પ્રાજ્ઞ -2 બ્રહ્મવિદ્યાનું દર્શન ઓનલાઈન સોલ્યુશન
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. (કુલ ગુણ ૮)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની
કરી હશે તો જ પૂણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
(૧) ૧, ૩ (૭.૧/૧૫૦) (૨) ૨, ૪ (૨.૧૪.૫/૭૩-૭૪) (૩) ૩ (૧.૨.૨/૫) (૪) ૧ (૫.૧/૧૩૩)
નીચે આપેલા વિષયો ઉપર મુદ્દાસર નોંધ લખો. (પંદરેક લીટીમાં) (કુલ ગુણ ૧૦)
નોંધ : જ્યાં પણ શાસ્ત્રોના પ્રમાણ નંબર આવતા હોય ત્યાં પરીક્ષાર્થીએ તે નંબર ન લખ્યા હોય તો પણ પૂરા ગુણ આપવા.
૧. શ્રીજીમહારાજ સર્વોપરી : સદ્. નિ્ગુણદાસ સ્વામીની વાતો અને દુર્ગપુરમાહાત્મ્ય (૨.૧૪/૪/૫૬-૫૭)
જ. સદ્. નિર્ગુણદાસ સ્વામીની વાતો : સદ્. નિર્ગુણદાસ સ્વામી શ્રીજીમહારાજના સમકાલીન દાસપંક્તિના સંત હતા. તેમણે સદ્. ગોપાળાનંદ સ્વામીનો સારી રીતે સમાગમ કરીને શ્રીજીમહારાજના સર્વોપરીપણાનું જ્ઞાન દઢ કયું હતું. તેથી તેમની વાતોમાં શ્રીજીમહારાજના સર્વોપરીપણાનું પ્રતિપાદન સ્પષ્ટપણે જોવા મળે છે. જેમ કે, “શ્રીજીમહારાજનો અલૌકિક મહિમા સમજીને સર્વોપરી, સર્વે અવતારના અવતારી અને સર્વના કારણ સર્વને સુખ દેનાર શ્રીજીમહારાજ છે એમ જાણીને તેનો અનન્યપણે આશ્રય કરીને પોતાને બ્રહ્મરૂપ માનીને શ્રીજીમહારાજને ભજવા.” (૮૮) “શ્રીઅક્ષરધામાધિપતિ સર્વોપરી, સર્વ કારણના કારણ, સર્વે અવતારના અવતારી એવા સ્વયં પુરુષોત્તમ સહજાનંદ સ્વામી શ્રીહરિકૃષ્ણ શ્રીજીમહારાજનાં એશ્વય-ગુણ-ચરિત્રને જાણવાં, તથા તેમની ઉપાસના કરનાર ભક્ત જનનાં ગુણ-એશ્વય-ચરિત્રને જોઈને શ્રીહરિનો દઢ આશ્રય કરવો.” (૬૦૨) દુર્ગપુરમાહાત્મ્મ : આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ 'દુર્ગપુરમાહાત્મ્ય' ગ્રંથમાં શ્રીજીમહારાજના સર્વોપરીપણાનો એક પ્રસંગ નોંધે છે : રામદાસ સ્વામી અંતિમ બિમારી વખતે શ્રીજીમહારાજને કહે છે, “હે પ્રભુ! મારા દેહનો અંતકાળ હવે નજીક આવ્યો છે. તેથી મારે સર્વે સંતોને અને ગૃહસ્થ હરિભક્તોને મારો અભિપ્રાય કહેવો છે, તો તમે સર્વે સંત અને ગૃહસ્થ ભક્તોને તત્કાળ અહીં બોલાવો.” ત્યારે શ્રીહરિએ સૌને બોલાવ્યા. પછી રામદાસ સ્વામીએ સૌને કહ્યું, “હે ભક્તજનો ! સાંભળો. તમારા હિતની એક વાત છે. જ્યારે સંતો આ શ્રીહરિને શ્રીકૃષ્ણની સમાન કહેતા હતા ત્યારે હું નિષેધ કરતો નહિ, પણ જ્યારે અધિકપણે કહેવા લાગ્યા ત્યારે મેં માન્યું નહિ, અને તેઓને કહ્યું હતું કે હે