિયરો ઓળંગ્યા હતા. એ કેવા કષ્ટદાયક હોય છે! જોશીમઠથી નીકળેલા નીલકંઠ બદરીવનમાં નર-નારાયણ ઋષિના આ આશ્રમમાં પહોંચ્યા ત્યારે કાર્તિક વદ ૮ ને તા. ૭-૧૧-૧૭૯૨નો દિવસ હતો.” હરિચરિત્રામૃતસાગર નોંધે છે કે બાળક નીલકંઠે આ બદરીવનની ભૂમિમાં ત્રણ માસે તપશ્ચર્યામાં વિતાવ્યા! ત્યારબાદ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા દરમ્યાન તેમણે અહીંથી માનસરોવર તરફ પ્રયાણ કર્યું.

ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ હિમાલયમાં માનસરોવર સુધી પ્રવાસ કરનાર લેખક જેમ્સ બેઈલી ફ્રેઝર (James Baillie Fraser, Esq.) સન ૧૮૨૦માં ઈગ્લેન્ડથી પ્રકાશિત થયેલ પુસ્તક 'The Himala Mountains’માં આ બર્ફીલા પ્રદેશના માર્ગોનું વર્ણન કરતાં छे: 'These are all so dangerous and toilsome that few but the wildest inhabitants of the most inhospitable regions choose to invade their deserts of eternal rock and snow, where no living thing is seen, and no means are to be obtained for preserving life. '32 આ એટલા બધા ખતરનાક અને જોખમી માર્ગો છે કે આ દુર્ગમ પ્રદેશમાં રહેતા જૂજ જંગલવાસીઓ બરફ અને પથ્થરોના રણને ઘેરી લે છે. કારણ કે ત્યાં કોઈ જીવંત વસ્તુ જોવા મળતી નથી અને જીવન ટકાવી રાખવા માટે કોઈ સામગ્રી પણ ઉપલબ્ધ નથી.


નામનો ભૌગોલિક પ્રદેશ પણ વર્ણવવામાં આવ્યો છે. બદરીપતિ નર-નારાયણ ઋષિને સંપ્રદાયનાં શાસ્ત્રો અને પૌરાણિક સાહિત્યમાં “ભરતખંડના રાજા' તરીકે પણ સંબોધવામાં આવ્યા છે.૨૭ બદરીવનમાં નીલકંઠ વર્ણી પધાર્યા ત્યારે નર-નારાયણ ઋષિના આશ્રમનું વર્ણન કરતાં સિદ્ધાનંદ મુનિ લખે છે૨૮: ભરતખંડમાં૨૯ આ આશ્રમ જેવું કોઈ સ્થાન નથી.

આવા સંદર્ભોનો સરવાળો કરતાં એટલું ચોક્કસ લાગે છે કે નીલકંઠ વર્ણી બદરીવનમાં નર-નારાયણના આશ્રમમાં પધાર્યા, તે બદરીવન એટલે બદરીનાથની ઉત્તર-પશ્ચિમમાં ૨૩ કિ.મી. દૂર સતોપંથ પર્વત પાસે આવેલો નર અને નારાયણ પર્વતોનો જ પ્રદેશ. આ જ પ્રદેશમાં કોઈક દિવ્ય અને અગોચર ભૂમિકાએ બિરાજીને નર-નારાયણ ઋષિ તપશ્ચર્યા કરે છે. આધુનિક બદરીનાથ ધામ આ જ અગમ્ય પ્રદેશનો એક ભૂભાગ છે.

સન ૧૯૪૬માં ઉત્તરકાશીના વિદ્વાન સંન્યાસી સ્વામી પ્રબોધાનંદજી અને અન્ય પાંચ સંન્યાસીઓએ ભોમિયા સાથે ગૌમુખથી બદરીનાથ વચ્ચે આવી ઊંચાઈએ હિમનદો ઓળંગ્યા હતા. આ પૂર્વે પણ નીલકંઠે એ જ માર્ગે ગ્લેશિયરો ઓળંગ્યા હતા. એ કેવા કષ્ટદાયક હોય છે!

