પ્રાજ્ઞ -3 બ્રહ્મવિધાનો રાજમાર્ગ ઓનલાઈન સોલ્યુશન
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. (કુલ ગુણ ૮) નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની
(૧) ર (૪.૩.૩/૮૦) (2) ૩, ૪ (૨.૩/૨૭) (૩) ૧, ૩ (૪.ર.૯/૬૨) (૪) ૨, ૩ (૭.૧/૧૬૦)
નીચે આપેલા વિષયો ઉપર મુદ્દાસર નોંધ લખો. (પંદરેક લીટીમાં) (કુલ ગુણ ૧૦)
૧. સાધનામાં સાતત્યની આવશ્યકતા : સ્વામીની વાતોના આધારે (૮.૨/૧૭૩-૧૭૪) : ગુણાતીતાનંદ સ્વામી સાધનામાં સાતત્યનો નિર્દશ કરે છે : “નિત્યે ભગવાનમાં જોડાવાનો આગ્રહ રાખવો. નિત્યે બળિયું એમ શાસ્ત્રમાં કહ્યું છે તે થાશે. એ કર્યા વિના છૂટકો નથી. (સ્વા.વા. ૬/૧૪૧) સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો. (સ્વા.વા. ૧/૨૭૯) નિયમ રાખી બબ્બે ઘડી આત્મા-અનાત્માનો વિવેક કરવા માંડે ને બબ્બે ઘડી રટન કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે, તો એમ જણાય જે, જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. (સ્વા.વા. ૨/૪૦) આમ, સાધનાના સાતત્યથી જ યોગ્ય સમયે યોગ્ય ફલશ્રુતિ મળે છે. જો સાધનામાં સાતત્ય ન હોય તો કાંઈ ફળ મળતું નથી. તેથી જ તો સાધના અંતર્ગત જે કાંઈ નાનાં-મોટાં સાધનો કરવાનાં છે, તે દરેકમાં સાતત્યની જરૂરિયાત છે. આપણે સાધનાની સફળતાના જે છ સિદ્ધાંતો વિચાર્યા છે, તે દરેકમાં સાતત્ય આવશ્યક છે. આ હકીકતને આપણે સિદ્ધાંતના નિરૂપણ વખતે વચનામૃત અને સ્વામીની વાતોના કેટલાક સંદર્ભો દ્વારા સમજ્યા છીએ; તેમ છતાં અહીં પણ કેટલાક મુખ્ય સંદર્ભો દ્વારા છ સિદ્ધાંતોમાં પણ સાતત્યની જરૂરિયાત છે.
૨. શ્રવણભક્તિ (કથાવાર્તા) વગર ખોટ (૪.૨.૬/પપ-૫૬) : જો કથાવાર્તા કરવામાં કે સાંભળવામાં રુચિ અને શ્રદ્ધા ન હોય ને આળસ હોય કે એમાં કંટાળો ચડે, તો કથાવાતાથી જે કંઈ લાભ થાય છે તે લાભ સાધકને થાય નહિ. કદાચ અન્ય સાધનોથી આવો કંઈક લાભ થતો હોય એમ લાગે, પરંતુ એમાં બહુ વિશ્વાસ ન રાખી શકાય. એનાં મૂળ બહુ દંઢ ન હોય. તેથી એ ટકી શકે નહિ. એટલે તો શ્રીજીમહારાજ વચ. અં. ૨૪માં કહે છે : “જો કથાવાર્તામાં જેને આળસ હોય, તેની કોરની એમ અટકળ કરવી જે, એમાં મોટા ગુણ નહિ આવે.” શ્રીજીમહારાજ અહીં કથાવાતામાં આળસ રાખનારને કેટલી મોટી ખોટ જાય છે તે સમજાવે છે. તેઓ કહે છે કે એમાં મોટા ગુણ એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યે સહિત ભક્તિ આદિક ગુણો નહિ આવે. જો આ ગુણો ન આવે તો એકાંતિક પણ ન થવાય અને આત્યંતિક મુક્તિ પણ ન થાય. કથાવાર્તાના અભાવે થતા નુક્સાન વિષે ગુણાતીતાનંદ સ્વામી કહે છે : “આવી વાતું વિના પરભાવને નહિ પમાય.” (સ્વા.