સંતપુરુષો, જેમ સાકરના નારિયેળમાં એક અણુમાત્ર પણ તત્ત્વભેદ નથી. તેમ અવતારોમાં પણ અણુમાત્ર ભેદ નથી. ત્યાર પછી મને શ્રીકૃષ્ણ ભગવાને તથા રામાનંદ સ્વામીએ પોતાનું દર્શન આપીને કહ્યું કે હે યોગીવર્ય, પ્રત્યક્ષ એવા શ્રીહરિ પ્રભુ સર્વથી પર છે, સર્વ અવતારોના કારણ છે, કાળ-માયા- ઈશ્વરાદિકના નિયંતા છે. આ શ્રીહરિને જ્યારે સવેથી પર જાણશો, ત્યારે જ આત્યંતિક કલ્યાણ થશે. આ પ્રકારે કહીને તે બંને અંતર્ધાન થઈ ગયા. ત્યારથી હું શ્રીહરિ પ્રભુને સર્વથી પર અને રામકૃષ્ણાદિક સર્વે અવતારોના અવતારી અને સર્વ કારણના કારણ એવા પરમાત્મા જાણું છું. માટે હે સંતપુરુષો, આ શ્રીહરિ પ્રભુ જે મનૃષ્યાકુતિ ધારી રહેલા છે, તે પ્રભુ સર્વથી પર વર્તે છે. આ પ્રભુથી પર બીજો કોઈ નથી. આમાં જો હું લગારેક પણ અસત્ય બોલતો હોઉ તો મને આ પાંચસો પરમહંસોના સમ છે, એટલું જ નહિ. પરંતુ આ બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ પણ મારે માથે છે.”
૨. અક્ષરબ્રહ્મનું સ્વરૂપ અને અક્ષરબ્રહ્મનું અન્વય-વ્યતિરેક સ્વરૂપ (૩.૪/૧૦૭૦-૧૦૮, ૩.૪.૧/૧૦૮) અક્ષરબ્રહ્મનું સ્વરૂપ : અન્ય સર્વ તત્ત્વોથી ભિન્ન આ અક્ષરબ્રહ્મ તત્ત્વ પરબ્રહ્મ તત્્તતી જેમ જ વાસ્તવિક, અનાદિ- અનંત અર્થાત્ નિત્ય, એક અને અદ્વિતીય તત્ત્વ છે. તે સ્વરૂપ સ્વભાવે કરીને સચ્ચિદાનંદમય છે. પરબ્રહ્મની જેમ જ અક્ષર પણ અનાદિ કાળથી જ માયાપર છે. તેનું સ્વરૂપ સર્વદા અને સર્વથા માયા અને માયાનાં કાર્યોથી અતિશય નિર્લેપ છે. માયા તેને ત્રિકાળમાંય લોપી શકતી નથી અર્થાત્ તેને પરાભવ પમાડી શકતી નથી. તે તો માયાને પણ બ્રહ્મરૂપ કરી શકે તેવું સામર્થ્ય ધરાવે છે. વળી, પરબ્રહ્મની જેમ જ અક્ષરબ્રહ્મમાં પણ સત્ય, જ્ઞાન, અનંત, આનંદાદિક સ્વરૂપભૂત ધર્મો છે તથા તેમાં જ્ઞાનાનંદાદિક ગુણભૂત ધર્મો પણ છે. તે જીવ, ઈશ્વર, માયા અને માયાનાં કાર્યમાં વ્યાપીને રહે છે. તેથી તે જીવાદિ તત્ત્વોનું વ્યાપક તત્ત્વ છે, જ્યારે પરબ્રહ્મનું વ્યાપ્ય તત્ત્વ છે, કારણ કે તેમાં પરબ્રહ્મ વ્યાપીને રહે છે, પરંતુ અક્ષરબ્રહ્મ તત્ત્વ પરબ્રહ્મમાં વ્યાપીને રહેતું નથી. તે જીવ, ઈશ્વર, માયા અને માયાના કાર્યરૂપ અનંત કોટિ બ્રહ્માંડના ધતા (આધાર), નિયંતા, દ્રષ્ટા અને શાસ્તા છે. તેમ છતાં તે પોતે સ્વતઃ સ્વતંત્ર નથી, પરંતુ પરબ્રહ્મને આધીન છે. તેથી તેનામાં રહેલાં અપાર એશ્ચર્ય, સામર્થ્ય, શક્તિ, બળ, વીર્ય, તેજ અને જ્ઞાનાદિક અનંત ગુણો પણ પરબ્રહ્મને આધીન છે.
