પ્રાગજીભક્ત- કોણ બોલે છે કોને કહે છે?
૧.
- હું તો બધુ ભણેલો છું.આપણે તો પ્રભુ ભજવા ને ભજાવવા છે.’
- મા મને ભૂખ લાગી છે,ખાવા આપ.’
- ચૂરમું મે ખાધું છે.’
૨.
- આ તો પૂર્વના ભકત છે.’
- આ તો બહુ સમર્થ છે ને હજારો ને પ્રભુ ભજાવશે.’
- શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી જાણે અને આ ગુણાતીતાનંદ સ્વામીમાં જીવ જોડી દે તો ત્યાગી રહે અથવા ગૃહસ્થ રહે તો પણ અમારી અને મહારાજની સાથે અખંડ ભેગા રહેવાય.’
- પ્રાગજી તું જુનેગઢ જીજે.મે તને જે કોલ આપ્યા છે તે ત્યાં પૂરા થશે.’
- હવે તો અક્ષરધામમાં મહારાજ સામે દ્ષ્ટિ હોય અથવા જૂનાગઢના જોગી સામે દ્ષ્ટિ હોય.’
- જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવાનું સાક્ષાત્ ધામ છે,શ્રીજી મહારાજ તેમનાથી અણુંમાત્ર છેટા નથી.તુ પણ તેમની પાસે જજે.’
૩.
- આ વનનું મૃગલું કયાંથી આવ્યું?’
૪.
- પ્રાગજી હૈયામાં જ્ઞાન તો ધણું ભર્યુ છે પણ ઝીલનાર પાત્ર નથી.’
- સ્વામી એ જ્ઞાન મને ન આપો!’
- એ તો જે મરણિયો થાય અને દેહ-ઇ(ન્§યોના ચૂરેચૂરા કરી અમારી પાસે રહે તેને મળે.’
૫.
- જા,તને ખૂબ રૂપિયા મળશે ને તું ધેર રહી સંતોનો સમાગમ કરજે.’
- સ્વામી!મે તો ગોપાળાનંદ સ્વામી તથા આપના
સમાગમથી એટલું તો જાશ્રયું છે કે ધન અને સ્ત્રીમાં સુખ નથી.મને તો તમારૂં જ્ઞાન
આપો,તમારૂં ધર દેખાડો અને મારા જીવને સત્સંગી બનાવો.’
- એ ત્રણ વરદાન તો તું ધર મૂકીને અહીં રહે ને મરણિયો થા તો તને મળે.’
૬.
- પ્રાગજી ચૂનાની છેરથી આંધળો થઇશ.’
- સ્વામી ઉપર તો મારો દેહ કુરબાન છે,મારે તો એમને રાજી કરવા છે.’
- પ્રાગજી! ચુનાની ભઠ્ઠી કાઢવી છે તે બસો પાવડા ને પાંચસો ટોપલા તૈયાર કર.’
- પ્રાગજી જરા ગિરનારને
બોલાવી લાવને,બિચારો તપ કરે છે તે એનું કલ્યાણ કરીએ.’
- ગિરનાર તે કંઇ આવતો હશે? આજ્ઞા પાળવામાં પણ વિવેક જોઇએ.’
- ધર્મ વિરૂધ્ધની આજ્ઞા સિવાય ગુરૂની દરેક આજ્ઞા અવિચારીપણે તત્કાળ પાળવી એ સાચા શિષ્યનો ધર્મ છે.હું ગિરનાર પાસે જઇને સાદ પાડીશ,પછી એને આવવું હોય તો આવે.’
- મોટાપુરૂષને વિશે આત્મબુધ્ધિ,અનુવૃતિ અને સેવા એ ત્રણ વાતમાં જ કલ્યાણ છે.’
૭.
- આપના ભાગની મંદિરની ક્રિયા હું કરીશ પણ આપ સભામંડપમાં બેસીને કથા વાર્તા કરો.’
- તારે માથે તો ત્રેવીશ કલાકની સેવા છે.તે મારા ભાગની ક્રિયા કેવી રીતે કરીશ?’
- બહારથી પથરા આવતા કેમ બંધ થઇ ગયા?’
- જીવપ્રાણીમાત્ર ચામડા જ ચૂથે છે.પ્રાગજીએ તો મારી મરજી જાણીને મરેલા કૂતરાને ખસેડયું ને કામ ચાલતું કરાવ્યું એમાં ખોટું શુ કર્યુ?’
