અક્ષરપુરુષોત્તમ ઉપાસના ઓનલાઈન ટેસ્ટ સોલ્યુશન

નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક વર્ણવી સિદ્ધાંત લખો. (કુલ ગુણ : ૪)
૧. સત્સંગિજીવન ગ્રંથની રચના (૪/૪૮) ગઢડામાં શ્રીજીમહારાજે “સત્સંગિજીવન' ગ્રંથ લખાવ્યો ત્યારે તેમાં ઉપાસના સંબંધી ચર્ચા થઈ. નિત્યાનંદ સ્વામીએ, મહારાજને સવૌપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ સમજવા અને લખવા આગ્રહપૂર્વક કહ્યું. બીજા પરમહંસોએ શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ જેવા લખવાનું પ્રતિપાદન કર્યું. શ્રીજીમહારાજે ચોવીસ અવતારો પોતાના સ્વરૂપમાં લીન કર્યા તે તથા બીજાં એશ્વર્યોની નિત્યાનંદ સ્વામીએ વાત કરી. પોતાની દલીલ મક્કમતાપૂર્વક રજૂ કરી, મહારાજને બીજા અવતારો જેવા કહીએ તો મહારાજનાં અદ્ભુત અને અલૌકિક એશ્વર્યો ખોટાં પડે તેમ પણ કહ્યું. શ્રીજીમહારાજે પોતે બીજા પરમહંસોની દલીલમાં સૂર પુરાવી કહ્યું કે “અમે શ્રીકૃષ્ણ જેવા જ છીએ. તેથી વધુ ન લખાય.” આ ઉપરાંત આવો આગ્રહ સેવવા માટે નિત્યાનંદ સ્વામી સાથે ઘણી દલીલો કરી એટલું જ નહિ પણ નિત્યાનંદ સ્વામીને એકલા પાડીને તેમની સાથે સાત દિવસ સુધી મહારાજ બોલ્યા નહિ અને તેમનો બહિષ્કાર કર્યો. આ છતાં નિત્યાનંદ સ્વામી તેમની સમજણમાં અડગ રહ્યા. છેલ્લે શ્રીજીમહારાજે તેમની સમજણની પ્રશંસા કરી, તેમને પોતાની પ્રસન્નતાનો હાર આપ્યો અને કહ્યું : “ઉપાસક તો આવા જ હોય, કારણ કે અમે સર્વ ભેગા ભળી ગયા અને તેમનો તિરસ્કાર કર્યો છતાં તેમણે સાચી વાત મૂકી નહિે.'' આમ નિત્યાનંદ સ્વામીના પ્રસંગથી શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠાની વાત દઢ થાય છે. સિદ્ધાંત : સત્સંગિજીવન ગ્રંથની રચનાના પ્રસંગથી શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાની વાત દંઢ કરવી ને પોતાના ઇષ્ટદેવ તે નિષ્ઠા ફેરવાવે તો પણ ન ફરવું.તેથી ધક્કામુક્કી થઈ. ને આગળથી જ સ્વામીને ઠપકો આપવાનું ગોપાળજી દાદાએ માથે રાખેલું. તેથી આ પ્રસંગે ગોપાળજી દાદા સ્વામીને ઠપકો આપતાં બોલ્યા, “પ્રેમલા થઈને ધક્કામુક્કી કરો છો. વળી સ્વામીને પણ ભગવાન થવું છે માટે કોઈને કાંઈ કહેતા નથી.' આથી સ્વામી ઊંચા સાદે સભામાં બોલ્યા, “કોઈ અમને ભગવાન કહેશો નહિ. ભગવાન તો એક સર્વોપરી અને સર્વાવતારના કારણ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છે અને શાસ્ત્રમાં જેને મૂળ અક્ષર કહ્યા છે તે આજે આ સભામાં તમારી સામે વાતો કરે છે. માટે ઓળખી રાખજો.' સિદ્ધાંત : પોતે મૂળ અક્ષર હતા તો વિરોધના વંટોળમાં પણ ડર્યા વગર નિધડકપણે પોતાના અક્ષર-સ્વરૂપની સ્પષ્ટતા કરી.
