સત્સંગ પ્રવેશ- 2 - 13 JULY -2025 PAPER AND SOLUTION

 

વિભાગ - ૧ : કિશોર સત્સંગ પ્રવેશ (કુલ ગુણ : ૩૮)

પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)

૧. “તમે આ ઘીનો ગાડવો લઈને મહારાજ પાસે જાઓ.”

  • કોણ કહે છે ? ____________________

  • કોને કહે છે ? ____________________

  • ક્યારે કહે છે ? ___________________

    (ગુણ : ૩)

૨. “મારો દેહ અડદથી ટકી શકશે.”

  • કોણ કહે છે ? ____________________

  • કોને કહે છે ? ____________________

  • ક્યારે કહે છે ? ___________________

    (ગુણ : ૩)

૩. “આ કંઈ થોડી-ઘણી મૂડી ભેગી થઈ હતી તે અમારાં ચરણોમાં ધરી દીધી.”

  • કોણ કહે છે ? ____________________

  • કોને કહે છે ? ____________________

  • ક્યારે કહે છે ? ___________________

    (ગુણ : ૩)

પ્ર.૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)

૧. શ્રીહરિ જયંતીએ નૈવેદ્યમાં શું ધરાવાય છે ? (ગુણ : ૧)

૨. પ્રગટ ભગવાન અને સત્પુરુષની પ્રાપ્તિ માટે કોના જેવો કેફ રાખવો જોઈએ ? (ગુણ : ૧)

૩. શ્રીજીમહારાજે ઝમકુબાઈને કેવાં લૂગડાં પહેરાવી શું નામ પાડ્યું ? (ગુણ : ૧)

૪. સચ્ચિદાનંદ સ્વામીને કોણે પાણી પાયું ? (ગુણ : ૧)

૫. રાજકુમારે દુકાનમાં શાનું પાટિયું વાંચ્યું ? (ગુણ : ૧)

પ્ર.૩ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)

૧. જિજ્ઞાસુએ 'શ્રોત્રિય' ગુરુ પાસે જ જવું જોઈએ. (ગુણ : ૨)

૨. ઝમકુબાએ રાજ્યના વૈભવ છોડી દેવાનો નિશ્ચય કર્યો. (ગુણ : ૨)

૩. દરિયાદેવને ખાતરી થઈ કે ચારે ભાઈઓ સંપવાળા છે. (ગુણ : ૨)

પ્ર.૪ નીચે આપેલાં કીર્તન / અષ્ટક / શ્લોક વગેરે માંગ્યા મુજબ પૂર્ણ કરો. (કુલ ગુણ : ૮)

૧. ભવદુઃખ ટળે બળે _____________________________________ સુફલ કરી લીજે. (ગુણ : ૨)

૨. નિર્વિકલ્પ ઉત્તમ _____________________________________ ધર્મકુમાર. (ગુણ : ૨)

૩. લોકોત્તરૈ _____________________________________ નમામિ || (ગુણ : ૨)

૪. धर्मेण रहिता _____________________________________ श्रीकृष्णसेवनम् ॥ - ગુજરાતી ભાષાંતર (ગુણ : ૨)

પ્ર.૫ “જાલમસિંહ બાપુ” – ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)


પ્ર.૬ ‘ભગવાને કહ્યું……' – 'સ્વામીની વાત' પૂરી કરી તેનું નિરૂપણ લખો. (કુલ ગુણ : ૫)


વિભાગ - ૨ : શાસ્ત્રીજી મહારાજ (કુલ ગુણ : ૩૭)

પ્ર.૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)

૧. “મંદિરનાં બારણાં ખોલો, નહીં તો હું તોડીને અંદર આવીશ.”

  • કોણ કહે છે ? ____________________

  • કોને કહે છે ? ____________________

  • ક્યારે કહે છે ? ___________________

    (ગુણ : ૩)

૨. “આટલી રાતે એકલા આવ્યા તે બીક ન લાગી ?"

  • કોણ કહે છે ? ____________________

  • કોને કહે છે ? ____________________

  • ક્યારે કહે છે ? ___________________

    (ગુણ : ૩)

૩. "गुणाः पूजास्थानं गुणिषु न ચ લિડ્ગં ન ચ વયઃ।"

  • કોણ કહે છે ? ____________________

  • કોને કહે છે ? ____________________

  • ક્યારે કહે છે ? ___________________

    (ગુણ : ૩)

પ્ર.૮ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)

૧. સમાધાન થયું હોત તો કયાં મંદિરો થઈ ન શકત ? (ગુણ : ૧)

૨. બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજે કોનું પરિવર્તન કર્યું ? (ગુણ : ૧)

૩. સ્વામિનારાયણનો સાચો અર્થ શું છે ? (ગુણ : ૧)

૪. ડુંગરભક્તે કેટલા વર્ષની ઉંમરે કયા ગામમાં એકાદશી કરી ? (ગુણ : ૧)

