સત્સંગ પ્રવેશ- 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION


પ્રવેશ-૧

વિભાગ - ૧ : નીલકંઠ ચરિત્ર

પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)

૧. “વેદમાં કહ્યો એવો ધર્મ પાળજો અને પળાવજો.”

  • કોણ કહે છે?

  • કોને કહે છે?

  • ક્યારે કહે છે?

૨. “જીવ શું છે? ઈશ્વર શું છે? અને માયા શું છે?”

  • કોણ કહે છે?

  • કોને કહે છે?

  • ક્યારે કહે છે?

૩. “મોટા પુરુષ પૃથ્વી પરથી કદી જતા નથી.”

  • કોણ કહે છે?

  • કોને કહે છે?

  • ક્યારે કહે છે?


પ્ર.૨ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ ખરાની નિશાની કરો. (કુલ ગુણ : ૪)

૧. તેલંગી બ્રાહ્મણ

  • રાજા પાસેથી હાથી અને કાળપુરુષ દાનમાં લીધા.

  • યોગ્યતા વિના લોભથી લીધેલા દાનથી વિપરીત અસર થઈ.

  • વણિક પાસેથી હાથી અને કાળપુરુષ દાનમાં લીધા.

  • વણિકો તેની નિંદા અને હાંસી કરવા લાગ્યા.

૨. નીલકંઠવર્ણીએ ગૃહત્યાગ કર્યો

  • આ. સં. ૧૭૪૮

  • વિ. સં. ૧૮૪૮

  • શ્રાવણ સુદ ૧૦

  • અષાઢ સુદ ૧૦


પ્ર.૩ નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. (કુલ ગુણ : ૪)

૧. નીલકંઠવર્ણીએ જૂનાગઢમાં ____________ ની પ્રદક્ષિણા કરી, ____________ કુંડમાં સ્નાન કર્યું.

૨. જયદેવે ____________ દેશના રાજાને સાક્ષાત્ ____________ મળશે તેવું વરદાન આપ્યું.

૩. ____________ ની બાજુમાં ____________ શેઠનો ડેલો હતો.

૪. ____________ ના માર્ગે નીલકંઠવર્ણીને ____________ દિવસે પાણી મળ્યું.


પ્ર.૪ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (કુલ ગુણ : ૫)

૧. મારવાનો શો અધિકાર

૨. રાજા રણજિતસિંહને ઉપદેશ

૩. રઘુનંદનને સજીવન કર્યો


પ્ર.૫ નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)

૧. બાવાજી “હે રામ!” બોલે ત્યારે કોણ હોંકારો દેતા?

૨. નવલખા પર્વત પર કોણ રહેતું હતું?

૩. મુક્તાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીનું નામ શું પાડયું?

૪. નીલકંઠવર્ણી જયરામદાસને શું શીખવતા?

૫. માનસપુરના રાજાનું નામ શું હતું?


પ્ર.૬ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં) (કુલ ગુણ : ૬)

૧. નીલકંઠવર્ણી સાત દિવસ સુધી રોજ અંબાળી પધાર્યા.

૨. જગન્નાથપુરીના રાજાએ નીલકંઠવર્ણીને ગુરુ તરીકે સ્વીકાર્યા.

૩. રામાનંદ સ્વામીએ લાલજી સુથારને ઠપકો આપ્યો.


વિભાગ - ૨ : સત્સંગ વાચનમાળા ભાગ ૧

પ્ર.૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)

૧. “આત્માને લીધે દેહ હાલે છે, ચાલે છે, ક્રિયા કરે છે.”

  • કોણ કહે છે?

  • કોને કહે છે?

  • ક્યારે કહે છે?

૨. “નહીં તો આ તલવારથી તારા ટુકડે ટુકડા થઈ જશે.”

  • કોણ કહે છે?

  • કોને કહે છે?

  • ક્યારે કહે છે?

૩. “મેં એમનાં દર્શન કર્યાં છે. બહુ ચમત્કારી છે.”

  • કોણ કહે છે?

  • કોને કહે છે?

  • ક્યારે કહે છે?


પ્ર.૮ વિષય : નિર્ગુણ સ્વામીની અંતિમ માંદગી (કુલ ગુણ : ૬)

નીચે આપેલા બાર મુદ્દાઓમાંથી સૂચના મુજબ છ સાચા ક્રમ નંબર પસંદ કરો અને તેમને યથાર્થ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો.

૧. હજુ આપણે અમદાવાદ મંદિરમાં આરતી ઉતારવાની છે, માટે હિંમત રાખો.

૨. છેવટે સ્વામીશ્રીની અનુમતિ મળતાં એમને આણંદ લાવવામાં આવ્યા.

૩. જેઠ સુદ ૧૪ના મંગળવારે સવારે ૧૦:૪૫ વાગે નિર્ગુણ સ્વામીએ દેહનો ત્યાગ કર્યો.

