સત્સંગ પરિચય – પેપર 2 - સત્સંગ શિક્ષણ પરીક્ષા (પૂર્વ કસોટી - ૨૧-૦૬-૨૦૨૬) - SOLUTION
પૂર્વ કસોટી – ૨૦૨૬
સત્સંગ પરિચય – પ્રશ્નપત્ર ૨
પ્રશ્ન – ૧
નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.
૧) "આ પરણીને બેઠાં તે સ્ત્રી કયા બ્રહ્માંડમાંથી લાવ્યો ?"
કોણ કહે છે : રામપ્રતાપભાઈ
કોને કહે છે : દામોદરભાઈને
ક્યારે કહે છે : શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી દામોદરભાઈનાં પત્ની ધામમાં ગયાં, તેથી તે ફરી પરણ્યા. આ વાતની રામપ્રતાપભાઈને ખબર પડી. જ્યારે નરનારાયણના દર્શન કરીને દામોદરભાઈ રામપ્રતાપભાઈ પાસે દર્શન કરવા જાય છે ત્યારે લાકડી લઈને રામપ્રતાપભાઈ આ વચન કહે છે.
૨) "છતાં પણ તું મને કેમ કાંઈ પૂછતો નથી ?"
કોણ કહે છે : પ્રધાનપુત્ર
કોને કહે છે : રાજકુમારને
ક્યારે કહે છે : સર્પને રાજકુમારના ગળાનું લોહી પીવું હતું. તેથી પ્રધાનપુત્રએ રાજકુમારના ગળે છરીથી કાપો પાડી લોહી પડિયામાં લઈ સર્પને આપ્યું. પછી ઔષધ લગાવી પાટો બાંધ્યો. રાજકુમાર આ ક્રિયા જોઈને પણ કંઈ પૂછતો નથી. બે દિવસ સુધી જંગલમાં સાથે ફરવા છતાં પ્રશ્ન ન પૂછતાં પ્રધાનપુત્ર આ વચન કહે છે.
૩) "કાલે ઉપરવાસ સારો વરસાદ થશે."
કોણ કહે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : કડવીબાઈને
ક્યારે કહે છે : ન્યાતીલા બ્રાહ્મણો કડવીબાઈને મારી નાખવાનું નક્કી કરે છે. ત્યારે ઉન્નદ ખાચર ઉઘાડી તલવાર લઈને તેમની રક્ષા કરે છે. તે રાત્રે શ્રીજીમહારાજ દર્શન આપી કડવીબાઈને આશ્વાસન આપતાં આ વચન કહે છે.
પ્રશ્ન – ૨
નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો.
૧) ભગવાનનાં ભક્તને પરમેશ્વરને વિષે તો કોઈ અવગુણ ભાસે જ નહીં.
૨) વસોના તુલસીભાઈ સ્વામીને કહેતા : “સ્વામી ! બેના ચાર દી રહો, ચારના આઠ દી રહો, પણ મારા દીકરા વાઘજીના જેવું અંતરમાં ટાઢું કરો.”
૩) ભગવાનનું મનુષ્ય સ્વરૂપ અને ક્રિયાઓ અન્ય મનુષ્ય જેવી હોય છે, છતાં તે દિવ્ય અને કલ્યાણકારી સમજવી જોઈએ.
૪) આપણી ત્યાં મંદિરો બે પ્રકારના છે : (૧) શિખરબદ્ધ મંદિર (૨) હરિમંદિર.
૫) ગોરધનભાઈ પોતાના ચોપડામાં “હસ્તે સ્વામિનારાયણ” લખતા હતા.
પૂર્વ કસોટી – ૨૦૨૬
સત્સંગ પરિચય – પ્રશ્નપત્ર ૨
પ્રશ્ન – ૧
નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.
જ.૧
"આ પરણીને બેઠાં તે સ્ત્રી કયા બ્રહ્માંડમાંથી લાવ્યો ?"
