સત્સંગ પરિચય -1 13 JULY -2025 PAPER AND SOLUTION
વિભાગ - ૧ : સહજાનંદ ચરિત્ર
પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “હૃદયમાં જગતનો બડવાળ પેસવા દેશો નહીં.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
૨. “બધે ઉતારે ફરી-ફરીને પૂછી આવ્યા છીએ.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
૩. “હું આપને હુકમનામું લખી આપું છું.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
પ્ર.૨ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની ($\checkmark$) નિશાની કરો. (કુલ ગુણ : ૪)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. ઓગણોતેરાનો કાળ (ગુણ : ૨)
- [ ] (૧) જીજીબાને લક્ષ્મીજીએ દર્શન દીધાં.
- [ ] (૨) આજે મહારાજ સોરઠમાં છે.
- [ ] (૩) હું સેવામાં પાછળ જઈશ.
- [ ] (૪) આપ ગુપ્તવાસમાં રહેજો.
૨. ઉમરેઠમાં શ્રીજીમહારાજે ધરાવેલ વર્તમાન (ગુણ : ૨)
- [ ] (૧) દૂધનો ઘડો મંગાવ્યો.
- [ ] (૨) ગામમાં ફરી પાણી ઉડાડયું.
- [ ] (૩) ઘરનાં બધાને વર્તમાન
- [ ] (૪) અંતકાળે તેડવા આવીશું
પ્ર.૩ નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. (કુલ ગુણ : ૪)
૧. વાસુદેવનારાયણના ઓરડે સભામાં અંતરિક્ષમાં __________ અને __________ ની મૂર્તિઓ દેખાઈ. (ગુણ : ૧) ૨. શ્રીજીમહારાજે __________ ગામમાં સ્વામીને પોતાના પ્રગટ થવાના છ હેતુઓ કહ્યા. (ગુણ : ૧) ૩. શ્રીજીમહારાજ __________ ની વિનંતીથી સૌ પ્રથમ વાર __________ થી ગઢડામાં પધાર્યા. (ગુણ : ૧) ૪. “ડનલોપ સાહેબ પર __________ કૂદી રહ્યો છે' એવું ચિત્ર __________ સ્વામીએ બનાવ્યું. (ગુણ : ૧)
પ્ર.૪ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
૧. સાધુઓની આકરી પરીક્ષા ૨. “શિક્ષાપત્રી' લોપવી નહીં ૩. દૂધ કરતાં મીઠી છાશ
પ્ર.૫ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. મછિયાવ અને અમદાવાદના હરિભક્તોએ એક સાથે શું પ્રાર્થના કરી ? (ગુણ : ૧) ૨. પત્તર લઈને પંગતમાં ફરેલા સંતનું પત્તર શેનાથી ભરાઈ ગયું ? (ગુણ : ૧) ૩. બ્રાહ્મણ જયોતિષીને શ્રીજીમહારાજનાં ચરણારવિંદમાં સોળ ચિહ્નો જોઈ શું થયું ? (ગુણ : ૧) ૪. વરજાંગ જાળિયા પહોંચી શ્રીજીમહારાજે હીરા ઠક્કરને શું કહ્યું ? (ગુણ : ૧) ૫. શ્રીજીમહારાજે રામદાસ સ્વામીને સ્વપ્નમાં દર્શન દઈ શું આજ્ઞા કરી ? (ગુણ : ૧)
પ્ર.૬ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
૧. સતીપ્રથા ગેરવાજબી અને ક્રૂર છે તેવું લોકોને ભાન થયું. (ગુણ : ૨) ૨. શ્રીજીમહારાજે બાળકને ખોળામાં બેસાડી બે કેરીઓ આપી. (ગુણ : ૨) ૩. પીપલાણાના સંધાઈના વડમાં રહેલા ભૂતો બદરિકાશ્રમમાં ગયા. (ગુણ : ૨)
વિભાગ - ૨ : સત્સંગ વાચનમાળા ભાગ - ૨
પ્ર.૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “દાદાને તો કોઈ પાછળ ખાનાર નથી.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
૨. “હમણાં કેમ દેખાતા નહોતા ?”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
૩. “તમારી વાતોથી સૌને આનંદ આવે છે.”
- કોણ કહે છે ?
- કોને કહે છે ?
- ક્યારે કહે છે ? (ગુણ : ૩)
પ્ર.૮ નીચે આપેલ વિષય માટે સૂચના મુજબ છ સાચા ક્રમ નંબર તથા તે સાચા ક્રમ નંબરને યથાર્થ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. (કુલ ગુણ : ૬)
વિષય : દાદાખાચરની આકરી કસોટી
૧. તમારે ગરાસ અંગે ગોંડલ રાજ્ય સાથે કામકાજ તો પડશે જ, ત્યારે તમે શું કરશો ? ૨. દાદાને નામે ગરાસ લખી દેવરાવ્યો. ૩. અહીં ખેતરમાં રહો ને ભાઈઓનું કામકાજ કરો. ૪. હું ભાવનગર જઈને રાજ્યમાં નોકરી કરીશ. ૫. તમારે રાજ્ય રાખીને શું કામ છે ? ૬. મનમાં વિચાર સરખો ન કર્યો કે “અમે શું ખાઈશું ?” ૭. લગભગ બે વર્ષ સુધી ભાઈઓના ગરાસનું તેમણે કામકાજ સંભાળ્યું. ૮. દાદો મરશે અને ગરાસ મને મળશે. ૯. તે અરસામાં દાદાખાચર ઘણા માંદા થયા હતા. ૧૦. દાદાખાચરને ખેતર ન હતું. ૧૧. જીવાખાચરને તેથી દાદાખાચર પ્રત્યે ઈર્ષા થવા લાગી. ૧૨. દાદા ! તારો ગરાસ આ બે ભાઈઓને લખી આપ.
- (૧) ફક્ત સાચા નંબરો : (ગુણ : ૩)
- (૨) યથાર્થ ઘટનાક્રમ : (ગુણ : ૩)
પ્ર.૯ કૃષ્ણજી અદાએ શાસ્ત્રીજી મહારાજનો રાખેલો પક્ષ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)
૧. શ્રીજીમહારાજ કયા ધામના પતિ છે ? (ગુણ : ૧) ૨. રાઘવ ભક્તે કયા કીર્તનની રચના કરી ? (ગુણ : ૧) ૩. અયોધ્યાપ્રસાદજી મહારાજ કયા દેશની ગાદીના આચાર્ય હતા ? (ગુણ : ૧) ૪. દિનમણિને શ્રીજીમહારાજ સાથે પ્રથમ મેળાપ ક્યાં થયો ? (ગુણ : ૧)
પ્ર.૧૧ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૪)
નોંધ : સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી : આવા મહાન બ્રહ્મચારીવર્યની પ્રશંસા કરતાં સ્વામીએ 'વાતો'માં કહ્યું છે : “નિત્યાનંદ સ્વામીને અમારી સેવા કરવી એ અંગ.” (ગઢડા મધ્ય પ્રકરણ : ૩૪) (ગુણ : ૨)
૨. ભક્તરાજ લાડુબા : કૃષ્ણને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને જોડાયેલાં રાજબા વૈષ્ણવોની જેમ કૃષ્ણને મનથી વરી ચૂક્યાં હતાં; પરંતુ દાદાખાચરની ઇચ્છા અને આગ્રહને લીધે તેમને વ્યાવહારિક સંબંધમાં જોડાવું પડ્યું હતું (ગુણ : ૨)
પ્ર.૧૨ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૪)
૧. શ્રીજીમહારાજ અક્ષર ઓરડીમાં પ્રગટ બિરાજે છે તેવી મૂળજી બ્રહ્મચારીને પ્રતીતિ થઈ. (ગુણ : ૨) ૨. બાપે મન મનાવ્યું કે ‘આપણો પુત્ર ક્યાં હતો’ ? (ગુણ : ૨)
વિભાગ - ૩ : નિબંધ
પ્ર.૧૩ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર આશરે ૩૦ લીટીમાં નિબંધ લખો. (કુલ ગુણ : ૧૦)
૧. મહેર કરી મારે મંદિર આવ્યા : પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું વિચરણ ૨. સમાજ ઘડતરના આગવા શિલ્પી શ્રીહરિ ૩. તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની પ્રાણપ્રતિષ્ઠા
આપે આપેલા બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના "સત્સંગ પરિચય - ૧" પરીક્ષાના નમૂનારૂપ ઉકેલપત્ર (Answer Key) નું સંપૂર્ણ અને વિગતવાર લખાણ નીચે મુજબ છે:
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા
સત્સંગ શિક્ષણ પરીક્ષા — સત્સંગ પરિચય - ૧
નમૂનારૂપ ઉકેલપત્ર (આ રીતનું નમૂનારૂપ ઉકેલપત્ર ફક્ત આ એક જ વર્ષનું આપવામાં આવશે)
- સમય: સવારે ૯ થી ૧૧.૧૫
- કુલ ગુણ: ૭૫
- તારીખ: રવિવાર, ૧૩ જુલાઈ, ૨૦૨૫
નોંધ :-
- આપેલ આવૃત્તિ પ્રમાણેના પુસ્તકના જવાબ જ માન્ય રાખવા. તે સિવાયની આવૃત્તિના જવાબ માન્ય ન રાખવા.
- જમણી બાજુએ આપેલા અંકો જે તે પ્રશ્નના ગુણાંક દર્શાવે છે.
