શાસ્ત્રીજી મહારાજ કોણ બોલે છે કોને કહે છે?
૨.
- આ તો પૂર્વજન્મનો બહુ સંસ્કારી ભકત છે અને આગળ જતાં સંસાર છોડી,ત્યાગી થઇ,તમારા કુળનું કલ્યાણ કરશે.’
- ગયા વર્ષે જ શુકમુનિ સ્વામી પાસે ધરાવ્યા છે.’
- શુક સ્વામી તો મહારાજ નો જમણો હાથ કહેવાય.માટે શુક સ્વામીએ વર્તમાન ધરાવ્યા તે તો શ્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા કહેવાય.’
- આ તમારો ભાઇ તો સાધુ થઇને શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રર્વતાવશે અને કથાવાર્તા કરી ,સંપ્રદાયને ઉતેજન આપી,વૃધ્ધિ કરશે.’
૩ .
- મે શાસ્ત્રમાંથી સાંભળ્યુ છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું તે માંસ ખાધા બરાબર છે.માટે હું નહી જમું.’
૪ .
- ભાઇ આટલી રાતે તમને એકલા આવ્યા તે બીક ના લાગી?’
- તમે કહયું હતું ને કે જે સ્વામિનારાયણ,સ્વામિનારાયણ’ નામ લેતાં ચાલે છે તેની ભેળા મહારાજ પણ ચાલે છે અને તેની રક્ષા કરે છે.એટલે હું તો મહારાજને ભેળા લઇને આવ્યો છું.ભૂત આવ્યું હોત તો આ લાકડી મારીને નસાડી મૂકત.’
- તેમણા પિતાશ્રીએ આશ્ચર્ય પામીને પૂછયું ત્યારે
- ભગવાનની વાતો કરો તો ગડિયાં વાળું.’
- ડુંગર ! મારે ત્યાં રહીશ? હું તને પેટલાદની અંગ્રેજી નિશાળમાં ભણાવીશ,અંગ્રેજ રાજયનો મોટો અમલદાર બનાવીશ.’
- ભણી ભણીને નોકરી કરી પરતંત્ર જ રહેવાનું હોય તો તે ભણતર મારે નથી જોઇતું.હું તો સાધુ થઇને વિદ્વાન થઇશ અને ધણાને બ્રહ્મવિધા ભણાવીશ.’
૬.
- છોકરા તારે સાધુ થવું છે?’
૭.
- તમારા સાધુ મારા છોકરાને બગાડે છે.’
- શું સાધુને જેલ કરાવવી છે ? હવે સાધુ થવા આવશો નહિ.’
- સુરત સ્વામી પાસે શું શીખ્યા તે બતાવો.’
- આ પ્રમાણે માળા ફેરવતાં શીખો.’
- પાર્ષદ થઇને મારી પાસે રહેજો.’
- મહારાજ મારે તો સુરત જવું છે અને સ્વામીની સેવામાં રહેવું છે.’
- તમે તો ભગવાન ભજવા અને ભજાવવા આવ્યા છો.આ ધર કે સંસારમાં કોઇ દિવસ રહી નહીં શકો,પણ અમારા પર સદા દ્રષ્ટિ રાખજો.’
૮.
- મને તો વિજ્ઞાનાનંદ સ્વામીની સેવા માટે રજા મળી છે,તેથી હું તો તેમની પાસે જ રહીશ.’
- મારી સાથે રહો.મારે તમારી પાસેથી ધણું કામ લેવાનું છે.’
- ફરી કેમ આવ્યા?’
- તમે રજા લઇને આવ્યા છો તેથી મહારાજ રહેવા દેશે.તમે ચિંતા કરશો નહિ.’
- તમારે આટલો બધો પરિશ્રમ ન કરવો.આવી ઠંડીમાં વહેલા ન નહાવું.થોડું મોડું નહાવું.’
૯.
- હજું તેમને પાર્ષદ તરીકે બાર મહિના પુરા થયા નથી,તેથી દીક્ષા આપવાની ઉતાવળ કરવી નથી.’
- ગયા વર્ષે અધિકમાસ હતો,તેથી બાર મહિના પૂરા થાય છે.’
