પ્રવેશ - પેપર- 1 સત્સંગ શિક્ષણ પરીક્ષા (પૂર્વ કસોટી - ૨૧-૦૬-૨૦૨૬) - SOLUTION
સત્સંગ – પ્રવેશ
પ્રશ્ન-૧ નીચે આપેલ અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.
જ.૧
કોણ: બાવાઓનો મહંત
કોને: રાજાને
ક્યારે: બાવાના મહંત પાસે એક કરતાં વધારે શાલિગ્રામ હોય છે ત્યારે રાજા તેમની પાસે થી એક શાલિગ્રામ માંગે છે ત્યારે કહે છે.
જ.૨
કોણ: નીલકંઠવર્ણી
કોને: મુક્તાનંદ સ્વામીને
ક્યારે: નીલકંઠવર્ણીએ જ્યારે આશ્રમના સંતોને ગોખલામાંથી આશ્રમને અડીને આવેલ વાળંદની પત્ની પાસે થી ચૂલા સળગાવવા માટે દેવતા લેતા હતા ત્યારે મુક્તાનંદ સ્વામીને બોલાવીને કહ્યું.
જ.૩
કોણ: નીલકંઠવર્ણી
કોને: વડોદરાના અમીચંદ શેઠને
ક્યારે: બીજા દિવસે સવારે જ્યારે અમીચંદ શેઠ પોતાના ઘરે ભોજન કર્યા પછી જ જવા માટે ખૂબ આગ્રહ કરે છે ત્યારે કહે છે.
પ્રશ્ન-૨ નીચે આપેલ વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પો આગળ આપેલ ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો.
જ.૧
✓ ગરુડ સ્તંભ આગળ બેસીને ધ્યાન કરતાં.
✓ ભાગવતની કથા ભક્તિભાવપૂર્વક સાંભળતા.
જ.૨
✓ નિર્વિકારી દિવ્ય પુરુષ.
✓ તેમની મરજી સમજીને તેમની સેવ કરો.
✓ કોઈ વાતનો આગ્રહ રાખશો નહીં.
પ્રશ્ન-૩ નીચે આપેલ વિધાનોમાં ખાલી જગ્યા પૂરો.
જ.૧
મોહનદાસને કઠારીમાં મોહ હતો.
જ.૨
આ.સં. ૧૮૫૬ માં નીલકંઠવર્ણીએ રામાનંદ સ્વામીને પત્ર લખ્યો.
જ.૩
નીલકંઠવર્ણીને શોધવા નીકળેલા જયરામદાસને નીલકંઠવર્ણી જગન્નાથપુરીની દિશામાં મળ્યા.
જ.૪
સુખાનંદ સ્વામી લોજની વાવમાંથી પાણી ભરવા આવ્યા.
પ્રશ્ન-૪ નીચે આપેલ પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો.
જ.૧ નીલકંઠ તોતાદ્રિમાં
તોતાદ્રિમાં રામાનુજાચાર્યની ગાદીની મુખ્ય બેઠક છે. એમનાં પ્રસાદીના કાષ્ઠાસન પણ અહીં જ સાચવ્યાં છે. મંદિરમાં ભગવાન વિષ્ણુની શેષફણાની નીચે મૂર્તિ છે. અહીં શ્રીમદ્ રામાનુજાચાર્યની ગાદી ઉપર મુખ્ય આચાર્ય સંન્યાસી જિઅર સ્વામી ત્રિદંડી સંન્યાસી હતા. નીલકંઠે તેમની પાસેથી વિષ્ણુનાં આયુધોની છાપ લીધી. નીલકંઠવર્ણી તેમની પાસે કેટલોક વખત રહ્યા. રામાનુજ સંપ્રદાયના ગ્રંથો સાંભળ્યા. તેનું રહસ્ય જાણીને તેમના જેવી ઉપાસના નીલકંઠને ગમી ગઈ. અન્ય સંપ્રદાયોની સરખામણીમાં તેમને રામાનુજાચાર્યનો મત અને સંપ્રદાય સરળ અને સુંદર લાગ્યો. આથી નીલકંઠ અહીં કેટલાક મહિના રહ્યા.
