સત્સંગ પ્રારંભ - 13 July -2025, Exam Paper and solution


વિભાગ - ૧ : ઘનશ્યામ ચરિત્ર

પ્ર. ૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)



  1. "ઘનશ્યામ આટલા બધા માણસની રસોઈ જમી ગયા છે.” 
  2. “ના, બ્રહ્મ, જીવ અને જગત એમ બધું સાચું છે.” 
  3. “તુમ ક્યા લેગા ? ઇસકા તો તીનસો રૂપિયા પડેગા.” 

પ્ર. ૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)



  1. અયોધ્યામાં કઈ નદી આવેલી છે ? 
  2. ઘનશ્યામને કેવા ભોજનમાં રુચિ ન હતી ? 
  3. ધર્મપિતા ઘનશ્યામને કયા કયા શાસ્ત્રના ગ્રંથો ભણાવતા ? 
  4. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જન્મ કઈ તારીખે અને કયા વારે થયો હતો ? 

પ્ર. ૩ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૪)



  1. ભાભીનો વિલાપ : ગંગાને કાંઠે તપાસ કરી. જામફળના વનમાં તપાસ કરી. તરગામને પાદર તપાસ કરી. વેણી, માધવ અને પ્રાગના બાગમાં તપાસ કરી. ઘનશ્યામ જ્યાં જ્યાં ફરતા એ બધે સ્થળે તપાસ કરી પણ ઘનશ્યામ ક્યાંય મળ્યા નહીં. 
  2. મહાવતની રક્ષા કરી : ઘોડો જંગલની બહાર આવ્યો એટલે ઘનશ્યામે પોતાનું ત્રીજું સ્વરૂપ અદૃશ્ય કરી દીધું. પછી તો ઘનશ્યામ ઘોડા પર સવાર થઈને છેક મંદિરના આંગણા સુધી આવ્યા. 

પ્ર. ૪ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગના ફક્ત મુખ્ય પાંચ મુદ્દા (વાક્યના સ્વરૂપમાં) લખો. (સળંગ વર્ણન કરવાનું નથી)


(કુલ ગુણ : ૫)


  1. રામચંદ્રરૂપે દર્શન 
  2. કાલિદત્ત મરણને શરણ 

પ્ર. ૫ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૮)




  1. રામદયાળને દર્શન 
    • (૧) ઘૂંટણભર ચાલતા 
    • (૨) તમારા પુત્રનો જન્મ ક્યારે થયો હતો ? 
    • (૩) અઢી માસના જ થયા છે. 
    • (૪) અઢી વર્ષના જ થયા છે. 

  2. ઘનશ્યામને જનોઈ આપી 
    • (૧) હરિકૃષ્ણ ઉપાધ્યાય 
    • (૨) ફાગણ સુદ દશમ 
    • (૩) સં. ૧૮૪૨ 
    • (૪) મંગળવાર 

  3. ઘનશ્યામના ડાબા ચરણમાં આવેલાં ચિહ્ન 
    • (૧) સ્વસ્તિક 
    • (૨) ધનુષ 
    • (૩) કળશ 
    • (૪) અષ્ટકોણ 

  4. વાંદરાઓને મેથીપાક ચખાડયો 
    • (૧) પૂરી અને દહીં જમવા બેઠા 
    • (૨) ઈચ્છારામને મારવાનો વિચાર કર્યો 
    • (૩) જેટલા વાંદરા હતા એટલા ઘનશ્યામનાં સ્વરૂપ 
    • (૪) રામપ્રતાપ લાકડી લઈને આવ્યા. 

પ્ર. ૬ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ)


(કુલ ગુણ : ૬)


  1. ધર્મદેવ રામપ્રતાપ અને ઘનશ્યામને લઈને જંગલમાં ગયા. 
  2. કાન વીંધનારાએ ડરીને ચીસ પાડી. 
  3. ઘનશ્યામે લક્ષ્મીબાઈને પાઠ શીખવવાનું નક્કી કર્યું. 

વિભાગ - ૨ : યોગીજી મહારાજ

પ્ર. ૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)



  1. “ચિંતા ન કરશો, હું ઠાકોરજીની સેવા કરીશ.” 
  2. “सौने नीति, धर्मना संस्कार आप्या. ते खरेखर प्रशंसनीय वात छे.” (સૌને નીતિ, ધર્મના સંસ્કાર આપ્યા. તે ખરેખર પ્રશંસનીય વાત છે.) 
  3. “રોઈ લે તારા ગુણાતીતનું તને છોડાવવા આવશે.” 

પ્ર. ૮ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)



  1. ઠોઠ નિશાળિયાઓ ઝીણાભાઈને ડોળા કાઢીને શું કહેતા ? 
  2. શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીની કેટલા વર્ષની ઉંમરે પ્રમુખપદે નિમણૂક થઈ ? 
  3. યોગીજી મહારાજનો ભક્તિભાવ જોઈને ઠાકોરજી કોના ઘરે થાળ જમ્યા ? 
  4. આફ્રિકાના પ્રથમ પ્રવાસે યોગીજી મહારાજ કયારે ગયા ? 

