સત્સંગ પ્રવીણ -1 13 JULY -2025 PAPER AND SOLUTION
પ્રવીણ-૧
વિભાગ – ૧ : ઉપાસના સિદ્ધાંત
પ્ર.૧ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક વર્ણવી સિદ્ધાંત લખો. (કુલ ગુણ : ૪)
૧. રામાનંદ સ્વામીએ લાલજી સુથારને આપેલો ઠપકો
૨. આ ગુણાતીતાનંદ સ્વામી જમે છે તેમ સૌ જમતાં શીખો
૩. વરતાલમાં અપમાન
( ) સિદ્ધાંતઃ ___________________________
પ્ર.૨ નીચે આપેલામાંથી કોઈપણ બે વિષયના સંદર્ભમાં શાસ્ત્રનાં ત્રણ પ્રમાણો આપો. (સંદર્ભ શાસ્ત્રનું નામ અને ક્રમાંક લખવો ફરજિયાત છે.) (કુલ ગુણ : ૬)
૧. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર શાથી? શાસ્ત્રોનાં પ્રમાણો
૨. મોક્ષ માટે પ્રગટ ભગવાન કે પ્રગટ સંત (સ્વામીની વાતો અને વાસુદેવમાહાત્મ્યના આધારે)
૩. ધામમાં અને પૃથ્વી ઉપર - બન્ને ઠેકાણે સદા સાકાર
( ) ગુણ : ૩
( ) ગુણ : ૩
પ્ર.૩ પ્રમાણ, સિદ્ધાંત કે કડી પરથી વિષયનું શીર્ષક આપો. (કુલ ગુણ : ૬)
૧. આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવો છે. (ગુણ : ૧)
૨. મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. (ગુણ : ૧)
૩. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ. બ્રહ્મમહોલ કહીએ. (ગુણ : ૧)
૪. અંતકાળે તો ભગવાનનો દૃઢ આશરો હોય તે જ કામમાં આવે છે. (ગુણ : ૧)
૫. સ્વામિનારાયણ નામ સર્વોપરી છે, જેમાં તીર્થમાત્ર આવી જાય છે. (ગુણ : ૧)
૬. એને કોઈ ધામની ઉપમા ન દેવાય તેવું છે ને અપાર છે. (ગુણ : ૧)
પ્ર.૪ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૪)
૧. પ્રગટપણું એક જ દ્વારા (ગુણ : ૨)
☐ (૧) સ્વામિનારાયણે ધર્મની કૂંચી અમને સોંપી છે.
☐ (૨) બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ.
☐ (૩) નારદજી આવ્યા ત્યારે પરીક્ષિતનું કલ્યાણ થયું.
☐ (૪) સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા અને સર્વના સ્વામી એક જ ભગવાન છે.
૨. અન્ય પરમહંસોએ કહેલો “સ્વામી”નો અસાધારણ મહિમા (ગુણ : ૨)
☐ (૧) તમો જૂનાગઢ આવવાની ઉતાવળ કરશો નહીં.
☐ (૨) ભા, બહુ છેતર્યા, હવે એ દિવસો ગયા.
☐ (૩) તમારે વિષે રહીને આચાર્ય સદાય વાતું કરે છે.
☐ (૪) પંડનું વર્તન સારું ન હોય તો શું બોલી શકે?
પ્ર.૫ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે વિષયનું વિવરણ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. ગુણાતીત સંતનો મહિમા : ગુણાતીતાનંદ સ્વામીના શ્રીમુખે
૨. પ્રગટની ભક્તિ એ જ શાંતિનો ઉપાય
૩. કર્તાપણું કેવી રીતે?
( ) ગુણ : ૪
( ) ગુણ : ૪
પ્ર.૬ નીચે આપેલાં વાક્યોમાંથી કોઈ પણ બે વિષે કારણો આપી સમજાવો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. પરમેશ્વરનું સર્વજ્ઞપણું જુદા પ્રકારનું છે.
૨. ભગવાનને કાળ, કર્મ, માયા અને સ્વભાવ જેવા ન જાણવા.
૩. મોટાપુરુષને વિષે દોષ ન પરઠવા જોઈએ.
( ) ગુણ : ૪
( ) ગુણ : ૪
પ્ર.૭ ‘ઉપસંહાર’ના આધારે નીચેનાં સૈદ્ધાંતિક વાક્યો પૂરાં કરો. (કુલ ગુણ : ૬)
(ઉપાસનામાં શું સમજવું? ઉપાસનામાં શું ન સમજવું?)
૧. તેથી મનુષ્યરૂપે વિચરતા __________________________ પરમાત્માની જ રહે છે. (ગુણ : ૨)
૨. જીવ, ઈશ્વર, માયા __________________________ સદાય જુદાં છે. (ગુણ : ૨)
૩. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી __________________________ કહી શકાય તેમ ન સમજવું. (ગુણ : ૨)
પ્ર.૮ ટૂંકનોંધ લખો : દિવ્યભાવ (કુલ ગુણ : ૫)
વિભાગ – ૨ : સત્સંગ વાચનમાળા ભાગ – ૩, યુગવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ
પ્ર.૯ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “આપણે વેર લેવું નથી, શ્રીજીમહારાજ સારું કરશે.”
