પ્રાગજી ભક્ત ઓનલાઈન ટેસ્ટ સોલ્યુશન

નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)

૧. “આ પ્રાગજી કહે છે તે ઠીક કહે છે.” (૧૨/૨૪)

સ્વામી - વાઘા આપાને
આપાએ કહ્યું : “સ્વામી પંડે કહે તો જ માનું.' એટલે ભગતજીએ વૃત્તિ દ્વારા સ્વામીને બોલાવ્યા અને સ્વામીએ કહ્યું.
૨. “જીવપ્રાણીમાત્ર ચામડાં જ ચૂંથે છે.”” (૭/૧૫)
સ્વામી - ટીકાકારોને
ભગતજીએ મરેલા કૂતરાને ખસેડ્યું. તેથી કેટલાકે ટીકા કરી. ત્યારે
૩. પ્રાગજી ભક્તને સત્સંગમાં લેવાના છીએ. (૧૫/૨૯-૩૦)
મોટા મોટા સદ્‌ગુરુઓ - હરિભક્તોને
મહુવાના પ્રતિષ્ઠિત હરિભક્તોએ આચાર્ય મહારાજને ભગતજીને વિમુખ કેમ કર્યા ? તે પૂછયું. ત્યારે

નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)

૧. ડુંગર ભક્તને આશીર્વાદ આપતાં ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું ? (૧૪/૨૯)
જ. “આ તો સાધુ થઈને શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રવર્તાવીને સંપ્રદાયની વૃદ્ધિ કરશે.'
૨. ગઢડાના સંતોએ ભગતજી માટે કઈ સાક્ષી પૂરી ? (૨૦/૩૮)
જ. “એમના સમાગમથી આપણા વિકારો પણ ઓછા થઈ જાય છે, તો તેમનાં વિકાર ક્યાંથી હોય ?'
૩. ગોપાળાનંદ સ્વામીમાં અસાધારણ પ્રેમને લીધે પ્રાગજી ભક્તને શાનો સંકલ્પ થવા લાગ્યો ? (૨/૪)
જ. પ્રાગજી ભક્તને ત્યાગી થવાનો સંકલ્પ થવા લાગ્યો.
૪. યજ્ઞપુરુષદાસજીએ કઈ વાત ભગતજી મહારાજ પાસે સૌ પ્રથમવાર સાંભળી ? (૧૮/૩૪)
જ. “ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, શ્રીજીમહારાજની અખંડ સેવામાં રહ્યા છે ને મહારાજને રહેવાનું ધામ છે.'
પ. વનવાસમાંથી મુક્તિબાદ આચાર્ય મહારાજે વિજ્ઞાનદાસ સ્વામીને ક્યાં મોકલ્યા ? (૨૨/૪૧)
જ. વનવાસમાંથી મુક્તિબાદ આચાર્ય મહારાજે વિજ્ઞાનદાસ સ્વામીને ખાનદેશ મોકલ્યા.
નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)