પ્ર. ૯ નીચે આપેલ વિષય માટે સૂચના મુજબ છ સાચા ક્રમ નંબર તથા તે સાચા ક્રમ નંબરને યથાર્થ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. (કુલ ગુણ : ૬)




  • વિષય : યુવાનોને દીક્ષા 
    1. સત્સંગના પ્રચારમાં એક મહાન ભરતી આવી. 
    2. દર સાત દિવસે ઉપવાસ કરે. 
    3. યોગીજી મહારાજ કહે : “બનાવવા છે. કહો, બનશો ને ?' 
    4. ગાદલા વગર શેતરંજી પર સૂઈ રહે. 
    5. સંવત ૨૦૧૭ના વૈશાખ વદ બારસે ગઢપુર મંદિરનાં શિખરો પર સોનાના કળશોની સ્થાપના થઈ. 
    6. તમારા દ્વારા હજારોને સત્સંગ કરાવવો છે. 
    7. મારે તો તમને બ્રહ્મવિદ્યા ભણાવીને એકાંતિકધર્મ સિદ્ધ કરાવવો છે. 
    8. ઈકોતેર નવયુવાનોને ભાગવતી દીક્ષા આપીને સાધુ બનાવ્યા. 
    9. પછી તો દર વર્ષે કેટલાય ભણેલા યુવાનો દેશમાંથી અને આફ્રિકા, લંડન વગેરે સ્થળેથી આવીને સ્વામીશ્રી પાસે સાધુદીક્ષા લેવા લાગ્યા. 
    10. યોગીજી મહારાજની આજ્ઞાથી યુવકો હૉસ્ટેલમાં સાદાઈભર્યું જીવન જીવતા. 
    11. આ યુવાન સંતમંડળ દેશ-દેશાવરમાં ફરી સંપ્રદાયનો પ્રચાર કરવા લાગ્યું. 
    12. “મારે તમને સાધુ કરીને લોકોની સેવા કરાવવી નથી. 

પ્ર. ૧૦ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈપણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક)


(કુલ ગુણ : ૫)


  1. નિઃસ્પૃહી સંત 
  2. ધ્યાનમગ્ન ઝીણાભાઈ 

પ્ર. ૧૧ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ)


(કુલ ગુણ : ૬)



  1. પૂરીબાએ ઝીણાભાઈને છેલ્લી વાર કંસાર જમાડયો. 
  2. સરકારી ડૉકટર આશ્ચર્યચક્તિ થઈ ગયા. 
  3. સાધુ નારાયણપ્રસાદ સારંગપુર અક્ષરપુરુષોત્તમ મંદિરે આવ્યા. 

પ્ર. ૧૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)



૧. બાળમંડળમાંથી ઘેર જતાં શું કરવું જોઈએ ? ૨. ભાવનગરના દરબાર કોણ હતા ? ૩. સત્સંગી બાળકે સવારે પૂજા કર્યા પછી શું કરવું જોઈએ ? ૪. શ્રીજીમહારાજે પોતાની મૂર્તિ ક્યાં પધરાવી ?

પ્ર. ૧૩ નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. (કુલ ગુણ : ૪)



૧. આત્માનંદ સ્વામીના શિષ્ય ................ સ્વામી અને તેમના શિષ્ય ................ સ્વામી. 

૨. ................ સ્વામી ................ થી પણ ડર્યા નહિ. 

૩. એક સંતે ................ સ્વામીને ઘઉંનો ................ આપ્યો. 

૪. ................ પટેલે શ્રીજીમહારાજના ચરણોમાં ................ રૂપિયાનો ઢગલો કર્યાં.

પ્ર. ૧૪ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની ($\checkmark$) નિશાની કરો. (કુલ ગુણ : ૮)




(નોંધ: એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે છે.)

૧. શાસ્ત્રીજી મહારાજ

  • (૧) જન્મ : મહા સુદ ૬ 
  • (૨) શ્રી વિહારીલાલજી મહારાજે દીક્ષા આપી. 
  • (૩) સાત મંદિરો બાંધ્યાં 
  • (૪) ૧૯ વર્ષે ગૃહત્યાગ 

૨. સ્વામીની વાતો

  • (૧) ગાડું ભરાઈ ગયું. 
  • (૨) સો કામ સુધારી મોક્ષ સુધારવો 
  • (૩) બધાની વસ્તુ ક્યાં ? 
  • (૪) પોતાની વસ્તુ ભૂલી ગયા. 

૩. વજીબા

  • (૧) સુતાર જ્ઞાતિનાં હતાં. 
  • (૨) ભાઈ-બહેનનો અભાવ લેવાય જ નહિ એવી સમજણ 
  • (૩) રામાનંદ સ્વામી થકી સત્સંગી થયાં. 
  • (૪) ગાંજો પીનારાને ઉતારો ન આપતી 

૪. નાથ ભક્ત

  • (૧) સંતોને રસોઈ જમાડતા 
  • (૨) પુત્રનું નામ ભગુજી 
  • (૩) પત્ની ધામમાં ગયાં શોક ન કર્યો. 
  • (૪) દીકરીને સમાધિ થતી. 

પ્ર. ૧૫ નીચે આપેલાં કીર્તન / અષ્ટક / શ્લોકની ખૂટતી કડીઓ પૂરી કરો. (કુલ ગુણ : ૮)



૧. ગળ્યા સાટા ............................................................ સાકર છે ઝાઝી 

૨. આત્મા એટલે ............................................................ પરબ્રહ્મ એટલે સહજાનંદ સ્વામી. 

