પ્રાજ્ઞ -1 / પેપર – 2 - 13 JULY -2025 PAPER AND SOLUTION

 

પ્રાજ્ઞ ખંડ - ૧ | પેપર - ૨

વિભાગ - ૧ : બ્રહ્મવિદ્યાના અમૂલ્ય ગ્રંથો

પ્ર.૧ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૮)

નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.

૧. સનમાં પ્રકાશિત થયેલી સ્વામીની વાતો (ગુણ : ૨)

☐ (૧) સન ૧૯૧૧માં : બાલમુકુંદ સ્વામી
☐ (૨) સન ૧૯૧૯માં : નંદકિશોરદાસજી
☐ (૩) સન ૧૯૩૩માં : રાજારામ ભટ્ટ
☐ (૪) સન ૧૯૫૫માં : પીપલાણા શ્રીજીદીક્ષાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર

૨. સાધના વિષયક સૂત્રાત્મક ઉપદેશ (ગુણ : ૨)

☐ (૧) આ દેહે કરીને ઘરનાનું ગમતું કરી લેવું.
☐ (૨) અંતઃકરણને મારવું પણ તેનું કહ્યું ન કરવું.
☐ (૩) વ્યવહાર છે તે કરવો ને મને કરીને જુદા રહેવું.
☐ (૪) આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું.

૩. વિષયવસ્તુના આધારે વિશિષ્ટતા (ગુણ : ૨)

☐ (૧) બાહ્ય કસર કાઢવાની વાતો
☐ (૨) શુદ્ધ ઉપાસનાનું સ્પષ્ટ ચિત્ર
☐ (૩) બ્રહ્મરૂપ થવા માટેની બળપ્રેરક વાતો
☐ (૪) ભગવાનની આવશ્યકતાનું સ્પષ્ટ માર્ગદર્શન

૪. પ્રામાણિક અને વિશ્વાસપાત્ર સંપાદકો (ગુણ : ૨)

☐ (૧) ‘કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે ?’
☐ (૨) “તમારે પ્રશ્ન થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે ?”
☐ (૩) “તેઓનાં દર્શનથી તેનો લોભ શાંત થઈ જાય.”
☐ (૪) પોતાના કરતાં શ્રીજીમહારાજની મહત્તા વધારવાનું તાન હતું.

ઉપરના પ્રશ્નના આપેલા કુલ ગુણનો સરવાળો : □
ફક્ત આ જ ગુણ મુખ્ય પૃષ્ઠ ઉપર લખવા.


પ્ર.૨ નીચે આપેલા વિષયો ઉપર મુદ્દાસર નોંધ લખો. (પંદરેક લીટીમાં) (કુલ ગુણ : ૧૦)

(અ) કોઈ પણ એક

  1. સાધનામાં સત્પુરુષનું મહત્ત્વ
    અથવા

  2. ભગવાનની પ્રાપ્તિના મહિમાનો આનંદ : સારાંશ

....................................................................................

(બ) કોઈ પણ એક

  1. વચનામૃતની સંરચના
    અથવા

  2. બાલ્યાવસ્થાથી જ ત્યાગ-વૈરાગ્ય તરફ સ્વાભાવિક રુચિ

....................................................................................

ગુણ : ૫ + ૫ = ૧૦


પ્ર.૩ પ્રમાણ પરથી વિષયનું શીર્ષક આપો. (કુલ ગુણ : ૬)

  1. “જે આ વાતો સાંભળીને પચાવી શકે તે પાત્ર અને જે ન પચાવી શકે તે કુપાત્ર.” (ગુણ : ૧)

  2. “માટે બોલતા-ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય.” (ગુણ : ૧)

  3. “અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે.” (ગુણ : ૧)

  4. “સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહિ. એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે.” (ગુણ : ૧)

  5. “તેઓની વાતોથી અંતર ભેદાય છે અને જીવનું પરિવર્તન થાય છે.” (ગુણ : ૧)

  6. “કોઈ ઊગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું.” (ગુણ : ૧)


પ્ર.૪ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૬)

  1. આ દેહે કરીને શું કરી લેવું શા માટે ?

................................................................................

  1. જીવનનું અંતિમ ધ્યેય સિદ્ધ કરવા ભારતીય ઋષિઓએ શાને અનિવાર્ય ગણાવી છે ?

................................................................................

  1. તીર્થનિવાસી રઘુવીરજી મહારાજે વાતો માટે શું કહ્યું છે ?

................................................................................

  1. સ્વામીએ તરણતેરના મહંતને શું કહેલું ?

................................................................................

  1. કોણ કોણ અનાદિ છે ?

................................................................................

  1. વચનામૃતમાં તત્ત્વજ્ઞાન અને વિધિ-નિષેધના વર્ણનની સાથે શાની સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે ?

................................................................................


પ્ર.૫ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિસ્તૃત નોંધ લખો. (પચીસથી ત્રીસ લીટીમાં) (કુલ ગુણ : ૧૦)

  1. મહારાજને અખંડ ધારવાનું સામર્થ્ય

અથવા

  1. બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ અને હેતુ

................................................................................


વિભાગ - ૨ : શાસ્ત્રીજી મહારાજ વિસ્તૃત જીવનચરિત્ર ભાગ - ૧

પ્ર.૬ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર મુદ્દાસર નોંધ લખો. (ત્રીસેક લીટીમાં) (કુલ ગુણ : ૧૨)

  1. શાસ્ત્રીજી મહારાજનો કથાપ્રેમ
    (‘ભગતજીના યોગ’ થી ‘અમદાવાદમાં અપૂર્વ બ્રહ્મયજ્ઞ’ સુધીના જ પ્રસંગો)

  2. શાસ્ત્રીજી મહારાજના ઐતિહાસિક કૃપાપાત્રોની પ્રસાદીમાં ‘સ્વામી અક્ષર છે’ તેના લખેલા પ્રસંગો
    (‘પરિશિષ્ટ : ૧’ ના જ પ્રસંગો)

  3. બાલચરિત્રો દ્વારા વ્યક્ત થતી ડુંગર ભક્તની બહુમુખી પ્રતિભા
    (‘વિદ્યા આરંભ’ થી ‘ત્યાગી થવાનો સંકલ્પ’ સુધીના જ પ્રસંગો)

................................................................................


