શાસ્ત્રીજી મહારાજ ઓનલાઈન ટેસ્ટ
નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. તમારે તેમની સાથે હેત થયું છે તો હેત પૂરું કરજો.
2. તમે પણ બંડિયા સાથે શા માટે ભળો છો ?
૩. “માટે હું નહિ જમું.'”
નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. ભરૂચ પારાયણમાં સ્વામીશ્રીએ ક્યા સિદ્ધાંત પર વાત કરી ?
૨. દેશની સ્વતંત્રતા કાજે કોણ રોજ માળા ફેરવતા હતા ?
૩. સારંગપુરમાં સ્વામીશ્રીએ હકાબાપુને શું કહ્યું ?
૪. મોતીભાઈએ સારંગપુર મંદિરનું કયું કીર્તન બનાવ્યું ?
૫. યજ્ઞપુરુષદાસજીને ભગતજી મહારાજનાં પ્રથમ દર્શન ક્યાં થયાં ?
નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
૧. યજ્ઞપુરુષદાસજી સાચા ગુરુભક્ત હતા.
ર. ગુણાતીતાનંદ સ્વામી ડુંગર ભક્ત સામું પ્રસન્ન દૃષ્ટિથી જોઈ રહ્યા.
૩. સ્વામીશ્રીના અંતરે એક જ વાતનું દુઃખ હતું.
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (6૬7) નિશાની કરો. (કુલ ગુણ : ૬)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી
હશે તો જ પૂણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. કરાંચીના હરિભક્તોને સ્વામીશ્રીએ આપેલી અગમ ચેતવણી
(૧) દરેક જણાએ ખૂબ અનાજનો સંગ્રહ કરી લેવો
(2) હવે મહાકાળ આવે છે.
(૩) ભવિષ્યમાં ક્યાંયથી પણ અક્નનો દાણો નહિ મળે.
(૪) અહીં જે કંઈ હોય તે છોડીને દેશમાં આવી જજો.
૨. દોલતરામભાઈએ કહેલી સ્વામીશ્રીની મહત્તા
(૧) તે કાર્ય આપે કર્યું.
(2) વરતાલની ભેળા થવાનો વિચાર છે ?
(૩) ભવિષ્યમાં આપના શિષ્યો આપની આરસની મૂર્તિ પધરાવશે. \
(૪) એવું શું છે એ કીર્તનમાં
૩. “એવા શાસ્ત્રીજી મહારાજને અમારાં લાખો વંદન હો'
(૧) વૈશાખ સુદ ૪
(2) સંવત ૨૦૦૮
(૩) સવારે નવ વાગે
(૪) બરાબર ૧૧:૫૦
નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વણનાત્મક) (કુલ ગુણ : ૫)
૧. અક્ષરપુરુષોત્તમની ઝોળી
ર. કથીરમાંથી હીરો
નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
નોંધ : સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. અટલાદરામાં મંદિરનો આદર : સ્વામીશ્રી બોચાસણ પધારતા અને રોકાતા ત્યારે મોટા કોઠારી નિર્ગુણદાસજીને પોતે પાસે બેસાડી, ઘણા જ કડકાઈથી હિન્દી ભણાવતા. ઘણી વખત તેમની પાસે સફાઈ કરાવતા.
૨. હરિનો મારગ છે શ્રાનો : એક વખત લાગ જોઈને ડુંગર ભક્ત ડભાણ પહોંચી ગયા અને ત્યાંથી વડોદરાની વાટ
લીધી. તેમના કાકાશ્રી વડોદરા પહોચ્યા અને ડુંગર ભક્તને લઈને ડભાણ આવ્યા.
૩. દુર્ગપુરમાં ભવ્ય મંદિરનું ખાત મુહ્ત : ગોંડલીને તીરે ટેકરા પર કરોડો રૂપિયાના ખર્ચે આરસનું સુંદર આશ્રમ
કરવાની શક્તિ તો સ્વામીના સંકલ્પથી યોગીજી જ કરી શકે, બીજા કોઈની તો તાકાત જ નહીં.
૪. સમર્થ વક્તા : ભાદરાથી યજ્ઞપુરુષદાસ જામનગર આવ્યા અને અભ્યાસ ચાલુ કર્યો. સૌ પહેલાં બ્રહ્મસૂત્રો પર
વિષ્ણુભાષ્ય ભણ્યા. પછી એ જ સૂત્રો પર તુલસીભાષ્ય સમજાવવા તેમણે રંગાચાયને કહ્યું.
૫. ગુણાતીત માટે મુંડાવ્યું છે : આ નવા મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીની ચમત્કારી વાંસળી રાક્ષસને ભગાડી મૂકે તેવી છે, તેવી કોઈ ચમત્કારી વાંસળી તમારી પાસે છે ?
૬, મંદિર અને સત્સંગથી જુદા નથી : આથી, સૌ ભંડારી ભીમજીભાઈ પાસે ગયા. તેમણે સૌને શાસ્ત્રીજી મહારાજ પાસે મોકલ્યા. આમ, પાંચ વખત અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ગયા, પણ કંઈ ચોક્કસ જવાબ મળ્યો નહીં.


0 comments