વા. : ૬/૧૯૧) “આવી વાતું વિના મોક્ષ ન થાય.” (સ્વા.વા. : ૬/૨૧૫) “કથાવાર્તા વિના જડતા આવી જાય.” (સ્વા.વા. : ૧૧/૧૩૬) “કથાવાર્તા વિના જીવમાં ખોટ રહી જાશે.” (સ્વા.વા. : ૧૨/૭૮) “શ્રવણભક્તિ વિના ગમે તેટલાં શાસ્ત્ર પોતાની મેળે વાંચે પણ જ્ઞાન થાય નહિ.” (સ્વા.વા. : ૧૩/૨૨૩) આપણા વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં કથાવાર્તાની ગૌણતા થશે તો - વ્યક્તિગત રીતે કે સત્સંગમાં સામૂહિક રીતે પુષ્ટિ અને પ્રગતિ નહિ થાય. દિવ્ય વાતાવરણ ટળી જશે. સત્સંગ વ્યવહારિયો થઈ જશે. અહં-મમત્વ, રાગઠ્વેષ, ઈર્ષ્યા, અસૂયા જેવા વિકારોને લીધે પરસ્પર ટકરામણ થશે. અધ્યાત્મ-સાધનામાં વિઘ્નો આવશે. આવા સર્વોપરી ભગવાન શ્રીજીમહારાજ અને સર્વોપરી ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો સંબંધ છૂટી જશે. કદાચ સત્સંગમાં પડ્યા રહીએ તોપણ બીજે રવાડે ચડી જવાશે. જે કરવાનું છે તે નહિ થાય અને જે નથી કરવાનું તે જ થશે. સ્વભાવ સામે હિંમત હારી જવાશે, ભાંગી જવાશે. જીવનમાં અસંતોષ, ઉઠ્ઠેગ, અશાંતિ, હતાશા અને અપૂર્ણતા અનુભવાશે. જીવનનું સાચું ઘડતર નિ થાય. જીવનો સત્સંગ નહિ થાય. બ્રહ્મરૂપ નહિ થવાય. મહારાજ અને સ્વામી આપણને જેવા બનાવવા માગે છે, એવા સંત કે ભક્ત નહિ બની શકાય.
૩. ભક્તિનું તાત્પર્ય અને તેના પ્રકારો (૪.૨.૨/૩૯-૪૦) : શ્રીજીમહારાજે ભક્તિની જે જુદી જુદી વ્યાખ્યાઓ વચનામૃતમાં આપી છે, તેને ભાવાર્થરૂપે જોઈએ : ભગવાનના કલ્યાણકારી ગુણ જાણીને એમનો દઢ આશ્રય કરવો એનું નામ ભક્તિ. (વચ. મ. ૧૦) ભગવાનનાં પ્રાકૃત ચરિત્રોમાં પણ મનુષ્યભાવ ન આવે ને દિવ્યભાવ રહે એ ભક્તિ. (વચ. મ. ૧૦) ભગવાનને વિશે માહાત્મ્યે સહિત પ્રેમ એ પ્રેમલક્ષણા ભક્તિ. (વચ. પ્ર. ૫૬, મ. ૯, વ. ૩) આ દેહ કરીને ભગવાનનું ગમતું કરવું એ જ ભક્તિ છે. (વચ. જે. ૩) ભગવાનની પ્રસન્નતાથે જે જે કર્મ કરે તે ભક્તિરૂપ થાય છે. (વચ. મ. ૧૧) ભગવાન ને ભગવાનના ભક્તને અર્થ પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ ભક્તિ. (વચ. વ. ૧૭) ટેલ-ચાકરી કરવી તે પણ ભક્તિ છે. (વચ. પ્ર. ૩૧) શ્રવણાદિક નવધા ભક્તિ. (વચ. પ્ર. ૪૦) ઉપરોક્ત ભક્તિ વિષયક વિવિધ વ્યાખ્યાઓને આધારે ભક્તિનાં સ્વરૂપ અને લક્ષણ વિશે ટૂંકમાં આ પ્રમાણે કહી શકાય : પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના પ્રગટ સ્વરૂપને યથાર્થ ઓળખી, તેમનો આશ્રય દઢ કરી, તેમનામાં નિર્દોષબુદ્ધિ(દિવ્વલભાવ)ની દઢતા કરી, તેમની આજ્ઞા અને અનુવૃત્તિ સમજીને પ્રેમલક્ષણા અને નવધા ભક્તિ કરવી. હવે આપણે ભક્તિના વિવિધ પ્રકારોનું ક્રમશઃ નિરૂપણ દિવ્યભાવ - નિર્દોષબુદ્ધિરૂપ ભક્તિ - સેવાભક્તિ, આજ્ઞા-અનુવૃત્તિરૂપ ભક્તિ - અર્ચનભક્તિ, પ્રેમલક્ષણાભક્તિ - વંદનભક્તિ, શ્રવણભક્તિ - દાસ્યભક્તિ, કીર્તનભક્તિ - સખ્યભક્તિ, સ્મરણભક્તિ - આત્મનિવેદનરૂપ ભક્તિ.
૪. પરબ્રહ્મની પ્રાપ્તિ માટે નહિ, પણ એમના રાજીપા માટે સાધના : યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામીના વચનોને આધારે (૧.૧.૮/૧૪-૧૫) : યોગીજી મહારાજ : “હવે આપણે શું બાકી છે ? શ્રીજીમહારાજ સાક્ષાત્ મળ્યા છે, તો મૂંઝાવું નહિ.” “મહારાજને ઓળખ્યા તો બીજાને ઓળખવા ન પડે. આ સાધુને ઓળખ્યા પછી બીજા સાધુને ઓળખવા ન પડે. આ પ્રાપ્તિ થઈ છે, તેવી સમજાય તો બીજી પ્રાપ્તિ શોધવી ન પડે. ભગવાનને ઓળખ્યા તેથી કઈ વસ્તુ વધારે છે ? જોગ ખરેખરો આવી ગયો છે !' પ્રમુખ સ્વામી મહારાજ : “ભગવાન સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને એમના ધારક સંત મળ્યા છે એ જ મોટાં ભાગ્ય છે, એ જ મોટો લાભ છે. આવા સંત અનંત કોટિ બ્રહ્માંડોમાં નથી, એ આપણને મળ્યા છે. હવે બીજે ફાંફાં મારવાનાં ન રહ્યાં. આપણને જે મળ્યા છે એ સર્વોપરી છે, તો એનો કેફ રહેવો જોઈએ.” “આપણા મનમાં હવે અસંતોષ ન રહેવો જોઈએ કે હજુ આપણે કંઈક કરવાનું બાકી છે, પામવાનું કંઈક બાકી છે. યોગીજી મહારાજ મળ્યા એમાં બધી જ વસ્તુ આવી ગઈ. એમાં શ્રીજીમહારાજ આવી ગયા, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, અનંત મુક્તો આવી ગયા, બધા અવતારો, દેવો અને બધા મહાત્માઓ પણ આવી ગયા. હવે શોધવાનું કે પામવાનું કાંઈ બાકી રહ્યું નથી. જો આટલું સમજાઈ જોય તો બીજું કાંઈ સમજવાનું બાકી રહેતું નથી.”
