કિશોર સત્સંગ પરિચય કોણ બોલે છે?

 

૩. ગલુજી

૧. “આ કાગળ વાંચીને તરત ધરની તમામ ધરવખરી ગાડામાં ભરીને, તમારા માતુશ્રીને ઘેર એકલાં રાખીને તમો વડથલ આવો.”

૨. “ગલુજી કયાં છે?”

૩. “સ્વામિનારાયણ ભગવાને તેડાવ્યો તે ગલુજી તો કાલે રાતે વાળુ કર્યા વિનાનો જ વડથલ ગયો છે ધરની ધરવખરી પણ બધી ગાડામાં ભરીને ભેગો લઈ ગયો છે.”

૪. “માડી ! તમારા ભગવાન સાચા અને તમારા દીકરા ગલુજી પણ ભગવાનના ભગત ખરા. આજે અમારે તેને મારી નાખવા હતા, આ પર લૂંટી લેવું હતું,પણ તેના ભગવાન તેની વહારે આવ્યા.”

૫. “બાપ ! મારા ગલુજીની રક્ષા કરવા તો મહારાજે તેને કાલે વડથલ તેડાવી લીધો, તમે તેનું વેર મૂકી દ્યો તો તમારી પણ રક્ષા ભગવાન કરે.”

૬. “મા ખરી વાત છે.આજથી ગલુજીના ભગવાન એ અમારા ભગવાન.અમારે હવે ગલુજી સાથે હવે કાંઈ વેર નથી.ભગવાનના અમને હવે આશીર્વાદ અપાવજો.”

૭. “મહારાજ પધારે છે અને જા આપણે માની દેહક્રિયા કરવા રહેશું તો મહારાજ ચાલ્યા જશે માટે ડોશીમાના દેહને ઢાંકી,રજોઠિયે (માળિયે) મૂકી દઈએ.”

૮. “આજ અમારે વરતાલ જવાની ઉતાવળ છે,તે ફરી વાર આવીશું ત્યારે તમો કહેશો તેમ કરીશુ.”

૯. “ગલુજી ! તમે હવે ઘેર જાઓ અને તમારું અધૂરું કામ પૂરું કરો.”

૧૦. “મહારાજ ! ગલુજીનું કયું કામ અધૂરું હતું?”

૧૧. “તેની ડોશી ધામમાં ગયા હતાં, તેને બાંધી રેજાઠિયે મૂકીને તેણે આપણને જમાડયા. આવું તો ગલુજીથી થાય બીજાથી બને નહિ.”

૧૨. “અહો ! દરબાર ખરેખરા મહિમાવાળા કહેવાય જેને આવી નિષ્ઠા હોય તે જ લોકલાજનો ત્યાગ કરે બીજાને ધર્મ આડો આવે પણ ભગવાનના સંબંધથી જ શુદ્ધ થવાય છે એવી સમજણવાળાની ભક્તિ ભગવાન બહુ માને છે."

૪. ભાલચંદ્ર શેઠ (ભાઈચંદભાઈ)

૧૩. “આપણે સંભારીએ અને તત્કાળ મદદ કરે એવો કોઈ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે?”

૧૪. “હાલમાં તો સ્વામિનારાયણ - મારા ઇષ્ટદેવ એવા ભગવાન છે જયારે તમોને મુશ્કેલી આવે ત્યારે સ્વામિનારાયણને સંભાળજો, જરૂર તમારી રક્ષા કરશે.”

૧૫. “હે ભાઈચંદભાઈના ભગવાન સ્વામિનારાયણ ! મારી રક્ષા કરો તે લાજ રાખો."

૧૬. “સવારના રાજા તમને સૂબાગીરી પાછી આપશે.”

૭. મિત્રભાવ

૧૭. “આ રાજકુમાર મારો પૂર્વજન્મનો વેરી છે તેના ગળાનું લોહી હું પીશ ત્યારે જ મને શાંતિ થશે માટે મને મારીશ નહિ.”

૧૮. “હું તને તેના ગળાનું લોહી આપું છું પણ તારે એને કરડવું નહિ.”