૫. યજ્ઞપુરુષદાસને બ્રહ્મવિદ્યા કોણે ભણાવી ? (ગુણ : ૧)

પ્ર.૯ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)

૧. રાજકોટના કેટલાક સાધુઓ ભડક્યા. (ગુણ : ૨)

૨. જોગી સ્વામી દેશના સ્વરાજ્ય માટે માળા ફેરવતા. (ગુણ : ૨)

૩. મોટા સદ્ગુરુ સંતોએ ડુંગર ભક્તને દીક્ષા આપવા માટે આચાર્ય મહારાજને વિનંતી કરી. (ગુણ : ૨)

પ્ર.૧૦ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની ($\checkmark$) નિશાની કરો. (કુલ ગુણ : ૬)

(નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.)

૧. સારંગપુર મંદિરની જમીન સ્વામીશ્રીએ કોની કોની પાસેથી લીધી ? (ગુણ : ૨)

  • [ ] (૧) લીમડી દરબાર

  • [ ] (૨) દીવાન ઝવેરભાઈ

  • [ ] (૩) શેરમિયાં

  • [ ] (૪) હરિલાલ અમીન

૨. સારંગપુર મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠામાં સ્વામીશ્રીનો પ્રતાપ (ગુણ : ૨)

  • [ ] (૧) એક લાખ હરિભક્તો જમ્યા

  • [ ] (૨) ગૌશાળામાં પણ શીરો મોકલ્યો.

  • [ ] (૩) આઠ દિવસ સુધી આખું ગામ શીરો જમ્યું.

  • [ ] (૪) દાળ કાંઈ ખૂટશે નહીં.

૩. વડતાલમાં શાસ્ત્રીજી મહારાજે કઈ ઉપાધિ સહન કરી હતી ? (ગુણ : ૨)

  • [ ] (૧) ખીચડીમાં ઝેર

  • [ ] (૨) દૂધમાં ઝેર

  • [ ] (૩) ચૂલામાં ધક્કો

  • [ ] (૪) કૂવામાં ધક્કો

પ્ર.૧૧ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)

૧. શેષનાગને માથે ખીલી

૨. સદ્ગુરુની શોધમાં


પ્ર.૧૨ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલા વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)

(નોંધ ઃ સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.)

૧. સુવર્ણ જયંતી : આશાભાઈ મૂંઝાયા. ઘણી માફી માંગી, પણ ભગતજીએ તો મક્કમતાથી ના જ કહી. છેવટે ભગતજીનો ગોળથી તુલાવિધિ કરવો તેમ નક્કી કર્યું, ત્યારે ભગતજી તુલામાં વિરાજ્યા. (ગુણ : ૨)

જવાબ: _________________________________________________________________

૨. અજાતશત્રુ : હીરાભાઈ આ સાંભળીને સ્વામીશ્રીની નમ્રતા પર નમી પડ્યા અને તેમને માટે ઘોડાગાડી મંગાવી, તેમાં બેસીને જવા વિનંતી કરી. સ્વામીશ્રીએ તેમની ભક્તિ જોઈ વિનંતી સ્વીકારી. (ગુણ : ૨)

જવાબ: _________________________________________________________________

૩. અડસઠ તીરથ ઃ બોચાસણથી સ્વામીશ્રી બોરિયાવી પધાર્યા. સાથે નિર્ગુણ સ્વામી પણ હતા. તેમની ટેવ પ્રમાણે નિર્ગુણ સ્વામી રોજ સવારે વહેલા પાંચ વાગે ઊઠી મધુર રાગે ધૂન ગાય. (ગુણ : ૨)

જવાબ: _________________________________________________________________



વિભાગ – ૧ : કિશોર સત્સંગ પ્રવેશ


(પંદરમી આવૃત્તિ - માર્ચ, ૨૦૨૪)


પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)


નોંધ : - કોણ કહે છે ગુણ, કોને કહે છે ગુણ, ક્યારે કહે છે ગુણ.


૧. “તમે આ ઘીનો ગાડવો લઈને મહારાજ પાસે જાઓ.” (૯/૨૩)


  • કોણ કહે છે ? દેવજીભાઈ (પટેલ) 
  • કોને કહે છે ? પત્નીને (પટલાણી) 
  • ક્યારે કહે છે ? દીકરો ધામમાં ગયો ત્યારે લોક સૌ ખરખરો કરવા આવે એટલે તેમણે પત્નીને કહ્યું. 

૨. “મારો દેહ અડદથી ટકી શકશે.” (૭/૧૧)


  • કોણ કહે છે ? ઉપસ્તિ ઋષિ 
  • કોને કહે છે ? મહાવતને 
  • ક્યારે કહે છે ? ઉપસ્તિ ઋષિને ઘણા દિવસ સુધી ખાવા અન્ન ન મળ્યું. मृत्युनी પળ પાકી ગઈ. છેવટે એક મહાવત પાસે જઈને તેના એઠા અડદ દેહનિર્વાહ માટે થોડા જમ્યા. પછી મહાવતે એઠું પાણી આપ્યું, ત્યારે તે પીવાની ના પાડતાં કહે છે. 