2.પર્વતભાઈને ખેતી કરતાં કરતાં દિવ્ય દર્શન (૪/૪૬) મહારાજના અનન્ય ભક્ત, ગામ અગતરાઈના પર્વતભાઈને એક વખત ખેતી કરતાં મહારાજમાં વૃત્તિ જોડાઈ ગઈ અને શ્રીજીમહારાજની તેજોમય મૂર્તિનાં પ્રથમ દશન થયાં. અને તે પછી તે તેજમાં એક પછી એક ચોવીસ અવતારોએ દર્શન આપ્યાં અને પાછા શ્રીજીમહારાજની મૂતિમાં એ સવે અવતારો સમાઈ ગયા. આવાં દિવ્ય દર્શનથી પર્વતભાઈ ઘણા પ્રસન્ન થયા. આ ઉપરથી પ્રતીતિ થાય છે કે જે સમર્થ હોય, સર્વશ્રેષ્ઠ હોય તે જ બીજાને પોતામાં લીન કરી શકે.
સિદ્ધાંત : જે સર્વોપરી હોય સમર્થ હોય અથવા સર્વશ્રેષઠઠ હોય તેમાંથી જ બધા અવતારો પ્રગટે અને પાછા તેમનામાં જ લીન થાય આ પ્રસંગ પરથી એવો સિદ્ધાંત ફલિત થાય છે.
૩. વરતાલમાં ગુણાતીતાનંદ સ્વામીને ઠપકો (૬/૧૨૨-૧૨૩) સંવત ૧૯૨૩ ચૈત્રી પૂનમના સમૈયામાં ગુણાતીતાનંદ સ્વામી વરતાલ સમૈયે આવવાના હતા. ત્યારે પવિત્રાનંદ સ્વામીએ પ્રબંધ કર્યો હતો કે કોઈએ સ્વામીનું સ્વાગત કરવા ન જવું. પણ સ્વામી આવ્યાના સમાચાર મળતાં સભા ઊઠીને સામે ગઈ. વળી સભામાં પણ સ્વામીને પગે લાગવા આવવા લાગ્યા.
નીચે આપેલામાંથી કોઈ પણ બે વિષયના સંદભમાં શાસ્ત્રનાં ત્રણ પ્રમાણો આપો. (કુલ ગુણ : ૬)
નોંધ :- દરેક પ્રમાણ દીઠ ૧ ગુણ. સંદભ શાસ્ત્રનું નામ અને ક્રમાંક લખવો ફરજિયાત છે. પ્રમાણમાં ક્યારેક સંસ્કૃત શ્લોક અને ભાષાંતર હોય છે. પરીક્ષાર્થીએ કોઈ પણ એક લખ્યું હોય તો પણ સાચું આપવું.
૧. મૂર્તિમાન થકા વ્યાપક કેવી રીતે ? (૩/૧૫-૧૬)
પ્રમાણ : ૧ બ્રહ્મ તો એકદેશી છે પણ સ્વદેશી નથી અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સાર્માર્થેએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે. એમ વ્યાપક કહ્યા છે પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી ભગવાન તો સદા મૂર્તિમાન જ છે તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટિ બ્રહ્માંડમાં ભાસે છે. (વચ.વર ૧૩)
પ્રમાણ : ર “ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ સર્વેના આશ્રયપણે રહ્યા છે તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેરાવ્યુ છે જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિષે રહ્યા છે, તેમ રહ્યો છું. અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્ય પણે રહ્યા છે તેમ હું તમારે પાસે રહ્યો છું અને જે દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો; પણ રહ્યો તો મૂર્તિમાન છું.'' (વચ.લો-૧૫)
પ્રમાણ : ૩ “મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાષ્ઠને વિષે રહ્યો છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિષે મૂર્તિમાન થકા પોતાની અંતયામી શક્તિએ કરીને જીવોને વિષે વ્યાપીને રહ્યા છે ને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છ; માટે એને પણ મૂર્તિમાન જાણવા.'”' (વચ.કા. ૪)
