સત્સંગ પરિચય -2 13 JULY -2025 PAPER AND SOLUTION
વિભાગ - ૧ : કિશોર સત્સંગ પરિચય
પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
- “પર્વતભાઈ પાસે જાવ. શાંતિ થઈ જશે.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
- “સવારના રાજા તમને સૂબાગીરી પાછી આપશે.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
- “અહીં મારે માટે રોજના એક શેર ચોખા આવે છે.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
પ્ર.ર નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
- શ્રીજીમહારાજના ડાબા ચરણમાં કયા કયા ચિહ્ન છે ? (ગુણ : ૧)
- રાજબાઈના સંબંધીઓ શા માટે શ્રીજીમહારાજના આશ્રિત થયા ? (ગુણ : ૧)
- ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં આળોટી પરમચૈતન્યાનંદ સ્વામી શું બોલ્યા ? (ગુણ : ૧)
- ગોંસાઈજી શાથી ભોંઠા પડી ગયા ? (ગુણ : ૧)
- શ્રીજીમહારાજ માટે પેંડા લાવેલા હરિભક્તને શું શંકા થઈ ? (ગુણ : ૧)
પ્ર.૩ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
- શ્રીજીમહારાજે સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. (ગુણ : ૨)
- આઈએ દીકરાઓને છેલ્લા ‘જય સ્વામિનારાયણ' કહ્યા. (ગુણ : ૨)
- પ્રધાનપુત્રે રાજકુમારના ગળા ઉપર કાપો પાડયો. (ગુણ : ૨)
પ્ર.૪ નીચે આપેલાં કીર્તન / અષ્ટક / શ્લોક વગેરે માંગ્યા મુજબ પૂર્ણ કરો. (કુલ ગુણ : ૮)
- હે હરિ હરિ પ્રભુ ............................................................ તેના છો હરનાર. (ગુણ : ૨)
- ક્યારેક વાતો રે ............................................................ ઉપર દાબી. (ગુણ : ૨)
- श्रवणं कीर्तनं ............................................................ निवेदनम् ॥ (गुणः २)
- धर्मો ज्ञेयः ............................................................ ાિઃ ॥ - શ્લોકનું ગુજરાતી ભાષાંતર લખો. (ગુણ : ૨)
પ્ર.૫ અધ્યાત્મ વિવેક - ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
પ્ર.૬ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ - ૮ - નિરૂપણ લખો. (કુલ ગુણ : ૫)
વિભાગ - ૨ : પ્રાગજી ભક્ત
પ્ર.૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
- “ત્યાગી થઈને પછી ભગવાનને ભૂલ્યા તો પછી ત્યાગ્યું શું ?”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
- “આ તો બહુ સમર્થ છે ને હજારોને પ્રભુ ભજાવશે.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
- “તેને માટે મારે આસને આવવું પડે.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
પ્ર.૮ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
- ભગતજીના ધામમાં ગયા બાદ શ્રીજીમહારાજનું પ્રગટપણું કોનામાં રહ્યું ? (ગુણ : ૧)
- માળિયામાં ગુણાતીતાનંદ સ્વામીને શા સમાચાર મળ્યા ? (ગુણ : ૧)
- વડોદરામાં કોને કેટલા દિવસની સમાધિ થઈ ? (ગુણ : ૧)
- દર્શને આવતા હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામી શું કહી ક્યાં મોકલતા ? (ગુણ : ૧)
- ભગતજી તેમના સંગીને શું આપતા ? (ગુણ : ૧)
પ્ર.૯ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
- પ્રાગજી ભક્તના અંતરમાં શાંતિનો શેરડો પડ્યો. (ગુણ : ૨)
- ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું: ‘પ્રાગજી તો નિર્દોષ છે.” (ગુણ : ૨)
- ભગતજી હરિભક્તોને બ્રહ્મની મૂર્તિ દેખતા. (ગુણ : ૨)
પ્ર.૧૦ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૬)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
- ઐશ્વર્ય દર્શન (ગુણ : ૨)
- [ ] (૧) કાળો વીંછી કરડ્યો.
- [ ] (૨) પ્લેગનો રોગ મટાડ્યો.
- [ ] (૩) કૂતરું કરડવાનું દર્દ મટાડ્યું.
- [ ] (૪) બ્રાહ્મણને શ્રીજીમહારાજનાં દર્શન થયાં.
- સાક્ષાત્કાર (ગુણ : ૨)
- [ ] (૧) હું સ્વામીને વશ છું.
- [ ] (૨) આપે મને દુ:ખી કર્યો છે.
- [ ] (૩) સાડા ચાર વર્ષ સુધી સેવા કરી.
- [ ] (૪) સૌ એને ગુરુ કરશે.
- સત્સંગમાંથી વિમુખ (ગુણ : ૨)
- [ ] (૧) મહુવા જવા તૈયાર થયા.
- [ ] (૨) બધા લાડુ જમી ગયા.
- [ ] (૩) વૈદની દવા કરાવી.
- [ ] (૪) સ્વામીએ દર્શન દઈ આખા શરીરે હાથ ફેરવ્યો.
