સત્સંગ પ્રવીણ -2 13 JULY -2025 PAPER AND SOLUTION
વિભાગ - ૧ : કિશોર સત્સંગ પ્રવીણ (કુલ ગુણ : ૫૧)
પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “તમે ભગવાન છો. ને તમારા ચરણમાં અડસઠ તીર્થ સમાયાં છે.”
કોણ કહે છે ? ____________ કોને કહે છે ? ____________
ક્યારે કહે છે ? ____________ (ગુણ : ૩)
૨. “ત્યાં તો ભગવાન નથી પણ પુરબિયો બ્રાહ્મણ છે.”
કોણ કહે છે ? ____________ કોને કહે છે ? ____________
ક્યારે કહે છે ? ____________ (ગુણ : ૩)
૩. “આ ઘઉં તમે સૌને દળવા માટે આપો છો ?”
કોણ કહે છે ? ____________ કોને કહે છે ? ____________
ક્યારે કહે છે ? ____________ (ગુણ : ૩)
પ્ર.૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૬)
૧. આજ્ઞારૂપી પાંખમાં મુખ્ય આજ્ઞા કઈ છે? (ગુણ : ૧)
૨. કઈ ક્રિયા બંધનરૂપ થાય છે ? (ગુણ : ૧)
૩. ગમે તેવો કનિષ્ઠ ભક્ત હોય તે આ જન્મે કયારે ઉત્તમ ભક્ત થાય ? (ગુણ : ૧)
૪. ભગવાનના ભક્તોનો મહિમા સમજાય ત્યારે સત્સંગ કેવો ભાસે ? (ગુણ : ૧)
૫. શેઠે ગરીબની ઝૂંપડીમાં શું નાખ્યું ? (ગુણ : ૧)
૬. શાસ્ત્રીજી મહારાજ મગનભાઈ માટે શું કહેતા ? (ગુણ : ૧)
પ્ર.૩ નીચે આપેલા વિષયો ઉપર મુદાસર નોંધ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. સંપ્રદાયનાં શાસ્ત્રો : નિષ્કુળાનંદ કાવ્ય
અથવા
૨. રાજાના વિશેષ ધર્મ (ગુણ : ૪)
૩. પાર્ષદ
અથવા
૪. સ્વયંપ્રકાશાનંદ સ્વામી (ગુણ : ૪)
પ્ર.૪ નીચે આપેલાં વાક્યોમાંથી કોઈ પણ ત્રણ વિષે કારણ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૯)
૧. છપૈયા, અયોધ્યા, ગઢડા, ભગવદીય તીર્થ કહેવાય છે. (ગુણ : ૩)
૨. સ્વામિનારાયણ ભગવાને તેમના ભક્તોની સેવામાં ૨૧૨ સુદર્શનચક્ર મૂક્યાં છે. (ગુણ : ૩)
૩. શ્રીજીમહારાજ નિષ્કુળાનંદ સ્વામી ઉપર અત્યંત પ્રસન્ન થયા. (ગુણ : ૩)
૪. રાજાભાઈએ બાર વર્ષ સુધી પર્વતભાઈનું હળ હાંક્યું. (ગુણ : ૩)
પ્ર.૫ “ભગવાન જીવના ગુના.....” 'સ્વામીની વાત' પૂરી કરી તેનું નિરૂપણ લખો. (કુલ ગુણ : ૫)
પ્ર.૬ નીચે આપેલ વિષય માટે સૂચના મુજબ છ સાચા ક્રમ નંબર તથા તે સાચા ક્રમ નંબરને યથાર્થ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. (કુલ ગુણ : ૬)
વિષય :- અદ્ભુતાનંદ સ્વામી
૧. કલ્યાણદાસ રામાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવી સત્સંગી થયા.
૨. કલ્યાણદાસને કડુ ગામના તેમના મામા વિઠ્ઠલભાઈ પટેલ તરફથી સત્સંગનો વારસો મળ્યો હતો.
૩. સંઘા પટેલે કહ્યું, 'પણ આમાં તમારું નામ ક્યાં છે?'
૪. “આમાં છેલ્લે “આદિ' શબ્દ લખ્યો છે તેથી તેમાં મારું નામ પણ આવી જાય છે.”
૫. શ્રીહરિના આદેશાનુસાર જેતપુર રામદાસ સ્વામીને મળીને, ચાલીને સીધા ભુજ આવ્યા.
૬. શ્રીહરિની આજ્ઞા થતા પોતાના વતનના ગામ મેંથાણ તથા સસરાના ગામ કડુંમાં જઈને ભિક્ષા માગી આવ્યા.
૭. સ્વામીએ વજુભાઈને પાંચ દિવસ રોકીને વૈરાગ્યની એવી અસરકારક વાતો કરી કે તેઓએ પણ ઘેર ન જતાં ત્યાં જ દીક્ષા લઈ લીધી.
૮. તેમણે કચ્છી-ગુજરાતનાં ઘણાં ગામોમાં ફરી સત્સંગ કરાવ્યો હતો.
૯. સોરઠ દેશના વારણા ગામમાં તેમણે ચમત્કારિક કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ પધરાવી.
૧૦. શાસ્ત્રીજી મહારાજે દીક્ષા લીધી તે સમયે અદ્ભુતાનંદ સ્વામી હયાત હતા.
૧૧. ધોળકા મંદિરના મહંત થયેલા.
૧૨. તેથી જગતના નાશવંત સુખમાં ન રહેતાં આપનું ગમતું કરવા આવ્યો છું.