પ્ર.૭ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે ઉપર ટૂંકનોંધ લખો. (દરેક ટૂંકનોંધમાં પાંચેક લીટીના બે પ્રસંગો લખવા) (કુલ ગુણ : ૮)

  1. આચાર્યમાં પ્રિય યજ્ઞપુરુષદાસ

  2. ભગતજીના મુખે યજ્ઞપુરુષદાસનો મહિમા

  3. અમે ઝોળીયાં પારેવાં સ્વામીના ભરોસે

(૧)

પ્રસંગ - ૧ : .....................................................

પ્રસંગ - ૨ : .....................................................

(૨)

પ્રસંગ - ૧ : .....................................................

પ્રસંગ - ૨ : .....................................................


પ્ર.૮ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ ત્રણ પ્રસંગ વર્ણવી મનન લખો. (કુલ ગુણ : ૧૨)

  1. ક્યાં સુધી રહેશો તમે છાના ?

  2. દરબાર ફતુભાએ ડંકો માર્યો

  3. પિતાને ઉપદેશ

  4. નંદ સાધુ જેવું વૃત્તાંત

  5. ઓત્તારો ભલો થાય યજ્ઞપુરુષદાસ ! ઓત્તારો ભલો થાય

(૧)

પ્રસંગ : .....................................................

મનન : .....................................................

(૨)

પ્રસંગ : .....................................................

મનન : .....................................................

(૩)

પ્રસંગ : .....................................................

મનન : .....................................................


પ્ર.૯ નીચે આપેલાં પાત્રોમાંથી કોઈ પણ એક પાત્રના પ્રસંગો વર્ણવી વ્યક્તિત્વનું આલેખન કરો. (કુલ ગુણ : ૮)

  1. ગોવર્ધનભાઈ કોઠારી

  2. આશાભાઈ

પ્રસંગો : .....................................................

વ્યક્તિત્વ : .....................................................


વિભાગ - ૩ : સ્વામીની વાતો

પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના મુદ્દાસર જવાબ લખો. (પાંચેક લીટીમાં) (કુલ ગુણ : ૬)

  1. સમુદ્રમાં ચાલ્યા જતાં વહાણના દ્રષ્ટાંતનો સિદ્ધાંત સમજાવો.

  2. ભગવાન નિરંતર રાજી કેમ રહે ?

  3. જેવા મહારાજ છે ને જેવા સાધુ છે, તેને જાણ્યા હોય તેની સમજણ કેવી હોય ?

(૧) .....................................................

(૨) .....................................................


પ્ર.૧૧ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની ‘સ્વામીની વાતો’નું પ્રમાણ આપી સમજાવો. (આઠથી દસ લીટીમાં) (કુલ ગુણ : ૪)

  1. જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ, અરોગી કરવા અર્ભકને પાયે કડવેરા કવાથ

  2. દ્રૌપદી સ્વયંવરમાં અર્જુનની વૃત્તિમાં એકલી માછલીની આંખ જ હતી.

  3. કાગડાને ઉડાડવા કોહિનૂરનો પથ્થર તરીકે ઉપયોગ ન થાય.

  4. ‘બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે.’

પ્રમાણ : .....................................................

સમજૂતી : .....................................................

પ્રમાણ : .....................................................

સમજૂતી : .....................................................


પ્ર.૧૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)

  1. આ વાતું કેવી છે ?

  2. શ્રીજીમહારાજે ગુણ બુદ્ધિવાળા સત્સંગી કોને કહ્યા ?

  3. આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને શું કહ્યું ?

  4. શ્રીજીમહારાજની મૂર્તિ અને આ સાધુ વિના શું છે ?


પ્ર.૧૩ નીચે આપેલા કોઈ પણ બેનાં દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખો. (કુલ ગુણ : ૬)

  1. શેરડીના ગાંધલાનું દ્રષ્ટાંત.

  2. ગાયના દ્રષ્ટાંતે મહારાજનું સુખ.

  3. તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે ?

(૧)

દ્રષ્ટાંત : .....................................................

સિદ્ધાંત : .....................................................

(૨)

દ્રષ્ટાંત : .....................................................

સિદ્ધાંત : .....................................................


વિભાગ - ૧ : “બ્રહ્મવિદ્યાના અમૂલ્ય ગ્રંથો” પ્રથમ આવૃત્તિ, ઑગસ્ટ - ૨૦૨૦

પ્ર.૧ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ ૮)

નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.

  1. (૧) ૧, ૨, ૩ (૧૧/૩/૧૦૧)

  2. (૨) ૩, ૪ (૨૨/૩/૨૦૩)

  3. (૩) ૨, ૩ (૧૬/૧/૧૪૮)

  4. (૪) ૧, ૪ (૬/૨/૬૭, ૬૯)


પ્ર.૨ નીચે આપેલા વિષયો ઉપર મુદ્દાસર નોંધ લખો. (પંદરેક લીટીમાં) (કુલ ગુણ ૧૦)

નોંધ : જ્યાં પણ શાસ્ત્રોના પ્રમાણ નંબર આવતા હોય ત્યાં પરીક્ષાર્થીએ તે નંબર ન લખ્યા હોય તો પણ પૂરા ગુણ આપવા.

૧. સાધનામાં સત્પુરુષનું મહત્ત્વ (૧૯/૪/૧૭૯-૧૮૦)

પ્રત્યેક આધ્યાત્મિક સાધનામાં સત્પુરુષના મહત્ત્વ વિશે ગુણાતીતાનંદ સ્વામીએ વારંવાર ભાર મૂક્યો છે.

ઉદાહરણરૂપે :

  1. “સર્વે વાત સાધુ વતે છે, માટે તેને મુખ્ય રાખવા પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઈ જાય એમ ન કરવું.” (સ્વામીની વાત : ૧/૧૬૮)

  2. નિર્મળ અંતઃકરણ કરીને એમ જોવું જે, જે જે વાત થાય છે તે તે આ સાધુથી થાય છે. તે આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વાર કહ્યું છે. પ્રસંગમજરં પાશમ્ એ શ્લોક બોલીને કહ્યું જે, “દ્વાર વિના ભીંતમાં માથું ભરાવો જોઈએ, જવાય નહીં. માટે તેવા સાધુ સાથે જીવ જોડવો.” (સ્વામીની વાત : ૬/૮૫)

  3. “જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે.” (સ્વામીની વાત : ૩/૪૨)

  4. “સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે. ને સંત છે ત્યાં અનંત ગુણ છે અને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે. તે 'વચનામૃત'માં કહ્યું છે જે, તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે, તેવો હું વશ થાતો નથી જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાઉં છું.” (સ્વામીની વાત : ૧/૧૮૭)

વિવિધ આયામોથી જોતાં, સંત દ્વારા જ સર્વાર્થસિદ્ધિ થાય છે.