અહીં ધન અને વ્યસનનો ત્યાગ હતો, પરંતુ અમુક લોકોના જીવનમાં સ્ત્રીનો ત્યાગ ન હતો. અહીંના ત્યાગીઓ સ્ત્રીઓનો પ્રસંગ રાખતા. નીલકંઠને આ યોગ્ય ન લાગ્યું.
એક વખત નીલકંઠવર્ણીએ ત્યાંના અગ્રણી સંતને કહ્યું: “ત્યાગી જાણીને આપને પૂછું છું કે શાસ્ત્રોમાં ત્યાગીને સ્ત્રી-દ્રવ્યનો ત્યાગ કરવાનો કહ્યો છે, તેનું કેમ સમજવું? સ્ત્રી, દ્રવ્ય અને રસ એ ત્રણ ત્યાગીને મોટાં બંધન કહ્યાં છે. માટે ત્યાગીએ કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ તે આપ સમજાવો.”
પરંતુ એ સંતને સ્ત્રીના ત્યાગની વાત અકલ્પ્ય લાગી. એક નાના છોકરાની આવી વાત સાંભળીને તેઓ છંછેડાઈ ગયા. તેઓ તાડૂક્યા: “કોઈ છે અહીં? આ છોકરાને અહીંથી કાઢો. ત્યાગીના ધર્મની વાત કરે છે! બાળક થઈ બ્રહ્માંડને બાથ ભરે છે. આ છોકરાને અહીંથી રજા આપો, પછી જ હું અન્ન-જળ લઈશ. આવા શિષ્ય મારે નથી જોઈતા.”
નીલકંઠે કહ્યું: “ગુરુ! ક્રોધ કરીને અકળાવું એ ગુરુ કે શિષ્યનો ધર્મ ન કહેવાય. જેમ થોડો અગ્નિ મહેલને બાળી દે, તેમ થોડા ક્રોધનું પરિણામ પણ મોક્ષને બગાડનારું બને છે.”
એ સંત આ શબ્દો સાંભળી વધુ ખિજાયા. તેમણે નીલકંઠને મઠમાંથી રજા આપી. નીલકંઠ મઠની સામે એક જગ્યા હતી ત્યાં રાત રહ્યા.
જ.૨ ધર્મધુરા સોંપી
રામાનંદ સ્વામીએ મુક્તાનંદ, સુખાનંદ વગેરે સાધુઓને તથા રામદાસભાઈ, માંચો ભક્ત, ભીમભાઈ, પર્વતભાઈ, મયારામ ભટ્ટ વગેરે હરિભક્તોને બોલાવ્યા.
પછી રામાનંદ સ્વામીએ પૂછ્યું: “આ સત્સંગની ગાદી-ધર્મધુરા મારે આપવી છે, તો કોને આપવી?”
સૌ સંતો તથા હરિભક્તો બોલ્યા: “સ્વામી! આ બાળબ્રહ્મચારી સહજાનંદ સ્વામી જ ધર્મધુરાને યોગ્ય છે.”
ગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું: “મારા અંતરની જે વાત હતી તે તમે સૌએ કરી. માટે ચાલો, તૈયારી કરીએ.”
બ્રાહ્મણોને બોલાવી મુહૂર્ત કઢાવ્યું. બ્રાહ્મણોએ કાર્તિક સુદ એકાદશી (પ્રબોધિની)નું મુહૂર્ત કાઢી આપ્યું. રામાનંદ સ્વામીએ કંકોતરી લખાવી અને સૌને મોકલી.
સંવત ૧૮૫૮ની કાર્તિક સુદ એકાદશીનો દિવસ આવ્યો. જેતપુરમાં હજારો હરિભક્તો ભેગા થયા.
સહજાનંદ સ્વામીએ પૂજા-પાઠ કરીને રામાનંદ સ્વામીનાં ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. ગુરુનું પૂજન કર્યું. યજ્ઞમાં બેસી વિધિ પ્રમાણે આહુતિઓ આપી.