પ્રમાણ પરથી વિષયનું શીષૅક આપો. (કુલ ગુણ ૬)
૧. હનુમાનજી તથા ઉદ્ધવની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. (૪.૨.૧૨/૭૦-૭૧)
જ. દાસભાવે ભક્તિ કરવાથી લાભ (દાસ્યભક્તિ)
ર. જેને જેને પોતપોતાના ક્ષેત્રમાં જે કાંઈ નિષ્ફળતા મળી છે; તેનાં અનેક કારણોમાં એક મહત્ત્વનું કારણ સંકલ્પ કે સંકલ્પનિષ્ઠાનો અભાવ છે. (૨.૧/૨૩)
જ. સંકલ્પનિષ્ઠાની અદ્ભુત શક્તિ
૩. સાચો વૈરાગ્ય તો એ જ છે કે જેમાં ભગવાન સિવાય બીજા કશામાંય રાગ ન હોય. (૪.૫.૨/૧૦૨)
જ. વૈરાગ્યનું સ્વરૂપ
૪. “આ જે વાતો છે, તે અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કરી છે.' (૧.૧.૨/૫)
જ. સ્વાનુભવના આધારે પ્રમાણભૂત સાધના
પ. એક સંપથી પ્રભુ ભજીએ તો માયા ન આવે (પ.ર.૨/૧૧૬, ૧૧૫)
જ. સંપથી લાભ (સંપની આવશ્યક્તા)
૬. સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. (૬.૧/૧૨૭, ૧૨૪)
જ. સુધા સાવધાન રહેજ્યો
નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ ૬)
૧. સાધક પોતાના જીવનનું ઘડતર કઈ રીતે કરી શકે છે ? (૧.૧.૯/૧૮)
જ. જેમ શિલ્પકાર મૂર્તિના મોડલને જોઈ જોઈને મૂર્તિ તૈયાર કરે છે, તેમ સાધક પણ પોતાની સાધનાના આદર્શરૂપ સત્પુરુષના જીવનને નજર સમક્ષ રાખી, પોતાના જીવનનું ઘડતર કરી શકે છે.
૨. ગઢડા પ્રથમ ૭૬ પ્રમાણે આજ્ઞા અનુવૃત્તિ પાળવાથી કયો લાભ થાય છે ? (૪.૨.૪/૪૫)
જ. વચ. પ્ર. 9૬ પ્રમાણે આજ્ઞા અનુવૃત્તિ પાળવાથી ભગવાન અને સંતને ભક્ત પર હેત થાય.
૩. નાસ્તિકનો સંગ થાય તો શું કરે ? (૬.૩.૧/૧૩૦)
જ. નાસ્તિકનો સંગ થાય, તો કર્મને જ સાચાં કરીને પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે.
૪. શ્રીહરિચરિત્રામૃત સાગર'”ના પૂરઃ૧૫ પ્રમાણે અધ્યાત્મમાર્ગમાં ગાફેલ રહેનારને શ્રીજીમહારાજ શું કહે છે? (૬.૧/૧૨૬)
જ. અમારી વાત યાદ રાખજો પણ ગાફલતા રાખશો નહિ. ગાફલતા રાખનાર જ્યાં હોય ત્યાંના ત્યાં જ રહે છે અને તેમના અંગ વૃદ્ધિ પામતાં નથી.'
પ. બ્રહ્મનો ગુણ જીવને વિશે ક્યારે આવે ? (૪.૪.૩/૯૪)
જ. નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે, તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે.
૬. શ્રીમદભાગવતમાં કીતનભક્તિ માટે શું કહ્યું છે ? (૪.૨.૭/૫૯)
જ. શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે કે કળિયુગમાં કીર્તનભક્તિથી પરમપદની પ્રાપ્તિ થાય છે.
નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિસ્તૃત નોંધ લખો. (પચીસથી ત્રીસ લીટીમાં) (કુલ ગુણ ૧૦)
૧ સંપતનિષ્દાનું તાત્પર્ય (૫.૧/૧૧૨-૧૧૩) : જોકે વચનામૃતમાં “AW શબ્દ નથી આવતો, પરંતુ એટલું તો જરૂર કહી શકાય કે એના તાત્પર્યમાં મહારાજે “પક્ષ' શબ્દનો પ્રયોગ કરેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક અન્ય ગ્રંથોમાં તથા સંપ્રદાયના દરેક કેન્દ્રમાં થતી કથાવાર્તાઓમાં ક્યારેક ફક્ત સંપ, ક્યારેક ફક્ત સુદૃદભાવ, તો ક્યારેક સંપ-સુહૃદભાવ એમ બે શબ્દો, તો ક્યારેક સંપ-સુહૃદભાવ-એક્તા એમ ત્રણેય શબ્દોનો ઉપયોગ થાય છે, પરતુ દરેક વખતે કહેવાનું તાત્પર્ય તો પ્રાયઃ એક સમાન જ છે. સૌ સાથે મળીને સમાનભાવે કે મિત્રભાવે એક થઈને જીવવું, વર્તવું કે કાર્ય કરવું એ સંપ, સુદૃદભાવ અને એકતાનો સામૂહિક અર્થ છે. તેમ છતાં પ્રત્યેક શબ્દનો પોતાનો આગવો અર્થ પણ છે. જેમ કે, સંપ : સંપ એટલે સંગઠન. દેહે કરીને એક સાથે ભેગા રહીને કાર્ય કરવું. એક જ દોરીથી ભારામાં બધી લાકડીઓ બંધાયેલી હોય, એમ એક જ ઇષ્ટદેવ કે એક જ ગુરુના સૌ આશ્રિતો એકનિષ્ઠાથી એક જ સંસ્થાના નેજા નીચે સંગઠિત રહે એ સંપ છે. સુહૃદભાવ : સૌ સાથે પરસ્પરના હિતની કામના સાથે મિત્રભાવે જીવવું, વર્તવું કે કાર્ય કરવું. યોગીજી મહારાજ સુહૃદભાવની વ્યવહારું વ્યાખ્યા સમજાવતાં કહે છે : “સુદૃદભાવ શું ? પોતે ભૃખ્યો રહે ને બીજાને જમાડે, કપડાં આપે.” “સુદૃદભાવ એટલે સૌથી નાનામાં નાનો હરિભક્ત એ આપણા ડરતાં મોટો છે, આપણે દાસના દાસ છીએ એમ સમજાય ત્યારે સુદૃદભાવ આવ્યો કહેવાય.”' “વાંક નજરમાં ન આવે તે સુદૃદભાવ. સો અવગુણમાં એક ગુણને આગળ કરે.'”' “કો'કે ગુનો કર્યો હોય તો “તે મેં કર્યો છે' એમ તેને બચાવી લેવો એનું નામ સુદૃદભાવ. “ઇ જ લાગનો છે,' એમ મનમાં લાવીએ તો સુહૃદભાવ વયો ગયો.” એકતા : સૌને વિશે મનથી એકપણું મનાય કે આપણે સૌ એક જ છીએ, કારણ કે આપણા સૌના ઇષ્ટદેવ એક છે, ગુરુ એક છે, સૌનો સિદ્ધાંત એક છે, સૌની ઉપાસના એક છે, સૌનું ધ્યેય એક છે, સૌનો સાધનામાર્ગ પણ એક જ છે. પરસ્પર જુદાપણું મનાય જ નહિ. આવો એક્યભાવ એ જ એકતા. આ રીતે સૂક્ષ્મતાથી વિચારીએ તો દરેક શબ્દનો અર્થ કંઈક વિશિષ્ટ છે. તેમ છતાં આ ત્રણેય શબ્દોનું સામૂહિક તાત્પર્ય તો અગાઉ જણાવ્યું તે જ છે. આ તાત્પર્યના અનુસંધાનમાં જ, એમાંથી ક્યારેક એક, ક્યારેક બે કે ક્યારેક ત્રણેય શબ્દો એક સાથે વપરાય છે.