અક્ષરબ્રહ્મનું અન્વય-વ્યતિરેક સ્વરૂપ : શ્રીજીમહારાજે સ્પષ્ટપણે અક્ષરબ્રહ્મનું અન્વય-વ્યતિરેકપણું સમજાવ્યું છે. અક્ષરબ્રહ્મ પોતાના જે નિરાકાર ચિદાકાશ સ્વરૂપે જીવો, ઈશ્વરો, માયા અને માયાનાં કાર્ય રૂપ અનંતકોટિ બ્રહ્માંડમાં પ્રેરકરૂપે વ્યાપીને રહે છે, એ એનું અન્વયપણું છે. જીવો, ઈશ્વરો, માયા અને માયાનાં કાર્યરૂપ અનંતકોટિ બ્રહ્માંડોથી વ્યતિરેકપણે અર્થાત્ એનાથી ભિન્નપણે અક્ષરબ્રહ્મ રહે છે, એ એનું વ્યતિરેક સ્વરૂપ છે. (વચ. પ્ર. ૭, સા. ૫) અક્ષરબ્રહ્મ પોતાના મૂર્તિમાન(સાકાર) સ્વરૂપે પ્રકુતિપુરુષથી પર એવા અક્ષરધામ રૂપે, અક્ષરધામમાં પરબ્રહ્મના સેવક રૂપે અને આ લોકમાં પરબ્રહ્મની સાથે પ્રગટ થયેલા મનુષ્ય રૂપે વ્યતિરેક છે; ને નિરાકાર ચિદાકાશ રૂપે અન્વય છે.
૩. શ્રીજીમહારાજનું અસાધારણ એશ્ચર્ય : સમાધિ પ્રકરણ અને લક્ષાવધિ મનુષ્યોનું નિયમન (૨.૧૪.૪/૬૨-૬૩) સમાધિ પ્રકરણ : અનેક જીવોને સહજપણે સમાધિ કરાવવારૂપ એશ્ચર્ય શ્રીજીમહારાજને સર્વોપરી સિદ્ધ કરે છે. કદાચ કોઈક અવતારથી અથવા તો કોઈક એવા સમર્થ પુરુષથી કોઈક વ્યક્તિને અથવા થોડા સમૂહને સમાધિ થઈ હશે, પરંતુ મહારાજે જે રીતે, જેટલા પ્રમાણમાં અને જેવી સમાધિ કરાવી છે, તેવી સમાધિ કોઈએ કરાવી હોય તેવું શાસ્ત્રોમાં ક્યાંય જોવા મળતું નથી. મહારાજે મનુષ્યોને તો ઠીક, પણ પશુ-પક્ષીઓને પણ અનેક વાર સમાધિ કરાવી છે. તેવા પ્રસંગો તેમનાં જીવનચરિત્રોમાં વાંચવા મળે છે. અષ્ટાંગયોગની સમાધિ કરવી કે કરાવવી કેટલી દુર્લભ છે તે તો એ માર્ગ જેણે સાધના કરી હોય તેને ખબર પડે. એવી દુર્લભ સમાધિ મહારાજે સૌને સહેજે જ કરાવી છે. પછી તે બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, પાપી હોય કે પુણ્યશાળી, હિન્દુ હોય કે મુસ્લિમ... ગમે તે હોય તેને મહારાજે સંકલ્પમાત્રથી સમાધિ કરાવી છે. આ સમાધિ-પ્રકરણની એક વિશેષતા તો એ છે કે મહારાજનાં દર્શનથી, અવાજથી, નામસ્મરણથી કે એમની ચાખડીના ચટકારે સમાધિઓ થતી. વળી, જેમને જેમને સમાધિ થતી તેઓ તો ક્યારેક દિવસ, દશ દિવસ, પંદર દિવસ, મહિનો, બે મહિના કે છ છ મહિના સુધી પણ સમાધિમાં મહારાજની ઇચ્છાથી રહેતા. એમના કાષ્ઠવત્ થયેલા દેહનો ઢગલો કરવામાં આવતો, પરંતુ આ કોઈ હજારો કે લાખો વર્ષ પૂર્વેની કાલ્પનિક કથા નથી. ફક્ત બસો વર્ષા પૂર્વનો ઈતિહાસ છે. તેથી આવી સમાધિ નજરે જોનારની વાતો એમની કુળપરંપરા દ્વારા આજે પણ એટલી જ ગુંજે છે. એમના વારસદારો પાસેથી સાંભળવા મળે છે. આ વાતો ગ્રંથસ્થ પણ થયેલી છે. શ્રીજીમહારાજના આ સમાધિ-પ્રકરણની નોંધ, સંપ્રદાયમાં એમનાં જીવનચરિત્ર વિશે લખાયેલા સત્સંગિજીવન, હરિલીલાકલ્પતરુ, ભક્તચિંતામણિ, હરિચરિત્રામૃતસાગર, હરિલીલામૃત તથા પુરુષોત્તમચરિત્ર આદિક પ્રાયઃ બધા જ ગ્રંથોમાં લેવામાં આવી છે. તેથી આ એક નક્કર હકીકત છે. વળી,સમાધિની બીજી વિશેષતા એ છે કે મહારાજ જેને જેને સમાધિ કરાવતા, એના ઇષ્ટદેવ મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થતા અને મહારાજમાં જ લીન થતા હોય તેવાં એને દર્શન થતાં. ક્યારેક તો રામકૃષ્ણાદિક સર્વ અવતારો,પયગંબરો કે તીર્થકરો મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થતા અને મહારાજમાં લીન થતા હોય એવાં પણ દર્શનસમાધિમાં થતાં. સંપ્રદાયના ગ્રંથોમાં; શીતળદાસ - વ્યાપકાનંદ સ્વામી પર્વતભાઈ વગેરેને આવાં દર્શન થયાં હતાંએવા પ્રસંગો સુપ્રસિદ્ધ છે. આવું પૂર્વેના કોઈ અવતારોએ દર્શાવ્યું નથી. તેથી આ અલૌકિક સમાધિ-પ્રકરણ પણ શ્રીજીમહારાજને સર્વોપરી સાબિત કરે છે.
લક્ષાવધિ મનુષ્યોનું નિયમન : મહારાજે જેવી રીતે સેંકડો પરમહંસોને નિયમબદ્ધ કર્યા હતા, તેવી જ રીતે લાખોના સત્સંગી સમાજને શિયમબદ્ધ કર્યો હતો. સમાજનાં પ્રત્યેક સ્તર, જ્ઞાતિ અને ધર્મના મનુષ્યોને પોતાના સદાચારયુક્ત નિયમોથી બદ્ધ કર્યા. મહારાજને આશરે આવ્યા તે પહેલાં કેટલાક તો ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, ખૂન, દારૂ, માંસ વગેરે પાપાચારમાં ચકચૂર હતા. સમાજના આવા ત્રાસરૂપ દુષ્ટો ને અસુરોનું પણ પરિવર્તન કરી પોતાને વશ કરી નિયમમાં વર્તાવ્યા. ધોળે દિવસે ખૂન કરી અથવા તો મારઝૂડ કરીને લૂંટનારાઓને, “પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ,' એવાં વિશુદ્ધ આચરણ જીવતાં કયાં. વિભિન્ન પ્રકારનો લાખોની સંખ્યાવાળો મનૃષ્યોનો અતિ વિશાળ આશ્રિતવર્ગ કોઈ પ્રકારની સત્તા કે ધમકીની બીકથી નહિ, પણ કેવળ પ્રેમના દિવ્ય શાસનથી મહારાજને વશ વર્તતો હતો.