અથવા

૨. ભગવાનની પ્રાપ્તિના મહિમાનો આનંદ : સારાંશ (૨૩/૦/૨૧૧)

  1. આધ્યાત્મિક સાધનાના માર્ગે સાધકને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. પંચઇંદ્રિયો અને સ્વભાવો સામે સંઘર્ષરત રહેવું પડે છે. તે સમયે ઢળી પડ્યા વિના અડગ રહેવા માટે પ્રોત્સાહન અને આધારની જરૂર પડે છે.

  2. સાધક માટે જરૂરી આ પ્રોત્સાહન સ્વામીની પ્રેરક વાતોમાંથી પ્રાપ્ત થાય છે. લૌકિક વાસનાઓ અને ઈન્દ્રિયો પર વિજય મેળવવા માટે સ્વામીએ ભગવાન અને ગુરુના દૃઢ આશરા પર વિશેષ ભાર મૂક્યો છે.

  3. શ્રીજીમહારાજે પોતાની વાતોમાં મુમુક્ષુને એ બાંયધરી આપી છે કે તેઓ અને તેમના સાધુ મુમુક્ષુઓના પક્ષમાં છે, તેથી તેઓ લૌકિક વાસના પર જરૂર વિજય મેળવી શકશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે પ્રગટ ભગવાનના આશરાથી વૃંદાવનની ગોપીઓ, જટાયુ અને રામના પક્ષમાં રહીને લડેલા વાનરોની જેમ તેઓની મુક્તિ જરૂર થશે.

  4. પ્રગટ ભગવાનની અને તેના સંતની પ્રાપ્તિના વિચારથી ગમે એવાં વિઘ્નો અને સંકટોમાં પણ સાધક ઝાંખો પડતો નથી.

  5. આંતરિક આનંદ અનુભવવા માટે ભગવાન અને સંતના મહિમાની વાતો કરવા સાંભળવા પર સ્વામીએ ઝોક આપ્યો છે. તેઓએ વધુમાં એ પણ જણાવ્યું છે કે સાધના કરીને જે ભગવાન અને જે સંતને મેળવવાના હતા તે ભગવાન અને તે સંત મનુષ્યરૂપે પ્રગટ મળ્યા છે તેનો આનંદ સાધકે રાખવો જોઈએ.

  6. સ્વામીએ સત્સંગને શેરડીના સાંઠાના વચલા ભાગ સાથે સરખાવ્યો છે. તેઓએ સત્સંગની સરખામણી મનોવાંછિત ફળ આપનાર ચિંતામણિ સાથે પણ કરેલ છે.

અથવા

૩. વચનામૃતની સંરચના (૨/૧/૧૬-૧૭)

ભગવાન સ્વામિનારાયણ આષાઢી સંવત ૧૮૫૬ થી આષાઢી સંવત ૧૮૮૬ (સન ૧૮૦૦ થી ૧૮૩૦) દરમ્યાન ત્રીસ વર્ષ સુધી ગુજરાતમાં રહ્યા. તેઓનો આધ્યાત્મિક ઉપદેશ ગુજરાતી ભાષામાં છે અને તે વચનામૃત ગ્રંથમાં તેઓના ઉત્તમ પરમહંસો દ્વારા સંગૃહીત થયો છે. આ ઉપદેશ ગુજરાતનાં વિવિધ ગામડાંઓમાં તેઓના ચુસ્ત અનુયાયી સમા સંતો-ભક્તોને ઉદેશીને અપાયો છે.

વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણના તમામ ઉપદેશોનો સંગ્રહ નથી; માત્ર ૨૭૩ ઉપદેશો (પ્રત્યેક ઉપદેશ વચનામૃત તરીકે ઓળખાય છે) કે જે તેઓએ જીવનના છેલ્લા દશકામાં (આ.સં. ૧૮૭૬ થી આ.સં. ૧૮૮૬, સન ૧૮૧૯ થી ૧૮૨૯) ઉચ્ચારેલા તેનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિભાગ અનુસાર વચનામૃતોની સંખ્યા નીચે મુજબ છે :

  • ગઢડા પ્રથમ પ્રકરણ : ૭૮

  • સારંગપુર પ્રકરણ : ૧૮

  • કારિયાણી પ્રકરણ : ૧૨

  • લોયા પ્રકરણ : ૧૮

  • પંચાળા પ્રકરણ : ૭

  • ગઢડા મધ્ય પ્રકરણ : ૬૭

  • વરતાલ પ્રકરણ : ૨૦

  • અમદાવાદ પ્રકરણ : ૩

  • ગઢડા અંત્ય પ્રકરણ : ૩૯

  • અમદાવાદ પ્રકરણ (અધિક) : ૧૧

વચનામૃતો વિવિધ સ્થળે ઉપદેશાયાં છે, પરંતુ મોટાભાગનાં વચનામૃતોનો ઉપદેશ ગઢડામાં અપાયો છે.

પ્રત્યેક વચનામૃતને શીર્ષક આપવામાં આવ્યું છે, જે તે તે વચનામૃતના મુખ્ય વિષયવસ્તુનો નિર્દેશ કરે છે.

પ્રત્યેક વચનામૃતના પરિચયાત્મક ફકરામાં જ્યાં વચનામૃત ઉદ્બોધાયું હોય તે ગામનું નામ, વર્ષ, માસ, તારીખ અને સમયનો ઉલ્લેખ ઐતિહાસિક પુરાવા તરીકે કરવામાં આવ્યો છે.

વચનામૃત વાંચનાર-સાંભળનારનું મન ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં નિમગ્ન થાય અને શાંત થાય તે માટે ભગવાને ધારણ કરેલાં વસ્ત્ર-અલંકારોનું પણ વર્ણન પ્રત્યેક વચનામૃતમાં આવે છે.

પ્રત્યેક વચનામૃતનો આરંભ પરિચયાત્મક ફકરા બાદ થાય છે. એવાં કેટલાંક વચનામૃતો છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણે જ સ્વયં કોઈ વિષયક ઉપદેશનો પ્રારંભ કર્યો હોય તો કેટલાંક વચનામૃતોમાં તેઓએ સ્વયં જ પ્રશ્ન પૂછીને વચનામૃતનો આરંભ કર્યો હોય અને પોતે જ તેનો ઉત્તર પણ આપ્યો હોય.

કેટલીક વખત સંતો-ભક્તોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપતાં તેઓએ ઉપદેશ ઉદ્બોધ્યો છે તો કેટલીકવાર સંતો-ભક્તોએ પરસ્પર કરેલા પ્રશ્નોત્તર કે તેઓએ શ્રીજીમહારાજ સાથે કરેલા વાર્તાલાપ દ્વારા વચનામૃતો ઉદ્બોધાયાં છે.