(૧) ફક્ત સાચા નંબરો : [ ][ ][ ][ ][ ][ ] (ગુણ : ૩)
(૨) યથાર્થ ઘટનાક્રમ : [ ][ ][ ][ ][ ][ ] (ગુણ : ૩)
પ્ર.૭ નીચે આપેલાં જનમંગલનામાવલિ / સહજાનંદનામાવલિ / કીર્તન / અષ્ટક / શ્લોક વગેરે માંગ્યા મુજબ પૂર્ણ કરો. (કુલ ગુણ : ૮)
૧. જનમંગલસ્તોત્રમ્ : ૐ શ્રી ભક્તવર્મણે નમઃ ............................................. ૐ શ્રી અપરાજિતાય નમઃ
અથવા
સહજાનંદ નામાવલિ : ૐ શ્રીદિવ્યકર્મણે નમઃ ............................................. ૐ શ્રી તપ:પ્રિયાય નમઃ (ગુણ : ૨)
૨. સત્સંગી જે તમારા કહાવે ............................................. માગીએ એ અમને ન નડે. (ગુણ : ૨)
૩. धर्मस्थितैरुपगतैर्वૃહता ............................................. शरणं प्रपद्ये ॥ (ગુણ : ૨)
૪. न रोધયતિ માં યોગો ............................................. શ્લોકનું ગુજરાતી ભાષાંતર લખો. (ગુણ : ૨)
વિભાગ - ૨ : ગુણાતીતાનંદ સ્વામી (કુલ ગુણ : ૪૯)
પ્ર.૮ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “આપની ઈચ્છા હોય તો લાવો. હું જમી જાઉં.”
કોણ કહે છે ? ____________ કોને કહે છે ? ____________
ક્યારે કહે છે ? ____________ (ગુણ : ૩)
૨. “વૃદ્ધપણાને વાયદે રહીએ તો જુવાનીની કમાણી પણ જાય.”
કોણ કહે છે ? ____________ કોને કહે છે ? ____________
ક્યારે કહે છે ? ____________ (ગુણ : ૩)
૩. “કૃપાનંદ સ્વામી સાથે જવું તમને કેમ ગમે છે ?”
કોણ કહે છે ? ____________ કોને કહે છે ? ____________
ક્યારે કહે છે ? ____________ (ગુણ : ૩)
પ્ર.૯ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. સુખ કોના ચરણમાં છે ? (ગુણ : ૧)
૨. અક્ષર દેરીનો મહિમા કોણે સર્વત્ર પ્રસરાવ્યો છે ? (ગુણ : ૧)
૩. બાર મહિના સુધી તુલસી દવેને કેવી સ્થિતિ રહી ? (ગુણ : ૧)
૪. બ્રહ્મરૂપ થયા પછી શેનો અધિકાર પ્રાપ્ત થાય છે ? (ગુણ : ૧)
૫. શ્રીજીમહારાજે કોના કપાળમાં શુભહસ્તે તિલક કર્યું ? (ગુણ : ૧)
પ્ર.૧૦ નીચે આપેલાં વાક્યોમાંથી કોઈપણ ત્રણ વિષે કારણ લખો. (નવેક લીટીમાં) (કુલ ગુણ : ૯)
૧. વરતાલ સભામાં શ્રીજીમહારાજ એકદમ અકળામણ બતાવવા લાગ્યા. (ગુણ : ૩)
૨. બાવાજી ગભરાઈને ચાલતા થયા. (ગુણ : ૩)
૩. સૌ સંતો અરસપરસ એકબીજાના જામીન થયા. (ગુણ : ૩)
૪. શ્રીજીમહારાજે મૂળજી ભક્તના સાંખ્યજ્ઞાનની પ્રશંસા કરી. (ગુણ : ૩)
પ્ર.૧૧ નીચે આપેલા વિષયોમાંથી કોઈપણ બે વિષે મુદ્દાસર નોંધ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. રઘુવીરજી મહારાજ તીર્થવાસી થયા (સેવા કરે તે મહંત) (ગુણ : ૪)
૨. મૂળજી અને ઠાકોરજીની એકાત્મતા (બાળચરિત્રો) (ગુણ : ૪)
૩. રામો હાટી સત્સંગી થયો (પ્રૌઢ પ્રતાપ) (ગુણ : ૪)
પ્ર.૧૧ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈપણ એક પ્રસંગ ટૂંકમાં વર્ણવી ભાવાર્થ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૪)
૧. વૃત્તિનો નિરોધ : નીલ વાંદરું
૨. અસીમ શ્રદ્ધા
ભાવાર્થ :-
પ્ર.૧૩ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૮)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ ખરાની નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. નિશ્ચય કરાવ્યો. (ગુણ : ૨)
(૧) [ ] ભાઈ આત્માનંદ સ્વામીની ઉંમર ૧૧૭ વર્ષની થઈ.
(૨) [ ] અવળી ગંગા ન હોય.
(૩) [ ] સ્વામીનું સ્વરૂપ સમજવામાં કસર
(૪) [ ] આચાર્ય મહારાજ આત્માનંદ સ્વામીની પ્રસાદી લેતા હતા.
૨. મૂળજીનાં બાળચરિત્રો (ગુણ : ૨)
(૧) [ ] માયા જીવાત્માને ઢાંકી દે છે.
(૨) [ ] અમે ભગવાનને અખંડ દેખીએ છીએ.
(૩) [ ] જીવને ભગવાન ભજવા દેતી નથી.