કોણ કહે છે ? __________________
કોને કહે છે ? __________________
ક્યારે કહે છે ? __________________
(ગુણ : ૩)
૨. “આ જન્મમાં શ્રીજીમહારાજને માટે ભલે કપાય.”
કોણ કહે છે ? __________________
કોને કહે છે ? __________________
ક્યારે કહે છે ? __________________
(ગુણ : ૩)
૩. “ભલે ગરીબ છે પરંતુ દર્શનથી શાંતિ થાય તેવા છે.”
કોણ કહે છે ? __________________
કોને કહે છે ? __________________
ક્યારે કહે છે ? __________________
(ગુણ : ૩)
પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. દલપતરામે મુક્તાનંદ સ્વામીની વાણીને કોની સાથે સરખાવી છે?
૨. બાળપણમાં શિવલાલને કયા સદ્ગુરુઓનો યોગ સતત રહેતો હતો?
૩. શ્રીજીમહારાજે રાજા રાયસિંહને પ્રસાદીરૂપે શું આપ્યું?
૪. ડેવિડને સ્વપ્નમાં સ્વામીશ્રીએ શાની સમજણ આપી હતી?
૫. શાસ્ત્રીજી મહારાજે ક્યારે શાની સ્થાપના કરી? (સન્)
પ્ર.૧૧ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૮)
૧. નિષ્કુળાનંદ સ્વામીની કળા-કૌશલ્ય
☐ (૧) ધોળેરા મંદિરની ઘુંમટીઓની કમાનો
☐ (૨) ગઢડામાં અક્ષર ઓરડી
☐ (૩) ભાદરામાં નાવ બનાવી
☐ (૪) વરતાલમાં બાર બારણાંનો હિંડોળો
૨. ગોપાળાનંદ સ્વામીનો જન્મ
☐ (૧) સંવત ૧૯૩૭
☐ (૨) ચૈત્ર સુદ ૮
☐ (૩) ઈડર પ્રાંતના
☐ (૪) ટોડલા ગામમાં
૩. સ્વામીશ્રીએ કરેલી માનવીય સહાય
☐ (૧) ઓરિસ્સા અને મહારાષ્ટ્રની કુદરતી આફતો
☐ (૨) અફઘાનિસ્તાનના યુદ્ધમાં
☐ (૩) ગુજરાતમાં કુદરતી આફતો
☐ (૪) પંચવર્તમાનમાં આજીવન શુદ્ધ
૪. શ્રીજીમહારાજે વચનામૃતમાં કહેલો સંતમહિમા
☐ (૧) એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા
☐ (૨) ગુરોરંઘ્રિપદ્મ મનશ્વેનં લગ્ન તતઃ કિં
☐ (૩) સાધવો હૃદયં મહ્યં સાધુનાં તુ હૃદયં ત્વહમ્
☐ (૪) મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું
પ્ર.૧૨ નીચે આપેલાં વાક્યોનાં કારણ જણાવો. (નવેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. પર્વતભાઈની વાત સાંભળી સભાજનો વિસ્મિત બની ગયા.
૨. શિવલાલ શેઠે સોપારી ન ખાવાનો નિયમ લીધો.
અથવા
૩. મંગળના રોમે રોમે આનંદ વ્યાપી ગયો.
૪. સ્વામીશ્રી ખાડાવાળા રસ્તે ચાલીને હૉસ્પિટલ ગયા.
પ્ર.૧૩ નીચે આપેલા વિષયો ઉપર મુદ્દાસર વિવરણ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. લાલજી ભક્ત અને મૂળજી શર્માની કથાવાર્તામાં આસક્તિ
૨. ગોપાળાનંદ સ્વામીનો ત્યાગ અને વૈરાગ્ય
અથવા
૩. પ્રમુખસ્વામી મહારાજની ઠાકોરજી પ્રત્યેની ભક્તિ
૪. બળબળતા તાપમાં સ્વામીશ્રીના ઉઘાડા ચરણ
વિભાગ – ૩ : નિબંધ
પ્ર.૧૪ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર નિબંધ લખો. (પાંત્રીસ થી ચાલીસ લીટીમાં) (કુલ ગુણ : ૧૫)
૧. નવ યોગેશ્વરો : ગુરુભક્તિ, સાધુતા અને મૈત્રીની વિરલ યાત્રા
૨. સ્મૃતિઓ આજેય સૌને ભીંજવે છે : પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની વાત્સલ્ય વર્ષા
૩. કેશવે કરુણા કીધી : મુંબઈ
પ્રવીણ-૧ ઉકેલપત્ર (જુલાઈ ૨૦૨૫)
વિભાગ – ૧ : શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસના
પ્ર.૧ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈપણ એક વર્ણવી સિદ્ધાંત લખો.
