સત્સંગ પ્રારંભ - PRE TEST ANSWERSHEET - 21-06-2026

વિભાગ – ૧ : ઘનશ્યામ ચરિત્ર

પ્રશ્ન – ૧ : નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (૯ ગુણ)

૧. “તેમની માફી માગો, તો તમારો છુટકારો થશે.” (૨૪/૪૩)

કોણ : ઘનશ્યામ (ઝાડમાં રહીને)

કોને : રાજાને

ક્યારે : નિર્દોષ પ્રાણીઓની હિંસા થતી જોઈ દયાળુ ઘનશ્યામના સંકલ્પથી હાથીઓ અને ઘોડાઓ સાંકળ તોડી તંબુ તરફ દોડ્યા. ગાંડા થયેલા હાથી-ઘોડાઓથી બચવા રાજા રડવા, પ્રાર્થના કરવા અને કરગરવા લાગ્યો. ત્યારે ઝાડમાં રહીને ઘનશ્યામ ઉપદેશ આપતા ઉક્ત વાક્ય કહે છે.

૨. “તમારા પુત્રની ઉંમર કેટલી?” (૩/૫-૬)

કોણ : રામદયાળ

કોને : ધર્મદેવને

ક્યારે : પ્રભુ પારણામાંથી નીચે ઊતરી ઘૂંટણભર ચાલતાં જઈ દૂર પડેલી પોતાની ચૂસણી હાથમાં લઈને પાછા પારણામાં આવીને બેસી ગયા. આ દૃશ્ય જોઈ રામદયાળે ધર્મદેવને ઉક્ત વાક્ય પૂછ્યું.

૩. “નાહ્યા-ધોયા વગર કેમ ચાલે?” (૧૧/૧૭)

કોણ : ઘનશ્યામ

કોને : લક્ષ્મીબાઈ અને ભક્તિમાતાને

ક્યારે : ગ્રીષ્મ ઋતુની સખત ગરમીમાં ઘનશ્યામને બળિયા નીકળ્યા હતા અને તાવ આવ્યો હતો. મામી લક્ષ્મીબાઈએ વીસ દિવસ સુધી ઘનશ્યામને નાહવા-ધોવા તથા શરીરે પાણી અડાડવાની ના પાડી. ત્યારે ઘનશ્યામે ઉક્ત વાક્ય કહ્યું.


પ્રશ્ન – ૨ : નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (૪ ગુણ)

૧. વિદ્યાકુંડ મંદિરના પૂજારીનું નામ વ્રજવિહારી હતું.

૨. ઘનશ્યામના હાથમાંથી વાંદરો પૂરી લઈ ગયો.

૩. પ્રભુએ બાજોઠ ઉપર પડેલી વસ્તુમાંથી પુસ્તક લીધું.

૪. વહેલી સવારે બંને માસી ઘંટી ઉપર લોટ દળવા લાગ્યાં.


પ્રશ્ન – ૩ : ખોટા શબ્દો સુધારી સાચું વાક્ય લખો. (૪ ગુણ)

૧. ખીચડીને બદલે દૂધપાક

ગૌશાળામાં એક ગાય હતી. તેનું નામ ગોમતી. વહેલી સવારે અને સાંજે એમ બે વખત તે દૂધ આપે.

૨. સોળ ચિહ્નો

રાજાને મનમાં થયું : “જો આ ઘનશ્યામ ભગવાન હશે, તો બે વાત સાચી પડશે. શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને પડછાયો ન હોય અને બીજી વાત પણ શાસ્ત્રમાં આવે છે કે ભગવાનનાં ચરણમાં સોળ ચિહ્ન હોય.”


પ્રશ્ન – ૪ : નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ એક પ્રસંગના મુખ્ય પાંચ મુદ્દા લખો. (૫ ગુણ)

વાળંદને ચમત્કાર

૧. ત્રણ વર્ષના ઘનશ્યામના વાળ ઉતારવા ધર્મપિતાએ અમઈ વાળંદને બોલાવ્યો.

૨. ભક્તિમાતા ઘનશ્યામને ખોળામાં લઈને બેઠા અને વાળંદે હજામત શરૂ કરી.

૩. અડધી હજામતે ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા.

૪. ઘનશ્યામે દ્રષ્ટિ કરતાં વાળંદને ફરી દર્શન થયા.