- પ્રાગજી! અડસઠ તીરથ કયાં હશે?’
- પ્રાગજી! હવે બહાર નીકળ અને ચોખ્ખા પાણીથી નાહી લે.’
- આ બીચારો પ્રાગજી સંસાર છોડીને ધ્યાન શીખવા આવ્યો છે.ત્યારે તમે તો તેની પાસે પથરા ઉપડાવી હદ ઉપરાંતની સેવા જ કરાવો છો.’
- હું તો પથરા ઊંચકાવીશ ને ભગવાન આપીશ.’
૮.
પ્રાગજી! કંઇક પ્રશ્ન પૂછ.’
આ લોકના બધા કસબ મને આવડે છે.પણ સાધુનો કસબ મને શીખવાડો.’
સાધુનો કસબ બહુ કઠણ છે.માન-અપમાનમાં સમતા વર્તે,કોઇનો અભાવ ન આવે,પંચવિષયમાંથી વૃતિ પાછી વળીને આત્માકારે થઇ અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં રહે એ સાધુનો કસબ છે. એ કસબ જેણે સિધ્ધ કર્યો છે તેને ને ભગવાનને છેટું રહેતું નથી,એ ભકત અનંત જીવોના દોષ હરી ભગવાનમાં સૌને જોડે એવો સમર્થ બને છે.’
સ્વામી બહું પારસાવ્યા?’
મારી અનુવૃતિ પ્રમાણે તન તોડીને આ પ્રાગજીએ સેવા કરી છે તે રાજીપો કેમ ન થાય?’
કોણ બોલે છે ? :- ગુણાતીતાનંદ સ્વામી
કોને કહે છે ? :- મનજી ઠકકર અને નથુ પટેલ ને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ સાધુના
કસબ અંગે વાત કરી અને આખી સભા લીન થઇ ગઇ હતી તે જોઇને તેઓ બોલ્યા સ્વામી બહું
પરસાવ્યા ? તેના
૯.
- દરબાર! કેળે
તો કેળાં આવે પણ આ તો થોરે કેળાં આવ્યાં.આ પેલો ચૂનો કાલવે તે છે તો દરજીનો છોકરો
પણ યોગીઓને દુર્લભ એવો યોગ તેણે સિધ્ધ કર્યો છે.મન,ઇ(ન્§યોને વશ કરીને ત્રણેય અવસ્થામાં અખંડ ભજન કરે છે.’
- આપે એને સેવાનું ફળ આપ્યુ.’
- ફળ તો હજુ આપવાનું બાકી છે.પણ આ તો અનાદિનો ભકત છે.બીજા કોઇથી આવી સેવા બને નહિ.’
- સ્વામી,આ રાજીપાની પ્રસાદી છે ને?’
- હા,અતિ રાજીપાની છે.’
- સ્વામી કામ
બળી ગયો? ’
- સ્વામી બધા
દોષ બળી ગયા?’
- વિઠ્ઠલનાથની
પ્રસાદીના અડધાં તલના દાણામાંથી ચોરાસી વૈષ્ણવ થયા તો આ તો
મહાપ્રસાદી છે.પ્રાગજી તો નિર્દોષ છે.એને તો મોટાપુરૂષના સંબંધવાળી રજેરજનો મહિમા છે.’
૧૦.
- હે સ્વામિન્!
હે મહારાજ! આપે મને ન્યાલ કર્યો છે.મારૂં કોઇ સાધન નહિ,છતાં કેવળ કૃપા કરીને આપે મને સાક્ષાત્ દર્શન આપ્યા છે.’
- સ્વામીના પ્રતાપથી તને આ સુખ મળ્યુ છે.’
- મહારાજે દિવ્ય
દેહે દર્શન આપ્યા પણ ભગવા વસ્ત્રમાં કેમ દર્શન દીધાં હશે?’
- એ તો સાધુરૂપે દર્શન દીધા! હવે જો.
- હું સ્વામીને વશ છું અને તે સ્વામીને વશ કર્યા છે,તેથી આજથી હવે હું તને પણ વશ છું.’
૧૧.
- મે તો પેનશન લીધું છે ને વાતો સાંભળવી હોય તો ચોકમાં પ્રાગજી પાસે જાવ.