કોણ કહે છે : રામપ્રતાપભાઈ
કોને કહે છે : દામોદરભાઈને
ક્યારે કહે છે : શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી દામોદરભાઈનાં પત્ની ધામમાં ગયાં, તેથી તે ફરી પરણ્યા. આ વાતની રામપ્રતાપભાઈને ખબર પડી. જ્યારે નરનારાયણના દર્શન કરીને દામોદરભાઈ રામપ્રતાપભાઈ પાસે દર્શન કરવા જાય છે ત્યારે લાકડી લઈને રામપ્રતાપભાઈ આ વચન કહે છે.
જ.૨
"છતાં પણ તું મને કેમ કાંઈ પૂછતો નથી ?"
કોણ કહે છે : પ્રધાનપુત્ર
કોને કહે છે : રાજકુમારને
ક્યારે કહે છે : સર્પને રાજકુમારના ગળાનું લોહી પીવું હતું, તેથી પ્રધાનપુત્રએ રાજકુમારના ગળે છરીથી કાપો પાડી લોહી પડિયામાં લઈ સર્પને આપ્યું. પછી ઔષધ લગાવી પાટો બાંધ્યો. રાજકુમાર આ ક્રિયા જોઈને પણ કંઈ પૂછતો નથી. બે દિવસ સુધી જંગલમાં સાથે ફરવા છતાં પ્રશ્ન ન પૂછતાં પ્રધાનપુત્ર આ વચન કહે છે.
જ.૩
"કાલે ઉપરવાસ સારો વરસાદ થશે."
કોણ કહે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : કડવીબાઈને
ક્યારે કહે છે : ન્યાતીલા બ્રાહ્મણો કડવીબાઈને મારી નાખવાનું નક્કી કરે છે. ત્યારે ઉન્નદ ખાચર ઉઘાડી તલવાર લઈને તેમની રક્ષા કરે છે. તે રાત્રે શ્રીજીમહારાજ દર્શન આપી કડવીબાઈને આશ્વાસન આપતાં આ વચન કહે છે.
પ્રશ્ન – ૨
નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો.
જ.૧
ભગવાનનાં ભક્તને પરમેશ્વરને વિષે તો કોઈ અવગુણ ભાસે જ નહીં.
જ.૨
વસોના તુલસીભાઈ સ્વામીને કહેતા : “સ્વામી ! બેના ચાર દી રહો, ચારના આઠ દી રહો, પણ મારા દીકરા વાઘજીના જેવું અંતરમાં ટાઢું કરો.”
જ.૩
ભગવાનનું મનુષ્ય સ્વરૂપ અને ક્રિયાઓ અન્ય મનુષ્ય જેવી હોય છે, છતાં તે દિવ્ય અને કલ્યાણકારી સમજવી જોઈએ.
જ.૪
આપણી ત્યાં મંદિરો બે પ્રકારના છે : (૧) શિખરબદ્ધ મંદિરો અને (૨) હરિમંદિરો.
જ.૫
ગોરધનભાઈ પોતાના ચોપડામાં “હસ્તે સ્વામીનારાયણ” લખતા હતા.
પ્રશ્ન – ૩
નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો.
જ.૧
જગન્નાથપુરીમાં એક બ્રાહ્મણનો એકનો એક ગુણવાન દીકરો મૃત્યુ પામ્યો હતો. બ્રાહ્મણ તેના મૃતદેહ પાસે બેસીને રડતો હતો. તેને જોઈ સ્વરૂપાનંદ સ્વામીને દયા આવી. તેમણે શ્રીજીમહારાજના પ્રતાપે તે દીકરાને સજીવન કર્યો. તેથી જગન્નાથપુરીમાં બ્રાહ્મણનો દીકરો સજીવન થયો.
જ.૨
નાસ્તિક પરમેશ્વરને માનતા નથી અને શુષ્ક વેદાંતી “હું બ્રહ્મ છું” એમ માનીને પાપ કરતાં પણ બીતા નથી. આવા લોકોનો સંગ કુસંગ કહેવાય છે. તેથી નાસ્તિક અને શુષ્ક વેદાંતીનો સંગ કરવો જ નહીં.