૩. “આ કંઈ થોડી-ઘણી મૂડી ભેગી થઈ હતી. તે અમારાં ચરણોમાં ધરી દીધી.” (૧૫/૩૬)


  • કોણ કહે છે ? મહારાજ 
  • કોને કહે છે ? સભાને (દરબારોને) 
  • ક્યારે કહે છે ? જ્યારે સુરાખાચરે મહારાજને પૂછ્યું : ‘જય શાની બોલાવી’ ત્યારે. 

પ્ર.૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)


નોંધ :- અડધા સાચા જવાબનાં ગુણ આપવા નહિ.


૧. શ્રીહરિ જયંતીએ નૈવેદ્યમાં શું ધરાવાય છે ? (૧૬/૪૪)


  • જ. શ્રીહરિ જયંતીએ નૈવેદ્યમાં કેસરિયો બિરંજ ધરાવાય છે. 

૨. પ્રગટ ભગવાન અને સત્પુરુષની પ્રાપ્તિ માટે કોના જેવો કેફ રાખવો જોઈએ ? (૧৮/૫૫)


  • જ. પ્રગટ ભગવાન અને સત્પુરુષની પ્રાપ્તિ માટે રાણા રાજગર જેવો કેફ રાખવો જોઈએ. 

૩. શ્રીજીમહારાજે ઝમકુબાઈને કેવા લૂગડાં પહેરાવી શું નામ પાડ્યું ? (૧૪/૩૪)


  • જ. શ્રીજીમહારાજે ઝમકુબાઈને ધોળાં કપડાં પહેરાવી માતાજી નામ પાડ્યું. 

૪. સચ્ચિદાનંદ સ્વામીને કોણે પાણી પાયું ? (૨૧/૫૭)


  • જ. સચ્ચિદાનંદ સ્વામીને રતનજી અને મિયાંજીએ પાણી પાયું. 

૫. રાજકુમારે દુકાનમાં શાનું પાટિયું વાંચ્યું ? (૨૪/૧/૬૪)


  • જ. રાજકુમારે દુકાનમાં પાટિયું વાંચ્યું કે “અહીં બુદ્ધિ વેચાય છે.” 

પ્ર.૩ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)


૧. જિજ્ઞાસુએ ‘શ્રોત્રિય' ગુરુ પાસે જ જવું જોઈએ. (૧૦/૨૪)


  • જ. ભાગવત્પુરાણ પણ પરબ્રહ્મ-પરમાત્મામાં સદા મગ્ન રહેતા 'બ્રહ્મનિષ્ઠ' અને શાસ્ત્રના શબ્દમાત્રના અર્થને જાણનારા ‘શ્રોત્રિય’ ગુરુ પાસે જિજ્ઞાસુને જવા આદેશે છે. 

૨. ઝમકુબાએ રાજ્યના વૈભવ છોડી દેવાનો નિશ્ચય કર્યો. (૧/૫૧)


  • જ. મછિયાવના મૂળજી બ્રાહ્મણે ઉદેપુરમાં રાણીવાસમાં બાઈઓને શ્રીજીમહારાજના મહિમાની ખૂબ વાતો કરી. ઝમકુબાએ આ વાતો સાંભળી. તેમનો પતિ રાણો આસુરી જીવ હતો; અભક્ષ્ય વસ્તુઓ ખાતો અને રાણીને પણ ખાવા આગ્રહ કરતો. આ ત્રાસનો અંત લાવવા ઝમકુબાએ રાજ્યના વૈભવ છોડીને પ્રગટ ભગવાન પાસે દોડી જવાનો નિશ્ચય કર્યો. 

૩. દરિયાદેવને ખાતરી થઈ કે ચારે ભાઈઓ સંપવાળા છે. (૮/૨૧)


  • જ. દરિયાદેવ ચારેય ભાઈઓ પાસે વારાફરતી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા. બીજા ભાઈઓની વિરુદ્ધની વાત કરી તો બધેથી એક સરખો જ જવાબ મળ્યો: ‘મારો ભાઈ એવું કદી બોલે જ નહીં.' આથી દરિયાદેવને ખાતરી થઈ કે ચારે ભાઈઓ સંપવાળા છે. 

પ્ર.૪ નીચે આપેલા કીર્તન / અષ્ટક / શ્લોક વગેરે માંગ્યા મુજબ પૂર્ણ કરો. (કુલ ગુણ : ૮)


નોંધ :- કીર્તન / અષ્ટક / શ્લોક અડધા સાચા હોય તો એક () ગુણ આપવો.