- આ સિવાયના હવે પછી મુકાનાર ઉકેલપત્રમાં પ્રશ્નની જમણી બાજુએ જવાબના પાના નંબર જ દર્શાવતા હોય તેવા ઉકેલપત્ર મુકાશે.
- અગત્યની સૂચના: પ્રશ્નપત્રમાં દરેક પેટા પ્રશ્નની જમણી બાજુ દર્શાવેલ ખાનામાં, લખેલા ગુણની પછીના ખાલી ખાનામાં પરીક્ષાર્થીને આપેલ ગુણ લખવાના છે. જો પ્રશ્નનો જવાબ ખોટો હોય તો તે ખાનામાં “૦”(આંકડામાં શૂન્ય) લખવું. ખરાં ($\checkmark$) કે ખોટાં ($\times$) ની નિશાની દરેક પેટા પ્રશ્નની ડાબી બાજુની ખાલી જગ્યામાં જ - પ્રશ્ન શરૂ થાય તે પહેલાં જ કરવી.
- વિશેષ નોંધ: આપ જ્યારે પેપર તપાસો ત્યારે જ્યારે લાંબા જવાબોમાં દા. ત. ટૂંકનોંધ, પાંચ મુદ્દાના વાક્યો, કારણો વગેરે પ્રશ્નોમાં આપ જ્યારે ફાળવેલા ગુણ કરતાં ઓછા ગુણ આપતાં હોવ ત્યારે પરીક્ષાર્થીએ કયો મુદો નથી લખ્યો જેના તમે ગુણ કાપ્યા છે, તેની તમે ટૂંકમાં ડાબી બાજુ ઉપર નોંધ લખો. દા.ત. માર્ચ-૨૦૧૩માં પ્રવેશ-૧ માં ‘જોબનપગીનું પરિવર્તન' ટૂંકનોંધ પૂછાઈ હતી. જેમાં જોબનપગી પ્રાર્થના કરતાં પોતાના દોષનું વર્ણન કરતાં કહે છે: 'પ્રભુ! હું કુળહીન, કુટિલ, કુપાત્ર, બુદ્ધિહીન છું. મેં આપને ન ઓળખ્યા. દીનબંધુ ! દયા કરો. મારું મહાપાપ મટાડો.' આ મુદો પરીક્ષાર્થીએ નથી લખ્યો તો બાજુમાં તમે લખી શકો કે “પોતાના દોષ કહે છે.” આટલું જ લખવાનું છે અને તમે ગુણ ઓછા આપી શકો છો એટલે કે ફાળવેલ ગુણ કરતાં ઓછા ગુણ આપતાં પહેલાં બાજુમાં કયો મુદો નથી તેની ટૂંકમાં નોંધ લખવી જરૂરી છે.
(વિભાગ - ૧ : સહજાનંદ ચરિત્ર, સત્તરમી આવૃત્તિ - માર્ચ, ૨૦૨૪)
પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
નોંધ :- કોણ કહે છે ૧ ગુણ, કોને કહે છે ૧ ગુણ, ક્યારે કહે છે ૧ ગુણ.
૧. “હૃદયમાં જગતનો બડવાળ પેસવા દેશો નહીં.”
- કોણ કહે છે: શ્રીજીમહારાજ
- કોને કહે છે: હરિભક્તોને
- ક્યારે કહે છે: હરિભક્તોએ મહારાજને પૂછ્યું: 'આપે અમને કહ્યું કે અમારા પર દયા રાખજો; આનો શો અર્થ?' ત્યારે.
૨. “Բધે ઉતારે ફરી-ફરીને પૂછી આવ્યા છીએ.”
- કોણ કહે છે: હરિભક્તો (દેખરેખ રાખનારા)
- કોને કહે છે: શ્રીજીમહારાજને
- ક્યારે કહે છે: મહારાજે દેખરેખ રાખનારા હરિભક્તોને કહ્યું: ‘છે કોઈ જમવામાં બાકી?' ત્યારે.
૩. “હું આપને હુકમનામું લખી આપું છું.”
- કોણ કહે છે: મહારાજા વજેસિંહ
- કોને કહે છે: શ્રીજીમહારાજને
- ક્યારે કહે છે: વજેસિંહે જ્યારે મહેલમાં મહારાજની પધરામણી કરાવી ત્યારે મહારાજે કહ્યું: “ભવિષ્યમાં જે જે ગામમાં મંદિર થાય તેમાં કોઈ વિઘ્ન ન કરે એને રાજ્ય તરફથી સહકાર મળે તેવી વ્યવસ્થા કરી આપો.' ત્યારે.
પ્ર.૨ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની ($\checkmark$) નિશાની કરો. (કુલ ગુણ : ૪)
નોંધ :- એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
- ૧. ૧, ૩, ૪
- ૨. ૨, ૩
પ્ર.૩ નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. (કુલ ગુણ : ૪)
નોંધ :- બંને જવાબ સાચા હોય તો જ ગુણ આપવા.
- ધર્મદેવ, ભક્તિદેવી
- કારિયાણી, ગોપાળાનંદ
- એભલખાચર, કારિયાણી
- વાઘ, આધારાનંદ
પ્ર.૪ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
નોંધ :- ટૂંકનોંધના મુખ્ય મુદ્દા હાઈલાઈટ કરેલા છે. એટલા મુદ્દાનો સમાવેશ થયેલો હોય તો પૂરા ગુણ આપવા.
૧. સાધુઓની આકરી પરીક્ષા
મુક્તાનંદ સ્વામી સાથે સંતમંડળ અમદાવાદ આવ્યું. શહેરમાં ભિક્ષા માંગવા ગયા ત્યારે સંતોની ઝોળીમાં કેટલાક દ્વેષીઓ મરેલા ઊંદર, ગરોળી, કાંદા, લસણ અને ઘરનો કચરો પણ નાખતા. આથી ઘણીવાર મળેલી ભિક્ષા પણ ફેંકી દેવી પડતી અને ઉપવાસ થતા. કોઈક વખત પાશેર ભાર કે તેથી ઓછી ભિક્ષા દરેકને ભાગે આવતી. જે કાંઈ ભિક્ષા માંગી હોય તેને સાફ કરીને, જોઈને પાણીમાં ધોઈને ગોળો વાળીને સાધુઓ જમી જતા.
એક વખત સાધુઓને ભિક્ષામાં વાસી અને બગડી ગયેલું અન્ન આવ્યું. આથી સાધુઓના પગમાં વાઢિયા પડી ગયા અને તળિયે ફોલ્લા ઊપસી આવ્યા. આવું જ એક દોઢસો સાધુઓનું મંડળ જામનગર ગયું હતું. તેઓ પણ આ રીતે જ ભિક્ષામાં જે મળે તે પાણીમાં પલાળીને જમતા અને ઘણીવાર એક કોળિયો અન્ન જ ખાવા મળતું. તેથી સાધુઓએ પોતાની મુશ્કેલી હરિભક્ત દ્વારા કહેવરાવી. મહારાજે તેનો ઉત્તર મોકલ્યો:
પૂર્વે એક સદ્ગુરુને ગામમાંથી ગુજરાન માટે શેર ચોખા મળતા. તેની પાસે એક પછી એક ત્રણ મુમુક્ષુ શિષ્ય થવા આવ્યા. આ સદ્ગુરુએ જણાવ્યું કે મને જ શેર ચોખા મળે છે તેમાંથી ભાત રાંધીને જમું છું, મારું જ ગુજરાન માંડ ચાલે છે. આ ચારે મુમુક્ષુઓમાંથી એકે ભાતનું ઓસામણ, બીજાએ ધોવરામણ અને ત્રીજાએ ચળુંનું એઠું પાણી અને નીચે પડેલ એંઠા દાણા ખાઈને પણ સત્સંગ કરવાની ઇચ્છા બતાડી.
આમ મહારાજના આવા ઉત્તરથી સંતો કેફમાં આવી ગયા અને પોતાનું દુઃખ વિસરાઈ ગયું. પછી તો સૌ જમવાનું કે ભિક્ષા ન મળે તો નદી કાંઠે શાકના નકામા પાન, લીલી શેવાળ વગેરે ખાઈને રહેતા. રાજાએ મહેલમાં બોલાવી સારી ભિક્ષા અપાવી ત્યારે આ સંતમંડળ ત્યાંથી ચાલી નીકળ્યું, કારણ મહારાજની આજ્ઞા હતી કે સારું પદાર્થ બંધનકારી છે.
મહારાજે આજ્ઞા કરી હતી કે “રોજ પાંચ મુમુક્ષુઓને વાતો કરી, વર્તમાન ધરાવી સત્સંગી કર્યા પછી જ જમવું.” કેટલીક વાર પૂરા પાંચ સત્સંગી ન થાય તો સાધુઓને ઉપવાસ પડતા. મહારાજને આ વાતની ખબર પડતા નિયમ આપ્યો કે સાંજ સુધી પ્રયત્ન કરવો, જો પાંચ સત્સંગી ન મળે તો સૂર્યાસ્ત પછી ઝાડને વર્તમાન ધરાવીને પછી જળ લેવું.
૨. “શિક્ષાપત્રી” લોપવી નહીં
મહારાજ બરવાળા પધાર્યા. એક પ્રેમી ભક્ત મહારાજને પ્રેમથી આમંત્ર્યા, અને પોતાનું ઘર સાંકડું હોવાથી, મોટાભાઈના ડેલામાં મહારાજને પૂરા વિશ્વાસથી પધરાવ્યા. તેમણે મહારાજને ઢોલિયો ઢાળી દઈને કહ્યું, ‘મહારાજ ! આપ અહીં સબિરાજો. હું હમણાં થોડીવારમાં બજારમાં જઈ સીધું-સામાન લઈ આવું. પછી બ્રહ્મચારી પાસે રસોઈ કરાવી આપને ભોજન કરાવું.' મહારાજે કહ્યું: “ભલે.”