જ.૩
ગુરુ ભગવાનનું સ્વરૂપ છે. “ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ” એમ શાસ્ત્રોમાં જણાવ્યું છે. ગુરુનું અપમાન ધર્મ, સત્કર્મ અને કલ્યાણનો નાશ કરે છે. તેથી ગુરુનું અપમાન ન કરવું.
પ્રશ્ન – ૪
નીચે આપેલાં કીર્તન, અષ્ટક અને શ્લોક વગેરે માંગ્યા મુજબ પૂર્ણ કરો.
જ.૧
પાજ ધર્મની લાજ શું બાંધી, લીધી અરીની લાજ;
ધન સ્ત્રીય ત્યાગી સાધુ કીધા, સર્વોપરી મહારાજ.
વિશ્વવિહારી અજ અવિકારી, અવતારી અલબેલ;
કલ્પતરુ છો સુખ દેવામાં, છોગાળા રંગ છેલ.
જ.૨
રમૂજ કરતા રે, રાજીવ નેણ રૂપાળાં,
કોઈ હરિજનની રે, માંગી લઈને માળા.
બેવડી રાખીએ, બબે મણકા જોડે,
ફેરવે તાણી રે, કાંઈક માળા તોડે.
જ.૩
शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् ।
अणुमप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा ॥७॥
જ.૪
સંસારના જન્મ-મૃત્યુની બીક ટાળનાર, સુખ, સંપત્તિ અને કરુણાના મૂળ સ્થાન; વ્રત, દાન, તપાદિ ક્રિયાના ફળસ્વરૂપ સહજાનંદ ગુરુને હું નિરંતર ભજું છું.
પ્રશ્ન – ૫
સુંદરજી સુથાર
સુંદરજી સુથાર કચ્છના રાજાના કારભારી હતા. તેઓ રામાનંદ સ્વામીના ભક્ત હતા. રામાનંદ સ્વામીએ તેમને શ્રીજીમહારાજના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો હતો, તેથી તેઓ શ્રીજીમહારાજના અનન્ય ભક્ત બન્યા હતા.
એક પ્રસંગે તેઓ ભુજના રાજાનું જાન લઈને ગોંડલ આવ્યા. ત્યાં ખબર પડી કે શ્રીજીમહારાજ બંધીયામાં બિરાજમાન છે. તેથી તેઓ તરત જ મહારાજના દર્શને આવ્યા. મહારાજે પૂછ્યું : “કોણ આવ્યું ?” ત્યારે તેમણે જવાબ આપ્યો : “આપનો દાસ.” મહારાજે પૂછ્યું : “દાસનું લક્ષણ શું ?” તેમણે જવાબ આપ્યો : “જે કહે તે કરે.”
મહારાજે કહ્યું : “દાસ હો તો વસ્ત્ર અને ઘરેણાં ઉતારી સાધુ થાવ.” સુંદરજીભાઈએ તરત જ આજ્ઞા માની દીક્ષા લીધી. પછી મહારાજે તેમને કાશીની યાત્રા માટે મોકલ્યા.
પછી મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યું કે કચ્છમાં સત્સંગ માટે ઉપાધિ થઈ શકે. તેથી મહારાજે તેમને પાછા બોલાવ્યા અને ફરી પૂછ્યું : “દાસનું લક્ષણ શું ?” તેમણે ફરી કહ્યું : “જે કહે તે કરે.” ત્યારે મહારાજે તેમને ફરી રાજવેશ ધારણ કરીને રાજાના કુંવરને પરણાવવા જવાની આજ્ઞા કરી. સુંદરજીભાઈએ તેમાં પણ કોઈ સંશય કર્યો નહીં. તેમનો મહારાજના વચનમાં અતૂટ વિશ્વાસ હતો.