- વિજ્ઞાનાનંદ સ્વામી જેવા શ્રીજી મહારાજના મળેલા સંત દુખાય તે ઠીક નહી,તેથી ડુંગર ભકતને દીક્ષા આપો.’
- આ સાધુ મહાન ઈશ્વરાવતાર યોગીન્દ્ર પુરૂષ છે અને મહાસમર્થ સંત થશે.’
૧૦.
- સાધુરામ ! જીવપ્રાણીમાત્ર ને બે લોચન હોય છે, વિદ્વાનને ત્રણ લોચન હોય છે,ધર્મવાળાને સાત લોચન હોય છે અને જ્ઞાનીને અનંત લોચન હોય છે.તેથી હું તો આંગળીઓએ દેખું છું,બરડે દેખું છું,એમ બધે દેખું છું.’
૧૧.
- વચનામૃતમાં તો શ્રીજી મહારાજે નરનારાયણ ધ્વારા અવતાર થયો તેમ લખ્યું છે અને આ સાધુઓ તો શ્રીજી મહારાજને સર્વોપરી કહે છે તો સાચુ શુ?
- શ્રીજી મહારાજના મુખે મેં ગઢડામાં સાંભળ્યું છે કે તેઓ સર્વોપરી ભગવાન છે.માટે તુ પણ શ્રીજી મહારાજને સર્વોપરી સમજ.’
- તમારે તેમની સાથે હેત થયું છે તો પૂરૂ કરજો અને તેમનો સમાગમ કરી લેજો.’
- કાં તો ભગતજીને રાખો અને કાં તો અમને રાખો.’
- પ્રાગજીભકતની કથા સાંભળે છે ત્યારે તેમણે ઇર્ષ્યા થતા ફરિયાદ કરતાં
૧૨.
- એ તો મારો કોડિલો લાલ છે,એ તો બેસશે એનો તમારે વાદ લેવો નહિ.’
- તમે બધાને ઉઠાડો છો,યજ્ઞપુરૂષદાસજીને કેમ ઉઠાડતા નથી?’
- તમે સત્સંગનો વ્યવહાર સમજો નહિ.વિજ્ઞાનાના્રંદ સ્વામીનું મંડળ ચલાવનારને ચરણાવિંદ જોઇએ અને ચરણાંવિંદ હોય તો જ સાધુ તેમની પાસે રહે.’
૧૩.
- આ પ્રાગજી ભકત સારૂ આટલો દાખડો કર્યો ?’
- આ તમારા સાધુઓ બહું છકયા છે,તમારો જ રાતદિવસ મહિમા કહે કે છે કે અક્ષરધામની કૂચીં ભગતજીના હાથમાં છે,મોક્ષનું ધ્વાર તમે જ છો,એમ વરતાલમાં ઠેર ઠેર,ઝાડવે-ઝાડવે તમારું જ ભજન થાય છે’આ ઠીક નથી.’
- હું તેમને સમજાવીશ.’
- એ નાના છે માટે હું બીજાને ઠપકો આપીશ.’
- એ તો કાંપિયું વ્યાજ કાઢનારા છે.એ ફરી કેમ આવે?’
૧૫.
- વાહ,વાહ યજ્ઞપુુરૂષ! તે તો આજે વાતો કરીને અંતર ઠારી દીધું ! આવી વાતો મારી આટલી વૃદ્વ ઉંંમરમાં હજુ સુધી મેં સાંભળી નથી. આજે તો યજ્ઞપુુરૂષદાસ! તમે તો હદ વાળી દીધી અને અમારી સૌની હઠ,માન અને ઇર્ષ્યાની ગ્રંથીઓ ઓગાળી દીધી.’
૧૭.
- તમારા છોકરા મંદિરમાં સેવા કરે,સૂઇ રહે,કથાવાર્તા સાંભળે,નકોરડા ઉપવાસ કરે,તે બગડયા કહેવાય કે સુધર્યા?આવું વિચાર્યા વગર શું બોલો છો?’
૧૮.
- તમે અહીં શી રીતે આવ્યા?અહી આવવાની તો બંધી છે.’
- યજ્ઞપુરૂષદાસ તેમણા ઓરડે ગયા ત્યારે
- બંધી હવે આજથી તૂટી સ્વામી તમે ઉદાસ ન થશો.બંધી દૂર થાય અને કથાવાર્તા ચાલુ થાય તેમ હું કોઠારીને સમજાવીને કરીશ.’