૧. ભવદુઃખ ટળે બળે... (૪/૧૬)


  • જ. ભવદુઃખ ટળે બળે સબ દુષ્કૃત, સબવિધિ કારજ સીજે | બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફલ કરી લીજે || 

૨. નિર્વિકલ્પ ઉત્તમ અતિ... (૭/૧૯)


  • જ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ મોહિમેં તવ ભક્તપનો, તામેં કોઈ પ્રકાર, દોષ ન રહે કોઈ જાતકો, સુનિયો ધર્મકુમાર. 

૩. લોકોત્તરૈ ર્ભક્તજનાંશ્ચરિત્રૈ... (૬/૧૮)


  • જ. લોકોત્તરૈ ર્ભક્તજનાંશ્ચરિત્રૈ, રાહ્લાદયન્ત ચ ભુવિ ભ્રમન્તમ્ | યજ્ઞાંશ્ચ તન્વાનમપારસત્ત્વ શ્રી સ્વામિનારાયણમાનમામિ || 

૪. धर्मेણ રહિત... નું ગુજરાતી ભાષાંતર : (૨૨/૬૨)


  • જ. ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભયથકી ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. 

પ્ર.૫ “જાલમસિંહ બાપુ....” (૨૩/૬૨-૬૪) - ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)


નોંધ :- ટૂંકનોંધના મુખ્ય મુદ્દા હાઈલાઈટ કરેલા છે. એટલા મુદ્દાનો સમાવેશ થયેલો હોય તો પૂરા ગુણ આપવા.


  • જ. દેવળિયા ગામના જાલમસિંહ બાપુ એક વખત શ્રીજીમહારાજ સંતમંડળ સાથે તાવી ગામે પધાર્યા. અહીં ગામને પાદર વાળંદ પાસે વતું કરાવવા બેઠા પરંતુ હજામનો હાથ ભારે હોવાથી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, “આમાં તો દેહનું જોખમ છે.” આ જોઈ નજીકમાં ઊભેલા જાલમસિંહ બાપુએ મહારાજને પ્રાર્થના કરી કે “પ્રભુ ! આપ આજ્ઞા કરો તો હું હમણાં જ મારે ગામથી સારો વાળંદ તેડી આવું.' મહારાજે મરજી જણાવી, તેથી બાપુ મારતી ઘોડીએ દેવળિયા ઊપડ્યા. તાવીથી દેવળિયા ત્રણ ગાઉ. મહારાજે વિચાર કર્યો કે 'બાપુને આવતાં વાર થશે, માટે આપણે જ દેવળિયા તરફ જઈએ.’ બરાબર અધવચ્ચે ડોળી તળાવડીએ આવી પીપર નીચે સભા કરી. 
  • આ બાજુ બાપુએ પોતાને ગામ પહોંચી હજામને બોલાવ્યો. અસ્ત્રો સજાવી, બગલમાં થેલો નાખી હજામ તૈયાર થયો. હજામને બાપુએ પોતાની ઘોડી સાથે દોડવાનું કહ્યું. પરંતુ બગલમાં થેલો હોવાથી ઝડપથી દોડાય નહિ અને બાપુને પહોંચવાની ઉતાવળ, પોતાના ઈષ્ટદેવ ને માટે શું ન થાય ? તેથી તેમણે હજામનો થેલો પોતાની બગલમાં નાખ્યો. હજામ હવે ઘોડાનું પેગડું પકડીને બાપુ સાથે સરળતાથી દોડવા લાગ્યો. અડધે રસ્તે મહારાજને સભા કરીને બેઠેલા જોયા એટલે બાપુ ઘોડીએથી ઊતરી મહારાજ પાસે આવીને હાથ જોડીને ઊભા રહ્યા. 
  • એટલામાં પૂર્ણાનંદ સ્વામી પણ ત્યાં આવીને ઊભા રહ્યા. તેઓ ચાલવામાં પાછળ રહી ગયા હતા તેથી મોડા પડ્યા. પણ સભા આખી ભરાઈ ગઈ હતી તેથી પૂર્ણાનંદ સ્વામીને પોતાને માટે બેસવાનું યોગ્ય સ્થાન જડ્યું નહીં. અંતર્યામી પણે આ જોઈ મહારાજે કહ્યું ‘કોઈએ માનને જોયું છે ? આ ગામધણી કે જેને માન ખપે છે, તે બગલમાં વાળંદનો થેલો લઈને, નિર્માની બનીને ઊભા છે, અને આ સંત કે જેને નિર્માનીપણે રહેવાનું હોય તે માન માગે છે.' એમ કહી પૂર્ણાનંદ સ્વામી તરફ આંગળી ચીંધી, પછી મહારાજે પીપરના ઝાડ નીચે બેસી વતું કરાવ્યું. મહારાજે સંતો હરિભક્તો સાથે ડોળી તળાવડીમાં સ્નાન કર્યું અને બાપુના આગ્રહથી દેવળિયા પધાર્યા. 
  • દરબારમાં દાખલ થતાં જ મહારાજે કેશાબાને ચોકમાં ઘઉં પાથરતાં જોયા. મહારાજના પૂછવાથી કેશાબાએ ઘઉંમાં જીવાત પડે છે તે જણાવ્યું તેથી મહારાજે રાજીપો જણાવી આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં અનાજમાં જીવાત નહીં પડે. પછી કેશાબાને ફરી વરદાન આપ્યું કે તમારા દરબારમાં નાના-મોટા કોઈ પણ જીવ દેહ મૂકશે તેને અમે અક્ષરધામમાં લઈ જઈશું. મહારાજનાં આ વરદાનથી જાલમસિંહ બાપુ અને કેશાબા ગળગળાં થઈ ગયાં ને મહારાજનાં ચરણોમાં પડી ગયાં. 

પ્ર.૬ “ભગવાને કહ્યું...” (૨૪/૪/૬૯-૭૦) - સ્વામીની વાત પૂરી કરી તેનું નિરૂપણ લખો. (કુલ ગુણ: ૫)


노ંધ :- સ્વામીની વાત પૂરી લખી હોય તો ગુણ, નિરૂપણના - ગુણ.


  • વાત પૂર્તિ: “ભગવાને કહ્યું છે જે, જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થતો. તે સત્સંગ તે શું જે, મોટા એકાંતિકને હાથ જોડવા અને તે કહે તેમ કરવું એ જ છે.” 
  • નિરૂપણ: ભાગવતના એકાદશ સ્કંધનો આ શ્લોક છે. કલ્યાણનાં અનેક સાધનો - તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાન વગેરે તેનાથી લાંબા કાણે કલ્યાણ થાય. એક ગામમાં બે ભાઈઓ હતા – નાનાભાઈને સંત સમાગમ બહુ ગમે અને મોટાભાઈને જાત્રા વધારે પસંદ. મોટાભાઈનો જાત્રાએ જવાનો આગ્રહ હતો પણ નાનાભાઈનો ઇન્કાર હતો. એક વાર જાત્રાએ જતા મોટાભાઈને નાનાભાઈએ પોતાની તુંબડી જાત્રા કરાવવા માટે આપી. મોટાભાઈ તુંબડીને જાત્રા કરાવે, નદીમાં ઝબોળે, અને ભગવાનનાં ચરણારવિંદને અડાડે. 
  • મોટાભાઈ જાત્રા કરીને ઘેર આવ્યા એટલે નાનાભાઈએ જમવાનું આમંત્રણ આપ્યું અને તુંબડીમાં પાણી પીવા આપ્યું. પાણી ખૂબ કડવું લાગ્યું, તુંબડીની કડવાશ ન ગઈ. ફરી એકવાર નાનાભાઈએ મોટાભાઈને જમવાનું કહ્યું ત્યારે હવે કડવી તુંબડીનું પાણી પીવા મોટાભાઈએ ઇન્કાર કર્યો. નાનાભાઈએ પોતે તે પાણી પીધું, જેથી મોટાભાઈને નવાઈ લાગી. નાનાભાઈએ સમજાવ્યું કે આ તુંબડી જાત્રામાં મીઠી થઈ નહીં પણ તેને એક સંત મળ્યા; સંતે તેનો કડવો ગાળ કાઢી નાખ્યો અને તેને સ્વચ્છ કરી. 
  • તેમ અંતરની કડવાશ જે કામ, ક્રોધ, લોભ વગેરે શત્રુઓ છે તે જાત્રાએ જવાથી નહીં પણ સંત સમાગમથી જ જાય. આ દૃષ્ટાંતનો સિદ્ધાંત છે કે - સત્પુરુષનો સંગ એ જ સત્સંગ. એકાંતિક સંત એ જ મોક્ષદાતા છે – એવો નિશ્ચય કરી લેવો, તેને જ હાથ જોડ્યા કહેવાય અને તેઓ જેમ કહે તેમ મન-કર્મ-વચને કરવું. 

વિભાગ – ૨ : શાસ્ત્રીજી મહારાજ


(અઢારમી આવૃત્તિ - માર્ચ, ૨૦૨૪)


પ્ર.૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)


નોંધ : - કોણ કહે છે ગુણ, કોને કહે છે ગુણ, ક્યારે કહે છે ગુણ.


૧. “મંદિરનાં બારણાં ખોલો, નહીં તો હું તોડીને અંદર આવીશ.” (૨૩/૪૨)


  • કોણ કહે છે ? ફોજદાર 
  • કોને કહે છે ? સાધુઓને 
  • ક્યારે કહે છે ? વડોદરામાં સ્વામીશ્રી કથાવાર્તા કરતા હતા તે બંગલો જ બાળી દેવા માટે સાધુઓ તૈયાર થયા, ત્યારે ઘનશ્યામદાસ વૈદ્ય ફોજદાર અને પોલીસ લઈને આવ્યા ત્યારે. 