૧. રામાનંદ સ્વામીએ લાલજી સુથારને આપેલો ઠપકો
શ્રીજીમહારાજ તીર્થોમાં ફરતાં ફરતાં લોજપુર પધાર્યા. રામાનંદ સ્વામી તે સમયે ભુજમાં હતા. તેમણે પોતાના તમામ શિષ્યોને લોજ જઈ નીલકંઠ વર્ણીનાં દર્શન કરવાની આજ્ઞા કરી. પરંતુ લાલજી સુથાર ગુરુભાવને કારણે લોજ જવાને બદલે ભુજ ગયા. ત્યારે રામાનંદ સ્વામીએ પૂછ્યું કે મારી આજ્ઞાની અવજ્ઞા કરીને અહીં કેમ આવ્યા? લાલજી ભક્તે પૂછ્યું કે એ વર્ણી આપના જેવા મોટા છે? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે તેઓ અમારાથી પણ મોટા છે. તેઓ સર્વ અવતારના અવતારી, સર્વોપરી પુરુષોત્તમ છે. આ રીતે મહારાજનો મહિમા સમજાવી ઠપકો આપ્યો.
સિદ્ધાંત : પોતાના ભક્તોને સર્વોપરી ભગવાનનો નિશ્ચય કરાવવા માટે ઠપકો આપીને પણ ભગવાન ભજવાનો સાચો માર્ગ બતાવ્યો.
૨. આ ગુણાતીતાનંદ સ્વામી જમે છે તેમ સૌ જમતાં શીખો
એક વખત મહારાજ અઢાર સદ્ગુરુઓને પીરસતા હતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી તરફ ઈશારો કરીને કહ્યું કે “આ ગુણાતીતાનંદ સ્વામી જમે છે તેમ સૌ જમતાં શીખો.” બ્રહ્માનંદ સ્વામીએ વિચાર્યું કે જમવાની રીતની પ્રશંસા કરે છે. ત્યારે મહારાજે સમજાવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી અન્નનો સ્વાદ લેતા નથી, પરંતુ મારી મૂર્તિનો સ્વાદ લે છે. તેઓ પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તે છે.
સિદ્ધાંત : અક્ષરબ્રહ્મની પૂર્ણ ઓળખાણ તો પરબ્રહ્મ જ આપી શકે.
૩. વરતાલમાં અપમાન
સંવત ૧૯૨૩ની ચૈત્રી પૂનમે ગુણાતીતાનંદ સ્વામી વરતાલ આવ્યા. વિરોધીઓએ કોઈ સ્વાગત કરવા ન જાય તેવી વ્યવસ્થા કરી. છતાં હરિભક્તો મોટી સંખ્યામાં સ્વામીના દર્શન કરવા આવ્યા. ગોપાળજી દાદાએ સ્વામીને ઠપકો આપતાં કહ્યું કે “સ્વામીને પણ ભગવાન થવું છે.” ત્યારે સ્વામીએ સ્પષ્ટ કહ્યું કે “ભગવાન તો એક સર્વોપરી સહજાનંદ સ્વામી છે અને શાસ્ત્રમાં જેને મૂળ અક્ષર કહ્યા છે તે આજે તમારી સામે વાત કરે છે.”
સિદ્ધાંત : વિરોધ વચ્ચે પણ પોતાના અક્ષરબ્રહ્મ સ્વરૂપની નિર્ભયતાથી સ્પષ્ટતા કરી.
પ્ર.૨ શાસ્ત્રોનાં પ્રમાણો
૧. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર શાથી?
પ્રમાણ – ૧
“ભૂયાન્મેऽત્ર સમાનંદો યતો ધામાક્ષરં સ મે”
(શ્રીહરિલીલાકલ્પતરુ ૭/૧૭/૪૮-૫૦)
પ્રમાણ – ૨
“આદિ હી અક્ષર આપ કહાવે.”
(પુરુષોત્તમ ચરિત્ર)
પ્રમાણ – ૩
“અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી...”
(કીર્તનકૌસ્તુભમાળા)
૨. મોક્ષ માટે પ્રગટ ભગવાન કે પ્રગટ સંત
પ્રમાણ – ૧
“મોક્ષના દાતા તો ભગવાનને સાધુ એ બે જ છે.”
(સ્વામીની વાતો ૧/૨૦)
પ્રમાણ – ૨
“પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય.”
(સ્વામીની વાતો ૪/૩૬)
પ્રમાણ – ૩
“આત્યંતિક કલ્યાણ થાય તે જ મોક્ષ કહેવાય.”
(સ્વામીની વાતો ૫/૫૬)
૩. ધામમાં અને પૃથ્વી ઉપર - બન્ને ઠેકાણે સદા સાકાર
પ્રમાણ – ૧
વચનામૃત ગઢડા અંત્ય ૩૮
પ્રમાણ – ૨
વચનામૃત ગઢડા અંત્ય ૭
પ્રમાણ – ૩
“મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર.”
