શાસ્ત્રીજી મહારાજ ઓનલાઈન ટેસ્ટ સોલ્યુશન
નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “તમારે તેમની સાથે હેત થયું છે તો હેત પુરું કરજો.” (૧૧/૨૨)
વિજ્ઞાનાનંદ સ્વામી - યજ્ઞપુરુષદાસને
યજ્ઞપુરુષદાસે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત ભગતજીએ સમજાવ્યા પ્રમાણે સમજાવી. ત્યારે કહે છે.
૨. “તમે પણ બંડિયા સાથે શા માટે ભળો છો ?” (૨૭/૪૮)
ખુશાલ ભગત - ગોરધનભાઈને
વરતાલમાં કોઠારી ગોરધનભાઈ સ્વામીની વાતો સાંભળવા આવતા હતા. તેથી ખુશાલ ભગતે કહ્યું.
૩. “માટે હું નહિ જમું.” (૩/૫)
ડુંગર ભક્ત - સૌને
એકાદશીને દિવસે કુટુંબીના લગ્નપ્રસંગે જમવાની ના પાડતાં કહે છે.
નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. ભરૂચ પારાયણમાં સ્વામીશ્રીએ ક્યા સિદ્ધાંત પર વાત કરી ? (૨૪/૪૩-૪૪)
જ. ભરૂચ પારાયણમાં સ્વામીશ્રી “સંત એ જ મોક્ષનું દ્વાર છે' સિદ્ધાંત પર વાત કરી.
૨. દેશની સ્વતંત્રતા કાજે કોણ રોજ માળા ફેરવતા હતા ? (૪૬/૭૮)
જ. દેશની સ્વતંત્રતા કાજે યોગીજી મહારાજ રોજ માળા ફેરવતા હતા.
૩. સારંગપુરમાં સ્વામીશ્રીએ હકાબાપુને શું કહ્યું ? (૫૮/૯૪)
જ. “ચાલો ગઢડા જઈને મૂર્તિની પ્રતિષ્ઠા કરી આવીએ.”
૪. મોતીભાઈએ સારંગપુર મંદિરનું કયું કીર્તન બનાવ્યું ? (૩૬/૬૫)
જ. મોતીભાઈએ સારંગપુર મંદિરનું “શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી...' કીર્તન બનાવ્યું.
૫. યજ્ઞપુરુષદાસજીને ભગતજી મહારાજના પ્રથમ દર્શન કયાં થયા ? (૧૦/૨૦)
જ. યજ્ઞપુરુષદાસજીને ભગતજી મહારાજના પ્રથમ દર્શન સુરત થયા.
નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)
૧. યજ્ઞપુરુષદાસજી સાચા ગુરુભક્ત હતા. (૨૦/૩૬)
જ. જૂનાગઢના મંદિરમાંથી પ્રાગજી ભક્તને વગર વાંકે વિમુખ કરીને કાઢ્યા હતા. એ જ મંદિરમાં તેમનું ધામધૂમપૂર્વક સન્માન કરાવીને લાવ્યા. આમ તેમણે સાચી ગુરુભક્તિ અદા કરી.
૨. ગુણાતીતાનંદ સ્વામી ડુંગર ભક્ત સામું પ્રસન્ન દષ્ટિથી જોઈ રહ્યાં. (૨/૩)
જ. ભવિષ્યમાં ડુંગર ભક્ત શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રવ્તાવશે અને કથાવાતા કરીને સંપ્રદાયને ઉત્તેજન આપી વૃદ્ધિ કરવાના હોવાથી સ્વામી ડુંગર ભક્ત પ્રસન્ન દષ્ટિથી જોઈ રહ્યા.
૩. સ્વામીશ્રીના અંતરે એક જ વાતનું દુઃખ હતું. (૩૦/૫૩)
જ. સ્વામીશ્રીને વરતાલ છોડવાની ઉપાધિ આવી પણ તેનું તેમને અંતરમાં દુઃખ ન હતું. દુઃખ એક જ વાતનું હતું કે
શ્રીજીમહારાજના મહાપ્રસાદીના આ દિવ્ય સ્થાનમાં પણ શ્રીજીની શુદ્ધ ઉપાસનાની વાત થઇ શક્તી ન હતી.