જોશીમઠથી નીકળેલા નીલકંઠ બદરીવનમાં નર-નારાયણ ઋષિના આ આશ્રમમાં પહોંચ્યા ત્યારે કાર્તિક વદ ૮ ને તા. ૭-૧૧-૧૭૯૨નો દિવસ હતો.૩૦ હરિચરિત્રામૃતસાગર૩૧ નોંધે છે કે બાળક નીલકંઠે આ બદરીવનની ભૂમિમાં ત્રણ માસે તપશ્ચર્યામાં વિતાવ્યા! ત્યારબાદ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા દરમ્યાન તેમણે અહીંથી માનસરોવર તરફ પ્રયાણ કર્યું. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ હિમાલયમાં માનસરોવર સુધી પ્રવાસ કરનાર લેખક જેમ્સ બેઈલી ફ્રેઝર (James Baillie Fraser, Esq.) સન ૧૮૨૦માં ઈંગ્લેન્ડથી પ્રકાશિત થયેલ પુસ્તક 'The Himala Mountains’માં આ બર્ફીલા પ્રદેશના માર્ગોનું વર્ણન કરતાં લખે છે: 'These are all so dangerous and toilsome ૨૬. Rai Pati Ram Bahadur. (1992), р. 17. ૨૭. હર્ષદરાય ત્રિ. દવે, (સન ૧૯૮૭), ભાગ-૪, પૃ. ૩૨૩. ૨૮. સ્વામી શ્રીસિદ્ધાનંદમુનિ. વારાણસી (૧૯૭૨) પૃ. ૩૬૯, ૨-૧૭-૪૦. that few but the wildest inhabitants of the most inhospitable regions choose to invade their deserts of eternal rock and snow, where no living thing is seen, and no means are to be obtained for preserving life.'૩૨ આ એટલા બધા ખતરનાક અને જોખમી માર્ગો છે કે આ દુર્ગમ પ્રદેશમાં રહેતા જૂજ જંગલવાસીઓ બરફ અને પથ્થરોના રણને ઘેરી લે છે. કારણ કે ત્યાં કોઈ જીવંત વસ્તુ જોવા મળતી નથી અને જીવન ટકાવી રાખવા માટે કોઈ સામગ્રી પણ ઉપલબ્ધ નથી.

બ્રિટિશ અધિકારી ટ્રેઈલ (Trail) લખે છે: 'An interval of four months without a fall of snow is rare. Snow begins to fall about the end of September and continues to accumulate to the beginning of April. It is intensely cold during this period... In open and level situtaions, unaffected by drifts or avalanches, the bed of snow reaches at its maximum depth from 6 to 12 feet...'૩૩

અર્થાત્ અહીં બરફવર્ષા વિનાનો ચાર મહિનાનો ગાળો ભાગ્યે જ સંભવે છે. સપ્ટેમ્બરના અંતમાં અથવા શરૂ થતી બરફવર્ષા છેક એપ્રિલ સુધી વધતી જ રહે છે. આ સમયગાળામાં ઠંડી કાતિલ હોય છે. સામાન્ય સાનુકૂળ સંજોગોમાં હિમપ્રપાત અને જળપ્રવાહથી અલિપ્ત બરફના ગંજ બાર-બાર ફૂટની મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય છે.

જાણીતા લેખક રાયપતિરામ બહાદુર સન ૧૯૦૦માં પોતાના પુસ્તક 'Garhwal, Ancient and Modern’માં નોંધે છે કે ડિસેમ્બરથી એપ્રિલના અંત સુધી આ પ્રદેશ ભેંકાર, શ્વેત બરફની ચાદરથી આચ્છાદિત અને બિલકુલ માનવવસ્તી વિનાનો હોય છે

બારે માસ બરફથી ઢંકાયેલા રહેતા હિમાલયને ઓળંગીને સન ૧૯૨૯ના જુલાઈમાં સ્વામી તપોવનજી અને સ્વામી કૃષ્ણાશ્રમજીએ માનસરોવરની યાત્રા કરી હતી. આ વિદ્વાન સંન્યાસીઓએ કરેલાં પથ-વર્ણન પરથી નીલકંઠે વેઠેલી મુશ્કેલીઓનો કંઈક અંદાજ આવી શકે છે. જો કે ફરીથી યાદ કરવું ઘટે કે માત્ર ૧૧ વર્ષની ઉંમર, કૌપીનભર વસ્ત્ર અને કોઈ જ સાધન-સામગ્રી કે સાથી વિના નીલકંઠે ફેબ્રુઆરીના કાતિલ શિયાળામાં માનસરોવરની યાત્રા ખેડી હતી, તેથી તેની તો માત્ર કલ્પના કરવી રહી.

સન ૧૯૪૬માં ઉત્તરકાશીના વિદ્વાન સંન્યાસી સ્વામી પ્રબોધાનંદજી૩૫ અને અન્ય પાંચ સંન્યાસીઓએ ભોમિયા સાથે ગૌમુખથી બદરીનાથ વચ્ચે આવી ઊંચાઈએ હિમનદો ઓળંગ્યા હતા. આ પૂર્વે પણ નીલકંઠે એ જ માર્ગે ગ્લેશિયરો ઓળંગ્યા હતા. એ કેવા કષ્ટદાયક હોય છે? ગ્લેશિયરો ઓળંગીને બહાર આવેલા પ્રબોધાનંદજી કહે છે: 'અમારા સૌના પગ બરફ, માટી અને પાણીમાં ચાલી ચાલીને અને પથરાઓ પર કૂદી કૂદીને એવી તે બૂરી રીતે તળવાઈ ગયા હતા કે લાંબા થઈને સૂઈ જ જવાનું દરેકને મન થતું હતું. બધે શિયાળાના વખતનો બરફ જેમનો તેમ જામેલો હતો. તે ઉપર ચાલતાં અમારાં ઉઘાડાં ને તળવાઈ-ઉઝરડાઈ ગયેલાં પગતળિયાંને જીવલેણ વેદના થતી હતી. અમારા બધાના પગ બહારથી સાવ બહેરા થઈ ગયા; ને અંદરથી ભયાનક સણકા મારતા હતા.”