૨. “આટલી રાતે એકલા આવ્યા તે બીક ન લાગી ?” (૪/૬)


  • કોણ કહે છે ? પિતાશ્રી 
  • કોને કહે છે ? ડુંગર ભક્તને 
  • ક્યારે કહે છે ? જ્યારે ડુંગર ભક્તને સૂતેલા મૂકી તેમના પિતાશ્રી ખેતરે ગયા હતા. જ્યારે ડુંગર ભક્ત જાગ્યા અને પિતાને ન જોતાં એકલા ખેતરે જાય છે ત્યારે. 

૩. "गुणाः पूजास्थानं गुणिषु ન ચ લિઙ્ગં ન ચ વયઃ।" (૧૬/૨૮)


  • કોણ કહે છે ? રંગાચાર્યે 
  • કોને કહે છે ? મહીધર શાસ્ત્રીને 
  • ક્યારે કહે છે ? જ્યારે મહીધર શાસ્ત્રીનું આહ્વાન કોઈએ ન સ્વીકાર્યું ત્યારે યજ્ઞપુરુષદાસ ઊભા થાય છે. આટલા નાના સાધુને શાસ્ત્રાર્થ માટે આવતા જોઈ મહીધર શાસ્ત્રી હસ્યા ત્યારે. 

પ્ર.૮ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)


નોંધ :- અડધા સાચા જવાબનાં ગુણ આપવા નહિ.


૧. સમાધાન થયું હોત તો કયા મંદિરો થઈ ન શકત ? (૪૩/૭૪)


  • જ. સમાધાન થયું હોત તો અટલાદરા, ગોંડલ અને ગઢડાના મંદિરો થઈ ન શકત. 

૨. બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજે કોનું પરિવર્તન કર્યું ? (૩૨/૫૮)


  • જ. બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજે હીરાભાઈ મુખીનું પરિવર્તન કર્યું. 

૩. સ્વામિનારાયણનો સાચો અર્થ શું છે ? (૪૯/૮૪)


  • જ. સ્વામિ એટલે અક્ષર અને નારાયણ એટલે પુરુષોત્તમ. 

૪. ડુંગરભક્તે કેટલા વર્ષની ઉંમરે કયા ગામમાં એકાદશી કરી ? (૩/૫)


  • જ. ડુંગરભક્તે છ વર્ષની ઉંમરે કરમસદ ગામમાં એકાદશી કરી. 

૫. યજ્ઞપુરુષદાસને બ્રહ્મવિદ્યા કોણે ભણાવી ? (૧૨/૨૪)


  • જ. યજ્ઞપુરુષદાસને બ્રહ્મવિદ્યા ભગતજી મહારાજે ભણાવી. 

પ્ર.૯ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)


૧. રાજકોટના કેટલાક સાધુઓ ભડક્યા. (૧૭/૩૨)


  • જ. રાજકોટમાં યજ્ઞપુરુષદાસજી સત્સંગી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરતા અને સ્વામીશ્રીજીની શુદ્ધ ઉપાસનાની વાતો કરતા. પૂનમ અને એકાદશીએ તેમને જૂનાગઢ જાગા ભક્તનો સમાગમ કરવા મોકલતા અને પોતે પણ ઘણી વખત જૂનાગઢ જતા. તેમની આવી પ્રવૃત્તિથી રાજકોટના કેટલાક સાધુઓ ભડક્યા. 

૨. જોગી સ્વામી દેશના સ્વરાજ્ય માટે માળા ફેરવતા. (૪૬/૭૮)


  • જ. સ્વામીશ્રી અને ગાંધીજીની મુલાકાત સમયે સ્વામીશ્રીએ ગાંધીજીને કહ્યું : “તમારા પ્રયાસથી દેશને સ્વરાજ્ય મળે તે માટે આ જોગી સ્વામી આજથી માળા ફેરવશે; પણ ધર્મ-નિયમ રાખશો તો તમારી ભેળા ભગવાન ભળશે.' માટે જોગી સ્વામી દેશના સ્વરાજ્ય માટે માળા ફેરવતા. 

૩. મોટા સદ્ગુરુ સંતોએ ડુંગર ભક્તને દીક્ષા આપવા માટે આચાર્ય મહારાજને વિનંતી કરી. (૯/૧૮-૧૯)


  • જ. વિજ્ઞાનાનંદ સ્વામીએ આચાર્ય મહારાજને ડુંગર ભક્તને દીક્ષા આપવા વિનંતી કરી. પરંતુ આચાર્ય મહારાજને પણ આવા હોંશિયાર અને બુદ્ધિશાળી સેવકની જરૂર હતી, તેથી તેમણે ના પાડી. વિજ્ઞાનાનંદ સ્વામીને આથી આઘાત લાગ્યો. એટલે કેટલાક મોટા સદ્ગુરુ સંતોએ ડુંગર ભક્તને દીક્ષા આપવા માટે આચાર્ય મહારાજને વિનંતી કરી. 

પ્ર.૧૦ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. (કુલ ગુણ : ૬)


નોંધ :- એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.