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (ઇ7) નિશાની કરો.(કુલ ગુણ : ૬)
નોંધ : એક કે એક થી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની
(૧) ર, ૪ (૫૧/૮૬) (૨) ૧, ૨ (૩૮/૬૮) (૩) ૧, ૩ (૫૯/૯૫)
નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વણનાત્મક) (કુલ ગુણ : ૫)
૧. અક્ષરપુરુષોત્તમની ઝોળી (૪૫/૭૬-૭૭) : ભાવનગરમાં એક દિવસ સ્વામીશ્રીએ જાહેર કર્યું કે “અમારે ગામમાં ઝોળી માગવી છે.” ત્યારે કુબેરભાઈએ કહ્યું : “અમે સૌ તમારી સેવામાં છીએ, અને તમે ઝોળી માગવા નીકળો તે અમને શરમ લાગે છે.' ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : “તમારી સેવા તો અપાર છે, પણ અનેક મુમુક્ષુઓને દર્શન થાય તે માટે મહારાજની જેમ અમારે પણ ઝોળી માગવી છે.' સારંગપુરમાં પણ સ્વામીશ્રી ઝોળી માગવા નીકળતા. નિર્ગુણદાસ સ્વામી ઘણા આગ્રહથી ના કહે કે “અમે બધા આપની સેવામાં છીએ, છતાં આપ ઝોળી કેમ માગવા નીકળો છો ?' સ્વામીશ્રી જવાબ આપતા : “અક્ષરપુરુષોત્તમને માટે તો શ્વપચને ઘેર વેચાવું પડે તોપણ ઓછું છે. મારી ઝોળીમાં જેનો જેનો કણ પણ આવશે તેને અક્ષરધામમાં લઈ જવા છે.' સ્વામીશ્રીનો આ મહાન આશય જોઈ કોઈ કાંઈ બોલી શકતા નહીં. એક વખત સારંગપુરમાં કથાપ્રસંગે બાપુભાએ સ્વામીશ્રીને પૂછયું : “વ્તમાનકાળે મહારાજ અને સ્વામીનો રાજીપો શેમાં છે ? ' ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : “અત્યારે તો અક્ષર અને પુરુષોત્તમનાં સ્વરૂપો મધ્ય મંદિરમાં પધરાવવાં, શુદ્ધ ઉપાસનાનાં મંદિરો કરવાં તેમાં મહારાજનો રાજીપો છે. આ કામમાં જે પાયા ખોદશે, તગારાં ઉપાડશે, પથરા ઉપાડશે, અરે ! એક દોકડો પણ જે આપશે, તે સર્વને શુદ્ધ કરીને શ્રીજીમહારાજ અક્ષરધામમાં લઈ જશે. તેમાં જરા પણ શંકા નથી.'
૨. કથીરમાંથી હીરો (૩૨/પ૭-૫૮) : બોચાસણ ગામના મુખી હીરાભાઈ, કાશીદાસ મોટાના વંશના હતા. પણ તે ઘણા જ માથાભારે અને બોચાસણમાં જ નહીં પણ આખા ચરોતર જિલ્લામાં ત્રાસદાયક હતા. ચોરી, લૂંટફાટ, ખૂન વગેરે ઘણાં પાપો કરતાં તે જરા પણ અચકાતા નહીં. તેમની વિરુદ્ધ જો કોઈ ફરિયાદ કરે કે સાક્ષી આપે તો તેનું આવી જ બન્યું સમજો. એ હતો - ન હતો થઈ જાય. આખો ચરોત્તર જિલ્લો તેમના નામથી થરથર કંપતો. પોલીસોની પણ હિંમત નહોતી કે તેને હાથ અડાડે. હીરાભાઈએ સ્વામીશ્રીને મંદિરમાં રસોઈ આપી. સ્વામીશ્રીએ તેમની રસોઈ લીધી. સૌ સંતોને જમાડ્યા પણ પોતે જમવાની ના કહી. હીરાભાઈ આવ્યા. સ્વામીશ્રીએ તેમને કહ્યું: “તમે વર્તમાન ધરાવી સત્સંગી થાઓ તો અમે જમીએ.' એવી શરત મૂકી. સ્વામીશ્રીની આંખ સામે જોતાં જ હીરાભાઈનું પરિવર્તન થયું. બધાં પાપ અને કુકર્મ મૂકી સત્સંગી થવાનું નક્કી કર્યું. તરત જ તેમણે સ્વામીશ્રી પાસે વર્તમાન લીધા. સ્વામીશ્રીના આ કાર્યથી આખા ગુજરાતમાં સૌ વિસ્મય પામ્યા. “હીરાભાઈ જેવાને સત્સંગી કરનાર આ સ્વામી ખરેખર કોઈ મહાન વિભૂતિ છે' તેમ સૌને સમજાયું. ગોરધનભાઈ કોઠારીએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમણે કહ્યું, “હીરાભાઈને સત્સંગી કરનાર શાસ્ત્રી યજ્ઞપુરુષદાસને ભગવતપ્રસાદજી મહારાજ હોત તો સત્સંગમાં મોટેરા સ્થાપી, બે જોડ ચરણારવિંદ આપી, ઘણું સન્માન કરત. પણ આજના તો તેમને કાઢવા બેઠા છે.' હીરાભાઈને પણ આ સાંભળી સ્વામીશ્રીનો મહિમા સમજાયો.