૫. વાળંદે હજામત પૂરી કરી અને ઘનશ્યામ ભગવાન છે તેવો નિશ્ચય કર્યો.

અથવા

ઘનશ્યામે કાન વીંધાવ્યા

૧. સાત માસના ઘનશ્યામના કાન વીંધાવવા ભક્તિમાતા આંબલીના ઝાડ નીચે બેઠાં.

૨. ઘનશ્યામના તેજથી કાન વીંધનાર ડરી ગયો.

૩. ઘનશ્યામ અદૃશ્ય થઈ આંબલીની ડાળીએ બેઠા.

૪. ઘનશ્યામે ગોળ ખાવા આપવા કહ્યું.

૫. ગોળ ખાતાં ખાતાં ઘનશ્યામે કાન વીંધાવ્યા.


પ્રશ્ન – ૫ : સાચા વિકલ્પોની આગળ (√) કરો. (૮ ગુણ)

૧. ઘનશ્યામે હિંસા બંધ કરાવી

☐ ધર્મદેવના સાઢુભાઈ માનસંગ

☐ બલદીધરના ભાઈ ભીમસંગ

☑ લશ્કરમાં સિપાઈ

☑ રાજાનું લશ્કર બલ્લમપઢીરીમાં

૨. મુમુક્ષુ કઈ દિશામાં છે?

☐ માધવ

☑ છપૈયા

☐ અયોધ્યા

☑ વેણી

૩. પથ્થર ઉપર પાણીમાં મુસાફરી

☑ અમારા માટે જુદું વહાણ જોઈએ.

☑ સવાયા પૈસા આપવા પડશે.

☐ લાકડાની મોટી પાટ.

☐ ડાબા હાથથી સ્પર્શ.

૪. ઘનશ્યામનો જન્મ

☑ સંવત ૧૮૩૭

☑ ચૈત્ર સુદ નવમી

☐ ચૈત્ર વદ નવમી

☐ રાત્રિના બાર વાગે


પ્રશ્ન – ૬ : નીચે આપેલાં વાક્યોના કારણો જણાવો. (૬ ગુણ)

૧. યમદૂતો મોહનનીદાસ બાવાને મારવા અને પછાડવા લાગ્યા.

મોહનનીદાસ બાવાએ ક્યારેય એકાદશી કરી ન હતી અને લોકોને અવળો ઉપદેશ આપ્યો હતો. સમાધિમાં યમપુરીનું દર્શન થતાં યમદૂતો તેને મારવા અને પછાડવા લાગ્યા.

૨. માછીમાર ઘનશ્યામને મારવા દોડ્યો.

માછીમારે પકડેલી માછલીઓ ઘનશ્યામના સંકલ્પથી જીવતી થઈ પાણીમાં ચાલી ગઈ. તેથી ગુસ્સે થઈ માછીમાર ઘનશ્યામને મારવા દોડ્યો.

૩. સુવાસિની ભાભીએ ઘનશ્યામને મોટાભાઈની બીક બતાવી.

ઘનશ્યામે ભાભીની વીંટી લઈ લીધી હતી. વીંટી પાછી મેળવવા માટે સુવાસિની ભાભીએ તેમને મોટાભાઈની બીક બતાવી.

વિભાગ – ૨ : યોગીજી મહારાજ

પ્રશ્ન – ૭ : નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (૯ ગુણ)

૧. “આજે તમે જ મારા મનની વાત કહી દીધી.” (૭/૧૦)

કોણ : ઝીણાભાઈ

કોને : કૃષ્ણચરણદાસ સ્વામીને

ક્યારે : જુનાગઢથી કૃષ્ણચરણદાસ સ્વામી સંતમંડળ સાથે ધારી પધાર્યા હતા. ઝીણાભાઈ થાકી જતા હોવા છતાં આખો દિવસ પ્રેમપૂર્વક વિવિધ સેવાઓ કરતા. તેમની સેવા અને ભક્તિ જોઈ કૃષ્ણચરણદાસ સ્વામી પ્રસન્ન થયા અને તેમને સાધુ થવા પૂછ્યું. ત્યારે ઝીણાભાઈએ પ્રત્યુત્તરરૂપે ઉક્ત વાક્ય કહ્યું.