૪. અક્ષેરબ્રહ્મ : આ લોકમાં ગુણાતીત સત્પુરુષ રૂપે (૩.૫/૧૧૨-૧૧૩) અક્ષરબ્રહ્મ તત્ત્વનું સ્પષ્ટ નિરૂપણ એ સ્વામિનારાયણીય તત્વજ્ઞાનની એક આગવી વિશેષતા તો છે જ, પરંતુ એ કરતાંય એક અસાધારણ વિશેષતા તો એ છે કે પરબ્રહ્મની સાથે એ અક્ષરબ્રહ્મ પણ આ લોકમાં મનુષ્ય રૂપે પ્રગટ થાય છે. શ્રીજીમહારાજ વચ. પ્ર.૭૧માં કહે છે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જયારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાષદ અને પોતાનાં જે સર્વે એશ્ચર્ય તે સહિત જ પધારે છે... માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.” અક્ષરધામમાંથી ભગવાન અક્ષરબ્રહ્મ સહિત પધાર્યા છે, એમ ગુણાતીતાનંદ સ્વામી પણ એમની વાતોમાં અનેક વાર કહે છે, “મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પોતાનું સમગ્ર એશ્ચર્ય તે લઈને આંહી ધાર્યા છે.'' (સ્વા.વા. ૧/૧, ૩/૪૧, ૪/૫૮, ૫/૩૨) જેમ પુરુષોત્તમ નારાયણ ધામનો ત્યાગ કર્યા વગર જયાં પ્રકાશવું (પ્રગટવું) ઘટે ત્યાં પોતાના સત્યસંકલ્પથી એશ્ચર્યે કરીને નટની માયાની જેમ જણાય છે, તેમ અક્ષરબ્રહ્મ પણ ધામમાં ભગવાનની સેવામાં રહ્યા થકા પુરુષોત્તમ નારાયણની સેવામાં આ લોકમાં પણ પધારે છે. પુરુષોત્તમની માફક અક્ષર પણ અનંત રૂપ ધારણ કરી શકે છે, અનંત રૂપે ભાસે છે. આ લોકમાં તેઓ સામાન્ય મનુષ્ય કે સાધુ જેવા દેખાય, તેમ છતાં તેઓમાં અપાર એશ્ચર્ય-સામથ્ય-શક્તિ રહેલાં છે. તેમનું જન્મવું અને મરવું ઇત્યાદિક કથનમાત્ર છે. દેહ ધર્યાની અને મૂકવાની રીત અલૌકિક છે; પરંતુ કાળ, કર્મ અને માયાને આધીન નથી. તેમનામાં બાળ, યૌવન, વૃદ્ધાવસ્થા, રોગ, વિકાર ઇત્યાદિક જે ભાવ દેખાય છે, તે યોગ-માયાએ કરીને દેખાય છે. વસ્તુતઃ તેમનામાં આવા કોઈ માયિકભાવ નથી. જેવા અક્ષરધામમાં છે તેવા જ આ લોકમાં છે. તત્ત્વતઃ એ બંને સ્વરૂપોમાં કોઈ પ્રકારનો ભેદ નથી.
પ્રમાણ પરથી વિષયનું શીષક આપો. (કુલ ગુણ : ૬)
૧. અક્ષરધામમાં અક્ષરમુક્તનું ભિન્ન વ્યક્તિત્વ અને અસ્તિત્વ રહે છે. (૭.૧.૨/૧૫૫)
જ. વિદેહમુક્તિ (મુક્તિનું સ્વરૂપ) (૧૫૨)
ર. “જે જે મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ.”' (૨.૧૪.૪/૬૯)
જ. આશ્રિતોને આત્યંતિક કલ્યાણનો કોલ (૬૯) (સર્વોપરી સ્વાવતારના અવતારી શ્રીજીમહારાજ) (૫૦)
૩,સ્વરૂપનિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજાં સાધન તો જાનને ઠેકાણે છે.” (2.94/72)
જ. પરબ્રહ્મના સ્વરૂપને સમજવાની અનિવાયતા (૧૦)
૪. એમની મોટપ આસને નથી. એ તો અનાદિના મોટા છે. (૩.૫.૧/૧૨૦)
જ. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ : એક દસ્તાવેજી પત્રના આધારે (૧૧૭) (આ લોકમાં સત્પુરુષ રૂપે અક્ષરબ્રહ્મ એટલે કોણ ?) (૧૧૩)
પ. શ્રીજીમહારાજ કાર્ય-કારણના સિદ્ધાંતમાં સત્કાર્યવાદનો સિદ્ધાંત સ્વીકારે છે. (૬.૨.૧/૧૪૨)
જ. કાય-કારણનો સિદ્ધાંત
૬. તેઓ કર્તુમ્ - અકર્તુમ્ - અન્યથાક્તું શક્તિ ધરાવે છે. (૨.૯/૧૭)
જ. પરબ્રહ્મ : સર્વશક્તિમાન
નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ ૬)
૧. પાંચ ભૂત (તત્ત્વો)નાં નામ શું છે ? (૬.૨.ર/૧૪૬)
જ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ પાંચ તત્ત્વો ભૂત છે.