યજ્ઞનારાયણની સાક્ષીએ રામાનંદ સ્વામીએ હાથ ઝાલીને સહજાનંદ સ્વામીને પોતાની ગાદી પર બેસાર્યા. કપાળમાં ચંદનની અર્ચા કરી, કુંકુમનો ચાંદલો કર્યો અને ગળામાં હાર પહેરાવ્યો.
રામાનંદ સ્વામીએ કહ્યું: “હું તો પહેલાં આવ્યો છું, પણ સૌના સ્વામી તો સહજાનંદ છે. એ તો સર્વથી પર અક્ષર અને અક્ષરથી પણ પર પુરુષોત્તમ નારાયણ છે.”
પછી સહજાનંદ સ્વામીએ બે વરદાન માગ્યાં:
“ભક્ત હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રુંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ; પણ ભક્તને તે થાઓ નહીં. અને ભક્તને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે, પણ ભક્ત અન્ન-વસ્ત્રે કરીને દુઃખી ન થાય.”
જ.૩ પિબઈકનો પરાજય
સિરપુરથી નીકળીને ફરતાં ફરતાં નીલકંઠ આસામમાં કામાક્ષી તીર્થમાં આવ્યા. અહીં સૌ ભાવિક મુમુક્ષુઓ તેમના સ્વરૂપમાં ખૂબ આકર્ષાયા.
બાવાઓને લોકો પરથી પોતાનું વર્ચસ્વ ઓછું ન થઈ જાય તે માટે તેમણે નીલકંઠને પરાજિત કરવાનું નક્કી કર્યું અને પિબૈક નામના કહેવાતા તાંત્રિકને ઉશ્કેર્યો.
પિબૈકે એક વડના ઝાડ ઉપર અડદના દાણા નાખ્યા અને ઝાડ સુકાઈ ગયું. ત્યારબાદ મંત્ર ભણીને અડદના દાણા જમીન પર નાખ્યા. ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને તેમાંથી ભૂતો નીકળ્યા.
પરંતુ ભૂતો નીલકંઠ પાસે જઈ શક્યા નહીં. પિબૈકે ઘણા મંત્રો ભણ્યા છતાં નીલકંઠ ઉપર તેની કોઈ અસર થઈ નહીં.
છેવટે હનુમાનજી પ્રગટ થયા અને પિબૈકને સખત દંડ આપ્યો. પિબૈક લોહીની ઊલટી કરીને બેભાન થઈ જમીન પર પડી ગયો.
તેનું સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું. ત્યારે નીલકંઠે કહ્યું:
“પિબૈક! જે સાચા સિદ્ધ હોય છે તે કોઈને ડરાવતા નથી. જે ખરા પરમાત્માના આશ્રિત હોય છે, તે કોઈથી ડરતા પણ નથી. તારી મંત્રશક્તિને પરમાત્મા શક્તિએ ભસ્મસાત્ કરી નાખી.”
સત્સંગ શિક્ષણ પરીક્ષા (પૂર્વ કસોટી - ૨૧-૦૬-૨૦૨૬)
સત્સંગ – પ્રવેશ
પ્રશ્ન-૫ નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ આપો.
જ.૧
ગોપાળયોગીએ પોતાના મન માટે કહ્યું કે આજ સુધી ક્યારેય મારું મન કોઈમાંય તણાયું નથી.
જ.૨
જમાદારે સમાધિમાં રામાનંદ સ્વામી તેમજ અનંત મુક્તો ઊભાં ઊભાં નીલકંઠવર્ણીની સ્તુતિ કરતાં દીઠા.
જ.૩
નીલકંઠવર્ણીએ સાત વર્ષ, એક માસ અને અગિયાર દિવસ સુધી વનવિચરણ કર્યું.
જ.૪
નીલકંઠવર્ણીને એક મહાકાય માણસે સરયૂ નદીમાં ફગાવી દીધા.