પેલા હરિભક્ત સીધું-સામાન લેવા ગયા. બજારમાં સહેજ વાર થઈ. એટલામાં તેનો મોટોભાઈ ડેલામાં દાખલ થયો. તેને મહારાજ વિષે ભાવ નહીં અને સાધુ-સંતો પ્રત્યે તિરસ્કાર હતો. તેણે ઊંચે સાદે કહ્યું: 'તમો કોણ છો? કોની રજાથી આ ડેલામાં દાખલ થયા છો?' મહારાજે તેને શાંત પાડીને બધું કહ્યું પણ તે માન્યો નહીં. તેણે તો કહ્યું: 'આ મારું ઘર છે. મારી રજા સિવાય મારો નાનો ભાઈ તો શું, પણ મારી સ્ત્રી પણ કોઈને બેસારી શકે નહીં. માટે તમે ડેલો ખાલી કરો.”
'હા ભાઈ! અમે આ ચાલ્યા,' કહી મહારાજ હરિભક્તો સાથે ડેલામાંથી બહાર નીકળ્યા. મહારાજે કહ્યું: 'ચાલો આપણે નાવડા જઈએ. આપણે ‘શિક્ષાપત્રી' લખી અને આપણે જ તોડી, તો દુઃખ આવ્યું, માટે ભલા થઈને કોઈ શિક્ષાપત્રીની આજ્ઞા લોપશો નહીં.' આ પ્રસંગથી સૌને શિક્ષાપત્રીની મહત્તા સમજાઈ ગઈ.
મહારાજ બરવાળાના પાદર પહોંચ્યા ત્યાં પેલા હરિભક્ત સીધું લઈને આવ્યા અને તેને બધી ખબર પડી. તેણે મહારાજની માફી માગી, બધું સીધું મહારાજને ચરણે ધરી દીધું. મહારાજે તેને ક્ષમા આપીને શિક્ષાપત્રી પાળવાની આજ્ઞા કરી અને નાવડાની વાટ લીધી.
૩. દૂધ કરતાં મીઠી છાશ
ભાડેર ગામના પાતલભાઈના પત્નીને ભાવ કે મહારાજ આપણે ત્યાં પધારે, અને બીજા જ દિવસે મહારાજ પાતલભાઈને ઘરે જઈ ચડ્યા. પાતલભાઈએ મહારાજને ખાટલો ઢાળી, ગોદડું પાથરી બેસાર્યા. પાતલભાઈનાં પત્નીએ મહારાજને દૂધ પીવા માટે ધર્યું. મહારાજ દૂધનાં વખાણ કરતા જાય અને પીતા જાય. એમ કરતાં આખું બોઘરણું ખાલી થઈ ગયું.
પાતલભાઈના પત્ની બીજા હરિભક્તો માટે છાશ લેવા ગયાં ત્યારે તેમને ખબર પડી કે મહારાજને દૂધના બદલે છાશ પાઈ દીધી છે અને દૂધ તો એમનું એમ પડ્યું છે. તેઓને ખૂબ દુઃખ થયું અને પસ્તાવો કરવા લાગ્યાં ત્યારે મહારાજે કહ્યું, “તમે એવા અતિશય હેત અને ભાવથી છાશ પાઈ પણ અમને તો એ દૂધ કરતા પણ વધુ ગળી લાગી છે” એમ આશ્વાસન આપીને તેમને રાજી કર્યાં.
પ્ર.૫ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
નોંધ : અડધા સાચા જવાબનાં ગુણ આપવા નહિ.
૧. મછિયાવ અને અમદાવાદના હરિભક્તોએ એક સાથે શું પ્રાર્થના કરી?
- જવાબ: “હે મહારાજ ! અમારે ગામ પધારી આપ ફૂલદોલનો ઉત્સવ કરો.”
૨. પત્તર લઈને પંગતમાં ફરેલા સંતનું પત્તર શેનાથી ભરાઇ ગયું?
- જવાબ: પત્તર લઈને પંગતમાં ફરેલા સંતનું પત્તર સારાં સારાં પકવાનથી ભરાઈ ગયું.
૩. બ્રાહ્મણ જ્યોતિષીને શ્રીજીમહારાજના ચરણારવિંદમાં સોળ ચિહ્નો જોઈ શું થયું?
- જવાબ: “આ તો કેવળ ભગવાનનાં ચરણોમાં જ હોય છે.” (તેવો નિશ્ચય થયો).
૪. વરજાંગ જાળિયા પહોંચી શ્રીજીમહારાજે હીરા ઠક્કરને શું કહ્યું?
- જવાબ: “મારે શરીરે કસર હોવાથી કોઈ એકાંતવાળું ઘર હોય તો બતાવો, અમે આરામ કરીએ.”
૫. શ્રીજીમહારાજે રામદાસ સ્વામીને સ્વપ્નમાં દર્શન દઇ શું આજ્ઞા કરી?
- જવાબ: ‘આ નવા પરમહંસોની મંડળી લઈ તમે સીધા ભુજ આવો.'
પ્ર.૬ નીચે આપેલાં વાક્યોનાં कारणો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
૧. સતીપ્રથા ગેરવાજબી અને ક્રૂર છે તેવું લોકોને ભાન થયું.
- જવાબ: મહારાજે પોતાના ઉપદેશમાં સતીપ્રથાનું ખંડન કર્યું. આ કાર્ય બળજબરી કે ધાકધમકીથી નહીં; પરંતુ પ્રેમ, સમજાવટ ને તર્કયુક્ત દલીલોથી કર્યું. તેમણે આ પ્રથા વિરુદ્ધ ધાર્મિક પ્રમાણો અને ટેકો આપીને પ્રજામત જગાડ્યો. તેથી લોકોને અંતરમાં સતીપ્રથા ગેરવાજબી અને ક્રૂર છે તેવું ભાન થયું.
૨. શ્રીજીમહારાજે બાળકને ખોળામાં બેસાડી બે કેરીઓ આપી.
- જવાબ: સભાની પાછળ નીકળેલા કાળા નાગને પકડવા મહારાજ દોડ્યા ત્યારે એક સાત વર્ષનો બાળક મહારાજની અડફેટમાં આવી ગયો. મહારાજ તે વાત ભૂલ્યા ન હતા. તેથી સિંહાસન પર બેસતા જ બાળકને બોલાવી ખોળામાં બેસાડી વહાલ કરી કેરી આપી રાજી કર્યો.
૩. પીપલાણાના સંધાઈના વડમાં રહેલા ભૂતો બદરિકાશ્રમમાં ગયા.
- જવાબ: મહારાજે પીપલાણામાં સંધાઈના વડ નીચે સભા કરી અને સ્વામિનારાયણ મંત્રની ધૂન્ય કરાવી. 'સ્વામિનારાયણ' શબ્દ કાને પડતાં વડમાં રહેતાં હજારો ભૂતને ભૂતયોનિમાંથી મુક્તિ આપી, દિવ્ય દેહ આપી, બદરિકાશ્રમમાં મોકલી દીધાં.
(વિભાગ - ૨ : સત્સંગ વાચનમાળા ભાગ-૨, તેરમી આવૃત્તિ - ડિસેમ્બર, ૨૦૧૬)
પ્ર.૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
નોંધ :- કોણ કહે છે ૧ ગુણ, કોને કહે છે ૧ ગુણ, ક્યારે કહે છે ૧ ગુણ.
૧. “દાદાને તો કોઈ પાછળ ખાનાર નથી.”
- કોણ કહે છે: જીવા ખાચર
- કોને કહે છે: શ્રીજીમહારાજને
- ક્યારે કહે છે: મહારાજે જ્યારે ગઢપુરમાં મંદિર કરવા માટે ટેકરા ઉપરની જમીનની માગણી કરી ત્યારે.
૨. “હમણાં કેમ દેખાતા નહોતા ?”
- કોણ કહે છે: સુથારણ બાઈ
- કોને કહે છે: મૂળજી બ્રહ્મચારીને
- ક્યારે કહે છે: ડભાણથી કેરી લઈને આવેલા બ્રહ્મચારીને મહારાજે બોલાવ્યા પણ નહીં, તેથી ગામમાં જતા બ્રહ્મચારીને એક સુથારણ બાઈ ઓળખી ગઈ ત્યારે.
૩. “તમારી વાતોથી સૌને આનંદ આવે છે.”
- કોણ કહે છે: કમળનયન શાસ્ત્રી અને દ્રાવિડી શાસ્ત્રી
- કોને કહે છે: શાસ્ત્રીજી મહારાજને
- ક્યારે કહે છે: શાસ્ત્રીજી મહારાજ પાસે દ્રાવિડી શાસ્ત્રીને દૈવી શાંતિનો અનુભવ થવાથી તેમને લાગ્યું કે શાસ્ત્રીજી મહારાજને કોઈ મહાસમર્થ ગુરુ મળ્યા હોવા જોઈએ ત્યારે.
પ્ર.૮ નીચે આપેલ વિષય માટે સૂચના મુજબ છ સાચા ક્રમ નંબર તથા તે સાચા ક્રમ નંબરને યથાર્થ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. (કુલ ગુણ : ૬)
નોંધ :-
(૧) ફક્ત સાચા નંબરો : જવાબમાં આપેલ અંક કોઈપણ ક્રમમાં લખેલ હોય પણ તમામ અંક સાચા હોય તો જ સંપૂર્ણ ૩ ગુણ આપવા અન્યથા એક પણ ગુણ ન આપવો.