૨. “નવા નવા યુવક મિત્રોને યુવક મંડળમાં લઈ આવવા, કથાવાર્તા કરવી.” (૨૫/૩૫)

કોણ : યોગીજી મહારાજ

કોને : યુવકોને

ક્યારે : સ્વામીશ્રીએ યુવક મંડળની પ્રવૃત્તિ શરૂ કરી હતી. શરૂઆતમાં બહુ ઓછા યુવકો આવતા હોવાથી યુવકો નિરાશ થઈ જતા. ત્યારે સ્વામીશ્રી તેમને હિંમત આપતાં હેતપૂર્વક ઉક્ત વાક્ય કહેતા.

૩. “શ્રીજીમહારાજ તમારાથી એક ક્ષણ પણ જુદા નહીં થાય.” (૧૧/૧૫)

કોણ : ગરાસિયા હરિભક્ત

કોને : ઝીણા ભગતને

ક્યારે : જ્યોતિષશાસ્ત્ર તથા સામુદ્રિક ચિહ્નોના જાણકાર ગરાસિયા હરિભક્તે ઝીણા ભગતના પગના તળિયે અલૌકિક રેખાઓ જોઈ. આ જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને ઝીણા ભગતને ઉક્ત વાક્ય કહ્યું.


પ્રશ્ન – ૮ : નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (૪ ગુણ)

૧. યોગીજી મહારાજ રોજ ત્રણસો રોટલા ઘડતા.

૨. અન્નકૂટના દિવસે લોધિકાના દરબારે સાટા અને જલેબીની રસોઈ કરાવી.

૩. નારાયણ ધરે નારાયણપ્રસાદ નામના એક દ્વેષી સાધુએ યોગીજી મહારાજનું અપમાન કર્યું.

૪. ધારી ગામને પાદર ત્રણ નદીઓ ભેગી થાય છે.


પ્રશ્ન – ૯ : નીચે આપેલ વિષય માટે છ સાચા ક્રમ નંબર તથા તેમનો યથાર્થ ઘટનાક્રમ લખો. (૬ ગુણ)

વિષય : અક્ષરમંદિરના મહંત (૨૨/૩૨–૩૩)

ફક્ત સાચા ક્રમ નંબરો :

૨, ૪, ૭, ૮, ૧૦, ૧૨

યથાર્થ ઘટના ક્રમ :

૪ → ૨ → ૧૨ → ૧૦ → ૮ → ૭


પ્રશ્ન – ૧૦ : નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ એક પ્રસંગ ઉપર ટૂંકનોંધ લખો. (૫ ગુણ)

૧. માન–અપમાનમાં એકતા

યોગીજી મહારાજ સંતમંડળ સાથે કેરિયા ગામે પધાર્યા. ત્યાં કેટલાક દ્વેષી સાધુઓએ મંદિરમાં આવી સંતોના કપડાં ફગાવી દીધાં, પાણીનાં માટલાં ફોડી નાખ્યાં અને સંતોનું અપમાન કર્યું. યોગીજી મહારાજને પણ ધક્કો મારી બહાર કાઢ્યા. અન્ય સંતોને પણ માર માર્યો. ગામના હરિભક્તો આવ્યા પછી વાતાવરણ શાંત થયું. આટલું અપમાન અને ત્રાસ સહન કરવા છતાં યોગીજી મહારાજ અને સંતોએ કોઈ વિરોધ કર્યો નહીં. તેમણે હસતાં મુખે બધું સહન કર્યું. આ પ્રસંગ “માન–અપમાનમાં એકતા અને સુખ–દુઃખમાં સમભાવ” શીખવે છે.

અથવા

૨. સર્પદંશ

ગોંડળમાં અક્ષરદેરી પાસે મંદિરનું કામ ચાલી રહ્યું હતું. યોગીજી મહારાજ સેવા કરતા હતા. એક રાત્રે તેમને કાળા નાગે ડંખ માર્યો. ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું અને ભારે પીડા થવા લાગી. સૌ વિવિધ ઉપાયો સૂચવવા લાગ્યા, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને અક્ષરદેરીમાં સુવડાવી ‘સ્વામિનારાયણ’ નામની ધૂન કરવા કહ્યું. સતત ધૂનથી બાર કલાકમાં ઝેર ઉતરી ગયું. યોગીજી મહારાજ સંપૂર્ણ સ્વસ્થ થયા. આ પ્રસંગથી અક્ષરદેરીનો મહિમા પ્રગટ થયો.


પ્રશ્ન – ૧૧ : નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (૬ ગુણ)

૧. ‘જાગા ભક્ત કેવા મહાન હશે?’ એ જ વિચારમાં ઝીણા ભગત સૂઈ ગયા.

