પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગનું મનન - ૧

 (તા. ૨૫-૧૨-૯૮, સારંગપુર)

સ્વામીશ્રી સવારે યોગીજી મહારાજની રૂમમાં દર્શને પધાર્યા. એક સંત યોગીજી મહારાજની પ્રસાદીભૂત વાત બોલતાં કહે, 'યોગીજી મહારાજે કહ્યું કે અમે ૫૦ વર્ષથી સત્સંગમાં છીએ. તે મોટા સદ્‌ગુરુ થકી એક જ વાત શીખ્યા છીએ કે ખટપટમાં ન પડવું. ગુણાતીત બાગના કાંટાનોય અવગુણ ન લેવો.'
સ્વામીશ્રી યોગીજી મહારાજની મૂર્તિની પ્રદક્ષિણા ફરતા કહે, 'ખટ ને પટ.' પછી કહે, 'કાંટાનોય અવગુણ ન લેવો. કાંટો વાગે તો લેવો પડે ને !' થોડી ક્ષણો બાદ કહે, 'કાંટો એટલે કોઈ બોલ્યું-ચાલ્યું હોય તે. તે કાંટો ધીરે રહીને કાઢી લેવો. હું આત્મા છું, અક્ષર છું. એમ માને તો કાંટો ન વાગે. તું આવો, તું તેવો... એમ થોડું કહેવાય છે ? કાંટો (શબ્દનો, અપમાનનો) વાગે તો કોઈને કહેતા ન ફરવું. ધીરે રહીને કાઢી નાખવો. કોઈને ખબર ન પડે.'


ઉપરોક્ત પ્રસંગમાંથી સ્વામીશ્રીનો કયો ગુ આપને જાણવા મળ્યો? કોમેન્ટ કરીને જણાવશો.

6 comments

  1. KOINO PAN AVGUN NA LEVO EVU KAHE CHE BAPA

    ReplyDelete
  2. કોઈ નો પણ અવગુણ ન લેવો....તેમાંથી સારો ગુણ લાઇ સકાય... મન ગમતું મૂકવું

    ReplyDelete
  3. Jem apda guru mahantswami maharaj e pn kidhu che k abhav avgun par moti chokdi karvi etle kyarey koino abhav avgun levo nai.

    ReplyDelete
  4. આપડે અંતર હ્રદય મા સદાય મહારાજ સ્વામી બિરાજે છે તો બીજા બધા માં પણ મહારાજ સ્વામી વિરાજમાન છે એ ભાવ આપડે રાખીએ તો કોઈ નો અભાવ અવગુણ આપડા મન માં આવે જ નઈ.સર્વે હરિભક્તો અક્ષર મૂકતો જ છે અને આપડે અક્ષર ધામ મા જવું છે તો લેશ માત્ર બી કસર ના રાખવી નહિ તો અક્ષર ધામ મા મહારાજ ના ચરણો મા આપડું સ્થાન ના મળે

    ReplyDelete

તારીખ- 29 એપ્રિલ 2024 Reading પ્લાનિંગ

               પ્રારંભ યોગીજી મહારાજ - પ્રકરણ - 27,28 કિશોર સત્સંગ પ્રારંભ - પ્રકરણ 14 ઘનશ્યામ ચરિત્ર - પ્રકરણ 27,28 ( જો પૂર્ણ ના થયું હોય...