(૪) [ ] આવું ભજન ઘરડા થઈએ ત્યારે કરાય.
૩. ખંભાતમાં સ્વામીનું સ્વાગત (ગુણ : ૨)
(૧) [ ] તેને આપ જેવાનો અવગુણ આવશે.
(૨) [ ] શાંતિ જોઈતી હોય તો જૂનાગઢ ચાલો.
(૩) [ ] રૂપાના મ્યાનમાં બેસવાની હરિભક્તોની પ્રાર્થના.
(૪) [ ] આ ફૂલમાં તીર્થમાત્ર આવી ગયા.
૪. જસા ભગત (ગુણ : ૨)
(૧) [ ] સંતોની આજ્ઞા અણીશુદ્ધ પાળજો.
(૨) [ ] આવતા-જતા સાધુ-સંતોની સેવા થાય.
(૩) [ ] મારો વ્યવહાર બહુ દૂબળો થઈ ગયો છે.
(૪) [ ] નિત્યાનંદ સ્વામીએ ગામ છોડવાની ના પાડી છે.
પ્ર.૧૪ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલા વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
નોંધ ઃ સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. વિરક્તિ : એક વખત મહારાજ ગઢડા શરદ પૂનમનો સમૈયો કરી સારંગપુર પધાર્યા. અહીં સ્વામીને બોલાવી મંડળ બાંધી પરદેશમાં ફરવાની વાત કરી, પણ સ્વામી કાંઈ બોલ્યા નહીં.
જ. ________________________________________________ (ગુણ : ૨)
૨. સંતોને શિખામણ : સ્વામી હંમેશાં પૂજા કર્યા પછી સૌ પાર્ષદોને ઓરડે ઓરડે પ્રણામ કરવા પધારતા. પછી રસોઈ કરતા. રસોઈ પછી દરેક પાર્ષદને સેવા ચીંધતા, જેથી રસોઈમાં સેવાના વિચાર કોઈને ન આવે.
જ. ________________________________________________ (ગુણ : ૨)
૩. પ્રાગટ્ય : વલભીપુર ગામે એમના કેટલાક બ્રાહ્મણો રહેતા હતા. તેમાં શ્રીહરિના આશીર્વાદથી વલ્લભજી જાનીને ત્યાં પુત્રી સાકરબાનો જન્મ થયો અને સુખદેવ દવેને ત્યાં પુત્ર ભોળાનાથનો જન્મ થયો.
જ. ________________________________________________ (ગુણ : ૨)
(વિભાગ - ૧ : કિશોર સત્સંગ પ્રવીણ, અગિયારમી આવૃત્તિ - નવેમ્બર, ૨૦૧૮)
પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
☞ નોંધ :- કોણ કહે છે ૧ ગુણ, કોને કહે છે ૧ ગુણ, ક્યારે કહે છે ૧ ગુણ.
૧. “તમે ભગવાન છો. ને તમારા ચરણમાં અડસઠ તીર્થ સમાયાં છે.” (17/54)
➭ બે બ્રાહ્મણો - શ્રીહરિને
➭ બે બ્રાહ્મણોએ શ્રીહરિ પાસે દીક્ષાની માંગણી કરી ત્યારે શ્રીહરિએ પૂછ્યું : “તમે શું સમજીને રહેશો ?” ત્યારે
૨. “ત્યાં તો ભગવાન નથી પણ પુરબિયો બ્રાહ્મણ છે.” (7/2/20)
➭ અલૈયાખાચર - ભક્તોને
➭ અલૈયા ખાચરને પોતાનું માનખંડન થયું એમ લાગ્યું ત્યારે શ્રીહરિને છોડીને જતા રહ્યા. પછી પોતે જેટલા ભક્તોને સત્સંગ કરાવ્યો હતો તેટલાને એમ કહીને પાછા પાડ્યા કે “ત્યાં તો ભગવાન નથી પણ પુરબિયો બ્રાહ્મણ છે.”
૩. “આ ઘઉં તમે સૌને દળવા માટે આપો છો ?” (11/29)
➭ વેશ્યા - શ્રીહરિને
➭ જેતલપુરમાં ઘરે ઘરે બે માપ ઘઉં દળવા માટે આપવા માટે ફરતા શ્રીહરિ એક વેશ્યાના ઘર પાસે આવ્યા ત્યારે.
પ્ર.૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૬)
☞ નોંધ :- અડધા સાચા જવાબના ગુણ આપવા નહીં.
૧. આજ્ઞારૂપી પાંખમાં મુખ્ય આજ્ઞા કઈ છે? (22/68)
જ. આજ્ઞારૂપી પાંખમાં મુખ્ય આજ્ઞા નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ એ છે.
૨. કઈ ક્રિયા બંધનરૂપ થાય છે ? (18/1/56)
જ. ભગવાનની સ્મૃતિ વિના જે જે ક્રિયા કરીએ તે બંધનરૂપ થાય છે.
૩. ગમે તેવો કનિષ્ઠ ભક્ત હોય તે આ જન્મે ક્યારે ઉત્તમ ભક્ત થાય ? (14/45)
જ. ભગવાન અને ભગવાનના ભક્તની સરખી સેવા કરનારો ભક્ત આ જન્મે જ ઉત્તમ ભક્ત થાય છે.
૪. ભગવાનના ભક્તોનો મહિમા સમજાય ત્યારે સત્સંગ કેવો ભાસે ? (30/90)
જ. ભગવાનના ભક્તોનો મહિમા સમજાય ત્યારે સત્સંગ દિવ્ય ભાસે.