૧. શૂરવીર હરિભક્તો મહોબતમાં ન લેવાયાં. (૨૫/૪૮)
જ. વરતાલ સમૈયામાં સંતોના ઉપદ્રવથી હરિભક્તોને મહુવા જવાની બંધી કરવામાં આવી હતી, પણ શૂરવીર હરિભક્તોએ કોઈની મહોબતમાં ન લેવાતાં ભગતજીનાં દર્શને મહુવા જવાનું ચાલુ રાખ્યું.
૨. પ્રાગજી ભક્તને જૂનાગઢમાં રહેવાની તમન્ના જાગી. (૩/૬)
જ. જૂનાગઢ જતાં જ પ્રાગજી ભક્તને અંતરમાં શાંતિનો શેરડો પડ્યો. સ્વામીની સાધુતા જોઈને તેમનામાં તુરત જ પ્રીતિ થઈ ગઈ. શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાની અને બ્રહ્મરૂપ થવાની સચોટ વાતોથી તેમનું અંતર રંગાઈ ગયું. તેથી તેમને જૂનાગઢમાં રહેવાની તમન્ના જાગી.
૩. ભજનાનંદી થઈ પરમાનંદીને ઓળખવા. (૨૭/૫૩)
જ. જાણપણારૂપ દરવાજે રહીને પોતાનામાં પ્રવર્તતા ગુણ ઓળખીએ તો મોટાપુરુષની કૃપા થાય જ. મોટાપુરુષ પોતા જેવા કરી દે. સત્પુરુષનો સંબંધ થાય પણ જે સચ્ચિદાનંદ બ્રહ્મનું સુખ છે તે લેવાય નહીં તો તે સંબંધ શા કામનો? માટે ભજનાનંદી થઈ પરમાનંદીને ઓળખવા.
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાનીનિશાની કરો. (કુલ ગુણ : ૬)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની
(૧) ૧, ૩ (૨૬/૪૮-૪૯) (2) ૩, ૪ (૨૯/૫૮,૫૯) (૩) ૧, ૪ (૨૪/૪૪)
નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈપણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)
૧. સાક્ષાત્કાર (૧૦/૧૯,૨૧) પ્રાગજી ભક્તે સાડા ત્રણ વર્ષ સુધી દેહ અને મનના ચૃરેચૂરા કરીને નિર્દોષ ભાવથી સ્વામીની અદ્‌ભૂત સેવા કરી. આમ સ્વામીનો અપાર રાજીપો તેમના પર વરસ્યો. આ રાજીપાની પ્રતીતિ કરાવવા સ્વામીએ પ્રાગજી ભક્તને એકાંતમાં ધ્યાન કરવા બેસાડ્યા. નવ દિવસ પૂરા થયા પછી સ્વામીએ તેમને પૂછયું. “કંઈ દેખાય છે ?' તેમને સ્વામીનાં અખંડ દર્શન થતાં હતાં તેથી સ્વામીએ તેમને સાવધાન રહેવા જણાવ્યું. દસમા દિવસની રાત્રે ધ્યાનમાં તેમને અતિશય પ્રકાશ દેખાયો અને તેમાં શ્રીજીમહારાજની સૌમ્ય અને મનોહર મૂર્તિનાં દર્શન થયાં શ્રીજીમહારાજે ભગવાં વસ્ત્રો પહેર્યા હતાં. આ અલૌકિક દર્શનથી તેઓએ આંખોમાં આનંદનાં અશ્રુ સાથે હર્ષથી પુલકિત થતાં ઘણી વાર સુધી દર્શન કર્યા. પ્રાગજી ભક્ત આવો દિવ્ય અનુભવ થતાં જ ગદ્‌ગદ્‌ કંઠે મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. “હે સ્વામિન્‌, હે મહારાજ આપે મને ન્યાલ કરી દીધો છે. મારું સાધન નહિ છતાં કૃપાએ કરીને આપે મને સાક્ષાત્‌ દર્શન આપ્યા છે.' મહારાજે આ સાંભળી કહ્યું. “સ્વામીના પ્રતાપથી તતે આ સુખ મળ્યું છે.' આમ કહી મહારાજ અદશ્ય થયા પરંતુ અંતરમાં પ્રાગજી ભક્તને મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી. સ્વામી ત્યાં પધાર્યા ત્યારે આ દિવ્ય દર્શનથી કૃતકૃત્ય થયેલા પ્રાગજી ભક્ત સ્વામીના ચરણોમાં નમી પડ્યાં. અને પૂછયું, “મહારાજે દિવ્ય દર્શન આપ્યાં પણ ભગવાં વસ્ત્રમાં કેમ દર્શન દીધાં હશે ?' ત્યારે સ્વામીએ કહ્યું, “એ તો સાધુરૃપે દર્શન દીધાં, હવે જો.' એમ કહી સ્વામીએ દષ્ટિ કરી ત્યાં પ્રાગજી ભક્તને ફરીથી દિવ્ય અક્ષરધામમાં જરિયાન વસ્ત્ર તથા અલંકારો ધારણ કરેલ તેજોમય અને મનોહર મહારાજની મૂર્તિનાં દર્શન થયાં. મહારાજે કૃપાદષ્ટિ કરતાં કહ્યું, “હું સ્વામીને વશ છું અને તે સ્વામીને વશ કર્યા છે, તેથી આજથી હવે હું તને પણ વશ છું.' આ સાંભળતાની સાથે જ તેમના આનંદની કોઈ સીમા ન રહી. તેને તાલાવેલી થઈ ગઈ કે સ્વામીનો આવો અપરંપાર મહિમા હું ક્યારે પ્રગટ કરું.' આ રીતે ત્રણ વર્ષ પહેલાં પ્રાગજી ભક્તને સ્વામીએ પોતાનું જ્ઞાન આપવાનો જે કોલ આપ્યો હતો તે પૂરો કર્યો. - સ્વામી કહેતા : “પ્રાગજીને એની ઈચ્છા નહીં હોય તો પણ સૌ એને ગુરુ કરશે.' પોતાના સર્વ આશ્રિતોના ગુરુપદે પ્રાગજી ભક્તને સ્થાપ્યા. સ્વજનોને ઉપદેશ આપી, પ્રાયશ્ચિત આપી શુદ્ધ કરવાની, સર્વ જીવોને અભયદાન આપવાની પણ આજ્ઞા આપી. સ્વામી એ જ મૂળ અક્ષરનો અવતાર છે ને મહારાજને રહેવાનું ધામ છે. તેવો મહિમા સૌને સમજાવવાનું શરૂ કયું. સૌના સંકલ્પ જાણી સ્વામી પાસે લાવી પ્રાયશ્ચિત અપાવવા લાગ્યા. આથી સત્સંગમાં ઉદદઘોષ થયો કે સ્વામી પ્રાગજીને વશ થઈ ગયા છે. પિતા ધામમાં જવાથી સ્વામીની આજ્ઞાથી ચાર વર્ષે પછી મહુવા ગયા. અહીં મંદિરમાં રહી હરિભક્તોને સ્વામીના મહિમાની અને પ્રતાપની વાતો કરી.
૨. પ્રાગજી ભગત દ્વારા પ્રગટપણું (૧૬/૩૦-૩૧) : જૂનાગઢમાં ભીમ એકાદશીના સમૈયા ઉપર હજારો હરિભક્તો આવ્યા હતા ત્યારે ચોકમાં પ્રાગજી ભક્ત દ્વારા બનાવેલ ચંદની બાંધી હતી તે જોઈને સ્વામી રડી પડ્યા અને બોલ્યા કે “એણે કેનો બાપ માર્યો હશે કે એને સત્સંગ બહાર કર્યો ? એને વિમુખ કરનારા જ વિમુખ છે.' આવું અસાધારણ હેત સ્વામીને પ્રાગજી ભક્ત ઉપર હતું. પછી થોડું મંદિરનું કામ જાગા ભગત તથા બીજા હેતવાળા હરિભક્તો પાસે કરાવ્યું અને પોતે દેશમાં ફરવા નીકળ્યા. નાગરવાડા તરફના દરવાજે આવી સ્વામી થોડું બેઠા અને બોલ્યા : “ચાલીસ વષ, ચાર માસ ને ચાર દિવસ અહીં રહ્યાં હવે સત્સંગમાં ફરશું ને મહુવે જઈને WW’? એ પ્રમાણે પ્રાગજી ભક્ત દ્વારા પોતે સત્સંગમાં પ્રગટ છે તે સૂચન મર્મમાં ક્યું. જૂનાગઢથી નીકળી વંથળી, ઉપલેટા, પંચાળા ફરીને ગોંડળના રાજાના આગ્રહથી સ્વામી ગોંડલ પધાર્યા. રાજદરબારમાં પધરામણી કરી, નાનકડા ભગવત્‌ૂસિંહજીને વર્તમાન ધરાવી આશીર્વાદ આપ્યા. ગણોદ દરબારને ત્યાં તથા માધવજી કારભારીને ત્યાં રાત્રે ૧૧ વાગ્યા સુધી પધરામણી કરી.આસો સુદ ૧૩ ને રાત્રે પોણા વાગે સ્વતંત્ર થકા દેહ મૂકીને સ્વામી અક્ષરધામમાં શ્રીજીમહારાજની સેવામાં બિરાજ્યા.