(૨) યથાર્થ ઘટનાક્રમઃ ઘટનાક્રમ ઉકેલપત્ર પ્રમાણે હોય તો જ સંપૂર્ણ સાચું ગણી ૩ ગુણ આપવા અન્યથા એક પણ ગુણ ન આપવો.
- વિષય: દાદા ખાચરની આકરી કસોટી
સૂચના :
- ફક્ત સાચા નંબરોમાં તમામ છ નંબરો સાચા હશે તો જ ૩ ગુણ મળશે.
- યથાર્થ ઘટનાક્રમ પણ સંપૂર્ણ સાચો હશે તો જ ૩ ગુણ મળશે. અન્યથા એક પણ ગુણ નહીં મળે.
- (૧) ફક્ત સાચા નંબરો: ૨, ૪, ૬, ૮, ૯, ૧૧
- (૨) યથાર્થ ઘટનાક્રમ: ૧૧, ૯, ૮, ૬, ૪, ૨
પ્ર.૯ “કૃષ્ણજી અદાએ શાસ્ત્રીજી મહારાજનો રાખેલો પક્ષ....” - ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
નોંધ : ટૂંકનોંધના મુખ્ય મુદ્દા હાઈલાઈટ કરેલા છે. એટલા મુદ્દાનો સમાવેશ થયેલો હોય તો પૂરા ગુણ આપવા.
રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ જીવણરામ શાસ્ત્રી પાસે ગીતાભાષ્યનો અભ્યાસ કરતા. શાસ્ત્રીજી મહારાજનું અણિશુદ્ધ વર્તન તથા બ્રહ્મજ્ઞાનનો પ્રભાવ જોઈ હરિભક્તો તથા યુવાનો તેમના તરફ ખેંચાયા. તેમની વધતી જતી મહત્તા જોઈ, આ પ્રવૃત્તિ કેટલાક રાગ દ્વેષયુક્ત સંત-હરિભક્તોને ન ગમી. સૌએ તેમનું અપમાન કરવા નિર્ધાર કર્યો. મંદિરમાં રહેવા ન દેવા એવું નિવેદન તૈયાર કર્યું અને આગેવાન સંત-હરિભક્તો પાસે તેમાં સહી કરાવી.
કૃષ્ણજી અદા તથા બીજા હરિભક્તોએ નક્કી કરી રાખ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજનો આ પ્રસંગે દૃઢ પક્ષ રાખવો. આ ખરડામાં ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હિમરાજભાઈની સહી છે તે ખબર પડી. હિમરાજભાઈનું વર્ચસ્વ રાજકોટ સત્સંગ મંડળમાં સારું હતું, પરંતુ હિમરાજભાઈએ ખરડામાં સહી કરી છે તે જાણી કૃષ્ણજી અદાએ પોતાના ગુરુભાઈ અને અત્યંત સ્નેહી હિમરાજભાઈ સાથેનો संबंध સદાને માટે કાપી નાંખ્યો. જીવનભર હિમરાજભાઈનું મોઢું તેમણે જોયું નહીં. કૃષ્ણજી અદા ગરીબ પ્રકૃતિના હોવા છતાં ભગવાનના ભક્તનો પક્ષ રાખવામાં શૂરવીર હતા.
પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)
નોંધ :- અડધા સાચા જવાબના ગુણ આપવા નહિ.
૧. શ્રીજીમહારાજ કયા ધામના પતિ છે ?
- જવાબ: શ્રીજીમહારાજ અક્ષરાધિપતિ (અક્ષરધામના પતિ) છે.
૨. રાઘવ ભક્તે કયા કીર્તનની રચના કરી ?
- જવાબ: “શ્રી સહજાનંદ મહારાજ હરિ, જાશો મા પળ એક વીસરી..” એ કીર્તનની રચના કરી.
૩. અયોધ્યાપ્રસાદજી મહારાજ કયા દેશની ગાદીના આચાર્ય હતા ?
- જવાબ: અયોધ્યાપ્રસાદજી મહારાજ અમદાવાદ દેશની ગાદીના આચાર્ય હતા.
૪. દિનમણિને શ્રીજીમહારાજ સાથે પ્રથમ મેળાપ ક્યાં થયો ?
- જવાબ: દિનમણિને શ્રીજીમહારાજ સાથે પ્રથમ મેળાપ ઊંઝામાં થયો.
પ્ર.૧૧ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૪)
નોંધ :- સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે. અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી : આવા મહાન બ્રહ્મચારીવર્યની પ્રશંસા કરતાં સ્વામીએ 'વાતો'માં કહ્યું છે : “નિત્યાનંદ સ્વામીને અમારી સેવા કરવી એ અંગ.” (ગઢડા મધ્ય પ્રકરણ : ૩૪)
- સાચું વાક્ય: સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી : આવા મહાન સદ્ગુરુવર્યની પ્રશંસા કરતાં મહારાજે વચનામૃતમાં કહ્યું છે : “નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ. (ગઢડા અંત્ય પ્રકરણ : ૨૪)”
૨. ભક્તરાજ લાડુબા : કૃષ્ણને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને જોડાયેલાં રાજબા વૈષ્ણવોની જેમ કૃષ્ણને મનથી વરી ચૂક્યાં હતાં; પરંતુ દાદાખાચરની ઇચ્છા અને આગ્રહને લીધે તેમને વ્યવહારિક સંબંધમાં જોડાવું પડયું હતું
- સાચું વાક્ય: ભક્તરાજ લાડુબા : મહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને જોડાયેલાં લાડુબા ગોપીઓની જેમ પ્રભુને મનથી વરી ચૂક્યાં હતાં; પરંતુ એભલખાચરની ઈચ્છા અને આગ્રહને લીધે તેમને સાંસારિક સંબંધમાં જોડાવું પડયું હતું.
પ્ર.૧૨ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૪)
૧. શ્રીજીમહારાજ અક્ષર ઓરડીમાં પ્રગટ બિરાજે છે તેવી મૂળજી બ્રહ્મચારીને પ્રતીતિ થઈ.
- જવાબ: શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યાના બીજે દિવસે બ્રહ્મચારી અક્ષર ઓરડીમાં દર્શન કરવા ગયા. ત્યાં મહારાજને પોઢેલા જોયા. નિત્ય નિયમ પ્રમાણે જગાડી દાતણ-પાણી કરાવી સ્નાન કરાવ્યું. નિત્ય વિધિ પૂરી કરાવી કે તરત જ મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ રીતે બ્રહ્મચારીને પોતાની દિવ્ય સ્મૃતિ કરાવીને પોતે અક્ષરઓરડીમાં પ્રગટ બિરાજે છે એવી પ્રતીતિ કરાવી.
૨. બાપે મન મનાવ્યું કે ‘આપણો પુત્ર ક્યાં હતો”
- જવાબ: કિશોરને ગોતતો તેનો બાપ મહારાજ પાસે આવ્યો. પુત્રને જોતાં તેને આનંદ થયો અને મહારાજને પુત્રને લઈ જવાની વાત કરી. મહારાજે રજા આપી. પરંતુ કિશોરે ત્યાંથી ખસવાની જ ના પાડી. બાપે તેને છેવટે મારવાની ધમકી આપી પણ તે તૈયાર થયો નહીં. છેવટે બાપે મન મનાવ્યું કે “આપણો પુત્ર ક્યાં હતો.”
(વિભાગ - ૩ : નિબંધ)
પ્ર.૧૩ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર આશરે ૩૦ લીટીમાં નિબંધ લખો. (કુલ ગુણ : ૧૦)
નોંધ : નિબંધ એ મૌલિક વિષય છે, તેમાં આપેલ મુદ્દા ઉપરાંત બીજા ઘણા પાસા આવરી શકાય છે. જેવાં કે મૌલિક્તા, સંપ્રદાય તથા અન્ય સંપ્રદાય વિષયક જ્ઞાન, કથાવાર્તાને આધારે વિષય વસ્તુની વિશેષ છણાવટ, અન્ય આધારભૂત સાહિત્યનો સહારો વગેરે મુદાઓનો સમાવેશ થઈ શકે છે. પરીક્ષાર્થીએ વિષયને અનુરૂપ આ ઉપરાંત પણ બીજા પ્રસંગો લખ્યા હોય તો તે પણ માન્ય રાખી ગુણ આપવાં.
૧. મહેર કરી મારે મંદિર આવ્યા : પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું વિચરણ
ફેબ્રુઆરી મહિનાની કડકડતી ઠંડીના દિવસો હતા. સ્વામીશ્રી ૧૯ દિવસમાં વડોદરા, ભરૂચ અને પંચમહાલ જિલ્લાનાં ૬૭ ગામો ઘૂમી વળેલા. એવા અરસામાં તેઓ ઘરોઘર ઘૂમતાં ઘૂમતાં બપોરે પોણા એક વાગ્યે ઝરડકા પહોંચ્યા હતા. પરંતુ નગરયાત્રા ઘડિયાળના કાંટાને ગાંઠતી ન હોવાથી સ્વામીશ્રીનું આગમન થતાં જ વાજાં વાગવા લાગ્યાં. શોભાયાત્રાથી પરવારેલા સ્વામીશ્રી સાંજે ચાર વાગ્યે સભા કરી ઘરોઘરને પાવન કરવા નીક્યા.