વિશેષ નોંધ
આપ જ્યારે પેપર તપાસો ત્યારે જ્યારે લાંબા જવાબોમાં દા.ત. ટૂંકનોંધ, પાંચ મુદ્દાના વાક્યો, કારણો વગેરે પ્રશ્નોમાં આપ જ્યારે ફાળવેલા ગુણ કરતા ઓછા ગુણ આપતા હોવ ત્યારે પરીક્ષાર્થીએ કયો મુદ્દો નથી લખ્યો જેના તમે ગુણ કાપ્યા છે. તેની તમે ટૂંકમાં ડાબી બાજુ ઉપર નોંધ લખો. દા.ત. માર્ચ-૨૦૧૩માં પ્રવેશે-૧ માં “જોબનપગીનું પરિવર્તન” ટૂંકનોંધ પૂછાઈ હતી. જેમાં જોબનપગી પ્રાર્થના કરતા પોતાના દોષનું વર્ણન કરતા કહે છે. “પ્રભુ ! હું કુળહીન, કુટિલ, કુપાત્ર, બુદ્ધિહીન છું. મેં આપને ન ઓળખ્યા. દીનબંધુ ! દયા કરો. મારું મહાપાપ મટાડો.” આ મુદ્દો પરીક્ષાર્થીએ નથી લખ્યો તો બાજુમાં તમે લખી શકો કે “પોતાના દોષ કહે છે.” આટલું જ લખવાનું છે અને તમે ગુણ ઓછા આપી શકો છો એટલે કે ફાળવેલ ગુણ કરતા ઓછા ગુણ આપતા પહેલાં બાજુમાં કયો મુદ્દો નથી તેની ટૂંકમાં નોંધ લખવી જરૂરી છે.
૫. શેઠે ગરીબની ઝૂંપડીમાં શું નાખ્યું ? (૨૭/૨/૮૧)
જ. શેઠે નવ્વાણું રૂપિયા ભરેલી કોથળી ઝૂંપડામાં નાખી.
૬. શાસ્ત્રીજી મહારાજ મગનભાઈ માટે શું કહેતા ? (૩૩/૯૬)
જ. “હું મગનભાઈ દ્વારા આફ્રિકામાં કાર્ય કરી રહ્યો છું. માટે તેમનો સમાગમ કરવો.”
પ્ર.૩ નીચે આપેલા વિષયો ઉપર મુદાસર નોંધ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
નોંધ : ટૂંકનોંધના મુખ્ય મુદ્દા હાઈલાઈટ કરેલા છે. એટલા મુદ્દાનો સમાવેશ થયેલો હોય તો પૂરા ગુણ આપવા.
૧. સંપ્રદાયના શાસ્ત્રો : નિષ્કુળાનંદ કાવ્ય (૧૨/૩૯)
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના આ કાવ્યસંગ્રહમાં ૨૨ નાના ગ્રંથોને સમાવી લેવામાં આવેલ છે. જેવા કે પુરુષોત્તમપ્રકાશ, સ્નેહગીતા, વચનવિધિ, સારસિદ્ધિ, ભક્તિનિધિ, હરિબળગીતા, હૃદયપ્રકાશ, ધીરજાખ્યાન, હરિસ્મૃતિ, ચોસઠપદી, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, અરજીવિનય, કલ્યાણનિર્ણય, અવતાર ચિંતામણિ, ચિહ્ન ચિંતામણિ, પુષ્પ ચિંતામણિ, લગ્ન શકુનાવલી, યમદંડ, વૃત્તિવિવાહ અને શિક્ષાપત્રી ભાષા વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે.
આ બધા ગ્રંથો અમૂલ્ય છે. પુરુષોત્તમપ્રકાશમાં શ્રીજીમહારાજનો સર્વોપરી મહિમા કહ્યો છે. પ્રકાર ૪૧, ૪૨માં સંત દ્વારા પ્રકટપણાની વાત પ્રસિદ્ધ છે.
સંત હું ને હું તે વળી સંત રે,
એમ શ્રીમુખે કહે ભગવંત રે,
સંત માનજો મારી મુરતિ રે,
તેમાં ફેર નથી એક રતિ રે. (પ્ર. ૪૧)
કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે,
અતિ અગણિત અપ્રમાણ રે,
પણ સહુથી સરસ સંતમાં રે,
રાખ્યું વાલમે એની વાતમાં રે. (પ્ર. ૪૨)
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો વાંચીએ ત્યારે અંતરમાં પ્રતીતિ થાય છે કે ગુણાતીત સંતને યથાર્થ સ્વરૂપે ઓળખી, આવો સ્પષ્ટ મહિમા લખી, સાચા સંતને ઓળખવાની દૃષ્ટિ એમણે આપણને આપી છે.
ચોસઠપદીમાં સંત-અસંતનાં લક્ષણ કહી સાચા સંત ઓળખાવ્યા છે. શ્રીહરિ પણ કહેતા કે જો આપણે નિષ્કુળાનંદ સ્વામીને સંસ્કૃત ભાષા ભણાવી હોત તો સર્વોપરીપણું કહેવામાં પાછી પાની કરત નહીં.
૨. રાજાના વિશેષ ધર્મ (૧/૪)
સત્સંગી રાજાએ શાસ્ત્રની આજ્ઞા મુજબ પોતાના પુત્ર પેઠે આત્મબુદ્ધિપૂર્વક પ્રજાનું પાલનપોષણ કરવું.
