૨. બાળપ્રભુનું પરાક્રમ
- “ જાઓ,ધર્મદેવને ઘેર જઈ બાળપ્રભુને મારી નાખો.”
- “ અમને છોડી મૂકો.” હવે અમે છપૈયામાં ફરી નહિ આવીએ.”
- “ મા તમારો આ બાળક તો ભગવાન છે અને હું તેમનો સેવક છું જયારે મારી જરૂર હોય ત્યારે. સેવા કરવા મને બોલાવજો, હું તમારી સેવામાં હાજર થઈ જઈશું.”
- “ હવે અમે છપૈયા બાળપ્રભુને લેવા નહિ જઈએ.” બાળપ્રભુના હનુમાનજી નામના સેવક છે તેમણે તો અમને મારી મારીને અધમૂઈ કરી નાખી .”
૩. રામદયાળને દર્શન
- “ તમારા પુત્રની ઉંમર કેટલી?”
- “ હજુ તો ફકત અઢી માસના જ થયા છે.”
૪. પ્રભુનું નામ પાડયું
- “ તમે બહુ પ્રખ્યાત અને વિદ્વાન જયોતિષી છો, તો તમે મારા પુત્રનું નામ પાડી આપો અને ભવિષ્ય ભાખો.”
- “ તમારા પુત્રનો કર્ક રાશિમાં જન્મ છે તેથી તેમનું નામ “ હરિ” પડશે વળી, શરીરનો રંગ શ્યામ છે તેથી “ કૃષ્ણ” એ નામથી પણ ઓળખાશે આ બન્ને નામ ભેગાં કરીએ તો “હરિકૃષ્ણ” એવું નામ થાય લોકો એમને “ ધનશ્યામ” કહીને પણ બોલાવશે.તમારા પુત્રમાં તપ, ત્યાગ, યોગ, ધર્મ, નીતિ, સત્ય, વિવેક બધા જ ગુણો છે તેથી લોકોમાં “ નીલકંઠ” નામથી જાણીતા થશે તમારો આ પુત્ર પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરશે અને લોકોના દુખોનો નાશ કરશે દેશમાં ચારેકોર તેમની કીર્તિ ફેલાશે.લોકોને સમાધિ કરાવશે, તેમનો ઉદ્ધાર કરશે ભગવાનનું ભજન કરાવી સૌંને સુખી ક૨શે.”
૬. ઘનશ્યામે કાન વીધાવ્યા
- “ આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા છે, તો તમે ઝાડ પર ચડીને તેમને ઉતારો.”
- “ મને ગોળ ખાવા આપો તો કાન વીધાવીશ.”
- “ જો ડાહ્યા થઈને કાન વીધાવવા બેસશો તો ગોળ ખાવા મળશે”
૭. લક્ષ્મીજીને વરદાન
- “ તું ચકલી બનીને ઘનશ્યામના ઘરના દરવાજા પાસે બેસજે અને ઘનશ્યામ તને પકડવા આવે ત્યારે. એક જગ્યાએથી ઊઠીને બીજી જગ્યાએ બેસજે.” એવી રીતે ઘનશ્યામને ખૂબ દોડાવજે, પણ પકડાતી નહિ.”
- “ હું લક્ષ્મીજીની સખી છું મને લક્ષ્મીજીએ ચકલીનું રૂપ લઈને તમારી પાસે આવવાનું કહ્યું હતું.” મારી ચાંચ તમારી હથેળીમાં વાગી હશે માટે મને માફ કરો.”
- “ મને તમારી સેવાનો લાભ આપો.”
- “ હું જયારે કાઠિયાવાડ આવું, ત્યારે. તમે પણ કાઠિયાવાડ આવજો.” હું તમારી ઇચ્છાપૂર્ણ કરીશ.”
૮. સિદ્વિઓ પ્રભુની સેવામાં
- “ આજે શું રસોઈ કરું?” “
- “ રસોઈની ઉતાવળ નથી માટે નિરાંતે શીરો બનાવજો.”
- “ માતાજી અમે સિદ્વિઓ છીએ તમને ભૂખ લાગી છે,તેથી બાળપ્રભુએ અમને આજ્ઞા કરી કે ભોજન લઈને આવો.” અમે આ થાળમાં અનેક જાતનાં પકવાન લાવ્યાં છીએ તે આપ આરોગો.”
- “ તમે પણ જમો.”
- “ માતાજી! અમે તમારા માટે રોજ થાળ લાવીશું.”
- “ રોજ લાવતાં નહિ, જયારે મામી રસોઈ બનાવતાં વાર લગાડે ત્યારે. જરૂર લાવજો.”