કૃષ્ણજી અદાએ ઝીણા ભગતને જાગા ભક્તના મહિમાની ઘણી વાતો કરી હતી. તે સાંભળીને ઝીણા ભગતના મનમાં વિચાર આવ્યો કે જાગા ભક્ત કેટલા મહાન હશે! એ જ વિચાર કરતાં કરતાં તેઓ સૂઈ ગયા.

૨. આપણે નીચામાં નીચી સેવા કરવી.

માન રાખવાથી અને અક્કડાઈથી વર્તવાથી સત્સંગમાં દેશકાળ લાગે છે. જ્યારે નિર્માની બનીને નીચામાં નીચી સેવા કરીએ ત્યારે દેહાભિમાન ટળે છે અને સત્સંગમાં ટકી શકાય છે. તેથી નીચામાં નીચી સેવા કરવી જોઈએ.

૩. કોઈ ચોરી કરીને લખે તે ઝીણાભાઈને ગમે નહીં.

ઝીણાભાઈ ખૂબ હોશિયાર હતા અને હંમેશાં પ્રથમ નંબર લાવતા. બીજા વિદ્યાર્થીઓ તેમની પાટીમાંથી જોઈને ચોરી કરતા, જે તેમને ગમતું નહોતું. તેઓ માનતા કે ચોરી કરવી એટલે ભગવાનને છેતરવા જેવું છે.

વિભાગ-૩ : કિશોર સત્સંગ પ્રારંભ

પ્રશ્ન-૧૨ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (૪)

૧. ભગવાનના ખરેખરા ભક્ત કઈ રીતે વર્તે? (૧૧/૨૧)

જ. ભગવાનના ખરેખરા ભક્ત હોય તે ભગવાનની મરજી પ્રમાણે જ વર્તે.

૨. અખંડાનંદ સ્વામીમાં કેવા ગુણ હતા? (૮/૧૪)

જ. અખંડાનંદ સ્વામી ગમે તેટલાં કષ્ટોમાં પણ હંમેશાં મહારાજની મૂર્તિનો આનંદ અને મુખમાં મહારાજનું ભજન કરતા હતા.

૩. શ્રીજીમહારાજ શાની ઉપર બેસી જતેલપુર પધાર્યા? (૭/૧૨)

જ. શ્રીજીમહારાજ માણકી ઘોડી ઉપર બેસી જતેલપુર પધાર્યા.

૪. શ્રીજીમહારાજના અંગત સેવક કોણ હતા? (૧૦/૨૦)

જ. શ્રીજીમહારાજના અંગત સેવક ભગુજી હતા.


પ્રશ્ન-૧૩ નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. (૪)

૧. પૂંજા ડોડિયાને ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના મહિમાની વાત કરી સત્સંગી કર્યા.

૨. નાનપણમાં ભગવાન ન ભજીએ તો ઘરડાં થઈએ ત્યારે પણ ભગવાન ન ભજાય.

૩. જોધાના ગામ બરાઈ આગળથી નીકળ્યા ત્યારે જોધાએ મહારાજના દર્શન કર્યા.

૪. મૃત્યુ સમયે અજામિલે નારાયણનું નામ લેતાં યમદૂતો ચાલ્યા ગયા.


પ્રશ્ન-૧૪ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ ખરાની (√) નિશાની કરો. (૮)

૧. કેટલાકને મન રમાડે છે (૧૬/૩૯)

✓ ગઢડામાં એક કોળીનો છોકરો

૨. ગુણાતીતાનંદ સ્વામી (૧૫/૩૧-૩૨)

✓ ડભાણમાં દીક્ષા

✓ જૂનાગઢના મહંત

✓ યોગેશ્વરદાસજી મુખ્ય શિષ્ય

૩. ઘરમાં અને શાળામાં વર્તણૂક (૨૧/૪૪)

✓ ગુરુની આજ્ઞાનું પાલન કરે

✓ મા-બાપને માન આપવું

૪. પૂજા (૫/૧૦)

✓ ભક્ત્યૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા

✓ જમણા હાથની બીજી આંગળી ઉપર માળા રાખવી


પ્રશ્ન-૧૫ નીચે આપેલાં કીર્તન / અષ્ટક / શ્લોકની ખૂટતી કડીઓ પૂરી કરો. (૮)