- આજથી તમારે ઓરડે આવવાની છૂટ છે અને તમારે પણ સભામાં બેસીને વાતો કરવી એવી મારી પ્રાર્થના છે.મારી અણસમજ યજ્ઞપુરૂષદાસે ટાળી નાખી અને મને ઉગારી લીધો છે.’
- આવો બાપ! બહુ રાહ જોવરાવી?’
૧૯.
- તમે મને અર્થ સમજાવો,ટીકા અને ભાષ્ય હું સમજી લઇશ.’
- યજ્ઞપુરુષદાસ શાસ્ત્રી કથા વાંચવા બેસે ત્યારે મને બોલાવજો.’
- જેની કથાથી વધુ સમાસ થયો હોય તેનું પૂજન પહેલું કરવું.યજ્ઞપુરુષદાસ શાસ્ત્રીની કથાથી સૌને આનંદ થયો છે માટે પહેલું પૂજન તેમનું થવું જોઇએ.’
- આજે જેણે દરજી અને મોચી ને ગુરુ કર્યા છે તે સભામાં મોટા થઇ પૂજાય છે.
- ગુરુ થવાનો અધિકાર કંઇ એકલા ભગવાધારીઓનો જ નથી.ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર અને એકાંતિક સ્થિતિના ધારક એવા પ્રાગજી ભકત અને જાગાભકતમાં જાતિભાવ જોશે તો મહારાજ સહન નહી કરે.
૨૧.
- શાસ્ત્ર સંબંધી વિધા તો તમે ભણ્યા છો અને બ્રહૃમવિધા પણ મે તમને પૂરી ભણાવી છે.હવે કાંઇ અધુરૂ નથી.માટે હવે તો જેમ તમને સુખિયા રહેતા આવડે છે તેમ બીજાને સુખિયા કરશો.’
- તમે શોક ન કરશો હું ધામમાં જઇશ ત્યારે છેલ્લી સેવા માટે તમને બોલાવીશ.’
- આમ ઉદાસ કેમ થયા છો?હું કાંઇ ગયો છું?હું તો તમારામાં અખંડ રહયો છું.’
- આવ્યા ને?બહું રાહ જોવરાવી.’
- મે તમને કહયું હતું ને કે મારી છેલ્લી સેવા માટે હું તમને બોલાવીશ.હવે તો ધામમાં જવું છે તેથી તમને બોલાવ્યા છે.અમારૂ કામ પુરૂ થયું છે.તમે કામ શરૂ કરજો.અક્ષરપુરષોત્તમની નિષ્ઠા પ્રર્વતાવજો.મહારાજ-સ્વામી તમારા કામમાં ભળશે.’
૨૨.
- તમે તો ગુણાતીતાનંદ સ્વામીની નિષ્ઠાવાળા છો અને મોટાના કૃપાપાત્ર છો તો સ્વામી અને મહારાજની મૂર્તિઓ સાથે પધરાવો.અમારે ગોંડલમાં પધરાવવી હતી,પણ તે બની શકયું નહી.’
- ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય અને મોટા સદગુરૂ બાળમુકુંદદાસજી કહે તો એ કામ કરૂં.’
- અમારે એક પૈસાનું પત્તું જોઇએ તો કોઠારમાં માગવું પડે.તો લાખો રૂપિયાના મંદિર કેમ થાય?
૨૩.
- તમે સાધુઓના નામ આપો એટલે તેમને પકડી લઉં.’
- નિશાચરો પાપીઓ હવે તો ઊંધવા દો.’
- મંદિરના બારણા ખોલો,નહી તો હું તોડીને અંદર આવીશ.’
- અમારે કોઇની સામે ફરિયાદ કરવી નથી ,અમારે કોઇ પણ વેર નથી.માટે તમે કંઇ પગલાં લેશો નહિ.’
૨૪.
- મૂર્તિઓની કિંમત અમે આપીશું,તેથી મૂર્તિઓ કરાવવાં જયપુર જવાનું થાય ત્યારે અમારો માણસ જયપુર આવશે અને અમારા નકશા પ્રમાણે મૂર્તિઓ કરાવશે.