પોતાના રાજ્યમાં ધર્મનું સ્થાપન કરવું, દેવમંદિર કરાવવાં, શાસ્ત્ર રચાવવાં વગેરે કરવું.
સત્સંગી રાજાએ રાજ્યનાં સાત અંગ – સ્વામી, અમાત્ય, મિત્ર, કોષ, રાષ્ટ્ર, દુર્ગ અને બળ અથવા સૈન્ય જાણવાં.
ઉપાય (સામ, દામ, ભેદ અને દંડ) તથા છ ગુણ – સંધિ, વિગ્રહ, યાન, દ્વૈધીભાવ, સમાશ્રય અને સ્થાન – યથાર્થ જાણવાં.
તીર્થ સ્થાન અને ગુપ્તચર (ચાર) મોકલવાનાં સ્થાનકની જાણકારી રાખવી.
વ્યવહારના જાણનારા પ્રધાન, પુરોહિત, સેનાપતિ વગેરે નિયુક્ત કરવા.
યોગ્ય ન્યાયાધીશની નિમણૂક કરી દંડનીય તથા નિર્દોષને યથાર્થ રીતે સમજવા.
૩. પાર્ષદ (૪/૯૪)
સંપ્રદાયમાં શ્વેત વસ્ત્રધારી પાર્ષદો ત્યાગીવર્ગના જ મુમુક્ષુભક્તો છે.
પાર્ષદોને બ્રહ્મચર્યપરાયણ રહેવાનું હોય છે. ભગવાન સ્વામિનારાયણના અંગરક્ષકો ભગુજી, મિંયાજી, રતનજી વગેરે પાર્ષદો હતા.
મુસલમાન મિંયાજીને પણ શ્રીહરિએ પોતાની સેવામાં રાખ્યા હતા.
જૂની પરંપરામાં આ પાર્ષદો સીવેલાં વસ્ત્રો પહેરી શકતા હતા.
સ્ત્રીઓ સાથે મંદિરના વ્યવહાર અને લેવડ-દેવડ પૂરતી વાતચીત કરી શકે છે. દેવના દ્રવ્યના સ્પર્શની વ્યવહાર માટે ઉપયોગી વ્યવસ્થા કરવાની તેમને છૂટ છે.
સ્ત્રીનો સ્પર્શ અને દ્રવ્યનો સંગ્રહ સર્વથા વજ્ર્ય છે.
તેઓ સંતો-ધર્માચાર્યની રક્ષામાં તેમજ મંદિરના રક્ષણકાર્ય સમયે શસ્ત્ર ધારણ કરી શકે છે.
આ પાર્ષદો એકલા હરીફરી શકે છે.
શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે પાર્ષદ પંક્તિમાં ત્યાગીના કડક નિયમોનો અમલ દાખલ કર્યો.
બી.એ.પી.એસ. સંસ્થામાં પ્રમુખસ્વામી મહારાજે પાર્ષદ દીક્ષાને સાધુ દીક્ષાનું પ્રાથમિક અંગ બનાવ્યું છે.
૪. સ્વયંપ્રકાશાનંદ સ્વામી (૨૦/૬૧-૬૨)
બંગાળના એક નાના ગામમાં એક આશ્રમની ઓસરીએ એક રાત્રે વૈરાગી તીર્થવાસીઓની વાત સાંભળી એક મહંતને જાણ થઈ કે સોરઠમાં જીવનમુક્તા પ્રગટ થયા છે.
વિચારીને તેઓ દસ-બાર ચેલાઓ સાથે દ્વારિકાની યાત્રાએ નીકળ્યા.
રસ્તામાં લોજ ગામમાં શ્રીહરિ સ્વયં ભિક્ષા આપતા હતા. તેમના દર્શનથી મહંતને સમાધિ થઈ.
સમાધિમાં અનેક ધામોના દર્શન સાથે અક્ષરધામમાં શ્રીહરિને દિવ્ય સિંહાસન ઉપર અનંત કોટિ મુક્તો સાથે જોયા.
સમાધિમાંથી જાગીને તેઓ શ્રીહરિ પાસે આવ્યા અને કહ્યું : “આપ સાક્ષાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, મને સેવામાં રાખો.”
પોતાની પાંચસો સોનામહોરો ચેલાઓને આપી વિદાય કર્યા.
શ્રીહરિ પાસે દીક્ષા લઈને તેમનું નામ સ્વયંપ્રકાશાનંદ સ્વામી પડ્યું.
તેઓ વૈરાગ્યની પરાકાષ્ઠાવાળા, નિયમધર્મમાં પૂરા અને સમાધિનિષ્ઠ સંત હતા.
અનેક સ્થળે વિચરણ કરીને સત્સંગનો પ્રસાર કર્યો.
મહારાજે ગઢડા અંત્ય ૨૪ના વચનામૃતમાં તેમના નિયમની ખૂબ પ્રશંસા કરી છે.
પ્ર.૫ ‘ભગવાન જીવના ગુના ...... (૨૭/૪/૮૨-૮૩)’ - સ્વામીની વાત પૂરી કરી તેનું નિરૂપણ લખો. (કુલ ગુણ : ૫)
સ્વામીની વાત :
ભગવાન જીવના ગુના સામું જોતા નથી. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે જે, “હું ગુનેગાર છું”, તો તેના ગુના ભગવાન માફ કરે છે.