૧૯. “તું સૂતો હતો ત્યારે હું છરી લઈને તારી છાતીએ ચડી બેઠો હતો અને તારે ગળે છેકો માર્યો હતો. જા તારે ગળે આ પાટો બાંધેલો છે છતા પણ તું મને કેમ કાંઈ પૂછતો નથી?”

૨૦. “તું મારો મિત્ર છે તેથી તે જ કર્યું હશે તે સારું જ કર્યું હશે એમ માનીને હું કાંઈ પૂછતો નથી.”

૮. નાજો જોગિયા

૨૧. “વિશ્વરૂપ કેવું હશે?”

૨૨. “એ તો મહેમાન છે ! તેમને મૂકવા સારુ જાઉં છું.”

૨૩. “હું સ્વામિનારાયણ છું તારે શું કામ છે?”

૨૪. “દાદાખાચરનો ગુરુ હાથ આવ્યો તે બરછીએ મારો.”

૨૫. “આ ચાર ચાર વાર હું મોભારા સુધી ઊછળીને હેઠો પડચો ને પૃથ્વી ઉપર બહુ પછડાટ ખાધા પણ મને તો સહેજ પણ વાગ્યું નહિ એ કેમ થયું?”

૨૬. “તને વાગે તો તારા હાડકાં ભાંગી જાય, તો અમારી સાથે ફરીને કોણ રમે ? તે સારુ તેને વાગવા દીધું નહી અને તારી રક્ષા કરી.”

૨૭. “સ્વામી ! હું તમને ખંડિયા સમજતો હતો પણ આજે નિશ્ચય થયો કે તમે ખરા ચક્રવર્તી છો અને મહારાજનું સાક્ષાત્ સ્વરૂપ છો હવે તમે અક્ષર સાચા.”

૯. મોટાં રામબાઈ

૨૮. “જેને ભજન કરવું હોય તેણે ચૂડી કે બલોયાં ન પહેરાય અને માથે વાળ પણ ન રખાય.”

૨૯. “બહેન ! આ તો મહારાજના શબ્દો છે.”

૩૦. “જા આજથી તું મારી મા-બેન છો.”

૩૧. “તું પણ આજથી મારે ભાઈં-બાપ જેવો છુ.”

૧૦. મંદિરો – વરતાલ

૩૨. “તમે વરતાલ જઈ મંદિર શરૂ કરો નાનું મંદિર કરજો.”

૧૧. લક્ષ્મીચંદ શેઠ

૩૩. “આ બાળક તો વૃંદાવનના લક્ષ્મીચંદ શેઠ છે આપની અને અમારી સેવા કરી હતી તે પુણ્યના પ્રતાપે આજે અમારો સંબંધ થયો છે બહુ જ પુણ્યશાળી આત્મા છે.”

૩૪. “અત્યાર સુધી છેટા કેમ ઊભા હતા?”

૩૫. “અમે સ્વામિનારાયણના આવ્રિત છીએ તે સ્ત્રી-ધનના ત્યાગી છીએ સ્ત્રીનો સ્પર્શ થાય તો અમારે ઉપવાસ કરવો પડે તેથી અત્યાર સુધી દૂર ઊભા હતા.”

૩૬. “અમે તો જીવના કલ્યાણ માટે પ્રગટ ભગવાનની શોધમાં નીકળ્યા છીએ તેથી ગાદીને શું કરીએ ?”

૩૭. “આ સોનું લો અને મારા વતી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરજો.”

૩૮. “સોનું રાખીએ તો રસ્તામાં લૂંટાવાનો કે મરવાનો ભય લાગે, માટે તે અમારે જોઈતું નથી.”

૩૯. “લ્યો, આ અત્તરની શીશી. મારા વતી સ્વામિનારાયણ ભગવાનને ભેટ ધરજો ને તેમને સંતમંડળ સહિત વૃંદાવન પધારવા અતિઆગ્રહપૂર્વક વિનંતી કરજો હું તમામ ખર્ચ આપીશ ને મારાથી બનતી સેવા કરીશ.”