પ્રમાણ : ૪ “અંતર્યામીપણે કરીને જીવ, ઈશ્વરને વિષે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે, તો પણ જીવ, ઈશ્વર સર્વેને તેમનાં કર્મને અનુસારે યથાયોગ્યપણે કર્મના ફળને દેવાને વિષે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું.” (વચ.ગ્ર.પ્ર -૪૫)
૨. કલ્યાણનું પરમ સાધન : ભગવાનને સર્વ-કર્તાહર્તા સમજવા. (૨ર/૬-૭)
પ્રમાણ-૧ : “કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તાહર્તા જાણવા એ જ છે.” (વચ. ગ. મ. ૨૧)
પ્રમાણ : ર “જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કયું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે જીવ ભગવાનને સર્વકર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી ને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો, કાં જે, ભગવાન વિના બીજા જે કાળ-કર્માદિક તેને એ કતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ.” (વચ. કા. ૧૦)
પ્રમાણ : ૩ “ભગવાન સર્વના કર્તાહર્તા છે. તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતના કર્તાહતા કહે છે માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે.” (વચ. વર. ૨)
પ્રમાણ : ૪ “ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે, અને સર્વના કર્તા જાણે અને સર્વના કર્તા થકા પણ નિર્લેપ છે એમ ભગવાનને જાણે.” (વચ. ગ. પ્ર. ૬૨)
પ્રમાણ : પ “જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે, મારા સ્વામીનું જ કર્યું સર્વ થાય છે પણ તે વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી.” (સ્વા. વા. ૧/૮૮)
૩. સદ્દગુરુ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર શાથી ? : શાસ્ત્રોના પ્રમાણો (૬/૧૧૪-૧૧૫)
પ્રમાણ : ૧ મૂલગીશ્મળે જૌક્ષાં ટ્લનસ્ય પ્રગાયતે | મૂયાન્મેડત્ર સમાનન્તો યતો ઘામાક્ષર સ મે ॥
મુવ્તેરનન્તે; સાજં મે ચત્રાડસ્રળ્ડતયોષ્યતે | ઝર્થ્વાધોમામર્દિતં તન્મૂનં ધામ ત્વાક્ષરપ્‌॥
'આજે ભાદરામાં પ્રગટ થયેલા મૂળજી શર્માને દીક્ષા આપતાં અમને અત્યંત આનંદ થાય છે, કારણ કે તેઓ અધો-તઊર્ધ્વ૨ અને પ્રમાણે રહિત તથા જેમાં હું મારા અનંત મુક્તો સાથે અખંડ રહું છું તે અમારું મૂર્તિમાન અક્ષરબ્રહ્મ ધામ છે.' (શ્રીહરિલીલાકલ્પતરુ : ૭-૧૭-૪૯, ૫૦)
પ્રમાણ : ૨ “વંદુ ગુણાતીતાનંદ સ્વામી, જેહી પર રીઝે અંતર્યામી; ભગવદવાર્તા સતત કરહી, ધ્યાન ધર્મનંદનકો ધરહી, ઉત્તમકુલમાં ધરી અવતાર, શ્રીહરિ કાજ તજ્યો સંસાર; રખે ધર્મ પુનિ ધર્મ રખાવે, આદિ હી અક્ષર આપ કહાવે.' (પુરુષોત્તમ ચરિત્ર)
પ્રમાણ : ૩ “અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, તેણે આપ્યાં વર્તમાન પોતે પાળીને પછી પળાવ્યાં, જનને દઈ ઘણું જ્ઞાન આવોજી અવતારી, આનંદકારી, પ્રીતમ જીવનપ્રાણ.'
(આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ - કીતનકૌસ્તુભમાળા)
પ્રમાણ : ૪ “ધામ ધામી જ સાથે પધાર્યા, સ્વામી ને મહારાજ, એકાંતિક ધર્મ સ્થાપવા બની, અલૌકિક જોડી આજ રે, આવો હે અવિનાશી, સુખના રાશી, અક્ષરના આધાર, દયાળુ તમે દયા કરી લાવ્યા, મૂળ અક્ષરને સાથ; ગુણાતીતાનંદ નામ છે જેનું, પાડ્યું છે પોતે હો નાથ રે, આવો હે અવિનાશી,
સુખના રાશી, અક્ષરના આધાર.' (બ્રહ્મચારી કૃષ્ણાનંદજી )
પ્રમાણ, સિદ્ધાંત કે કડી પરથી વિષયનું શીષેક આપો. (કુલ ગુણ : ૫)
૧. કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા તો પણ પ્રતીતિ ટળી નહિ. (૩/૮)
જ. સાકાર સ્વરૂપમાં રુચિ
૨. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કરીએ, બ્રહ્મમહોલ કહીએ. (૬/૧૦૩)
જ. અક્ષરબ્રહ્મનાં સ્વરૂપો
૩. મેરા યહ અવતાર હે સો તો જીવોકું બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેનેકે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જેસા બન્યા હૂં. (૪/૩૨-૩૩)
જ. શ્રીજીમહારાજનું સર્વોપરીપણું : શ્રીમુખનાં વચનોના આધારે
૪. મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે. (૫/૭૦, ૭૨)
જ. મોક્ષ માટે પ્રગટ ભગવાન કે પ્રગટ સંત
પ. પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી. (૪/૫૨-૫૩)
જ. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રસંગોપાત સમજાવેલું મહારાજનું સર્વોપરીપણું
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (૪7) નિશાની કરો. (કુલ ગુણ : ૪)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ ખરાની નિશાની કરી
(૧) ર૨, ૩ (૬/૧૧૨) (2) ૧, ર (૬/૧૩૦)

નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે વિષયનું વિવરણ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
નોંધ : (૧) વચનામૃત, સ્વામીની વાતો કે અન્ય શાસ્ત્રને સંદર્ભરૂપે ન દર્શાવ્યા હોય પણ વિવરણ લખ્યું હોય તો સંપૂર્ણ સાચું આપવું. (૨) ગુણના પ્રમાણમાં સંદભૌ અને પ્રસંગો હોય તો ચાલે, બધા જ પ્રસંગ

૧. અક્ષરબ્રહ્મ : સાકાર, મૂર્તિમાન, સદા દિવ્યવિગ્રહ સેવકરૂપે (૬/૧૦૫-૧૦૬) અક્ષરબ્રહ્મ અક્ષરધામમાં મનૃષ્યાકૃતિ, દિવ્યવિગ્રહ સદાય પુરુષોત્તમ નારાયણની સેવામાં તત્પર છે અને એ મૂર્તિમાન અક્ષરબ્રહ્મ સર્વોત્કૃષ્ટ ભક્તિ અને પરમ સેવાનું મૂર્તિમાન આદર્શ સ્વરૂપ છે. વચ. ગ.પ્ર. ૨૧માં “એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે.' એવા શ્રીજીમહારાજના પ્રાસાદિક શબ્દો તે ઉપર હરિવાક્યસુધાસિંધુમાં કહ્યું છે. મૂર્ત તત્રાસ્તિ  ર્વ્યિવિષહમ્‌।' અર્થ : ત્યાં અક્ષરધામમાં પુરુષોત્તમની સેવામાં (અક્ષરબ્રહ્મ) દિવ્ય વિગ્રહ મૂર્તિમાન સ્વરૂપે છે. (હ.વા.સુ.સિં.તરંગ ૨૧/ર૨) હ.વા.સુ.સિં. ઉપરની સેતુમાલાનાં વિશેષ પ્રમાણો મુજબ (૧) “મૂર્ત (સાકાર) અક્ષરબ્રહ્મ દિવ્યવિગ્રહ છે, અને શ્રીહરિના રૂપને અનુરૂપ એવા કરચરણાદિ સર્વ અવયવોથી યુક્ત હોવાથી અતિશય સુંદર પુરુષાકાર મૂર્તિમાન છે. અને પોતાથી પણ અત્યાધિક નિરતિશય શરીરની શોભાવાળા એવા પોતાના ઇષ્ટદેવ શ્રીહરિકૃષ્ણ પુરુષોત્તમ નારાયણની નિત્ય સેવામાં દાસની જેમ વત છે.” (૨) “શ્રીહરિ પોતાના અક્ષરધામમાં અક્ષરબ્રહ્મના ભાવને (સાધર્મ્યને) પામેલા અનંત કોટિ મુક્તો તથા મૂર્તિમાન અક્ષરબ્રહ્મ વડે પોતાની (શ્રીહરિની) ઇચ્છાનુસાર સેવા કરાઈ રહ્યા છે.” (૩) તે અક્ષર, પુરુષોત્તમ નારાયણના મુખ્ય પરિચારક, (મુખ્ય સેવક આદર્શ સેવક, અનાદિના સવીોત્કૃષ્ટ સેવક) હોવાથી અને દિવ્ય, અતિ મનોહર એવાં હાથ પગ, મુખ વગેરે અવયવોથી સંપન્ન હોવાથી પુરુષાકાર સાકાર છે. અક્ષરધામમાં સમગ્ર મુક્તોમાં અક્ષર એ પુરુષોત્તમના મુખ્ય પરિચારક - સેવક છે એવું અહીં સ્પષ્ટ થાય છે.