- કોઠારી મે તો તમામ કૂંચીઓ પ્રાગજીને આપી છે ને હું તો નિવૃતિ લઇને નવરો થયો છું.’
- અમઇદાસ થડકો પામશો નહિ.મંદિરની કૂંચીઓ તો આ રહી પણ અક્ષરધામની કૂૃંચી પ્રાગજીને આપી છે.’
- મારે તો નહોતું આપવુૃં પણ એણે મને સેવા-ભકિતથી બાંધી લીધો.એટલે હાથ છૂટી બલા જેવું થઇ ગયું છે.’
- આ તો પાતાળે પાયા નાખ્યાં છે,પાછું ખેચાય એમ નથી.’
- પ્રાગજીને મે બ્રહ્મવિદ્યા ભણાવી છે તે પાછી ના નીકળે .અને જેણેે આ પરાવિધા આપી છે તેણે પાત્ર ઘડતા પણ આવડતું જ હશે ને!ભગવાને કે સંત જ્ઞાતિ,વર્ણ કે આશ્રમ જોતાં નથી.
૧૨.
- તમે પ્રાગજી ભકતમાં વિશ્વાસ રાખો ને સ્વામીને મૂળ અક્ષર માનો.’
- મને તો સ્વામી પંડે કહે તો જ માનું’
- આ વાધા આપાને પ્રશ્ન પૂછવો છે.’
- સ્વામી, તમે પંડે અક્ષર?’
- પ્રાગજી ભકત ! ઊઠો, સ્વામી બોલાવે છે.’
- પ્રાગજી ભકત સૂતા છે.મેં નામ દઇને બોલાવ્યા પણ ઊઠયા નહિ.’
- પ્રાગજી તો મરી ગયો એ ગુણાતીત થઇ ગયો છે.’
- અત્યારે તો આપ સૌના પાપ બાળીને શુધ્ધ કરો છો પણ પછી શું?’
- તને મહારાજ વશ છે તે તારા વચને સૌ શુધ્ધ થઇ જશે.
- આવી વાત કરીશ તો કોઇ તને મારશે.’
- તારે ભડકો જોવો છે?’
- ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે તે સમજયા વગર છૂટકો નથી.’
- તુ મને કોણ સમજાવનાર?તું બહુ છકયો છું પણ હું તને વિમુખ કરીશ.’
- સ્વામી,હવે તો શ્રીજી મહારાજ પણ મને વિમુખ કરવા ધારે તોય બની શકે નહિ.પારસથી થયેલું સોનું,પારસથી પણ કદી પાછું લોઢું બની શકતું નથી.’
- આપ નહિ હો તો અમારી શી ગતિ થશે?પછી એકંતિક ધર્મ કોણ સિધ્ધ કરાવશે?કોને આધારે રહેશે?’
- અમે પણ તુંબડા જેવા નજીવા પાત્ર માં એકાંતિક ધર્મના ધારક,મીઠા દાડમ જેવા એકાંતિક પુરૂષ તૈયાર કર્યા છે,પણ એ વારસદાર જેના બહું જન્મના પુશ્રય હશે તેને જ ઓળખાશે.’
- પ્રાગજી બિચારો થાકી ગયો હશે,તેને બોલાવો ગાડીમાં બેસારીએ.’
- સ્વામીની ગોદડીમાંથી અનંત સૂર્યનું તેજ નીકળે છે તે મારાથી પાસે અવાતું નથી.
- સ્વામી આ ટાણે અક્ષરધામ શું કરતું હશે?’
- તમારી ભેગા ખાખરાના પાનના દડિયા બનાવે છે.’
૧૪.
- વરતાલના સંતોએ મને ઠપકો દેવાનું સંકલ્પ કર્યો છે.ને તુ મારો બહું મહિમા કહે છે તેથી તને સત્સંગમાંથી વિમુખ કરવાનો નિર્ણય કર્યો છે પણ આ દેશમાં એમનું કંઇ વળશે નહિ.વળી,મારા દેખતાં તારૂં અપમાન મારાથી સહન ન થાય.’
- મને ગમે તે ઉપાધિ થાય પણ આપ આ લોકથી ઉદાસ થશો નહિ.’
- આ વખતે પ્રાગજીને દુ:ખ આવશે.પણ મેં એનું બખ્તર એેવું ધડયું છે કે એને ટોચો વાગશે નહિ.’
