પ્રવેશ - પેપર- 2 સત્સંગ શિક્ષણ પરીક્ષા (પૂર્વ કસોટી - ૨૧-૦૬-૨૦૨૬) - SOLUTION
પ્રશ્ન-૧ નીચે આપેલ અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.
જ.૧
કોણ: શ્રીકૃષ્ણભગવાન
કોને: ગોવાળીઓને
ક્યારે: જ્યારે ગોવાળિયાઓ પહેલાં ઇન્દ્રની પૂજા કરતા હતા ત્યારે શ્રીકૃષ્ણભગવાને આ વચન કહ્યાં.
જ.૨
કોણ: સગરામ
કોને: કેટલાક લોકોને
ક્યારે: જ્યારે કેટલાક લોકો સામે મળ્યા અને સગરામને પૂછ્યું કે, “રસ્તામાં તોડો ભાડયો?” ત્યારે સગરામે આ વચન કહ્યાં.
જ.૩
કોણ: ભાઈસ્વામી
કોને: આચાર્ય મહારાજને (કહી મોકલ્યું)
ક્યારે: નડિયાદમાં પધરામણી દરમિયાન એક હરિભક્તે મોટા સંતો માટે ખુરશી ગોઠવી હતી. તે ભાઈસ્વામીને ન ગમતાં બીજા દિવસે આચાર્ય મહારાજને કહી મોકલાવ્યું.
પ્રશ્ન-૨ નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો.
જ.૧
રત્નાકર અને ચાર ભાઈઓની વાત કરીને યોગીજી મહારાજ આપણને સૌને સંપ, સુહૃદભાવ અને એકતા રાખવાનું શીખવતા.
જ.૨
ધર્મના અનુશાસન વગરનું જીવન પશુજીવન છે.
જ.૩
“સંત સમાગમ કીજે...” પદની રચના સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કરી છે.
જ.૪
સંતો દેવજીભાઈને મહારાજનાં લીલાચરિત્રો અને મહિમાની અદભૂત વાતો કરતા.
જ.૫
સૌને જમાડ્યા પછી શ્રીજીમહારાજે સભામાં વાત કરી કે, “કોઈ કષ્ટ વેઠીને કાશીની યાત્રાએ જાય, પણ ગંગાજીનું પાણી ડહોળું જોઈને સ્નાન ન કરે કે પાણી ન પીએ તો તેને કેવો જાણવો?”
પ્રશ્ન-૩ નીચે આપેલ વાક્યોના કારણો જણાવો.
જ.૧
કારણ કે આ તુંબળીને એક સંત મળ્યા. તેમણે તેનો કડવો ગાળ કાઢીને તેને સ્વચ્છ કરી.
જ.૨
કારણ કે માતાજીને મહારાજે ભુજ મોકલ્યાં અને લાધીબાઈને તેમની ભલામણ કરી. બંને સાથે ભજન-ભક્તિ કરતાં.
જ.૩
કારણ કે રાઘવાનંદ અને વિશ્વાત્માનંદ આદિક ચાર ભાઈઓએ પોતાના ગામમાં આવેલા યમને મારીને ભગાડ્યા હતા.
પ્રશ્ન-૪ નીચે આપેલ કીર્તન, અષ્ટક અને શ્લોક વગેરે માગ્યા મુજબ પૂર્ણ કરો.
જ.૧
વંદન કરીએ પ્રભુ ભાવ ધરી,
સ્વામી ગુણાતીત શ્રી સહજાનંદજી।
આપ પ્રભુ છો ધામના ધામી,
બળવંતા બહુનામી હરિ॥
જ.૨
લોજપુર ધામ રહી,
સરજુદાસ કહાવિયા,
સર્વોપરી જ્ઞાન દઈ,
સંતોને રિઝાવિયા,
મુક્તાનંદ પ્રેમથી પૂજતા હો...
વદન આનંદ ઘનશ્યામને॥
જ.૩
એકાન્તિકં સ્થાપયિતું ધરાયાં
ધર્મ પ્રકુર્વન્તમમૂલ્યવાર્તાઃ।
વચઃસુધાશ્ચ પ્રકિરન્તમૂર્યાં
શ્રીસ્વામિનારાયણમાનમામિ॥
જ.૪
कार्यं न सहसा किञ्चित्
कार्यो धर्मस्तु सत्वरम् ।
पाठनीया अधीतविद्या
कार्यः सङ्गो हि सताम् ॥
પ્રશ્ન-૫ રથોત્સવ અને દેવશયની એકાદશી ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો.