  • (૧) ૧, ૩ (૩૭/૬૬) સાચા વિકલ્પો: (૧) લીમડી દરબાર અને (૩) શેરમિયાં 
  • (૨) ૨, ૩ (૪૦/૭૧)  સાચા વિકલ્પો: (૨) ગૌશાળામાં પણ શીરો મોકલ્યો અને (૩) આઠ દિવસ સુધી આખું ગામ શીરો જમ્યું. 
  • (૩) ૧, ૩ (૨૮/૫૦-૫૧) સાચા વિકલ્પો: (૧) ખીચડીમાં ઝેર અને (૩) ચૂલામાં ધક્કો 

પ્ર.૧૧ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)



૧. શેષનાગને માથે ખીલી (૩૫/૬૩-૬૪)


  • જ. બોચાસણમાં દરવાજો કરવા સ્વામીશ્રીને થોડી જમીનની જરૂર હતી. તેની ના પાડવા ગામલોકોએ માથાભારે બેચર કીસાને મોકલ્યો. સ્વામીશ્રીએ બેચર કીસાને સમજાવતાં કહ્યું, “મંદિરના કામ માટે અમારે જમીન જોઈએ છે તે તમારે મંદિરને જમીન આપવી જ જોઈએ.” આમ કહી તેમના સામે નજર ફેંકતા જ બેચર કીસાનું અંતઃકરણ બદલાઈ જતા તેમણે મંદિર માટે જમીન આપી દીધી અને સ્વામીશ્રીએ તરત તેના પર ખૂંટીઓ મરાવી દીધી. 
  • પણ ધનજી મતાદારથી આ સહેવાયું નહીં. તે ખીલી કાઢવા ગયો ત્યારે સ્વામીશ્રીએ મતાદારને કહ્યું, “મતાદાર ! આ ખીલી શેષનાગને માથે છે, માટે કાઢશો નહીં.” તોપણ ધનજી મતાદારે ખૂંટી કાઢી. તે ખૂંટીની અણી લોહી વાળી જોઈ તે ગભરાયો અને તરત જ ખૂંટી મૂકી દીધી. બેચર કીસા સ્વામીનો આ પ્રતાપ જોઈ તેમનાં ચરણમાં નમી પડ્યા અને માફી માંગી. સ્વામીશ્રીએ તેને માફ કર્યો અને હંમેશાં મંદિરના કામમાં સહાય કરવાની આજ્ઞા કરી. આખા ગુજરાતમાંથી મુમુક્ષુઓ હવે બોચાસણમાં આવવા લાગ્યા. વરતાલમાં વિરોધની બીકે જે જ્ઞાન ખૂણે ખૂણે ચર્ચાતું હતું તે હવે ગુજરાતના મધ્યમાં, ચરોતરમાં ગાજવા લાગ્યું. સૌ નિર્ભય બની અક્ષરપુરુષોત્તમની જય બોલાવવા લાગ્યા, વાતો કરવા લાગ્યા, અને મહિમા ગાવા લાગ્યા. 
  • જૂનાગઢના સદ્ગુરુ બાલમુકુંદ સ્વામીએ વરતાલમાં કહ્યું : “અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવીને શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ સંપ્રદાયમાં ઉપાસનાની શુદ્ધિ કરી છે. આજ સુધી સૌ, દેવો અને અવતારોની ઉપાસના કરતા હતા, હવે શ્રીજીમહારાજની તેમના ભક્ત સહિતની શુદ્ધ ઉપાસનાની સ્થાપના થઈ ગઈ છે. આ રીતે ઉપાસના-માર્ગ ચોખ્ખો બન્યો છે.” કૃષ્ણજી અદા કહેતા ઃ “શુદ્ધ જ્ઞાન છડેચોક કહેલું જોવા જવું હોય તો બોચાસણ જાઓ. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસે આખા સંપ્રદાયની ભારે સેવા કરી છે.” 

૨. સદ્ગુરુની શોધમાં (૬/૧૧-૧૩)