ર. દિવ્યભાવ સમજવો આવશ્યક છે. (૩/ર૦-૨૩) ભગવાન તો ધામમાં ને અહીં પણ સંપૂર્ણપણે દિવ્યમૂર્તિ છે જ છતાં ભક્તોને સજાતીય થવા પોતાનામાં મનુષ્યભાવ ગ્રહણ કરે છે. તેમાં સમ્યગ્‌ દિવ્યભાવ રાખવો તે સાચા ભક્તનો ધર્મ છે. આ દિવ્યભાવની સમજણ માયાની નિવૃત્તિ કે આત્યંતિક મુક્તિ માટે આવશ્યક છે. (૧) ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સવે મનુષ્યના જેવાં જ ચરિત્ર કરે છે અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મદ મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇર્ષા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે, તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદ ને પામે છે. ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવાં જેવાં ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે; પણ એમ ન સમજવું જે, ભગવાન થઈને એમ શું કરતા હશે ? અને ભગવાનના ચરિત્ર તો સર્વ કલ્યાણકારી જ સમજવાં એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. (વચ. ગ.પ્ર.૦૨) (૨) ભગવાને ગીતામાં કહ્યું છે જે, ગન્મ જ્મ ત્ત મે ર્વ્યમેવં થો વેત્તિ તત્તત:; ત્યવત્વા રેઈ પુનર્ગન્મ નૈતિ મામેતિ સોડસુન । એ શ્લોકનો એમ અર્થ છે જે, “હે અર્જુન ! મારાં જન્મ ને કર્મ તે દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.' માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવાં પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવવપણું જ જણાય, પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે.... માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વને ગોપીઓની પેઠે દિવ્ય જાણે, પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ. એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે.... અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની ભક્તિ તે જ્ઞાન, વેરાગ્ય થકી અધિક છે. અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઈ બાકી નથી.” (વચ.ગ.મ. ૧૦) (૩) વળી, પરમેશ્વર ગમે તેવાં ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ ભાસતો જ નથી, એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે નિભય થઈ ચૂક્યો. (વચ. વર. ૧૨) (૪) તપ, ત્યાગ, વૈરાગ્ય, વ્રત, ધ્યાન, અષ્ટાંગ યોગાદિક અનંત સાધનોથી જે સ્વભાવ, દોષ વાસના ન ટળે, તે ટાળવાનો સહેલો ઉપાય બતાવતાં શ્રીજીમહારાજ કહે છે : પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. (વચ. ગ.પ્ર.૨૪) (૫) ભગવાનના સ્વરૂપને વિષે કોઈ પ્રકારે માયિકભાવ નથી, અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે, એવો જેને ભગવાનનો દઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિષે છે તો પણ એ માયાને તર્યો કહેવાય. (વચ. વર. ૫) (૬) એ (ભગવાન) તો સમર્થ છે. તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય. (વચ. લો.૪) (૭) ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું (દિવ્ય) રહ્યું છે તેવું જ (દિવ્ય) પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દઢ ઉપાસના હોયને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત્‌ કુસંગ નો યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઈ અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય. (વચ. પં ૭) (૮) ગુણાતીતાનંદ સ્વામી કહે છે : દિવ્યભાવ અને મનુષ્યભાવ એક થઈ જાય ત્યારે (ભગવાન) ભજવાનું સુખ આવે. (સ્વા.વા. ૫/૧૦૦) (૯) ભગવાનને નિર્દોષ સમજ્યાથી નિર્દોષ થઈ રહ્યો છે. (સ્વા. વા. ૫/૧૨૪) (૧૦) ભગવાનની જેમ જ ગુણાતીત સંતને પણ સદા દિવ્ય અને નિર્દોષ સમજવાની મહત્તા દર્શાવતાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે ભગવાનનું સ્વરૃપ નિર્દોષ સમજવું ને મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા તે બરોબર કોઈ સાધન નથી. (સ્વા. વા. ૨/૧૭૦) (૧૧) અતિશય જે મોટા પુરુષ હોય (ગુણાતીત સંત) તેને જે અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય.... અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેઠી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. (વચ.ગ.પ્ર.૫૮) (૧૨) મોટાપુરુષને વિષે જે નિર્દોષબુધ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે. (વચ.ગ.પ્ર.-૭૩) માટે ભગવાન અને સંતને દિવ્વ સમજવા અનિવાર્ય છે. 

