પ્રાજ્ઞ -2 બ્રહ્મવિદ્યાનું દર્શન ઓનલાઈન પરીક્ષા

 આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો.(કુલ ગુણ : ૮)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી
હશે તો જ પૂણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. બંધન અને મુક્તિનું સ્વરૂપ
(૧) અવિદ્યા-અજ્ઞાનરૂપ માયાનું બંધન છે.
(2)  જીવ અને ઈશ્વર બન્ને તત્ત્વોને બંધન નથી.
(3) જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયમાં તેમનું આવાગમન ચાલુ રહે છે.
(4) આ બંધન મિથ્યા છે, પરંતુ વાસ્તવિક નથી.
૨. પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થવો મહાકઠણ
(૧)  રાજપૂતો તો અતિશય અભાગિયા છે.
(૨) નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે.
(૩) નિત્યાનંદ સ્વામીને શ્રીજીમહારાજનું સર્વોપરીપણું સમજવું કઠણ પડ્યું છે.
(૪) અવતારાદિક સર્વે મહારાજનું દીધું એશ્વર્ય ભોગવે છે.
૩. અક્ષરબ્રહ્મ-પરબ્રહ્મ દર્શન
(૧) બ્રહ્મને જાણે છે તે ગોલોકને પામે છે.
(2) બ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મ થાય છે.
(૩)  તે પરમ તત્ત્વ અક્ષરબ્રહ્મ છે.
(૪) અક્ષરબ્રહ્મ તટસ્થ છે.
૪. જીવનું સ્વરૂપ અને તેના ગુણધર્મો
(૧) સત્તામાત્ર ચૈતન્ય છે.
(2)  ત્રણ અવસ્થા અને ત્રણ દેહની અંતર્ગત છે.
(૩) કારણદેહથી મુક્ત છે.
(4) શુદ્ધ, અર્વિકારી, ગુણાતીત છે.
નીચે આપેલા વિષયો ઉપર મુદ્દાસર નોધ લખો. (પંદરેક લીટીમાં) (કુલ ગુણ : ૧૦)
૧. શ્રીજીમહારાજ સર્વોપરી : સદ્‌ નિર્ગુણદાસ સ્વામીની વાતો અને દુર્ગપુર માહાત્મ્ય અથવા
૨. અક્ષરબ્રહ્મનું સ્વરૂપ અને અક્ષરબ્રહ્મનું અન્વય-વ્યતિરેક સ્વરૂપ
૩. શ્રીજીમહારાજનું અસાધારણ એશ્ચર્ય : સમાધિ પ્રકરણ અને લક્ષાવધિ મનુષ્યોનું નિયમન અથવા
૪. અક્ષરબ્રહ્મ : આ લોકમાં ગુણાતીત સત્પુરુષ રૂપે
 પ્રમાણ પરથી વિષયનું શીષક આપો. (કુલ ગુણ : ૬)
૧. અક્ષરધામમાં અક્ષરમુક્તનું ભિન્ન વ્યક્તિત્વ અને અસ્તિત્વ રહે છે.
૨. “જે જે મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તેને સર્વને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ.”'
૩. “સ્વરૂપનિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજાં સાધન તો જાનને ઠેકાણે છે.” 
૪. એમની મોટપ આસને નથી. એ તો અનાદિના મોટા છે. 
૫. શ્રીજીમહારાજ કાર્ય-કારણના સિદ્ધાંતમાં સત્કાર્યવાદનો સિદ્ધાંત સ્વીકારે છે.
આપેલા પ્રશ્નોના એક (સંપૂણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૬)
૧. પાંચ ભૂત(તત્ત્વો)નાં નામ શું છે ?
ર. નિમિત્ત પ્રલયમાં કયા ચાર લોકનો નાશ થતો નથી ?
૩. ઈશ્વર કેવું તત્ત્ત નથી ?
૪. બ્રાહ્મીસ્થિતિને પામેલા જીવન્મુક્તને કેવો સાક્ષાત્કાર રહે છે ?
પ. સ્વામીની વાત ૧/૮૮ પ્રમાણે જો માર માર કરતો કોઈ આવતો હોય તો શું સમજવું ?
૬. ગુણાતીતાનંદ સ્વામીના મતે અવતાર-અવતારીનો ભેદ કેમ સમજવો ?
નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિસ્તૃત નોંધ લખો. (પચીસ થી ત્રીસ લીટીમાં)
(કુલ ગુણ : ૧૦)
૧. શ્રીજીમહારાજનું સમ્યક્‌ પ્રગટપણું સંત દ્વારા
૨. અક્ષરબ્રહ્મના સ્વરૂપને સમજવાની અનિવાયંતા : શ્રીજીમહારાજનો દૃદ્ગત અભિપ્રાય-સિદ્ધાંત છે માટે

0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...