વળી, એવા સંજોગોમાં ત્યાં રાત વિતાવવાની હોય તો? પ્રબોધાનંદજી કહે છે : 'હાડેહાડ થીજવીને બહેરાંબુંઠ કરી મૂકે એવા ટાઢા ગ્લેશિયરના કાચ જેવા સખત પારદર્શક હિમ ઉપર મટકુંય ઊંઘ આવે એ અશક્ય હતું. અને છતાં અમારે અહીં જ ગ્લેશિયરની આ જીવલેણ ટાઢીબોળ છાતી ઉપર રાત કાઢ્યા વિના આરો નહોતો. રાત વીતે તે પહેલાં અમે બધા ઠરી-થીજીને શિંગડું થઈ જઈએ, ને સવારે કોઈ આંખ જ ઉઘાડવા ન પામે એવી શક્યતા પૂરેપૂરી હતી.”

વળી, આ ગ્લેશિયરો પર ઉપરથી કઠણ બરફ જણાય, પરંતુ અંદર ભારે કળણ પણ હોય છે. એમાં એક વખત ખૂંચ્યા એટલે જીવથી ગયા જ સમજવું રહ્યું. અને એમાં અધૂરું હોય તેમ, એ ઋતુમાં ગાઢ ધુમ્મસ પણ હોય. દોરડાં બાંધી-બાંધીને એકબીજાના આધારે માંડ બચેલા સ્વામી પ્રબોધાનંદજી યાદ કરતાં કહે છેઃ “થોડું આગળ વધ્યા ન વધ્યા ને ધડામ્ દેતોકને અમારો ભોમિયો દલીપસિંઘ કમ્મરપૂર કળણમાં ઝિંકાયો! અમે ઝટઝટ એને બહાર ખેંચી કાઢ્યો. આગળ વધ્યો ને ફરી પાછો બીજામાં ઝિંકાયો! આખું ગ્લેશિયર શિયાળાના જામેલા ઘૂંટણપૂર બરફથી ભર્યું હતું, ને સ્વામિનારાયણ પ્રકાશ નવેમ્બર-૨૦૨૧ તળિયે ઠેર ઠેર દગાબાજ કળણો છૂપાયાં હતાં! ક્યાં કળણ હશે ને કઈ જગા સલામત, એ કહેવું સાવ અશક્ય હતું. આંગળી ખૂંચે ને બાચકો ભરાય એવા ગાઢ ધુમ્મસમાં એ ક્યાં છે તે કેમે કર્યાં કળાય નહીં. એ ભારે મુશ્કેલીમાં ને ઉશ્કેરાટમાં હતો, એ તો દેખીતું હતું. વળી, પાછો એનો સાદ સંભળાયોઃ ‘એક ડગલુંય ખસજો મા, છો ન્યાંથી. એકોએક. આપણે બધા ઊભી કરાડની કોરે છયે! એનું તળિયું જ દેખાતું નથી!”

અમે બધા સાચે જ વસમી સંકડામણમાં ઝલાયા હતા. કોઈ ઇયળ એકાદ ઝાડની ટીશી કે ડાંખળાને છેડે પહોંચી, પાછલી પૂંઠેથી ડાળને પકડી રાખીને પોતાના શરીરનો આગલો ભાગ લંબાવી ખુલ્લા અંતરીક્ષમાં આંબવા કરે, તેના જેવી જ બરાબર અમારી હાલત થઈ હતી! હવે ત્રીજો બરફદરિયો પાર કરવાનો હતો. વળી, પાછાં કળણો આવ્યાં! ડગલે-ડગલે આફતનાં પોટલાં. નહીં નહીં તોયે ૧૦-૧૫ ઓળંગવા પડ્યાં! પણ અમે ધીરજ ખોયા વગર સાવચેતીથી ઓળંગ્યાં. દલીપસિંઘે પછવાડેથી બૂમ પાડીઃ ‘હવે જમણી કોર્ય વળો. દોરડાં છોડી નાંખો. છૂટા હાલો. સાંકળ કરીને હાલવાની હવે જરૂર નથી.' અમે તેમ કર્યું. દલીપ દોરડાંનું ફીંડલું કરીને પાછો મોખરે થયો. હવે પાછાં રોડાં-પથરાથી છવાયેલાં ગ્લેશિયરો આવ્યાં. સાંજ વળવા લાગી ને ધુમ્મસ જે હજુ ઘેરાયેલું હતું તે એકાએક કાળાં ભમ્મર વાદળાંમાં ફેરવાઈ ગયું. આગલો ભેરુ દેખાય નહીં. બરફના મોટા મોટા પૉલ પડવા લાગ્યા. ગર્જના ને વીજ-કડાકા! બરફ, ગ્લેશિયરો, કળણો, બરફતોફાન અને વીજકડાકા સાથે જદોઝદ ખેડી હતી.”