પૂર્વ કસોટી – ૨૦૨૬
સત્સંગ પરિચય – પ્રશ્નપત્ર ૨
પ્રશ્ન – ૬
“કલ્યાણનો ખપ...” – સ્વામીની વાત પૂરી કરી તેનું નિરૂપણ લખો.
સ્વામીનારાયણ હરે ! સ્વામીએ વાત કરી જે :
“કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ જે, અગણોતરા કાળમાં ભીમનાથના રાંકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે તો પણ જાય નહીં, એવો ખપ રાખવો જોઈએ.”
સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે કલ્યાણનો ખપ ભીમનાથના રાંકા જેવો રાખવો જોઈએ.
અગણોતરા કાળમાં કાઠિયાવાડમાં ધંધુકા પાસે ભીમનાથ મહાદેવના બારણે કડછો થૂલું આપવામાં આવતું. દુષ્કાળને લીધે લોકો ત્યાં આવતા અને થૂલા માટે લાંબી કતારમાં ઊભા રહેતા. તેઓ એકદમ ધસારો કરતા તેથી થૂલું આપનારો હડસેલો મારતો અને તેઓ બધા નીલકા નદીની રેતીમાં પડી જતા, પણ ફરી ઊભા થઈ આવતા, કારણ કે કડછો થૂલું ત્યાં જ મળવાનું હતું. તેમ કલ્યાણનો ખપ રાખવો જોઈએ.
શ્રીજીમહારાજ વાત કરતા :
એક ગુરુ હતા. તેઓ વનમાં તપ કરતા હતા. તેમની પાસે એક મુમુક્ષુ ગયો અને સેવા માટે ત્યાં રહેવાની વિનંતી કરી. ત્યારે ગુરુએ કહ્યું : “અહીં મારે માટે રોજના એક શેર ચોખા આવે છે. તે રાંધીને ખાઉં છું. બીજું કંઈ નથી.”
મુમુક્ષુએ કહ્યું : “ભાતનું ઓસામણ હશે તે પીને સમાગમ કરીશ.”
થોડા સમય પછી બીજો મુમુક્ષુ આવ્યો. તેણે કહ્યું : “ભાતની હાંડલીમાં જે વધ્યું હશે તેનું ધોવાણ પીને હું સમાગમ કરીશ.”
પછી ત્રીજો સેવક આવ્યો. તેણે કહ્યું : “આપની થાળીમાં ચળું કર્યા પછી જે ધોવાણ રહેશે તે પીને હું સમાગમ કરીશ.”
છેવટે ચોથો મુમુક્ષુ આવ્યો. ગુરુએ કહ્યું કે હવે જીવનનિર્વાહ માટે કશું જ નથી. ત્યારે તેણે કહ્યું : “ચોખા સાફ કરતી વખતે જે ટુકડા-દાણા બહાર પડશે તે વીણીને ખાઈશ.”
આ ચારેય મુમુક્ષુઓએ ગુરુનો સાચો મહિમા જાણ્યો હતો અને મોક્ષનો ખપ રાખ્યો હતો. તેથી તેઓ ઓસામણ અને પાણી ઉપર રહીને પણ સમાગમ કરવા તૈયાર થયા. જેને મોક્ષનો આવો ખપ હોય તે દિવસ-પ્રતિદિવસ સત્સંગમાં આગળ વધતો જાય છે.
ભાગ – ૨
પ્રાગજી ભક્ત
પ્રશ્ન – ૭
નીચે આપેલ અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો.
જ.૧
“હૈયામાં જ્ઞાન તો ઘણું ભર્યું છે પણ કોઈ ઝીલનાર પાત્ર નથી.”
કોણ કહે છે : ગુણાતીતાનંદ સ્વામી
કોને કહે છે : પ્રાગજી ભક્તને
ક્યારે કહે છે : પ્રાગજી ભક્ત સ્વામીને હાથ ધોવડાવતા હતા. એકાંત જોઈને સ્વામીએ હૃદયની વાત પ્રગટ કરતાં આ વચન કહ્યું.