પ્ર.૧૧ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
- વનવાસમાંથી મુક્તિ
- અક્ષરવરની માગણી
પ્ર.૧૨ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલા વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
નોંધ ઃ સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
- અક્ષરજ્ઞાનનો ઉદ્ઘોષ : પોતાનું મૂળ અનાદિ જ્ઞાન સમજાવ્યું. આખો ઓરડો મુક્તોથી ભરાઈ ગયો. પછી તે મુક્તો સ્વામીની મૂર્તિમાં સમાઈ ગયા. આ જોઈ ભંડારીને સ્વામીના સ્વરૂપની પ્રતીતિ થઈ. (ગુણ : ૨)
- વાંસદાના દીવાનને સત્સંગ : વિજ્ઞાનદાસજીના સમાગમથી ધરમપુરના દીવાન અમીન ચકુભાઈ માધવજીભાઈ (વીરસદના)ને ભગતજીનાં દર્શન સમાગમની ઘણી જ ઉત્સુકતા જાગી. અમદાવાદ આચાર્ય મહારાજ અને કોઠારી ઉપર એમણે બે-ત્રણ પત્રો લખ્યા. (ગુણ : ૨)
- એકાંતનું સુખ : સ્વામીએ ભગતજીને કહ્યું : 'આ ભગવાં લૂગડાં જ બંધનકારી છે, માટે જંગલમાં જાઓ ને ભજન કરો. પરંતુ બ્રહ્મચર્ય પાળી ભગવાનને રાજી કરવાનો સંતોનો દૃઢ ઠરાવ સાંભળીને સ્વામી ઘણા જ રાજી થયા.' (ગુણ : ૨)
(વિભાગ - ૧ કિશોર સત્સંગ પરિચય, તેરમી આવૃત્તિ - મે, ૨૦૨૨)
પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
18 નોંધ : - કોણ કહે છે ૧ ગુણ, કોને કહે છે ૧ ગુણ, ક્યારે કહે છે ૧ ગુણ.
૧. “પર્વતભાઈ પાસે જાવ. શાંતિ થઈ જશે.” (૨૬/૮૬)
→ શ્રીજી મહારાજ - સ્વરૂપાનંદ સ્વામીને
→ સ્વરૂપાનંદ સ્વામીને મંદવાડના સમયે અંતરમાં અશાંતિ રહેવા લાગી ત્યારે.
૨. “સવારના રાજા તમને સૂબાગીરી પાછી આપશે.” (૪/૧૦)
- શ્રીજીમહારાજ – અરદેશરજીને
- શ્રીજીમહારાજને મદદ માટે પ્રાર્થના કરી સૂઈ ગયેલા અરદેશરજીને શ્રીજીમહારાજ સ્વપ્નમાં કહે છે.
૩. “અહીં મારે માટે રોજના એક શેર ચોખા આવે છે.” (૨૫/૧/૭૮)
છ ગુરુ – મુમુક્ષુને - વનમાં તપ કરતાં ગુરુ પાસે એક મુમુક્ષુએ સેવા માટે ત્યાં રહેવા દેવાની માંગણી કરી ત્યારે ગુરુ કહે છે.
પ્ર.ર નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
Da નોંધ : અડધા સાચા જવાબના ગુણ આપવા નહીં.
૧. શ્રીજીમહારાજના ડાબા ચરણમાં કયા કયા ચિહ્ન છે ? (૨૦/૬૬)
જ. (૧) ત્રિકોણ (૨) કળશ (૩) ગોપદ (૪) ધનુષ (૫) મીન (૬) અર્ધચંદ્ર (૭) વ્યોમ
૨. રાજબાઈના સંબંધીઓ શા માટે શ્રીજીમહારાજના આશ્રિત થયા ? (૧૮/૫૪)
જ. રાજબાઈની ભક્તિ અને ઉત્કૃષ્ટ નિશ્ચય જોઈ તેમના સર્વ સંબંધીઓ શ્રીજીમહારાજના આશ્રિત થયા.
૩. ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં આળોટી પરમચૈતન્યાનંદ સ્વામી શું બોલ્યા ?
જ. “બાર વરસ ગુરુ રહ્યો ને બાર વરસ સદ્ગુરુ રહ્યો પણ સત્સંગી તો આજ થયો.”
૪. ગોંસાઈજી શાથી ભોંઠા પડી ગયા ?
જ. હિમરાજ શાહે પ્રસાદ-મીઠાઈના કરંડિયા પાછા મોકલ્યા એટલે ગોંસાઈજી ભોંઠા પડી ગયા.
૫. શ્રીજીમહારાજ માટે પેંડા લાવેલા હરિભક્તને શું શંકા થઈ ? (૨૯/૯૩)
જ. ‘મહારાજને જમાડવા પેંડા લાવ્યા તે ન જમ્યા ને ગોરધનભાઈ જમી ગયા.
પરિચય-૨ ઉકેલપત્ર જુલાઈ : ૨૫
१
પ્ર.૩ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
૧. શ્રીજીમહારાજે સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. (૧૯/૫૫-૫૬)
જ. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું : 'કાઠિયાવાડમાં મતવાદીઓ રંજાડતા તેથી ઘણી મુશ્કેલી હતી, પણ કચ્છમાં
શાંતિ હતી. હવે કચ્છમાં જગજીવન કારભારી સત્સંગનો દ્વેષી છે. તે જાણશે તો વિશેષ ઉપાધિ કરશે. હવે ત્યાં પણ
રોટલા મળશે નહીં. તેથી મહારાજે સુંદરજીભાઈને પાછા બોલાવી લીધા.