નીલકંઠે આ કરતાંય અનેકગણી વિકટ મુશ્કેલીઓ કેવી રીતે પાર કરી હશે? કારણ કે તેઓ તો ફેબ્રુઆરીમાં નીકળ્યા હતા! વળી, આ ઉપરાંત નીલકંઠે એક સૌથી ભયાનક મુશ્કેલીનો સામનો કર્યો હોય, તો તે હતી હિમપ્રપાતની. હિમપ્રપાત અને ભૂપ્રપાત આ પ્રદેશની ખાસિયત છે. અહીં ભૂસ્ખલન એટલે કે લૅન્ડ-સ્લાઈડીંગનો સતત ભય રહે છે. પહાડોની કેડીઓ પરથી પસાર થતા યાત્રિકને કલ્પના પણ ન હોય એટલી ઝડપથી ઉપરથી પથ્થરોની મહાકાય શિલાઓ માટીના મોટા ઢગલા સાથે પ્રચંડ અવાજ કરતી નીચે ગબડી પડે છે. આ ભૂસ્ખલનમાં કેટલાય યાત્રિકો દટાઈ મર્યા છે.

આ હિમપ્રપાત અને ભૂપ્રપાતના અનુભવો કેવા હોય છે? ભોમિયા દલીપસિંઘ અને સ્વામી પ્રબોધાનંદજીના અનુભવોને સાંભળોઃ૩૭ “હવે અમે કદી ન પીગળનારા અનંતકાળના બરફાનોવાળા પ્રદેશમાં પ્રવેશી ચૂક્યા હતા. અમારા ચતુરંગી ગ્લેશિયરના બેઉ કાંઠા ઊંચી બરફમાળોના ચરણસ્પર્શ કરતા હતા. ...એકાએક શિખરો તરફ અમે મોટો ગડગડાટ સાંભળ્યો. ‘એ શું? વરસાદ ગાજે છે? વાદળાં તો નથી!’ પણ જવાબની જરૂર જ ન રહી. પેલાં બરફનાં ઊંચાં શિખરોવાળા ઢોળાવો પરથી મસમોટાં બરફાનાં ડગળાં ને ચટ્ટાનો ધડાધડ નીચે ગબડતાં અમે જોયાં! અને તેનાં બરફ રોડાંથી પર્વતમાળનો ઢોળાવ જોતજોતાંમાં છવાઈ ગયો! જે તળેટીની કોરાણે થોડીક જ મિનિટો પહેલાં અમે ચાલી રહ્યા હતા તેની ઠેઠ કોર સુધી એ બધું આવીને ત્રાટક્યું એ અમે સગી આંખે જોયું! ‘જોયું? ઈનું નામ ડાંડાઢળણ (ગિરિપ્રપાત). ગોરા લોક ઈ ને 'આવલાંશ' કે. આવાં ડાંડાઢળણ આંયકણે રોજ થ્યાં કરે. આ જગ્યા જ ઈની રોજની. અટલે ન્યાં થઈને કોય દિ' નૉ હલાય. મને ખબર, અટલેં જ તો હું તમને પટ વચાળે થઈને લાવ્યો.”