જ.૫
રામશર્મા અને આત્માનંદ સ્વામીનો મેળાપ ત્રંબા ગામે થયો.
પ્રશ્ન-૬ નીચે આપેલ વાક્યોના કારણો જણાવો. (બેથી ત્રણ લીટીમાં)
જ.૧
લોજ આશ્રમમાં સૌને ખાતરી થઈ કે નીલકંઠવર્ણી શ્રીકૃષ્ણના અવતાર છે કારણ કે પારણામાં શ્રીકૃષ્ણલાલજીની મૂર્તિની જગ્યાએ નીલકંઠવર્ણીના દર્શન થયા. વળી બીજે સ્વરૂપે મુક્તાનંદ સ્વામીની બાજુમાં સભામાં બેઠેલા પણ દેખાયા.
જ.૨
નીલકંઠવર્ણીએ અપરિગ્રહ વ્રત ધારણ કર્યું કારણ કે તેમણે જીવનભર કોઈપણ પ્રકારનો સંગ્રહ ન રાખવાનો તથા ભગવાનના આશ્રયે જ રહેવાનો નિશ્ચય કર્યો હતો.
જ.૩
કારણ કે નીલકંઠે લાખાની ઝોળીને સ્પર્શ કર્યો અને તેમાંનાં માછલાં સજીવન થઈ ગયા.
પ્રશ્ન-૭ નીચે આપેલ અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.
જ.૧
કોણ: પ્રભુ (શંકરદાદા)
કોને: દેવીદાનને
ક્યારે: પ્રભુએ સાક્ષાત્ દેવીદાનને દર્શન આપ્યા ત્યારે કહે છે.
જ.૨
કોણ: શાસ્ત્રીજી મહારાજ
કોને: આશાભાઈને
ક્યારે: આશાભાઈને જ્યારે આર્થિક ભીસ થઈ અને છોટાઉદેપુર જવાની લાલચ થાય છે ત્યારે કહે છે.
જ.૩
કોણ: મહારાજ
કોને: બ્રહ્માનંદ સ્વામીને
ક્યારે: જ્યારે બ્રહ્માનંદ સ્વામી વિનંતી કરે છે કે “મારું સ્થૂળ શરીર છે, આટલું કંતાન નહીં ચાલે. થોડું વધારે આપો.” ત્યારે મહારાજ કહે છે.
પ્રશ્ન-૮ નીચે આપેલ વિષય માટે સૂચના મુજબ છ સાચા ક્રમ નંબર તથા તે સાચા ક્રમ નંબરને યથાર્થ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો.
વિષય : સદગુરુ શુકાનંદ સ્વામી
ફક્ત સાચા નંબર :
૧, ૪, ૫, ૮, ૯, ૧૨
યથાર્થ ઘટનાક્રમ :
જાતે લખવો.
પ્રશ્ન-૯ ઝીણાભાઈની અંત અવસ્થા – પ્રસંગ પર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો.
જૂનાગઢમાં ઝીણાભાઈ માંદા પડ્યા. તે સમાચાર મહારાજને ગઢડે મળ્યા. ઘોડીએ અસવાર થઈને તાબડતોબ અર્ધરાત્રિએ મહારાજ જૂનાગઢ પધાર્યા.
ઘોડીના ડાબલા સાંભળી સહુ જાગી ગયા. “મહારાજ પધાર્યા!” દરબારમાં સૌને ખબર પડી. મહારાજ દીવાનખાનામાં પધાર્યા અને ઝીણાભાઈના ખાટલાના ઓશીકે જઈને બેઠા.
મહારાજનાં દર્શન કરી ઝીણાભાઈ બહુ રાજી થયા. ઝીણાભાઈના દીકરા હઠીસિંહની કંઈ ભલામણ કરવા મહારાજે પૂછ્યું. ત્યારે ઝીણાભાઈએ કહ્યું:
“તમારો ભગત થશે તો તમે વગર ભલામણે સાચવશો અને ભગત નહીં થાય તો ભલામણ કરીશ તો પણ ખબર નહીં રાખો. પ્રહ્લાદની એના બાપે ક્યાં ભલામણ કરી હતી?”