૩. વિશ્વે વૈદિક ધર્મ ............................................................ ગુરું મુક્તિદમ્ ।। 

૪. શાસ્ત્ર સકળનો ............................................................ જય જય શ્રીહરિ સહજાનંદ

પ્ર. ૧૬ “કેટલાકને મન રમાડે...” - 'સ્વામીની વાત' પૂરી કરી તેનું નિરૂપણ લખો. (પંદરેક લીટીમાં)


(કુલ ગુણ : ૫)


પ્ર. ૧૭ “પ્રાર્થના” – પ્રસંગના ફક્ત મુખ્ય પાંચ મુદ્દા (વાક્યના સ્વરૂપમાં) લખો. (સળંગ વર્ણન કરવાનું નથી)


(કુલ ગુણ : ૫)





વિભાગ - ૧ : ઘનશ્યામ ચરિત્ર - સત્તાવીસમી આવૃત્તિ – નવેમ્બર, ૨૦૧૮

પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)


નોંધ :- કોણ કહે છે ગુણ, કોને કહે છે ગુણ, ક્યારે કહે છે ગુણ.


૧. “ઘનશ્યામ આટલા બધા માણસની રસોઈ જમી ગયા છે.” (૩૬/૬૪-૬૫)

  • કોણ કહે છે? ભક્તિમાતા 
  • કોને કહે છે? ધર્મપિતાને 
  • ક્યારે કહે છે? રામનવમીના પારણાં માટે બનાવેલી તમામ રસોઈ ઘનશ્યામ જમી ગયાં ત્યારે 

૨. “ના, બ્રહ્મ, જીવ અને જગત એમ બધું સાચું છે.’’ (૪૩/૭૬)

  • કોણ કહે છે? દ્વૈતવાદી પંડિતો 
  • કોને કહે છે? અદ્વૈતવાદી પંડિતોને 
  • ક્યારે કહે છે? કાશી ગોમઠમાં આવતા વિદ્વાનોએ ધર્મદેવની મધ્યસ્થીમાં ચર્ચા કરવાનું ગોઠવ્યું ત્યારે. 

૩. “તુમ ક્યા લેગા ? ઈસકા તો તીનસો રૂપિયા પડેગા.” (૨૯/૫૨)

  • કોણ કહે છે? બાવો 
  • કોને કહે છે? ધર્મદેવને 
  • ક્યારે કહે છે? ધર્મદેવે બાવાને કહ્યું : 'અમારા ઘનશ્યામને આ વાઘનું ચામડું જોઈએ છે.” ત્યારે 

પ્ર.ર નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)


નોંધ :- અડધા સાચા જવાબનાં ગુણ આપવા નહિ.


૧. અયોધ્યામાં કઈ નદી આવેલી છે ? (૩૭/૬૭)

  • જ. અયોધ્યામાં સરયૂ નદી આવેલી છે. 

૨. ઘનશ્યામને કેવા ભોજનમાં રુચિ ન હતી ? (૨૨/૩૫)

  • જ. ઘનશ્યામને મિષ્ટ ભોજનમાં રુચિ ન હતી 

૩. ધર્મપિતા ઘનશ્યામને કયા કયા શાસ્ત્રના ગ્રંથો ભણાવતા ? (૪૨/૭૫)

  • જ. ધર્મપિતા ઘનશ્યામને વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્ર, વેદો, ઉપનિષદો, ગીતા, સાંખ્ય, યોગ, વેદાંત વગેરે શાસ્ત્રના ગ્રંથો ભણાવતા 

૪. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જન્મ કઈ તારીખે અને કયા વારે થયો હતો ? (૧/૧)

  • જ. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જન્મ તા. ૩-૪-૧૭૮૧ સોમવારે થયો હતો. 

પ્ર.૩ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૪)


નોંધ :- સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો ગુણ પ્રાપ્ત થશે. અન્યથા એક પણ ગુણ નહીં મળે.


૧. ભાભીનો વિલાપ : ગંગાને કાંઠે તપાસ કરી. જામફળના વનમાં તપાસ કરી. તરગામને પાદર તપાસ કરી. વેણી, માધવ અને પ્રાગનાં બાગમાં તપાસ કરી. ઘનશ્યામ જ્યાં જ્યાં ફરતા એ બધે સ્થળે તપાસ કરી પણ ઘનશ્યામ ક્યાંય મળ્યા નહીં. (૪૭/٨૪)

  • જ. ભાભીનો વિલાપ : સરયુને કાંઠે તપાસ કરી. જાંબુના વનમાં તપાસ કરી. છપૈયાને પાદર તપાસ કરી. વેણી, માધવ અને પ્રાગનાં ખેતરોમાં તપાસ કરી. ઘનશ્યામ જ્યાં જ્યાં રમતા એ બધે સ્થળે તપાસ કરી પણ ઘનશ્યામ ક્યાંય મળ્યા નહીં. (૪૭/٨૪) 

૨. મહાવતની રક્ષા કરી : ઘોડો જંગલની બહાર આવ્યો એટલે ઘનશ્યામે પોતાનું ત્રીજું સ્વરૂપ અદૃશ્ય કરી દીધું. પછી તો ઘનશ્યામ ઘોડા પર સવાર થઈને છેક મંદિરના આંગણા સુધી આવ્યા. (૨૬/૪૬)

  • જ. મહાવતની રક્ષા કરી : હાથી પાણીની બહાર આવ્યો એટલે ઘનશ્યામે પોતાનું બીજું સ્વરૂપ અર્દશ્ય કરી દીધું. પછી તો ઘનશ્યામ હાથી પર સવાર થઈને છેક પોતાના આંગણા સુધી આવ્યા. (૨૬/૪૬) 

પ્ર.૪ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગના ફક્ત મુખ્ય પાંચ મુદ્દા (વાક્યના સ્વરૂપમાં) લખો. (સળંગ વર્ણન કરવાનું નથી) (કુલ ગુણ : ૫)


નોંધ :- પ્રમાણે વાક્ય લખ્યાં હોય તેવું જરૂરી નથી. પરીક્ષાર્થીઓએ પોતાની રીતે મુખ્ય પાંચ વાક્યો લખ્યાં હોય અને પ્રસંગ પૂર્ણ થતો હોય તો ગુણ આપવા .