નિરૂપણ :
ભગવાન અને સંત બહુ જ દયાળુ છે. આપણે ગમે તેવા ગુના કર્યા હોય તો પણ દયા રાખીને આપણને સત્સંગમાં નભાવી મોક્ષમાર્ગે આગળ વધારે છે. આપણી ગમે તેટલી ભૂલોને ભૂલી જાય છે.
ગુણાતીતાનંદ સ્વામીનું શુક સ્વામીના સાધુ હરિસ્વરૂપદાસજીએ વરતાલની સભામાં અપમાન કરાવ્યું છતાં દયાળુ સ્વામીએ તે કાંઈ ગણ્યું જ નહીં અને મંદિરમાં દર્શન કરી પાછા ફરતા ડોકમાં ગુલાબનો હાર હતો તે પ્રેમથી હરિસ્વરૂપદાસજીને પહેરાવ્યો.
નારાયણપ્રસાદદાસજીએ મોજીદડ પાસે નારાયણ ધરે યોગીજી મહારાજનું અપમાન કરેલ. પરંતુ એ નારાયણપ્રસાદ સારંગપુર આવ્યા ત્યારે યોગીજી મહારાજે તેમની અત્યંત સેવા કરી. કેવા દયાળુ ! પોતાનું અપમાન કરનાર જીવ પર અત્યંત કરુણા વરસાવે.
આવા અનેક દોષે યુક્ત અપરાધી જીવ ભગવાનને શરણે જઈ કહે : “હે સ્વામી ! હું ગુનેગાર છું.” તો તેના સર્વે ગુના ભગવાન માફ કરી શુદ્ધ કરે છે.
શાસ્ત્રીજી મહારાજનું બોચાસણના હીરાભાઈ મુખીએ શરણું સ્વીકાર્યું. પોતાના અપરાધોનો એકરાર કર્યો. તો શાસ્ત્રીજી મહારાજે તેમને વ્યસનોથી મુક્ત કરી નિર્દોષ કર્યા.
ભગવાન તો જીવના ગુના માફ કરવા જ બેઠા છે, પણ જીવ ભગવાનને દીન-આધીન થઈ પ્રાર્થના કરતો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ તેમની વાતોમાં કહ્યું છે કે દોઢ પહોર દિવસ ચડતા સુધી ભગવાન જીવના ગુના માફ કરે છે. પણ જીવની અવળાઈ એવી છે કે બીજું બધું ઘણું કરે પણ ભગવાનને સંભારે નહીં, પ્રાર્થના કરે નહીં, તેથી દુઃખ પણ જાય નહીં.
પ્ર.૬ વિષય : અદ્ભુતાનંદ સ્વામી (r/99) (કુલ ગુણ : ૬)
(૧) ફક્ત સાચા નંબરો :
૧, ૪, ૭, ૮, ૧૦, ૧૨
(૨) યથાર્થ ઘટનાક્રમ :
૧ → ૪ → ૧૨ → ૭ → ૮ → ૧૦
પ્ર.૭ નીચે આપેલાં જનમંગલનામાવલિ / કીર્તન / અષ્ટક / શ્લોક વગેરે માંગ્યા મુજબ પૂર્ણ કરો. (કુલ ગુણ : ૮)
૧. જનમંગલનામાવલિ :
ૐ શ્રીભક્તવર્મણે નમઃ,
ૐ શ્રીબુદ્ધિદાત્રે નમઃ,
ૐ શ્રીઅતિપાવનાય નમઃ,
ૐ શ્રીઅબુદ્ધિહૃતે નમઃ,
ૐ શ્રીબ્રહ્મધામદર્શકાય નમઃ,
ૐ શ્રીઅપરાજિતાય નમઃ
અથવા
સહજાનંદ નામાવલિ :
ૐ શ્રીદિવ્યકર્મણે નમઃ,
ૐ શ્રીમહામતયે નમઃ,
ૐ શ્રીનારાયણાય નમઃ,
ૐ શ્રીઘનશ્યામાય નમઃ,
ૐ શ્રીનીલકંઠાય નમઃ,
ૐ શ્રી તપઃપ્રિયાય નમઃ
૨. કીર્તન :
સત્સંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે.
દેશકાળને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલિએ હરિ.
કામ ક્રોધને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ;
તમને ભજતાં આડું જે પડે, માગીએ એ અમને ન નડે.
૩. શ્લોક :
धर्मस्थितैरुपगतैर्वृहता निजैक्यं सेव्यो हरिः सितमहः स्थितदिव्यमूर्तिः ।
शब्दाद्यरागिभिरित स्वमतं वदन्तं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
૪. ગુજરાતી ભાષાંતર :
શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે સઘળા કુસંગોનો નાશ કરનાર સત્સંગ જેવી રીતે મને વશ કરે છે, તેવી રીતે યોગ, સાંખ્ય (તત્વવિવેક), ધર્મ, વેદાધ્યયન, તપ, સંન્યાસ, યજ્ઞ, વાવ, કૂવા વગેરે કરાવવારૂપ પૂર્ત દક્ષિણા (દાન), વ્રત, દેવપૂજન, મંત્રો, તીર્થ, નિયમ અથવા યમ પણ મને વશ કરી શકતાં નથી.
પ્ર.૮ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “આપણી ઇચ્છા હોય તો લાવો. હું જમી જાઉં.” (16/32)
➭ સ્વામી (ગુણાતીતાનંદ સ્વામી) – (મોટા) રામદાસ સ્વામીને
➭ વધેલા મઠનો સંગ્રહ ન કરાય તેવો નિયમ હોવાથી રામદાસ સ્વામીએ સૌને મઠ જમી જવાની વિનંતી કરી ત્યારે.