૩. સર્વાોપરીપણાની નિષ્ઠા આવશ્યક (૪/ર૮-૨૯) શ્રીજીમહારાજના સ્વરૂપનો દઢ નિશ્ચય કરવાથી જીવને જન્મ-મરણનો ભય ટળી જાય છે. તેમને વિષે દઢ નિષ્ઠા થવાથી જ આત્મા- અનાત્માનો વિવેક દેઢ થાય છે. શ્રીજીમહારાજ કહે છે કે “જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. (વચ.ગ.પ્ર.૫૬) જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવેષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહિ, સહજે જિતાઈ જશે... પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહિ. (વચ. ગ.મ.૧૩) માટે એ સ્વરૂપના નિશ્ચયની દઢતા આત્મારૂપ થવામાં, દોષ ટાળવામાં ઉપકારક છે. સાધક માટે આધ્યાત્મિક સાધનામાં ઉન્નતિ માટે આ પાયાની ભૂમિકા છે, જે અવગણી શકાય જ નહિ. મહારાજને પુરૂષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહિ. (સ્વા.વા. ૩/૧૨) જ્ઞાનમાર્ગ તો એવો સમજવો, જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ... માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે સર્વોપરી ને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બાહેર નીસરી જવાણું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બાહેર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિષે ભગવાનને સમીપે જશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવતસ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. તે માટે પોતાને સાક્ષાત્‌ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. (વચ. ગ.મ.૯)
નીચે આપેલાં વાક્યોમાંથી કોઈ પણ બે વિષે કારણો આપી સમજાવો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
નોંધ : (૧) વચનામૃત, સ્વામીની વાતો કે અન્ય શાસ્ત્રને સંદભરૂપે ન દશાવ્યા હોય પણ વિવરણ લખ્યું હોય તો સંપૂર્ણ સાચું આપવું. (૨) ગુણના પ્રમાણે ઉપરના મુદ્દા આવરી લેવા જોઈએ તથા રેફરન્સ નંબર ન આપ્યા હોય તો ચાલે.
