ઘનશ્યામ ચરિત્ર ઓનલાઈન ટેસ્ટ સોલ્યુશન
નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “તમે તો ભગવાન છો. હું તો તમારો સેવક છું.' (૨૫/૪૫)
રાજા - ઘનશ્યામને
“? ગાંડા થયેલા હાથી - ઘોડાઓથી બચવા રાજા ઝાડ ઉપર ચડ્યો તો ઝાડ પણ ઘનશ્યામની શક્તિથી હલવા માંડ્યું. તેથી ઘનશ્યામની માફી માંગતા અને હિંસા નહીં કરવાના સોગંદ લેતા રાજા કહે છે.
૨. “અમે તમારું અને તમારા પિતાશ્રીનું અપમાન ક્યું, માટે અમને માફ કરો.' (૨ર૯/પર-૫૩)
બાવાઓ - ઘનશ્યામને
અભિમાની બાવાનું અભિમાન તોડવા ઘનશ્યામે વાઘના ચામડામાંથી સાચો વાઘ બનાવ્યો ત્યારે
૩. “જોઈએ તો અમારા પ્રાણ લઈ લો.' (૪૭/૮૫-૮૬)
રામપ્રતાપભાઈ અને સુવાસિની ભાભી - ભગવાનને
“ઘનશ્યામે જ્યારે ગૃહત્યાગ કર્યો અને શોધવા છતાં ઘનશ્યામ મળતાં નથી. ત્યારે ભગવાનને કહે છે.
નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪)
૧. સાંજે ઘેર જતાં મોડું થાય, તો ઘનશ્યામને કોણ વઢશે ? (૨૮/૪૯)
જ. સાંજે ઘેર જતાં મોડું થાય, તો ઘનશ્યામને મોટાભાઈ વઢશે.
૨. ધમંદેવે પુત્રનું ભવિષ્ય ભાખવા કોને કહ્યું ? (૪/૬-૭)
જ. ધર્મદેવે પુત્રનું ભવિષ્ય ભાખવા માર્કડેય મુનિને કહ્યું.
૩. ઘનશ્યામની દષ્ટિથી આંબાવાડીમાં કોણ બળવા લાગ્યો ? (૧૧/૧૬)
જ. ઘનશ્યામની દષ્ટિથી આંબાવાડીમાં કાલિદત્ત બળવા લાગ્યો.
૪. અયોધ્યા જતાં રસ્તામાં કઈ નદી આવે છે ? (૩૪/૬૧)
જ. અયોધ્યા જતાં રસ્તામાં સરયૂ નદી આવે છે.
નીચેના મથાળાના સંદભમા દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૪)
૧. ઘનશ્યામનો ગૃહત્યાગ : આ સાંભળી ધર્મદેવને થયું કે રામપ્રતાપને ઠપકો આપવો જોઈએ. આવી વાતો તેમને માટેv રોજ આવશે તો શહેરમાં આપણું સારું દેખાશે. (૪૫/૮૧)
જ. ઘનશ્યામનો ગૃહત્યાગ : આ સાંભળી રામપ્રતાપભાઈને થયું કે ઘનશ્યામને ઠપકો આપવો જોઈએ. આવી ફરિયાદો તેમને માટે રોજ આવશે તો ગામમાં આપણું ખોટું દેખાશે. (૪૫/૮૧)
ર. રામદત્તને કેરી ચખાડી : રામપ્રતાપભાઈએ તેના ખભા પર જનોઈ અને તુંબડી હતી તે લઈ લીધી. ઘડીક વારમાં તો રામપ્રતાપ જનોઈ-તુંબડી લઈ ઝાડ પર ઊંચે પહોંચી ગયા. (૧૭/૨૬)
જ. રામદત્તને કેરી ચખાડી : ઘનશ્યામે તેના ખભા પર દોરી અને લોટો હતાં તે લઈ લીધાં. ઘડીક વારમાં તો ઘનશ્યામ દોરી-લોટો લઈ ઝાડ પર ઊંચે પહોંચી ગયા. (૧૭/૨૬)
૩. ઘનશ્યામનો જન્મ : દેવો રથમાં બેસીને રામપ્રતાપના ભાઈના દર્શન કરવા આવ્યા. દેવાએ ધાબામાંથી અક્ષત અને ચંદનનો વરસાદ વરસાવ્યો. ચારેકોર જય જયનાદ થઈ ગયો ! (૧/૩)
જ. ઘનશ્યામનો જન્મ : દેવો વિમાનમાં બેસીને ધર્મદેવના પુત્રનાં દર્શન કરવા આવ્યા. દેવાએ આકાશમાંથી ફૂલો અને ચંદનનો વરસાદ વરસાવ્યો. ચારેકોર જય જયનાદ થઈ ગયો ! (૧/૩)
૪. ભક્તિમાતા અને ધર્મપિતાનો દેહોત્સર્ગ : હવે ઈચ્છારામ બાર વર્ષના થયા. સુવાસિનીભાભી અને રામપ્રતાપભાઈ ઘણાં વૃદ્ધ થયાં છે. થોડા દિવસ પછી સુવાસિનીભાભીને તાવ આવવો શરૂ થયો. (૪૪/૭૮)
જ. ભક્તિમાતા અને ધર્મપિતાનો દેહોત્સર્ગ : હવે ઘનશ્યામ અગિયાર વર્ષના થયા. ભક્તિમાતા અને ધર્મપિતા ઘણાં વૃદ્ધ થયાં છે. થોડા દિવસ પછી ભક્તિમાતાને તાવ આવવો શરૂ થયો. (૪૪/૭૮)
નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગના ફક્ત મુખ્ય પાંચ મુદ્દા (વાક્યના સ્વરૂપમાં) લખો.