સૌ ગામવાસી પોતાના ખોરડે સ્વામીશ્રીને વધાવવા આતુર હોવાથી એકધારી ૬૦ પધરામણીઓ થઈ. ગાર-માટીનાં આ ઘરોમાં મોટેભાગે નીચા વળી-વળીને જ દાખલ થવું પડતું. છતાં સ્વામીશ્રી સૌ જ્યાં લઈ ગયા ત્યાં બધે ગયા. છેલ્લા ઘેર તો તાળું લાગેલું, તોય તેની ઓસરીમાં જઈ તેઓએ પુષ્પો છાંટ્યાં અને એ ઘરવાસીઓ માટે કલ્યાણનાં દ્વાર ખોલી નાંખ્યાં. આ પધરામણીઓ દરમ્યાન જ સ્વામીશ્રીએ સાથે ચાલતા કાર્યકરોને પૂછ્યું કે ‘અહીં બધા વ્યવસાય શું કરે છે?’
‘બાપા! લગભગ બધા ખેતીવાળા જ છે.’
‘ખેતીમાં શું પાક લે?’
‘કપાસ, મગફળી વગેરે થાય.’
‘મરચાં કરે તો ન થાય?' નવો વિચાર વાવતાં સ્વામીશ્રી બોલ્યા.
‘એ અમે ક્યારેય કર્યા નથી.’
‘કરો. મહારાજ સારું કરશે.' આટલું કહી સ્વામીશ્રી ચાલી નીકળ્યા.
તેઓના આ વચનમાં વિશ્વાસ લાવી સત્સંગીઓએ મરચાંની ખેતી શરૂ કરતાં, એક-એક વીધે આશરે સવા લાખ રૂપિયાની કિંમતનાં મરચાં નીકળ્યાં. તેથી તેઓના દિનમાન સુધરી જતાં કાચા મકાનો પાકાં થયાં. ગામ આખું ‘હિતકારી ભારી સૌ જીવના...' સમા સ્વામીશ્રીનું સદાનું ઋણી બની રહ્યું. મોક્ષની સાથે વ્યવહારને પણ સુધારતા સ્વામીશ્રીને સૌ કેમ ન ઝંખે !
ઝરડકાથી સમી સાંજે નીકળનારા સ્વામીશ્રી સમા થઈને મણિપુર પહોંચવાના હોવાથી, આ માર્ગમાં વચ્ચે આવતા ડેરોલના શંકરભાઈએ પોતાના ઘેર પધારવા નિમંત્રણ આપી દીધું. તે સ્વીકારતાં સ્વામીશ્રીએ તેઓને ગામની ભાગોળે ઊભા રહેવાનું જણાવી દીધું. તેથી આ વડીલ તો સમય થતાં પાદરે આવી રાહ જોવા માંડ્યા. પરંતુ સમયની ખેંચ સર્જાતાં વ્યવસ્થાપકોએ ડેરોલનો કાર્યક્રમ મોકૂફ રાખી સીધા મણિપુર પહોંચી જવાની ગોઠવણ કરી દીધી. આ સમયે સ્વામીશ્રી કંઈ ન બોલ્યા અને કાફલો સમાથી સીધો મણિપુરનું પાટિયું નજરમાં રાખી નીકળી પડ્યો. તે વખતે સ્વામીશ્રીની પ્રતીક્ષામાં ઊભેલા પેલા હરિભક્ત પણ બે કલાક સુધી વાટ જોયા બાદ, 'હવે સ્વામીશ્રી નહીં પધારે' એ વિચાર સાથે ઘરભેગા થઈ ગયેલા. તેથી હવે ડેરોલ મુકામે પધરામણીની શક્યતા શૂન્ય થઈ ચૂકી.
પરંતુ થોડા સમય બાદ ડેરોલનું નાકું આવવાનો વખત થતાં સ્વામીશ્રીની નજર આમતેમ ઘૂમવા લાગી. તે પેલા હરિભક્તને શોધી રહેલી, જે હાલ તો ઘેર પહોંચી ગયેલા. પરંતુ સૌનાં આશ્ચર્ય વચ્ચે ડેરોલ ગામ આવતાં જ જીપ ખોટકાઈ. તેની તાત્કાલિક મરામત કરાવવાની થઈ. રાત્રિનો સમય થઈ ગયો હોવાથી ભાગોળનાં ગેરેજ બંધ હતાં. પરંતુ તપાસ કરતાં એક મિકેનિક હાથ લાગ્યા. ત્યાં ગાડી અને સંઘ પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ કારીગર તો ડેરોલમાં આવવાનું આમંત્રણ આપનારા હરિભક્તના ભત્રીજા છે અને એ હરિભક્તનું ઘર બાજુમાં જ છે !
તેથી ગાડીની મરમ્મત થતી રહી ત્યાં સુધી સ્વામીશ્રી તેઓના ઘેર પધાર્યા. એ ગરીબ હરિભક્તને તો ‘મહેર કરી મારે મંદિર આવ્યા' જેવો ઘાટ થતાં તેઓ ઘેલા ઘેલા થઈ ગયા. સ્વામીશ્રીએ અહીં આરતી-અષ્ટક ગાયાં. જ્યાં ઘડીયે રોકાવાની વાત નહોતી ત્યાં વીસ-ત્રીસ મિનિટનું રોકાણ થઈ ગયું! તે વેળાએ આ ગામનો કાર્યક્રમ રદ કરતી વખતે સ્વામીશ્રીએ સેવેલા મૌનનો મર્મ વ્યવસ્થાપકોએ બરાબર સમજાઈ ગયો. ભક્તોના ભાવ કોઈ પણ રીતે સ્વામીશ્રી પૂરા કરે જ છે – તે રહસ્ય પણ હાથ લાગી ગયું. પૂરપાટ ગતિએ દોડતા વિચરણમાં પણ પોતાનાં કાર્ય-ક્રિયાથી કદી કોઈને તકલીફ ન પડે તેનું ધ્યાન તેઓ હરહંમેશ રાખતા. “પરકું પીડા ના કરે..”ની સ્વામીશ્રીની પ્રકૃતિ પર કદી ધૂળ બાઝી નહોતી.
૨. સમાજ ઘડતરના આગવા શિલ્પી શ્રીહરિ
“બાપુ, મહારાજ દર્શન તો દેશે ને!' 'દેશે જ બેટા! એના માટે તો આપણે આવ્યા છીએ.'
આજ જવું... કાલ જવું.. એમ નક્કી કરતાં બાપ-દીકરો આજે ગઢડા મહારાજનાં દર્શને પહોંચી જ ગયા. જાડી ધડૂસ ચોરણીઓ પહેરી છે. માથે રાતી પાઘડીઓ બાંધી છે. કાંડે ચાંદીનાં કડાં રહી ગયાં છે. હાથમાં ડાંગો રાખી છે. પગમાં ભારેખમ જોડા પહેર્યા છે. કાનમાં સાવ સોનાનાં કોકરવાં ને કડીઓ લટકે છે. શરીરનો વાન સહેજ શામળો છે. પુત્ર વીરાની ઉંમર ૨૦ વર્ષની છે. પિતાનું નામ છે રામભાઈ. તેઓ ખાસ ગઢડે ઠેઠ બાબરિયાવાડ(અમરેલી પંથક)થી દર્શને આવ્યા છે. રામભાઈ ગુણભાવી છે, પરંતુ પુત્ર વીરો શ્રીહરિના સત્સંગથી દૃઢપણે જોડાઈને ઉચ્ચ ધર્મ-નિયમ પાળે છે. સંતોના વિચરણથી આ પંથકમાં સત્સંગ થયો, ત્યારથી કોળી ભક્તોએ લોકોનાં હૃદયમાં સ્વામિનારાયણીય સત્સંગની આગવી છાપ ઉપસાવી હતી. તેની વાત ઇતિહાસમાં આ રીતે નોંધાયેલી મળી આવે છે:
એકવાર એક અંગ્રેજ અમલદાર આ જ બાબરિયાવાડમાં સીમ જોવા નીક્યા. તે વખતે તેણે એક ખેતર જોયું કે જે એકદમ સારી રીતે ખેડાયેલું હતું, વવાયેલું હતું. તેને થયું કે તે કોણ હશે? ત્યારે સાથેના પટેલે કહ્યું કે સાહેબ ! એ જેઠાભાઈ કોળીનું ખેતર છે.
‘બળદ રાખે છે?’
'સા'બ, એના જેવા ગામમાં કોઈને બળદ નથી!”
પછી અમલદારે ઝીણી નજરે જોયું તો બોરડીના ગળાયા નીચે પાણીની માટલી દીઠી. પૂછતાં એ કોળી ભક્ત જેઠાભાઈ બોલ્યાઃ ‘અમારે પાણી પીવા માટે ઢાંકીને ભમલી રાખીએ છીએ, ઉપર કાગડો ન બેસે તે માટે પાલેરુ ઢાંક્યું છે.’
અમલદાર કહે: “લોટકો છેટે કેમ પડ્યો છે?”
“સાહેબ! દિશાએ જવું હોય ત્યારે પાણી લેવું જોઈએ ને! વળી, પાણી પીવાનો તો જુદો જ લોટકો છે.’