- અહીંના સાધુઓ તો તમારૂ મૂળ ઉખેડી નાખવા તૈયાર થયા છે.તેમનાથી તમારો પ્રતાપ સહન નથી થતો.તમે જયાં જાઓ છો ત્યાં સમૈયા થાય છે,હજારો માણસ તમારામાં ખેંચાય છે,તે તેમનાથી જોવાતું નથી.તેથી આ બધુ ઓછું કરો તો ઠીક.’
- અમે ભેગા થઇ કથાવાર્તા,ભજન,સ્મરણ કરીએ છીએ.તેમ કરતાં લોકો તણાય કે પ્રતાપ દેખાય તો તે શ્રીજી મહારાજનું કર્તવ્ય છે.અમે સત્સંગની પ્રથા વિરૂધ્ધ કશું કરતા નથી,તમારે ખાતરી કરવી હોય તો હવે પછી કથા વરતાલમાં જ રહીને કરીએ.’
૨૫.
- શ્રીજી કરે તે ખરૂં.’
- આ કાર્ય શ્રીજીએ જ કર્યુ છે.’
- બે-ત્રણ વર્ષમાં થશે અને તમે જોશો.’
૨૬.
- તમારી મરજી અને આજ્ઞા હોય તો હિંમત છે.’
- આવ સાધુતાના ગુણે યુકત સંતની પાછળ હલકા આક્ષેપ કરતાં તમને શરમ નથી આવતી ? આવા સાધુતાના ગુણે યુકત સંતની પાછળ પડયા છો.’
૨૭.
- વરતાલના બે હજાર સાધુઓમાં શાસ્ત્રી યજ્ઞપુુરૂષદાસજી જેવો સર્વ પ્રકારે ધન-સ્ત્રીનો ત્યાગી મે હજુ સુધી કોઇ દીઠો નથી.તેની વાતો મને સાકરના કટકા જેવી મીઠી લાગે છે.તેથી હું અહી આવું છું.’
૨૮.
- તમે ભંડારે જમવા જશો નહિ.’
- સાધુને તો હંમેશા ભંડારે જમવા જવું જોઇએ.’
૨૯.
- દેહ ભલે પડે પણ છૂટા થવાની વાત જ કરશો નહિ.અને ભગતજી મહારાજે મને કહયું છે કે તમારા કટકા કરી નાખશે તો હું સાંધી દઇશ;પણ વરતાલનો દરવાજો છોડશો નહી.’
- તમે કહો છો તે સાચું,પણ શ્રીજી મહારાજે દેશકાળ અનુંસાર વર્તવાની આજ્ઞા કરી છે.માટે આપે અહીં રહેવું જ નહી.’
- આપ બોલ્યા તે સાક્ષાત્રભગતજી બોલ્યા તેમ હું જાણું છું.માટે આપની ઇચ્છા પ્રમાણે કરીશ.’
- એને કોણ ચિઠ્ઠી આપે? બધો દેશ પડયો છે,જયાં જવું હોય ત્યાં જાય.’
૩૦.
- હે મહારાજ ! અમારે તો જુદા પડવાનો સંકલ્પ જ નથી,પણ જો આપ અમને અહીંથી જુદા પાડતા હો તો આપ અમારી સહાયમાં રહેજો અને અખંડ ભેગા રહેજો.’
- સ્વામી તમને જે જે ઉપાધિ કરતા હોય તેનાં નામ આપો.તો હું તેમને નડિયાદની જેલ ભેગા કરી દઉં.’
- આપણે એવું કાંઇ કરવું નથી.આપણે તો સાધુના ધર્મ પ્રમાણે અપમાનો સહન કરીને પણ સત્સંગ કરાવવો છે.’
૩૧.
- હવે સેવા લખવાનું બંધ કરો પછી ખૂટશે તો સેવા લઇશું.’
૩૨.
- જો તમે વર્તમાન ધરાવીને સત્સંગી થાઓ તો અમે જમીએ.’
૩૩.
- સ્વામી જમીને જાઓ તો સારૂં.’
- જા સાધુઓને જમાડજો.અમે તો પાદરા જઇને જમીશું.’
- આ ટાણે અવાય એવું નથી.મારા ભકતને ગુજરાતમાં ઉપાધિ આવી છે,તેથી તેમની રક્ષા કરવા જાઉં છું.’
૩૪.