આમ, વચનામૃતનું ગહન જ્ઞાન તેની આગવી શૈલીમાં સરળ અને સાહજિક રીતે પીરસાયું છે.

અથવા

૪. બાલ્યાવસ્થાથી જ ત્યાગ-વૈરાગ્ય તરફ સ્વાભાવિક રુચિ (૧૪/૩/ક/૧૧૭-૧૧૮)

  1. એક વાર પૂર્વાશ્રમમાં નાના ભાઈ સુંદરજીનું પારણું ઝુલાવતાં તેઓ તેની સાથે વાર્તાલાપ કરી રહેલા. માતા સાકરબાએ તે વિષયક પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે “મા ! મા ! હું તો સાધુ થઈશ અને આ સુંદરજીને પણ સાધુ કરીશ.”

  2. તેઓએ ગૃહત્યાગ પણ અતિ સહજતાથી કરેલો. એક વાર તેઓ (મૂળજી ભક્ત) પોતાના શેરડીના ખેતરમાં પાણી વાળી રહેલા. એકાએક તેઓને અંતરીક્ષમાં શ્રીજીમહારાજે દર્શન આપ્યાં અને કહ્યું : “તમે શાના માટે આવ્યા છો અને શું કરી રહ્યા છો ? જગતમાંથી બ્રહ્મતેજ સુકાઈ ગયું છે, માટે ચાલી નીકળો.” એક ક્ષણનાય વિલંબ વિના મૂળજી કામ પડતું મૂકીને ચાલી નીક્યા. તેઓ ઘેર પણ ગયા વિના શ્રીજીમહારાજને મળવા સીધા ગઢડા તરફ જ પ્રયાણ કરી ગયા.

  3. તેઓનો ત્યાગ ઉપરછલ્લો નહોતો, પણ દૃઢ વૈરાગ્યમાંથી પ્રગટ થયેલો. તેઓના પરિવારજનોની અસંમતિ હોવાથી સાધુ બનવા આવી ગયેલા તેઓને શ્રીજીમહારાજે ઘેર પરત મોકલ્યા. બધાને સમજાવીને તેઓ બીજી વાર સાધુ થવા આવી પહોંચ્યા અને મહારાજને દીક્ષા માટે વિનંતી કરી.

તે સમયે મહારાજે કહ્યું : “જાઓ અને ઘર બાળીને આવો. તે પછી તમને સાધુ કરીશું.”

શ્રીજીમહારાજનો આદેશ ઝીલી મૂળજી ભક્ત તત્કાળ ચાલી નીક્યા. મુક્તાનંદ સ્વામીની વિનંતીથી મહારાજે તેઓને પાછા બોલાવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મૂળજીને કહ્યું : “મહારાજનો આશય તમે ઘર બાળી આવો એવો નહોતો. તેઓનો ઉદેશ્ય એ છે કે અંતરમાંથી પરિવાર પ્રત્યેના સ્નેહનાં બંધનો કાપી નાંખો.”

આ સાંભળી સહેજ હસીને મૂળજીએ કહ્યું : “મહારાજ સિવાય મારા હૈયામાં બીજું શું છે કે બાળવાની જરૂર પડે ?”

તેઓના ત્યાગમાં જગત પ્રત્યેની આસક્તિની લેશ ગંધ પણ નહોતી અને એ રીતે તે ત્યાગ અપ્રતિમ વૈરાગ્યમાંથી પ્રગટ થયેલો જણાય છે.


પ્ર.૩ પ્રમાણ પરથી વિષયનું શીર્ષક આપો. (કુલ ગુણ ૬)

૧. “જે આ વાતો સાંભળીને પચાવી શકે તે પાત્ર અને જે ન પચાવી શકે તે કુપાત્ર.” (૧૫/૬/૧૪૫)
જ. ઉપાસના સંબંધી પૂર્વગ્રહરહિત વાતો

૨. “માટે બોલતા-ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય.” (૭/૩/૧૬૧)
જ. વચનામૃતના ગૂઢાર્થની સ્પષ્ટ સમજૂતી

૩. “અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે.” (૩/૩/૩૪)
જ. બ્રહ્મવિદ્યાના યથાર્થ જ્ઞાતા અને અનુભવી

૪. “સાધન કરી કરીને મરી જાય તોપણ વાસના ટળે નહિ. એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે.” (૨૦/૨/૧૮૫)
જ. સંત દ્વારા સ્વભાવો, વિષયો અને ખામીઓની નાબૂદી

૫. “તેઓની વાતોથી અંતર ભેદાય છે અને જીવનું પરિવર્તન થાય છે.” (૧૨/૧/૧૦૪)
જ. સ્વામીનો દિવ્ય ઉપદેશ

૬. “કોઈ ઊગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું.” (૫/૩/૫૧)
જ. મુમુક્ષુઓની મુક્તિ માટે શુદ્ધ વર્તનનો આગ્રહ

હા, નીચે તમે મોકલેલ લખાણને કોઈ ફેરફાર કર્યા વગર, ફક્ત સરસ હેડિંગ, નંબરિંગ અને વાંચવામાં સરળ ફોર્મેટમાં ગોઠવી આપું છું.

પ્ર.૪ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ ૬)

નોંધ : અડધા સાચા જવાબના ગુણ આપવા નહીં.

૧. આ દેહે કરીને શું કરી લેવું શા માટે ? (૧૯/૧/૧૭૫)

જ. આ દેહે ભગવાનને ભજી લેવા ને દેહ તો હમણાં પડશે.

૨. જીવનનું અંતિમ ધ્યેય સિધ્ધ કરવા ભારતીય ઋષિઓએ શાને અનિવાર્ય ગણાવી છે ? (૧/૧/૪)

જ. જીવનનું અંતિમ ધ્યેય સિધ્ધ કરવા ભારતીય ઋષિઓએ બ્રહ્મવિદ્યાને જ અનિવાર્ય ગણાવી છે.

૩. તીર્થવાસી રઘુવીરજી મહારાજે વાતો માટે શું કહ્યું છે ? (૧૩/૦/૧૧૧-૧૧૨)

જ. અનંત જન્મોની કસર ટાળીને અક્ષરધામની પ્રાપ્તિ કરાવે તેવી આ વાતો છે.

૪. સ્વામીએ તરણેતરના મહંતને શું કહેલું ? (૧૪/૪/૧૨૨)

જ. “અમારે ત્યાં તો સેવા કરે તે મહંત.”