- પ્રાગજીને હું ના પાડીશ તેથી મારો મહિમાા નહિ કહે.’
૧૫.
- પ્રાગજી વિમુખ છે પણ એના દાળચોખા કયાં વિમુખ છે? માટે એનું સીધું લઇ લો.’
- કોઇ ધર્મવિરૂધ્ધ વર્તે અને આપ એને વિમુખ કરો એ તો સમજાય પણ આ પ્રાગજી ભકત જેવા મહાન ભકતરાજને આપ વિમુખ કરો તે સમજાતું નથી.’
૧૬.
- એણે કેનો બાપ માર્યો હશે કે એને સત્સંગ બહાર કર્યો?એને વિમુખ કરનારા જ વિમુખ છે.’
- ચાલીસ વર્ષ ,ચાર માસ ને ચાર દિવસ અહીં રહયા હવે સત્સંગમાં ફરશું અને મહુવે જઇને રહીશું.’
૧૭.
- આ પ્રાગજી ભકત પરમ એકાંતિક ભકત છે.હું તેમના ધ્વારા સત્સંગમાં હું પ્રગટ છું.તેમનો સમાગમ કરશો તો હું તમારા અંતરમાં અખંડ વાસ કરીશ.’
- આ તો દેહનું કેડિયું સીવ્યું છે પણ મને તો અંતરનું કેડિયું પણ સીવતાં આવડે છે પણ તેને માટે મારે આસને આવવું પડે.’
- મહારાજ વખતથી નરનારાયણ સ્વામિનારાયણ એમ ધૂન બોલવાની પ્રથા ચાલુ છે તે શું કામ તોડો છો?’
- માન,ઇર્ષાદિક સ્વભાવ દૂર કરી,આત્મસતારૂપે ભગવાનની ભકિત ન કરીએ તો સત્સંગમાં પોતાનું રૂપ ઉધાડું પડે છે.આત્મસતારૂપે થવા માટે અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા પ્રગટ સંતમાં અખંડ પ્રીતિ કરવી જોઇએ.’
૧૯.
- મને તો સ્વામિનારાયણ વળગ્યા છે.’
- ભગવાન ભૂત જેવા છે તે શું વળગે?’
- ભૂતને વળગવાની સતા છે ને ભગવાનને નથી?’
- ભગવાન જેેને તેને વળગતાં નથી.એ તો જે ભકતને ભગવાનમાં અતિશય સ્નેહ ને આસકિત હોય તેને જ પ્રભુ વળગે છે.’સ્વામીની કૃપાથી શ્રીજી મહારાજની મુર્તિનું અખંડ સુખ હું લઉ છું અને મારો જે સંગ કરે છે તેને એ અવિનાશી સુખ આપું છું.’
- આ સાધુઓ મારો કેડો મુકતાં નથી.માટે એને ઠપકો ૬ો.’
- તમો તો ખુદાના ફકીર છો ને આ તો સાક્ષાત્ ખુદા છે.માટે તમોને લાકડિયા મારે,જુતિયા મારે તો પણ તમારે એની કેડે ફરવું.’
૨૦.
- હું પ્રાગજી ભકત ધ્વારા સત્સંગમાં પ્રગટ જ છું.’
- ભગતજીમાં એવા ગુણ છે તે તમે શી રીતે જાણ્યું?’
- તેમનામાં ધર્મ છે કે કેમ તે તો તમે એમના ગામનાં છો તેથી તમારા અનુભવ પ્રમાણે જ કહો.’
- એમના જેવા ધર્મવાળા તો કોઇ જોયા જ નથી.કારણ કે આ ગામનાં નાગર,વાણિયા વગેરે મોટા સદગૃહસ્થોની સ્ત્રીઓનાં કપડાં સીવે છે છતાં સહેજ પણ વિકાર તેમને થતો નથી.ઊલટું સૌને સ્વામિનારાયણનો મહિમા કહી સત્સંગી કરે છે.’
- એમના સમાગમથી આપણા વિકારો પણ ઓછા થઇ જાય છે તો તેમનામાં તો એક પણ વિકાર કયાંથી હોય?’