૧. શુદ્ધોપાસન મન્દિરં ...... પ્રતાપી ગુરુમ્ ।।

શુદ્ધોપાસન મન્દિરં સુરચનમ્, સિદ્ધાન્ત-રક્ષાપરમ્,

સંસ્થા-સ્થાપન દિવ્ય-કાર્ય-કરણં સેવામયં જીવનમ્ ।

નિષ્ઠા નિર્ભયતા સુકષ્ટસહનં, ધૈર્યં ક્ષમાધારણમ્,

શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ-ચરણં, વન્દે પ્રતાપી ગુરુમ્ ।।

૨. દિવ્યં સૌમ્યમુખારવિન્દ ...... મહંતં સદા ।।

દિવ્યં સૌમ્યમુખારવિન્દ સરલં નેત્રે અમીવર્ષિણમ્,

નિર્દોષં મહિમામયં સુહૃદયં શાન્તં સમં નિશ્ચલમ્ ।

નિર્માનં મૃદુ દિવ્યભાવ સતતં વાણી શુભા નિર્મલા,

વન્દે કેશવજીવનં મમ ગુરું સ્વામી મહન્તં સદા ।।

૩. મૂળ અક્ષર એ ...... સહજાનંદ

મૂળ અક્ષર એ બ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ;

જય જય ગુણાતીતાનંદ... જય જય।

પુરુષોત્તમ પરબ્રહ્મ પરાત્પર, શ્રીહરિ સહજાનંદ;

જય જય શ્રીહરિ સહજાનંદ... જય જય।

૪. દાસભાવ દિવ્યતા ...... સિદ્ધાન્તં સુખદમ્

દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,

સુહૃદ્ભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ... જય સ્વામી।

ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,

યજ્ઞપુરુષ પ્રવર્તિત, સિદ્ધાન્તં સુખદમ્... જય સ્વામી।


પ્રશ્ન-૧૬ ‘કરોડ કામ બગાડીને ......’ – સ્વામીની વાત તથા નિરૂપણ (૫)

સ્વામીની વાત

"કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. કદાપિ કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો, તો તેમાં શું કર્યું ?"

નિરૂપણ

એક પટેલ મોટા શહેરમાં ખરીદી કરવા ગયા. પોતાના ઘર માટે તથા ગામલોકોની વસ્તુઓની યાદી બનાવી. શહેરમાં જઈ સૌની વસ્તુઓ ખરીદી લીધી, પરંતુ પોતાના ઘરની વસ્તુઓ લેવાનું ભૂલી ગયા. ઘરે આવી સૌને તેમની વસ્તુઓ આપી દીધી. અંતે પટલાણીએ પૂછ્યું ત્યારે ખબર પડી કે પોતાની વસ્તુ તો લાવવાનું રહી ગયું.

આ પ્રસંગ દ્વારા સમજાય છે કે આપણે દુનિયાનાં અનેક કાર્યો કરીએ, બીજાનું ભલું કરીએ, પરંતુ પોતાનું કલ્યાણ અને ભજન ભૂલી જઈએ તો તે પટેલ જેવી મૂર્ખાઈ છે. તેથી ભલે કરોડ કામ બગડે, પણ મોક્ષ સુધારવો જોઈએ. ભગવાનનું ભજન, આજ્ઞાપાલન અને સત્સંગ દ્વારા પોતાનું કલ્યાણ કરવું જોઈએ.


પ્રશ્ન-૧૭ બાળમંડળમાં વર્તણૂક (૨૧/૪૮-૪૯) (૫)

મુખ્ય પાંચ મુદ્દા

૧. નિયમિત બાળમંડળમાં જવાથી સારા વિચારો, સારા સંસ્કારો અને સારી ટેવો વિકસે છે.

૨. ભગવાન અને સંતોને વંદન કરીને સભામાં શાંતિથી બેસવું તથા સૌનો આદર કરવો.

૩. કથા, પ્રસંગ અને ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળવા અને તોફાન કે મશ્કરી ન કરવી.

૪. રમત-ગમતમાં ઝઘડો ન કરવો, જીતમાં ગર્વ ન કરવો અને હારમાં નિરાશ ન થવું.

૫. પ્રસાદનો બગાડ ન કરવો, સ્વચ્છતા રાખવી, પોતાનું કામ જાતે કરવું અને અંતે સૌને “જય સ્વામિનારાયણ” કહી ઘરે જવું.

0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...