૨. આઈએ દીકરાઓને છેલ્લા ‘જય સ્વામિનારાયણ' કહ્યા. (૨૨/૭૧-૭૨)
જ. મામાના સાધુને દરબારના કુંવરે માર્યા હોવાથી બંને ભાઈઓએ મારનારાના માથાં ઉડાડીને પછી જ અન્નનો દાણો
મોંમાં મૂકવાની પ્રતિજ્ઞા લીધી. ગાડામાં ઘરવખરી ભરીને આઈને ગઢડા રવાના કરવાનું નક્કી કર્યું. જેથી દરબાર પછી
વેર લઈ શકે નહીં. બંને ભાઈઓ ગઢડાના માર્ગે મૂકવા ગયા ત્યારે આઈએ દીકરાઓને છેલ્લા “જય સ્વામિનારાયણ”
કહ્યા.
૩. પ્રધાનપુત્રે રાજકુમારના ગળા ઉપર કાપો પાડયો. (૭/૧૪-૧૫)
જ. સાપને રાજકુમાર સાથે પૂર્વજન્મનું વેર હતું. તેથી તેને સાપ કરડવાનો હતો. સાપના કરડવાથી રાજકુમારનું મૃત્યુ
થાય તેથી સાપને રાજકુમારનું લોહી આપવા પ્રધાનપુત્રે રાજકુમારના ગળા પર કાપો પાડ્યો.
પ્ર.૪ નીચે આપેલાં કીર્તન / અષ્ટક / શ્લોક વગેરે માંગ્યા મુજબ પૂર્ણ કરો. (કુલ ગુણ : ૮)
Da નોંધ :- કીર્તન / અષ્ટક / શ્લોક અડધા સાચા હોય તો એક (૧) ગુણ આપવો.
૧. હે હરિ હરિ પ્રભુ કરુણા કરી નરનારી ઉગારવાને નરતનું ધરી……
અક્ષરધામી છો બહુનામી, સ્વતંત્ર સર્વાધાર; કળીમળ બળજે પ્રબળ થયો, હરિ તેના છો હરનાર. (૨/૬)
૨. ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે, ગુચ્છ ગુલાબનાં રે, ચોળે છે બે હાથે.
શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી, તેને રાખે રે, આંખ્યો ઉપર દાબી.
- श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् । अर्चनं वन्दनं सख्यं दास्यमात्मनिवेदनम् ॥ (२७/८८)
૪. ગુજરાતી ભાષાંતર ઃ શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલા સદાચારને ધર્મ જાણવો અને માહાત્મ્યજ્ઞાને સહિત
ભગવાનમાં ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. (૨૮/૭/૯૧)
પ્ર.૫ અધ્યાત્મ વિવેક (૧/૧-૪) - ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
Da નોંધ : ટૂંકનોંધના મુખ્ય મુદ્દા હાઈલાઈટ કરેલા છે. એટલા મુદાનો સમાવેશ થયેલો હોય તો પૂરા ગુણ આપવા.
અધ્યાત્મ વિવેક : દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન
સાંભળવી. કુબુદ્ધિવાળા તથા વર્ણસંકર મનુષ્યો તીર્થોની, પ્રતિમાની તથા શાસ્ત્ર વગેરેની નિંદા કરે છે, તેમના વંશનો
જરૂર નાશ થાય છે. આવા મનુષ્યને પાપિષ્ટ, નાસ્તિક અને ચાંડાલ જાણવા ને કોઈ પ્રકારે એનો સંગ રાખવો નહીં -
એમ શ્રીજીમહારાજે 'વચનામૃત'માં પણ આજ્ઞા કરી છે. (વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૬) તેથી હાસ્યવિનોદમાં પણ
નિંદા ન કરવી અને કદાચ કોઈ અવિનયવાળા પુરુષો નિંદા કરતા હોય તો સાંભળવી નહીં. વેદ શબ્દથી 'વચનામૃત',
‘શિક્ષાપત્રી', 'સ્વામીની વાતો' વગેરે સાંપ્રદાયિક શાસ્ત્રો પણ સમજવાં ને તેની નિંદા ન કરવી ને ન સાંભળવી.
પતિવ્રતા સ્ત્રીની નિંદા ન કરવી - એવી આજ્ઞા કરીને શ્રીજીમહારાજે સ્ત્રીઓના શીલનું મહત્વ વધાર્યું છે અને ઉત્તમ
પ્રકારે તેનું રક્ષણ કર્યું છે. માર્ગે જતાં શિવાલયાદિક દેવમંદિર આવે તો નમસ્કાર કરવા અને આદરપૂર્વક દર્શન કરવાં.