૧. રામચંદ્રરૂપે દર્શન (૩૩/૫૯-૬૧)


  1. બાળમિત્રો સાથે મીન સરોવરે નાહવા ગયેલા ઘનશ્યામ ઊંડાં પાણીમાં તળિયે જઈને બેસી ગયા. 
  2. બાળમિત્રોએ મંછા ધોબીને વાત કરી. મંછા ધોબીએ ખૂબ તપાસ કરી પણ ઘનશ્યામ ન મળતાં તેમના માતા-પિતાને બોલાવી વાત કરવાનું કહ્યું. 
  3. માતા-પિતા, રામપ્રતાપ, વશરામ અને ગામ લોકો સરોવરને કાંઠે ચિંતા કરવા લાગ્યાં. 
  4. ઘનશ્યામને થયું મારે હવે પાણીની ઉપર આવવું જોઈએ. 
  5. પાણીની ઉપર અધ્ધર ચાલીને આવતાં ઘનશ્યામમાં સૌને રામચંદ્ર ભગવાનનાં દર્શન થયાં. 

૨. કાલિદત્ત મરણને શરણ (૧૧/૧૬-૧૮)


  1. બાળમિત્રો ઘનશ્યામ સાથે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં આવેલી આંબાવાડીમાં રમવા ગયા. 
  2. તે જ સમયે આંબાવાડીમાં આવેલા કાલિદત્ત રાક્ષસે તે સમયે ઘનશ્યામને મારી નાખવાના વિચારથી ઘનશ્યામને પકડવા હાથ લાંબો કરતાં ઘનશ્યામની દૃષ્ટિથી તે બળવા લાગ્યો. 
  3. ગુસ્સે થયેલા કાલિદત્તે વાવાઝોડું અને વરસાદ શરૂ કર્યાં. આંબાના ઝાડ નીચે બેઠેલા ઘનશ્યામને મારવા કાલિદત્તે ઝાડ પાડી નાખ્યું. 
  4. ઘનશ્યામને બચી ગયેલા જોઈ ક્રોધે ભરાયેલા કાલિદત્તે ઘનશ્યામને પકડવા હાથ લંબાવ્યા. 
  5. તે સમયે ઘનશ્યામે તેના તરફ કરડી નજરથી જોતાં કાલિદત્ત વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને મરી ગયો. 

પ્ર.૫ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૮)


નોંધ :- એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ ખરાની નિશાની કરી હશે તો પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.


  • (૧) ૧, ૩ (૩/૫,૬) 
  • (૨) ૧, ૨ (૩૨/૫૧) 
  • (૩) ૨, ૩ (૨૪/૪૨) 
  • (૪) ૧, ૩ (૧૬/૨૪,૨૫) 

પ્ર.૬ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)


૧. ધર્મદેવ રામપ્રતાપ અને ઘનશ્યામને લઈ ને જંગલમાં ગયા. (૩૧/૫૬)

  • જ. ચરવા ગયેલી બધી ગાયો પાછી આવી પણ ગૌરી ગાય પાછી આવી ન હોવાથી તેને શોધવા માટે ધર્મદેવ રામપ્રતાપ અને ઘનશ્યામને લઈને જંગલમાં ગયા. 

૨. કાન વીંધનારાએ ડરીને ચીસ પાડી. (૬/૯)

  • જ. કાન વીંધનારે ઘનશ્યામનો કાન પકડવા હાથ લાંબો કર્યો. ત્યાં તો ઘનશ્યામના આખા શરીરમાંથી તેજ નીકળવા માંડયું. તેથી તેની આંખો તેજથી અંજાઈ જતાં કાન વીંધનારાએ ડરીને ચીસ પાડી. 

૩. ઘનશ્યામે લક્ષ્મીબાઈને પાઠ શીખવવાનું નક્કી કર્યું. (૩૦/૫૪)

  • જ. લક્ષ્મીબાઈએ ભક્તિમાતાને કહ્યું : 'હવે તો ઘનશ્યામ આવે એટલે હાથપગ બાંધીને તમને બતાવું. આખા ગામને બતાવું કે તમારો ઘનશ્યામ ચોર છે કે શાહુકાર.' ત્યારે ઘનશ્યામે લક્ષ્મીબાઈને પાઠ શીખવવાનું નક્કી કર્યું. 

વિભાગ - ૨ ઃ યોગીજી મહારાજ - એકવીસમી આવૃત્તિ, જાન્યુઆરી - ૨૦૨૦

પ્ર.૭ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)


નોંધ : - કોણ કહે છે ગુણ, કોને કહે છે ગુણ, ક્યારે કહે છે ગુણ.