૪૦. “તમારાં નાક (આબરૂ) રહેશે ને બીજાનાં નહિ રહે લક્ષ્મીચંદ શેઠને આ દેહે અમારા દર્શન થાય એવા પુણ્ય નથી, પણ આ સેવા કરી છે તેને પ્રતાપે કરી બીજે જન્મે સત્સંગમાં દેહ ધરશે અને તે વખતે અમારા દર્શન થશે.”

૧૩. દામોદરભાઈ

૪૧. “સાધુ તો અમારા બાપ છે.તે કોઇ વખત બાપ તો દીકરાને મારે પણ ખરા.”

૪૨. “દીકરાને પણ ધન્ય છે તે આપને પણ ધન્ય છે."

૪૩. “આ પાત્રમાં થૂંકો.”

૧૪. સત્સંગ

૪૪. “મારે માથે પૃથ્વીનો ભાર છે,તે તમારા તપના ફળથી હળવો કરોતો ન્યાય કરી શકું.”

૪૫. “હવે મારે કહેવાની જરૂર નથી ન્યાય થઈ ગાયો.”

૧૫. વિષ્ણુદાસ

૪૬. “આટલું સીધું પૂરું નહિ થાય.”

૪૭. “જો સીધું ખૂટશે ને લાજ જશે, તો લક્ષ્મીની જશે આપણે શું ચિંતા?”

૪૮. “આજે મહારાજ આ ગામમાં બિરાજે છે, આ લીલા કરે છે."

૧૬. હિમરાજ શાહ

૪૯. “સ્વામી તો એક વલ્લભ સ્વામી જ; બીજા બધા દેવતુલ્ય.”

૫૦. “આ કોઈ સામાન્ય મનુષ્ય નથી પણ તેમણે અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો હોય તેમ લાગે છે તેથી વલ્લભ સ્વામી જેવા તો આ ગોપાળાનંદ સ્વામી છે ત્યારે તેમના ગુરુ સ્વામિનારાયણ તો ભગવાન હોવા જ જોઈએ."

૫૧. “સહજાનંદ સ્વામી એ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે વિઠ્ઠલનાથજી પ્રગટ થયા ત્યારે જેમ મોઢ વાણિયાઓએ બાપ-દાદાનો ધર્મ છોડીને વિઠ્ઠલનાથજીનો આશરો કર્યો હતો તેમ મેં પણ હવે સહજાનંદ સ્વામીનો આશરો કર્યો છે પણ કાંઈ ખોટું કર્યું નથી."

૫૨. “હિમરાજભાઈ સાથે કોઈએ વ્યવહાર ન રાખવો તેમના કોઈ પ્રસંગમાં જમવા પણ ન જવું જો સત્સંગી હોય ને સગો ભાઈ હોય, તો પણ તેનો સંબંધ ન રાખવો.”

૫૩. “સત્સંગ રાખશો તો સૌ તમને નાત બહાર મૂકશે અને વૃદ્ધ ડોસાનું કારજ બગડશે. માટે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો સૌ જમવા આવશે.”

૫૪. “મચ્છરના ભયથી કોઈ હવેલીનો ત્યાગ કરતું નથી તેમ નાતનો ડર રાખી સ્વામિનારાયણને નહિ મૂકીએ અને કંઠી નહિ તોડીએ. એ તો શિર સાટે છે.”

૧૮. રાજબાઈ

૫૫. “આજ રાજબાઈએ કેરીનો મીઠો રસ જમાડ્યો છે, તેથી ઉનાળાનો તડકો નાશ પામી ગયો છે.”

૫૬. “અગ્નિને કહો કે સતી તો ચાલ્યાં ગયાં છે અને હવે તો ફક્ત દેહ છે, માટે સ્પર્શ કરવામાં વાંધો નથી.”

૧૯. સુંદરજી સુથાર

૫૭. “દાસ હો તો વસ્ત્ર-ઘરેણાં ઉતારી સાધુ થાઓ.”

૫૮. “અમે કેવા સારાં કામ કર્યા કે રાજાના કારભારીને મૂંડયા.”

