અમને પ્યારું પ્યારું લાગે પ્રમુખસ્વામી કેરું નામ
વનમાળીદાસ
(‘એની જ્યોતિ જગમગ થાય...’ એ ઢાળ)
અમને પ્યારું
પ્યારું લાગે પ્રમુખસ્વામી કેરું નામ,
પ્રમુખસ્વામી
કેરું નામ, જીવને ઠરવાનું છે ઠામ,
અમને પ્યારું પ્યારું... ꠶ટેક
સહુથી સારું
નામ છે ન્યારું, ઉજ્જ્વળ જીવનને કરનારું,
પામે ચંચળ મન
વિશ્રામ, પ્રમુખસ્વામી કેરું નામ... ૧
નિશદિન ભાવ
ધરી સંભારું, અંતરથી ના ઘડીએ વિસારું,
થાયે જીવન
પૂરણકામ, પ્રમુખસ્વામી કેરું નામ... ૨
સર્વે સ્થિતિ
સર્વ ક્રિયામાં, હરદમ હેતે ધરું હૈયામાં,
દિલમાં શુભ
ગુણ વસે તમામ, પ્રમુખસ્વામી કેરું નામ... ૩
પ્રગટ મળિયા
પ્રમુખસ્વામી, કહે વનમાળી ભાંગી ખામી,
કરીએ કોટી
કોટી પ્રણામ, પ્રમુખસ્વામી કેરું નામ... ૪
Amne pyāru pyāru lāge
Pramukh Swāmī keru nām
Vanmalidas
Category: Pramukh Swami Maharajna Pad
(‘Enī jyoti jagmag thāy...’ e ḍhāḷ)
Amne pyāru pyāru lāge Pramukh
Swāmī keru nām,
Pramukh Swāmī keru nām, jīvane
ṭharvānu chhe ṭhām...
Sahuthī sāru nām chhe nyāru,
ujjvaḷ jīvan ne karnāru,
Pāme chanchaḷ man vishrām, Pramukh
Swāmī keru nām... 1
Nishdin bhāv dharī sambhāru,
antarthī nā ghaḍīe visāru,
Thāye jīvan pūraṇkām, Pramukh
Swāmī keru nām... 2
Sarve sthiti sarva kriyāmā, hardam
hete dharu haiyāmā,
Dilmā shubh guṇ vase tamām,
Pramukh Swāmī keru nām... 3
Pragaṭ maḷiyā Pramukh Swāmī, kahe
Vanmāḷī bhāngī khāmī,
Karīye koṭi koṭi praṇām, Pramukh
Swāmī keru nām... 4
0 comments