૧. “ચિંતા ન કરશો, હું ઠાકોરજીની સેવા કરીશ.’’ (૬/૭-૮)

  • કોણ કહે છે? ઝીણાભાઈ 
  • કોને કહે છે? મોહનકાકાને 
  • ક્યારે કહે છે? વૃદ્ધ મોહનકાકા વારંવાર માંદા પડી જતાં. ઠાકોરજીની સેવા બરાબર થાય નહીં. તેથી તેમણે ઝીણાભાઈને સેવા કરવા માટે પૂછ્યું ત્યારે 

૨. “સૌને નીતિ, ધર્મના સંસ્કાર આપ્યા તે ખરેખર પ્રશંસનીય વાત છે.” (૩૦/૪૫)

  • કોણ કહે છે? ચિન્મયાનંદ સ્વામી 
  • કોને કહે છે? સભાને 
  • ક્યારે કહે છે? આફ્રિકા અને વિલાયત જઈને ભારત પાછા ફરેલા યોગીજી મહારાજનું મુંબઈ ષન્મુખાનંદ હૉલમાં જાહેર સન્માન કરવામાં આવ્યું. તેમને માનપત્ર અપાયું ત્યારે સભામાં ચિન્મયાનંદ સ્વામીએ કહ્યું. 

૩. “રોઈ લે તારા ગુણાતીતનું તને છોડાવવા આવશે.” (૧૫/૨૧)

  • કોણ કહે છે? દ્વેષી સાધુઓ 
  • કોને કહે છે? સાધુ ભાગવત્સ્વરૂપદાસજીને 
  • ક્યારે કહે છે? કેરિયા ગામમાં કેટલાક દ્વેષી સાધુઓએ શાસ્ત્રીજી મહારાજના સંતો જાણી તેમનાં કપડાં અને પોટલાં ફગાવી, પાણીનાં માટલાં ફોડી સૌથી નાના સાધુ યોગીજી મહારાજને ધક્કો મારી મંદિરમાંથી બહાર કાઢતાં કહે છે. 

પ્ર.૮ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)


નોંધ : અડધા સાચા જવાબનાં ગુણ આપવા નહિ.


૧. ઠોઠ નિશાળિયાઓ ઝીણાભાઈને ડોળા કાઢીને શું કહેતા ? (૪/૫)

  • જ. ‘લખી લો એટલે અમને તમારા જવાબ પાટીમાંથી કહેજો.” 

૨. શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીની કેટલા વર્ષની ઉંમરે પ્રમુખપદે નિમણૂક થઈ ? (૩૩/૫૦)

  • જ. શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે પ્રમુખપદે નિમણૂક થઈ. 

૩. યોગીજી મહારાજનો ભક્તિભાવ જોઈને ઠાકોરજી કોના ઘરે થાળ જમ્યા ? (૧૯/૨૮)

  • જ. યોગીજી મહારાજનો ભક્તિભાવ જોઈને ભાવનગરના જયંતિભાઈના ઘરે ઠાકોરજી થાળ જમ્યા. 

૪. આફ્રિકાના પ્રથમ પ્રવાસે યોગીજી મહારાજ કયારે ગયા ? (૨૯/૪૪)

  • જ. યોગીજી મહારાજ સૌ પ્રથમ સંવત ૨૦૧૨ સન ૧૯૫૫ આફ્રિકાના પ્રવાસે ગયા. 

પ્ર.૯ નીચે આપેલ વિષય માટે સૂચના મુજબ છ સાચા ક્રમ નંબર તથા તે સાચા ક્રમ નંબરને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. (કુલ ગુણ : ૬)


નોંધ :- () ફક્ત સાચા નંબરો : જવાબમાં આપેલ અંક કોઈપણ ક્રમમાં લખેલ હોય પણ તમામ અંક સાચા હોય તો સંપૂર્ણ ગુણ આપવા અન્યથા એક પણ ગુણ આપવો. () યથાર્થ ઘટનાક્રમઃ ઘટનાક્રમ ઉકેલપત્ર પ્રમાણે હોય તો સંપૂર્ણ સાચું ગણી ગુણ આપવા અન્યથા એક પણ ગુણ આપવો.


વિષય : યુવાનોને દીક્ષા (૨૭/૩૮-૩૯)


  • (૧) ફક્ત સાચા નંબરો : ૧, ૩, ૫, ૭, ૯, ૧૧ 
  • (૨) યથાર્થ ઘટનાક્રમ : ૩, ૭, ૫, ૯, ૧, ૧૧ 

પ્ર.૧૦ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)


નોંધ :- ટૂંકનોંધના મુખ્ય મુદ્દા હાઈલાઈટ કરેલા છે. એટલા મુદ્દાનો સમાવેશ થયેલો હોય તો પૂરા ગુણ આપવા.