નમસ્કાર પણ બે હાથ જોડીને પ્રીતિપૂર્વક કરવા. અનાદરપૂર્વક દર્શન કરવાથી દેવનો અપરાધ થાય છે. (૨૩) વિષ્ણુ,
શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય - એ પાંચ દેવને આદરપૂર્વક માનવા. (૮૪) જે શાસ્ત્રને વિષે શ્રીજીમહારાજ તથા
પૂર્વના અવતારાદિકનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય, તે કદાપિ માનવું નહીં. યુક્તિપૂર્વક ખંડન શું ? તો રામકૃષ્ણાદિક
અવતારોને મનુષ્ય જેવા જ કહે અથવા રામકૃષ્ણાદિક અવતારો એક કલ્પનામાત્ર છે એમ કહી તેમના અવતારપણાનું
તર્કથી ખંડન કરે. અહીં એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે શ્રીજીમહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી
અને સર્વ કારણના કારણ છે અને અનાદિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. તે ભગવાન સદા દિવ્ય સાકારમૂર્તિ
છે, સર્વકર્તા છે ને પ્રગટ છે. તેમાં શ્રીજીમહારાજને અરૂપ (નિરાકાર) અથવા અકર્તા કહેવા અથવા અન્ય અવતાર
જેવા કહેવા એ તેમના સ્વરૂપનું ખંડન કર્યું કહેવાય. શાસ્ત્રના શબ્દો ભ્રમ ઉપજાવનારા છે, તેથી શ્રીજીમહારાજે કહ્યું
છે કે – સત્પુરુષના મુખ થકી જ શાસ્ત્રનું શ્રવણ કરવું, તો જ સાચી વાત સમજાય. ભગવાનને જ્યારે જ્યોતિસ્વરૂપ
(નિરાકાર) કહ્યા હોય ત્યારે માયિક કરચરણાદિકનો (હાથ-પગ વગેરેનો) નિષેધ કર્યો છે એમ સમજવું, પણ શ્રીહરિ
તો સદા દિવ્ય સાકાર છે. તેથી શ્રીજીમહારાજ અને પ્રગટ ગુરુહરિની સર્વ ક્રિયા દિવ્ય છે એમ માનવું. તેવી જ રીતે
પરિચય-૨ ઉકેલપત્ર જુલાઈ : ૨૫
૨
બીજા જે અવતારો છે તે વંદન કરવા યોગ્ય છે. માટે તેમનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય તેવાં શાસ્ત્ર માનવાં સાંભળવાં
નહીં. (૨૯) ગુરુનું અપમાન ન કરવું તથા સદ્ગુણોવાળા મોટાપુરુષનું અપમાન ન કરવું. ગુરુ એ ભગવાનનું સ્વરૂપ
છે.“ ૧૪: તઃ।' ગુરુનું અપમાન આપણા સર્વ ધર્મનો, સત્કર્મનો તથા શ્રેયનો નાશ કરે છે. (૩૫) ગુરુ,
રાજા, વૃદ્ધ, ત્યાગી વિદ્વાન અને તપસ્વી આવે ત્યારે સન્મુખ ઊઠવું, અને એમનું સન્માન કરવું. આ સર્વે માનનીય છે.
૬૯) ગુરુ, દેવ ને રાજાની સમીપે તથા સભામાં પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રથી ઢીંચણને બાંધીને
ન બેસવું (શિષ્ટ વર્તન રાખવું), કારણ કે તેમ બેસવાથી દેવ, ગુરુનું અપમાન થાય છે. તે અસભ્ય પણ દેખાય છે.
(૭૦) સ્ત્રીઓ સર્વે નિયમે યુક્ત હોય અને બ્રહ્મ-પરબ્રહ્મને વિષે નિષ્ઠા પામેલી હોય તો પણ તેમના મુખ થકી
પુરુષોએ જ્ઞાનવાર્તા ન સાંભળવી. પુરુષોને સ્ત્રીના સંગથી અથવા સ્ત્રીનો સંગ કરતો હોય તેવા પુરુષના સંગથી જેવાં
મોહ અને બંધન થાય છે તેવાં અન્ય કોઈ પણ પ્રસંગ થકી થતાં નથી. એટલા જ માટે શ્રીજીમહારાજે સ્ત્રી-પુરુષોની
સભા જુદી કરી છે અને 'વચનામૃત'માં કહ્યું છે : બાઈઓ હરિભક્તો છે તેનું માહાત્મ્ય તો ઝાઝું સમજવું નહીં, તેમજ
બાઈઓને ભાઈઓનું માહાત્મ્ય સમપણે સમજવું અને એમ ન સમજે તો મોટું વિઘ્ન છે. (વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ
૨૪) મંદિરમાં પુરુષોએ સ્ત્રીઓનો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની
રીતે વર્તવું. સ્પર્શથી નેત્રની ચપળતા વધે છે, તેણે કરીને વિઘ્ન થાય છે. (૪૦) વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન
કરવું. વ્યવહારિક કાર્ય કરવાનું હોય તે બુદ્ધિ વડે વિચારીને તથા સત્પુરુષને પૂછીને કરવું; પરંતું ધર્મ સંબંધી કાર્ય
તો તત્કાળ કરવું, કારણ કે 'આ દેહ નાશવંત છે’ – એમ સમજી ધર્મસંબંધી કાર્ય કાલે કરવાનું હોય તે આજે કરવું.