(પ્રેમાનંદ સ્વામીનું કીર્તન)
પ્ર.૩ વિષયનું શીર્ષક
૧. પ્રગટને ઓળખ્યા વગર કસર
૨. શ્રીજીમહારાજનું સર્વોપરીપણું : સ્વામીની વાતોના આધારે
૩. અક્ષરબ્રહ્મનાં સ્વરૂપો
૪. ઉપાસનાનું મહત્ત્વ
૫. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રસંગોપાત્ત સમજાવેલું મહારાજનું સર્વોપરીપણું
૬. અક્ષરબ્રહ્મ : ધામરૂપે
પ્ર.૪ MCQ
૧. પ્રગટપણું એક જ દ્વારા
✔ (૨) બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ
✔ (૪) સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા અને સર્વના સ્વામી એક જ ભગવાન છે
૨. અન્ય પરમહંસોએ કહેલો “સ્વામી”નો અસાધારણ મહિમા
✔ (૨) ભા, બહુ છેતર્યા, હવે એ દિવસો ગયા
✔ (૪) પંડનું વર્તન સારું ન હોય તો શું બોલી શકે
પ્ર.૫ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે વિષયનું વિવરણ લખો. (કુલ ગુણ : ૮)
૧. ગુણાતીત સંતનો મહિમા : ગુણાતીતાનંદ સ્વામીના શ્રીમુખે
સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મોટા સંત ભગવાનના મળેલા છે, ભગવાનના વચનમાં વર્તે છે, ભીડો ખમે છે, ભગવાન તેમને વશ છે, ભગવાન એ કહે તેમ કરે છે, ભગવાનને જીત્યા છે, ભગવાનના અભિપ્રાયના જાણનારા છે અને મોક્ષના દાતા છે. તેમના દર્શને ભગવાનનું દર્શન થાય છે, તેમને પૂજવાથી ભગવાન પૂજાય છે. તેઓ ગર્ભવાસ, જમપુરી અને ચોરાશીમાંથી મુક્ત કરે છે તથા અક્ષરધામ પમાડે છે.
સ્વામી કહે છે કે એવા સંતના દર્શને પંચમહાપાપ બળી જાય છે. તેઓ અંતર્યામી, સર્વજ્ઞ અને અન્નદાતા છે. તેઓ મનુષ્ય જેવા દેખાય છે, પણ મનુષ્ય જેવા નથી. ભગવાન તેમના ભેળા રહ્યા છે. તેઓ અવિનાશી ધામ પમાડે છે અને કરતા થકા અકર્તા છે.
સ્વામીની વાતોમાં કહેવામાં આવ્યું છે કે સર્વ કરતાં સંત મોટા છે, કારણ કે સર્વ કરતાં મોટા ભગવાનને પોતાના હૃદયમાં અખંડ ધારી રાખે છે.
૨. પ્રગટની ભક્તિ એ જ શાંતિનો ઉપાય
પ્રગટ ભગવાનની ભક્તિથી જ અંતરમાં શાંતિ અને સુખ મળે છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને શાંતિનો ઉપાય પૂછ્યો ત્યારે મહારાજે પોતાના ચરિત્રોની વાત કરી. સ્વામીને સમજાયું નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ સમજાવ્યું કે પ્રગટ ભગવાનના ચરિત્રોમાં જ સાચી શાંતિ છે.
વ્યાસજીએ અનેક શાસ્ત્રો રચ્યાં છતાં શાંતિ ન મળી. પરંતુ પ્રગટ શ્રીકૃષ્ણના ચરિત્રો ગાતા શ્રીમદ્ ભાગવત રચ્યું ત્યારે શાંતિ મળી. તેથી શ્રીજીમહારાજે પોતાના ઈષ્ટદેવ અને પોતાના સંપ્રદાય સંબંધી વાણી તથા શાસ્ત્રોનું સેવન કરવા કહ્યું.
સ્વરૂપાનંદ સ્વામીને અંતરમાં દેખાતી મૂર્તિમાં વધારે લગની હતી. મહારાજે તેમને સમજાવવા માટે તે દર્શન બંધ કર્યા. અંતે પર્વતભાઈના ઉપદેશથી તેમને સમજાયું કે પ્રગટ મહારાજમાં જ સર્વ શાંતિ છે. ત્યારબાદ તેમને શાંતિ થઈ.
૩. કર્તાપણું કેવી રીતે ?
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન એક જ સર્વકર્તા છે. તેમની ઇચ્છા વિના સૂકું પાંદડું પણ હલતું નથી. સર્વ જીવોનાં કર્મ અનુસાર ફળ આપનાર પણ ભગવાન જ છે.
ભગવાન પોતાની ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિથી સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. તેઓ ઈશ્વરોને પણ પોતાની ઇચ્છામાં વર્તાવે છે. તેઓ કર્તુમ્, અકર્તુમ્ અને અન્યથાકર્તુમ્ શક્તિના ધારક છે.
વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે કે ભગવાન મનુષ્ય જેવા જણાય છે, છતાં અનંત કોટિ બ્રહ્માંડોના ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાને સમર્થ છે. દેશ, કાળ, કર્મ અને માયા પણ ભગવાનની ઇચ્છા વિના કાંઈ કરી શકતા નથી.
અતએવ ભગવાનને સર્વકર્તા સમજી તેમનો દૃઢ આશ્રય કરવો એ શુદ્ધ ઉપાસકનું કર્તવ્ય છે.
પ્ર.૬ નીચે આપેલાં વાક્યોમાંથી કોઈ પણ બે વિષે કારણો આપી સમજાવો.
૧. પરમેશ્વરનું સર્વજ્ઞપણું જુદા પ્રકારનું છે.
પરમાત્માની સર્વજ્ઞતા સામાન્ય સર્વજ્ઞતા જેવી નથી. તેઓ અનંત કોટિ બ્રહ્માંડના પદાર્થો, જીવો, ઈશ્વરો, મુક્તો અને મૂળ અક્ષરની ક્રિયાઓને એકસાથે અને અખંડ રીતે જાણે છે.
તેઓ સર્વના હૃદયમાં સાક્ષીરૂપે રહીને ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણે છે. જીવોના સંકલ્પ, સ્વભાવ, ગુણ અને દોષ પણ જાણે છે. ઈશ્વરોના સંકલ્પો અને સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જ્ઞાન પણ તેમને છે.
આથી પરમેશ્વરનું સર્વજ્ઞપણું અનંત અને અદ્વિતીય છે.
૨. ભગવાનને કાળ, કર્મ, માયા અને સ્વભાવ જેવા ન જાણવા.
શ્રીજીમહારાજે જણાવ્યું છે કે કલ્યાણનું મુખ્ય સાધન ભગવાનને સર્વકર્તા સમજવું છે. કાળ, કર્મ, સ્વભાવ કે માયાને કર્તા માનવું એ ભગવાનનો દ્રોહ છે.
ભગવાન જ સર્વના કર્તાહર્તા છે. કાળ, કર્મ, માયા વગેરે તો ભગવાન જેટલું ચલાવે તેટલું જ ચાલે છે. ભગવાન વિના કંઈ થઈ શકતું નથી.
ભગવાનને સર્વકર્તા સમજવાથી ભક્ત નિર્ભય બને છે. સુખ-દુઃખમાં સ્થિર રહે છે અને ભગવાનનો આશ્રય દૃઢ બને છે.
૩. મોટાપુરુષને વિષે દોષ ન પરઠવા જોઈએ.
ભગવાન અથવા ભગવાનના એકાંતિક સંતમાં અવગુણ લેવો એ મોટું પાપ છે. શ્રીજીમહારાજ કહે છે કે ભગવાન અને તેમના ભક્તની અલૌકિકતા અજ્ઞાની જીવ સમજી શકતો નથી, તેથી અવગુણ લઈને વિમુખ થઈ જાય છે.
મોટાપુરુષમાં જેવો દોષ પરઠે, તેવો દોષ પોતાના હૃદયમાં આવે છે. જો કામીપણું પરઠે તો પોતે કામી બને, લોભીપણું પરઠે તો પોતે લોભી બને.
ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ સાધુમાં મનુષ્યભાવ આવવો એ સૌથી મોટી ખોટ છે. તેથી ભગવાન અને ગુણાતીત સંતમાં દિવ્યભાવ રાખવો અને ક્યારેય અવગુણ ન લેવો.
પ્ર.૭ ઉપસંહારના આધારે વાક્યો પૂર્ણ કરો.
૧. તેથી મનુષ્યરૂપે વિચરતા પરબ્રહ્મના સ્વધામગમન બાદ પણ બ્રહ્મસ્વરૂપ ગુરુના ભાવને લીન કરીને તેમના દ્વારા પરમાત્મા જ સ્વયં વિચરતા હોવાથી તે પ્રત્યક્ષ ગુરુહરિનો પ્રસંગ કરનાર મુમુક્ષુને ઉપાસના તો એકમાત્ર પરમાત્માની જ રહે છે.
૨. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ — એ પાંચ તત્ત્વો નિત્ય છે, સત્ય છે અને પરસ્પર સ્વરૂપતઃ સદાય જુદાં છે.
૩. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી ઉપરાંત બીજા પરમહંસોને પણ અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ કહી શકાય તેમ ન સમજવું.
પ્ર.૮ ટૂંકનોંધ : દિવ્યભાવ
દિવ્યભાવ એટલે ભગવાન અને ભગવાનના ગુણાતીત સંતને સદા દિવ્ય માનવા. શ્રીજીમહારાજે સમજાવ્યું છે કે ભગવાન પૃથ્વી પર મનુષ્યરૂપે પ્રગટ થાય ત્યારે પણ તેમના અંગીકાર કરેલા સર્વ તત્ત્વો બ્રહ્મરૂપ જ હોય છે, માયિક નથી.