પણ ગ્લેશિયરના પટ વચ્ચોવચ આ આશ્ચર્યમાંથી અમે જાગીએ, ન જાગીએ ત્યાં તો આંખ મીંચી ઉઘાડીએ એટલી વારમાં શિખરો પાછળથી કાળાં ભમ્મર વાદળાં અચાનક અમારા પર ધસી આવ્યાં! વરસાદ ને બરફના સખત મારાએ અમને એકેએક જણને આંધળાભીંત કરી મેલ્યા! પેલી પડાવવાળી જગા અમારાથી માંડ બે ખેતરવા જેટલે હતી. ત્યાં પહોંચવા અમે મરણિયા પ્રયાસો કર્યા. પણ કોઈ વાતે પહોંચવા પામ્યા નહીં! અમારા મૌની અવધૂત દિગંબર અને બીજા પણ બધા સાથીઓ ટાઢિયા તાવમાં સપડાયા હોય તેમ થથરતા હતા. અમારાં નાક-આંખ ભયાનક રીતે ચૂવા લાગ્યાં. દાઢી-મૂછો બરફથી ધોળી થઈ ગઈ. શ્વાસની વરાળોના સફેદ ગોટા મોંમાંથી નીકળતાંવેંત બરફકણ બની જતા હતા! ન છૂટકે, જ્યાં હતા ત્યાં ને ત્યાં, ગ્લેશિયરના જ પટ ઉપર, એક મોટા ચટ્ટાનની ઑથે અમે આશરો લીધો, ને અમારી છોલદારી(તંબુ) તાબડતોબ ઊભી કરી તેમાં ટાઢે થથરતા સાથીઓને સુવાડી ધાબળાઓથી ઢબૂરી દીધા! અમને સખત તરસ લાગી હતી. પણ પાણી ક્યાંથી લાવવું? ચોમેર જ્યાં જુઓ ત્યાં નકરો બરફ. તાજા બરફનાયે ઝીણા ઝીણા પૉલ પડ્યે જતા હતા. હું પાણીનું ખાબોચિયું શોધવા નીકળ્યો. એક જડડ્યું. પવાલું ભરીને પીવા લાગ્યો. પણ સખત તરસ લાગી હોવા છતાં એક ચાંગળું પાણી પણ મારાથી પીવાયું નહીં! ટીપું-ટીપું કરીને માંડ લગીરેક પીધું. બીજું ભરી લઈને મુકામે આવ્યો. ટાઢ તો કરડકણા કૂતરાની જેમ કૂદી-કૂદીને અમને બચકાં ભરતી હતી. મારા ઉઘાડા સાથીઓનો ખ્યાલ મને પજવવા લાગ્યો. મારા ઉઘાડા માથા પર તાજા બરફની ટોપી થઈ ગઈ.’૩૮

બાળયોગી નીલકંઠ પણ આવા હિમપ્રપાત અને ગિરિપ્રપાત વચ્ચેથી પસાર થવું પડયું હશે! કેવી રીતે પાર ઊતર્યા હશે નીલકંઠ? માત્ર જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન જ ઓળંગી શકાતા આ માર્ગેથી પસાર થતાં સ્વામી પ્રબોધાનંદજી કહે છે: ‘વચ્ચે વચ્ચે જરા આપસમાં બોલીએ, વાત કરીએ તેટલાથી પણ અમને થાક વરતાતો; અને જો કે અમે ચાલતા નહોતા, સૂતેલા હતા, છતાં એ અઢાર હજારની કે વધુ ઊંચાઈએ હવા એટલી પાતળી કે શ્વાસોશ્વાસ માટે અમે વલખાં મારતા હતા. ધમતી ધમણો જેવા શ્વાસ લેતાં અમે ચડતા હતા. દર ત્રીજે ડગલે થોભીને નવ વખત શ્વાસ લેવાનો. શરીર, જીવ ને પ્રાણ બધું નિચોવાઈ જતું હતું. અકેક ડગલું જહેમત ને જદોઝદ થઈ પડ્યું! અમારી અક્કલ હવે ખરેખર બહેર મારી ગઈ! બરફાનોના આ અગમ-અગોચર દરિયામાં હોકાયંત્ર વગર અમારે ક્યાં જવું? કઈ બાજુ વળવું? અમે મરણિયા પ્રયાસ આદર્યા. બપોરના સૂર્યના તેજમાં ઝગારા મારતા બરફથી અમારી આંખો અંજાઈને બૂરી રીતે ગળવા લાગી! ચમકતા બરફાનોમાં ડાબલા-ચશ્માં વગર ત્રણ દિવસ સુધી ચાલી-ચાલીને અમારી આંખો ભયાનક દુખવા ને ચૂવા લાગી હતી. રસ્તો કળાય એટલી પણ ઊઘડતી નહોતી. અધૂરામાં પૂરું પાછા ગાઢ ધુમ્મસે અમને વીંટ્યા. અમે એકબીજાને પણ ભાળી શકતા નહોતા! અમે નીચે ઊતર્યા તો પણ આંખોની કીકી ઉપર હજુ કશુંક ધુમાડાના પડ જેવું રહ્યું હતું. તેથી દરેક વસ્તુ અમને બેવડી-ત્રેવડી દેખાવા લાગી! જરાક જેટલે દૂરથી સામે ઊભેલું માણસ છે કે જાનવર એટલુંયે ન ઓળખાય! બરફથી અંજાયા પછી આંખોને આવું નુકસાન થાય છે, જે ઘણી વાર બબ્બે-ત્રણ-ત્રણ અઠવાડિયાં ચાલે છે; જો કે કાયમનું નુકસાન ભાગ્યે થાય છે.’૩૯