જ.૨
“થડકો પામશો નહીં. મંદિરની કૂંચીઓ તો આ રહી.”
કોણ કહે છે : ગુણાતીતાનંદ સ્વામી
કોને કહે છે : અમઈદાસને
ક્યારે કહે છે : સ્વામીએ કહ્યું કે “કોઠારી મેં તમામ કૂંચીઓ પ્રાગજીને આપી છે.” તે સાંભળી અમઈદાસને થડકો થયો. ત્યારે સ્વામીએ આ વચન કહ્યું.
જ.૩
“તમારું જ્ઞાન દો અને મને જીવને સત્સંગી બનાવો.”
કોણ કહે છે : પ્રાગજી ભક્ત
કોને કહે છે : ગુણાતીતાનંદ સ્વામીને
ક્યારે કહે છે : સ્વામી પ્રાગજી ભક્ત ઉપર રાજી થઈને વરદાન માંગવા કહે છે. ત્યારે પ્રાગજી ભક્ત ધન કે વૈભવ નહીં પરંતુ સ્વામીનું જ્ઞાન અને સત્સંગી જીવન માંગે છે.
પ્રશ્ન – ૮
નીચે આપેલ પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો.
જ.૧
આત્મસ્વરૂપ થવા માટે અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા પ્રગટ સંતમાં અખંડ પ્રીતિ કરવી જોઈએ.
જ.૨
નિર્વાસ મુક્ત થયા બાદ આચાર્ય મહારાજે સંતોને ભગવા વસ્ત્રો પહેરવાની આજ્ઞા કરી અને વિવિધ પ્રદેશોમાં વિચરણ માટે મોકલ્યા.
જ.૩
દામા શેઠે વાઘા ખાચરને કહ્યું કે “તમે પ્રાગજી ભક્તમાં વિશ્વાસ રાખો ને સ્વામીને મૂળ અક્ષર માનો.”
જ.૪
યજ્ઞપુરુષદાસજીએ સંવત ૧૯૫૩માં જન્માષ્ટમીના સમૈયે ભગતજી મહારાજને જૂનાગઢ પધરાવ્યા.
જ.૫
માળીએ પહેરાવેલો હાર સ્વામીએ હરિસ્વરૂપદાસજીને પહેરાવ્યો.
પ્રશ્ન – ૯
નીચે આપેલ વાક્યોના કારણો જણાવો.
જ.૧
વિઠ્ઠલભાઈએ ભગતજીને ધર્મવાળા કહ્યા.
કારણ કે ભગતજી સ્ત્રીઓના કપડાં સીવતા હોવા છતાં તેમને સહેજ પણ વિકાર થતો નહોતો. તેઓ સૌને ભગવાનનો મહિમા સમજાવી સત્સંગી બનાવતા હતા. તેથી વિઠ્ઠલભાઈએ તેમને ધર્મવાળા કહ્યા.
જ.૨
પ્રાગજી ભક્તે મરેલું કૂતરું ખસેડ્યું.
પથરાના ઢગલા પર મરેલું કૂતરું પડેલું હોવાથી કામ બંધ થયું હતું. સ્વામીએ પૂછ્યું એટલે પ્રાગજી ભક્તે વિચાર્યું કે હવે મારે જ આ કૂતરું ખસેડવું જોઈએ. તેથી તેમણે કૂતરું ખસેડ્યું.
જ.૩
બ્રાહ્મીસ્થિતિવાળા પુરુષ ઓળખવા.
જે અંતરનું અજ્ઞાન દૂર કરે, બહાર અને અંદરથી પવિત્ર હોય, જેને જોઈને મન સ્થિર થાય અને જે પોતાના આશ્રિતોના દોષ દૂર કરીને શુદ્ધ કરે તે બ્રાહ્મીસ્થિતિવાળા પુરુષ કહેવાય. તેથી આવા પુરુષને ઓળખવા જોઈએ.
પ્રશ્ન – ૧૦
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ ખરાની નિશાની કરો.