૨. અભાવ, અવગુણ અને દ્રોહથી ખોટ : વચનામૃતના આધારે (૬.૫.૨/૧૪૩-૧૪૪) શ્રીજીમહારાજે અભાવ, અવગુણ અને દ્રોહથી જે નુક્સાન થાય છે, તે વિશે ઘણાં વચનામૃતોમાં વાતો કરી છે. તેમાંથી સાર અને ભાવાર્થરૂપ કેટલાક સંદર્ભો : અવગુણ લેનાર દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. (વચ.પ્ર.૬, ૫૩) અવગુણ આવે તો રાત્રિ-દિવસ હૈયામાં મૂંઝાયા કરે, દિવસે સુખે કરીને બેસાય નહિ, રાત્રે સુખપૂર્વક નિદ્રા ન આવે, ક્રોધ મટે જ નહિ, અર્ધ બળેલા કાષ્ઠની જેમ ધૂંધવાયા કરે, હૈયામાં કોઈ દિવસ સુખ ન આવે અને અંતે પાછો પડી જાય છે. (વચ.પ્ર. ૨૮) અલ્પ દોષ જોઈને અવગુણ લેવો એ મોટી ખોટ છે. અવગુણ લેવોનો સ્વભાવ હોય તેની તો આસુરીબુદ્ધિ થઈ જાય છે. (વચ.પ્ર. ૩૧) ભગવાન અને સંતનો અવગુણ લેવાથી બુદ્ધિ દૂષિત થઈ જાય છે, તેથી તે કલ્યાણને માર્ગ ચાલી શકે નહિ. (વચ.પ્ર.૩૫) જેને સંતનો અવગુણ આવ્યો હોય તે કોઈ પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ ન થાય. સંતનો અવગુણ તે ક્ષય રોગ જેવો છે, જેને આવે તે જરૂર મરે, વિમુખ થાય, સંતનો અવગુણ આવે તો એનું માથું કપાણું જાણવું. તે નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ થાય. (વચ.લો. ૧) અવગુણનો લેનારો નારકી થાય છે અને તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. (વચ.મ. ૧૧) બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તોપણ અર્ધો વિમુખ છે. તે ગમે તેવો મોટો હોય, તોપણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. (વચ.મ. ૨૬) હરિભક્તનો જે દ્રોહી હોય તેનો મહારાજને અભાવ આવે છે. ભક્તનું ઘસાતું કોઈ બોલે તેની સાથે એમને બોલવાનું મન જ ન થાય. ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે, તે અતિશય મોટા હતા તોપણ પોતાની પદવી થકી પડી ગયા છે. જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. (વચ.મ. ૨૮) ભગવાનના ભક્તનો મને, વચને અને દેહે કરીને જે કાંઈક જાણે-અજાણે દ્રોહ થઈ આવે, ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ અને કષ્ટ થાય છે કે ભૂંડું થાય છે, તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. (વચ.મ. ૪૦) સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પણ પાપ નથી. (વચ.મ.૬૩, અં.૨૨) ભગવાન, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબના દ્રોહથી જીવનો નાશ થાય, એટલે કે જીવનું કલ્યાણ ન થાય. (વચ.વર. ૧૧) ભગવાન અને ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો હોય તે સત્સંગી કહેવાતો હોય છતાં હડકાયા શ્વાન જેવો છે. તેને સંગે બીજા પણ વિમુખ થાય. ભગવાન અને ભક્તનો અવગુણ ક્ષયરોગ જેવો છે. તેની આસુરી મતિ મટે જ નહિ. અનંત વાર પંચ મહાપાપ કર્યા હોય તેમાંથી છૂટવાના ઉપાયો શાસ્ત્રમાં છે, પરેતુ ભગવાન અને ભક્તના અવગુણના પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય શાસ્ત્રમાં કહ્યો નથી. ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવાથી જીવનો નાશ થાય અર્થાત્ તે કોઈ દિવસ પોતાના કલ્યાણનો ઉપાય કરી જ શકે નહિ. (વચ.અં. ૧૨) મહારાજને ભગવાનના ભક્તનું ઘસાતું બોલનાર તો દોઠો પણ ગમતો નથી, એના હાથનું અન્ન-જળ પણ ભાવતું નથી. મહારાજના પોતાના દેહનો સંબંધી જો ભક્તનો અવગુણ લે તો તેની સાથે પણ એમને અતિશય કુહેત થઈ જાય છે. (વચ.અં. ૨૧)


0 comments