૨. “વૃદ્ધપણાને વાયદે રહીએ તો જુવાનીની કમાણી પણ જાય.” (2/5)
➭ મૂળજી – પિતાને (ભોળાનાથને)
➭ ગામમાં ફરીને ઘરડાંઓ શું કરે છે તે જોઈ આવેલા મૂળજી પિતાને કહે છે.
૩. “કૃપાનંદ સ્વામી સાથે જવું તમને કેમ ગમે છે ?” (12/29)
➭ કોઈ – ગુણાતીતાનંદ સ્વામીને
➭ સ્વામી કૃપાનંદ સ્વામી સાથે દેશમાં ફરવા જતા હતા ત્યારે.
પ્ર.૯ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. સુખ કોના ચરણમાં છે ? (36/64)
જ. સુખ હરિના ચરણમાં અથવા સંતમાં છે.
૨. અક્ષર દેરીનો મહિમા કોણે સર્વત્ર પ્રસરવ્યો છે ? (50/83)
જ. અક્ષર દેરીનો મહિમા યોગીજી મહારાજે સર્વત્ર પ્રસરવ્યો છે.
૩. બાર મહિના સુધી તુલસીદવેને કેવી સ્થિતિ રહી ? (45/74)
જ. બાર મહિના સુધી તુલસીદવેને નિરાવરણ સ્થિતિ રહી.
૪. બ્રહ્મરૂપ થયા પછી શેનો અધિકાર પ્રાપ્ત થાય છે ? (28/51)
જ. બ્રહ્મરૂપ થયા પછી પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે.
૫. શ્રીજીમહારાજે કોના કપાલમાં શુભહસ્તે તિલક કર્યું ? (14/31)
જ. શ્રીજીમહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાલમાં શુભહસ્તે તિલક કર્યું.
પ્ર.૧૧ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે વિશે મુદ્દાસર નોંધ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. રઘુવીરજી મહારાજ તીર્થવાસી થયા (સેવા કરે તે મહંત) (43/72)
સંવત ૧૯૧૮ (આ.સં. ૧૯૧૯)ની સાલમાં રઘુવીરજી મહારાજ, સ્વામીને આપેલા વચન પ્રમાણે તીર્થવાસી થઈને જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા પધાર્યા.
પોતાનો બધો ઠાઠ છોડીને ફક્ત એક જ સેવક સાથે રાખ્યો હતો.
તેઓ વહેલી સવારે પરવારી હંમેશાં કથામાં આવી જતા.
સ્વામી પણ તેમની મુમુક્ષુતા જોઈ આત્મા-પરમાત્માની અદ્ભુત વાતો કરતા.
કથા પછી ખીચડી બનાવી તેઓ જમી લેતા અને વળી કથામાં પધારતા.
આમ, સર્વ પ્રકારે દેહનો આદર એમણે છોડી દીધો હતો.
સ્વામીને ખબર પડી કે આચાર્ય મહારાજ બરાબર જમતા નથી; તેથી તેમને ઉતારે આવી સ્વામી વાતો કરતા અને સારી રીતે રસોઈ તૈયાર કરાવી તેમને જાતે જમાડતા.
આમ, રઘુવીરજી મહારાજે સર્વની મહોબત છોડી, માન-મરતબો મૂકીને એકાંતિક ભાવે સ્વામીનો સમાગમ કર્યો તો સ્વામીએ એમની બધી ગ્રંથિઓ ગાળી દીધી.
૨. મૂળજી અને ઠાકોરજીની એકાત્મતા (બાળચરિત્રો) (2/3)
મૂળજી જ્યારે ચાર વર્ષના થયા, ત્યારે એક વખત તેમણે માતા પાસે દૂધ માગ્યું.
ત્યારે સાકરબાએ કહ્યું કે, “બેટા! ઠાકોરજીને ધરાવીને આપું છું.”
આ સાંભળી મૂળજી હસવા લાગ્યા ને બોલ્યા : “મા! ઠાકોરજી તો મારા હૃદયમાં અખંડ બિરાજમાન છે. હું જમું તો મારી સાથે ઠાકોરજી જમે છે. હું સૂઉં તો ઠાકોરજી મારી સાથે સૂએ છે. માટે હું દૂધ પીશ તો ઠાકોરજી મારી ભેગા દૂધ પીશે.”
સાકરબા પોતાના બાળકની આવી જ્ઞાનયુક્ત વાતો સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.
પુત્રના લાડકોડ પૂરા કરવા સાકરબાએ દૂધનો કટોરો મૂળજી આગળ ધર્યો.
માતા સામું જોતાં, હસતાં હસતાં મૂળજી દૂધ પી ગયા.
એકાએક તે વખતે સાકરબાની નજર ઠાકોરજી ઉપર પડી, તો મૂર્તિના મુખ આગળ એમને સફેદ ઝીણી રેખા દેખાઈ.
ત્યારે મૂળજીનાં વચનની સત્યતા સમજાઈ.
૩. રામો હાટી સત્સંગી થયો (પ્રૌઢ પ્રતાપ) (32/58)
સોરઠમાં ફરવા નીકળેલા સ્વામી ગામ માળિયામાં પધાર્યા.