વચનામૃતમાં જણાવાયું છે કે ભગવાનનું બાળકપણું, યુવાનપણું કે વૃદ્ધપણું પણ યોગમાયાથી દેખાય છે; વાસ્તવમાં તેઓ સદા દિવ્ય જ છે.
ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનમાં મનુષ્યભાવ કહેવાય જ નહીં. ભગવાનમાં દેખાતો મનુષ્યભાવ નટની માયા જેવો છે.
ભગવાન અક્ષરધામમાં જેમ દિવ્ય છે તેમ પ્રગટ સ્વરૂપે પણ દિવ્ય છે. ધામની મૂર્તિ અને પ્રગટ મૂર્તિમાં કોઈ ફેર નથી. તેથી ભગવાન અને ગુણાતીત સંતમાં હંમેશા દિવ્યભાવ રાખવો જોઈએ.
પ્ર.૯ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “આપણે વેર લેવું નથી, શ્રીજીમહારાજ સારું કરશે.”
કોણ કહે છે? – રઘુવીરજી મહારાજ
કોને કહે છે? – સૌને
ક્યારે કહે છે? – મહેલાવમાં ગુંસાઈજી હલ્લો લઈને મંદિરમાં આવ્યા. એક ઘરડા સાધુને એટલો માર માર્યો કે તેઓ મૃત્યુ પામ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ બંદૂકધારી પાર્ષદોને ગુંસાઈજીની ખબર લેવાની આજ્ઞા કરી, તે સમયે રઘુવીરજી મહારાજે આ વચન કહ્યું.
૨. “આ જન્મમાં શ્રીજીમહારાજને માટે ભલે કપાય.”
કોણ કહે છે? – મુક્તાનંદ સ્વામી
કોને કહે છે? – બ્રહ્માનંદ સ્વામીને
ક્યારે કહે છે? – દ્વેષી વૈરાગીએ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને થાંભલે બાંધી તેમના નાક-કાન કાપવા માટે છરા ઘસવા બેઠો ત્યારે બ્રહ્માનંદ સ્વામી શોક કરવા લાગ્યા, તે સમયે મુક્તાનંદ સ્વામીએ આ વચન કહ્યું.
૩. “ભલે ગરીબ છે પરંતુ દર્શનથી શાંતિ થાય તેવા છે.”
કોણ કહે છે? – સ્વામીશ્રી
કોને કહે છે? – આદિવાસીઓને
ક્યારે કહે છે? – દલુભાઈના ગામે સ્વામીશ્રી પધાર્યા ત્યારે અનાચારો છોડી શુદ્ધ જીવન જીવતા આદિવાસીઓને મળીને આ વચન કહ્યું.
પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. દલપતરામે મુક્તાનંદ સ્વામીની વાણીને કોની સાથે સરખાવી છે?
જ. દલપતરામે મુક્તાનંદ સ્વામીની વાણીને ગંગાના પ્રવાહ સાથે સરખાવી છે.
૨. બાળપણમાં શિવલાલને ક્યાં સદ્ગુરુઓનો યોગ સતત રહેતો હતો? (કોઈપણ બે નામ)
જ. બાળપણમાં શિવલાલને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી તથા ભ્રાતાત્માનંદ સ્વામી જેવા સમર્થ સદ્ગુરુઓનો યોગ સતત રહેતો હતો.
૩. શ્રીજીમહારાજે રાજા રાયસિંહને પ્રસાદીરૂપે શું આપ્યું?
જ. શ્રીજીમહારાજે રાજા રાયસિંહને પોતાના ચરણારવિંદની છાપ પાડી પ્રસાદી આપી.
૪. ડેવિડને સ્વપ્નમાં સ્વામીશ્રીએ શાની સમજણ આપી હતી?
જ. ડેવિડને સ્વપ્નમાં સ્વામીશ્રીએ નિર્વિકલ્પ સમાધિ વિશેની સમજણ આપી હતી.
૫. શાસ્ત્રીજી મહારાજે ક્યારે શાની સ્થાપના કરી?
જ. શાસ્ત્રીજી મહારાજે સન ૧૯૦૭માં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી.
પ્ર.૧૧ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૮)
૧. ✓ ૧, ૨, ૪
૨. ✓ ૩, ૪
૩. ✓ ૧, ૩
૪. ✓ ૧, ૪
પ્ર.૧૨ નીચે આપેલા વાક્યોનાં કારણ જણાવો. (નવેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. પર્વતભાઈની વાત સાંભળી સભાજનો વિસ્મિત બની ગયા.