આવા અનેક પ્રાકૃતિક સંઘર્ષોનો સામનો કરતા નીલકંઠ માના ઘાટ ઊતરીને આશરે ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઈએ ૨૦ માઈલ ચાલે છે, ત્યાં ફરીથી ૧૬,૪૦૦ ફુટ ઊંચો ‘ચરંગ ઘાટ’ ઓળંગવાનું આવે છે. ફરીથી એ જ મુશ્કેલીઓનો લલકાર! ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ તિબેટના મેદાનોમાં પ્રવાસ દરમ્યાન અનુભવાતી મૃત્યુકારક મુશ્કેલીઓનાં યુરોપિયન ચિત્રકારોએ કરેલાં ચિત્રો... નીતિ ઘાટ પાર કર્યા પછીની યાત્રામાં સરેરાશ ૧૨ થી ૧૪ હજાર ફૂટની ઊંચાઈએ આવેલા તિબેટી મેદાનોનો પ્રદેશ શરૂ થાય છે.

એ સમયે આ તિબેટી પ્રદેશમાંથી પસાર થતાં એક સમસ્યા સ્થાનિક જંગલી લોકોની હતી. પર્વતોમાંથી માટી કાઢી, ગુફાઓ બનાવીને કે પર્વતની તળેટીમાં ઝૂંપડાંઓ બનાવીને રહેતા ખૂબ મોટા કદના એ લોકો અહીંથી પસાર થતા માણસને લૂંટી લે અથવા મારી પણ નાંખે. સન ૧૮૧૨માં માનસરોવરની યાત્રા કરનાર વિખ્યાત બ્રિટિશ સંશોધક ડૉ. વિલિયમ મૂરક્રોફ્ટને આવા જંગલી લોકોએ જ મારી નાખ્યા હતા.૪૧ એ માંસાહારી લોકો વિશે લખતાં સ્વામી તપોવનજી કહે છે: “તિબેટમાં ઘેટાં અને ચમરી ગાયોની કતલ નિર્બંધ રીતે થયા કરે છે. આથી સ્વાભાવિક છે કે પશુઓનાં હાડકાંઓ, ખરીઓ, શિંગડાંઓના ઢગલાઓ જ્યાં-ત્યાં પડેલા હોવાથી આપણને ઘૃણાજનક લાગે. તેઓ કાચું માંસ ખાય છે. (તેથી જ આપણાં પુરાણોમાં તેમને પિશાચો કહ્યા હશે.)’૪૨

માનસરોવર તરફ આગળ વધતાં, સખત ઠંડો પવન, અને પુલો વગરનાં નદી-નાળાંઓ ઘણાં આવતાં હોવાથી તે પાર કરવામાં યાત્રીઓને ઘણી જ મુશ્કેલી પડે છે. વચ્ચે ઘણી નદીઓના પ્રવાહો ખૂબ વેગથી વહે છે અને તે છાતીસમાણાં ઠંડાગાર પાણીમાંથી પાર કરવું પડે છે. તેથી જાન જોખમાય છે. એક સદી પહેલાં માનસરોવર યાત્રાએ આવેલા બ્રિટિશ દિલ્હીના જાણીતા ઍડવોકેટ અને લેખક શ્રી રામશરણ વિદ્યાર્થીએ સન ૧૯૦૦માં આ તિબેટી પ્રદેશમાંથી પસાર થતાં લખ્યું છેઃ 'न कोई जीवजन्तु और न हरे-भरे वृक्ष ही यहाँ देख पड़ते हैं। सर्वत्र महाशीत वायु मृत्यु सम सर पर मँडराती रहती है और प्रत्येक क्षण डाकुओं का भय हृदय में बना रहता है। इस प्रकार शीत और डाकु मृत्यु के समान सदैव भयभीत किये रहते हैं। जल और वायु का प्रवाह बड़ा तीव्र और वेगशाली है और बिना रोकटोक निर्द्वन्द्व और उदंड रूप से बहता है। इस प्रकार निर्जीव और निरुत्साह इस भयानक बियाबान जंगल में हम लोग अपने मन्दगामी टट्टुओं पर बैठे हुए प्रातः से सायं तक निस्तબ્ધ શાંત તથા મૂક બન, પૂર્ણ મૌન ધારણ કિયે હુએ, આત્મચિંતન ઔર આન્તરિક મનન મેં નિરન્તર સંલગ્ન, અર્ધ નિદ્રિત અવસ્થા મેં ચલતે રહે. इस ईश्वर की सृष्टि में कहीं भी मानવી કૃતિ કા લેશમાત્ર ભી સંમિશ્રણ દિખાઈ નહીં પડતા.