૫૯. “અમારી ફૂલદેવીનાં દર્શન કરવા ગયો હતો.”

૬૦. “બીજાની આવી આકરી કસોટી કરશો નહિ બીજાથી આવું થાય નહિ.”

પક્ષ

૬૧. “એ બાપા ! મારશો નહિ અમારા સાધુને.”

૬૨. “આઈ ! શું થયું ? કેમ રુવો છો?”

૬૩. “મામાના સાધુને મારીને કાઢ્યા.”

૬૫. “જો સાજા નરવા રહ્યા તો ગઢડામાં મહારાજની હજૂરમાં મળશું, નહિ તો ધામમાં ભેગા થાશું.”

૬૬. “જે આવી રીતે સાધુનો પક્ષ રાખી મરાયા તેને ધન્ય છે. લડાઈમાં મરીને મરનારને જો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો આ બે ભાઈઓ તો મારા માટે મરાણા, માટે તેમને અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ. તેમનું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું કરીશું.”

૨૩. પરમચૈતન્યાનંદ સ્વામી

૬૭. “બોચાસણના કાશીદાસનું હળ હાંકો.”

૬૮. “હું તો માનખંડન થવાથી નીકળ્યો છું પણ ભજન તો તેમનું જ કરું છું. મહારાજ ભગવાન છે, કલ્યાણના દાતા છે માટે તમે સૌ પાછા જાઓ તે આ નિશ્ચય દઢ રાખજો તે અખંડ ભજન કરેજો.”

૬૯. “હાથી ખૂંત્યો હોય તે હાથીથી જ બહાર નીકળે. પરમચૈતન્યાનંદ સ્વામી તમારા થકી પાછા આવશે માટે તમો ધરમપુર જાઓ.”

૭૦. “બાઈ બહુ મુમુક્ષુ છે તો તમો અહીં રહી તેને વાતો કરજો.”

૭૧. “આપણે ક્યાં માન મેળવવા માટે સત્સંગી થયા છીએ?”

૭૨. “બાર વરસ ગુરુ રહ્યો ને બાર વરસ સદ્‌ગુરુ રહ્યો પણ સત્સંગી તો આજ થયો.”

૨૬. સ્વરૂપાનંદ સ્વામી

૭૩. “ટટ્ટુ દૂબળા હૈ, અસવાર તાજા હૈ.”

૭૪. “મનુષ્ય તો લીંબડી કે નીચે દેખા હૈ, બીજે મનુષ્ય નહિ હૈ.”

૭૫. “બીજા તો નિયમ ધરાવીને, વર્તમાન પળાવીને કલ્યાણ કરે જયારે સ્વરૂપાનંદ સ્વામીને દર્શને કરીને કલ્યાણ થાય છે.”

૭૬. “પર્વતભાઈ પાસે જાવ શાંતિ થઈ જશે.”

૭૭. “તમને વાતો કરવા નહોતા મોકલ્યા પણ વાતો સાંભળવા મોકલ્યા હતા.”

૨૯. ગોરધનભાઈ

૭૮. “અલ્યા ગોરધન ગાંડા ! આ શું કર્યું છે ખભે છોકરું ઊંધું ઉપાડયું છે, તે રુવે છે માટે મૂકી દે.”

૭૯. “આજે મારી ફોઈ પૂતલીબાઈનું કારજ છે તેથી ઘરમાં રસોઈ તૈયાર હતી. અમારી ફોઈ રામાનંદ સ્વામીની ભક્ત હતાં.”

૮૦. “તારી ફોઈ તો નરકમાં ગઈ છે. રામાનંદ સ્વામીએ સાચવવા આપેલું સોનું તેણે કપટ કરી લઈ લીધું હતું.”

0 comments

કિશોર સત્સંગ પરિચય કોણ બોલે છે?

  ૩. ગલુજી ૧. “આ કાગળ વાંચીને તરત ધરની તમામ ધરવખરી ગાડામાં ભરીને, તમારા માતુશ્રીને ઘેર એકલાં રાખીને તમો વડથલ આવો.” ૨. “ગલુજી કયાં છે?” ૩. “સ...