૫. કોણ કોણ અનાદિ છે ? (૨/૩/૨૪)

જ. જીવ, માયા, ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ એ સર્વે અનાદિ છે.

૬. વચનામૃતમાં તત્ત્વજ્ઞાન અને વિધિ-નિષેધના વર્ણનની સાથે શાની સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે ? (૯/૪/૮૮)

જ. વચનામૃતમાં તત્ત્વજ્ઞાન અને વિધિ-નિષેધના વર્ણન સાથે સાધનામાર્ગનાં વિધ્નોની સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે.


પ્ર.૫ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિસ્તૃત નોંધ લખો. (પચીસ થી ત્રીસ લીટીમાં) (કુલ ગુણ ૧૦)

નોંધ : જ્યાં પણ શાસ્ત્રોના પ્રમાણ નંબર આવતા હોય ત્યાં પરીક્ષાર્થીએ તે નંબર ન લખ્યા હોય તો પણ પૂરા ગુણ આપવા.

૧. મહારાજને અખંડ ધારવાનું સામર્થ્ય (૧૪/૯/૧૨૮-૧૩૦)

ગુણાતીતાનંદ સ્વામીને માત્ર શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર જ નહોતો, પરંતુ તેઓને સ્વામીએ અખંડ ધારણ કરી રાખેલા. શ્રીજીમહારાજને પૃથ્વી પર કાયમ અને સંપૂર્ણપણે પ્રગટ રહેવા માટેનું તેઓ માધ્યમ હતા. તેઓએ પણ પોતામાં મહારાજ પ્રગટ છે - તેવી વાતો પ્રસંગોપાત્ત કરેલી છે.

એક વાર બાલમુકુંદ સ્વામી અને કોઠારી ત્રિકમદાસને પોતાના સ્વરૂપની વાતો કરતાં ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું :

“તમને આજે પ્રત્યેક્ષ ભગવાન મળ્યા છે, એટલે તમારે કાંઈ કરવું રહ્યું નથી. જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ અમારામાં મહારાજ રહ્યા છે. એ તમને દર્શન દે છે, તમારા માથે હાથ મૂકે છે, તમને મળે છે; આ રીતે તમને સુખ આપે છે. માટે ત્રિકમદાસ ! આ આકાર સાધુનો છે એટલો જ ફેર છે, પણ ખરેખર એ મહારાજનું સ્વરૂપ છે. પણ આ પ્રગટ સ્વરૂપ ઓળખવું તમારા માટે અઘરું છે.”

એક વાર જાગા ભક્તે ઉદાસ થઈને સ્વામીને કહ્યું :

“સ્વામી ! મહારાજ ધામમાં ગયા પછી હું જન્મ્યો. એટલે કમનસીબે મને એમનાં દર્શન થયાં નહીં ને મળાયું નહીં.”

આ સાંભળી સ્વામી બોલ્યા :

“તમને અમારામાં મહારાજ દેખવા અઘરા છે, પણ અમારા અને મહારાજ વચ્ચે લેશ પણ ફેર નથી. આટલું અવશ્ય જાણજો.”

સ્વામીમાં મહારાજ અખંડ રહ્યા છે એ વાત સ્વામીના જ મુખે ઉદ્ઘાટિત થતી જોઈ જાગા ભગત રોમાંચિત થઈ ગયા.

જૂનાગઢથી અંતિમ વિદાય લઈ વંથળી જતાં ગુણાતીતાનંદ સ્વામી બોલેલા :

“જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે મહારાજ સાંભરી આવે છે, કેમ જે, મહારાજ અને મોટા મોટા પરમહંસો આ માર્ગે ઘણું ચાલ્યા છે.”

આ સાંભળી કાશીરામે કહ્યું :

“સ્વામી ! એ તો જેણે મહારાજને જોયા હોય તેને સાંભરે, પણ જેણે મહારાજને જોયા ન હોય તેને શું સાંભરે ?”

આ સાંભળી સ્વામી બોલ્યા :

“આપણે ક્યાં મહારાજ પરોક્ષ છે ? આ સાધુ દ્વારા મહારાજ પ્રગટ જ છે. સાધુ દ્વારા આજે મહારાજ દર્શન આપે છે, વાતો કરે છે ને તમારી સામે જુએ છે. એવી રીતે બહુ સુખ આપે છે, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહીં.”

તદુપરાંત સ્વામીએ તેઓની વાતોમાં કહ્યું છે :

  1. “અને આ સાધુમાં ભગવાન રહ્યા છે.” (સ્વામીની વાત : ૫/૧૬૫)

  2. “અક્ષરધામમાં મહારાજ આમ ને આમ ઉત્તરાદે મુખારવિંદે બેઠા છે,” એમ વાત કરીને પગના અંગૂઠાથી તે શિખા પર્યંત હાથની આંગળીએ કરીને બતાવ્યું. (સ્વામીની વાત : ૪/૮૮)

  3. “આ દેખાય છે એવી ને એવી મૂર્તિ અક્ષરધામમાં છે, લગારે ફેર નથી. એમાં તેજ વધારે દેખાડે છે એટલો જ ફેર છે.” (સ્વામીની વાત : ૫/૨૫૫)

  4. “આંહીં તો સંત ભેગા પ્રગટ સહજાનંદ સ્વામી પોતે વિરાજે છે.” (સ્વામીની વાત : ૬/૨૨૧)

ઉપરોક્ત પ્રસંગો અને વાતો પરથી ખ્યાલ આવે છે કે ગુણાતીતાનંદ સ્વામીમાં શ્રીજીમહારાજ અખંડ રહેલા.

આમ, આ વાતોના કરનારા ગુણાતીતાનંદ સ્વામી કોઈ સામાન્ય સાધક કે આધ્યાત્મિક સાધનાથી સિદ્ધદશા મેળવનારા સાધક નહોતા, પરંતુ તેઓ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રગટ રહેવાનું સૌથી સુયોગ્ય માધ્યમ હતા.

અગાઉ જણાવ્યું તેમ ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષરબ્રહ્મનું સ્વરૂપ હતા. તેથી તેઓએ ભગવાનના સાક્ષાત્કાર માટે કોઈ વિશેષ સાધના કરી નહોતી. પરબ્રહ્મની જેમ તેઓ પણ અનાદિકાળથી માયામુક્ત છે. તેથી તે બંનેને નિકટનો નાતો છે. પરબ્રહ્મ તેઓથી એક ક્ષણમાત્ર પણ અળગા નથી.