પછી મહારાજે પૂછ્યું: “તમારે કંઈ માગવું છે?”
ત્યારે ઝીણાભાઈએ કહ્યું: “સોરઠ દેશના સત્સંગીઓ માટે અહીં મંદિર કરો.”
મહારાજે કોલ આપ્યો.
મહારાજે પૂછ્યું: “તમારે કયા ધામમાં જવું છે? બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક કે અક્ષરધામમાં?”
ઝીણાભાઈએ જવાબ આપ્યો: “મહારાજ! ભગુજી, મિયાંજી ને મૂળજી બ્રહ્મચારીની જેમ આપની સેવામાં રાખો.”
પછી મહારાજે ગંગાબાને સમજાવ્યું કે “અમારે તો ઝીણાભાઈને અક્ષરધામ આપવું છે.”
આમ કહી મહારાજે ઝીણાભાઈને અક્ષરધામમાં પધરાવ્યા.
ઝીણાભાઈની દેહક્રિયા માટે જતા સમયે મહારાજે તેમની નનામી ઉપાડી. સૌને આશ્ચર્ય થયું. મહારાજે સમજાવ્યું કે ઝીણાભાઈએ કમળશી ભક્તની સેવા કરી હતી, તેથી અમે આ રાજીપો બતાવ્યો છે.
આ પ્રસંગ દ્વારા મહારાજે ભગવાનના ભક્તની સેવાનો મહિમા સમજાવ્યો.
પ્રશ્ન-૧૦ નીચે આપેલ પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો.
જ.૧
પંચાળામાં શ્રીજીમહારાજે સંતોને દરરોજ પૂજા સમયે તિલક કરવાની આજ્ઞા કરી.
જ.૨
અમદાવાદ, વડતાલ અને મુળી મંદિર બ્રહ્માનંદ સ્વામીએ રચેલા.
જ.૩
નિર્ગુણ સ્વામી આફ્રિકાના હરિભક્તોને પત્રો લખીને રાજી રાખતા.
જ.૪
રાયજીએ જોબન પગીને પડકાર્યો.
પ્રશ્ન-૧૧ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય ફરી લખો.
જ.૧ ભક્તરાજ જોબનપગી
“આ તમે મારી સાથે વાત ન કરી શકો. હું ચોરોનો સરદાર. તે મને સ્વામિનારાયણે ભગત બનાવ્યો. ગળામાં કંઠી અને હાથમાં માળા અપાવી.”
જ.૨ ભક્તરાજ જીવુંબા
“આ બધા ધતિંગ મૂકી દે, ને તારો ભગવાન સાચો હોય તો હમણાં જ આવીને દૂધ પી જાય. નહીં તો આ તલવારથી તારા ટુકડે ટુકડે થઈ જશે.”
એભલખાચરે ફરી પડકાર કર્યો.
પ્રશ્ન-૧૨ નીચે આપેલ વાક્યોના કારણો જણાવો.
જ.૧
કારણ કે ખાનદેશમાં એક હરિભક્તને નિર્ગુણસ્વામીએ પુત્રપ્રાપ્તિ માટે માનતા આપેલી. તેઓ સ્વામીશ્રી પાસે ફરી આવ્યા ત્યારે સ્વામીશ્રીએ તેમને અંતર્યામીપણે કહ્યું:
“નિર્ગુણસ્વામીએ માનતા આપી છે ને? એની આપેલી માનતા ફળવવાની જ.”
જ.૨
કારણ કે બાળભક્ત દેવીદાન દોડીને મહારાજ પાસે આવ્યા અને તેમની પાસે રહેવાની ઇચ્છા જણાવી. મહારાજે રાજી થઈને હા પાડી. તે સમયે દેવીદાન બાળભક્ત અને નવા ભક્ત હતા, તેથી સૌને નવાઈ લાગી.


0 comments