પર્વતભાઈ મહારાજની આજ્ઞા પ્રમાણે ગઢડા આવ્યા. ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું કે “તમારો દીકરો માંદો હતો તે સુવાણ થઈ?” પર્વતભાઈએ જવાબ આપ્યો કે “મહારાજ! બહુ સુવાણ થઈ ગઈ છે, કારણ કે હવે તેને સાંતી હાંકવી નહીં પડે, ખેતીનો ધંધો આળસ્યો અને તે તમારા ધામમાં ગયો.” મહારાજે પૂછ્યું કે “દીકરો મર્યો તેનો શોક નથી થતો?” ત્યારે પર્વતભાઈએ કહ્યું કે “ખાટલાનો પાયો ભાંગે તો શોક થાય, કારણ કે સુથારની જરૂર પડે; પરંતુ આ તો તમારા ધામમાં ગયો છે.” પર્વતભાઈની આવી દૃઢ નિષ્ઠા અને વૈરાગ્ય જોઈ સભાજનો વિસ્મિત બની અહોભાવમાં ડૂબી ગયા.
અથવા
૨. શિવલાલ શેઠે સોપારી ન ખાવાનો નિયમ લીધો.
એક દિવસ સ્વામી સભામાં વાતો કરતા હતા ત્યારે કંઈક અવાજ આવ્યો. સ્વામીએ પૂછ્યું, “આ સભામાં હાડકું કોણ કરડે છે?” શિવલાલભાઈ સોપારી ખાતા હતા. તેઓ તરત બહાર જઈ સોપારી થૂંકી આવ્યા અને સભામાં આવી બેઠા. તે દિવસથી તેમણે સોપારી ન ખાવાનો નિયમ લીધો. સ્વામીની ટોકણીથી તેમને ખોટું લાગ્યું નહીં, પરંતુ પોતાનો દોષ સમજી સુધારો કર્યો.
અથવા
૩. મંગળના રોમે રોમમાં આનંદ વ્યાપી ગયો.
ભીમપુરા ગામમાં સ્વામીશ્રીએ મંગળને બીડી છોડવાની પ્રેરણા આપી. તેના બે દીકરાઓ દારૂ પીતા હતા. બીજા દિવસે તેમને બોલાવી સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા અને વ્યસન છોડાવ્યાં. ત્યારબાદ મંગળ અને તેના દીકરાઓ પૂજા-ભક્તિ કરવા લાગ્યા. સ્વામીશ્રીના નિઃસ્વાર્થ પ્રેમ અને આત્મીયતાથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. આ અનુભવથી મંગળના રોમે રોમમાં આનંદ વ્યાપી ગયો.
અથવા
૪. સ્વામીશ્રી ખાડાવાળા રસ્તે ચાલીને હૉસ્પિટલ ગયા.
વલસાડના શાંતિલાલનો પુત્ર પ્રશાંત અકસ્માતમાં ઘવાયો હતો અને સુરતની મહાવીર જનરલ હોસ્પિટલમાં દાખલ હતો. સ્વામીશ્રી સુરત પધાર્યા ત્યારે તેને મળવા જવાનું નક્કી કર્યું. રસ્તામાં ખોદકામ હોવાથી મોટર જઈ શકતી નહોતી. છતાં સ્વામીશ્રી ચાલીને હોસ્પિટલ પહોંચ્યા. તેમણે બાળકના શરીરે પ્રેમથી હાથ ફેરવ્યો, “પ્રશાંતને જય સ્વામિનારાયણ” કહ્યું, પ્રસાદીનો હાર પહેરાવ્યો અને પરિવારને આશ્વાસન આપ્યું. એક ગરીબ અને નિર્દોષ બાળકના દુઃખમાં સહભાગી થવા માટે ૮૦ વર્ષની ઉંમરે પણ તેમણે કષ્ટ સહન કરીને હોસ્પિટલની મુલાકાત લીધી.
પ્ર.૧૩ નીચે આપેલા વિષયો ઉપર મુદ્દાસર વિવરણ લખો. (બારેક લીટીમાં)
૧. લાલજી ભક્ત અને મૂળજી શર્માની કથાવાર્તામાં આસક્તિ
લાલજી ભક્ત અને મૂળજી શર્માને ભગવદ્ કથા-વાર્તા તથા ગોષ્ઠિનો અતિશય પ્રેમ હતો. લાલજી ભક્ત શેખપાટમાં રહેતા અને મૂળજી શર્મા ભાદરા ગામમાં રહેતા. બંને રોજ રાત્રે પોતાના કામકાજ પૂર્ણ કરીને ભાદરા અને શેખપાટની વચ્ચે આવેલા મહાદેવના દેરા પાસે મળતા. મૂળજી શર્મા પણ વાળુ-પાણી કરીને ત્યાં પહોંચતા. ત્યારબાદ બંને આખી રાત ભગવાનના સ્વરૂપનું સ્મરણ, કથાવાર્તા અને આધ્યાત્મિક ચર્ચા કરતા. સવારે મળસ્કે પોતપોતાના ગામે પાછા ફરી જતા. ભાદરા અને શેખપાટ વચ્ચે લગભગ સાત ગાઉનું અંતર હતું, છતાં બંને રોજ સાડા ત્રણ ગાઉ ચાલીને આવતા અને પાછા જતા. તેમની આ અદભૂત તત્પરતા અને ત્યાગ દર્શાવે છે કે તેમને કથાવાર્તામાં કેટલી અતિશય આસક્તિ હતી.