૪. “સ્વામીને મારા જય શ્રીકૃષ્ણ કહેશો.”

૫. સ્વામીશ્રી તરફથી કંઈ સમાચાર મળતા ત્યારે એમનું મુખારવિંદ આનંદથી ખીલી ઊઠતું.

૬. “આપણે ગોંડલમાં મળીશું.”

૭. સ્વામીશ્રી અને સત્સંગ સમાજથી દૂર જતાં નિર્ગુણ સ્વામીની સ્થિતિ વધારે ગંભીર બની.

૮. આ સમયે અમદાવાદમાં સ્વામીશ્રીએ પણ એકાએક બીમારી ગ્રહણ કરી હતી.

૯. વધુ તબિયત બગડતાં મુંબઈથી થોડે દૂર નડિયાદ ગામે સારવાર માટે જવાનું નક્કી થયું.

૧૦. “કંઈક અવિનય થયો હોય, આપની આમન્યા બરાબર ન જાળવી શક્યો હોઉં, તો ક્ષમા કરજો.”

૧૧. નડિયાદ જવાને દિવસે સ્વામીશ્રીએ નિર્ગુણ સ્વામીને માથે હાથ મૂક્યો.

૧૨. તેમની પાસે અખંડ ધૂન, કીર્તન, કથાવાંચન શરૂ થયાં.


પ્ર.૯ જોબનને થયેલો વર્ણીનો યોગ પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (કુલ ગુણ : ૫)


પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)

૧. શ્રીજીમહારાજ ઝીણાભાઈની નનામી ઉપાડીને કેટલાં ડગલાં ચાલ્યા?

૨. લાડુદાનજીનાં માતા-પિતાનું નામ શું હતું?

૩. દલપતરામની કાવ્યશક્તિથી પ્રસન્ન થયેલા દેવાનંદ સ્વામી શું કહેતા?

૪. મોટા સ્વામીએ કેટલાં વર્ષ સુધી ત્યાગાશ્રમમાં રહીને સેવા કરી?


પ્ર.૧૧ ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૪)

૧. સ્વામી યજ્ઞપ્રિયદાસજી

“સ્વામીશ્રીનાં દર્શનથી એમના મનમાં શાંતિ થઈ. ભક્તિની પ્રતીતિ આવી અને ભગતજી મહારાજનાં ચરણકમળમાં પ્રયત્નપૂર્વક એમનું મસ્તક ઢળી પડ્યું.”

૨. સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી

“હંમેશાં સ્વામી પાસે સુંદર મુજરા કરતા. સ્વામીની આજ્ઞાનું પાલન થઈ ગયું હતું. તેથી સર્વ પ્રકારે સ્વામીમાં જ જોડાઈ જવાની ઇચ્છા લાગી હતી.”


પ્ર.૧૨ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં) (કુલ ગુણ : ૪)

૧. દરિયાનું તોફાન એકાએક શાંત થઈ ગયું.

૨. શ્રીજીમહારાજને સુધર્મી જ વહાલો છે.


વિભાગ - ૩ : નિબંધ

પ્ર.૧૩ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર આશરે ૩૦ લીટીમાં નિબંધ લખો. (કુલ ગુણ : ૧૦)

૧. સારંગપુરમાં પૂજ્ય મહંત સ્વામીની આધ્યાત્મિક રંગવર્ષા

૨. વ્યક્તિ અને સમાજ જીવનની કરવટ બદલનાર ભગવાન સ્વામિનારાયણ

૩. તીથલ : શાનદાર રજત જયંતી મહોત્સવ



વિભાગ - ૧ : નીલકંઠ ચરિત્ર

પ્ર.૧ કોણ, કોને અને ક્યારે કહે છે?

૧. “વેદમાં કહ્યો એવો ધર્મ પાળજો અને પળાવજો.”

  • કોણ: રામાનંદ સ્વામી
  • કોને: સહજાનંદ સ્વામીને
  • ક્યારે: રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી ત્યારે ઉપદેશ આપતાં કહ્યું.

૨. “જીવ શું છે? ઈશ્વર શું છે? અને માયા શું છે?”

  • કોણ: નીલકંઠ વર્ણી
  • કોને: મુક્તાનંદ સ્વામીને
  • ક્યારે: લોજ આશ્રમમાં આવ્યા ત્યારે પાંચ પ્રશ્નો પૂછ્યા ત્યારે.

૩. “મોટા પુરુષ પૃથ્વી પરથી કદી જતા નથી.”

  • કોણ: સહજાનંદ સ્વામી
  • કોને: સૌને
  • ક્યારે: રામાનંદ સ્વામીના ધામગમન પછી શોકગ્રસ્ત હરિભક્તોને ધીરજ આપતાં.

પ્ર.૫ એક વાક્યમાં જવાબ

૧. બાવાજી “હે રામ!” બોલે ત્યારે નીલકંઠ વર્ણી હોંકારો દેતા.