સાથેના પટેલે સાહેબને સમજાવ્યું કે સાહેબ ! અમારા ગામમાં આ એક જ ખેડૂત એવો છે, જે સ્વામિનારાયણનો સત્સંગી છે. એકાદશી પાળે છે. અન્ન-વસ્ત્ર અને આબરૂ એનાં જેવાં કોઈને નથી. તે દશમીને રોજ ઉના મંદિરે જાય. એકાદશીનો ઉપવાસ કરે ને ભજન કરે. બારસે પારણાં કરી ઘરે આવે. એવું એને નિયમ છે. સવારે નિત્ય વહેલા ઊઠે. નાહીને પૂજાપાઠ કરે અને તિલક ચાંદલો કરે. ઊજળાં લૂગડાં પહેરે!” આ સાંભળી અમલદારનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એને થયું કે સ્વામિનારાયણે ખરેખર કેટકેટલાનાં જીવન પલટી દીધાં હશે!
વીરો ભક્ત એ પૈકીના હતા. શ્રીહરિને અંતર્યામી જાણીને એમનું ભજન કરતા. વર્તનમાં તેઓ ગામમાં જુદા તરી આવતા. નિયમ-ધર્મ પાકા પાળતા. અણહકનું લેતા નહીં. ગામલોકો એને હૃદયથી વંદતા.
ભગવાન સ્વામિનારાયણ માણકી નચાવતાં લક્ષ્મીવાડીથી પધારી રહ્યા છે. પેંગડું છાંડતાં હરિવરે ધરતી પર ચરણ ધર્યાં અને આ બાપ-દીકરો મહારાજ પાસે પહોંચી ગયા. પાઘડી ઉતારી ધરતીને માથાં ટેકવી બંને મહારાજને પગે લાગ્યા. શ્રીહરિએ બંનેને માથે હાથ મૂક્યા, આશીર્વાદ આપ્યા અને જમાડવા રસોડે મોકલી આપ્યા. સાંજના સભા થઈ. તે વખતે ત્યાં આ બાપ-દીકરો આવ્યા. મહારાજને દંડવત્ કરી પગે લાગ્યા ને સભામાં બેઠા. અંતર્યામી શ્રીહરિએ તેમને નજીક બોલાવ્યા અને વિસ્તારથી વાતો કરી. મહારાજે પૂછ્યું: “તમારું ગામ કયું? નામ શું?”
“મહારાજ! અમે મોલી ગામ રહીએ છીએ. જ્ઞાતિએ કોળી છીએ. તમારા સાધુના સંગે તમારો રંગ લાગ્યો છે.”
શ્રીહરિ કહે, “અમે વન વિચરણ કરતા હતા તે વખતે જૂનાગઢ તરફ જતાં વચ્ચે બાબરિયાવાડથી પસાર થયા ત્યારે ગામ મોલીના પાદરમાં થઈને ગામ ગાંગડે ગયા હતા, તે જ ગામ મોલી કે ?”
વીરો ભક્ત કહે, 'હા મહારાજ! એ જ મોલી.’
પહેલી જ વાર ગઢડે આવેલા આ બાપ-દીકરો શ્રીஹરિના સ્નેહમાં ગરકાવ થઈ ગયા. બાપ કરતાં દીકરાને મહારાજ પ્રત્યે કોઈ પૂર્વનું હેત હોય તેમ લાગતું હતું. મહારાજે તે બંનેને સમાગમ માટે રોક્યા. રોજ શ્રીહરિ વીરા ભક્ત સાથે ગોષ્ઠિ કરતા. સુરા ખાચરે પૂછ્યું, “મહારાજ! આ જુવાનનાં એવાં તે શું પુણ્ય છે કે આપ એના ઉપર આટલું હેત વરસાવો છો!” มહારાજ કહે, “આ વીરા ભગતે જ્યારથી સત્સંગ થયો ત્યારથી અમારો એક પણ નિયમ લોપ્યો નથી.” એમ કહી શ્રીહરિએ સંતસમાગમનો મહિમા કહ્યો અને ત્યાં સભામાં બેઠેલા પરમહંસો તરફ ઇશારો કરી ભક્તોને કહ્યું, 'તમને પણ આ મનુષ્ય દેહે કરીને અમારો યોગ થયો છે તે આવા સંતોના સમાગમથી થયો છે. હવે આ યોગ જતો ન રહે તે માટે સૌ સંતોના સમાગમમાં રહેજો.’ આ સાંભળી સૌ જનો હાથ જોડી બોલ્યા, ‘મહારાજ! આપની આજ્ઞા અમે હંમેશાં યાદ રાખીશું અને સંસારમાંથી વૃત્તિ તોડીને સંતનો સમાગમ કરીશું.”
વીરા ભક્ત પોતે સત્સંગની વૃદ્ધિ થાય એવા આગ્રહવાળા હતા, તેથી તેમણે લગભગ પોતાના સંબંધીઓને સત્સંગ કરાવી દીધો હતો; પણ એમના પિતા રામભાઈ સત્સંગી નહોતા થયા. હોકાના હરેડ બંધાણી હતા; તેથી કાયમ હાથમાં હોકો રાખી ભેંસો ચારતા. તેમદો સ્વભાવ બહુ જ આકરો હતો, વીરા ભક્ત આકરા સ્વભાવના પિતાને શાંત કરવાના ઉપાયો કર્યા કરતા હતા. કોઈ વખતે પ્રકૃતિની ઉગતાને લીધે અણધાર્યો કંકાસ થઈ પડતો. અહીં શ્રીહરિનાં દર્શનથી તેમને અંતરમાં શાંતિ થઈ ગઈ. વ્યસન છૂટી ગયું. શ્રીહરિએ તેમને માથે હાથ મૂકી કહ્યું કે હવે ફરી વ્યસન વળગે નહીં તેનું ધ્યાન રાખજો. તેમણે પણ શ્રીહરિનું વચન માથે ચડાવ્યું.
શ્રીહરિની આજ્ઞાથી બાપ-દીકરો ગઢડે રોકાયા. તે દરમ્યાન એકવાર વાસુદેવનારાયણના ઓરડા ચણાતા હતા તે તૈયાર થઈ ગયા. તેના ઉપર આડસર ચડાવવું બાકી હતું તે ચડાવતા હતા, પણ થોડા માણસોને લીધે આડસર ચડે નહીં. રામભાઈ શૂરવીર ને શરીરે મહાબળવાન હતા. તેમણે આ બધું જોઈ પોતાને ખભે પછેડી આઠવડી નાખી, નિસરણી ઉપર ચડી ગયા. આડસર બરાબર ખભા ઉપર રાખી એક સાથે બળ કરી જોરથી હાકલ મારી કે બધાનું એક બળ થયું ને તરત જ આડસર ગોઠવાઈ ગયું! ત્યાં સ્વયં શ્રીહરિ ઊભા હતા તેઓ રામભાઈ પર ખૂબ રાજી થયા ને ખૂબ આશીર્વાદ આપ્યા. શ્રીહરિની દયાદૃષ્ટિથી રામભાઈની પ્રકૃતિમાં ઘણો ફેરફાર થઈ ગયો, વ્યસન છૂટી ગયું ને પાકા સત્સંગી થઈ ગયા. વીરા ભગતની આ મોટી ઇચ્છા શ્રીહરિએ આજે પૂરી કરી દીધી. તેઓ અંતરથી શ્રીહરિને પ્રાર્થના કરતા હતા તે આજે ફળી.
થોડા દિવસ રોકાઈને બંને બાપ-દીકરાએ મોલી ગામ જવા રજા માંગી. શ્રીહરિને કહ્યું, 'હે મહારાજ! અમે ચાલીએ છીએ. તમે દયા રાખજો ને તમારી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તેવી કૃપા કરજો.' શ્રીહરિ કહે, “વીરા ભગત! જાઓ તમને હંમેશાં દર્શન દેશું.' એમ રાજી થઈને વર દીધો.
મોલી ગામથી તેઓ હવે ટીંબી રહેવા ગયા હતા. જૂનાગઢના જોગી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા શ્રીહરિએ સ્વમુખે કહેલો. તેથી વીરો ભગત અવારનવાર જૂનાગઢ જઈને સ્વામીનો સમાગમ કરતા. વીરા ભક્તને સ્વામીની કૃપાથી જીવનો સત્સંગ થયો. એમને અખંડ મહારાજનાં દર્શન થતાં. શ્રીહરિ સ્વધામ પધાર્યા તો પણ વીરા ભક્તને દર્શન દેતા અને પોતે કોઈ હરિભક્તને અંતકાળે તેડવા જાય ત્યારે પણ વીરા ભગતને કહેતા જાય જે, 'અમે ફલાણા હરિજનને તેડવા જઈએ છીએ.' વળી કોઈ વખત એમ પણ કહેતા કે 'ફલાણા હરિભક્તને બે-ચાર દિવસ પછી ધામમાં તેડી જઈશું.' એમ શ્રીહરિ હંમેશાં તેને દર્શન દેતા ને વાત કરતા. વળી, વીરા ભક્ત ખેતરમાં જે પાકે તેનો ચોખ્ખો દશમો ભાગ જૂનાગઢ મંદિરે અર્પણ કરતા. શ્રીહરિની સર્વોપરિ નિષ્ઠા ધરાવતા આ ભક્તના યોગ-ક્ષેમનું વહન અને ખેતરની રખેવાળી શ્રીહરિ સ્વયં કરતા.