૯. ખીચડીને બદલે દૂધપાક
- “ તમે ધીમે ધીમે ખીચડી ખાવાની શરૂ કરો હું હમણાં દૂધ લઈને આવું.”
- “ હજી દૂધને ધણી વાર છે, માટે છાનામાના એક ઠેકાણે બેસો.”
- “ માતા ! ગભરાશો નહિ હવે અંદર વાસણ લેવા નહિ જવું પડે આ તો અંમારી ઈચ્છાથી દૂધની ધારા નીકળતી હતી, માટે હવે બંધ થઈ જશે“
- “ હવે તમે ટાઢી ખીચડી ન ખાશો.” હું હમણાં જ દૂધપાક-પૂરીની રસોઈ બનાવું છું
૧૦. વાળંદને ચમત્કાર
- . “ આમ બેસી શું રહ્યો છે ?” હજામત પૂરી કર.”
- “ શું કરું માતાજી ?” મને ઘનશ્યામ દેખાતા જ નથી, તો હજામત કેવી રીતે પૂરી કરું?”
- “ અડધી હજામત કરેલું મોઢું સારું ન લાગે માટે હજામત પૂરી કરાવી લો અમઈને દર્શન આપો.”
૧૨. ટાઢે પાણીએ બળિયા ગયા
- “ ધનશ્યામને બળિયા નીકળ્યા છે, માટે અંદર ઓરડામાં સુવાડી દો“
- “ વીસ દિવસ સુધી ઘરની બહાર જવા દેતાં નહિ.”નાહવા-ધોવા દેતાં નહિ.”શરીરે પાણી પણ શરીરે અડાડશો.”
- “ નાહ્યા-ધોયા વગર કેમ ચાલે?” આપણે તો બ્રાહ્યણ છીએ માટે રોજ નાહવું જ જોઇએ.”તમે ઠંડુ પાણી લઇ આવો.”હું ઠંડા પાણીથી નાહીશ એટલે બળિયા મટી જશે અને તાવ ઊતરી જશે.”
૧૪. ચકલાંઓને સમાધિ
- “આપણા ખેતરમાં ડાંગર પાકી છે.વળી આજે અમે બાજુના ગામે જવાના છીએ.માટે તમે ખેતર સાચવવા જજો.”
- “ તમને શું કહ્યું હતું?તમને ખેતર સાચવવા મોકલ્યા હતા ને!”
૧૭. રામદત્તન કેરી ચખાડી
- “ એકેય બ્રાહ્મણને નીચે ઊતરવા દેશો નહિ ચાલો આપણે તેમને કાંકરા મારવા લાગીએ.”
- “ તમે બધા ઝાડ પર ચડી જાઓ આપણે ઘનશ્યામને પકડી પાડીએ.”
- “ તમે સૌં આ બધી કેરીઓ ઉપાડવા માંડો.”
- “ આ કેરીઓ અમે પાડી છે તમારે જોઈએ તો તમે તમારી મેળે કેરીઓ તોડી લો“
૧૮. મુમુક્ષુ કઈ દિશામાં છે
- “ ધનશ્યામ,તમે આ ઝાડ પર ઊંચે ચડીને પશ્ચિમ દિશા તરફ શું જોયા કરો છો?”
- “ હું તો મુમુક્ષુઓ કઈ દિશામાં છે તે જોઉં છું આપણા ગામથી હજારો ગાઉ દૂર પશ્ચિમમાં ગુજરાત, કાઠિયાવાડ દેશ છે ત્યાં શ્રીકૃષ્ણની દ્વારકા છે તે દેશમાં ભગવાનને મળવા માટે તલસી રહેલા કેટલાય મુમુક્ષુઓ રહે છે મારે એક દિવસ અહીંથી ત્યાં જ જવું છે હિમપ્લયનાં પવિત્ર સ્થળો અને ભારતનાં તીર્થો જોવા છે, પણ રહેવું તો કાઠિયાવાડમાં જ છે ત્યાંના ભક્તો મને પુકારે છે.”
૧૯. એક સાથે અનેક મંદિરે દર્શન
- “ ધનશ્યામને બોલાવી આવો.”
૨૦. ભૂતિયો કૂવો
- “ તમારે સૂરજઆથમે પછી ફૂવે પાણી ભરવા ન જવું, ફૂવામાં હજારો ભૂત રહે છે, તે તમને
- હેરાન કરશે માટે ભૂતિયા કૂવે સાંજે ન જવું.”
- “ શું થયું માતાજી આજે ઉતાવળે કેમ આવ્યાં ?” ધડો ને દોરડું કયાં મૂકી આવ્યાં?”