(સળંગ વણન કરવાનું નથી) (કુલ ગુણ : ૫)
નોંધ :- આ પ્રમાણે જ વાક્ય લખ્યાં હોય તેવું જરૂરી નથી. પરીક્ષાથીઓએ પોતાની રીતે મુખ્ય પાંચ વાક્યો
૧. ચોર ચોંટી ગયા (૩૯/૬૯-૭૧)
૧. ઘનશ્યામ અને રામપ્રતાપભાઈએ પકવેલા ફણસ તોડતાં ચોરો ફણસ સાથે ચોંટી ગયા.
ર. વહેલી સવારે ધર્મપિતા, રામપ્રતાપ અને ઘનશ્યામને આવતા જોઈ ચોરોએ કરેલી ભગવાનને પ્રાર્થના.
૩. ચોરોએ ધર્મપિતાની માફી માંગતા કહ્યું, “અમે ફરીથી ક્યારેય ચોરી નહીં કરીએ.'
૪. ઘનશ્યામે દૃષ્ટિ કરતાં ચોરોના હાથ છૂટી ગયા અને ચોરો નીચે ઊતર્યા.
પ. ઘનશ્યામે ચોરોને બે ફણસ આપ્યાં અને ઉપદેશ આપ્યો કે હવે ક્યારેય ચોરી ન કરતા.' “ચોરી કરવી એ મહાપાપ છે.'
ર૨. ઘનશ્યામે કાન વીંધાવ્યા (૬/૮-૧૦)
૧. સાત માસના ઘનશ્યામના કાન વીંધાવવા ભક્તિમાતા આંબલીના ઝાડ નીચેના ચોતરા પર બેઠાં.
ર કાન વીંધનારો સોય લઈને ઘનશ્યામનો કાન પકડવા જતો હતો ત્યાં તો ઘનશ્યામના શરીરમાંથી નીકળેલ તેજથી તેની આંખો અંજાઈ જવાથી તે ડરી ગયો.
૩. તેજ શરીરમાં પાછું સમાવી ઘનશ્યામ માતાના ખોળામાંથી અદશ્ય થઈને આંબલીની ડાળીએ જઈને બેઠા.
૪. ઘણા વખત સુધી બે સ્વરૂપે દર્શન દીધાં પછી ઘનશ્યામે ગોળ ખાવા આપવા કહ્યું.
પ. માતાએ આપેલો ગોળ ખાતાં ખાતાં ઘનશ્યામે કાન વીંધાવ્યા.
આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
૧. જંગલમાં ચાલતા ધર્મદેવ ઊભા રહી ગયા. (૩૭/૬૬)
જ. જંગલમાંથી બહાર નીકળતા રસ્તામાં એક ઝાડ નીચે વાઘ સૂતો સૂતો બગાસાં ખાતો હતો. તે જોઈને ધર્મદેવ ઊભા રહી ગયા. માણસની ગંઘ આવતાં તે ત્રાડ પાડીને બેઠો થયો. ધર્મદેવ, રામપ્રતાપભાઈ અને ગાય થરથરી ગયાં.
૨. ભક્તિમાતા અને ગામની બીજી સ્ત્રીઓ ધર્મપિતાને ઘેર રસોઈ કરવા લાગી. (૪૦/૭૧)
જ. દિવાળીને દિવસે વહેલી સવારથી ભક્તિમાતા, સુવાસિની ભાભી અને ગામની બીજી સ્ત્રીઓ અન્નકૂટની તેયારી કરતાં જુદી જુદો વાનગીઓની તેયારી કરતાં રસોઈ કરવા લાગી.
૩. મોહનદાસ બાવાને સમાધિ થઈ. (૩૧/૫૬)
જ. મોહનદાસ ખોટો ઉપદેશ કરીને લોકોને અવળે રસ્તે ચડાવતો હતો. તેને ઘનશ્યામે સાચી શિખામણ આપી. તો બાવો તાડ્કીને ઘનશ્યામને વઢવા લાગ્યો એટલે ઘનશ્યામે દષ્ટિ કરતાં તેને સમાધિ થઈ અને યમયાતના ભોગવવી પડી.


0 comments