એકવાર ચોર લોકો ચોરી કરવા આવ્યા ત્યારે કોઈ ઘોડેસવારને ખેતરની રખેવાળી કરતાં દીઠો. તેથી પાછા વળી ગયા. ગામમાં વીરા ભક્તને પૂછ્યું: ‘તમે કયા ગામનો રખોપિયો રાખ્યો છે? ખેતરની ભારે દેખરેખ રાખે છે!’ ભગત કહેઃ 'ભાઈ! મેં તો કોઈને રાખેલ નથી. પ્રભુને ભળાવ્યું છે. તે એમને જેમ કરવું હોય તેમ કરે, આપણે કાંઈ ચિંતા કરતા નથી.” ભગતની વાત સાંભળી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને ત્યારથી એ લોકો ભગત તરફ માનની દ્રષ્ટિથી જોવા લાગ્યા.
એક વખત સમઢિયાળા ગામે વ્રજાનંદ સ્વામી મંદિર કરતા હતા. ત્યાં વીરો ભક્ત દર્શને ગયા ને સ્વામીને દંડવત્ કરીને પગે લાગ્યા. ત્યારે સ્વામીએ કહ્યું, 'ભગત! આ ગામમાં નળિયાં નથી મળતાં, માટે ઓણ મંદિર ઉઘાડું રહેશે. તમારે ત્યાં ગામમાં અથવા બીજે નળિયાં મળે તો વેચાતાં લેવાં છે.’ વીરો ભગત કહે, “સ્વામી! મારી સાથે ચારેક બળદગાડાં લઈને સાધુને મોકલો, નળિયાં ભરી દઉં.” પછી ગાડાં જોડાવીને સાધુ સાથે તે ભક્ત પોતાને ગામ ટીંબી ગયા ને પોતાને ફળિયામાં ગાડાં છોડાવ્યાં. પછી વીરા ભગતે પોતાને ખોરડે નિસરણી મંડાવીને સાધુને કહ્યું, “સ્વામી, તમે તથા આ હરિભક્તો ખોરડે ચડી જાઓ ને નળિયાંના ખડુકલા કરીને ઉતારવા માંડો અને ગાડાંમાં ભરો.’ સાધુ કહે, “તમારા ખોરડાંનાં નળિયાં અમારે ન લેવાય.” વીરો ભગત કહે, 'સ્વામી! ઠાકોરજીનું મંદિર ઉઘાડું ન રહેવું જોઈએ. વળી, અમે તો અમારાં ખોરડાં ઉપર પૂળાનું છાજ નાંખી દેશું, જેથી વરસાદનું ટીપું પણ નહીં પડે.”
પછી વીરા ભગતે અતિ આગ્રહ કર્યો, તેથી સંતો-ભક્તોએ તે નળિયાં ઉતારવા માંડ્યાં તે બધાંય ઉતારીને ગાડામાં ભર્યાં. પણ રસોડા ઉપર સાધુએ રહેવા દીધાં. ત્યારે વીરો ભગત કહે, 'તે પણ ઉતારી લીયો ને! શું કરવા રહેવા દીધાં?” સંતો કહે, 'ભગત! ચૂલા માથે ચોમાસામાં ચુવે નહીં એટલા માટે ભલે રહ્યાં.' ત્યારે વીરો કહે, ‘એ ઉપર તો બથરું છાજ નાંખશું (ડબલ પૂળા મૂકીશું)' એમ કહી પોતે ખોરડા ઉપર ચડીને તે નળિયાં પણ ઉતારી દીધાં અને મંદિર માટે આપી દીધાં.
વીરા ભગતનું આવું સમર્પણ જોઈને સાધુ તથા સમઢિયાળાથી આવેલા ગાડાવાળા હરિભક્તો મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને જયારે આ સમાચાર મળ્યા ત્યારે સ્વામી બહુ રાજી થયા ને વખાણ કર્યાં, ‘મંદિર માટે ઘર માથેથી નળિયાં ઉતારી આપે એવા વીરા ભગત જેવા હરિભક્તો બહુ જ થોડા જોવા મળે.” ગુણાતીતાનંદ સ્વામી સંતોને કહેતા કે તમે ગામડે ફરવા જાવ ત્યારે આવા હરિભક્તોનાં ખાસ દર્શન કરજો, તેની વાતો સાંભળજો. ભગવાન સ્વામિનારાયણ અને એમનું ધામ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પકવેલા હરિભક્તોની ગાથાઓ ખૂબ ન્યારી છે. આવા ભક્તો પકવીને ગુજરાતની કાયાપલટ કરવામાં શ્રીજીમહારાજનો ફાળો અમૂલ્ય રહેશે. પથ્થરનો મહિમા વધારનાર શિલ્પી છે. શિલ્પી મૂર્તિ કંડારે છે પછી જ તે પૂજનીય બને છે. સમાજ ઘડતરના એવા આગવા શિલ્પી ભગવાન સ્વામિનારાયણને કોટિ કોટિ વંદન.
૩. તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની પ્રાણપ્રતિષ્ઠા
ગાંધીનગર એટલે ગુજરાત રાજયની રાજધાની. સન ૧૯૭૧થી ગુજરાતની રાજધાની તરીકે અસ્તિત્વ ધરાવતું ગાંધીનગર ગુજરાતનું ગૌરવવંતું શહેર છે. પાટનગરની રાજકીય ગતિવિધિઓની સાથે સાથે આ નગર આધ્યાત્મિકતાનું પણ વિરલ કેન્દ્રસ્થાન બની ગયું છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પે, સન ૧૯૯૨માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ગાંધીનગરમાં રચેલું “સ્વામિનારાયણ અક્ષરધામ' ગુજરાતની આગવી ઓળખ બની ચૂક્યું છે. છેલ્લા ત્રણ દાયકાઓ કરતાં વધુ સમયથી આ અક્ષરધામ લાખો ભક્તો-ભાવિકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વિશ્વભરમાંથી અક્ષરધામના દર્શનાર્થે પધારતા હજારો મુમુક્ષુઓને અહીં શાંતિ, પવિત્રતા અને દિવ્યતાનો સહજ અનુભવ થાય છે.
ગાંધીનગરની હરિયાળી ભૂમિ પર રચાયેલા અક્ષરધામના પરિસરમાં સમયાંતરે નૂતન આયામો ઉમેરાતા જાય છે. વિક્રમ સંવત ૨૦active૮૧ના કાર્તિક શુક્લ દશમી, તા. ૧૧-૧૧-૨૦૨૪ના રોજ આ પરિસરમાં વધુ એક નૂતન મુકુટમણિ સમાન છોગલું ઉમેરાયું. એ આયામ એટલે ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની ૪૯ ફૂટ ઊંચી ખૂબ સુંદર મૂર્તિની સ્થાપના. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે આ ધરા પર ૪૯ વર્ષ સુધી રહીને અસંખ્ય મુમુક્ષુઓને આધ્યાત્મિક સુખ આપ્યું હતું, તેની સ્મૃતિમાં અહીં ૪૯ ફૂટ ઊંચી શ્રી નીલકંઠવર્ણી મહારાજની તપોમૂર્તિ સ્થાપિત કરવાનો અદ્ભુત અવસર યોજાયો હતો.
વળી, આજે યોગાનુયોગ કાર્તિક સુદિ દશમી તિથિનો વિરલ સંયોગ એ હતો કે ભગવાન સ્વામિનારાયણે શ્રી નીલકંઠવર્ણી સ્વરૂપે મુક્તિનાથ(નેપાળ)માં, હિમાલયની અન્નપૂર્ણા પર્વતમાળામાં ચાતુર્માસમાં ૨ મહિના અને ૨૦ દિવસ સુધી તપસ્યા કરી હતી, તેનો આજે પૂર્ણાહુતિ દિન હતો. નીલકંઠવર્ણી મહારાજે જે તપોમુદ્રામાં તપશ્ચર્યા કરી હતી એ જ મુદ્રામાં અત્યારે તેઓની સ્થાપના થઈ રહી હતી. વિશેષ સ્મરણીય બાબત તો એ હતી કે ભારતમાં અત્યાર સુધીની નીલકંઠવર્ણીની ઊંચામાં ઊંચા આ મૂર્તિ સ્થપાઈ રહી હતી. ગત વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અમેરિકાના રોબિન્સવિલ ખાતેના ‘સ્વામિનારાયણ અક્ષરધામ’માં ૪૯ ફૂટ ઊંચી આવી જ મૂર્તિની સ્થાપના કરી હતી. આજદિન સુધીમાં લાખો દર્શનાર્થેઓએ તેનાં દર્શનનો લાભ લીધો છે.
આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ગાંધીનગર સ્થિત અક્ષરધામમાં એ તપોમૂર્તિ નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા થઈ રહી હતી. આ મૂર્તિના નિર્માણમાં સ્વામીશ્રીએ ખૂબ જ ઊંડો રસ લઈને તેના એકેએક અંગનો સુંદર ઓપ અપાવ્યો હતો. આ સર્વાંગ સુંદર મૂર્તિની પ્રતિષ્ઠાનો આજે સૌને અનેરો આનંદ હતો. મૂર્તિપ્રતિષ્ઠાના આ પાવન અવસરે વહેલી સવારે “વિશ્વશાંતિ મહાયાગ” યોજાયો હતો. સવારના ૪:૦૦ વાગ્યાથી હજારો યજમાન હરિભક્તોએ યજ્ઞવિધિનો લાભ પ્રાપ્ત કરીને શ્રી નીલકંઠવર્ણી મહારાજને અંજલિ અર્પી હતી.