- આપણે અહી લક્ષ્મીજીની મૂર્તિ પધરાવીશું એટલે એ આખા બ્રહ્માંડની લક્ષ્મી લાવશે.માટે આ લક્ષ્મીને દટાયેલી જ રહેવા દો.’
- મારા ગામમાં મંદિર થાય તેમાં મારી શોભા છે અને સ્વામીએ મને જીવતદાન આપી સાચો માણસ બનાવ્યો તેથી સ્વામી તો મારા ગુરૂ છે.તે જે કામમાં વાપરવા કહેશે તે કામમાં રકમ હું વાપરીશ.કબૂલ હોય તો આપો.સ્વામીની વિરૂદ્વ પડવાં લાંચ લઉ એવો હું ગુરૂદ્વોહી નથી.’
- હે સ્વામી ! તમારા માટે અમે વરતાલથી નીકળ્યા અને અપમાન,તિરસ્કાર સહન કર્યા,તો હવે દયા કરીને મંદિરમાં વિરાજો.’
૩૫.
- મંદિરના કામ માટે અમારે જમીન જોઇએ છે તે તમારે આપવી જ જોઇએ.’
- તમારે કેટલી જમીન જોઇએ છે? લાવો માપી દઉં.’
- બે દંડા અમારા વતી ભરો.’
- મતાદાર ખીલી શેષનાગને માથે છે,માટે કાઢશો નહિ.’
૩૬.
- આપણે સારંગપુરમાં મંદિર કરવું છે ,તો તેનું કીર્તન બનાવો.’
૩૭.
- સ્વામી સારંગપુરમાં મંદિર કરો તો ઠાકોર સાહેબને કહીને જમીન અપાવું.’
- સ્વામી તમે વધુ જમીન માગો હું અપાવી દઇશ.’
૩૮.
- સ્વામી તમારે વરતાલની ભેળા થવાનો વિચાર છે?’
- જો તેઓ ગઢડા મધ્ય પ્રકરણનું ૨૧ મું વચનામૃત કબૂલ રાખે તો છે.’
- એવું શું એ વચનામૃતમાં છે જે કબુલ રખાવવાનો તમે આગ્રહ રાખો છો?’
- સ્વામી! જે કાર્ય કરવા શ્રીજીમહારાજને અવતાર ધરી ફરી આવવું પડે,તે શુધ્ધ ઉપાસનાનું કાર્ય આપે કર્યુ છે,આપની મહતા અપાર છે.એટલે આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ પધરાવી છે,પણ ભવિષ્યમાં આપના શિષ્યો આપની સુર્વણની મૂતિ પધરાવશે,એટલી આપની મોટપ વધી જશે.’
- બહાર પાડશો તો હું ફાડીને ફેકી દઇશ.’
૩૯.
- બાપુ આ સ્વામી તો નવી લાકડી કરે એવા સમર્થ છે.તેમને પ્રતાપે સત્સંગ ચારે બાજુ ફેલાઇ રહયો છે.’
- અમે જે કષ્ટ સહન કર્યા છે તે ઇષ્ટદેવ મહાપ્રભુ સહજાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી માટે જ અને આ મુડાવ્યું પણ તેમના માટે જ છે.માટે મધ્ય મંદિરમાં તો ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની જ મૂર્તિ બેસશે.રાધાકૃષ્ણની મૂર્તિઓ પ્રથમ ખંડમાં પધરાવીશું.’
- આપને યોગ્ય લાગે તેમ કરો.અમારા બોલ્યા સામું ન જોશો.’
૪૦.
- જે સેવા પાંચસો પરમહંસને ન મળી તે મહારાજ અને સ્વામીની સાક્ષાત્ર સેવા તમને મળી છે.આ બળ તમારૂ નથી,પણ અક્ષરના મુકતો તમારામાં રહીને કામ કરે છે,માટે તમારા મોટા ભાગ્ય છે.’
- ભગવાનની દયાથી બધું પુરૂ થઇ જશે,કાંઇ ખૂટશે નહીં,માટે ચિંતા કરશે નહી.’
- કેમ ગણેશ ભકત સાધુના સામૈયા હોય?’
૪૧.
- પથ્થર હવે નહિ પડે.ઉપર ચડાવી દો.’
૪૨.