ર. નિમિત્ત પ્રલયમાં કયા ચાર લોકનો નાશ થતો નથી ? (૬.ર.૩/૧૪૮)
જ. નિમિત્ત પ્રલયમાં મહર્લોક, જનલોક, તપલોક અને સત્યલોક આ ચાર લોકનો નાશ થતો નથી.
૩. ઈશ્વર કેવું તત્ત્ત નથી ? (૪.૧/૧૨૮)
જ. ઈશ્ચર વ્યાવહારિક ઉપયોગિતાની દષ્ટિએ કલ્પેલું કોઈક ઔપાધિક તત્ત્વ નથી.
૪. બ્રાહ્મીસ્થિતિને પામેલા જીવન્મુક્તને કેવો સાક્ષાત્કાર રહે છે ? (૭.૧.ર/૧૫૪)
જ. બ્રાહ્માસ્થિતિને પામેલા જીવન્મુક્તને પોતાના બ્રહ્મરૂપ એવા આત્મામાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અખંડ સાક્ષાત્કાર રહે છે.
પ. સ્વામીની વાત ૧/૮૮ પ્રમાણે જો માર માર કરતો કોઈ આવતો હોય તો શું સમજવું ? (૨.૧૨.૧/૨૩)
જ. જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે મારા સ્વામીનું જ કર્યું સવે થાય છે પણ તે વિના કોઈનું હલાવ્યું પાનડું પણ હલતું નથી.
૬. ગુણાતીતાનંદ સ્વામીના મતે અવતાર-અવતારીનો ભેદ કેમ સમજવો ? (૨.૧૪.૩/૪૯)
જ. અવતાર-અવતારીનો ભેદ રાજા ને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.
નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિસ્તૃત નોંધ લખો. (પચીસ થી ત્રીસ લીટીમાં) (કુલ ગુણ : ૧૦)
૧. શ્રીજીમહારાજનું સમ્યક્ પ્રગટપણું સંત દ્વારા (૨.૧૫.૪/૮૨-૮૫) ભગવાન સ્વામિનારાયણ સં.૧૮૮૬, જેઠ સુદ ૧૦ના રોજ પૃથ્વી પરથી અંતર્ધાન થઈને સ્વધામ પધાર્યા. ત્યાર બાદ પ્રગટ કે પ્રત્યક્ષ ભગવાન એટલે કોણ? કોના દ્વારા પરબ્રહ્મનું પ્રગટપણું સમજવું ? જો એમના અંતર્ધાન થયા પછી તેઓ પૃથ્વી પર અન્ય સ્વરૂપે પ્રગટ ન રહે, તો આત્યંતિક કલ્યાણ માટે એમણે પ્રત્યક્ષ ભગવાનની જે અનિવાર્યતા સમજાવી છે તે નિરર્થક ઠરે. તેથી પૃથ્વી પર ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ સદૈવ રહેવું જોઈએ એ નિશ્ચિત સિદ્ધાંત ઠરે છે. તો પછી ભગવાન જ્યારે સ્વયં પ્રગટ ન હોય ત્યારે તેઓ કોના દ્વારા પ્રગટ રહે છે ? વચનામૃતનો સંપૂર્ણ અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે કે ભગવાન સંત દ્વારા પ્રગટ રહે છે. શ્રીજીમહારાજ કહે છે : વર. ૧૯ : “આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે.” વર. ૧૦ : “ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.”