સાંજે કરવાનું હોય તે હમણાં કરવું, કારણ કે મૃત્યુ અનિશ્ચિત અને અનિવાર્ય છે, એક ધર્મ જ શરીર નાશ પામ્યા
પછી જીવની સાથે આવે છે. પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી, કારણ કે વિદ્યાદાન એ મોટું દાન
છે. (૩૬) ધર્મે રહિત ભગવાનની ભક્તિ કોઈ પ્રકારે ન કરવી ધર્મે સહિત જ કરવી, એ સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય
છે. ભક્તિ કે મહિમાનું બળ લઈને ધર્મનો ત્યાગ ન કરવો. કેટલાક ભક્તો મહિમા અને ભક્તિનું નિમિત્ત બતાવીને
અધર્માચરણ કરતાં ડરતા નથી. આથી, આસ્તિક મનુષ્યોની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ડગી જાય છે. પોતાના ઈષ્ટદેવને સર્વકારણ
ને રક્ષણહાર માનીને અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. (૩૯) દ્વારિકા આદિક
તીર્થની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી અને પોતાના સામથ્ર્ય પ્રમાણે ગરીબો પ્રત્યે દયાવાન થવું. પોતાના
ઈષ્ટદેવનો જ્યાં નિરંતર વાસ છે એવાં ગઢપુર, વરતાલ, અમદાવાદ, જૂનાગઢ, છપૈયા, અયોધ્યા વગેરે તીર્થોની યાત્રા
કરવી. “ભગવાન પોતાના અક્ષરધામ સહિત જ પૃથ્વી ઉપર પધારે છે’ (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૭૧) – એ
સિદ્ધાંત પ્રમાણે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી, બોચાસણ, સારંગપુર, ગોંડળ,
અટલાદરા, ગઢપુર, ભાદરા વગેરે મંદિરો બાંધ્યાં. તેને ઉત્તમ તીર્થસ્થાન જાણી તેની યાત્રા કરવી. જંગમતીર્થ જે પરમ
ભાગવત સંત તેને વિષે મન દૃઢ રાખવું. (૮૩) ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ ક્ષુદ્ર દેવનાં
સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (૮૫) વચનામૃતમાં શ્રીહરિએ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવાનો આદેશ
આપ્યો છે. મહાન સંતો શ્રીજનમંગલનામાવલિ, સર્વમંગલનામાવલિ કે સહજાનંદ નામાવલિ અને તેનાં સ્તોત્રોનો પાઠ
કરવાનો આદેશ આપે છે.
પ્ર.૬ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ-૮ (૧૭/૧/૪૯-૫૦) - નિરૂપણ લખો. (કુલ ગુણ : ૫)
નોંધ :- સ્વામીની વાત પૂરી સાચી લખી હોય તો ૧ ગુણ, નિરૂપણના ૪ ગુણ.
પરમ કૃપાળુ પરમાત્મા શ્રીહરિએ મનુષ્યમાત્રને બુદ્ધિ, ઈન્દ્રિયો, મન વગેરે સર્જી આપ્યાં છે તે નિયમમાં રહીને વિષય
ભોગવવા તથા પોતાના જીવના કલ્યાણને માટે છે, એવું શ્રીમદ્ભાગવતમાં વ્યાસજીએ કહ્યું છે. ‘નાક, કાન, આંખ વગેરે
ઇન્દ્રિયો જો ભગવાનની સેવામાં જોડી દઈએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે.' આંખે કરીને ભગવાન તથા સંત તથા
ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાં, કાને કરીને ભગવદ્વાર્તા જ સાંભળવી, જિહ્વાએ કરીને ભગવાન અને સંતના ગુણ
ગાવા અને એમને ધરાવેલો પ્રસાદ જ જમવો. નાકે કરીને એમને ચઢ્યાં એવાં જે પુષ્પ તેની જ સુગંધ લેવી અને ત્વચાએ
કરીને ભગવાન અને સંતનો જ સ્પર્શ ગમે. એમ ઈન્દ્રિયોની તમામ ક્રિયા ભગવાન સંબંધી જ કરવી, તેથી અંતઃકરણ
શુદ્ધ થાય છે અને ભગવાન અને સંતની અખંડ સ્મૃતિ થાય છે. પરંતુ આ પરમ પુરુષાર્થની સિદ્ધિ મેળવવામાં આપણા
મોક્ષ માર્ગમાં જે વિઘ્નરૂપ છે. તેનો પણ વિચાર કરવો જરૂરી છે. સર્વ દુઃખનું મૂળ 'અહં-મમત્વ' કહેતાં, હું અને મારું
છે. દેહને વિષે “ஹું” પણાનો ભાવ અને દેહના સંબંધી વિષે “મારા” પણાનો ભાવ આપણને પરમાત્માથી દૂર લઈ જાય
છે. “હું અને મારું' એ જ માયા છે. તે દૂર કરવા માટે શ્રીજીમહારાજે આ વચનામૃતમાં ઉપાય બતાવ્યો છે કે નિયમમાં
રહીને વિષય ભોગવવા. નદી જ્યાં સુધી બે કિનારાની મર્યાદામાં રહે છે, ત્યાં સુધી સર્વને સુખ આપે છે. પણ નદીમાં
જ્યારે પૂર આવે છે અને બે કાંઠાની મર્યાદા બહાર તે જાય છે ત્યારે સર્વને દુઃખરૂપ થઈ જાય છે. તેવી રીતે શાસ્ત્રની
પરિચય-૨ ઉકેલપત્ર જુલાઈ : ૨૫
3
મર્યાદા તોડીને વિષય ભોગવવાથી પોતાને તો અધોગતિરૂપ નુકસાન થાય પણ બીજાને પણ તેનાથી નુકસાન થાય છે.
નિયમમાં યથાર્થ રહેવાય અને અહં-મમત્વની નિવૃત્તિ થાય તે માટે સાધુનો સંગ રાખવો. સાચા સાધુનો સમાગમ અને
સેવા એ જ જીવને મોક્ષમાર્ગમાં વૃદ્ધિ પામવાનો એકમાત્ર ઉપાય છે. શ્રીજીમહારાજ કહે છે કે કુસંગનો ત્યાગ કરવો.