રથોત્સવ (અષાઢ સુદ ૨)
આ દિવસે જગન્નાથપુરીમાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની કાષ્ઠની મૂર્તિઓને વિશાળ રથમાં બેસાડીને લાખો લોકો દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે. આ ઉત્સવ વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં પણ ઊજવાય છે. ઠાકોરજીની આગળ લાકડાંના અશ્વ સહિત રથ મૂકવામાં આવે છે. ઠાકોરજીની ચલમૂર્તિને રથમાં પધરાવવામાં આવે છે. તેમને સોનાનાં ધનુષ્ય-બાણ ધારણ કરાવવામાં આવે છે તથા પીળાં અને લાલ વસ્ત્રો પહેરાવવામાં આવે છે. રાજભોગ આરતી સમયે કીર્તન-ઉત્સવ કરવામાં આવે છે. ભગવાનને દહીં, ભાત, સાકર અને ગોળના લાડુનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે.
દેવશયની એકાદશી (અષાઢ સુદ ૧૧)
આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. પુરાણોમાં જણાવ્યા મુજબ શ્રીવિષ્ણુ ભગવાન શંખાસુરનો નાશ કર્યા પછી ક્ષીરસાગરમાં ચાર માસ સુધી શયન કરે છે. તેથી ભક્તો વિવિધ નિયમો અને વ્રતો ધારણ કરે છે. શિક્ષાપત્રીમાં મહારાજે કથા, કીર્તન, મહાપૂજા, જપ, સ્તોત્રપાઠ, પ્રદક્ષિણા અને દંડવત્ જેવા નિયમો લેવાની આજ્ઞા કરી છે. ચાતુર્માસ દરમિયાન હરિભક્તો તથા સંતો વિશેષ વ્રતો અને ઉપવાસો કરે છે તથા અમુક ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરે છે.
પ્રશ્ન-૬ “કરોડ રૂપિયા ખર્ચ...” સ્વામીની વાત પૂરી કરી તેનું નિરૂપણ કરો.
સ્વામીની વાત:
“કરોડ રૂપિયા ખર્ચે પણ આવા સાધુ મળે નહીં, ને કરોડ રૂપિયા દેતા પણ આ વાતું મળે નહીં, ને કરોડ રૂપિયા આપતા પણ મનુષ્યદેહ મળે નહીં. ને આપણે પણ કરોડ જન્મ ધાર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નિકર શું કરવા દેહ ધરવો પડે?”
નિરૂપણ:
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહિમા સહિતની ભક્તિવાળા સત્પુરુષ મળવા દુર્લભ છે. તેમની વાતો પણ દુર્લભ છે. તે વાતોમાં અજ્ઞાન દૂર કરવાની શક્તિ રહેલી છે. મનુષ્યદેહ પણ અતિ દુર્લભ છે. ચોરાશી લાખ યોનિ પછી મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે.
એક આંધળો માણસ રાજાના હાથે પકડાયો. રાજાએ તેને શહેરના કોટમાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવ્યો કે દીવાલને અડીને ચાલતો રહેજે. પરંતુ જ્યાં બારી આવવાની હતી ત્યાં તેને માથે ખંજવાળ આવી અને તે દીવાલ છોડીને માથું ખંજવાળવા લાગ્યો. પરિણામે બારી ચૂકી ગયો અને ફરી આખો ચક્કર મારવો પડ્યો.
તે જ રીતે આપણને મનુષ્યદેહ અને સત્પુરુષનો સંગ મળ્યો છે. જો આપણે તેનો લાભ લઈએ નહીં તો આ અમૂલ્ય અવસર ગુમાવીએ. માટે સત્પુરુષને ઓળખી તેમની વાતો સાંભળીને અજ્ઞાન દૂર કરવું જોઈએ.
સત્સંગ – પ્રવેશ (પેપર-૨)
પ્રશ્ન-૭ નીચે આપેલા અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.
જ.૧
કોણ: સ્વામીશ્રી (શાસ્ત્રીજી મહારાજ)
કોને: હીરાભાઈ મુખીને
ક્યારે: જ્યારે હીરાભાઈ મુખીએ મંદિરમાં રસોઈ આપી અને સૌ સંતો જમ્યા, પરંતુ પૂ. શાસ્ત્રીજી મહારાજ જમ્યા ન હતા, ત્યારે હીરાભાઈને આ વચન કહ્યાં.
જ.૨
કોણ: સ્વામીશ્રી (શાસ્ત્રીજી મહારાજ)
કોને: સભાને સંબોધીને
ક્યારે: સંવત ૨૦૦૬ના જેઠ સુદ ૪ના દિવસે સ્વામીશ્રીએ સદગુરુ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીની પ્રમુખ તરીકે નિમણૂક કરી ત્યારે આ વચન કહ્યાં.
