ગુણાતીતાનંદ સ્વામી ઓનલાઈન ટેસ્ટ
નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)
૧. “સગુણ ચરિત્ર નાનાવિધિ, સુની મુનિ મન ભ્રમ હોય.”
2. “આ ગુણાતીતાનંદ સ્વામી જમે છે તેમ સૌ જમતાં શીખો.''
૩. “મહારાજ દરબારગઢમાં વાતો કરવા ગયા છે.”
નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. બળદ કૃષ્ણાર્પણ કરવાની સ્વામીએ ના પાડી ત્યારે પટેલે શું કહ્યું ?
ર. મૂળજી ભક્તે ગઢડા આવી શ્રીજીમહારાજ પાસે શું યાચના કરી ?
૩. સ્વામી ઘેલા નદીમાં કોની સાથે નાહવા ગયા હતા ?
૪. મહારાજ પાસેથી કોણ ગોદડીઓ લઈ ગયા નહીં ?
૫. નીલકંઠ વર્ણીએ મૂળજી ભક્તને જોઈ ભક્તસમાજને સંબોધીને શું કહ્યું ?
નીચે આપેલાં વાક્યોમાંથી કોઈ પણ ત્રણ વિષે કારણ લખો. (નવેક લીટીમાં) (કુલ ગુણ : ૯)
૧. ઉગા ખુમાણને સંતોએ આશીર્વાદ આપ્યા.
૨. નાગર ભક્તે ટાઢું થયેલું ભોજન મૂંગે મોઢે જમી લીધું.
૩. ગુણાતીતાનંદ સ્વામી સુરતમાં રોજ ઝોળી માગવા જતા.
૪. બહિર્ભૂમિ જતા ગુણાતીતાનંદ સ્વામી મૂર્છાવશ થઈ ગયા.
નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે વિષે મુદ્દાસર નોંધ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૮)
૧. અસીમ શ્રદ્ધા ૨. ગુણાતીત વાતું
૩. પ્રૌઢ પ્રતાપ : સ્વામીએ રઘુવીરજી મહારાજને આપેલો કોલ
નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ટૂંકમાં વણવી ભાવાર્થ લખો. (બારેક લીટીમાં) (કુલ ગુણ : ૪)
૧. મૂર્તિમાં રસબસ ર. બાળચરિત્રો : ઘડપણમાં કોઈ ભગવાન ભજતા નથી
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો.
(કુલ ગુણ : ૮)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ ખરાની
નિશાની કરી હશે તો જ પૂર્ણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. કરસન બાંભણિયો.
(૧) આમાંથી હરિભક્તોને જમાડજો.
(૨) આ વરસ જરા નબળું છે.
(૩) હરિભક્તો પણ ઊપજ વિના ધર્માદો નહીં આપી શકે.
(૪) સ્વામીએ પટારો અનામત રાખ્યો.
ર. ગુણાતીતાનંદ સ્વામી અને ગોદડિયા શાંતાનંદ શ્રીજીમહારાજ માટે શું શું વસ્તુઓ લઈને નીકળ્યા ?
(૧) સતીગીતાનું પુસ્તક
(૨) અથાણાંની ત્રણ બરણીઓ
(૩)બરફીની માટલી
(૪) સોનેરી શણગાર
૩. અયોધ્યાપ્રસાદજી મહારાજની હવેલીમાં
(૧) મહારાજના પુરુષોત્તમપણાની સચોટ વાતો કરી.
(૨) હું પ્રાર્થના કરું છું કે તમે આ થાળમાં જમો.
(૩) આપને તો કચરો અને કંચન બંને સરખાં છે.
(૪) મહારાજની આજ્ઞા નથી.
૪. નિશ્ચય કરાવ્યો
(૧) વાગડ પાસે અણિયાળી પધાર્યા.
(૨) પાંચ તત્ત્વો સમજવામાં કસર.
(૩) આત્માનંદ સ્વામીના મળેલા.
(૪) સંવત ૧૯૧૬
નીચેના મથાળાના સંદભમાં દર્શાવેલા વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)
નોંધ : સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે, અન્યથા એક પણ ગુણ નહી મળે.
૧. બજારના કાંટા : એક વખતે સ્વામી દામોદરડુંડે પધાર્યા હતા. એવામાં વરતાલના ગોરધનભાઈ, ગઢડાના જીવા ખાચર,ગૉડલના અભયસિંહ દરબાર વગેરે હરિભક્તો સ્વામીનાં દર્શને આવ્યા.
૨. સત્સંગમાં અક્ષરબ્રહ્મનું પ્રવર્તન : એ તો સર્વસ્વ છે, સર્વદક્ષ છે અને ધન્વંતર વૈદ્ય જેવા છે. ત્યારપછી નિત્યાનંદ સ્વામી હરિજયંતીનો સમૈયો કરવા ગઢડા પધાર્યા.
૩. અમારું અક્ષરધામ બક્ષિસ : ત્યારબાદ સભામાં સ્વામીએ સૌ રાજા-સૈસિકોને આજ્ઞા કરી કે વર્ષોવર્ષ બે માસ મહારાજનો સમાગમ કરવા જે આવશે, તેની લાખ જન્મની કસર હું એક જન્મમાં ટાળી નાખીશ.
૪. વિરક્તિ : ત્યારપછી ધમજનાં કુશળકુંવરબાના આગ્રહથી મહારાજ, ગોપાળનંદ સ્વામી વગેરે સંત-પાર્ષદોના સંઘ સાથે વડોદરાથી ધર્મજ જઈ રહ્યા હતા.
૫. માન અપમાનમેં એકતા : સંવત ૧૮૨૨ની સાલમાં ફાગણી પૂનમના સમૈયા ઉપર સ્વામી ગઢડા પધાર્યા. “સ્વામી અક્ષરમુક્તનો અવતાર છે' એ વાતનો પ્રચાર સ્વામીની ઇચ્છાથી સત્સંગમાં જાગા સ્વામીએ શરૂ કર્યો હતો.
૬. દારિદ્રય ટાળ્યું : આથી, મુસાભાઈને હિંમત આવી ગઈ, પણ મુંબઈ જવાનું ભાડું જ તેની પાસે નહોતું. સ્વામીએ તેને અંતર્યામીપણે જણાવ્યું કે, “તારી બહેને ચૂલા નીચે કુલડીમાં બસો બે રૃપિયા દાટી રાખ્યા છે તે માગજે.'


0 comments