અથવા
૨. ગોપાળાનંદ સ્વામીનો ત્યાગ અને વૈરાગ્ય
સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ત્યાગ અને વૈરાગ્યના જીવંત આદર્શ હતા. એક હરિભક્તે ભાવથી તેમને રેશમી કોરનું ધોતિયું પહેરાવ્યું અને ફાટે નહીં ત્યાં સુધી પહેરવાની વિનંતી કરી. શ્રીજીમહારાજની આજ્ઞા અનુસાર રેશમી વસ્ત્ર ન પહેરવાના નિશ્ચયથી સ્વામીએ ધોતિયું એટલું તાણીને પહેર્યું કે બેસતાં જ ફાટી ગયું અને તરત ઉતારી દીધું. તેઓ દૂધ, ઘી જેવા સ્નિગ્ધ પદાર્થો લેતા નહોતા તથા કોરી રોટલી જમતા. વધારાનું ઘી અગ્નિદેવને અર્પણ કરી દેતા. ગુણાતીતાનંદ સ્વામીએ તેમના સ્વાસ્થ્ય માટે ઘી લેવાની વિનંતી કરી, પરંતુ સ્વામી તૈયાર ન થયા. અંતે ગુણાતીતાનંદ સ્વામીના પ્રેમભર્યા આગ્રહથી ઘી ચોપડેલી રોટલી જમ્યા અને વિનોદમાં કહ્યું કે હવે ત્યાગ-વૈરાગ્યની વાતો તમે કરજો. આ પ્રસંગ તેમના અદ્વિતીય ત્યાગ, વૈરાગ્ય અને આજ્ઞાપાલનને દર્શાવે છે.
અથવા
૩. પ્રમુખસ્વામી મહારાજની ઠાકોરજી પ્રત્યેની ભક્તિ
પ્રમુખસ્વામી મહારાજની ઠાકોરજી પ્રત્યેની ભક્તિ અતિશય અદ્વિતીય હતી. તેઓ દરેક પ્રસંગે ઠાકોરજીને અગ્રસ્થાને રાખતા અને તમામ સફળતાનો યશ ભગવાનને અર્પણ કરતા. વડોદરા મંદિરમાં તેમણે ભગવદ્ગરણદાસ સ્વામીને સમજાવ્યું કે ઠાકોરજી સમક્ષ કોઈએ તેમના પગે ન લાગવું, કારણ કે ભગવાન સર્વોપરી છે. કેન્યાના પ્રમુખ જોમો કેન્યાટાને તેમણે સમજાવ્યું કે આ મૂર્તિ માત્ર પ્રતીક નથી, પરંતુ તેમાં ભગવાન સાક્ષાત્ વિરાજમાન છે. બામણગામમાં ભારે તરસ લાગેલી હોવા છતાં સંધ્યા આરતી પૂર્ણ કર્યા પછી જ પાણી લીધું. પાણી લેતાં પહેલાં પણ પૂછ્યું કે ઠાકોરજીને ધરાવ્યું છે કે નહીં. ભગવાનને અર્પણ કર્યા વિના તેઓ પાણી પણ સ્વીકારતા નહોતા. આ બધા પ્રસંગો તેમની અનન્ય ઉપાસના અને દૃઢ ભક્તિ દર્શાવે છે.
અથવા
૪. બળબળતા તાપમાં સ્વામીશ્રીના ઉઘાડા ચરણ
એક હરિભક્ત પોતાની નવી ટ્રકનું પૂજન કરાવવા વિદ્યાનગરના અક્ષરપુરુષોત્તમ છાત્રાલયમાં આવ્યા. પૂજન પૂર્ણ થયા પછી પ્રમુખસ્વામી મહારાજે દૂર ઊભેલા સાધુજીવનદાસ સ્વામી તરફ ધ્યાન આપ્યું. તેમણે પ્રેમથી પૂછ્યું કે “જોડા કેમ નથી પહેર્યા?” ત્યારે જાણવા મળ્યું કે તેમણે તપ માટે જોડા ન પહેરવાનો નિયમ લીધો હતો. આ સાંભળીને સ્વામીશ્રીએ તરત પોતાના પગરખાં ઉતારીને તેમને પહેરવા આપ્યા અને કહ્યું કે “આજથી જોડા-સ્લીપર જે ફાવે તે પહેરજો.” સંતે પગરખાં સ્વીકાર્યા નહીં, પરંતુ સ્વામીશ્રીના આ અદભૂત વાત્સલ્યથી ભાવવિભોર થઈ ગયા. બળબળતા તાપમાં પોતાના ચરણ ઉઘાડા રાખીને પણ સંતના સુખની ચિંતા કરનાર પ્રમુખસ્વામી મહારાજની આત્મીયતા અને કરુણાની આ ચરમસીમા હતી.


0 comments