સાધુનો સમાગમ જેમ આવશ્યક છે તેવી જ રીતે કુસંગનો ત્યાગ પણ અત્યંત જરૂરી છે. જેમ અગ્નિનો એક જ તણખો
દારૂના ઢગલાનો નાશ કરી નાંખે છે, તેવી રીતે ગમે તેટલો સત્સંગ કર્યો હોય પણ થોડો કુસંગ લાગી જાય તો સત્સંગ
નિષ્ફળ જાય છે. માટે કુસંગથી દૂર રહી જ્યારે ભગવાનના ભક્ત એવા જે પરમ એકાંતિક સંત તેનો મન, કર્મ વચને
જીવ સમાગમ કરે છે ત્યારે તેના અહં-મમત્વના ભાવ દૂર થાય છે અને ભગવાનને વિષે તેને અસાધારણ પ્રીતિ થાય
છે. અખંડ ભગવાનના સુખના આનંદનો તેને અનુભવ થાય છે. વળી, ભગવાન વિના અન્ય પદાર્થને વિષે વૈરાગ્ય પણ
ઉત્પન્ન થાય છે. તેને ભગવાન ને ભગવાનના ભક્ત વિના જગતમાં બધું જ ખોટું જણાય છે.
(વિભાગ – ૨ ઃ પ્રાગજી ભક્ત, સોળમી આવૃત્તિ – માર્ચ, ૨૦૨૪)
પ્ર.૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
13 નોંધ : કોણ કહે છે ૧ ગુણ, કોને કહે છે ૧ ગુણ, ક્યારે કહે છે ૧ ગુણ.
૧. “ત્યાગી થઈને પછી ભગવાનને ભૂલ્યા તો પછી ત્યાગ્યું શું ?”
ભગતજી – સંતોને
→ એક વખત અમદાવાદ મંદિરમાં સંતોને એક ચિત્તે માળા ફેરવવા બેસાડ્યા ત્યારે તેમને ઉદ્દેશીને ઘણી વાતો કરતા
કહે છે.
૨. “આ તો બહુ સમર્થ છે ને હજારોને પ્રભુ ભજાવશે.”
- ગોપાળાનંદ સ્વામી – હરિભક્તોને
છ પીઠવડીની સભામાં બાળ પ્રાગજી ભક્તે આચાર્ય મહારાજ તથા સંતોને પ્રણામ કરી, પૂજા કરી, આરતી કરી
હરિભક્તોએ જિજ્ઞાસાથી વિશેષ પૂછ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામી ઓળખાણ આપતાં કહે છે.
૩. “તેને માટે મારે આસને આવવું પડે.” (૧૭/૩૨-૩૩)
→ ભગતજી - કોઠારી બેચર ભગતને
→ ભગતજીએ માપ લીધા સિવાય બંધબેસતું કેડિયું બેચર ભગતને સીવી આપ્યું. આથી બેચર ભગત રાજી થાય છે.
ત્યારે ભગતજી કહે છે કે મને તો અંતરનું કેડિયું પણ સીવતા આવડે છે ત્યારે
પ્ર.૮ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
१.
જ.
13 નોંધ : અડધા સાચા જવાબનાં ગુણ આપવા નહીં.
ભગતજીના ધામમાં ગયા બાદ શ્રીજીમહારાજનું પ્રગટપણું કોનામાં રહ્યું ? (૨૮/૫૭)
ભગતજીના ધામમાં ગયા બાદ શ્રીજીમહારાજનું પ્રગટપણું યજ્ઞપુરુષદાસજીમાં (શાસ્ત્રીજી મહારાજમાં) રહ્યું.
२. માળિયામાં ગુણાતીતાનંદ સ્વામીને શા સમાચાર મળ્યા ?
४. ધોળેરામાં કૃષ્ણપ્રસાદ મહારાજ ધામમાં ગયા છે.
- વડોદરામાં કોને કેટલા દિવસની સમાધિ થઈ ?
४. વડોદરામાં સીતાબાને પાંચ દિવસની સમાધિ થઈ.
દર્શને આવતાં હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામી શું કહી ક્યાં મોકલતા ?
४. “મેં તો પેનશન (નિવૃત્તિ) લીધું છે ને વાતો સાંભળવી હોય તો ચોકમાં પ્રાગજી પાસે જાવ.'
Ч. ભગતજી તેમનાં સંગીને શું આપતા ? (૧૯/૩૬)
४. સ્વામીની કૃપાથી શ્રીજીમહારાજની મૂર્તિનું અખંડ સુખ લેતા ભગતજીનો જે સંગ કરે છે તેને એ અવિનાશી
સુખ આપે છે.
પ્ર.૯ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
१. પ્રાગજી ભક્તના અંતરમાં શાંતિનો શેરડો પડ્યો.
४. સિધ્ધાનંદ સ્વામી પ્રાગજી ભક્તને જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે લઈને આવ્યા તેમને જોતાં સ્વામી બોલી ઊઠ્યાં
“આ વનનું મૃગલું ક્યાંથી આવ્યું' સ્વામીએ વાત્સલ્યથી આવકાર આપ્યો અને ભગતજીના અંતરમાં શાંતિનો શેરડો પડ્યો.