सर्वत्र एक रंग और नीरस मार्ग अपरिवર્तिત रूप से निर्धारित और निश्चित सा चला जाता है. इस अर्धजाग्रत अवस्था में मानसिक विचार चक्षु के सम्मुख इन असंख्य प्रस्तरों में जो रात्रि को आकाश के तारों के समान प्रकाशित होते हैं, ईश्वर की ज्योति झलकती है।'૪૩

તિબેટમાં પ્રવેશ્યા પછી સામાન્ય રીતે પથરીલાં મેદાનો જ વિશેષ આવે છે. પરંતુ લગભગ ૧૨ થી ૧૪ હજાર ફૂટની ઊંચાઈએ આ ભેંકાર પ્રદેશમાં વાતાવરણમાં અચાનક જ તાંડવ ઊઠે ત્યારે ભલભલાનાં હાજાં ગગડી જાય છે. શ્રી રામશરણ વિદ્યાર્થી: 'જબ હમ રાત્રિ વિશ્રામ કા પ્રબન્ધ કર હી રહે થે કિ સહસા વહાં કી શાંતિ મહાશાંતિ કા રૂપ ધારણ કરને લગી. વાસ્તવ મેં યહ શાંતિ ભાવિ પ્રલયકારી આઁધી કી પરિચાયક થી. હમ સબ લોગ સ્તબ્ધ તથા વિસ્મિત હો અપને અપને ડેરોં મેં બૈઠ ગયે. દેખતે દેખતે નીલ વર્ણ આકાશ ધવલ રૂપ મેં પરિણત હો ગયા ઔર બડે હી શાંત ભાવ સે હિમવર્ષા હોને લગી. સારી ભૂમિ પર શ્વેત હિમ કી ચાદર સી બિછ ગયી. હરી-ભરી ઘાટી શ્વેત વસ્ત્ર ધારણ કર સર્વપ્રકાર શ્વેત હી શ્વેત દૃષ્ટિગત હોને લગી. સારે મૈદાન કે ઝાડ ઔર પૌધે હિમમય દીખ પડને લગે. ભેડ, બકરી, ગાય આદિ સબ હી ઇસ શ્વેત બર્ફ કે વસ્ત્રોં સે આચ્છાદિત હો ગઈં.'૪૪

હિમ સાથે આક્રમક બનીને તૂટી પડતી આવી આંધી મૃત્યુકારક બની રહે છે. સન ૧૯૦૬ અને ૧૯૦૮માં માનસરોવર યાત્રાએ આવેલા સ્વીડનના સંશોધક સ્વેન હેડિને આવી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. પોતાના પુસ્તક ‘ટ્રાન્સ હિમાલય’માં૪૫ તેઓ આ પ્રલયકારી આંધીનું રુંવાડાં ખડાં થઈ જાય તેવું વર્ણન કરે છે. (જુઓઃ બાજુનાં ચિત્રો) સ્વેન હેડિને પોતાના બાર ઘોડા અને સાથીઓને ગુમાવ્યા હતા. વળી, તિબેટનાં જંગલી પશુ યાક પણ ક્યારેક આક્રમણકારી બની જાય છે ત્યારે કોઈકે કુરબાની વહોરવી જ પડે છે. સ્વેન હેડિને યાકના આ આક્રમણને લીધે જ પોતાનો ભોમિયો ગુમાવ્યો હતો. મોટા કાફલા સાથે, પૂરી સજ્જતા સાથે અહીં આવેલા સ્વેન હેડિન જેવા પ્રવાસવીર પણ આવી અનેક મુશ્કેલીઓ સામે માંડ માંડ પાર ઊતર્યા હતા. (જુઓઃ બાજુનાં ચિત્રો) ત્યારે માત્ર ૧૧ વર્ષની ઉંમરના કોમળ શરીરે નીલકંઠ આ આક્રમક અને કઠોર શિયાળા સામે, આક્રમક પશુઓ સામે કઈ રીતે ટક્કર ઝીલી શક્યા હશે?