- મને પંદર મિનિટથી વધુ સમય નથી.માટે પંદર મિનિટ આવી જઇશ.’
- એ તો કહે ,પણ પોણો કલાક રોકાય તો સ્વામીનો પ્રતાપ સમજજો.’
૪૩.
- તમે જે ધામ,ધામી અને મુકતની મૂર્તિઓ પધરાવી છે તે જો આચાર્ય માન્ય રાખે અને મૂર્તિઓની આરતી ઉતારે તો જ સમધાન નહી તો નહીં.’
- સમાધાન થાય એમાં અમે રાજી છીએ.યજ્ઞપુરૂષદાસ જેવાં વિધ્ધાન સંત વરતાલમાં ભળે તો સત્સંગ બહુ જ વધી જાય.પણ તેમનાં મંદિરો અધુરા છે તેથી આપણે નકામંુ બે-ત્રણ લાખનું ખર્ચ કરવું પડે.તેમનાં મંદિર પૂરાં થઇ જાય પછી જ સમાધાન કરવું.’
- તમે મંદિર કરવા મને તેડવા આવ્યા છો ? ચાલો આવું મંદિર કરવા માટે તો મારો જન્મ છે.’
૪૪.
- મહારાજ! આવું ના ગાવ આ કળિયુગમાં એવા સંત હોતાં નથી.માટે આવા ગપ્પા ન મારો.’
- બહું સારૂ અમે બીજુ ભજન ગાઇશું.’
- મહારાજ ! પેલું અડસઠ તીરથવાળું કીર્તન ગાઓ.’
- કેમ ભગત કાલે તો ના કહેતા હતાં.’
- મને ગાયરુપે ગંગાના દર્શન થયા તેથી માંરી ભ્રાંતિ ભાંગી ગઇ.’’
૪૫.
- અમારે આ ગામમાાં ઝોળી માંગવી છે.’
- અમે સૌ આપની સેવામાં છીએ અને તમે ઝોળી માંગવા નીકળો તે અમને શરમ લાગે છે.’
- તમારી સેવા તો અપાર છે પણ અનેક મુમુક્ષોને દર્શન થાય તે માટે મહારાજે ઝોળી માંગી હતી તેમ અમારે માગવી છે.
- અક્ષરપુરષોતમને માટે તો શ્વપચને ધેર વેચાવું પડે તોપણ ઓછું છે.મારી ઝોળીમા જેનો જેનો કણ પણ આવશે તેને અક્ષરધામમાં લઇ જવા છે.’
- વર્તમાનકાળે મહારાજ અને સ્વામીનો રાજીપો શેમાં છે ?’
- અત્યારે અક્ષર અને પુરષોત્તમનાં સ્વરૂપો મધ્ય મંદિરમાં પધરાવવા, શુદ્વ ઉપાસનાનાં મંદિરો કરવાં તેમાં મહારાજનો રાજીપો છે.આ કાર્યમાં જે પાયા ખોદશે,તગારાં ઉપાડશે,પથરા ઉપાડશે,અરે! એક દોકડો પણ જે આપશે ,તે સર્વેને શુધ્ધ કરીને,શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઇ જશે તેમાં જરા પણ શંકા નથી.’
૪૬.
- સ્વામીજી આપ આર્શીવાદ આપો અમારૂ કાર્ય સફળ થાય.’
- તમારા પ્રયાસથી દેશને સ્વરાજ મળે તે માટે આ જોગી સ્વામી આજથી માળા ફેરવશે;પણ ધર્મ-નિયમ રાખશો તો તમારી ભેળા ભગવાન ભળશે,’
૪૭.
- સ્વામી ગોંડલની જમીન બે લાખમાં લીધી છે.’
- તમે આફ્રિકા જજો અને કોશિશ કરજો,સત્સંગ વધશે મહારાજનો વર છે.’
- આ સમૈયામાં જે જે આવશે તેને મારે અક્ષરધામમાં લઇ જવા.માટે કોઇએ આવો અમૂલ્ય અવસર ચૂકવો નહિ.’
૪૮.
- જોગીને પ્રાર્થના કરો.એ દયાળું છે તે જરૂર મહારાજને અરજી કરશે.’
- હું તો સેવક છું.બધુ સ્વામીશ્રીના હાથમાં છે.આપણે ધૂન કરીએ,સ્વામીશ્રી વરસાદ વરસાવશે.’