જ.૩
કોણ: સ્વામીશ્રી (શાસ્ત્રીજી મહારાજ)
કોને: સૌ હરિભક્તોને
ક્યારે: વઢવાણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા સમયે સ્વામીશ્રીએ અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાવાળા સૌ હરિભક્તોને વઢવાણ મંદિરે જવાની આજ્ઞા કરી ત્યારે આ વચન કહ્યાં.
પ્રશ્ન-૮ નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ આપો.
જ.૧
કૃષ્ણજી અદા સૌને કહેતા કે, “શુદ્ધ જ્ઞાન છડેચોક કહેલું જોવું હોય તો બોચાસણ જાઓ.”
જ.૨
મહુવામાં પુરાણી રઘુવીરચરણદાસે મંદિરમાં યજ્ઞપુરુષદાસજી તથા પુરાણી કેશવપ્રસાદદાસને રાખ્યા.
જ.૩
આચાર્ય લક્ષ્મીપ્રસાદજીએ કહ્યું કે, “બધો દેશ પડ્યો છે, જ્યાં જવું હોય ત્યાં જાય.”
જ.૪
જાગા ભક્તે યજ્ઞપુરુષદાસજીને રાજી થઈને કહ્યું કે, “ઘણા મુમુક્ષુઓનું મોક્ષનું દ્વાર બંધ થઈ ગયું હતું તે તમે આજે ઉઘાડ્યું. હવે આજથી મારાથી જે જે સત્કર્મ થાય, જે જે જીવોનું કલ્યાણ થાય, તે બધાનું પુણ્ય તમને છે.”
જ.૫
રાધારમણપ્રસાદને સમાધિમાં શ્રીજીમહારાજે પોતે ધારેલો રૂમાલ આપ્યો.
પ્રશ્ન-૯ નીચે આપેલા વાક્યોના કારણો જણાવો.
જ.૧
જ્યારે સુવર્ણતુલાનો સમય આવ્યો ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, “સાધુની સુવર્ણથી તુલા હોય નહીં.” સૌએ ઘણી વિનંતી કરી, પરંતુ સ્વામીશ્રી મક્કમ રહ્યા. છેવટે સ્વામીશ્રીની સાકરથી તુલા કરવામાં આવી.
જ.૨
ડુંગર ભક્તને હવે ઘરમાં રહેવું ગમતું નહોતું. તેઓ ગૃહત્યાગ કરીને સાધુ થવા ઇચ્છતા હતા. દર પૂનમે વડતાલ જતા અને બે-ત્રણ દિવસ રોકાઈ સંતોના આસનમાં કથા-વાર્તા કરતા.
જ.૩
મંદિર પ્રતિષ્ઠામાં ત્રણ લાખ હરિભક્તો જમ્યા પછી આખું ગામ જમ્યું છતાં શીરો ખૂટ્યો નહીં. આઠ દિવસ સુધી આખા ગામને જમાડ્યો છતાં શીરો સુગંધીદાર જ રહ્યો. છેવટે આજુબાજુના ગામોની ગૌશાળામાં મોકલવામાં આવ્યો.
પ્રશ્ન-૧૦ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો.
જ.૧ કોની છેલ્લી સેવામાં શાસ્ત્રીજી મહારાજ જોડાયા હતા?
✓ જાગા ભક્ત
જ.૨ એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો!
✓ વૈશાખ સુદ ૪
✓ સવારે નવ વાગ્યે
જ.૩ શુદ્ધ ઉપાસનાનાં મંદિરો
✓ બોચાસણની પ્રથમ મંદિર માટે પસંદગી
✓ ચાલીસ હજાર રૂપિયા લખાયા
પ્રશ્ન-૧૧ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો.
જ.૧ ચમત્કારની પરંપરા
સ્વામીશ્રીના શબ્દો જેમ સત્ય પડતા હોય તેમ નાનપણથી જ જણાતું હતું. તેમના બાળચરિત્રો ભક્તિપૂર્ણ અને દિવ્યતાથી ભરેલા હતા. ઘણી વખત તેઓ અદ્ભુત ચમત્કારો પણ દર્શાવતા. તેમના કુટુંબમાં લગ્નપ્રસંગ દરમિયાન ડુંગર ભક્તે અચાનક માંદગી ધારણ કરી. થોડા સમયમાં માંદગી ગંભીર બની ગઈ. ડુંગર ભક્ત સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા અને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ લેતા હતા.
