અક્ષરપુરુષોત્તમ ઉપાસના ઓનલાઈન ટેસ્ટ
નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક વણવી સિદ્ધાંત લખો. (કુલ ગુણ : ૪)
૧. સત્સંગિજીવન ગ્રંથની રચના
ર. પર્વતભાઈને ખેતી કરતાં કરતાં દિવ્ય દર્શન
૩. વરતાલમાં ગુણાતીતાનંદ સ્વામીને ઠપકો
નીચે આપેલામાંથી કોઈ પણ બે વિષયના સંદભમાં શાસ્ત્રનાં ત્રણ પ્રમાણો આપો.
(સંદભ શાસ્ત્રનું નામ અને કમાંક લખવો ફરજિયાત છે.) (કુલ ગુણ : ૬)
૧. મૂર્તિમાન થકા વ્યાપક કેવી રીતે ?
૨. કલ્યાણનું પરમ સાધન : ભગવાનને સર્વ-કર્તાહર્તા સમજવા.
૩. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર શાથી ? : શાસ્ત્રોનાં પ્રમાણો
પ્રમાણ, સિદ્ધાંત કે કડી પરથી વિષયનું શીષેક આપો. (કુલ ગુણ : ૫)
૧. કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા તો પણ પ્રતીતિ ટળી નહિ.
ર. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ.
૩. મેરા યહ અવતાર હૈ સો તો જીવોકું બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેનેકે વાસ્તે અક્ષરાતીત
પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જેસા બન્યા હૂં.
૪. મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે.
૫. પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી.
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો.
(કુલ ગુણ : ૪)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ ખરાની નિશાની કરી હશે તો જ પૂણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. અક્ષર તથા પુરુષોત્તમની સરખી સેવા-ભક્તિનો મહિમા
(૧) ત્યાં પણ શ્રીકૃષ્ણ રૂકષ્મણી આદિ સેવકમંડળ સાથે જ છે એવી ભાવના કરવી.
(2) આપણે વિભીષણ જેવા ભક્ત થવું.
(૩) મહારાજનો દ્રોહ કરે તો માથું કપાય.
(૪) ઉત્તમ ભક્ત જે પાર્ષદ તેનો દ્રોહ કરે તો નાક-કાન કપાય.
૨. ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરપણાનું પ્રતિપાદન કરનારા સંતો
(૧) ગોપાળાનંદ સ્વામી
(2) નૃસિંહાનંદ સ્વામી
(૩) ધર્મજીવનદાસ સ્વામી
(૪) વ્યાપકાનંદ સ્વામી
નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે વિષયનું વિવરણ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. અક્ષરબ્રહ્મ : સાકાર, મૂતિમાન, સદા દિવ્યવિગ્રહ સેવકરૂપે
૨. દિવ્યભાવ સમજવો આવશ્યક છે.
૩. સર્વોપરીપણાની નિષ્ઠા આવશ્યક
નીચે આપેલાં વાક્યોમાંથી કોઈ પણ બે વિષે કારણો આપી સમજાવો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. આત્યંતિકી મુક્તિ માટે બ્રહ્મરૂપ થવું આવશ્યક છે.
ર. ઉપાસનાથી જ મોક્ષ છે.
૩. ભગવાનને નિરાકાર સમજવા તે પંચ મહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે.
ટૂંકનોંધ લખો :
શ્રીજીમહારાજે કહેલો ગુણાતીતાનંદ સ્વામીનો અસાધારણ મહિમા (કુલ ગુણ : ૫)


0 comments