- ભગતજી જ્ઞાની પણ છે આજે આખો સત્સંગ સમાજ એમ કહે છે કે ભગત જેવાં કોઇ જ્ઞાની નથી.કારણ તેમનું ગમે તેટલું માન-અપમાન થાય છે તો પણ તેમને અપમાન લેશમાત્ર લાગતું નથી.વળી,વચનામૃતમાં જે બધા સિધ્ધાંતો છે તે તેમણે ગુણાતીતાનંદ સ્વામી પાસેથી રહીને સિધ્ધ કર્યા છે.એટલે એમ કહી શકાય કે ભગતજી ખરેખરા _જ્ઞાની છે.વળી,વૈરાઘય પણ એવો જ છે.ધરમાં રહે છે પણ મહેમાનની પેઠે રહે છે.આચાર્ય મહારાજનો કાગળ આવે કે તરત નીકળી પડે છે.બીજી કોઇ ચિંતા રાખતા નથી.અને આચાર્ય મહારાજ જો આજ્ઞા કરે તો તરત ત્યાગી પણ થઇ જાય.આ તો એમની વાત થઇ પણ એમનો જે સંગ કરે છે તેમને પણ પોતા જેવા નિ:સ્પૃહી કરી દે છે.નહિ તો ૬રબારની પરવા કર્યા વગર દૂર દૂરથી દોડી દોડીને હરિભકતો શા સારૂ એમનો સમાગમ કરવા આવે?’
- હવે તેમનામાં શ્રીજીનો નિશ્ચય છે કે નહિ તે તો તમે જ કહો.’
- નિશ્ચયમાં તો ભગતજી અડગ છે,કારણ કે સત્સંગ બહાર કર્યા છે તો પણ અખંડ મહારાજનું ભજન કરતા અને મંદિરના દરવાજા આગળ બેસીને પણ સાધુ,હરિભકતોના દર્શન કરતાં.અતિશય નમ્રપણે એમણે સૌને રાજી કર્યા છે.એમના ઉપદેશથી અનેકને મહારાજનો નિશ્ચય થયો છે તો એમને તો સર્વોપરી નિશ્ચય હોય એમાં શુ કહેવું? એક મહારાજને જ સર્વકર્તા જાણે છે અને બીજા કોઇનો એમને ભાર નથી.’
- આવી રીતે ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ભકિત એ ચારેય ગુણ ભગતજીમાં સાક્ષાત્ દેખાય છે.માટે ।વચનામૃત’ પ્રમાણે શ્રીજી મહારાજ એમનામાં અખંડ રહયા છે.અને તેથી જ અમે એમની પાછળ પાછળ ફરીએ છીએ.’
૨૧.
- આ યજ્ઞપુરૂષદાસજી મંડળના મહંત.તમારે વિજ્ઞાનદાસજીની આજ્ઞામાં રહેવું’
- આ ભગવાં લૂગડા જ બંધનકારી છે માટે ધેર જાઓ ને સત્સંગ કરો.’
- શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના ને નિષ્કામવ્રત રાખશો તો હું અક્ષરધામમાં તેડી જઇશ.’
- આજ તમને ખૂબ જમાડવા છે.જો મારી આજ્ઞા પ્રમાણે જમશો,તો આજે હું તમને વશ છું.’
- હજુ અડધો જમો તો તમે કહો તેમ કરૂ.’
૨૩.
- જેને ભગવાન વશ કરવા હોય અને અખંડ ભજન કરવું હોય તેણે ફડકી ફડકીને જાગવું ને ભજન કરવું.મુમુક્ષને હરણફડકો અને કાકનીદ્રા જોઇએ.આપણે માટે ઇન્દ્રિયો,અંત:કરણરૂપ શત્રુ છે તે ઊંધ કેમ આવે?માટે ખાતાપીંતા,સૂતાંજાગતાં ભજનનો આગ્રહ રહે તો જીવ ધારે તે કરી શકે.’
- અંતસમયે મહારાજ સાથે હુ તમને તેડવા આવીશ.’
- જેમ વેપારી હોય તે ગોળ,ધઉંના ભાવ ઉપર દ્ષ્ટિ રાખે છે,કારણ કે તેને એમાંથી કમાણી કરવાની છે.તેમ આપણે પણ અખંડ ભગવાન તરફ દ્ષ્ટિ રાખીએ તો મહારાજની મૂર્તિરૂપી અવિનાશી સુખની કમાણી થાય.ભગવાનને અખંડ સંભારવા એક ધડી પણ ભૂલવા નહિ.ત્યાગી થઇને પણ ભગવાન ભૂલ્યા તો ત્યાઘયું શું?’