૧. આત્યંતિકી મુક્તિ માટે બ્રહ્મરૂપ થવું આવશ્યક છે. (૬/૯૮) “પ્રજાપતિ આદિ લઈને જગતના જે સ્પ્રષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે ને પાછા અંતે માયાને વિષે લીન થાય છે તે શા સારુ તો તેમની સમજણમાં ભૂલ છે.' (વચ. અશ્લાલી) એમ કહીને એમની ચાર ભૂલોમાંથી બીજી ભૂલ બતાવતાં શ્રીજીમહારાજ કહે છે, “બીજું અક્ષરરૂપ થઈને જે શ્રી પુરૂષોત્તમનારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા એ ભૂલ છે.' (વચ. અશ્લાલી) આત્યંતિક મુક્તિ માટે સમર્થ એવા પ્રજાપતિ આદિક જગતના સ્ત્રષ્ટાઓને પણ બ્રહ્મરૂપ થવાની આવશ્યક્તા હોય તો પછી આપણે તો શું હિસાબમાં ? તેથી શ્રીજી મહારાજ કહે છે, “માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે, પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય.' (વચ. લો. ૭)
ર. ઉપાસનાથી જ મોક્ષ છે. (૧/૧-૨) દરેક મુમક્ષુ બ્રહ્મભાવ પામવા પ્રયત્ન કરે છે. કલ્યાણના માર્ગે ચાલતા જીવો વ્રત, તપ, યોગ, યજ્ઞ, દાન, સત્સંગ વગેરે અનેક શુભ પ્રવૃત્તિ કરી આત્યંતિક કલ્યાણ મેળવવા ઇચ્છે છે. જેથી જન્મ-મરણનો ચકરાવો ન રહે અને ભગવાનના ધામમાં જઈ ભગવાનની મૂર્તિનું અતિ અપાર સુખ પમાય. ધ્યેયની સિદ્ધિ માટે ઉપાસના એ સૌથી શ્રેષ્ઠ અને આવશ્યક સાધન છે. શ્રીજીમહારાજ વચનામૃતમાં કહે છે “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે. ઇત્યાદિક અનંત પ્રકારની મોટપને પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે. પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી.' માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. (વચ.ગ.પ્ર. ૫૬) ઉપાસના વગર આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન થતું જ નથી એમ શ્રીજીમહારાજ ભારપૂર્વક કહે છે. ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઇચ્છવું તે કેમ છે તો, જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો, ખારો સ્વાદ આવે જ નહિ, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહિ, તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. અને નિર્બંજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે, તે ભલે કહ્યું, પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી માટે એ વાર્તા ખોટી છે.' (વચ.ગ.અં. ૩૬) વળી, “મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેય ને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દેઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંતસમે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દઢ કરીને રાખવી.' (વચ.ગ.પ્ર. ૬૧) ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે, “ઉપાસનાથી મોક્ષ છે. (સ્વા.વા. ૫/૧૩૫) “આપણી ઉપાસનાથી મોટાઈ છે ને ધર્મમાંથી લડથડે કે બીજાં સાધનમાંથી લડથડે પણ ઉપાસના દઢ હોય તો જીવ લડથડે નહિ.' (સ્વા.વા. ૫/૭૦) ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય, જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું. એમ સમજીને સુખિયો રહે. (સ્વા.વા. ૧/૫૬)
૩. ભગવાનને નિરાકાર સમજવા તે પંચ મહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે. (૩/૧૦-૧૧) “ભગવાનને જે નિરાકાર સમજે, એ તો પંચ મહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી.'” (ગ.મ. ૩૯ પ્ર. ૭૧)“ભગવાન છે તે કરચરણાદિક સમગ્ર અંગે સંપૂર્ણ છે. તેને અરૂપ કહેવા, એ જ ભગવાનનો દ્રોહ છે. અને તે વિના તો ચંદન-પુષ્પાદિકે કરીને પૂજે છે તે પણ ભગવાનનો દ્રોહી છે.'' (વર. ૨) “નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય.” (ગ. મ. ૯) “સર્વે ગુણ સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય, પણ મૂર્તિમાન ન સમજે, એ મોટો દોષ છે. એણે કરીને બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે.” (લોયા ૧૬) “અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે, તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ એશ્ચર્યને પણ પામતો નથી. (ગ. પ્ર. ૬૪) “ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સતશાસ્ત્રના અર્થને અવળા અર્થના કરનારા છે, તે તો અનંત જન્મ સુધીને ત્રેતાયુગમાં દસ હજાર વર્ષ સુધી ને દ્વાપર યુગમાં હજાર વર્ષ સુધી ને કળિયુગમાં સો વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે પણ બાળો સાદ કાઢીને રોશે નહિ ને એમ ને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો નહિ જ થાય.” (સ્વા. વા. ૩/૧૬)
ઉપસંહાર'ના આધારે નીચેનાં સૈદ્ધાન્તિક વાક્યો પૂરાં કરો. (કુલ ગુણ : ૭)
(ઉપાસનામાં શું સમજવું ?)