ઉપરોક્ત બે સંદર્ભો પરથી ખ્યાલ આવે છે કે ભગવાન જ્યારે સ્વયં પ્રત્યક્ષ ન હોય ત્યારે સંત દ્વારા પ્રત્યક્ષ રહે છે. આ જ અનુસંધાનમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહે છે : “પંચાળાના વચનામૃતમાં કહ્યું છે જે, “જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે; તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે ? પછી ઉત્તર કર્યો જે, “કથા, કીર્તન, વાતા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય. ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત્ ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે. કેમ જે, તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે. ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તોપણ શું ને તેમજ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજે પ્રત્યક્ષ છે ને એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે.' ત્યારે એક સાધુએ કહ્યું જે, “મૂર્તિયું પ્રત્યક્ષ નહિ ? ત્યારે સ્વામી બોલ્યા જે, “પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્યભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે ને દિવ્યભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિયું શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય ? માટે બોલતા-ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય, ને મોટા સંત હોય તે જ મૂર્તિયુંમાં દૈવત મૂકે છે, પણ મૂતિયું, શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે. ને એવા મોટા સંત હોય તો મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ ત્રણેને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન 9. (સ્વા.વા.૫/૩૯૫) ભગવાન સ્વામિનારાયણ સ્વયં પણ સંત દ્દારા જ ભગવાનના પ્રત્યક્ષપણાની વાતો કરે છે, પ્ર. ૨૭ : “એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં એશ્ચયને પામે છે, ને અનંત જીવના ઉદ્ધારને કરે છે... એ સમર્થ તો કેવા જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવ-પ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો. સવ જગતના આધારરૂપ છે.'”' સા. ૧૦ : “એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, “મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.” અં. ૩૫ : “આવે છ લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું.'' ભગવાન સ્વામિનારાયણનાં અનેકાનેક ઉપદેશ-વચનોમાંથી ઉપરોક્ત કેટલાક સંદર્ભો પરથી ખ્યાલ આવે છે કે ભગવાનનું પ્રગટપણું સંત દ્વારા જ છે. એમણે સંત દ્વારા પોતે સાક્ષાત્ પ્રગટ છે એવી જે વાતો કરેલી, તે સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમપ્રકાશમાં નીચે પ્રમાણે નોંધી છે : સર્વે રીતે સંતમાં રહું છું રે, એમાં રહી ઉપદેશ દઉં છું રે.
સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હુંયે ન ભૂલું રે;
સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છઉં સાક્ષાત રે.
સંત જુવે તે ભેળો હું જોઉ રે, સંત સુતા પછી હું સોઉ રે;
સંત જાગે તે ભેળો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગું રે.
સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેડ્યે હું ભમું રે;
સંત દુઃખાણે હું દુ:ખાણો રે, એહ વાત સત્ય જન જાણો રે.
સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે;
સંત માનજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે. (પુરુષોત્તમપ્રકાશ-૪૧)
જે સંત દ્વારા શ્રીજીમહારાજ સાક્ષાત્ પ્રગટ છે. એવા સંતનો મહિમા વર્ણવતાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “મોટા છે, ભગવાનના મળેલા છે, ભગવાનના વચનમાં વર્તે છે, ભીડો ખમે છે, ભગવાન એને વશ છે, ભગવાન એ કહે એમ કરે છે, ભગવાન એ કહે એમ ફરે છે. ભગવાનને એણે જીત્યા છે, ભગવાનના અભિપ્રાયના જાણનારા છે, મોક્ષના દાતા છે, એને દર્શને ભગવાનનું દર્શન થયું, એને પૂજ્યે ભગવાન પૂજાઈ રહ્યા, ગર્ભવાસ, જમપુરી ને ચોરાશીથી મુકાવે છે ને વિહદ જે ભગવાનનું અક્ષરધામ તેને પમાડે છે ને ભગવાનના સાધર્મ્યપણાને પમાડે છે, એવા એ મોટા છે. એના વિના ભગવાનને ચાલતું નથી, એના દર્શને પંચમહાપાપ બળી જાય છે, એની ઇન્દ્રિયોની ક્રિયાએ કરીને બ્રહ્માંડ સચેતન થાય છે, એનાથી કાળ, કર્મ ને માયા થરથર કંપે છે. જેમ દેહને પૂજ્યે જીવ પૂજાઈ રહ્યો, તેમ આ સાધુને પૂજ્યે ભગવાન પૂજાઈ રહ્યા. એ અન્નદાતા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, એનું કર્યું થાય છે, ને