- “ અંદર પડશો નહિ ભૂત તમને મારી ખાશે.”
- . “ હે ભગવાન ! અમને બચાવો.”
- “ તમે બધાં અહી કયાંથી!”
- “ ધણાં વર્ષો પહેલાં અમે બધાં ખરાબ સ્વભાવવાળા માણસો હતા.” અમે માંસ ખાતા, દારૂ પીતા, જુગાર રમતા, જૂઠું બોલતા અમારે બધાંને બાદશાહ સાથે ઝધડો થયો મોટી લડાઈ થઈ અમે બધા આ જગ્યાએ મરાયા, પરંતુ અમે ખૂબ પાપીં હતા તેથી ભૂત થઈને આ કૂવામા રહ્યા છીએ ઘનશ્યામ ! તમે તો ભગવાન છો માટે અમારાં પાપનો નાશ કરો અમારી ભૂલો માફ કરો અમારો ઉદ્ધાર કરો.”
૨૮. બાળમિત્રોને જમાડચા
- “ હું કહું તેમ કરો તો અહીયાં જ તમને જમાડું.”
- “ સાંજે સૂરજ આથમે ત્યાં સુધી મારી સાથે રમવા કબૂલ થાઓ, તો હું બધાને જમાડીશ.”
- “ હા, હા, અમે રમીશું.અમને કબૂલ છે.”
- “ થોડી વારમાં જ મીઠાઈ આ રૂમાલમાં આવી જશે ચાલો, આપણે થોડી વાર મીન સરોવરમાં નાહી આવીએ.”
- “ ચાલો બધા બહાર નીકળો, સાંજ પડી જશે મોડું થશે તો મોટાભાઈ વઢશે.”
- “ મીઠાઈ જમાડીશ એમ તમે અમને કહ્યું હતું તે ! લાવો મીઠાઈ, અમને બહુ ભૂખ લાગી છે.”
- . “ ચાલો, આંબાના ઝાડ પર ચઢીએ.” ત્યાં મીઠાઈ રાખી છે.”
૨૯. હજારોને જમાડચા અને અભિમાન તોડયું
- “ અમે એક હજાર બાવાઓ છીએ અમે ખાંપા તળાવડીને કાંઠે ઊતર્યા છીએ, માટે અમને સારું સીધું આપો.”
- “ સાંભળો, મારા ધરમા હજાર બાવાઆ જમે એટલું અનાજ, ધી વગેરે નથી કહો તો સોએક માણસ માટેનું સીધું કાઢી આધું.” વળી, ધરમા અનાજ ખલાસ થવા આવ્યું છે, તો થોડું મારી પાસેથી લો, બાકીનું ગામમાથી ઉધરાવી લો.”
- “ અમે કોઈને ધરે માગવા નહિ જઈએ આ ગામમા સૌથી મોટા સજજન તમે છો તમારે આપવું જ પડશે ખોટુ બોલશો નહિ, લાવો સીધું હમણાં તે હમણાં જ.”
- “ શું છે પિતાજી ? તમે ચિંતાતુર શા માટે જણાઓ છો?”
- “ તમે ગભરાશો નહિ, આપણી કોઠીમાથી દાણા કાઢવા માડો.ખૂટશે નહિ”
- “ પિતાજી ! મારે આ બાવો બેઠો છે એ વાધનું ચામડું જોઈએ છે.”
- “ કયા બોલતા હૈ છોકરા!”
- “ અમારા ધનશ્યામને આ ગામનું ચામડું જોઈએ છે.”
- “ તુમ કયા લેગા ?” ઇસકા તો તીનસો રૂપિયા પડેગા.”
- “ ડરશો નહિ, કોઈને વાધ મારશે નહિ આ તો અભિમાની બાવાનું અભિમાન તોડવા અમે વાધ ઉત્પન કર્યો છે.”
- “ અમારી ભૂલ થઈ છે તમે ભગવાન છો અમે તમારું અને તમારા પિતાશ્રીનું અપમાન કર્યું, માટે અમને માફ કરો.”
૩૦. લક્ષ્મીબાઈને ચમત્કાર
- “ આજે તો ચોરને પકડીને બાંધ્યો છે રોજ આવીને ચોરી કરીને ખાય છે ચાલો બતાવું, તમારો ઘનશ્યામ કેવો ડાહ્યો છે.”
૩૧. એકાદશીનો મહિમા
- “ મહંતજી ! ધણા લોકો એકાદશી નથી કરતા, તેનું કારણ શું હશે?”