૧. નિઃસ્પૃહી સંત (૧૪/૧૯-૨૧)


(૧) યોગીજી મહારાજ તદ્દન નિઃસ્પૃહી. સાધુ નાના પણ કાંઈ ઈચ્છા જ નહીં. આખો દિવસ કથા, કીર્તન, મુખપાઠ અને સેવામાં જ મગ્ન. યોગીજી મહારાજ એક વખત ભાવનગર બિરાજે. એક મોટા હરિભક્તને ત્યાં રાજમાર્ગ પર તેમનો ઉતારો હતો. ભાવનગરના મહારાજાને ત્યાં લગ્નનો પ્રસંગ હોવાથી ખૂબ ધામધૂમ સાથે મહારાજા સાહેબનો વરઘોડો નીકળ્યો. రસ્તાની બંને બાજુએ માણસો જોવા ઊભરાયા. બારીએ અને ઝરૂખે સૌ જોવા માટે લટકે. ત્યાં એકાએક એક હરિભક્ત મેડી ઉપર આવ્યા કહે, ‘ચાલો ચાલો, અહીં કેમ બેઠા છો? મહારાજા સાહેબનો વરઘોડો નીકળ્યો છે. જોવા જેવો છે. ચાલો બારીએ, જોવું નથી ?” યોગીજી મહારાજ કહે, “અમારે સાધુને શું? અમારે એવું જોઈને શું કામ છે ? જે વસ્તુને એક વાર ત્યાગી, તેને ફરી હૈયામાં શા માટે પેસવા દેવી !' પેલા હરિભક્ત તો આ નાનકડા સાધુની વૈરાગ્યભાવના જોઈને તેમના ચરણોમાં નમી પડ્યા. (૨) યોગીજી મહારાજની સેવા અને સાધુતાના ગુણોના લીધે જૂનાગઢના સદ્ગુરુ નારાયણદાસ સ્વામીએ ત્રણ વખત કહેવરાવ્યું કે 'જ્ઞાનજી સ્વામી ! જો આપ પાછા આવો, તો છેક જૂનાગઢથી જેતપુર તમારું સામૈયું કરવા આવું, અને વાજતે-ગાજતે તમને અહીં લઈ આવું.” પણ જ્ઞાનજી સ્વામીને શાસ્ત્રીજી મહારાજ સાથે રહીને ઘણાં કાર્યો કરવાનાં હતાં. (૩) રાજકોટમાં તેમની નાની ભૂલ થઈ તો વિજ્ઞાનદાસ સ્વામી ગુસ્સે થયા. તેમણે યોગીજી મહારાજને જમતાં ઉઠાડી મૂક્યા. તે જોઈને હરગોવિંદદાસે યોગીજી મહારાજને પૂછ્યું: 'योगी ! આટલું બધું સહન કેમ કરો છો ? તમને ઘેર નાસી જવાનું મન નથી થતું?' યોગીજી મહારાજે હસતા હસતા કહ્યું : 'ગુરુ ઠપકો આપે તે આપણા સારા માટે જ હોય. શિક્ષા વિના ખટકો ન રહે. શિક્ષાથી આપણી ભૂલ સુધરે.” હરગોવિંદભાઈ તો આ નાના સાધુનાં ચરણોમાં નમી પડ્યા.

૨. ધ્યાનમગ્ન ઝીણાભાઈ (૨/૨-૩)


ધારી ગામને પાદરે ત્રણ નદીઓ ભેગી થાય છે. એ શેત્રુંજી નદીનો ત્રિવેણી સંગમ કહેવાય છે. પુલ નીચે પહોચતાં તે એક ઝરણા જેવી બની જાય. ધારી ગામના લોકો તેને ‘પાતાળિયો ઝરો' કહે છે. આ પાતાળિયા ઝરામાં ઝીણાભાઈ નાહી, ચોખ્ખાં વસ્ત્રો પહેરી પછી પલાંઠી વાળીને ધ્યાન કરવા બેસી જાય ઘણા સમય સુધી ધ્યાનમાં મસ્ત રહે. ધ્યાનમાં શ્રીજીમહારાજની મૂર્તિ જોયા કરે શ્રીજીમહારાજને સંભાર્યા કરે. તપોવન જેવા એકાંતમાં ઝીણાભાઈને ધ્યાન કરતાં જોઈએ તો એમ જ લાગે કે જાણે ધ્રુવજી ધ્યાનમાં બેઠા ન હોય. ક્યારેક ઝીણાભાઈના બાળમિત્રો પણ નાહવા આવે. તેઓ ઝીણાભાઈને ધ્યાનમગ્ન જુએ અને નવાઈ પામે. ઝીણાભાઈ ધ્યાનમાંથી જાગે ત્યારે મિત્રો પૂછતાં : “આ શું કરો છો ?” ઝીણાભાઈ જવાબ આપે : “ભગવાનને સંભારું છું. તમેય મારી સાથે બેસીને ધ્યાન કરો, હું તમનેય ધ્યાન ધરતાં શીખવાડીશ.' નાનપણમાં ઝીણાભાઈ રોજ સવારે ધ્યાન કરે. તેઓ સૌને શીખવાડે છે કે સૌએ સવારે શ્રીજીમહારાજનું સ્મરણ કરી ધ્યાન કરીને પછી જ બીજું કામ કરવું.

પ્ર.૧૧ નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)


૧. પૂરીબાએ ઝીણાભાઈને છેલ્લીવાર કંસાર જમાડયો. (૮/૧૦)

  • જ. ઝીણાભાઈને સાધુ થવાની માતા-પિતાની રજા મળી. ત્યારે માતા પૂરીબાઈએ છેલ્લી વાર કંસાર કરીને ઝીણાભાઈને જમાડ્યા. કપાળમાં ચાંદલો કર્યો. રૂડા આશિષ આપી વિદાય આપી. 

