સત્સંગ પરિચય – પેપર 1 - સત્સંગ શિક્ષણ પરીક્ષા (પૂર્વ કસોટી - ૨૧-૦૬-૨૦૨૬) - SOLUTION

 


પ્રશ્ન – ૧ : નીચે આપેલા અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.

જ.૧

“આ મૃત્યુલોક છે, નાશવંત દેહ છે, માટે હું હવે અક્ષરધામમાં જઈશ.”

  • કોણ કહે છે : શ્રીજીમહારાજ

  • કોને કહે છે : સૌ સંતો અને હરિભક્તોને

  • ક્યારે કહે છે : વડતાલમાં હુતાશનીના સમૈયા પછી સૌ સંતો અને હરિભક્તો મહારાજના દર્શને ગઢડા આવ્યા ત્યારે મહારાજે છેલ્લો મંદવાડ ધારણ કર્યો હતો. મહારાજે સૌ સંતો અને ભક્તોને બોલાવી સભામાં સંબોધન કરતાં આ વચન કહ્યું.

જ.૨

“આ દરેક પાંચ, પચ્ચીસ કે પચાસ ગામના ધણી છે.”

  • કોણ કહે છે : શ્રીજીમહારાજ

  • કોને કહે છે : સુંદરજી સુથારને

  • ક્યારે કહે છે : મહારાજની આજ્ઞાથી સુખી કુટુંબના અઢાર ગામધણીઓ અને રાજદરબારોએ દીક્ષા લીધી. તેઓ રામદાસ સ્વામી સાથે ભુજમાં શ્રીજીમહારાજ પાસે પહોંચ્યા ત્યારે મહારાજ સુંદરજી સુથારને તેમની ઓળખાણ કરાવતા આ વચન કહે છે.

જ.૩

“મારું ગારાવાળું અંગ નથી.”

  • કોણ કહે છે : ગુણાતીતાનંદ સ્વામી

  • કોને કહે છે : શ્રીજીમહારાજને

  • ક્યારે કહે છે : વડતાલ મંદિરનું બાંધકામ ચાલતું હતું. સૌ સંતો અને હરિભક્તો સેવા કરતા હતા. મહારાજ સૌને ભેટતા હતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી દૂર ઊભા હતા. મહારાજે તેમને બોલાવ્યા ત્યારે સ્વામી આ વચન કહે છે.


પ્રશ્ન – ૨ : આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ ખરાની નિશાની કરો.

જ.૧ ડભાણનો યજ્ઞ

✓ ઘી ખૂટ્યું, ઘી ખૂટ્યું.
✓ વર નિર્ગુણ રે, થયા બ્રહ્મરૂપ.

જ.૨ મહારાજનું વર્તન

✓ દિવસના બે વાગ્યા સુધી કથા.
✓ ગામવાસીઓને જમાડે.


પ્રશ્ન – ૩ : નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો.

૧. સંવત ૧૮૮૬ ના જેઠ સુદ દશમને દિવસે શ્રીજીમહારાજે દેહત્યાગ કર્યો.

૨. મહારાજે સુરાખાચરને પ્રાયશ્ચિત રૂપે ૫૧ માળા ફેરવવાની આજ્ઞા કરી.

૩. સંવત ૧૮૬૨ ના ફાગણ વદ ત્રીજને દિવસે મહારાજે ગઢડામાં વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી.

૪. સાધુએ નિર્માન, નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ અને નિઃસ્નેહ વર્તમાન દૃઢપણે પાળવા.


પ્રશ્ન – ૪ : સંતોને પગરખાં પહેરાવ્યા

મહારાજ હરિનવમીનો સમૈયો કરવા વડતાલ જવા નીકળ્યા હતા. બપોરના સમયે ભોળાદ ગામની સીમમાં સંતોના સંઘ સાથે વિસામો કરવા રોકાયા. ચૈત્ર માસનો તાપ ખૂબ જ હતો. સંતો કૂવામાંથી ગાતરિયાં ભીનાં કરી લાવ્યા. પછી જમીન પર પાણી છાંટી તેને ઠંડી કરી. ઝાડ નીચે અને આસપાસ ભીનાં ગાતરિયાં બાંધી ઓરડી જેવું બનાવ્યું. તેમાં મહારાજને પોઢાડ્યા.