- “ પ્રભુએ આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે આવા દુર્લભ દેહને એકાદશી કરીને શા માટે કષ્ટ આપવું જોઈએ ! આ દેહ કાંઈ દુ:ખ ભોગવવા નથી આપ્યો જયારથી જગનાથપુરીમા એકાદશીને ઊંચી બાંધી છે, ત્યારથી લોકો એકાદશી નથી કરતા લોકો સમજે છે કે ભૂખ્યા રહેવું તે આત્માને કષ્ટ દેવા બરોબર છે માટે ખાઈ-પીંને દેહનું જતન કરવું એકાદશી તો કોણ કરે ? જેને ખાવા અન્ન-જળ ન મળતું હોય તે જ કરે માટે છોકરા, આ વાત સમજી રાખજે,ઉપવાસ કરીને દેહને કષ્ટ ન આપતા.”
- “ બાવાજી !આવી ખોટી વાત ન કરશો શાસ્ત્ર-વિરુદ્ધ વાત કરવાથી પાપ લાગે એકાદશીનો તો બહુ મહિમા છે, માટે હોંશે હોંશે એકાદશીનું વ્રત કરવું જોઈએ.”
- “ છોકરા ! મને ઉપદેશ આપે છે ?શરમાતો નથી.”
- “ આ ઘનશ્યામ કાંઈ છોકરો નથી ઘનશ્યામ તો સર્વાવતારી પ્રભુ છે મેં તેમને ગણકાર્યા નહિ, મેં સાચું સમજાવ્યું નહિ, તેથી મને યમપુરીમાં માર પડચો.” મારાં હાડકા ને પાંસળાં દુવ્ખે છે મે આટલાં વર્ષો સુધી એકાદશી નથી કરી તો મારે યમપુરીમા માર ખાવો પડચો.” માટે આજથી હું આ ઘનશ્યામ આગળ નિયમ લઉં છું કે હું એકાદશી નિયમિત કરીશ લોકોને એકાદશી કરવાનો ઉપદેશ આપીશ. તમે સૌં સભાજનો પણ આજથી એકાદશી કરવાનું શરૂ કરી દો.”
૩૩. રામચંદ્રરૂપે દર્શન
- “ ચાલો, આપણે સૌ પાણીમાં પકડદાવની રમત રમીએ.”
- . “ અમારા ઘનશ્યામ મળતા નથી પાણીમાંથી બહાર જ આવ્યા નથી કાં તો તેઓ ડૂબી ગયા છે અથવા તેમને મગર ખાઈ ગયો હશે તમે અમને પાણીમાંથી ધનશ્યામને શોધી આપો ને.”
- . “ તમે ધનશ્યામના પિતાશ્રીને ગામમાંથી બોલાવી લાવો અને બધી વાત કરો.”
- “ ચિંતા શા માટે કરતાં હતાં ?” હું તો મારું કામ કરવા ઊંડા જળમાં નીચે બેઠો હતો.”
૩૪. પથ્થર ઉપર પાણીમાં મુસાફરી
- “ અમારા માટે અમારું જુદું વહાણ જોઈએ છે અમે સૌની ભેગાં નહિ બેસીએ. તું અમને વહાણ જુદું ભાડે કરી આપ.”
- “ જુદું વહાણ કરવું હોય તો સવાયા પૈસા આપવા પડશે આપવા તૈયાર છો?”
- “ સવાયા પૈસા નહિ મળે એમ ને એમ આવવું હોય તો ચાલ.”
- “તમે સૌં મારી પાછળ પાછળ અહી ચાલ્યા આવો.”
૩૫. માસીને પરચો
- “ ફીરોજપુર ગયા છે હમણાં આવશે.”
- “ માસીબા હું તો અહી જાગું મને શા માટે ઊઠવાનું કહો છો ? શું કામ છે તમારે?”
- “ તમને કોણ બોલાવે છે ? અમે તો ભગવાનને જગાડીએ છીએ.”
- “ તમે મને જ ઉઠાડતાં હતાં એમ કહો તમે જે ભગવાનને ઉઠાડો છો તે જ ભગવાને આ ધંટી પર હાથ મૂક્યો છે.”
- “ ઘનશ્યામને કહો, ઘંટી પરથી હાથ લઈ લે અમારાથી તેમનો હાથ નથી ખસતો.”
- “ ઘનશ્યામ ! હાથ ઉપાડી લો.”
- “ તમે બંને માસીને પૂછી જુઓ કે તેઓ કોને જગાડે છે.”
- “ અરે ભાઈ, તમને જ જગાડીએ છીએ, બસ, હવે દળવા દો.”