તેથી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૨૭ મુજબ શ્રીજીમહારાજ જ તેઓની આંખો દ્વારા જોતા, તેઓના કાન દ્વારા સાંભળતા અને તેઓને મુખ દ્વારા બોલતા.

એક વાર જૂનાગઢમાં સ્વામી પૂર્ણ ભાવમાં આવી વાતો કરતા હતા. તે જોઈ રઘુવીરજી મહારાજે કહ્યું :

“સ્વામી ! આજે તમે સમજણની અદ્ભુત વાતો કરી. આ વાતો અનંત જન્મોની કસર કાઢીને અક્ષરધામ પમાડે એવી છે.”

સ્વામી તરત જ બોલ્યા :

“મહારાજ ! હું એકે વાત બોલતો નથી. મહારાજ પંડે રહીને બોલે છે.”

ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું :

“હા, સ્વામી! એ તો સ્પષ્ટ દેખાય જ છે કે મહારાજ આપમાં રહ્યા છે અને કાયમ તમારા દ્વારા વાતો કરે છે.”

આ સૌના સારરૂપે એટલું જ કહી શકાય કે ગુણાતીતાનંદ સ્વામી શ્રીજીમહારાજનું પ્રગટ સ્વરૂપ હતા.

પ્ર.૯ નીચે આપેલાં પાત્રોમાંથી કોઈ પણ એક પાત્રના પ્રસંગો વર્ણવી વ્યક્તિત્વનું આલેખન કરો. (કુલ ગુણ ૮)

નોંધ : પાત્રના પ્રસંગો વધારે હોય તેથી બધા જ પ્રસંગનું વર્ણન હોવું જરૂરી નથી. પ્રસંગોના ૬ ગુણ અને વ્યક્તિત્વના આલેખનના ૨ ગુણ.

૧. ગોવર્ધનભાઈ કોઠારી

(‘વરતાલમાં વચનામૃતની કથા” થી “મારો જન્મ મંદિર કરવા સારુ જ છે' સુધીના જ પ્રસંગો)

  1. શાસ્ત્રીજી મહારાજ માટે સત્ય વાત માટે કોઠારી કહેતા. વરતાલના બે હજાર સાધુઓમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી જેવો સર્વ પ્રકારે ધન-સ્ત્રીનો ત્યાગી મેં હજુ સુધી કોઈ દીઠો નથી. તેની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે. ૨૬૮

  2. કોઠારી ગોવર્ધનભાઈની સૂચનાથી સ્વામીશ્રી આચાર્ય લક્ષ્મીપ્રસાદને જ્ઞાનોપદેશ આપતા હતા. ૨૭૦

  3. ‘આ વખતે શાસ્ત્રીને મૂકીને જશો નહિ.' – સ્વામીશ્રીને વરતાલમાં રહેવું મુશ્કેલ થયું. ત્યારે કોઠારી હરિભક્તોને ચેતવતાં કહે છે. ૨૭૭

  4. રામચંદ્રજીને વનમાં જતાં જોઈ જે સ્થિતિ રાજા દશરથની થઈ હતી, તેવી જ સ્થિતિ કોઠારી ગોવર્ધનભાઈની થઈ. અવાક્ બની દેહનું ભાન ગુમાવી દીધું. ૨૮૨

  5. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ માટે તમે શું કરશો ? - કોઠારીએ હીરાભાઈને કરેલો પ્રશ્ન. તેમના જવાબથી કોઠારીને અતિશય શાંતિ. ૩૧૦-૩૧૧

  6. ‘મૂર્તિઓ પધરાવી છે તે કબૂલ રાખે તો સમાધાન કર્યું કહેવાય.'- સમાધાનમાં મૂર્તિઓ વિશે પૂછે તો શું કહેવું ? શાસ્ત્રીજી મહારાજના પ્રશ્નનો જવાબ. ૪૭૪-૪૭૫

વ્યક્તિત્વનું આલેખન :

  • વ્યક્તિને ઓળખી તેની આવડતનો ઉપયોગ સંસ્થાના વિકાસમાં કરવાની કુનેહ.

  • ખોટા વિચારો અને ઠરાવોને મદદ ન કરવી તેને કારણે બીજા ખોટા વિવાદો ઊભા ન થાય તે રીતે કાર્ય કરવું.

  • સાચી વ્યક્તિની રક્ષા થાય તે માટે તેનું હિત થાય તે રીતે કાર્ય કરવાની સલાહ આપવી.

  • સિદ્ધાંતની બાબતમાં કોઈપણ રીતે બાંધછોડ ન કરવાનું વલણ.


૨. આશાભાઈ

(‘શુદ્ધ વેદાંત એટલે શું?” થી “જ્યાં ગાગરથી સાગર ભરાય છે' સુધીના જ પ્રસંગો)

  1. સાધી ગામના - દર પૂનમે ડાકોર દર્શને જતાં - સ્વપ્નમાં રણછોડરાયના દર્શન - ‘કલ્યાણ જોઈતું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો.' - ધર્મનંદનદાસ પાસે વર્તમાન ધરાવ્યા. ૨૩૪

  2. વરતાલ દર્શને – સ્વામીશ્રીના આસને- આશાભાઈને થયેલી પ્રતીતિ ‘જરૂર અહીં કલ્યાણ છે જ.’– 'આ શાસ્ત્રી પાસે કામણ છે. માટે ત્યાં ન જવું.' સાધીના કોઠારી - સ્વામીશ્રી સાધીમાં - આપની વાતો જ વચનામૃત છે.” સાધીના કોઠારી - આશાભાઈને આશ્ચર્ય – આશાભાઈના ખેતરમાં પોંક-ઉત્સવ. ૨૩૫-૨૩૬

  3. પોતાનું ધાર્યું કરવાવાળા ‘અમે અમારું દુઃખ ટાળવાં જતાં હોઈએ’ - ‘તમારું દુઃખ અમારી ગાદી તળે.' ૨૫૭-૨૫૮

  4. “આશાભાઈએ સ્વામીશ્રીને પોતાનું ડમણિયું જોડી આપ્યું.” – વરતાલના પાળાઓથી સ્વામીશ્રીની રક્ષા થઈ. ૩૧૫-૩૧૬

  5. આશાભાઈ તથા મોતીભાઈનું દુઃખ મટાડો. ‘પુરુષોત્તમપુરાની દશા વળતી નથી. દેવું ઊતરતું જ નથી.' ૫૪૨