ગામના ચોકમાં લીમડા નીચે બેઠેલા રામા હાટીને સ્વામીએ કહ્યું : “રામા! મોતૈયા લાડુ અને સાટા-જલેબી સાવજને નાખીએ તો તે ખાય?”
ત્યારે તેણે કહ્યું : “ના મહારાજ! એ એનું ખાજું નહીં. એ તો એનું ખાજું જ ખાય.”
ત્યારે સ્વામીએ કહ્યું : “જનાવર છે તે માણસનું ખાજું ન ખાય ને માણસ છે તે જનાવરનું ખાજું ખાય તે કેવું કહેવાય? વળી ન પીવાનું પીએ અને ન ખાવાનું ખાય તે કાંઈ માણસનાં લક્ષણ કહેવાય?”
સ્વામીની વાત રામા હાટીના હૃદયમાં ઊતરી ગઈ.
સ્વામીની દ્રષ્ટિથી તેના અંતરમાં પ્રકાશ થયો.
તેણે સ્વામીને કહ્યું : “સ્વામી! હું બધું મૂકી દઉં.”
એમ કહીને તરત જ પ્રતિજ્ઞા કરી.
ત્યાં જ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યાં અને બધા ફેલ મૂકી સત્સંગી થયો.
પ્ર.૧૨ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ટૂંકમાં વર્ણવી ભાવાર્થ લખો. (કુલ ગુણ : ૪)
૧. વૃત્તિનો નિરોધ : નીલ વાંદરું (૮/૨૨)
સંવત ૧૮૬૯માં દુકાળ પડવાથી મહારાજે મુક્તાનંદ સ્વામીને બસો સંતોના મંડળ સાથે સુરત મોકલ્યા હતા.
સંતોના ઉતારાની સામે ખંડિયેર મકાનમાં એક નીલ વાંદરું બાંધેલું હતું.
વાંદરાની ચંચળતાને કારણે સૌની દૃષ્ટિ તે તરફ જતી.
રાત્રે કથાપ્રસંગે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જેમણે વાંદરા સામે ન જોયું હોય તે ઊભા થાય.
બસો સાધુમાં માત્ર ગુણાતીતાનંદ સ્વામી જ ઊભા થયા.
મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે બસો સાધુમાં વૃત્તિના નિરોધવાળા તો એક તમે જ નીકળ્યા.
ભાવાર્થ :
આપણે સજાગ ન રહીએ તો ઈન્દ્રિયો ચંચળ છે અને આપણને છેતરે છે. સમર્થ ગુરુની આજ્ઞામાં રહી પુરુષાર્થ કરીએ તો જ ઈન્દ્રિયોને વશ કરી શકાય.
૨. અસીમ શ્રદ્ધા (૨૦/૩૭-૩૮)
શ્રીજીમહારાજ સંતો-હરિભક્તોના સંઘ સાથે ગઢડાથી વરતાલ જતા બરવાળા આવ્યા.
અહીં હરિભક્તોએ સંતોને પાકના લાડુ ધર્યા.
સ્વામીને પણ એક લાડુ મળ્યો, પરંતુ તેમને તો મહારાજનાં દર્શનની જ તાલાવેલી હતી.
મહારાજ ઘોડી પર બિરાજમાન હતા, તેથી દર્શન કરવા ઘોડીની સાથે દોડવું પડતું.
સ્વામીએ પોતાના ભાગનો લાડુ એક સાધુને આપી પોતાની સાથે દોડવા તૈયાર કર્યા.
આમ સ્વામી ખેતરોમાં, કાંટાઓમાં, દેહની દરકાર કર્યા વગર મહારાજનાં દર્શન કરતાં કરતાં દોડતા ગયા.
બીજું ગામ આવ્યું ત્યાં સુધી સ્વામી મહારાજના દર્શન માટે દોડ્યા.
ભાવાર્થ :
મહારાજના પ્રત્યક્ષ દર્શન આગળ દુનિયાનું સર્વ સુખ તુચ્છ છે. દેહસુખ છોડીને ભગવાનની ભક્તિ અને દર્શનની તલપ રાખવી જોઈએ.
પ્ર.૧૩ સાચા વિકલ્પો
(૧) ૨
(૨) ૧, ૨, ૩
(૩) ૧, ૩
(૪) ૨, ૩
પ્ર.૧૪ ખોટા શબ્દો સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
૧. વિરક્તિ (૧૭/૩૪)
એક વખત મહારાજ વરતાલ ચૈત્રી પુનમનો સમૈયો કરી સંજાયા પધાર્યા. અહીં સ્વામીને બોલાવી મંડળ બાંધી દેશમાં ફરવાની આજ્ઞા કરી, પણ સ્વામી કાંઈ બોલ્યા નહીં.
૨. સંતોને શિખામણ (૩૬/૬૦-૬૧)
સ્વામી હંમેશા પૂજા કર્યા પછી સૌ સંતોને આસને આસને પ્રણામ કરવા પધારતા. પછી કથા કરતા. કથા પછી દરેક સંતને સેવા ચીંધતા, જેથી કથામાં સેવાના વિચાર કોઈને ન આવે.
૩. પ્રાગટ્ય (૧/૧)
લતીપુર ગામે એમના કેટલાક ભક્તો રહેતા હતા. તેમાં સ્વામીના આશીર્વાદથી વલ્લભજી જાનીને ત્યાં પુત્ર ભોળાનાથનો જન્મ થયો અને સુખદેવ દવેને ત્યાં પુત્રી સાકરબાનો જન્મ થયો.


0 comments