- તમે ગૃહસ્થ થઇને સાધુના માથે કેમ હાથ મૂકો છો?
- મે નથી મૂકયા,સ્વામિનારાયણે મૂકયા છે.’
- હું તો કેવળ દરજી છું તે બે ટાંકા તોડું છું અને બે ટાંકા સાંધુ છું.દ્રવ્ય અને સ્ત્રી જીવમાંથી કાઢું છું અને ભગવાન ને સાધુ જીવમાં ૬ાલું છું.’
- આવો નાનો દેહ તે મંડળ શોભે નહિ.મંડળધારીને જબરૂં શરીર જોઇએ.’
- નાસિકા મોટી છે,મહારાજને આવી નહોતી.’
૨૫.
- શાસ્ત્રો વાંચીને ભગવાનના કલ્યાણકારી ગુણનુ મનન ન કર્યુ હોય,તો એ વિધ્વતા કામની નથી.’
- ઉઘાડે નેત્રે મટકું જીતીને ભજન કરો.’
- કામ કરતાં જવું ને ભગવાન ભજતાં જવું.શ્રીજી મહારાજે સોમલા ખાચરને કહેલું કે મૂર્તિ અંતરમાં ઉતારી લેજો ને સંભારી રાખજો પછી રોવું પડશે.’
૨૬.
- રાજકોટ વ્યવસ્થા થાય તો ભણવું.પણ કાશી જવાની જરૂર નથી.આ યજ્ઞપુરૂષદાસજી તો હરિભકતોને ચોખ્ખાં થવાની સાવરણી છે.તે પરદેશ જશે તો હરિભકતો શું કરશે?’
- થોડા દિવસ જીવવું ને આ તમારા બાબુલા જેવા શિષ્યોના બંધાતા નહિ,નહિ તો સૌને ધામમાં લઇ જવા પડશે.’
- આ હરિભકતોને બાબુલા કહેવાય જ કેમ?હું તો આ હરિભકતોને બ/મ્ની મૂર્તિ દેખું છું.એમને બાબુલા કહીએ તો જીવ નાશ પામી જાય.મહારાજની ઇછછા હોય તો આવા ભગવદી ભેગું જન્મોજન્મ રહીએ.’
૨૭.
- આ પ્રાગજી ભકત જેવા દરજી ઢોલિયા પર બેસે અને સંતો એમને દંડવત કરે?’
- પ્રાગજી ભગતને તો તમે ઓળખતા નથી.ગુણાતીતાનંદ સ્વામીને તો એમણે એવા રાજી કર્યા છે કે સોનાના સિંહાસનમાં એમને બેસારી,સોનાની આરતી ઉતારીએ તો પણ ઓછું છે.’
- પ્રાગભા,પ્રાગભા તમે તો સ્વામીના ચારેય આંચળ પી લીધા.એક ડબકોય બીજા સારૂ રહેવા દીધો નહિ’
- ભગતજી તો સ્વામીના સ્થાપેલા ગુણાતીત બાગના ગુરૂ છે તે આજે આપણને એમનો યોગ થયો છે તે પરમ ભાગ્યની વાત છે.’
૨૯.
- આપણે મહારાજ સ્વામીને સંભારી ઊતરી જઇશું.’
- હનુમાનજીને તેલ ચડાવ્યું તો પણ મટતું નથી.’
- તેલ ચઢાવવાનું કોણે કહ્યું હતું?’
- આપ બધાને આજ્ઞા કરો છો તેથી તે પ્રમાણે કર્યુ.’
- એમ મનધાર્યુ કરવાથી કામ ન થાય.અમારી આજ્ઞાથી હવે ફરી જાવ ને શ્રીજી મહારાજની પ્રસાદીના હનુમાન છે તેને તેલ ચઢાવો.’
- મહારાજ શું જુઓ છો? અહી તો રૂવાડે રૂવાડે શ્રીજી મહારાજ છે.’
- ભગતજી તમારી વાત સાચી.મને પણ તમારા બંને નેત્ર માં શ્રીજી મહારાજના દર્શન થાય છે તેથી હું આમ જોઇ રહયો છું.’
- આજે જેણે મારૂ દર્શન કર્યા છે તેનું કલ્યાણ થઇ ગયું.’


0 comments