  6. મહાકાળનું તાંડવ : વિષમ દેશકાળમાં આશાભાઈનો આખો બંગલો ભૂમિભૂત થયો. – રઢુથી મણ ખીચડી મંગાવી બધા જમ્યા. – તમારાં તમામ પાપ બળી ગયા. - સ્વામીશ્રી - સ્વામીશ્રીએ પણ કરેલી કસોટી - સારંગપુર મંદિરની મૂર્તિઓ લેવા જવામાં આવેલું વિઘ્ન - મુક્તરાજ આશાભાઈમાં રંતિદેવ પ્રગટ થયા. ૫૮૦-૫૮૩

  7. દેસાઈને પરણાવવાની ના - દેસાઈનો કાળ તેની સાથે છે – આશાભાઈને ભગતજીનાં દિવ્ય દર્શન - નાભિનું ચક્ર ત્રણ આંટા ફર્યું - આ લોકમાં કોઈ રહ્યું નથી અને રહેશે પણ નહિ. - અહીં રહો તો સારું – અમારે બીજાં બ્રહ્માંડમાં જવાનું છે. – સંકલ્પનો મંદવાડ મટી ગયો. ૬૪૮-૬૫૧

વ્યક્તિત્વનું આલેખન :

  • પોતાનું ધાર્યું કરવાવાળા હોવા છતાં સ્વામીશ્રી આગળ પોતાનું મનધાર્યું છોડી દેતા.

  • પોતાનું સર્વસ્વ સ્વામીશ્રીને અર્પણ કરી રાખ્યું હતું.

  • આકરી કસોટીની વેળાએ પણ સમજણ દૃઢ રાખી સેવા કરી.

  • સાંખ્ય દૃઢ કરેલું હતું.


વિભાગ - ૩ : “સ્વામીની વાતો”

અભ્યાસક્રમની વાતોના ક્રમાંક :

૩/૧, ૩, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩


પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના મુદાસર જવાબ લખો. (પાંચેક લીટીમાં) (કુલ ગુણ ૬)

૧. સમુદ્રમાં ચાલ્યા જતાં વહાણના દૃષ્ટાંતનો સિદ્ધાંત સમજાવો. (૨૯/૧૧૨)

જ. જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવાં તેમનાં સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી, જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે; તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી.

૨. ભગવાન નિરંતર રાજી કેમ રહે ? (૩૨/૧૧૪)

જ. ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહિ અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઇચ્છવું નહિ ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો, તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઈ સંશય નથી.

૩. જેવા મહારાજ છે ને જેવા સાધુ છે. તેને જાણ્યા હોય તેની સમજણ કેવી હોય ? (૧૫/૧૦૪)

જ. જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય? ત્યારે બોલ્યા જે,

“યો વૈત્તિ યુગપત્સર્વ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ”

અર્થ : જે એક સાથે સર્વ જીવ-પ્રાણીમાત્રના આશયને પ્રત્યક્ષપણે, ક્યાંય પણ આધાર-સાધન વિના સદાકાળ જુએ-જાણે છે.

એ શ્રુતિ બોલીને કહ્યું જે,

“એવી સમજણ હોય ત્યારે ભગવાન ને મોટા સાધુને જાણ્યા કહેવાય.”

પ્ર.૧૧ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની “સ્વામીની વાતો”નું પ્રમાણ આપી સમજાવો. (આઠથી દસ લીટીમાં) (કુલ ગુણ ૪)

નોંધ : (૧) સમજૂતી મૌલિક રીતે લખવાની હોવાથી અહીં આપેલા જવાબ સિવાયની સમજૂતી પરીક્ષાર્થીએ લખેલી હોય તો તે પ્રસંગને અનુરૂપ છે કે નહીં તે પરીક્ષકે જાતે નક્કી કરીને તેના ગુણ આપવાના છે. પ્રમાણનો ૧ ગુણ, સમજૂતીનો ૧ ગુણ.

(૨) ઉકેલપત્રમાં આપેલ સ્વામીની વાત સિવાય અભ્યાસક્રમમાં આવતી સ્વામીની વાતમાંથી બીજી કોઈ પણ વાત પરીક્ષાર્થીએ લખેલ હોય અને તે વિષયને અનુરૂપ આવતી હોય તો તેના ગુણ કાર્યાલયનું ધ્યાન દોરીને મૂકવા. જ્યાં બે પ્રમાણ આવતા હોય ત્યાં કોઈ પણ એક પ્રમાણ અને તેને અનુરૂપ સમજૂતી લખી હોય તો તેના પૂરા ગુણ આપવા.

૧. જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ, અરોગી કરવા અર્ભકને પાયે કડવેરા કવાથ (૨૨/૧૦૯)

પ્રમાણ : સ્વામી બોલ્યા જે, 'એ તો ઠીક પણ સોનું લેવાનો સંકલ્પ થયો પણ કોઈ દી સો કરોડ મણ ટૂંસાં લઈને કમાણી કરીએ, એવો સંકલ્પ થાય છે ?'

સમજૂતિ : સ્વામી વ્યવહારદક્ષ હતા, આર્થિક સેવાનું મહત્ત્વ સમજતા હતા, છતાં શિવલાલ શેઠનું અલૌકિક હિત કરવું છે. તેથી આ પ્રસંગે ટોકે છે.

૨. દ્રોપદી સ્વયંવરમાં અર્જુનની વૃત્તિમાં એકલી માછલીની આંખ જ હતી. (૭/૯૮)

પ્રમાણ : જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમની કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય, તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે.

સમજૂતિ : આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી ત્રણેના અંગ જુદા જુદા હતા. આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરે, મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરે તો એકબીજાની કસર ટળે અને આ રીતે કરવાથી અખંડ ભગવાનમાં વૃત્તિ રહે છે.

૩. કાગડાને ઉડાડવા કોહિનૂરનો પથ્થર તરીકે ઉપયોગ ન થાય. (૩૦/૧૧૨-૧૧૩)

પ્રમાણ : એક કઠિયારો હતો તે લાકડાંના ભારા લાવીને વેચતો, પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી. પછી તે શાહુકારે પૂછ્યું જે, આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે ? પછી સર્વેએ કહ્યું જે, આ ગામમાં તો કઠિયારો રહે છે. પછી શાહુકારે ત્યાં જઈને બાળતાં થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે, હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે ને બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્યદેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેને વિષે બાળી દે છે, તેમ આપણે બાળવું નહિ.