નીચેના મથાળાના સંદભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
૧. અંતિમ લીલા : ગઢડામાં વિજ્ઞાનદાસજીએ કથાનું પૂછ્યું. એટલે ભગતજીએ કહ્યું : “વ્યવહાર સંબંધી વિદ્યા ભણ્યા છો અને વેદવિદ્યા પણ મેં પૂરી ભણાવી લીધી છે. (૨૮/૫૫)
જ. અંતિમ લીલા : ગોંડલમાં યજ્ષપુરુષદાસજીએ ભણવાનું પૂછયું. એટલે ભગતજીએ કહ્યું : “શાસ્ત્ર સંબંધી વિધા ભણ્યા છો અને બ્રહ્મવિદ્યા પણ મેં પૂરી ભણાવી લીધી છે. (૨૮/૫૫)
ર. મતને સ્વામિનારાયણ વળગ્યા છે : ભગતજી વડોદરામાં કોઠારી મહારાજનાં દર્શન કરી ફરીથી આણંદ પધાર્યા અને હરિભક્તોને કહ્યું : “આ વખતે તમને ઘણું સુખ આવશે.' (૧૯/૩૭)
જ. મને સ્વામિનારાયણ વળગ્યા છે : ભગતજી સુરતમાં આચાર્ય મહારાજનાં દર્શન કરી ફરીથી નડિયાદ પધાર્યા અને સંતોને કહ્યું : “આ વખતે તમને ઘણું દુ:ખ આવશે.' (૧૯/૩૭)
૩. સત્સંગમાં સ્વીકૃતિ : જાગાભક્તેએ એમને આશીર્વાદ આપ્યા ને ઘનશ્યામના સખાનો મહિમા સમજાવ્યો, અને ભંડારીની માફો માગવા આજ્ઞા કરી. (૧૭/૩૩)
જ. સત્સંગમાં સ્વીકૃતિ : ભગતજીએ એમને ઠપકો આપ્યો ને ભગવાનના ભક્તનો મહિમા સમજાવ્યો, અને કોઠારીની માફો માગવા આજ્ઞા કરી. (૧૭/૩૩)
૪. ઉપાધિની શરૂઆત : એક વાર ખેતરમાં સૌ ખેડૂતો સાથે પાર્ષદો કેળનાં પાનના પડિયા બનાવતા હતા. ત્યારે જૂનાગઢના ગુલાબચંદ શેઠે સ્વામીને પૂછયું : સ્વામી ! આ ટાણે અક્ષરધામ શું કરતું હશે ? (૧૩/૨૭)
જ. ઉપાધિની શરૂઆત : એક વાર સભામંડપમાં સૌ હરિભક્તો સાથે સ્વામી ખાખરાનાં પાનના દડિયા બનાવતા હતા. ત્યારે મહુવાના ફૂલચંદ શેઠે સ્વામીને પૂછયું : સ્વામી ! આ ટાણે અક્ષરધામ શું કરતું હશે ? (૧૩/૨૭)
૫. જન્મ અને બાળચરિત્રો : ભાભીએ આવીને જોયું તો લાડવા ન મળે. બધાને ફાળ પડી. સગાંને પૂછયું કદાચ કોઈ બિલાડી તો નહીં ખાઈ ગઈ હોય ! (4/2)
જ. જન્મ અને બાળચરિત્રો : માતાએ આવીને જોયું તો ચૂરમું ન મળે. એમને ફાળ પડી. બધાને પૂછયું. કદાચ કોઈ કૂતરું તો નહીં ખાઈ ગયું હોય ! (4/2)
૬. વાંસદાના દીવાનને સત્સંગ : હાલાર દેશથી મહાપુરુષદાસજીને પણ ફરવા માટે વલસાડ બોલાવ્યા. પોતાના દરજ્જા અનુસાર રાજાએ આચાર્યનું સારું સ્વાગત કયું. (૨૩/૪૨-૪૩)
જ. વાંસદાના દીવાનને સત્સંગ : ખાન દેશથી વિજ્ઞાનદાસજીને પણ સમાગમ માટે વાંસદા બોલાવ્યા. પોતાના દરજ્જા અનુસાર દોવાને ભગતજીનું સારું સ્વાગત કયું. (૨૩/૪૨-૪૩)


0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...