મહારાજે વિચાર કર્યો કે આવા તાપમાં સંતો ઉઘાડા પગે ચાલે છે અને કેટલાંક સંતોના પગમાં ફોલ્લા પણ પડ્યા છે. તેમના પગ કેટલા બળતા હશે! આ વિચારથી મહારાજના હૃદયમાં કરુણા જાગી.

થોડા સમય પછી મહારાજ જાગ્યા અને સંતોને કહ્યું :

“આજથી તમારે પગમાં ચામડાનાં પગરખાં પહેરવાં. મારી આજ્ઞા છે, માટે તમો સૌ જોડા પહેરજો.”

આમ મહારાજે સંતો પ્રત્યેની અપાર કરુણા દર્શાવી અને સૌ સંતોને પગરખાં પહેરવાની આજ્ઞા કરી.


પ્રશ્ન – ૫ : નીચે આપેલા પ્રશ્નોના એક પૂર્ણ વાક્યમાં જવાબ લખો.

જ.૧

ફકીરે શ્રીજીમહારાજના હાથે દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર નહીં કરવાના નિયમ લીધા.

જ.૨

ગંગાએ સોનબાઈને કહ્યું કે “તારી પાસે ઊંચી જાતના દાળ-ચોખા નથી,” તેથી મહારાજના કામમાં પોતાનું સીધું ન આવ્યું તે વિચારી સોનબાઈ દુઃખી થયા.

જ.૩

શ્રીજીમહારાજ એભલખાચરની વિનંતીથી સૌપ્રથમવાર ગઢડા પધાર્યા.

જ.૪

શ્રીજીમહારાજે સ્ત્રીઓને લગ્ન પ્રસંગે રાધા અને રુક્મિણી વિવાહના ધોળ (પદો) ગાવાની આજ્ઞા કરી.

જ.૫

લીમલીમાં શ્રીજીમહારાજે મૂળજી શેઠના ઘરવાળાને દેખતા કર્યા.

સત્સંગ પરિચય – પેપર ૧

પ્રશ્ન – ૬ : નીચે આપેલા વાક્યોના કારણો જણાવો.

જ.૧ તેજાભક્તો અને હરિજન ભક્તોની ગ્રામજનો ઠેકડી ઉડાડતા.

છાણી ગામના વણકર તેજાભાઈ અને હરિજનો ગોપાળાનંદ સ્વામી થકી સત્સંગી થયા હતા. ધીરે ધીરે અન્ય ઉપેક્ષિત જાતિના વણકરો અને હરિજનો પણ સત્સંગી બન્યા. તેઓ નાહી-ધોઈ પૂજાપાઠ કરતા, તિલક-ચાંદલો કરતા, કથાવાર્તા અને ભજન-કીર્તન કરતા તથા ચાળ્યા-ગાળ્યા વગરનું અન્નજળ લેતા નહીં. તેથી ગ્રામજનો તેમની ઠેકડી ઉડાડતા.

જ.૨ શ્રીજીમહારાજે વેદાંતાચાર્યને બસો રૂપિયા અને વસ્ત્રો આપ્યાં.

વડતાલમાં એક દક્ષિણી બ્રાહ્મણ વેદાંતાચાર્ય આવ્યા હતા. તેઓ ખૂબ આભિમાની હતા. મહારાજે તેમને શ્રુતિ-વેદાંતના બાર વાક્યોના અર્થ પૂછ્યા, પરંતુ તેઓ ઉત્તર આપી શક્યા નહીં. ત્યારબાદ મહારાજે જાતે અર્થ સમજાવ્યા, જેથી તેમનો અભિમાન ઓગળી ગયો. છતાં તેઓ વિદ્વાન બ્રાહ્મણ હોવાથી મહારાજે તેમને બસો રૂપિયા અને વસ્ત્રો આપ્યાં.

જ.૩ મગનીરામે જટા, દાઢી અને મૂછ મુંડાવી નાખી.

મગનીરામે મહારાજ પાસે આવી પોતાના અપરાધની માફી માંગી અને સાધુ બનાવવાની વિનંતી કરી. ત્યારે મહારાજે તેમને દાઢી, મૂછ અને મોટી જટાનો ત્યાગ કરવાની આજ્ઞા કરી. મહારાજે કહ્યું કે રાજાને મૂછ અને બાવાને જટા હોય છે, તેનો ત્યાગ કરવો જોઈએ. આથી મગનીરામે રાજી થઈ જટા, દાઢી અને મૂછ મુંડાવી નાખી.


વિભાગ – ૨ : સત્સંગ વાંચનમાળા ભાગ – ૨

પ્રશ્ન – ૭ : નીચે આપેલા અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.

જ.૧

“આ મૂળજી બ્રહ્મચારીને જોડ કોણ છે?”

  • કોણ : બ્રહ્માનંદ સ્વામી

  • કોને : મહારાજને

  • ક્યારે : એક સમયે ગઢપુરમાં મહારાજ સંતોની જોડ બાંધતા હતા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો.

જ.૨

“જય સ્વામિનારાયણ, હું ધામમાં જાઉં છું.”

  • કોણ : પૂજ્ય કૃષ્ણજી અદા

  • કોને : શાસ્ત્રીજી મહારાજ તથા સંતોને

  • ક્યારે : કૃષ્ણજી અદાએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો હતો. આસો સુદ અગિયારસની રાત્રે બે વાગ્યે શાસ્ત્રીજી મહારાજ અને સંતોને બોલાવી આ વચન કહ્યું.

જ.૩

“મને આપના ચરણોમાં સદાય રાખો.”

  • કોણ : દિનમણી

  • કોને : શ્રીજીમહારાજને

  • ક્યારે : ઊંઝા ગામમાં દિનમણીએ સંતો અને ભક્તોની સભામાં શ્રીજીમહારાજના દર્શન કર્યા. દર્શનથી અંતરમાં અપાર શાંતિ અનુભવતા તેમણે મહારાજના ચરણોમાં પડી આ પ્રાર્થના કરી.


પ્રશ્ન – ૮ : સાચા ક્રમ નંબર અને યથાર્થ ઘટનાક્રમ

ફક્ત સાચા નંબરો :

૨, ૫, ૭, ૮, ૧૦, ૧૧

યથાર્થ ઘટનાક્રમ :

૧૧ → ૫ → ૨ → ૮ → ૭ → ૧૦


પ્રશ્ન – ૯ : એભલ ખાચરને મહારાજનો નિશ્ચય વિશેષ દૃઢ થયો

વાળાક દેશમાં ઉમેજ ગામમાં લાખા પટેલની સુંદર વાડી હતી. ત્યાં એક કેળના છોડ પાસે લીમડાનો છોડ ઊગ્યો હતો. વિઠ્ઠલાનંદ અને બાળાનંદ નામના બે સંતોએ તે લીમડાને જોઈ કહ્યું કે, “આ લીમડા નીચે ભગવાન બેસશે.”

તે સમયે એભલખાચર અને તેમના સાળા ઘેલા ધાધલ ત્યાં આવ્યા હતા. તેમણે આ વાત સાંભળી લાખા પટેલ પાસેથી તે છોડ લઈ ગઢડા પોતાના દરબારમાં રોપ્યો.

એભલખાચર મૂળ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. પછી સહજાનંદ સ્વામીનો તેમને પ્રથમ મેળાપ કારિયાણીમાં થયો. શરૂઆતમાં તેમણે મહારાજને એક મહાન સંત માન્યા હતા.