પરિચય-૨ ઉકેલપત્ર જુલાઈ : ૨૫
૪
૨. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું : 'પ્રાગજી તો નિર્દોષ છે.’ (૯/૧૮-૧૯)
४. સ્વામીએ આપેલી ગોંગડાની પ્રસાદીનો મહિમા સમજાવવા ભગતજીએ એક દાણો મોંમાં મૂકી સ્વામીને પૂછયું કામ બળી
ગયો ? એમ એક પછી એક દાણા મોંમાં મૂકી સ્વામીને પૂછ્યું સ્વામી બધા દોષ બળી ગયા ? ત્યારે સ્વામીએ કહ્યું:
‘વિઠ્ઠલનાથજીની પ્રસાદીના અડધા તલના દાણામાંથી ચોરાશી વૈષ્ણવ થયા, તો આ તો મહાપ્રસાદી છે. પ્રાગજી તો
નિર્દોષ છે એને તો મોટાપુરુષના સંબંધવાળી રજેરજનો મહિમા છે.” - ભગતજી હરિભક્તોને બ્રહ્મની મૂર્તિ દેખતા. (૨૬/૫૦)
४. માના ભગતે ભગતજીને તેમના બાબુલા જેવા શિષ્યોમાં બંધાવું નહીં તેવી શિખામણ આપી ત્યારે ભગતજીએ કહ્યું : આ
હરિભક્તોને બાબુલા કહેવાય જ કેમ ? હું તો આ હરિભક્તોને બ્રહ્મની મૂર્તિ દેખું છું. હરિભક્તોને બાબુલા કહીએ તો
જીવ નાશ પામી જાય. મહારાજની ઇચ્છા હોય તો આવા ભગવદી ભેગું તો જન્મોજન્મ રહીએ.
પ્ર.૧૦ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (૪) નિશાની કરો.
(કુલ ગુણ : ૬)
१.
13 નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી
હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
(૧) ૩, ૪ (૨૯/૫૭, ૬૦) (૨) ૧, ૪ (૧૦/૨૧) (૩) ૧ (૧૫/૨૯)
પ્ર.૧૧ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈપણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
Da નોંધ : ટૂંકનોંધના મુખ્ય મુદ્દા હાઈલાઈટ કરેલા છે. એટલા મુદ્દાનો સમાવેશ થયેલો હોય તો પૂરા ગુણ આપવા.
વનવાસમાંથી મુક્તિ (૨૨/૪૧-૪૨) : વરતાલ આવેલા સંતોને આચાર્ય મહારાજે ભગવાં વસ્ત્રો પહેરવાની આજ્ઞા કરી.
વિજ્ઞાનદાસજી વગેરે સંતોને ખાનદેશ મોકલ્યા. યજ્ઞપુરુષદાસજી તથા બીજા સંતો ગુજરાતમાં ફરવા નીકળ્યા. ખાનદેશમાં
વિજ્ઞાનદાસજી દ્વારા ઘણો સમાસ થયો. હરિભક્તોને સમાધિમાં શ્રીજીમહારાજ અને ભગતજીનાં દર્શન થતાં. એક બાઈ
હરિભક્તને ભગતજીનાં દર્શનથી ભૂત નીકળી ગયું અને તેનામાં ભગતજીનો પ્રવેશ થયો. ભગતજીની માફક સર્વે ચેષ્ટા
કરે ને સૌને સુખ આપે. ખાનદેશી હરિભક્તો ભગતજીનો સમાગમ કરવા મહુવા જવા લાગ્યા. આચાર્ય મહારાજ તે
સમયે મહુવામાં હતા. તેઓ ભગતજીની વાતો સાંભળતા હતા, રોજ થાળની પ્રસાદી મોકલતા. સભામાં પણ ભગતજી
પાસે વાતો કરાવે, સંતો તથા હરિભક્તોને ભગતજીનો મહિમા સમજાવતાં. સંવત ૧૯૪૯માં ગઢપુર લક્ષ્મીવાડીમાં
મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવમાં રંગાચાર્ય ભગતજીનાં દર્શનથી પ્રભાવિત થયા. ત્યારબાદ ગુજરાતના હરિભક્તોના આગ્રહથી
ભગતજી નડિયાદ પધાર્યા. અહીં ઝવેરીલાલભાઈને ત્યાં ઉતારો હતો. ગામેગામથી હરિભક્તો ભગતજીના સમાગમ માટે
આવવા લાગ્યા. ભગતજી સૌને મહારાજના સર્વોપરી સ્વરૂપની, સ્વામીના અક્ષરસ્વરૂપની, સત્પુરુષમાં જોડાવાની,
બ્રહ્મચર્ય પાળવાની વાતો કરતા. ભગતજીના સંબંધથી શ્રીજીમહારાજમાં જોડાયેલા કેટલાક હરિભક્તોને શ્રીજીમહારાજ
દર્શન પણ આપતાં.