૧. તેઓ સદા સ્વાભાવિક અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત છે, નિર્દોષ છે, સર્વદા સર્વએશ્વર્ય સંપન્ન છે, સર્વજ્ઞ છે, સર્વકર્તાહતા છે, સકળ સૃષ્ટિના નિમિત અને ઉપાદાન કારણ છે. (૧૪૧-૧૪૨)
૨. માયા ત્રિગુણાત્મક, પરિણામી નિત્ય, જડ, અનંતકોટિ બ્રહ્માંડરૂપ સૃષ્ટિનું ઉપાદાન અને વિવિધ વિસ્મયકારી એવી પરબ્રહ્મની શક્તિ છે. આ જ માયા જીવો તથા ઈશ્વરોની અહં-મમતાનો હેતુ હોઈ તેઓની અનાદિ સંસૃતિનું કારણ બને છે. અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ સદાય આ માયાથી અત્યંત નિર્લેપ, પર અને તેના શરીરી છે. (૧૪૩-૧૪૪)
૩. આ અક્ષરબ્રહ્મ તત્ત્તતઃ એક જ હોવા છતાં ચાર રૂપે વિભિન્ન સેવારૂપ કાર્ય કરે છે. અક્ષરબ્રહ્મ ચિદાકાશરૂપે અનંતકોટિ બ્રહ્માંડોની અંદર અને બહાર વ્યાપીને રહે છે, તથા તેને ધારણ કરી રાખે છે. (૧૪૩)
૪. અક્ષરપુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પરષોત્તમ - એમ બે તત્ત્વોની ઉપાસના નહીં, પરંતુ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના. અર્થાત્‌ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના. (૧૪૫)
(ઉપાસનામાં શું ન સમજવું ?)
પ. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી ઉપરાંત બીજા પરમહંસોને પણ અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ કહી શકાય, તેમ ન સમજવું.(૧૪૬)
૬. એકલા અક્ષરબ્રહ્મ જ છે. પુરુષોત્તમ પણ તેમાં જ રહ્યા છે, અને તે દ્વારે જ રહી શકે છે. અર્થાત્‌ સ્વરૂપ- સ્વરૂપી ભેળા છે, તેમ ન સમજવું. (૧૪૬)
વચનામૃતાદિ સત્શાસ્ત્રોનું રહસ્ય તથા ભગવાનનો નિશ્ચય પ્રગટ બ્રહ્મસ્વરૂપ સંતના સમાગમ કે કૃપા વગર સ્વતંત્રપણે સમજી-સમજાવી શકાય છે, તેમ ન સમજવું. (૧૪૬-૧૪૭)
ટૂંકનોંધ લખો : શ્રીજીમહારાજે કહેલો ગુણાતીતાનંદ સ્વામીનો અસાધારણ મહિમા (૬/૧૧૮-૧૨૧) (કુલ ગુણ : ૫)
પ્રસંગો : ૧. જુઓ આ અમારા તિલક. આ જેવા કોઈ સાધુ નહિ ને હું જેવો કોઈ ભગવાન નહિ.
૨. તેમના તો નિરંતરના જામીન અમે છીએ.
૩. એમની આસનથી મોટપ નથી, તેમની મોટપ તો અનાદિની છે.
૪. એ સાધુ સ્વાદ તો મારી મૂર્તિનો લે છે. અમારી પાછળ જેટલા મનુષ્યો ફરે છે તેટલા માણસ તેમની પાછળ પણ ફરે છે.
પ. સ્વામી ભેગા જે જૂનાગઢ જશે તેની કરોડ જન્મની કસર એક જ જન્મે અમે ટાળીશું.
૬. જૂનાગઢના નવાબ હામદખાનજીને “અમારાથી નહિ રહેવાય, પણ અમારા જેવા અહીં રાખીશું.
સંપ્રદાયના આશ્રિત સંતોને જૂનાગઢ દર વર્ષે એક માસ રહેવાની આજ્ઞા કરી હતી. “વળી, સંતને આપી આગન્યારે.... કરવો આ મંદિર માંહી વાસ રે..... (નિ.કા. પુરુષોત્તમપ્રકાશ-૩૨)
૮. મીઠા વ્હાલા કેમ વિસરું ............. ભોજન હો........ મીઠા વ્હાલા.

0 comments

Kishor Satsang Prarambh – Chapter 12: Thal – Summary

    🔹 Detailed Point Form Grain is essential for human life. Grain grows only with sunlight and water given by God. Everything we use be...