  • જ. ડુંગર ભક્તને ઘરમાં રહેવું ગમતું ન હતું. સગાં-સંબંધીઓમાં મન લાગતું ન હતું. સંતોના પ્રસંગથી દૂર રહેવું તેમને આકરું લાગતું હતું. ગૃહત્યાગ કરી સાધુ થવું હતું. પૂનમે વરતાલ જતા બે-ત્રણ દિવસ રોકાઈ જતા. વરતાલ જવાનું વધતું જ ચાલ્યું અને સગાંઓને ચિંતા થવા લાગી કે 'હવે આ ભક્ત ઘર છોડશે કે શું?' ડુંગર ભક્ત સાચા બ્રહ્મદર્શી, વિદ્વાન ગુરુની શોધમાં હતા. તે મળે કે તરત ગૃહત્યાગ કરવાનો તીવ્ર સંકલ્પ હતો. 
  • સંવત ૧૯૩૭માં ચૈત્રી પૂનમના વરતાલ સમૈયામાં આવેલા સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીનું મંડળ ધ્યાન ખેંચે તેવું હતું. તેઓ બાર વર્ષ શ્રીજીમહારાજની સાથે રહી પ્રસન્નતા મેળવી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણે સંપન્ન હતા. તમામ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, વિદ્વાન અને સંગીતજ્ઞ હતા. સ્વામીનાં દર્શન કરી, તેમની વાતો સાંભળી ડુંગર ભક્તને અંતરમાં શાંતિ થઈ ગઈ. તેમને ખાતરી થઈ કે તેમના તમામ સંકલ્પો આ સંતવર્ય પાસે જ સિદ્ધ થશે. તેમણે તરત જ સંકલ્પ કરી લીધો કે વિજ્ઞાનાનંદ સ્વામીને જ ગુરુ કરવા. 
  • તેમની આવી ઉત્કૃષ્ટ મુમુક્ષુતા જોઈ વિજ્ઞાનાનંદ સ્વામીને પણ થયું : ‘આ છોકરો સાધુ થાય તો મારો યોગ્ય વારસ બને.' તેથી તેમણે ડુંગર ભક્તને પૂછ્યું, “છોકરા ! તારે સાધુ થવું છે ?”, “હા”, ડુંગર ભક્તને હૈયે હતું તે હોઠે આવ્યું. ગુરુ - શિષ્યની પ્રેમગાંઠ બંધાઈ ગઈ. બંને એકબીજાને પામી ધન્યતા અનુભવવા લાગ્યા. સમૈયા પછી સ્વામીશ્રીની સાથે જ જવાનો ડુંગર ભક્તે તો સંકલ્પ કરી લીધો, પણ પિતાશ્રી વિઘ્ન કરે એ બીકે તેઓ તે વખતે પિતાશ્રી સાથે મહેળાવ ગયા. સ્વામીશ્રી જે દિવસે સુરત જવાના હતા તે દિવસે પાછા વરતાલ આવ્યા, પણ સ્વામીશ્રીનું સુરત જવાનું એક દિવસ મોડું થયું. તેથી તેમના પિતાશ્રી વરતાલ આવી તેમને ઘેર લઈ ગયા. 

પ્ર.૧૨ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)



નોંધ :- સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે. અન્યથા એક પણ ગુણ નહીં મળે.

૧. સુવર્ણ જયંતી : આશાભાઈ મૂંઝાયા. ઘણી માફી માંગી, પણ ભગતજીએ તો મક્કમતાથી ના જ કહી. છેવટે ભગતજીનો ગોળથી તુલાવિધિ કરવો તેમ નક્કી કર્યું, ત્યારે ભગતજી તુલામાં વિરાજ્યા. (૫૩/૮૯)

  • સાચું વાક્ય: સુવર્ણ જયંતી : સૌ મૂંઝાયા. ઘણી વિનંતી કરી, પણ સ્વામીશ્રીએ તો મક્કમતાથી ના જ કહી. છેવટે સ્વામીશ્રીનો સાકરથી તુલાવિધિ કરવો તેમ નક્કી કર્યું, ત્યારે સ્વામીશ્રી તુલામાં વિરાજ્યા (૫૩/૮૯). 

૨. અજાતશત્રુ : હિરાભાઈ આ સાંભળીને સ્વામીશ્રીની નમ્રતા પર નમી પડ્યા અને તેમને માટે ઘોડાગાડી મંગાવી, તેમાં બેસીને જવા વિનંતી કરી. સ્વામીશ્રીએ તેમની ભક્તિ જોઈ વિનંતી સ્વીકારી. (૩૦/૫૬)

  • સાચું વાક્ય: અજાતશત્રુ : કિશોરભાઈ આ સાંભળીને સ્વામીશ્રીની સાધુતા પર નમી પડ્યા અને તેમને માટે ગાડું મંગાવી, તેમાં બેસીને જવા વિનંતી કરી. સ્વામીશ્રીએ તેમનો પ્રેમ જોઈ વિનંતી સ્વીકારી (૩૦/૫૬). 

૩. અડસઠ તીરથ : બોચાસણથી સ્વામીશ્રી બોરિયાવી પધાર્યા. સાથે નિર્ગુણ સ્વામી પણ હતા. તેમની ટેવ પ્રમાણે નિર્ગુણ સ્વામી રોજ સવારે વહેલા પાંચ વાગે ઊઠી મધુર રાગે ધૂન ગાય. (૪૪/૭૫)

  • સાચું વાક્ય: અડસઠ તીરથ : સારંગપુરથી સ્વામીશ્રી આશી પધાર્યા. સાથે યોગી સ્વામી પણ હતા. તેમની ટેવ પ્રમાણે યોગી સ્વામી રોજ સવારે વહેલા ત્રણ વાગે ઊઠી મધુર રાગે પ્રભાતિયાં ગાય (૪૪/૭૫). 



0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...