૨. નવલખા પર્વત પર નવ લાખ યોગીઓ રહેતા હતા.

૩. મુક્તાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીનું નામ સરજુદાસ પાડ્યું.

૪. નીલકંઠવર્ણી જયરામદાસને શાસ્ત્ર ભણાવતા અને યોગ શીખવતા.

૫. માનસપુરના રાજાનું નામ સત્રધર્મા હતું.


પ્ર.૬ વાક્યોનાં કારણો

૧. નીલકંઠવર્ણી સાત દિવસ સુધી રોજ અંબાળી પધાર્યા.

રાજબાઈએ ભાવપૂર્વક દૂધ પાયું અને રોજ પધારવાની પ્રાર્થના કરી. તેમના ભાવથી પ્રસન્ન થઈ વર્ણી સાત દિવસ સુધી રોજ અંબાળી દૂધ પીવા પધારતા.

૨. જગન્નાથપુરીના રાજાએ નીલકંઠવર્ણીને ગુરુ તરીકે સ્વીકાર્યા.

રાજા રોજ દર્શન અને ઉપદેશ સાંભળતા. વર્ણીની અલૌકિક શક્તિ અને આધ્યાત્મિક મહિમા જોઈ તેમણે ગુરુ તરીકે સ્વીકાર્યા.

૩. રામાનંદ સ્વામીએ લાલજી સુથારને ઠપકો આપ્યો.

રામાનંદ સ્વામીએ સૌને લોજમાં નીલકંઠ વર્ણીના દર્શને જવા કહ્યું હતું, પરંતુ લાલજી સુથાર ત્યાં જવાને બદલે સ્વામી પાસે આવ્યા હતા.


વિભાગ - ૨ : સત્સંગ વાચનમાળા ભાગ - ૧

પ્ર.૭ કોણ, કોને અને ક્યારે કહે છે?

૧. “આત્માને લીધે દેહ હાલે છે, ચાલે છે, ક્રિયા કરે છે.”

  • કોણ: બંને બહેનો
  • કોને: લાડુદાનજીને
  • ક્યારે: લાડુદાનજી ગૃહસ્થધર્મની વાતો સમજાવતા હતા ત્યારે.

૨. “નહીં તો આ તલવારથી તારા ટુકડે ટુકડા થઈ જશે.”

  • કોણ: એભલખાચર
  • કોને: જીવુબાને
  • ક્યારે: બાવાને શોધવા જીવુબાના ઓરડામાં ગયા ત્યારે.

૩. “મેં એમનાં દર્શન કર્યાં છે. બહુ ચમત્કારી છે.”

  • કોણ: સુંદરજી
  • કોને: જોબનને
  • ક્યારે: જોબન મહારાજની ઘોડી ચોરવાની વાત કરતો હતો ત્યારે.

પ્ર.૧૦ એક વાક્યમાં જવાબ

૧. ઝીણાભાઈ કમળશી વાંઝાનો ખાટલો લઈને જેટલાં ડગલાં ચાલ્યા હતા તેનાથી બમણાં ડગલાં શ્રીજીમહારાજ ઝીણાભાઈની નનામી ઉપાડીને ચાલ્યા.

૨. લાડુદાનજીના માતાનું નામ લાલુબા અને પિતાનું નામ શંભુદાનજી હતું.

૩. દેવાનંદ સ્વામી કહેતા: “આ તો શ્રીજીમહારાજનો પ્રતાપ છે.”

૪. મોટા સ્વામીએ સત્તર વર્ષ સુધી ત્યાગાશ્રમમાં રહીને સેવા કરી.


પ્ર.૧૨ વાક્યોનાં કારણો

૧. દરિયાનું તોફાન એકાએક શાંત થઈ ગયું.

જેઠાભાઈએ મનોમન ભગતજી મહારાજની સ્તુતિ કરી, સૌને હિંમત આપી અને કીર્તનો બોલાવ્યા, તેથી તોફાન શાંત થઈ ગયું.

૨. શ્રીજીમહારાજને સુધર્મી જ વહાલો છે.

મહારાજની આજ્ઞા મુજબ ધર્મ પાળનાર જ મહારાજને પ્રિય છે. અધર્મથી કરેલી સેવા મહારાજને ગમતી નથી.


વિભાગ - ૩ : નિબંધ

૧. સારંગપુરમાં પૂજ્ય મહંત સ્વામીની આધ્યાત્મિક રંગવર્ષા

  • પુષ્પદોલોત્સવ અને કાર્યકર સુવર્ણ મહોત્સવનો અહેવાલ.

૨. વ્યક્તિ અને સમાજ જીવનની કરવટ બદલનાર ભગવાન સ્વામિનારાયણ

  • લોયા ગામના સાંગા પટેલના હૃદયપરિવર્તનની કથા.

૩. તીથલ : શાનદાર રજત જયંતી મહોત્સવ

  • BAPS તીથલ મંદિરના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલ ૧૧ દિવસીય મહોત્સવ.

0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...