માનસરોવર સુધીનો માર્ગ સરેરાશ ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ છે. સાનુકૂળ ઋતુમાં આ માર્ગે વચ્ચે નાની-નાની મંડીઓ આવે છે. મંડી એટલે પાંચ-પચીસ તંબુઓનું નાનું બજાર. કાતિલ શિયાળામાં વણઝારાની જેમ આ મંડીઓ સંકેલાઈ જાય છે અને સલામત સ્થળે પહોંચી જાય છે. નીલકંઠે સતલજ નદીના પ્રવાહની સાથે સાથે ચાલીને કૈલાસ સુધી તારચેન(૧૫,૧૦૦ ફૂટ ઊંચાઈ) આવવું જ પડે.૪૬ વધુ શક્યતા એવી લાગે છે કે નીલકંઠ સતલજ નદીના કિનારે-કિનારે ચાલીને, અધવચ્ચે સતલજ નદીના પ્રવાહને ઓળંગી તેના સામા કાંઠે તીર્થપુરી સુધી પહોંચ્યા હશે. તીર્થપુરી ખૂબ જ પૌરાણિક માહાત્મ્ય ધરાવે છે. અહીં પહોંચતાં પહેલાં જ પવિત્ર કૈલાસ શિખરનાં મનોહર દર્શન થવા લાગે છે. ગમે તેવો નાસ્તિક પણ સહજતાથી નતમસ્તક થઈ જાય એવી અદ્ભુત દૈવી શોભાથી કૈલાસ પર્વત માણસના મનમંદિરમાં છવાઈ જાય છે. હવે પૂર્વ દિશામાં સીધા જ આગળ ધપીને પ્રચંડ હિમપાત વચ્ચે થીજી ગયેલાં અનેક ઝરણાંઓ ઓળંગીને નીલકંઠ કૈલાસ પર્વતના થડમાં પહોંચ્યા હશે. અહીંથી નીલકંઠે કૈલાસની પરિક્રમાનો આરંભ કર્યો હશે.

કૈલાસ-માનસરોવર પ્રદેશનું હવામાન અત્યંત ઠંડું અને ઠંડા વાયરાઓથી ઘેરાયલું રહે છે. નવેમ્બરથી મે મહિના દરમ્યાન અહીં બરફવર્ષા સાથે કાતિલ તોફાની વાયરા વહે છે. ક્ષણે-ક્ષણે હવામાન પલટાતું રહે છે. અચાનક આકાશમાં ઘનઘોર વાદળાં છવાઈ જાય છે અને બરફની વર્ષા આક્રમક બની ધરતી પર તૂટી પડે છે. આ અનુભવો વર્ણવતાં શ્રી રામશરણ વિદ્યાર્થી લખે છે: ‘કૈલાસ-માનસરોવરના બે અભ્યાસુ યાત્રીઓ : સ્વીડનના ડૉ. સ્વેન હેડીન અને સ્વામી પ્રણવાનંદજી... એક ડેઢ ફીટ બર્ફ મેં પૈર સરલતા સે ધંસ જાતા હૈ. બર્ફ કા પ્રસાર ઔર વિસ્તાર ઇતના અધિક હૈ કિ દો તીન ફલાઁગ તક કઈ બાર શ્વેતવર્ણ કી ચાદર સી દેખ પડતી હૈ. ઇસકા દૃશ્ય પરમ મનોરમ હૈ. યહી સ્થાન સિન્ધુ નદી કા ઉદ્ગમ હૈ... આગે ચલના હિમ મેં સમા જાના હી હૈ...’૪૭

પરંતુ આવી અનેક કપરી કસોટીઓને પાર કરીને યાત્રિક બહાર આવે છે ત્યારે માનસરોવરનું રમણીય દૃશ્ય તેને દુઃખ-દર્દથી મુક્ત કરી દે છે. કૈલાસ પર્વતથી માનસરોવર અગ્નિકોણમાં કેવળ ૨૦ કિ.મી. દૂર છે. સ્વામી તપોવનજી લખે છે : “માનસરોવર ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ સ્થિત છે... નીલરંગી જલ પ્રશાંત હોય છે. હું નથી માનતો કે, આ સરોવરની સુંદરતા જેવી સુંદરતા પૃથ્વી ઉપર બીજી કોઈ જગ્યાએ હોય! સંધ્યાને સમયે તેનું સૌંદર્ય એવું અનેરું છે કે તત્ત્વજ્ઞાનીઓને સમાધિ લાગી જાય છે.’૪૮

જો કે માનસરોવર સુધી પહોંચેલા નીલકંઠ વર્ણીનો અનુભવ સ્વામી તપોવનજી કરતાં બિલકુલ જુદો જ હતો. કારણ કે અહીં તત્ત્વજ્ઞાનીઓ નહીં, ૫૧૮ ચો.કિ.મી.ના વિરાટ વિસ્તારમાં વ્યાપેલું ખુદ માનસરોવર સમાધિસ્થ થઈ ગયું હતું. સમગ્ર માનસખંડને થીજવી દેતો તે સમય, મહાકાળ સમા કઠોર શિયાળાનો હતો. કેવી હશે તેની રમણીયતા? કે કેવી હશે તેની કઠોરતા? ચાલો, હવે પછીનાં પૃષ્ઠોમાં પ્રવેશ કરીએ, નીલકંઠના વ્યક્તિત્વના એક વધુ પ્રકરણને ઉજાગર કરીએ.

 

0 comments

તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ - સ્વામિનારાયણ પ્રકાશ માર્ચ-૨૦૨૧

  તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ દક્ષિણ ભારતના તત્ત્વજ્ઞાનના મૂર્ઘન્...