- તમે સમાધિમાં જાઓ અને મહારાજને અરજી કરો.’
- શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસ પૃથ્વીનો ભાર ઉતારે છે,તેથી કોઇ દુ:ખી નહી થાય.જરૂર વરસાદ થશે.’
- આજથી ખૂબ જ વરસાદ થશે.’
- આ મેધપતિ ઇન્દ્ર આવ્યા છે તેથી હવે વરસાદની ખાધ નહિ રહે.’
- મહારાજે તમારો સંકલ્પ પૂરો કર્યો છે,માટે જમી લો અને હવે પછી આવું વ્રત લેશો નહિ.’
૪૯.
- અહી જે જગ્યાએ મૂળૂ મેતર અને કૃષ્ણ માળી રહેતાં હતાં.ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા હતા.તેથી તે પ્રસાદીની જગ્યા મળે તો મંદિર કરીએ.’
- એ જગ્યાએ મંદિર તમે કરો તો તમારે જોઇએ એટલી જમીન હું આપું.’
- સ્વામી મારા કૂવામાં પાણી થતું નથી.તો દયા કરો તો પાણી થાય.’
- તું સત્સંગી થઇને નાહયા વિના ખાય છે,તે પાણી શી રીતે થાય?હવે જો કૂવામાં પાણી થાય તો તે પાણીથી નાહવાનો નિયમ લઇશ તો પાણી થશે.’
- સ્વામી એટલે અક્ષર અને નારાયણ એટલે પુરષોતમ-એ જ સ્વામિનારાયણનો સાચો અર્થ છે,એ શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યો છે.આજે શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ છે.’
૫૦.
- આજે મને જે ભકિતરસનો અનુભવ સ્વામીશ્રીએ કરાવ્યો છે,તે પરથી હું કહું છું કે ભાગવતનો કથારસ શુકજી જાણે જો,શ્રીધર સંપૂર્ણ જાણે છે,પણ જેણે સ્વામીશ્રીના મુખે ભાગવત સાંભળ્યું હશે તેને સમજાયું હશે કે સ્વામીશ્રી ભાગવત સમજાવી શકે છે તેવું કદાચ શ્રીધર પણ ન સમજાવી શકે.કારણ કે સ્વામીશ્રી તો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે.જે ભગવવાનું સ્વરૂપ હોય તે જ આ રસ ચખાડી શકે.આ કથાથી શાંતિ અને આનંદના મેધ વરસ્યા છે.’
૫૧.
- આ તો મહારાજનું કામ છે માટે ખરે વખતે વરસાદ બંધ થઇ જશે.તમે ચિંતા કરશો નહિ.’
- આ અટલાદરાનું મંદિર સર્વોપરી થઇ જશે.અત્યારે વડોદરા દૂર છે પણ ભવિષ્યમાં વડોદરાની નજીક થઇ જશે. વડોદરાનું પરૂ જ થઇ જશે.’
- તમારો સંકલ્પ સિધ્ધ થશે અને અહીં વિધાનું મોટુ કેન્દ્ર થશે.હજારો વિધાર્થીઓને વિધાલાભ થશે.’
- હવે મહાકાળ આવે છે.સૌ કોઇ અહીં જે કંઇ હોય તે છોડીને દેશમાં આવી જજો.’
૫૨.
- સ્વામી આપ આરામ કરો.’
- આરામ તો હું મહારાજની મૂર્તિમાં હું અખંડ કરૂં છે પણ તમારા જેવા ભકતોનો જોગ થાય છે ત્યારે મહારાજ મને અંદરથી કહે છે કે વાતો કરો.એટલે વાતો કર્યા વગર મારાથી રહેવાતું નથી.’
૫૩.
- સાધુની સુવર્ણ તુલા હોય નહીં.’
૫૪.
- સ્વામીશ્રી સમગ્ર ભારતમાં અતિ મહાન સંતપુરૂષ છે.ગઢડાનું મંદિર હિંદના તમામ મંદિરોમાં શ્રેષ્ઠ અને સર્વોપરી બનશે.’
૫૫.