એ મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા નથી. ભગવાન એના ભેળા રહ્યા છે, અવિનાશી ધામને પમાડે છે. કર્તા થકા અકર્તા છે, વૃક્ષની પેઠે એનો દેહ પરને અર્થે છે. સંતનાં લક્ષણ કહ્યાં છે એવા છે. “કામિલ, કાબિલ સબ હુન્નર તેરે હાથ' એવા છે. આ પ્રકારે મહિમા સમજવો કહ્યો છે.'”' (સ્વા.વા. ૪/૧૪૩)
૨. અક્ષરબ્રહ્મના સ્વરૂપને સમજવાની અનિવાયતા : શ્રીજીમહારાજનો હૃદગત અભિપ્રાય-સિદ્ધાંત છે માટે (૩.૨.૨/૧૦૩-૧૦૪) ભગવાન સ્વામિનારાયણને પોતાના ઇષ્ટદેવ માનીને સૌ આશ્રિતો એમનું ભજન કરે છે, તેમનાં ચરિત્રોનું ગાન કરે છે અને તેમની લખેલી શિક્ષાપત્રીના આદેશો પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યાં સુધી એમનો દૃદ્ગત અભિપ્રાય ન સમજાય, ત્યાં સુધી સાધનામાં ઘણી કચાશ રહી જાય છે. વર્ષો સુધી પોતાની રીતે ભક્તિ-ઉપાસના કરવા છતાં એનું જોઈએ તેવું ફળ (પરિણામ) મળતું નથી. મહારાજને સૌની જેવી આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિ કરવી છે, તેવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી શ્રીજીના સૌ આશ્રિતો પોતાના ઇષ્ટદેવનો હૃદ્ગત સિદ્ધાંત સમજે એ અત્યંત મહત્ત્વનું છે. મહારાજે પોતે જ પોતાના પ્રાગટ્યનો હેતુ જણાવતાં જૂના ખરડામાં લખાવ્યું છે, “દૂસરા અવતાર હૈ સો કાર્ય-કારણ અવતાર હુઆ હૈ, ઔર મેરા યહ અવતાર હૈ સો તો જીવોકું બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જેસા બન્યા હું.” અનંત જીવોના અનાદિ અજ્ઞાનનો નાશ કરીને તેમને બ્રહ્મરૂપ કરવાનો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે જ પોતાના ઉપદેશમાં તેમણે આત્મારૂપ (બ્રહ્મરૂપ, અક્ષરરૂ૫) થવાની વાત વારવાર કરી છે. પોતાના આશ્રિતોના દેહભાવની ક્સરમાત્ર ટાળીને તેમને આત્મારૂપ બનાવવાની પોતાની તત્પરતા જણાવતાં તેઓ ગઢડા મધ્ય ૪૫માં કહે છે, “માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચભૂત, પંચવિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી, ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો dell.” શ્રીજીમહારાજનાં હૃદ્ગત અભિપ્રાય અને રહસ્યને યથાર્થપણએ સમજનાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે : “બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી' એ જ સિદ્ધાંત છે, તે જેમ ઘણા માણસ વટલે ને એક જણ નાતમાં રહે પણ તેને એમ સમજવું જે, હું વટલ્યો નથી,' તેમ બ્રહ્મરૂપ માનવાની સમજણ છે.” (સ્વા. વા. ૧/૫૯) “એક હરિજને ચાર-પાંચ વચનામૃત વાંચ્યાં, તે વચનામૃતનાં નામ પ્રથમનું ત્રેવીસ ને મધ્યનું ત્રીસ ને પિસ્તાલીસ ને અમદાવાદનું બીજું ને ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા જે, “આ વચનામૃત તો જાણે સાંભળ્યાં જ નહોતાં.' એમ કહીને બોલ્યા જે, “ફરીથી વાંચો.' ત્યારે ફરીથી વાંચ્યાં. ત્યારે સ્વામી બોલ્યા જે, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું જે, કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય, કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય, કે નાના-મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છુટકો નથી, કેમ જે, એ પણ મહારાજનો મત છે.' થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે.' પછી એક હરિજન સામું જોઈને બોલ્યા જે, તમારે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં ? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો, તો ભગવાન રહે.” ...આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં ? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું.” (સ્વા. વા. ૩/૧૩) “પ્રકૃતિનું કાર્યમાત્ર હૈયામાંથી કાઢી નાખી બ્રહ્મરૂપ થાવું, ગુણાતીત થાવું, પછે કાંઈ કરવું રહે નહિ. ને મહારાજનો સિદ્ધાંત પણ એમ જ છે.” (સ્વા. વા. ૫/૧૯૫) આ રીતે શ્રીજીમહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ઉપદેશવચનોમાં વારેવાર અક્ષરરૂપ-બ્રહ્મરૂપ થવાની અનિવાર્યતા સમજાવી છે.


0 comments