પ્રાગજી ભક્ત ઓનલાઈન ટેસ્ટ
નીચે આપેલાં અવતરણો કોણ, કોને અતે ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “આ પ્રાગજી કહે છે તે ઠીક કહે 0.”
ર. “જીવપ્રાણીમાત્ર ચામડાં જ ચૂંથે 9.”
૩. “પ્રાગજી ભક્તને સત્સંગમાં લેવાના છીએ.'”
નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. ડુંગર ભક્તને આશીર્વાદ આપતાં ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું ?
ર. ગઢડાના સંતોએ ભગતજી માટે કઈ સાક્ષી પૂરી ?
૩. ગોપાળાનંદ સ્વામીમાં અસાધારણ પ્રેમને લીધે પ્રાગજી ભક્તને શાનો સંકલ્પ થવા લાગ્યો ?
૪. યજ્ઞપુરુષદાસજીએ કઈ વાત ભગતજી મહારાજ પાસે સૌ પ્રથમવાર સાંભળી ?
૫. વનવાસમાંથી મુક્તિબાદ આચાર્ય મહારાજે વિજ્ઞાનદાસ સ્વામીને ક્યાં મોકલ્યા ?
નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
૧. શૂરવીર હરિભક્તો મહોબતમાં ન લેવાયા.
ર. પ્રાગજી ભક્તને જૂનાગઢમાં રહેવાની તમન્ના જાગી.
૩. ભજનાનંદી થઈ પરમાનંદીને ઓળખવા.
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. (કુલ ગુણ : ૬ )
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી
હશે તો જ પૂણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. ગઢડામાં જળઝીલણીનો સમૈયો
(૧) સંવત ૧૯૫૨
(ર) વાતો કરવાની આચાર્યની બંધી
(૩) આચાર્ય મહારાજનો પ્રશ્ન
(૪) સંતનું સુખ કેવું હશે ?
ર. ભગતજી મહારાજે કરાવેલ એશ્ચર્ય દર્શન
(૧) આંધળાને દેખતો કર્યો
(ર) ભૂતનો વળગાડ કાઢ્યો
(૩) નાગનું ઝેર ઉતાર્યું
(૪) કોલેરા મટાડ્યો
૩. અમદાવાદમાં ભગતજીએ કરેલી બ્રહ્મચર્યના મહિમાની વાતો
(૧) બ્રહ્મચર્યથી જ ભગવાન વશ થાય છે
(2) જેને વર્ણાશ્રમનો ધર્મ સિદ્ધ કરવો હોય તેણે બ્રહ્મચર્યત્રત દઢ પાળવું
(૩) ઇન્દ્રિયો નિયમમાં રાખવી અને બે વાર જમવું
(૪) જે ત્યાગી થઈને બ્રહ્મચર્યવ્રત ન પાળે તેને ધિક્કાર છે
નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
૧. સાક્ષાત્કાર
૨. પ્રાગજી ભગત દ્વારા પ્રગટપણું
નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
નોંધ : સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. અંતિમ લીલા : ગઢડામાં વિજ્ઞાનદાસજીએ કથાનું પૂછયું. એટલે ભગતજીએ કહ્યું : “વ્યવહાર સંબંધી વિદ્યા ભણ્યા છો અને વેદવિદ્યા પણ મેં પૂરી ભણાવી લીધી છે.'
૨. મને સ્વામિનારાયણ વળગ્યા છે : ભગતજી વડોદરામાં કોઠારી મહારાજનાં દર્શન કરી ફરીથી આણંદ પધાર્યા અને હરિભક્તોને કહ્યું : “આ વખતે તમને ઘણું સુખ આવશે.'
૩. સત્સંગમાં સ્વીકૃતિ : જાગાભક્તે એમને આશીર્વાદ આપ્યા ને ઘનશ્યામના સખાનો મહિમા સમજાવ્યો, અને ભંડારીની માફી માગવા આજ્ઞા કરી.
૪. ઉપાધિની શરૂઆત : એક વાર ખેતરમાં સૌ ખેડૂતો સાથે પાષેદો કેળનાં પાનના પડિયા બનાવતા હતા. ત્યારે
જૂનાગઢના ગુલાબચંદ શેઠે સ્વામીને પૂછયું : “સ્વામી ! આ ટાણે અક્ષરધામ શું કરતું હશે ?”
૫. જન્મ અને બાળચરિત્રો : ભાભીએ આવીને જોયું તો લાડવા ન મળે. બધાંને ફાળ પડી. સગાંને પૂછ્યું કદાચ કોઈ બિલાડી તો નહીં ખાઈ ગઈ હોય !
૬. વાંસદાના દીવાનને સત્સંગ : હાલાર દેશથી મહાપુરુષદાસજીને પણ ફરવા માટે વલસાડ બોલાવ્યા. પોતાના દરજ્જા અનુસાર રાજાએ આચાર્યનું સારું સ્વાગત કર્યું.


0 comments