નીચેના મથાળાના સંદભમાં દશાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
૧. અટલાદરામાં મંદિરનો આદર : સ્વામીશ્રી બોચાસણ પધારતા અને રોકાતા ત્યારે મોટા કોઠારી નિર્ગુણદાસજીને પોતે પાસે બેસાડી, ઘણા જ કડકાઈથી હિન્દી ભણાવતા. ઘણી વખત તેમની પાસે સફાઈ કરાવતા. (૪૯/૮૩)
જ. અટલાદરામાં મંદિરનો આદર : સ્વામીશ્રી સારંગપ્ર પધારતા અને રોકાતા ત્યારે નાના સાધ્ નારાયણસ્વરૂપદાસને પોતે પાસે બેસાડી, ઘણા જ વહાલથી સંસ્કૃત ભણાવતા. ઘણી વખત તેમની પાસે કથા કરાવતા. (૪૯/૮૩)
૨. હરિનો મારગ છે શ્રાનો : એક વખત લાગ જોઈને ડુંગર ભક્ત ડભાણ પહોંચી ગયા અને ત્યાંથી વડોદરાની વાટ લીધી. તેમના કાકાશ્રી વડોદરા પહોંચ્યા અને ડુંગર ભક્તને લઈને ડભાણ આવ્યા. (૭/૧૩)
જ. હરિનો મારગ છે શૂરાનો : એક વખત લાગ જોઈને ડુંગર ભક્ત વરતાલ પહોંચી ગયા અને ત્યાંથી સુરતની વાટ લીધી. તેમના પિતાશ્રી સુરત પહોંચ્યા અને ડુંગર ભક્તને લઈને વરતાલ આવ્યા. (૭/૧૩)
૩. દુર્ગપુરમાં ભવ્ય મંદિરનું ખાત મૂહુત : ગોંડલીને તીરે ટેકરા પર કરોડો રૂપિયાના ખર્ચે આરસનું સુંદર આશ્રમ કરવાની શક્તિ તો સ્વામીના સંકલ્પથી યોગીજી જ કરી શકે, બીજા કોઈની તો તાકાત જ નહીં. (૫૪/૯૦)
જ. દુર્ગપુરમાં ભવ્ય મંદિરનું ખાત મૂહુર્ત : ઘેલાને તીરે ટેકરા પર લાખો રૂપિયાના ખર્ચે આરસનું સુંદર મંદિર કરવાની શક્તિ તો શ્રીજીમહારાજના સંકલ્પથી સ્વામીશ્રી જ કરી શકે, બીજા કોઈની તો તાકાત જ નહીં. (૫૪/૯૦)
૪. સમર્થ વક્તા : ભાદરાથી યજ્ષપુરુષદાસ જામનગર આવ્યા અને અભ્યાસ ચાલુ કર્યો. સૌ પહેલાં બ્રહ્મસૂત્રો પર વિષ્ણુભાષ્ય ભણ્યા. પછી એ જ સૂત્રો પર તુલસીભાષ્ય સમજાવવા તેમણે રંગાચાયને કહ્યું. (૧૯/૩૫)
જ. સમર્થ વક્તા : જૂનાગઢથી યજ્ઞપુરુષદાસ રાજકોટ આવ્યા અને અભ્યાસ ચાલુ કર્યો. સૌ પહેલાં બ્રહ્મસૂત્રો પર શાંકરભાષ્ય ભણ્યા. પછી એ જ સુત્રો પર રામાનુજભાષ્ય સમજાવવા તેમણે જીવણરામને કહ્યું. (૧૯/૩૫)
૫. ગુણાતીત માટે મુંડાવ્યું છે : આ નવા મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીની ચમત્કારી વાંસળી રાક્ષસને ભગાડી મૂકે તેવી છે, તેવી કોઈ ચમત્કારી વાંસળી તમારી પાસે છે ? (૩૯/૬૯)
જ. ગુણાતીત માટે મુંડાવ્યું છે : આ જૂના મંદિરમાં ગોપાળાનંદ સ્વામીની ચમત્કારી લાકડી ભૂતને ભગાડી મૂકે તેવી છે, તેવી કોઈ ચમત્કારી વસ્તુ તમારી પાસે છે ? (૩૯/૬૯)
૬. મંદિર અને સત્સંગથી જુદા નથી : આથી, સૌ ભંડારી ભીમજીભાઈ પાસે ગયા. તેમણે સૌને શાસ્ત્રીજી મહારાજ પાસે મોકલ્યા. આમ, પાંચ વખત અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ગયા પણ કંઈ ચોક્કસ જવાબ મળ્યો નહીં. (૨૯/૫૧)
જ. મંદિર અને સત્સંગથી જુદા નથી : આથી, સૌ કોઠારી ગોરધનભાઈ પાસે ગયા. તેમણે સૌને આચાર્ય મહારાજ પાસે મોકલ્યા. આમ, ચાર વખત અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ગયા પણ કંઈ ચોક્કસ જવાબ મળ્યો નહીં. (૨૯/૫૧)


0 comments