સમજૂતિ : સમજણ વિનાનો કઠિયારો ચંદનનું કિંમતી લાકડું ચૂલામાં બાળી નાખતો refueling હતો. એ જ અધુરું બળેલું લાકડું શાહુકારે લઈને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું તો તે વિષ્ણુ લોકમાં ગયો. આ દૃષ્ટાંતનો સિદ્ધાંત એ જ કે આપણે પણ અણસમજણે કરીને આ દેહરૂપી ચંદનને સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહની પાછળ બાળી નાખીએ છીએ, પણ આ દેહે કરીને જે અવિનાશી ફળ લેવાનું છે. તેના માટે કાંઈ કરતાં નથી. કઠિયારો જેમ ચંદનના સાચા ઉપયોગને જાણતો નથી. તેમ આપણે પણ દેહના સાચા ઉપયોગને જાણતો નથી. જે જાણે છે તે અક્ષરધામના અવિનાશી સુખને માટે યત્ન કરે છે. (ધ્યેય) મોક્ષ, મુક્તિ, આત્યંતિક કલ્યાણ સાધવા માટે મનુષ્યદેહનો ઉપયોગ.

૪. ‘બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે.” વચનામૃત અમ. ૨ (૧૩/૧૦૨)

પ્રમાણ : (૧) આ વચનામૃત સાંભળતા એમ જણાણું જે, કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય, કે ભગવાનનો પુત્ર હોય, કે ઈશ્વર હોય, કે નાના-મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી, કેમ જે, એ પણ મહારાજનો મત છે. નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્। વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ||

સમજૂતી : બ્રહ્મરૂપ થયા વિના છૂટકો નથી. ગમે તેવા ભગવાન કે ભગવાનના પુત્ર હોય તેને પણ બ્રહ્મરૂપ થવું આવશ્યક છે.

પ્રમાણ : (૨) આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં ? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું.

સમજૂતી : શિક્ષાપત્રી શ્લોક ૧૧૬ માં કહ્યું છે કે નિજાત્માનં બ્રહ્મરૂપ..., એમ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીને અક્ષરધામને પમાય. કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના (બ્રહ્મસ્વરૂપ થયા વિના) છૂટકો નથી. આપણે જ નહિ પણ આચાર્ય હોય, કે ભગવાનનો પુત્ર હોય. ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે એ મહારાજનો મત છે.

પ્ર.૧૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ ૪)

નોંધ : અડધા સાચા જવાબના ગુણ આપવા નહીં.

૧. આ વાતું કેવી છે ? (૨૧/૧૦૮)

જ. આ વાતું તો ભગવાનમાં જોડાવાની છે.

૨. શ્રીજીમહારાજે ગુણબુદ્ધિવાળા સત્સંગી કોને કહ્યા ? (૯/૯૯)

જ. શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને ગુણબુદ્ધિવાળા સત્સંગી કહ્યા.

૩. આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને શું કહ્યું ? (૧/૯૫)

જ. આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું સત્સંગ બહુ થયો.

૪. શ્રીજીમહારાજની મૂર્તિ અને આ સાધુ વિના શું છે ? (૨૮/૧૧૧)

જ. શ્રીજીમહારાજની મૂર્તિ અને આ સાધુ વિના પ્રકૃતિપુરુષ સુધી રાખનાં પડીકાં છે.

પ્ર.૧૩ નીચે આપેલા કોઈ પણ બેના દૃષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેના સિદ્ધાંત લખો. (કુલ આઠેક લીટીમાં) (કુલ ગુણ ૬)

નોંધ : સિદ્ધાંત મૌલિક રીતે લખવાનો હોવાથી અહીં આપેલા જવાબ સિવાયનો સિદ્ધાંત પરીક્ષાર્થીએ લખેલો હોય તો તે દૃષ્ટાંતને અનુરૂપ છે કે નહીં તે પરીક્ષકે જાતે નક્કી કરીને તેના ગુણ આપવાના છે. દૃષ્ટાંતના ૨ ગુણ, સિદ્ધાંતનો ૧ ગુણ.

૧. શેરડીના ગાંદળાનું દૃષ્ટાંત. (૨૭/૧૧૧)

દૃષ્ટાંત : જેમ શેરડીનો સાંઠો હોય, તેનું થડિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોળું હોય ને વચલી ગાંદળી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આજે સાનુકૂળ છે, કેમ જે, મોટા સંતનો જોગ છે. ને મોરે તો મારતા ને ખાવા મળતું નહિ, ને આજ સર્વે અંગે સાનુકૂળ છે, તે પ્રભુ ભજી લેવા પણ આળસુ થાવું નહિ

સિદ્ધાંત : મહારાજના સમયમાં જે ભેખધારી બાવા-વૈરાગીઓનો ત્રાસ સંતો હરિભક્તોને હતો. તે સ્વામીના વખતમાં ન હતો. ભગવાન ભજવાનું સાનુકુળ હતું. વળી મોટા સંતનો જોગ પણ છે. જે આપણને મહારાજની પ્રાપ્તિ કરાવે તેવા છે. માટે આપણે આળસ રાખી તેમની આજ્ઞાનુસાર ન રહીએ તો આપણને મોટી ખોટ છે.

૨. ગાયના દૃષ્ટાંતે મહારાજનું સુખ (૨૦/૧૦૮)

દૃષ્ટાંત : જેમ ગાયનું વાછરું હોય તે ગાયનાં શરીરમાં ગમે ત્યાં થબડકા મારે, પણ દૂધનું સુખ આવે નહિ, તે તો જયારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે. તે તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત એ છે જે, આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે, તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે, તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ.

સિદ્ધાંત : ગાયના બધા અંગમાંથી દૂધનું સુખ આવતું નથી. બધા અંગ જરૂરી છે. પણ સૌથી જરૂરી ને ફળ આપનારું અંગ આંચળ છે. તેમ સત્સંગમાં એકાંતિક સાધુ દ્વારે મહારાજની હયાતી જેવું જ સુખ આવતું હોવાથી કલ્યાણનો માર્ગ સરળ બને છે. એકાંતિક સંતમાં મહારાજ સર્વ પ્રકારે રહેલા છે માટે.

૩. તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે ? (૩/૯૬)

દૃષ્ટાંત : પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ છે, ને તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તે વાને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ ભેળો રજ થઈ જાય, એટલું છેટું છે; પણ જો આંહી અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે, 'આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય,' તો તત્કાળ જાય.

સિદ્ધાંત : જેનો સંબંધ થયો હોય તેના જેવા થાય. ભાદરામાં વશરામ સુથારના સંકલ્પે કીડીઓની સદ્ગતિ થઈ ગઈ. અહીં સ્વામી સંબંધનો મહિમા સમજાવે છે. 

0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...