૨. અક્ષરવરની માગણી (૫/૮-૯) : સંવત ૧૯૧૬માં ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી ત્યારે પ્રાગજી
ભક્તે ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓના વાઘા બનાવીને આચાર્ય રઘુવીરજી મહારાજને રાજી
કર્યા. જૂનાગઢમાં પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ત્યારે હરિભક્તો પાસે સેવા કરાવીને ઠાકોરજીના
જરિયાન વાઘા તૈયાર કર્યા. અખંડ ભજન કરતાં કરતાં ક્રિયા કરવાનો પ્રાગજી ભક્તે અભ્યાસ પાડયો હતો; પણ
ક્યારેક ફેર પડતો તેના પ્રાયશ્ચિત્તરૂપે સ્વામીશ્રી પાસે રોગની માગણી કરી. મંદવાડ દરમિયાન સ્વામીમાં અખંડ વૃત્તિ
જોડી દીધી. સ્વામીમય જીવન બની ગયું. ફૂલદોલના સમૈયા ઉપર આચાર્ય રઘુવીરજી મહારાજ જૂનાગઢ પધારવાના હતા
ત્યારે સ્વામીએ પ્રાગજી ભક્તને વિશાળ સભામંડપમાં શોભે એવી ચંદની બનાવવાની આજ્ઞા કરી. સ્વામીની મરજી જાણી
હરિભક્તો પાસે સેવા કરાવી દિવસ રાત ભજન કરતાં કરતાં સીવતા હતા. તેમનો આવો કામ કરવાનો વેગ જોઈ
પ્રાગજી ભક્ત પર સ્વામીશ્રી ખૂબ રાજી થયા અને કંઈ માંગણી કરવા કહ્યું. પણ તેઓ કંઈ બોલ્યા નહીં તેથી સ્વામીશ્રીએ
પ્રાગજીભક્તને કહ્યું, “જા તને ખૂબ રૂપિયા મળશે અને ઘરે રહી સંતોનો સમાગમ કરજે.' ત્યારે તેમણે કહ્યું : 'સ્વામી !
મેં તો ગોપાળાનંદ સ્વામી તથા આપના સમાગમથી એટલું તો જાણ્યું છે કે ધન-સ્ત્રીમાં સુખ નથી. મને તમારું જ્ઞાન
આપો, તમારું ઘર દેખાડો અને મારા જીવને સત્સંગી બનાવો. ત્યારે સ્વામીએ જગતસુખની ઘણી લાલચો બતાવી
સમજાવ્યા. પણ હાથમાં આવેલી ચિંતામણિ કેમ જતી કરે ? ત્રિલોકના સુખને પણ ઠોકર મારવા તૈયાર થયેલા પ્રાગજી
ભક્તને સ્વામીએ કહ્યું : “એ ત્રણ વરદાન તો તું ઘર મૂકીને અહીં રહે ને મરણિયો થા તો તને મળે.” તેમની ઉત્કૃષ્ટ
શ્રદ્ધા જોઈ સ્વામીશ્રીએ રાજી થઈ કોલ આપ્યો.
પરિચય-૨ ઉકેલપત્ર જુલાઈ : ૨૫
૫
પ્ર.૧૨ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
1 નોંધ :- સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે. અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. અક્ષરજ્ઞાનનો ઉદ્ઘોષ : પોતાનું મૂળ અનાદિ જ્ઞાન સમજાવ્યું. આખો ઓરડો મુક્તોથી ભરાઈ ગયો. પછી તે મુક્તો
સ્વામીની મૂર્તિમાં સમાઈ ગયા. આ જોઈ ભંડારીને સ્વામીના સ્વરૂપની પ્રતીતિ થઈ.
४. અક્ષરજ્ઞાનનો ઉદ્ઘોષ : પોતાનું મૂળ દિવ્ય સ્વરૂપ બતાવ્યું. આખો ઓરડો તેજથી ભરાઈ ગયો. પછી તે તેજ
સ્વામીની મૂર્તિમાં સમાઈ ગયું. આ જોઈ કોઠારીને સ્વામીના સ્વરૂપની પ્રતીતિ થઈ.
૨. વાંસદાના દીવાનને સત્સંગ ઃ વિજ્ઞાનદાસજીના સમાગમથી ધરમપુરના દીવાન અમીન ચકુભાઈ માધવજીભાઈ (વિરસદના)
ને ભગતજીનાં દર્શન સમાગમની ઘણી જ ઉત્સુકતા જાગી. અમદાવાદના આચાર્ય મહારાજ અને કોઠારી ઉપર એમણે
બે-ત્રણ પત્રો લખ્યા.
જ. વાંસદાના દીવાનને સત્સંગ : યજ્ઞપુરુષદાસજીના સમાગમથી વાંસદાના દીવાન અમીન ઝવેરભાઈ નાથાભાઈ (વીરસદના)
ને ભગતજીનાં દર્શન સમાગમની ઘણી જ ઉત્સુકતા જાગી. વરતાલના આચાર્ય મહારાજ અને કોઠારી ઉપર એમણે
બે-ત્રણ પત્રો લખ્યા. (૨૩/૪૨)
૩. એકાંતનું સુખ ઃ સ્વામીએ ભગતજીને કહ્યું : 'આ ભગવાં લૂગડાં જ બંધનકારી છે, માટે જંગલમાં જાઓ ને ભજન
કરો. પરંતુ બ્રહ્મચર્ય પાળી ભગવાનને રાજી કરવાનો સંતોનો દૃઢ ઠરાવ સાંભળીને સ્વામી ઘણા જ રાજી થયા.'
(૨૧/૩૯)
જ. એકાંતનું સુખ ઃ ભગતજીએ સંતોને કહ્યું : 'આ ભગવાં લૂગડાં જ બંધનકારી છે, માટે ઘેર જાઓ ને સત્સંગ કરો.’
પરંતુ બ્રહ્મચર્ય પાળી ભગવાનને રાજી કરવાનો સંતોનો દૃઢ ઠરાવ સાંભળીને ભગતજી ઘણા જ રાજી થયા.’ (૨૧/૩૯)


0 comments