- જેમ સદગુરૂ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નાની ઉંમરમાં ગાદી સોંપી હતી તેમ હું પણ આજથી મારા પ્રમુખ તરીકેની જગ્યાએ –મારા સ્થાને સદગુરૂ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની નિમણૂક કરૂ છું.તેમની ઉમર નાની છે,છતાં ગુણ ભારે છે.તો તમે તમામ સંત-હરિભકતો તેમના આ જવાબદારીભર્યા સ્થાનને દીપાવવા તેમણે સહકાર આપશો.વળી,અત્યારે સુધી જેમ મારી આજ્ઞા પાળતા હતા તેમજ હવેથી આ સદગુરૂ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની આજ્ઞામાં સૌ રહેજો.’
- આ જોગી મહારાજ વચનસિધ્ધ અને બહું પ્રતાપી સંત છે.તેમની છત્ર છાયામાં રહીને તમારે સત્સંગ દીપાવવાનો છે.’
- જોગી આ નારાયણ સ્વામીને જાળવજો અને તેમને આર્શીવાદ આપો કે તમારા જેવા ગુણ તેમનામાં આવે.’
- મારામાં જે કાંઇ શકિત,જ્ઞાન હોય તે આપનું જ આપેલૂં છે,મને જે સેવા આપે સોંપી છે તે કરવાની સંપૂર્ણ શકિત અને બળ આપશો.’
- હુ તે યોગી ને યોગી તે હું
- હવે તો મહારાજ તેડી જશે.માટે આ નારાયણદાસ તમને સોપ્યા,આ મંદિરો પણ તમામ તમને સોપ્યાં,માટે ધ્યાન રાખજો.’
- એમ ન બોલવું બધાએ સ્વામીનારાયણ ભગવાનની માળા ફેરવવી અને તેમનું જ ભજન કરવું. હું પણ તેમજ કરૂ છુ અને તમે પણ તેમજ કરશો.મારી આજ્ઞા છે.’
૫૮.
- મારામાં અને જોગીમાં એક રોમનો ફેર નથી.તમે સૌ જોગી મહારાજની આજ્ઞા પાળજો.’
- ચાલો ગઢડા જઇને મૂર્તિ પ્રતિષ્ઠા કરી આવીએ.’
- મારો વિધિ પૂરો થયો પ્રતિષ્ઠા થઇ ગઇ હવે આપણે આવવું નથી.જોગી મહારાજ આવશે અને આરતી ઉતારશે.’
- મહારાજ અને સ્વામીની બરોબર કોઇ થઇ શકે જ નહિ.એ બરોબર કોઇને કહેવા તે એ બે સ્વરૂપનો દ્વોહ કર્યા બરોબર છે.સંતમાં મહારાજ રહયા છે એમ જો તત્વે કરીને જાણે તો તેવા સંતમાં અને મહારાજમાં શો ફેર છે?મહારાજને લઇને સંતને ભગવાન કહેવાય.આ સમજણ શાસ્ત્રોકત છે અને તેમાં મહારાજનું અનાદિ વ્યતિરેક સ્વરૂપ જળવાય છે.
- મહારાજના સંબંધ વિના એક પછી એક ગુરૂને જ જો ભગવાન માનીએ તો અનાદિ ભગવાનપણું ન રહે અને શુષ્ક વેદાંતના જેવી સમજણ થઇ જાય.માટે ગઢડા પ્રથમનાં ૨૭ માં વચનામૃતના જે લક્ષણ સંતના લખ્યા છે ,તેવા સંતમાં મહારાજ સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે.એવા સંતને ભગવાનનું સ્વરૂપ કહેવાય;ભગવાન તુલ્ય કહેવાય.માટે સૌ એ મહારાજે બાંધેલી આજ્ઞા પ્રમાણે વર્તવું સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણ અને સર્વોપરી સંત ગુણાતીતાનંદ સ્વામી એમ શુધ્ધ ઉપાસના સમજવી.એકાંતિક સંતને મોક્ષનું ધ્વાર સમજવા.’
૫૯.
- મને રંગમંડપમાં લઇ જાવ.’
- સ્વામીશ્રી કયાં ગયા છે ? એ તો પ્રગટ જ છે.સ્વામીશ્રીની મરજી દશમની પ્રતિષ્ઠા કરવાની હતી,તેથી તે કરીએ તો સ્વામીશ્રી રાજી થાય.’


0 comments