- “ જો પહેલેથી જ આપ સાચું કહી દીધું હોત તો આ ઘંટી ઊભી ન રહેત, દળવાનું મોડું થાત નહિ.”
- “ તમે જ ભગવાન છો તમારા ચમત્કારની અપને આજ ખબર પડી અને તમારી માફી માગીએ છીએ.”
૩૬. બધી રસોઈ જમીં ગયા
- “ મા! મને ભૂખ લાગી છે.”
- “ રસોઈ તો બધી એમ ને એમ પડી છે મે જરાય ઓછી કરી નથી ચાલો, હું તમને બતાવું.”
- “ હમણાં જ મે અને સુવાસિનીએ અંદર જઈને જોયું છે બધાં જ વાસણો તમે ખાલી કરી નાખ્યા છે.”
૩૭. ગૌરી ગામની શોધમાં
- “ આગળ ચાલીને કેમ ઊભા રહી ગયા?”
- “ પિતાજી ! હવે ડરશો નહિ ગાયને લઈને મારી પાછળ પાછળ ચાલ્યાં આવો વાધ કાંઈ નહિ કરે હવે તો એ સૂઈ ગયો છે.”
૩૯. ચોર ચોંટી ગયા
- “ અમારી ભૂલ થઈ અમે ફણસની ચોરી કરવા તમારી વાડીમા આવ્યા હતા.અમારા હાથ ફણસ સાથે ચોંટી ગયા છે માટે અમે ઝાડ પરથી ઊતરી શકતા નથી અમને છોડાવો, અમારી ભૂલ માફ કરો અમે ફરીથી કયારેય ચોરી નહિ કરીએ.”
- “ હવે કયારેય ચોરી કરતા નહિ ચોરી કરવી એ મહાપાપ છે.”
૪૧.આંધળાને દેખતો કર્યો
- “ કથામાં પ્રશ્ન પૂછો તો કથામા ખલેલ પડે.” માટે કથામા પ્રશ્ન પૂછશો નહિ.મારે ઘેર આવીને પૂછજો. હું બધા જવાબ આપીશ.”
- “ તમે ઘનશ્યામ પાસે જાઓ.તેમના આશીર્વાદ લો.ઘનશ્યામ બહુ ચમત્કારિક છે.એ તો ભગવાન છે.”
- “ ઘનશ્યામને ઉદાસ ન કરશો.”
- “ તમે તો ભગવાન છો, તમે ચમત્કારિક છો.મને આધળાને દેખતો કરો.હું ભગવાનનું ભજન કરીશ. પૂજા કરીશ. કથા વાચ્યાં કરીશ. મારો ગરીબનો ઉદ્ધાર કરો.માટે કૃપા કરીને મને આશીર્વાદ આપો અને મને દેખતો કરો.”
૪૪. ભક્તિમાતા અને ધર્મપિતાનો દેહોત્સર્ગ
- “ મને રોગ વધતો જાય છે આખા શરીરમાં પીડા થાય છે હવે હું વધારે વખત જીવીશ નહિ રામપ્રતાપ તથા સુવાસિની, તમે ઘનશ્યામ અને ઇરછારામને સાચવજો.ધનશ્યામ અને ઇરછારામ, તમે મોટાભાઈ અને સુવાસિની ભાભીની આજ્ઞામાં રહેજો, સંપથી રહેજો.”
- “ ધનશ્યામ તો ભગવાન છે વળી, ઉદાસી મનવાળા છે માટે તેમને હંમેશાં લાડથી રાખજો કયારેય કડવું વેણ કહેતા નહિ મારી માફક જ ઘનશ્યામ અને ઇરછારામની સંભાળ લેજો અને તમે બંને નાના ભાઈઓ, મોટા રામપ્રતાપની આજ્ઞામાં રહેજો.આટલું મારું વચન હંમેશાં પાળજો.”
૪૫. ઘનશ્યામનો ગૃહત્યાગ
- “ અમારા પુત્રોને વગર વાંકે તમારા ધનશ્યામે માર્યા છે.”
- “ મોટાભાઈ ! આજ પછી મારી કોઈ ફરિયાદ નહિ આવે.”
૪૭. ભાભીનો વિલાપ
- “ ઘનશ્યામ કયાં છે ? તમે એમને જોયા છે ?કેમ હજી ઘેર નથી આવ્યા ? તમને ખબર છે, કયા ગયા છે?”
- “ અમને ખબર નથી અને આજે સવારે નાહવા ગયા ત્યારે. નદી કિનારે નહોતા અમારી સાથે નાહવા નથી આવ્યા.”
0 comments