૨. સરકારી ડૉકટર આશ્ચર્યચક્તિ થઈ ગયા. (૨૭/૩૭)

  • જ. યોગીજી મહારાજને ઝેરી નાગ કરડ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમને અક્ષર દેરીમાં સુવડાવીને કહ્યું, 'સ્વામિનારાયણ’ નામના મંત્રની ધૂન કરો. સ્વામિનારાયણ નામથી કાળા નાગનું ઝેર પણ ઊતરી જશે.' બરાબર બાર કલાકે ઝેર ઊતરી ગયું. તે જોઈને સરકારી ડૉકટર આશ્ચર્યચકિત થઈ ગયા. 

૩. સાધુ નારાયણપ્રસાદ સારંગપુર અક્ષરપુરુષોત્તમ મંદિરે આવ્યા. (૧૭/૨૫)

  • જ. ચોમાસાના દિવસો હતા. રાતે બે વાગે સાધુ નારાયણપ્રસાદ બોટાદ સ્ટેશને ઊતર્યા. ઘોડાગાડીવાળાએ કારિયાણી લઈ જવાની ના પાડી. તેથી કાદવ ખૂંદતાં સાધુ નારાયણપ્રસાદ સારંગપુર અક્ષરપુરુષોત્તમ મંદિરે આવ્યા. 

વિભાગ - ૩ : કિશોર સત્સંગ પ્રારંભ, બાવીસમી આવૃત્તિ - માર્ચ, ૨૦૨૪

પ્ર.૧૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)


નોંધ :- અડધા સાચા જવાબના ગુણ આપવા નહિ.


૧. બાળમંડળમાંથી ઘેર જતાં શું કરવું જોઈએ ? (૨૧/૪૯)

  • જ. બાળમંડળમાંથી ઘેર જતાં સૌને “જય સ્વામિનારાયણ' કહીને જ જવું. 

૨. ભાવનગરના દરબાર કોણ હતા ? (૧૦/૨૧)

  • જ. ભાવનગરના દરબાર વજેસિંહ બાપુ હતા. 

૩. સત્સંગી બાળકે સવારે પૂજા કર્યા પછી શું કરવું જોઈએ ? (૧૮/૪૨)

  • જ. સત્સંગી બાળકે સવારે પૂજા કર્યા પછી માતાપિતાને પગે લાગવું જોઈએ. 

૪. શ્રીજીમહારાજે પોતાની મૂર્તિ કયાં પધરાવી ? (૪/૭)

  • જ. શ્રીજીમહારાજે વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ પધરાવી. 

પ્ર.૧૩ નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. (કુલ ગુણ : ૪)


નોંધ : બંને જવાબ સાચા હોય તો ગુણ આપવા.


૧. રામાનંદ, સહજાનંદ (૭/૧૨) ૨. અખંડાનંદ, વાઘ (૮/૧૪-૧૫) ૩. ભૂમાનંદ, પોંક (૧૨/૨૩) ૪. સામત, સાડા ચાર હજાર (૧૧/૨૨)

પ્ર.૧૪ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. (કુલ ગુણ : ૮)


નોંધ :- એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ ખરાની નિશાની કરી હશે તો પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.


૧. ૨ (૧૭/૪૧) ૨. ૧, ૪ (૧૬/૩/૩૬-૩૭) ૩. ૪ (૨૨/૫૦) ૪. ૧, ૩ (૨૦/૪૭-૪৮)

પ્ર.૧૫ નીચે આપેલા કીર્તન / અષ્ટક / શ્લોકની ખૂટતી કડીઓ પૂરી કરો. (કુલ ગુણ : ૮)


નોંધ :- કીર્તન / અષ્ટક / શ્લોક અડધા સાચા હોય તો એક () ગુણ આપવો.


૧. ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધપાક માલપૂઆ કઢી, પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી ...જમો થાળ અથાણાં શાક સુંદર ભાજી, લાવી હું તરત કરી તાજી, દહીં ભાત સાકર છે ઝાઝી.....(૧૨/૨૪)

૨. આત્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી પરમાત્મા એટલે સહજાનંદ સ્વામી. બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી પરબ્રહ્મ એટલે સહજાનંદ સ્વામી. (૨/૩)

૩. વિશ્વે વૈદિક ધર્મ મર્મ મહિમા સત્સંગ વિસ્તારકમ્, વાત્સલ્યે કરુણા અહો જનજને, આકર્ષણમ્ અદ્ભુતમ। દાસત્વ ગુરુભક્તિ નિત્ય ભજનં, સંવાદિતા, સાધુતા નારાયણસ્વરૂપ સ્વામી પ્રમુખ વન્દે ગુરું મુક્તિદમ્. ।

૪. શાસ્ત્ર સકળનો સાર પરમ એ, બ્રહ્મ અને પરબ્રહ્મ : જય જય બ્રહ્મ અને પરબ્રહ્મ.. જય જય ૦ મૂળ અક્ષર એ બ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ; જય જય ગુણાતીતાનંદ... જય જય ૦ પુરુષોત્તમ પરબ્રહ્મ પરાત્પર, શ્રી હરિ સહજાનંદ; જય જય શ્રી હરિ સહજાનંદ (૨૩/૫૩)

પ્ર.૧૬ ‘કેટલાકને મન રમાડે....’ (૧૬/૫/૩૯-૪૧) - ‘સ્વામીની વાત' પૂરી કરી તેનું નિરૂપણ લખો. (પંદરેક લીટીમાં) (કુલ ગુણ : ૫)


નોંધ :- સ્વામીની વાત પૂરી લખી હોય તો ગુણ, નિરૂપણના - ગુણ.


“કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્યે વિચારવા જેવી છે.” આપણો સૌથી મોટો શત્રુ આપણું મન છે. મન આપણને ભક્તિ, સેવા કરવા દેતું નથી. પણ કેટલાક માણસો મનને પણ રમાડે એવા હોય છે. મન કહે તેમ ન કરે. ગઢડામાં એક કોળીનો છોકરો હતો. તેના બાપે ખેતરમાં ચીભડાં વાવ્યાં હતાં. છોકરાએ નક્કી કર્યું કે ચીભડાં પાકે ત્યારે પહેલું ચીભડું મહારાજને ધરાવવું. ચીભડાં પાક્યાં ત્યારે તે ચીભડું લઈ મહારાજ પાસે જતો હતો. પાકા ચીભડાની સુગંધથી તેનું મન લલચાઈ ગયું. તેને થયું કે આવું સરસ ચીભડું તો હું જ ખાઈ જાઉં. પછી વળી મનને મારી આગળ ચાલ્યો. થોડી વારે વિચાર આવ્યો કે 'મહારાજને તો ઘણા માણસો મોટી મોટી ભેટ આપે એમાં મારું ચીભડું કાંઈ પસંદ નહિ પડે, માટે ખાઈ જ જાઉં.’ પણ વળી મનને કહ્યું : 'ના, ના, મહારાજને આપવાનો વિચાર કર્યો તેથી મહારાજને જ આપવું.” આમ, મન સાથે લડાઈ લેતો લેતો દાદાખાચરના દરબારમાં આવી પહોંચ્યો. มહારાજે તેને બોલાવી ચીભડું માગ્યું. પોતે થોડું જમ્યા ને સૌને પ્રસાદી આપી. મનને જીતીને આવ્યો તેથી મહારાજ તે છોકરા પર બહુ રાજી થયા ને તેને દસ શેર સાકર ભેટ આપવા કોઠારીને કહ્યું. તે સભામાં એક વાણિયો બેઠો હતો. તેણે વિચાર કર્યો કે ‘આણે એક ચીભડું મહારાજને આપ્યું તો મહારાજે દસ શેર સાકર આપી, તો હું આખું ગાડું ભરીને ચીભડાં મહારાજને આપું તો મને કેટલી બધી સાકર આપશે ?” બીજે દહાડે તે તો ગાડું ભરીને ચીભડાં લઈ આવ્યો. મહારાજ કહે : “આ ચીભડાં પેલી નદીમાં નાખો, માછલાં ખાઈ જશે.' વાણિયો કહે : 'મહારાજ ! આમ કેમ ? કાલે તો તમે પેલાને એક ચીભડામાં દસ શેર સાકર આપી હતી ને હું તો ગાડું ભરીને લાવ્યો છું.” મહારાજ કહે : “તે તો મન સાથે લડાઈ કરીને મનને જીતીને લાવ્યો હતો, તેથી આપી હતી. ને તમે તો સાકર લેવાના વિચારથી લાવ્યા છો, તેથી ન મળે.' મન સાથે લડાઈ કરીને ભજન કરીએ, મન ખોટું કામ કરવાનું કહે તો તેને ના પાડીએ, તો ભગવાન બહુ રાજી થાય.

પ્ર.૧૭ પ્રાર્થના (૩/૪-૫) - પ્રસંગના ફક્ત મુખ્ય પાંચ મુદ્દા (વાક્યના સ્વરૂપમાં) લખો. (સળંગ વર્ણન કરવાનું નથી) (કુલ ગુણ : ૫)


નોંધ :- પ્રમાણે વાક્ય લખ્યાં હોય તેવું જરૂરી નથી. પરીક્ષાર્થીઓએ પોતાની રીતે મુખ્ય પાંચ વાક્યો લખ્યાં હોય અને પ્રસંગ પૂર્ણ થતો હોય તો ગુણ આપવા .


૧. સહજાનંદ સ્વામી ભગવાન આપણા પિતા તેમની પાસે આપણે અંતરથી જે માગણી કરીએ તે માગણી એ જ પ્રાર્થના. ૨. હે સહજાનંદ સ્વામી ! તમે સદા જયકારી, અક્ષરધામના માલિક, પુરુષોમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ, બ્રહ્મથી પર પરબ્રહ્મ ભક્તોના જન્મ-મરણનાં દુઃખને તમે દૂર કરો છો. ૩. હે સહજાનંદ સ્વામી ! તમે આ પૃથ્વી ઉપર હંમેશા વિચરો છો માટે મને દર્શન આપો, અમે તમારું નામ જપીએ છીએ, તમારી મૂર્તિ હંમેશાં હૃદયમાં ધારીએ છીએ. ૪. હે સહજાનંદ સ્વામી ! તમે અમને સારી બુદ્ધિ, સારા ગુણો આપી, તમારો અભય હાથ અમારા મસ્તક પર મૂકો જેથી અમારી બીક, ભય અને વિધ્નો ટળી જાય. ૫. અમે અમારા guru શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજના ગુણ ગાઈ તમારાં ચરણોમાં મસ્તક નમાવીએ છીએ, માટે અમને આશીર્વાદ આપો જેથી અમે સુખી થઈએ.






0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...