ઘનશ્યામ ચરિત્ર ઓનલાઈન ટેસ્ટ

 


પ્ર.૧ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)

૧. “તમે તો ભગવાન છો. હું તો તમારો સેવક છું.' 

૨. “અમે તમારું અને તમારા પિતાશ્રીનું અપમાન ક્યું, માટે અમને માફ કરો.' 

૩. “જોઈએ તો અમારા પ્રાણ લઈ લો.' 

પ્ર.ર નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)

૧. સાંજે ઘેર જતાં મોડું થાય, તો ઘનશ્યામને કોણ વઢશે ? 

૨. ધમંદેવે પુત્રનું ભવિષ્ય ભાખવા કોને કહ્યું ? 

૩. ઘનશ્યામની દષ્ટિથી આંબાવાડીમાં કોણ બળવા લાગ્યો ? 

૪. અયોધ્યા જતાં રસ્તામાં કઈ નદી આવે છે ? 

પ્ર.૩ નીચેના મથાળાના સંદભમા દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૪)

૧. ઘનશ્યામનો ગૃહત્યાગ : આ સાંભળી ધર્મદેવને થયું કે રામપ્રતાપને ઠપકો આપવો જોઈએ. આવી વાતો તેમને માટેv રોજ આવશે તો શહેરમાં આપણું સારું દેખાશે. 

ર. રામદત્તને કેરી ચખાડી : રામપ્રતાપભાઈએ તેના ખભા પર જનોઈ અને તુંબડી હતી તે લઈ લીધી. ઘડીક વારમાં તો રામપ્રતાપ જનોઈ-તુંબડી લઈ ઝાડ પર ઊંચે પહોંચી ગયા.

૩. ઘનશ્યામનો જન્મ : દેવો રથમાં બેસીને રામપ્રતાપના ભાઈના દર્શન કરવા આવ્યા. દેવાએ ધાબામાંથી અક્ષત અને ચંદનનો વરસાદ વરસાવ્યો. ચારેકોર જય જયનાદ થઈ ગયો ! 

૪. ભક્તિમાતા અને ધર્મપિતાનો દેહોત્સર્ગ : હવે ઈચ્છારામ બાર વર્ષના થયા. સુવાસિનીભાભી અને રામપ્રતાપભાઈ ઘણાં વૃદ્ધ થયાં છે. થોડા દિવસ પછી સુવાસિનીભાભીને તાવ આવવો શરૂ થયો. 


પ્ર નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગના ફક્ત મુખ્ય પાંચ મુદ્દા (વાક્યના સ્વરૂપમાં) લખો.

(સળંગ વણન કરવાનું નથી) (કુલ ગુણ : ૫)

 નોંધ :- આ પ્રમાણે જ વાક્ય લખ્યાં હોય તેવું જરૂરી નથી. પરીક્ષાથીઓએ પોતાની રીતે મુખ્ય પાંચ વાક્યો


૧. ચોર ચોંટી ગયા (૩૯/૬૯-૭૧)

ર.  ઘનશ્યામે કાન વીંધાવ્યા (૬/૮-૧૦)


પ્ર.૬ તીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)


૧. જંગલમાં ચાલતા ધર્મદેવ ઊભા રહી ગયા. 

૨. ભક્તિમાતા અને ગામની બીજી સ્ત્રીઓ ધર્મપિતાને ઘેર રસોઈ કરવા લાગી.

૩. મોહનદાસ બાવાને સમાધિ થઈ. 

1 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...