માતાપિતાએ માન્યું કે બાળક દેહ મૂકી ગયો છે. તેથી તેમને વસ્ત્રથી ઢાંકી બાજુના ઘરમાં સુવડાવી દીધા. પ્રસંગ પૂર્ણ થયા પછી સૌએ જોયું કે ડુંગર ભક્ત તો હસતા-રમતા હતા અને તેમની આસપાસ તેજનાં વર્તુળો દેખાતા હતા. આ જોઈ સૌને આનંદ થયો.
છ વર્ષની ઉંમરે ડુંગર ભક્ત એક લગ્નપ્રસંગે કરમસદ ગયા. સૌ લગ્નમાં વ્યસ્ત હતા ત્યારે ડુંગર ભક્તે ગામનું મંદિર શોધી કાઢ્યું અને ત્યાં ભગવાનની સેવા-પૂજા તથા કથા-વાર્તા કરવા લાગ્યા. જમવાના સમયે સૌએ તેમને શોધ્યા. મંદિરમાંથી મળ્યા ત્યારે એકાદશી હોવાથી જમવાનો ઇનકાર કર્યો.
ચારસો જેટલા લોકોએ તેમને સમજાવ્યા, પરંતુ તેઓ અડગ રહ્યા અને કહ્યું: “શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે એકાદશીના દિવસે અન્ન ખાવું તે માંસ ખાવા બરાબર છે.” અંતે તેમના માટે પેંડા અને બરફી મંગાવીને ફરાળ કરાવવામાં આવ્યો. આ વાત સમગ્ર ગામમાં પ્રસરી ગઈ અને સૌ તેમના દર્શન કરવા આવ્યા.
જ.૨ ઠાકોરિયો વીંછી
વડતાલથી યજ્ઞપુરુષદાસજી ઠાસરા ગયા. ત્યાં કથા-વાર્તા કરીને હરિભક્તોને ઘણો આનંદ કરાવ્યો. ત્યાંથી તેઓ ડભોઈ ગયા. ડભોઈમાં પુરાણી મોરલીદાસને ભગતજી મહારાજ પ્રત્યે અભાવ હતો. યજ્ઞપુરુષદાસજીએ તેમની ભૂલ દૂર કરીને ભગતજીનો મહિમા સમજાવ્યો.
ભગતજી મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું: “યજ્ઞપુરુષદાસજી તો ઠાકોરિયો વીંછી છે. જ્યાં જશે ત્યાં મુમુક્ષુઓને ચટકો મારીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની ઓળખાણ કરાવશે.”
ડભોઈના હરિભક્તોને તેમની વાતોથી ઘણો આનંદ થયો. પુરાણી મોરલીદાસ પણ રાજી થઈને બોલ્યા: “વાહ, વાહ યજ્ઞપુરુષ! તમે આજે એવી વાતો કરી કે અંતર ઠરી ગયું. મારી આટલી વૃદ્ધ ઉંમરમાં પણ આવી વાતો સાંભળી નથી.”
પછી યજ્ઞપુરુષદાસજીએ વડોદરામાં વિદ્વાન રંગાચાર્ય પાસે ‘સિદ્ધાંત કૌમુદી’નો અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ અને અભ્યાસ જોઈ રંગાચાર્ય ખૂબ પ્રસન્ન થયા. યજ્ઞપુરુષદાસજી વારંવાર ભગતજી મહારાજનો મહિમા કહેતા. તેથી રંગાચાર્યને પણ ભગતજી મહારાજના દર્શનની તીવ્ર ઇચ્છા થઈ.
પ્રશ્ન-૧૨ નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો.
જ.૧ ગુરુહરિનો પ્રથમ વાર જયંતી મહોત્સવ
“સ્વામીશ્રીએ તો ‘સાધુથી પૈસા લેવાય જ નહીં.’ એમ કહી ના પાડી. પોતે ઠાકોરજીની સેવામાં એ રકમ વાપરવા અને ઠાકોરજીને ભેટ કરવા આજ્ઞા કરી.”
જ.૨ ગુરુશિષ્યનો પ્રેમપ્રવાહ
“બીજા દિવસે ભગતજી મહારાજ નડિયાદ જવા નીકળ્યા. યજ્ઞપુરુષદાસ તથા ભગતજીવનદાસ પણ સાથે ચાલ્યા અને વાતો સાંભળતા હતા.”
જ.૩ ‘અંતર ચોખ્ખા કરવાની સાવરણી’
“ગઢડામાં જળઝીલણીના સમૈયે યજ્ઞપુરુષદાસજીને ભગતજીએ આજ્ઞા કરી કે, ‘આચાર્ય મહારાજ ભણવાની આજ્ઞા કરે તો રાજકોટ જજો, પણ કાશીએ જવાની જરૂર નથી.’”


0 comments