યજ્ઞની સમાપ્તિ બાદ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મ-નક્ષત્ર શતભિષામાં શ્રી નીલકંઠવર્ણી મહારાજનો પૂર્વ પ્રતિષ્ઠાવિધિ આરંભાયો. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ સવારના બ્રાહ્મમુહૂર્તમાં વિધિ આરંભ્યો. પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામી, પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી અને પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ શ્રી નીલકંઠવર્ણીના વામ ચરણ સમક્ષ બેસીને અને પૂજય ભક્તિપ્રિયદાસ સ્વામી અને પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ શ્રી નીલકંઠવર્ણીના મુખારવિંદ સન્મુખ ક્રેનમાં બિરાજીને પ્રતિષ્ઠાનો પૂર્વ વિધિ આરંભ્યો. યજમાન હરિભક્તો નીલકંઠવર્ણીની સન્મુખ આસનસ્થ થઈને પૂજનમાં જોડાયા હતા. વિધિને અનુસરતાં સંતોએ પ્રથમ પ્રતિષ્ઠાનો સંકલ્પ અને ત્યારબાદ મૂર્તિનાં વિભિન્ન અંગોમાં ન્યાસવિધિ કર્યો. બાદ સંતો-ભક્તોએ શ્રી નીલકંઠ- વર્ણીના ૧૦૮ નામનો જાપ અને શ્રી સહજાનંદ નામાવલિનો જાપ કર્યો હતો.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૂજન-પ્રતિષ્ઠા માટે પધાર્યા ત્યારે તેઓ પણ ક્રેનમાં બિરાજમાન થઈને શ્રી નીલકંઠવર્ણીની સન્મુખ ઉત્તરાર્ધ વિધિમાં જોડાયા. ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણીવેશે ભારતનાં તીર્થોની યાત્રા કરી હતી, તે પ્રસાદીભૂત ૫૫૫ તીર્થોનાં જળ વડે સ્વામીશ્રીએ પ્રથમ શ્રી નીલકંઠવર્ણી મહારાજનો અભિષેક કરીને પૂજનવિધિનો મંગલ પ્રારંભ કર્યો હતો. બાદ સ્વામીશ્રીએ મૂર્તિના હૃદય પર સ્પર્શ કરીને પ્રાણન્યાસવિધિ કર્યો. સૌએ આ ક્ષણને હર્ષભેર વધાવી. પ્રાણન્યાસ બાદ અક્ષત વડે નીલકંઠવર્ણીને વધાવ્યા. વિવિધ શુભ સંકલ્પોની પરિપૂર્તિ માટેનો વિધિ થયો. ૧૧ વખત ઓમકારનો નાદ કરવામાં આવ્યો. મૂર્તિના કર્ણમાં સ્વામીશ્રીએ ગાયત્રીમંત્રનો જપ કર્યો. ત્યારબાદ શલાકા વડે નેત્રો ઉદ્ઘાટિત કરીને દર્પણમાં મુખદર્શન કરાવ્યું. ભાલે ચંદનનો ચાંદલો કરીને અર્ચા-பூજન કર્યું. સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી નીલકંઠવર્ણી મહારાજ અહીં વિરાજમાન રહીને સૌને દર્શનસુખ આપે તે માટે પ્રાર્થના કરી. પ્રેમપૂર્વક થાળ ધરાવ્યો. ત્યારબાદ સ્વામીશ્રીએ નવચિહ્ન અંકિત શ્રી નીલકંઠવર્ણીના જમણા ચરણનું પૂજન કર્યું હતું.
પરમ પૂજ્ય સ્વામીશ્રી શ્રી નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા કરીને સૌની વચ્ચે પધાર્યા. ત્યારબાદ અહીં સૌના શુભ સંકલ્પોની પરિપૂર્તિ થાય તેવી મંગલ પ્રાર્થનાઓ સાથે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર્યો હતો. સ્વામીશ્રી સહિત સંતો-ભક્તોએ શ્રી નીલકંઠવર્ણી મહારાજની પ્રથમ આરતી ઉતારીને મંત્રપુષ્પાંજલિ સમર્પિત કરી હતી. તે સાથે જ ડ્રોન દ્વારા શ્રી નીલકંઠવર્ણી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પુષ્પાંજલિ બાદ સ્વામીશ્રીએ સમગ્ર પૃથ્વીવાસી મનુષ્યો કોઈ પણ જ્ઞાતિ- જાતિના ભેદભાવ વિના આ મૂર્તિનાં દર્શન કરી શકે તે માટે ઉત્સર્જન સંકલ્પ સાથે આ નીલકંઠ વાટિકાનું સૌના હિત માટે લોકાર્પણ કર્યું હતું. તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજનો પ્રાણ-પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો તેના આનંદને અભિવ્યક્ત કરતાં વરિષ્ઠ સંતોએ કલાત્મક હાર અને અર્ચા-ચાદર અર્પણ કરીને સ્વામીશ્રીને વધાવ્યા હતા.
ત્યારબાદ સ્વામીશ્રી અને વરિષ્ઠ સંતો શ્રી નીલકંઠવર્ણી મહારાજ જે પીઠિકા પર વિરાજમાન છે તે પીઠિકા પર આસનસ્થ થયા. શ્રી નીલકંઠવર્ણી મહારાજની સુંદર મૂર્તિની અહીં ભેટ આપવા બદલ અક્ષરવત્સલદાસ સ્વામીએ સૌ વતી સ્વામીશ્રીનો આભાર માન્યો હતો. મૂર્તિના નિર્માણમાં વિશેષ માર્ગદર્શન આપનાર પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું: “સન ૧૯૭૦માં યોગીજી મહારાજ અહીં ગાંધીનગર પધારેલા અને મંદિરની સામે જે વડલો છે, ત્યાં પધરામણી કરેલી. તે વખતે તેમણે ભવિષ્યમાં મંદિર થાય તેવા આશીર્વાદ આપેલા. પ્રમુખસ્વામી મહારાજે અહીં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પર્વે અક્ષરધામનું નિર્માણ કર્યું. તે વખતે પ્રમુખસ્વામી મહારાજ બોલેલા કે ‘અક્ષરધામમાં જે મહારાજનું સ્વરૂપ છે એ જ સ્વરૂપ અત્યારે અહીંયાં બિરાજમાન છે.' તેમના આશીર્વાદથી ઉત્તરોઉત્તર આ સ્થાનનો વિકાસ થતો ગયો. આવા પવિત્ર સ્થાનમાં તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિ પધરાવવાનો સંકલ્પ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કર્યો. એ સંકલ્પને આધારે નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિની રચના થઈ અને આજના શુભ દિવસે મૂર્તિપ્રતિષ્ઠાવિધિ થયો.” એમ કહીને તેમણે ભગવાન સ્વામિનારાયણે કિશોરવયે કરેલી કઠિન કલ્યાણયાત્રાની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત તેમના તપોમય વિચરણની સ્મૃતિ કરીને તેમણે આજના સમયમાં ‘મહંતજી વ્રત' કરી રહેલાં બી.એ.પી.એસ.નાં હજારો ભાઈઓ-બહેનોને બિરદાવ્યાં અને કહ્યું, ‘‘નીલકંઠવર્ણીએ કૃપા કરીને આપણને આ તપશ્ચર્યાનો મહિમા સમજાવ્યો છે. તેમનું વન-વિચરણ, એમની તપશ્ચર્યા અને તેમણે જે રીતે કષ્ટો સહન કર્યા એની આપણને નિરંતર સ્મૃતિ થાય, એનું દર્શન થાય એટલા માટે આ તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની સ્થાપના અહીંયાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરી છે.”
અંતમાં સૌને આશીર્વચનોથી કૃતાર્થ કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું: “આ ભવ્ય અને સુંદર તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિનાં દર્શન કરીને મન સ્થિર થઈ ગયું! આજે ગાંધીનગરમાં આ ભવ્ય તપોમૂર્તિ બિરાજમાન થઈ છે તો નીલકંઠવર્ણીનો વિચાર કરવો કે કેવા ભગવાન છે!? એમણે બહુ ગજબનું તપ કર્યું. આપણી કલ્પનામાં ન આવે એવી રીતે ૬-૬ મહિના સુધી હિમાલયમાં રહ્યા. એ પણ માત્ર વાયુ ભરખીને! એ તપની કલ્પના થાય એવી નથી! આજનાં આધુનિક સાધનોથી પણ આવું તપ કરી શકાય નહીં. ને તે વખતે ભરખી જાય તેવાં જંગલી પ્રાણીઓની વચ્ચે પણ નિર્ભય થકા શ્રીજીમહારાજે તપ કર્યું. તેઓને શું સ્વાર્થ હતો? તેઓ બધાનું કલ્યાણ કરવા જ નીકળ્યા હતા. આ તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિનાં જે જે દર્શન કરે તેઓના સર્વે સંકલ્પો પૂરા થાય અને બધાને તપ કરવાની પ્રેરણા મળે તે ખાસ પ્રાર્થના. આપણે થોડી થોડી પણ તપની રુચિ વધારવી. આ તપસ્વી મૂર્તિમાંથી આપણે તપ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરવી. આ તપોમૂર્તિ નીલંકઠવર્ણી મહારાજની મૂર્તિની જેમણે સેવા કરી છે અને આજે મહાયજ્ઞમાં ભાગ લીધો છે તે બધા સર્વપ્રકારે સુખી થાય અને તેમના જીવનમાં સત્સંગની દૃઢતા થતી રહે એ જ પ્રાર્થના...”
આમ, સ્વામીશ્રી, વરિષ્ઠ સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં અક્ષરધામ પરિસરમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજ ધામધૂમથી વિરાજમાન થઈ ગયા!


0 comments