જ.૧ – અંતિમ લીલા (૫૬)
☑ સ્વસ્તિક આસન વાળીને નાડીપ્રાણ સંકેલી સમાધિસ્થ થઈ ગયા.
☑ કોઠારી જેઠા ભગતે સૌને શાંત કર્યા.
જ.૨ – રાજીપાની પ્રસાદી (૧૮-૧૯)
☑ બધા દોષ બળી ગયા ?
☑ ગોંગડામાં જ રાજી થઈ ગયો.
જ.૩ – ઉપાધિની શરૂઆત (૨૬)
☑ પવિત્રાનંદ સ્વામીની માફી મંગાવી.
☑ આપ નહીં હો તો અમારી શી ગતિ થશે ?
પ્રશ્ન – ૧૧
સાક્ષાત્કાર (ટૂંકનોંધ)
શરીર અને મનના ચૂરેચૂરા કરી, સાડા ત્રણ વર્ષ સુધી નિર્દોષભાવથી અદ્ભુત સેવા કરનાર પ્રાગજી ભક્ત ઉપર ગુણાતીતાનંદ સ્વામીનો અપાર રાજીપો વરસ્યો હતો.
સ્વામીએ પ્રાગજી ભક્તને એકાંતમાં ધ્યાનમાં બેસાર્યા. નવ દિવસ પછી પૂછ્યું : “કંઈ દેખાય છે ?” ત્યારે પ્રાગજી ભક્તને અખંડ સ્વામીના દર્શન થતા હતા.
દસમા દિવસે રાત્રે તેમને અતિશય પ્રકાશ દેખાયો અને તેમાં શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના દર્શન થયા. મહારાજે ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં. આ દર્શનથી પ્રાગજી ભક્ત આનંદથી પુલકિત થઈ ગયા અને મહારાજની સ્તુતિ કરવા લાગ્યા.
ત્યારે મહારાજે કહ્યું : “સ્વામીના પ્રતાપથી તને આ સુખ મળ્યું છે.”
પછી સ્વામીએ ફરી દૃષ્ટિ કરી તો પ્રાગજી ભક્તને અક્ષરધામમાં જરિયાન વસ્ત્ર અને અલંકારોથી શોભતી શ્રીજીમહારાજની તેજોમય મૂર્તિના દર્શન થયા.
ત્યારે મહારાજે કૃપાદ્રષ્ટિ કરીને કહ્યું :
“હું સ્વામીને વશ છું અને તેં સ્વામીને વશ કર્યા છે, તેથી આજથી હવે હું તને પણ વશ છું.”
આ રીતે પ્રાગજી ભક્તને શ્રીજીમહારાજના સાક્ષાત્કાર થયા.
પ્રશ્ન – ૧૨
ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો.
જ.૧ – અમદાવાદમાં જ્ઞાનયજ્ઞ
સાચું વાક્ય :
બ્રહ્મચર્યવ્રત જે પાળે તેના કપાળમાંથી તેજ છૂટે છે અને તે ન્હાય છે ત્યારે એની શિખામાંથી ટપકતા પાણીના બુંદને દેવતાઓ અધ્ધર ઝીલે છે. આવું વ્રત દેવતાઓને પણ દુર્લભ છે.
જ.૨ – સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગમાં
સાચું વાક્ય :
વરતાલમાં તેઓ સ્વામીની બાજુમાં જ પોતાનું આસન રાખતા. ચણાને ગોળ ખાઈ લેતા. સ્વામીની ખૂબ સેવા કરતા અને શ્રદ્ધાથી એમની વાતો સાંભળતા.
જ.૩ – “મને સ્વામિનારાયણ વળગ્યા છે.”
સાચું વાક્ય :
ભગતજીએ તેના મનનો સંકલ્પ જાણી ને કુરાનમાં વર્ણવેલા ચાર પ્રકારના સત્પુરુષના લક્ષણોની વાત કરી. જમાદારને બહુ શાંતિ થઈ ગઈ.


0 comments