ત્યારબાદ શ્રીજીમહારાજ છૂપા વેષે ગઢપુર આવ્યા અને એભલખાચરના દરબારમાં રહ્યા. તે સમયે મહારાજે તેમને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યાં. તેથી એભલખાચરને મહારાજનો મહિમા સમજાયો અને તેઓ દૃઢ નિશ્ચયવાળા ભક્ત બન્યા.

વળી, મહારાજ વારંવાર તેમના દરબારમાં રોપેલા લીમડા નીચે બેસતા. આથી એભલખાચરનો મહારાજ પ્રત્યેનો નિશ્ચય દિવસે દિવસે વધુ દૃઢ બનતો ગયો.


પ્રશ્ન – ૧૦ : નીચે આપેલા પ્રશ્નોના એક પૂર્ણ વાક્યમાં જવાબ લખો.

જ.૧

ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞાની સાથે ભગવાનની મૂર્તિ આપતા હતા.

જ.૨

ભક્ત જ્યારે ભગવાનને આધીન રહે ત્યારે ભગવાન પણ તેવા ભક્તને આધીન થાય છે.

જ.૩

પ્રેમાનંદ સ્વામીને શ્રીજીમહારાજ પ્રત્યે અત્યંત પ્રેમલક્ષણા ભક્તિ હતી.

જ.૪

ગાયકવાડે વિદ્વાનોને રજા આપતા કહ્યું કે, “જો પરાજય પામીને આવશો તો તમારું વર્ષાસન બંધ કરી દઈશ.”


પ્રશ્ન – ૧૧ : ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો.

જ.૧ શ્રી કૃષ્ણજી અદા

આચાર્ય મહારાજે તેમને દીક્ષા આપી અને સ્વામીએ તેમનું નામ અખંડાનંદ બ્રહ્મચારી રાખ્યું. સ્વામી મેવાસામાં બે વખત પધાર્યા હતા. પહેલી વખત કિસનજીભાઈ મેવાસામાં ન હતા.

જ.૨ સ્વામી જાગા ભક્ત

“મેં આખા હિન્દુસ્તાનમાં યાત્રા કરી છે, મોટા મોટા મંદિરો જોયાં છે, પણ આવી દૈવી શાંતિનો અનુભવ થયો નથી. તે શાંતિ આ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસના સંગથી થાય છે.”


પ્રશ્ન – ૧૨ : નીચે આપેલા વાક્યોના કારણો જણાવો.

જ.૧ દાદાખાચરનું જીવન ઉત્તમ ભક્તપણાની પ્રતીતિ કરાવે છે.

દાદાખાચરની દેશ-કાળની પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં તેઓ ઈચ્છતા કે મહારાજ અખંડ ગઢપુરમાં બિરાજે. પોતાના આંગણે મોટા ઉત્સવો થાય, હજારો સંતો અને હરિભક્તો આવે, ભીડો પડે છતાં તેમનું મન ક્યારેય મોળું પડતું નહોતું. તેમની પ્રેમલક્ષણા ભક્તિથી પ્રસન્ન થઈ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ૨૫ વર્ષ સુધી તેમના દરબારમાં રહ્યા. આથી તેમનું જીવન ઉત્તમ ભક્તપણાની પ્રતીતિ કરાવે છે.

જ.૨ દ્વેષીઓએ જાગા ભક્ત માટે ખોટી વાતો ઉડાવી.

જાગા ભક્તનો અત્યંત મહિમા પ્રસર્યો હતો. અનેક શિષ્યો તેમના આસને સમાગમ માટે આવતા. નાગર, લોહાણા, કણબી, કરડિયા, ગરાસિયા વગેરે તમામ જાતિના હરિભક્તો તેમના સમાગમનો લાભ લેતા અને તેમને ગુરુભાવથી માનતા હતા. તેથી દ્વેષીઓએ ખોટી વાત ઉડાવી કે તેમના શિષ્યો તેમને ભગવાન સમજે છે.


પ્રશ્ન – ૧૩ : નિબંધ


0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...